Get the most accurate GSEB Solutions for Class 6 Gujarati Chapter 16 માતૃહૃદય here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Gujarati. Our expert-created answers for Class 6 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 16 માતૃહૃદય GSEB Solutions for Class 6 Gujarati
For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 16 માતૃહૃદય solutions will improve your exam performance.
Class 6 Gujarati Chapter 16 માતૃહૃદય GSEB Solutions PDF
GSEB Solutions
Std 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય
Class 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય Textbook Questions and Answers
નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા [ ]
Question 1. અપંગ તનનાં પણ મનનાં નહિ એટલે...
(ક) શરીર અપંગ છે એટલે મન નબળું
(ખ) મનની મક્કમતા બહુ મોટી વાત.
(ગ) અપંગ માણસથી કશું ન થઈ શકે.
(ઘ) અપંગ જીવતા મૂઆ છે.
Answer: (ખ) મનની મક્કમતા બહુ મોટી વાત.
In simple words: This means that even if someone's body is weak or disabled, their mind can still be very strong and determined. The strength of the mind is important.
Exam Tip: For MCQs, carefully understand the core meaning of the phrase in the question before selecting an option. Eliminate options that are too literal or off-topic.
Question 2. બાઈ કરગઠિયાં વીણવા નીકળી હતી કારણ કે
(ક) સાંજે રાંધવા માટે જરૂરી હતાં.
(ખ) જંગલમાં તે વાત સહજ હતી.
(ગ) દવામાં ઉપયોગમાં લેવાનાં હતાં.
(ઘ) અગ્નિ પેટાવવો હતો.
Answer: (ક) સાંજે રાંધવા માટે જરૂરી હતાં.
In simple words: The woman went to collect small pieces of wood because she needed them for cooking in the evening. She gathered them for her daily household chores.
Exam Tip: Pay attention to keywords like "કારણ કે" (because) which ask for the reason behind an action. Always provide a clear and direct reason.
Question 3. બાળકની નજર સામેની ભેખડના પથ્થર પર પડી ત્યાં..
(ક) નીચે ઊંડી ખાઈ દેખાતી હતી.
(ખ) સિંહણની બોડ દેખાતી હતી.
(ગ) બોડની બહાર સિંહનું નાનું બચ્ચું દેખાતું હતું.
(ઘ) ગલૂડિયું દેખાતું હતું.
Answer: (ગ) બોડની બહાર સિંહનું નાનું બચ્ચું દેખાતું હતું.
In simple words: When the child looked at the cliff stones, they saw a small lion cub outside a den. The cub caught the child's attention immediately.
Exam Tip: Focus on details describing what a character saw or observed. Visual descriptions often hold key information for the plot.
Question 4. માતૃહૃદય પાઠમાં વધારે તો...
(ક) બીક લાગે તેવી વાત છે.
(ખ) ગભરાઈ જવાય તેવી વાત છે.
(ગ) માતાના પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે.
(ઘ) પશુપ્રેમની વાત છે.
Answer: (ગ) માતાના પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે.
In simple words: The lesson "Matruhruday" mostly talks about the very strong love a mother has for her own child. It highlights the deep affection and care.
Exam Tip: Identify the central theme or message of the story. The "gist" or main idea is often tested in such questions.
2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
Question 1. ગિરનાર કોની જેમ બેઠો છે ?
Answer: ગિરનાર કોઈ જટાધારી વૈરાગી સાધુની જેમ બેઠો છે.
In simple words: Girnar mountain looks like a saint with matted hair sitting in meditation. It appears calm and still.
Exam Tip: Answer precisely and stick to the main point. Avoid adding extra details.
Question 2. પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ શું કરતા ?
Answer: પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ ભેસો અને બીજું ઢોરોને ચરાવવા ઊપડી જતા.
In simple words: When dawn broke, the Maldharis would leave to graze their buffaloes and other cattle. They started their day early.
Exam Tip: When asked about daily routines, focus on the primary activities mentioned in the text for that specific time.
Question 3. માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો ?
Answer: માલધારી સ્ત્રીનું બાળક તેનાથી પાછળ રહી ગયું છે તેની તેને જાણ નહોતી, પરંતુ જ્યારે સિંહણની ડણક સંભળાઈ, ત્યારે તેને તેનું બાળક યાદ આવ્યું. તેથી, માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો.
In simple words: The Maldhari woman's child was left behind, and she didn't know it. When she heard the lioness roar, she remembered her child, making her extremely worried.
Exam Tip: When explaining an emotional reaction, clearly state the triggering event and how it impacted the character.
Question 4. સિંહણ બાળકથી કેટલી દૂર હતી ?
Answer: સિંહણ બાળકથી ફક્ત સાત ફૂટ દૂર હતી.
In simple words: The lioness was only seven feet away from the child. They were quite close to each other.
Exam Tip: For specific factual questions, provide the exact detail asked for, such as a number or distance.
Question 5. આખરે બંને માતાઓએ શું કર્યું?
Answer: આખરે સિંહણ પોતાના શિશુને લઈને પોતાની બોડમાં ગઈ અને માલધારી સ્ત્રી પોતાના બાળકને લઈને ઘેર ગઈ.
