Download GSEB Solutions for Class 6 Science Chapter 01 ખોરાકઃ ક્યાંથી મળે છે
Explore reliable textbook solutions for Chapter 01 ખોરાકઃ ક્યાંથી મળે છે tailored for Class 6 learners. Utilizing these Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Access GSEB Solutions and Answers
View or download the dedicated Chapter 01 ખોરાકઃ ક્યાંથી મળે છે solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Science.
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
Question 1. તમને એવું લાગે છે કે, દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોય છે?
Answer: ના, બધા સજીવોને એકસરખા ખોરાકની જરૂર પડતી નથી. શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓનો આહાર કુદરતી રીતે અલગ અલગ હોય છે.
In simple words: No, not all living things need the same food. Animals that eat plants, animals that eat meat, and animals that eat both, all have naturally different diets.
Exam Tip: Remember to differentiate between herbivores, carnivores, and omnivores when discussing dietary needs of living beings.
Question 2. ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગોનાં નામ આપો.
Answer: ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગોનાં નામ નીચે મુજબ છે:
| વનસ્પતિનું નામ | ઉપયોગમાં લેવાતો ભાગ |
|---|---|
| (1) ઘઉં | બીજ (દાણા) |
| (2) બટાટા | પ્રકાંડ |
| (3) કોથમીર | પર્ણ |
| (4) મૂળો | મૂળ તથા પર્ણો |
| (5) આમલી | ફળ |
In simple words: Here are five plants and the parts we eat: wheat (seeds), potato (stem), coriander (leaves), radish (root and leaves), and tamarind (fruit).
Exam Tip: When listing plants and their edible parts, make sure to include a diverse range of examples covering different plant structures like roots, stems, leaves, fruits, and seeds.
Question 3. માં આપેલી બાબતોને કૉલમ “B”ની સાથે જોડો:
Answer:
| કૉલમ “A” | કૉલમ “B” |
|---|---|
| (1) દૂધ, દહીં, પનીર, ધી | a) બીજાં પ્રાણીઓને ખાય છે. |
| (2) પાલક, ફલેવર, ગાજર | b) વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે. |
| (3) સિંહ અને વાઘ | c) શાકભાજી છે. |
| (4) તૃણાહારી | d) બધી જ પ્રાણિજ પેદાશો છે. |
(1)→(d), (2) → (c), (3) → (a), (4) → (b).
In simple words: Match the items by linking milk products to animal products, spinach/cauliflower/carrot to vegetables, lions/tigers to meat-eaters, and herbivores to plant-eaters.
Exam Tip: For matching questions, first identify the main category of each item in Column A and then find the most relevant description in Column B.
Question 4. આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો: (તૃણાહારી, વનસ્પતિ, દૂધ, શેરડી, માંસાહારી)
Question 4.1. વાઘ માત્ર માંસ ખાય છે, માટે તે .......... છે.
Answer: માંસાહારી
In simple words: A tiger only eats meat, so it is a meat-eating animal.
Exam Tip: Always use the most precise term to describe an animal's diet, like 'carnivore' for meat-eaters.
Question 4.2. હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, માટે તે ........ છે.
Answer: તૃણાહારી
In simple words: A deer eats only plants, making it a plant-eating animal.
Exam Tip: Herbivores are animals that consume only plant-based foods, such as leaves, stems, and fruits.
Question 4.3. પોપટ ફક્ત ની પેદાશ ખાય છે.
Answer: વનસ્પતિ
In simple words: Parrots only consume things that come from plants.
Exam Tip: Parrots are typically herbivorous, mainly eating seeds, nuts, fruits, and buds from plants.
Question 4.4. આપણે...........પીએ છીએ, જે ગાય-ભેંસ અને બકરીમાંથી મળે છે, તે પ્રાણિજ પેદાશ છે.
Answer: દૂધ
In simple words: We drink milk, which comes from cows, buffaloes, and goats, and it is an animal product.
Exam Tip: Remember that milk, being derived from animals, is classified as an animal product.
Question 4.5. ખાંડ આપણને ........... એમાંથી મળે છે.
Answer: શેરડી
In simple words: We obtain sugar from sugarcane plants.
Exam Tip: Sugarcane is a primary plant source for producing sugar due to its high sucrose content.
વિચારવાલાયક બાબતો – વિભાગના પ્રશ્નોત્તર
Question 1. તમારી આજુબાજુ દરેકને પૂરતો ખોરાક મળે છે? શા માટે?
Answer: ના, દરેક વ્યક્તિને પૂરતો ખોરાક મળતો નથી. તેનાં કારણો નીચે મુજબ છે:
- શહેરો મોટા થવાને કારણે ખેતીલાયક જમીન ઘટતી જાય છે. આથી બધાની જરૂરિયાત જેટલું અનાજ ઉગાડી શકાતું નથી.