In simple words: In the end, the lioness took her cub back to her den, and the Maldhari woman took her child home. Both mothers protected their young.
Exam Tip: Concluding actions in a narrative often highlight the resolution or final outcome of a situation. State these actions clearly.
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
Question 1. માલધારી સ્ત્રીઓ શું કામ કરતી હતી ?
Answer: માલધારી સ્ત્રીઓ સવારે ઘેર વલોણું કરતી અને સાંજે – બળતણ વીણવા ગીરમાં નીકળી પડતી.
In simple words: The Maldhari women churned butter at home in the mornings and went to Gir in the evenings to collect firewood. They had a set routine.
Exam Tip: When asked about daily activities, list them in a chronological or logical order as presented in the text.
Question 2. બાળક માતાથી પાછળ કેમ રહી ગયું ?
Answer: બાળકે દૂર ભેખડ પર સિંહણનું બચ્ચું જોયું ને તેને જોવામાં અને લેવામાં બાળક માતાથી પાછળ રહી ગયું.
In simple words: The child saw a lion cub on a distant cliff and became busy watching and trying to pick it up, which made the child fall behind the mother.
Exam Tip: For cause-and-effect questions, clearly state the action that led to the consequence. Focus on the child's distraction in this case.
Question 3. બાળક પોતાની સાથે નથી એવી માતાને ક્યારે ખબર પડી ?
Answer: માલધારી સ્ત્રી જંગલમાં બળતણ વીણતી વીણતી આગળ ચાલતી હતી. તેની પાછળ નાની પગલીઓ ભરતું તેનું બાળક ચાલતું હતું. એટલામાં બાળકે સામેની ભેખડ પર એક સિંહબાળને જોયું ને પાસે જઈ તેને ઉઠાવી લીધું. થોડી વારે સિંહણની ડણક સંભળાઈ ત્યારે માતાએ પાછળ જોયું તો ખબર પડી કે બાળક પોતાની સાથે નથી.
In simple words: The Maldhari woman was walking ahead, gathering firewood, with her child following. The child saw a lion cub, went to pick it up. Shortly after, the mother heard a lioness roar, and when she looked back, she realized her child was not with her.
Exam Tip: Describe the sequence of events clearly. The mother's realization is a critical turning point in the story.
Question 4. માતાને કયું દૃશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગી ?
Answer: પોતાનું બાળક સિંહબાળને ગોદમાં ઉઠાવી નાની પગલી ભરતું નેસ તરફ જઈ રહ્યું હતું. થોડે દૂર સિંહણ પોતાના બચ્ચાને મેળવવા ત્રાડ નાંખી પોતાના બાળક તરફ આવી રહી હતી. આ દૃશ્ય જોઈ માતાને ધરતી ગોળ ગોળ ફરતી લાગી.
In simple words: The mother saw her child, carrying a lion cub, walking towards the settlement. A short distance away, a lioness was roaring and coming towards her own cub. This terrifying sight made the mother feel the world spinning.
Exam Tip: Emphasize the elements of the scene that would cause extreme fear or disorientation. The dual danger is key here.
Question 5. શિકાર માટે ગયેલી સિંહણ શિકાર કર્યા સિવાય શા માટે પાછી ફરી ?
Answer: સિંહણ શિકાર માટે નીકળી હતી એટલામાં એને માનવીની ગંધ આવતાં તે પોતાના બાળકના રક્ષણ માટે શિકાર કર્યા સિવાય પોતાની બોડ તરફ પાછી ફરી.
In simple words: The lioness had gone hunting, but as soon as she smelled a human, she immediately returned to her den without catching any prey, to protect her cub.
Exam Tip: The lioness's protective instinct for her cub is the primary reason for her actions. Highlight this aspect in your answer.
Question 6. માલધારી સ્ત્રી અને સિંહણ બંને વચ્ચે પાયાની સામ્યતા શી હતી ?
Answer: માલધારી સ્ત્રી અને સિંહણ બંને વચ્ચે પાયાની સામ્યતા તેમનું માતૃહૃદય છે. કેમ કે, ભલે તેમનાં શરીર જુદાં-જુદાં હતાં, પરંતુ પોતાના બાળક પ્રત્યેની તેમની મમતા અને પ્રેમમાં કશો જ ફરકે નહોતો. આથી જ માનવની ગંધ આવતાં જ સિંહણ પોતાના શિશુની રક્ષા માટે શિકાર કર્યા સિવાય પાછી ફરી જયારે સિંહણની ત્રાડ સાંભળીને ગભરાયેલી માલધારી સ્ત્રી પણ પોતાના બાળકને બચાવવા હાંફળી-ફાંફળી દોડી આવી.
In simple words: The basic similarity between the Maldhari woman and the lioness was their maternal heart. Even though their bodies were different, their deep affection and love for their children were identical. This is why the lioness returned without hunting after smelling a human, and the terrified Maldhari woman rushed to save her child after hearing the lioness's roar.
Exam Tip: When comparing two characters, focus on the underlying emotional connections and shared instincts, especially when they are central to the story's theme.
Question 7. ‘માનવ હોય કે પશુ – માતૃહૃદય તો સૌનાં સરખાં !' આ પંક્તિનો અર્થ સમજાવો.
Answer: એક બાજુ માલધારી સ્ત્રી અને બીજી બાજુ સિંહણ, ક્ષણભર બંને માતાઓએ આંખ મિલાવી, બંનેની આંખો વચ્ચે કંઈક છૂપી વાત થઈ ગઈ. બંને માતાઓ પોતપોતાનાં શિશુઓને લઈને ચાલી ગઈ. તેમના દેહ જુદા હતા પણ શિશુ પ્રત્યેની મમતામાં કશો ભેદ નહોતો. માનવ હોય કે પશુ – માતૃહૃદય તો સૌનાં સરખાં.
In simple words: This line means that whether it's a human or an animal, a mother's heart is the same for all. The Maldhari woman and the lioness, despite their different species, shared a deep, unspoken bond of maternal love for their young ones, showing no difference in their affection.
Exam Tip: When explaining a proverb or a quote, first state its literal meaning, then elaborate with examples or context from the story to illustrate its deeper significance.
2. નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
Question 1. (i) માલધારી (ii) બલિહારી (iii) અસ્તિત્વ (iv) પરિવર્તન (v) નેસ (vi) શિશુ
Answer:
(i) માલધારી : માલધારી ગાય-ભેંસો રાખી ગુજરાન ચલાવે છે. (The Maldhari earns a living by keeping cows and buffaloes.)
(ii) બલિહારી : કુદરતની બલિહારી છે કે ગામ સુખી છે. (It is the miracle of nature that the village is happy.)
(iii) અસ્તિત્વ : ધરતીકંપ થવાથી ગામનું અસ્તિત્વ જ ના રહ્યું. (Due to the earthquake, the village ceased to exist.)
(iv) પરિવર્તન : નવા શિક્ષકો શાળામાં ઘણું પરિવર્તન લાવ્યા. (New teachers brought much change to the school.)
(v) નેસ : માલધારીઓ નેસમાં રહે છે. (Maldharis live in settlements.)
(vi) શિશુ: શિશુ માતાને અતિપ્રિય હોય છે. (A baby is very dear to its mother.)
In simple words: For each given word, you need to create a complete and meaningful sentence that correctly uses that word. This shows you understand its usage.
Exam Tip: Ensure your sentences are grammatically correct and that the chosen word fits naturally within the sentence's context. Practice using different parts of speech.
3. નીચેના રૂઢિપ્રયોગના અર્થ લખો :
Question 1. (i) આંખે ચક્કર આવવા (ii) જીવ અડધો થઈ જવો (iii) દિલનો ટુકડો હોવું
Answer:
(i) આંખે ચક્કર આવવા – તમ્મર આવવાથી ન દેખાવું (To feel dizzy – to be unable to see due to dizziness)
(ii) જીવ અડધો થઈ જવો – ચિંતાથી વિહવળ થઈ જવું (To be half-dead with fear – to become anxious due to worry)
(iii) દિલનો ટુકડો હોવું – ખૂબ વહાલા હોવું (To be a piece of heart – to be very dear)
In simple words: For each idiom, you need to write down its true, non-literal meaning. Idioms often have a hidden sense that differs from the individual words.
Exam Tip: Understand the hidden meaning of the idiom, not just the literal words. Try to recall a situation where it applies. Do not explain the literal meaning.
4. નીચેના શબ્દોના અર્થ લખો :
Question 1. (i) કરગઠિયાં (ii) પ્રાગડ ફૂટવું (iii) ઓસાણ (iv) ખોળિયું
Answer:
(i) કરગઠિયાં – લાકડાના નાના નાના ટુકડા (Small pieces of wood)
(ii) પ્રાગડ ફૂટવું – પરોઢિયું થવું (To dawn, for morning to break)
(iii) ઓસાણ – યાદ (Memory, remembrance)
(iv) ખોળિયું – શરીર (Body)
In simple words: You need to give a simpler or equivalent word for each term provided. This tests your vocabulary knowledge.
Exam Tip: Ensure the synonym you provide is accurate and fits the context in which the original word is used in the chapter.
5. નીચેનાં વાક્યોમાં ક્રિયાવિશેષણ શોધો :
Question 1. (i) અમે બિલ્લીપગે આગળા ઉઘાડ્યા. (ii) એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે. (iii) માણસો ટપોટપ મરવા લાગ્યા. (iv) કોચલાં પાણીમાં આમતેમ ઝોલાં ખાઈ રહ્યાં હતાં. (v) પેલો માણસ ટાઢથી થરથર ધ્રૂજી રહ્યો છે
Answer:
(i) બિલ્લીપગે
(ii) શાંતિથી
(iii) ટપોટપ
(iv) આમતેમ
(v) થરથર
In simple words: An adverb is a word that describes a verb, an adjective, or another adverb. It tells you how, when, where, or to what extent an action is done.
Exam Tip: To find an adverb, ask "how?", "when?", "where?", or "to what extent?" about the verb in the sentence. The answer is usually the adverb.
6. સૂચના પ્રમાણે કરો :
Question 1. 'મા' શબ્દ સાથે સંકળાયેલા શબ્દોની યાદી કરો. દા.ત., સ્નેહ
Answer: મા શબ્દ સાથે સંકળાયેલા શબ્દોઃ કોમળ, મમતા, હેતાળ, ખમ્મા, વાત્સલ્ય, પ્રેમ, કરુણા, મહાન, અનન્ય.