- ગરીબાઈને કારણે તેઓ જરૂરી અનાજ ખરીદી શકતા નથી.
- અનાજ સાચવવાનાં યોગ્ય સાધનોના અભાવને લીધે અમુક જથ્થાનું અનાજ સડી જાય છે.
- એક સ્થળેથી બીજે સ્થળે ખાદ્ય પદાર્થો પહોંચાડવા ઝડપી વાહનવ્યવહારની વ્યવસ્થા હોતી નથી.
Exam Tip: When discussing food scarcity, consider both production issues (land, yield) and distribution issues (affordability, storage, transport).
Question 2. ખોરાકનો બગાડ અટકાવવાનાં કયાં કયાં પગલાં હોઈ શકે?
Answer: ખોરાકનો બગાડ અટકાવવા નીચેનાં પગલાં લઈ શકાય:
- આપણી જરૂરિયાત જેટલો જ ખોરાક બનાવવો જોઈએ તેમજ તેનો ઉપયોગ કરવો જોઈએ. જમતી વખતે ખોરાકનો બગાડ ટાળવો જોઈએ.
- ફળો અને શાકભાજી ખરીદ્યા પછી સમયસર તેનો ઉપયોગ કરી લેવો જોઈએ, જેથી તે બગડે નહીં તેમજ ખરાબ ન થાય.
- ઘરમાં રાખેલું અનાજ બગડે નહીં તેની યોગ્ય સંભાળ લેવી જોઈએ.
Exam Tip: Focus on practical, everyday actions like mindful cooking, timely consumption, and proper storage as key ways to reduce food waste.
Gseb Class 6 Science ખોરાકઃ ક્યાંથી મળે છે? Textbook Activities
પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
તમારા જુદાં જુદાં રાજ્યના મિત્રો દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેની યાદી તૈયાર કરવી. પદ્ધતિ: તમારા મિત્રોને તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો. ભારતનાં અન્ય રાજ્યોમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવો. નોંધ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ કરો: કોષ્ટક 1.1: આપણે શું ખાઈએ છીએ?
| મિત્ર/વિદ્યાર્થીનું નામ | દિવસ દરમિયાન જમવાની વાનગીઓ |
|---|---|
| મહેશ પટેલ | રોટલી, દાળ, ભાત, શાક, સલાડ |
| રાજેન્દ્ર રાજપૂત | મકાઈનો રોટલો, સરસવનું શાક, છાશ |
| અવિનાશ અગ્રવાલ (રાજસ્થાન) | દાલ-બાટી, છાશ, શાક, ગોળ, ઘી |
| સુખવિંદર સિંઘ (પંજાબ) | પરોઠા, પંજાબી શાક, લસ્સી, પનીર-ટિક્કા, દાલ-ફ્રાય |
| રામાકૃષ્ણન (તમિલનાડુ) | ઈડલી, ઢોંસા, સંભાર, ભાત, રસમ, દહીં |
| દિનેશ શર્મા (ઉત્તરપ્રદેશ) | રોટલી, દાળ, કચોરી, શાક, અથાણું, ચમચમ સ્વીટ્સ, દહીં |
તારણઃ
- દરેકના ભોજનમાં અલગ અલગ પ્રકારના ખાદ્યપદાર્થો જોવા મળે છે.
- જુદાં જુદાં રાજ્યોના લોકોના ભોજનમાં ભિન્નતા જોવા મળે છે.
પ્રવૃત્તિ 2:
વાનગીમાં રહેલ ખાદ્યસામગ્રી જાણવી.
પદ્ધતિ: કોષ્ટક 1.1માં યાદી કરેલી વાનગીઓમાંથી કેટલીક પસંદ કરો. તેને બનાવવા માટે કઈ ખાદ્યસામગ્રીની જરૂર પડી તેની તમારા મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો. તેની યાદી કોષ્ટક 1.2માં કરો. કેટલાંક ઉદાહરણો આપેલાં છે. થોડી વધારે વાનગી અને તેની સામગ્રી આ યાદીમાં ઉમેરો.