In simple words: Think of all the qualities, feelings, or concepts that come to mind when you hear the word 'mother' and list them.
Exam Tip: Brainstorm associated words. Focus on emotions, characteristics, and actions commonly linked with the concept of motherhood.
Question 2. તમારા શિક્ષકની મદદથી 'મા'નો મહિમા દર્શાવતી કહેવતો, પંક્તિઓ જાણો અને લખો.
Answer:
1. મા તે મા, બીજા બધા વગડાના વા. (A mother is a mother, all others are mere winds of the jungle.)
2. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. (One mother fulfills the need of a hundred teachers.)
3. માં વિના સૂનો સંસાર, ગોળ વિના મોળો કંસાર. (The world is empty without a mother, just like a sweet dish (Kansar) is bland without jaggery.)
4. મા પ્રમાણે દીકરી ને ઘડા પ્રમાણે ઠીકરી. (As the mother, so the daughter; as the pot, so the lid.)
5. મા કહેતાં મોટું ભરાય. (Saying 'Ma' fills the mouth with greatness.)
6. માની ગરજ કોઈનાથી ન સરે. (No one can fulfill a mother's need/role.)
7. જનનીની જોડ સખી નહિ જડે રે લોલ. (Oh friend, a mother's match cannot be found.)
In simple words: This question asks you to find and write down sayings or lines of poetry that highlight the unique and great importance of a mother.
Exam Tip: When listing proverbs, make sure to include those that are widely recognized and directly convey the intended meaning of 'mother's greatness'.
Question 3. તમારી “મા” તમને કેમ ગમે છે ? છ-સાત વાક્યો લખો.
Answer: મારી માતા મને ખૂબ વહાલી છે, માં મને દરરોજ સવારે વહેલા જગાડે છે. મા મને તૈયાર કરી સમયસર શાળામાં મોકલે છે. સાંજે શાળામાંથી જયારે હું ઘરે આવું છું ત્યારે મારી માં મને ખૂબ જ પ્રેમ અને વહાલપૂર્વક આવકારે છે. મા મને ગૃહકાર્ય કરવામાં મદદ કરે છે અને મને ભણાવે પણ છે. મા મને નવાં-નવાં ગીતો અને માની વાર્તાઓ પણ કહે છે, માએ મને સારી ટેવો પણ શીખવી છે. હું મારી માતાને ખૂબ જ ચાહું છું.
In simple words: Write a few sentences about why your mother is special to you, mentioning her caring actions and how she supports you every day.
Exam Tip: When writing a personal response, use descriptive language to express your feelings. Provide specific examples of your mother's actions to support your points.
Std 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય Additional Important Questions and Answers
ભાષાસજતા
સમાનાર્થી શબ્દો આપોઃ
Question. સમાનાર્થી શબ્દો આપોઃ
Answer:
• સદી – સૈકો (Century)
• સાવજ – સિંહ (Lion)
• ક્ષણ – પળ (Moment)
• ગોદ – ખોળો (Lap)
• શિશુ – બાળક (Child, infant)
• પસ્તાવો – પશ્ચાતાપ (Regret)
• ગંધ – વાસ (Smell, scent)
• દેહ – શરીર (Body)
• પરિવર્તન – ફેરફાર (Change)
In simple words: For each word given, you need to write another word that means the same or is very similar in meaning. This helps to build your vocabulary.
Exam Tip: Pay attention to the exact meaning of the word. Practice using these words in sentences to remember them better.
વિરુદ્ધાર્થી શબ્દો આપો :
Question. વિરુદ્ધાર્થી શબ્દો આપો :
Answer:
• જાણ્યું x અજાણ્યું (Known x Unknown)
• બહાદુર × ડરપોક (Brave x Coward)
• હાર × જીત (Defeat x Victory)
• ધીમું × ઝડપી (Slow x Fast)
• સૂકું × લીલું (Dry x Green)
• રક્ષણ × ભક્ષણ (Protection x Devouring)
• દૂર × નજીક (Far x Near)
• પ્રેમ × નફરત (Love x Hatred)
In simple words: For each word, provide another word that has the opposite meaning. This improves your understanding of word relationships.
Exam Tip: Ensure that the antonym you provide is a direct opposite in meaning. Consider the context to avoid common errors.
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
Question. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
Answer:
• ગલુડીયું – ગલૂડિયું
• વિચીત – વિચિત્ર
• રદય – હૃદય
• અદભૂત – અદ્ભુત
• ખોળીયું – ખોળિયું
• અસતીત્વ – અસ્તિત્વ
In simple words: This task requires you to look at the incorrect spelling of words and then write them correctly. Correct spelling is important for clear communication.
Exam Tip: Pay close attention to vowels, consonants, and common spelling patterns in Gujarati. Practice writing frequently misspelled words.
નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો :
Question. નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો :
Answer:
1. બાવાઓ સાથે રાખે છે તે કે તેવું કેશનું ઝુંડ – જટા (Matted hair (kept by ascetics))
2. ઢોરોનો ઉછેર કરતી જાતિનો માણસ – માલધારી (A person who rears cattle)
3. ભરવાડોએ જંગલમાં બાંધેલાં ઝૂંપડાંનું ગામ – નેસ (A settlement of huts built by shepherds in a forest)
4. લાકડાના નાના ટુકડા – કરગઠિયાં (Small pieces of wood)
5. ઝઝૂમતો ટેકરાનો ખૂણો – ભેખડ, કરાડ (Overhanging corner of a hill – cliff)
6. સિંહની ગર્જના – ડણક (Lion's roar)
7. દોષને માટે પાછળથી થતો ખેદ – પસ્તાવો, પશ્ચાતાપ (Regret, remorse for a mistake)
8. કાંટાવાળા વૃક્ષોની ગીચ ઝાડી – ઝાંખરાં (Dense thorny bushes)
9. અડધી ઉંમરે પહોંચેલું – આધેડ (Middle-aged)
In simple words: For each group of words describing something, you need to find a single word that means the same thing. This is about being concise and precise.
Exam Tip: Read the phrase carefully to grasp its full meaning. The single word should encompass all elements of the description without being too broad or too narrow.
નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધી અલગ તારવો :
Question 1. (i) માતા સૂકાં લાકડાં વીણતી વીણતી આગળ નીકળી ગઈ. (ii) પિલું બાળક ધીમું ધીમું ફૂલડાં ચૂંટતું હતું. (iii) માલધારીના બાળકે બચ્ચાને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. (iv) માતા મનોમન પસ્તાવો કરતી હાંફળીફાંફળી દોડી. (v) સિંહણની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું.
Answer:
(i) વીણતી વીણતી
(ii) ધીમું ધીમું
(iii) વહાલપૂર્વક
(iv) હાંફળીફાંફળી
(v) અજબ
In simple words: Adverbs modify verbs, adjectives, or other adverbs, telling us how, when, where, or to what extent an action is performed. You need to identify these descriptive words in each sentence.
Exam Tip: Remember that adverbs often end in "-ly" in English (like "slowly"), but in Gujarati, they can be repeated words (ધીમું ધીમું), or words like 'વહાલપૂર્વક' (lovingly). Focus on words that describe *how* an action occurs.
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર
Question 1. ‘માતૃહૃદય’ વાર્તા તમારા શબ્દોમાં રજૂ કરો.
Answer: ગીર પ્રદેશમાં કરમના દાધિયા ઝૂંપડાંનો એક નેસ હતો. ત્યાં એક આધેડ ઉંમરની માલધારી બાઈ બળતણ વીણવા નીકળી. તેની સાથે તેનું ચારેક વરસનું બાળક પણ હતું. તે સૂકું બળતણ વીણતીવીણતી આગળ નીકળી ગઈ. બાળક થોડું પાછળ હતું. બાળકે એક કૂતરાનું ગલૂડિયું સમજીને સિંહબાળને ઉપાડી લીધું. એટલામાં પાછળ સિંહની ડણક સંભળાઈ. બાળક તો તેની ધૂનમાં ચાલ્યું જતું હતું, પરંતુ માતાના હૈયામાં ફાળ પડી. તે દોડતી બાળકને શોધવા લાગી. બાળકને સિંહબાળ સાથે અને તેની પાછળ સિંહણને ઘૂરકતી જોઈ માતાને આંખે અંધારાં આવી ગયાં. માતા પોતાના બાળકને ચીસ પાડીને કહેતી હતી: ‘છોડી દે... છોડી દે.” છેવટે બાળકે સિંહબાળને પડતું મેલ્યું ને માતા પાસે દોડી ગયું. સિંહબાળ પણ પાછળ આવતી માતા પાસે દોડી ગયું. બે માતા વચ્ચે બે બાળક હતાં. હૈયામાં પોતાના બાળકો માટે પ્રેમ હતો. બંને માતાઓ પોતપોતાનાં બાળકો લઈને ચાલતી થઈ.
In simple words: Narrate the story of "Matruhruday" in your own words. Describe how the Maldhari woman, collecting firewood with her child, encounters a lion cub. Explain the terrifying situation when both mothers—the human and the lioness—rush to protect their young, highlighting their shared maternal love.
Exam Tip: Organize your thoughts into clear sentences. Use connecting words to ensure smooth flow. Start with the setting, describe the conflict, and conclude with the resolution. Focus on the key events and the central theme of maternal love.
Question 2. ‘માલધારી સ્ત્રી' વિશે પાંચ-સાત વાક્યો લખો.
Answer: કરમનાં દાધિયા નામના સાતેક ઝૂંપડાંના નેસમાં માલધારી સ્ત્રી રહેતી હતી. એક દિવસ તે પોતાના બાળકને લઈને બળતણ વીણવા નીકળી. બાળક તેની પાછળ ધીમે પગલે ચાલતું હતું. ભેખડ પાસે બાળકે સિંહબાળને જોયું. તેણે સિંહબાળને તેડી લીધું. એટલામાં પૂરઝડપે સિંહણ તેની સામે આવી ચડી. માલધારી સ્ત્રીએ હિંમત કરી 'છોડી દે'ની બૂમો પાડી. માની ચીસ સાંભળી બાળકે સિંહબાળને પડતું મૂક્યું અને દોડીને માની ગોદમાં ભરાઈ ગયું.