કોષ્ટક 1.2: વાનગીઓ અને તેની ખાદ્યસામગ્રીઓ
| વાનગીઓ | ખાદ્યસામગ્રીઓ |
|---|---|
| રોટલી/ચપાતી | ઘઉંનો લોટ, પાણી |
| દાળ | કઠોળ, પાણી, મીઠું, તેલ/ઘી, મસાલા |
| ભાત | ચોખા, પાણી |
| શાક | શાકભાજી, તેલ/ઘી, મસાલા, મીઠું, પાણી |
| ખીર | દૂધ, ચોખા, ખાંડ |
| ઈડલી | ચોખા, અડદની દાળ, મીઠું, પાણી |
| સલાડ | ટામેટાં, કાકડી, ગાજર, કોબીજ, ડુંગળી |
| પુલાવ | ચોખા, જુદાં જુદાં અમુક શાક, વટાણા, ગાજર, મીઠું, પાણી |
તારણઃ
- એક વાનગી બનાવવા માટે બે કે તેથી વધારે ખાદ્યસામગ્રીની જરૂર પડે છે.
- કેટલીક વાનગીમાં અમુક ખાદ્યસામગ્રી સમાન હોય છે.
પ્રવૃત્તિ 3:
વાનગીમાં રહેલી ખાદ્યસામગ્રી અને તે ખાદ્યસામગ્રીના સ્ત્રોત જાણવા.
પદ્ધતિઃ અગાઉ નોંધેલી વાનગીઓમાંથી અમુક પસંદ કરી તેની ખાદ્યસામગ્રી અને તેના સ્રોત વિશે માહિતી મેળવો. કોષ્ટક 1.3માં કેટલાંક ઉદાહરણો દર્શાવેલાં છે. તેની ખાલી જગ્યા પૂરો અને બીજાં કેટલાંક ઉદાહરણો યાદીમાં ઉમેરો.
કોષ્ટક 1.3: વાનગીમાં વપરાતી ખાદ્યસામગ્રી અને તેના સ્ત્રોત
| ખાદ્યપદાર્થો (વાનગીઓ) | ખાદ્યસામગ્રી (ઘટકો) | સ્ત્રોત |
|---|---|---|
| ઈડલી | ચોખા | વનસ્પતિ |
| અડદ-દાળ | વનસ્પતિ | |
| મીઠું | પૃથ્વી | |
| પાણી | પૃથ્વી |
કોષ્ટક 1.4: ખોરાક તરીકે વનસ્પતિના ભાગ
| મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થો (વાનગી) | સામગ્રી / સ્ત્રોત / ઘટકો | વનસ્પતિના જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગ |
|---|---|---|
| 1. રીંગણનું શાક | રીંગણાં | ફળ |
| મસાલા તરીકે મરચાં | ફળ | |
| મગફળીનું તેલ | બીજ (ફળ) | |
| 2. ભાખરી | ઘઉંનો લોટ | બીજ (ફળ) |
| 3. સલાડ | કાચાં ખાઈ શકાય તેવા શાકભાજી | ફળ / મૂળ / પર્ણ |
| 4. શીરો | ઘઉંનો લોટ | બીજ (ફળ) |
| ખાંડ | પ્રકાંડ | |
| 5. પુલાવ | ચોખા | બીજ (ફળ) |
| જુદાં જુદાં શાક | ફળ/મૂળ/પર્ણ | |
| 6. ઢોકળાં | ચોખા-ચણા-અડદનો લોટ | બીજ (ફળ) |
| મરચું, હળદર | ફળ / પ્રકાંડ |
તારણઃ વનસ્પતિનાં બીજ, ફળ, પર્ણ કે મૂળ ખોરાક તરીકે વપરાય છે.
In simple words: Seeds, fruits, leaves, or roots from plants are all eaten as food.
પ્રવૃત્તિ 5.
ફણગાવેલા મગ (અથવા ચણા) તૈયાર કરવા.
સાધન-સામગ્રીઃ મગ (અથવા ચણા), પાણી, બાઉલ, કાપડનો ટુકડો.
આકૃતિઃ
પદ્ધતિઃ
- મગ(અથવા ચણા)નાં સૂકા બીજ લો.
- તેને પાણી ભરેલા બાઉલમાં ડૂબાડો.
- તેને એક દિવસ માટે રહેવા દો.
- બીજા દિવસે પાણીને સંપૂર્ણપણે કાઢી નાખો.
- મગને ભીના કપડાના ટુકડામાં વીંટાળી એક દિવસ રહેવા દો.
- પછીના દિવસે બીજનું અવલોકન કરો.
અવલોકન : બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રચના વિકાસ પામેલી જોવા મળે છે. આ રચના મગના બીજમાંથી ફૂટેલા ફણગા છે.
In simple words: You will notice small white parts growing out of the seeds; these are the sprouts from the moong seeds.
નિર્ણયઃ ફણગા ફૂટેલા મગને ફણગાવેલા મગ કહે છે.
In simple words: Moong that has sprouted is known as sprouted moong.
પ્રવૃત્તિ 6:
આપેલ પ્રાણીઓના ખોરાક વિશેની માહિતી મેળવવી.