In simple words: Describe the Maldhari woman from the story, mentioning her home in the Gir region, her daily activities like collecting firewood, and her brave actions when her child faced danger from the lioness. Emphasize her strong maternal instincts.
Exam Tip: When describing a character, include their background, actions, and emotional responses that reveal their personality and role in the story.
નીચેના પ્રષ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યોમાં આપોઃ
Question 1. કયા દેશ્યનું વર્ણન લેખક કરી શકતા નથી ?
Answer: એક તરફ માલધારી બાળક દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. તો બીજી બાજુ સિંહશિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું. સામસામે બે માતાઓ અને વચ્ચે તેમનાં બે શિશુઓ. બંનેના હૃદયમાં પોતાના દિલના ટુકડા માટેના અગાધ પ્રેમનું વર્ણન લેખક કરી શકતા નથી.
In simple words: The author cannot describe the scene where the Maldhari child runs to its mother, and the lion cub runs to its mother. This moment, with two mothers and two babies, showing immense love for their young, is beyond description.
Exam Tip: When asked about a scene the author cannot describe, identify the emotional intensity or unique nature of that moment that defies words.
Question 2. બાળક માતાથી વિખૂટું કઈ રીતે પડી ગયું?
Answer: બાળક માતાની પાછળ પાછળ ચાલી રહ્યું હતું. ત્યાં તેની નજર ભેખડ ઊતરવા મથતા સિંહબાળ પર પડી. તેને તેડી લેવાનું બાળકને મન થયું. બાળક તેને લેવા રોકાયું તેથી બાળક માતાથી વિખૂટું પડી ગયું.
In simple words: The child was following its mother when it spotted a lion cub trying to climb down a cliff. The child wanted to pick up the cub and stopped to do so, thus getting separated from its mother.
Exam Tip: Clearly outline the sequence of events that led to the separation. The child's curiosity and desire to interact with the cub are key here.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
Question 1. માલધારીઓ શું કામ કરે છે?
Answer: માલધારીઓ ગીર પ્રદેશમાં ભેંસો અને બીજા ઢોર ચરાવવાનું કામ કરે છે.
In simple words: Maldharis work in the Gir region, grazing buffaloes and other cattle. This is their main occupation.
Exam Tip: Answer precisely and stick to the main point. Avoid adding extra details beyond what is asked.
Question 2. માની પાછળ આવતા બાળકને શેમાં રસ પડ્યો ?
Answer: માની પાછળ આવતા બાળકને સિંહણના નવજાત બચ્ચાને જોવામાં રસ પડ્યો.
In simple words: The child, following its mother, became interested in watching the lioness's newborn cub. The cub caught the child's attention.
Exam Tip: Identify the specific object or activity that captured the child's interest. Be brief and direct.
Question 3. સ્ત્રીને પોતાના બાળકની યાદ ક્યારે આવી?
Answer: સ્ત્રીએ સિંહણની ડણક સાંભળી ત્યારે તેને પોતાના બાળકની યાદ આવી.
In simple words: The woman remembered her child when she heard the lioness's roar. The sound made her think of her child.
Exam Tip: Link the event (hearing the roar) directly to the consequence (remembering the child). This shows understanding of cause and effect.
Question 4. સ્ત્રી કાંટ અને ભેખડ વટાવીને આવી ત્યારે તેણે કેવું દેશ્ય જોયું?
Answer: આ કાંટ અને ભેખડ વટાવીને આવી ત્યારે સિંહશિશુને લઈને ચાલતા પોતાના બાળકને અને તેની પાછળ આવતી સિંહણને જોઈ.
In simple words: When the woman came over the thorns and cliff, she saw her child carrying a lion cub and walking, with the lioness following behind them. It was a terrifying sight.
Exam Tip: Describe the scene accurately, focusing on all the elements mentioned: the child, the cub, and the lioness, and their relative positions.
Question 5. સિંહણે શું જોઈને ત્રાડ નાખી હતી ?
Answer: સિંહણે જોયું કે બાળક તેના બચ્ચાને તેડીને જઈ રહ્યું હતું, તે જોઈને સિંહણે ત્રાડ નાખી હતી.
In simple words: The lioness roared because she saw the child carrying her cub away. This made her angry and protective.
Exam Tip: Focus on the specific action or observation that triggered the lioness's response. The threat to her cub is the core reason.
Question 6. પોતાના બાળકને સિંહણથી બચાવવા માલધારી સ્ત્રીએ શું કર્યું?
Answer: પોતાના બાળકને સિંહણથી બચાવવા માલધારી સ્ત્રી સિંહબાળને છોડી દેવા પોતાના બાળકને વિનંતી કરવા લાગી.
In simple words: To save her child from the lioness, the Maldhari woman began pleading with her child to release the lion cub. She tried to convince her child to let go.
Exam Tip: Describe the mother's immediate and desperate action to protect her child from the perceived danger. Her plea is crucial here.
નીચેના વિધાનો પૂર્ણ કરો:
Question 1. માલધારી સ્ત્રી અચાનક હાંફળી-ફાંફળી થતી દોડી, કારણ કે ..
Answer: તેને સિંહણની ડણક સંભળાઈ અને એને પોતાનું બાળક યાદ આવ્યું.