પદ્ધતિ: કોષ્ટક 1.5માં પ્રાણીઓની યાદી આપેલી છે. તેમાંથી કેટલાંક પ્રાણીઓના ખોરાકની વિગતો આપી છે. બાકીનાં પ્રાણીઓના ખોરાક વિશે માહિતી મેળવી કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો. બીજાં કેટલાંક ઉદાહરણો યાદીમાં ઉમેરો. કોષ્ટક 1.5: પ્રાણીઓ અને તેનો ખોરાક
| પ્રાણીનું નામ | પ્રાણીઓ ખાતા હોય તે ખોરાક |
|---|---|
| ભેંસ | ઘાસ, ખોળ, સૂકું ઘાસ, અનાજના દાણા (બાફેલા) |
| બિલાડી | નાનાં પ્રાણીઓ (ઉંદર), પક્ષીઓ, દૂધ, રોટલી |
| ઉંદર | અનાજ, દાણા |
| સિંહ | હરણ અને અન્ય પ્રાણીઓનું માંસ |
| વાઘ | હરણ અને અન્ય પ્રાણીઓનું માંસ |
| કરોળિયો | જીવજંતુ, માખી, મચ્છર |
| ગરોળી | મચ્છર, માખી, અન્ય જીવજંતુ |
| ગાય | ઘાસ, પૂળા, ખોળ, અનાજના દાણા (બાફેલા) |
| મનુષ્ય | રાંધેલો ખોરાક, ફળફળાદી, દૂધ, ઇંડાં, માંસ, માછલી |
| પતંગિયું | ફૂલોનો રસ, પરાગરજ |
| કાગડો | એંઠવાડ, પૂરી, જીવજંતુ, જીવડાં |
| સસલું | ઘાસ, કૂમળાં પર્ણ, કંદમૂળ |
| ચકલી | અનાજ, જીવડાં |
| ખિસકોલી | બીજ, ફળ, દાણા |
| કૂતરો | રોટલી, બ્રેડ, માંસ |
| દેડકો | જીવજંતુ, કીડા |
| સાપ | દેડકો, ઉંદર, નાના સજીવો |
તારણઃ જુદાં જુદાં પ્રાણીઓ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાય છે. આમ, પ્રાણીઓના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે.
In simple words: Various animals eat different kinds of food, which means there is a wide range of diets among animals.
પ્રવૃત્તિ 7:
આપેલ પ્રાણીઓને તેમનો ખોરાક ધ્યાનમાં રાખીને તેમનું તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીમાં વર્ગીકરણ કરો:
પદ્ધતિ: કોષ્ટક 1.5માં આપેલ પ્રાણીઓ અને તેમનો ખોરાક જુઓ.
જે પ્રાણીઓ માત્ર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતાં હોય તેમને તૃણાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. જે પ્રાણીઓ અન્ય પ્રાણીઓને ખાતાં હોય કે પ્રાણીઓનું માંસ ખાતાં હોય તેમને માંસાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. જે પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓની પેદાશ ખાતાં હોય તેમને મિશ્રાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. આ રીતે કોષ્ટક 1.6 તૈયાર કરો.
કોષ્ટક 1.6: પ્રાણીઓનું વર્ગીકરણ
| તૃણાહારી | માંસાહારી | મિશ્રાહારી |
|---|---|---|
| ભેંસ | સિંહ | બિલાડી |
| ઉંદર | વાઘ | મનુષ્ય |
| ગાય | કરોળિયો | કાગડો |
| પતંગિયું | ગરોળી | ચકલી |
| સસલું | દેડકો | કૂતરો |
| ખિસકોલી | સાપ |
તારણઃ ખોરાક લેવાના પ્રકાર મુજબ પ્રાણીઓને તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીમાં વર્ગીકરણ કરી શકાય છે.
In simple words: Animals can be sorted into herbivores, carnivores, and omnivores based on what they consume.
Free study material for Science
Science Class 6 Curriculum Solutions: Chapter 01 ખોરાકઃ ક્યાંથી મળે છે
Chapter Exercise Answers for Class 6 Science
Access structured GSEB textbook solutions for Chapter 01 ખોરાકઃ ક્યાંથી મળે છે. Designed in alignment with the latest academic curriculum for Class 6 Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Detailed Answer Guides for Chapter 01 ખોરાકઃ ક્યાંથી મળે છે
Clear, methodical explanations accompany every challenging problem within the Class 6 Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Complete Preparation Kit for Class 6 Exams
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 01 ખોરાકઃ ક્યાંથી મળે છે with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 6 Science Solutions Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે is available for free on StudiesToday.com. These solutions for Class 6 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Science Solutions Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Science Solutions Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Science. You can access GSEB Class 6 Science Solutions Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Science Solutions Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે in printable PDF format for offline study on any device.