In simple words: The Maldhari woman suddenly ran, panting, because she heard the lioness's roar and remembered her own child. This filled her with panic.
Exam Tip: When completing statements, ensure the added part provides a logical and contextually accurate reason or conclusion to the initial clause.
Question 2. માલધારી સ્ત્રીને આંખે ચક્કર આવી ગયા, કારણ કે..
Answer: સિંહણ ત્રાડ નાખતી પોતાના બાળક તરફ આવી રહી હતી.
In simple words: The Maldhari woman felt dizzy because the lioness was roaring and rapidly approaching her own child. The sight was overwhelming.
Exam Tip: Focus on the immediate and shocking visual or auditory stimulus that would cause such a strong physical reaction like dizziness.
Question 3. સિંહણ પાછી ફરી ગઈ, કારણ કે..
Answer: બાળકે સિંહબાળને હાથમાંથી છોડી દીધું ને સિંહબાળ સિંહણ તરફ દોડી ગયું.
In simple words: The lioness turned back because the child released her cub from its hand, and the cub then ran towards the lioness. The immediate threat was gone.
Exam Tip: The resolution of the immediate conflict is usually the reason for a character's change in direction or action. Clearly state the event that resolved the tension.
નીચેનાં વાક્યોને વાર્તાના ક્રમ અનુસાર ગોઠવીને લખો:
Question 1. (i) વચ્ચે બે ભૂલકાં : એક પશુદેહધારી, એક માનવદેહધારી ! (ii) પેલા માલધારી બાળકે તેને (સિંહબાળને) ગોદમાં તેડી લીધું. (iii) બંને માતાઓ પોતાનાં શિશુને લઈ ચાલી ગઈ. (iv) આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયાં વીણવા નીકળી, હારે ચારેક વરહનું બાળક. (v) ત્યાં જ પાછળ સિંહણની) ડણક સંભળાણી. (vi) માલધારી બાળકે સિંહ-શિશુને પડતું મેલ્યું. (vii) માલધારી સ્ત્રીએ દૂર રહ્ય-રૌ પોતાના બાળકને બગલમાં રહેલ સિંહબાળને છોડી દેવા બૂમ પાડી.
Answer:
1. આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયાં વીણવા નીકળી, હારે ચારેક વરહનું બાળક.
2. પેલા માલધારી બાળકે તેને (સિંહબાળને) ગોદમાં તેડી લીધું.
3. ત્યાં જ પાછળ (સિંહણની) ડણક સંભળાણી.
4. વચ્ચે બે ભૂલકાં : એક પશુદેહધારી, એક માનવ. દેહધારી !
5. માલધારી સ્ત્રીએ દૂર રહ્ય-રો પોતાના બાળકને બગલમાં રહેલ સિંહબાળને છોડી દેવા બૂમ પાડી.
6. માલધારી બાળકે સિંહ-શિશુને પડતું મેલ્યું.
7. બંને માતાઓ પોતાનાં શિશુને લઈ ચાલી ગઈ.
In simple words: Arrange the given sentences in the correct chronological order to reconstruct the story. Look for introductory events, rising action, climax, and resolution.
Exam Tip: Read all sentences first to grasp the overall story. Then, look for clue words like "first," "then," "after that," or names/pronouns to figure out the sequence. Identify the beginning and end of the narrative first.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પ પસંદ કરીને લખો:
Question 1. ‘માતૃહૃદય' પાઠના લેખકનું નામ જણાવો.
A. કનૈયાલાલ મુનશી
B. કનૈયાલાલ રામાનુજ
C. પન્નાલાલ પટેલ
D. રઘુવીર ચૌધરી
Answer: (B) કનૈયાલાલ રામાનુજ
In simple words: This question asks for the name of the person who wrote the lesson "Matruhruday." Knowing the author is a key piece of information about the text.
Exam Tip: Always remember the author's name for each chapter. It's a common factual question in exams.
Question 2. ગીર પ્રદેશમાં માલધારી કોમના કેટલા નેસડા હતા?
A. 126
B. 127
C. 128
D. 129
Answer: (D) 129
In simple words: The question asks about the number of Maldhari settlements in the Gir region. This is a specific detail from the story's setting.
Exam Tip: Pay attention to numerical details and specific facts mentioned in the text, as these are often tested to ensure thorough reading.
Question 3. સવાર થતાં માલધારીઓ ક્યા કામે ઉપડી જતા?
A. દૂધ-દહીં વેચવા
B. લાકડાં કાપવા
C. ઢોર ચરાવવા
D. ટાણું કરવા
Answer: (C) ઢોર ચરાવવા
In simple words: In the mornings, the Maldhari people would leave to graze their cattle. This was their main activity at the start of the day.
Exam Tip: Focus on the primary daily occupation of the community as described in the chapter to answer such questions accurately.
Question 4. સ્ત્રીને પોતાના બાળકની યાદ ક્યારે આવી ?
A. સિંહની ડણક સાંભળી ત્યારે
B. બાળકની બુમ સાંભળી ત્યારે
C. બાળકના રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે
D. પાછું વળીને જોયું ત્યારે
Answer: (A) સિંહની ડણક સાંભળી ત્યારે
In simple words: The woman remembered her child when she heard the lion's roar. The sound of the roar made her realize her child's absence.
Exam Tip: Identify the specific sensory input or event that directly triggered the character's realization or memory. In this case, it was the sound.
Question 5. શિકાર કરવા નીકળેલી સિંહણ શાની ગંધથી બોર્ડ તરફ પાછી ફરી ?
A. પક્ષીની ગંધથી
B. પશુની ગંધથી
C. માનવબાળની ગંધથી
D. ઉપરનાં તમામ
Answer: (C) માનવબાળની ગંધથી
In simple words: The lioness, who had gone hunting, returned to her den because she smelled a human child. This scent made her abandon her hunt to protect her cub.
Exam Tip: The reason for the lioness's return is crucial to the plot. Always link actions to their specific causes mentioned in the text.
Question 6. માલધારી સ્ત્રી પોતાના બાળકને વારંવાર શાની વિનંતી કરતી હતી ?
A. સિંહબાળને છૂપાવી દેવાની
B. સિંહબાળને લઈને ભાગી જવાની
C. સિંહબાળને છોડી દેવાની
D. ઉપરનામાંથી એક પણ નહિ
Answer: (C) સિંહબાળને છોડી દેવાની
In simple words: The Maldhari woman kept pleading with her child to let go of the lion cub. She wanted her child to release the cub immediately.
Exam Tip: Identify the mother's most pressing concern in the perilous situation. Her repeated plea reveals her desperate attempt to ensure her child's safety.
Question 7. શું જોઈને માલધારી સ્ત્રીનો જીવ તાળવે ચોંટી ગયો ?
A. પોતાના બાળકને ખૂબ રડતો જોઈને
B. પોતાના બાળકને બેભાન હાલતમાં જોઈને
C. ત્રાડ નાખતી સિંહણને પોતાના બાળકની સાવ નજીક આવી ગયેલી જોઈને
D. સિંહણને પોતાના બાળક પર હુમલો કરતી જોઈને
Answer: (C) ત્રાડ નાખતી સિંહણને પોતાના બાળકની સાવ નજીક આવી ગયેલી જોઈને
In simple words: The Maldhari woman was terrified when she saw the roaring lioness coming very close to her child. The immediate threat made her extremely anxious.
Exam Tip: This question asks for the specific visual trigger for the mother's extreme fear. The proximity and aggression of the lioness are key elements.
Question 8. સિંહણ શા માટે પોતાની બોડ તરફ પાછી ફરી ?
A. માલધારી સ્ત્રીએ હાથ જોડીને વિનંતી કરી એટલે
B. માલધારી બાળક જોરજોરથી રડવા લાગ્યું એટલે
C. લોકોનું ટોળું એકઠું થઈ ગયું એટલે
D. માલધારી બાળકે સિંહબાળને છોડી દીધું એટલે
Answer: (D) માલધારી બાળકે સિંહબાળને છોડી દીધું એટલે
In simple words: The lioness returned to her den because the Maldhari child let go of her cub. Once her cub was free, she no longer felt threatened and retreated.
Exam Tip: The lioness's action is directly linked to the safety of her cub. Her return signifies the resolution of the immediate threat to her young.
પ્રવૃત્તિઓ
Question 1. “માતા”ને લગતાં અન્ય કાવ્યો બાલસભામાં રજૂ કરો.
Answer:
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે...
જનનીની અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે ...
જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમન્ત કરી હેલ રે… જનનીની દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સીંચેલ એની સોડ્ય રે ...
જનનીની જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે ...
જનનીની ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે ...
જનનીની મૂંગી આશિષ ઉરે મરકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લ્હાણ રે...
જનનીની ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે ...
જનનીની ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે ...
જનનીની વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેધ બારેમાસ રે...
જનનીની ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે...
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ,
– કવિ બોટાદકર
In simple words: This activity encourages you to present other poems or songs that celebrate the importance and unique qualities of a mother. The poem by Kavi Botadkar provided here beautifully expresses a mother's incomparable love and sacrifice.
Exam Tip: When presenting creative content like poems or songs, focus on clear presentation. Ensure all lines are included as intended and credit the author if known. Practice reciting it to enhance the impact.
Question 2. Present Other Poems Related to 'Matruhdaya' in the Children's Assembly.
Exam Tip: For activity-based questions, actively participate in discussions and prepare short, relevant poems or stories to share with the class.
Question 3. Obtain Other Stories About Lions and Present Them in a Prayer Meeting.
Exam Tip: When preparing for presentations, ensure your content is concise and engaging, focusing on key themes or moral lessons.
Question 4. તમારા વિસ્તારમાં ક્યાં-ક્યાં પક્ષી-પ્રાણી જોવા મળે છે? તમને કયું પક્ષી અને પ્રાણી ગમે ? આ પક્ષી-પ્રાણી પોતાના બચ્ચાને કેવી રીતે સાચવે છે? આ પક્ષી-પ્રાણીની સારસંભાળ માટે તમે શું કરશો?
Answer: અમારા વિસ્તારમાં પોપટ, કાબર, ચકલી, કોયલ, કબૂતર, મોર, કાગડો, ટિટોડી, બગલો જેવા ઘણાં પક્ષીઓ જોવા મળે છે. તેમાંથી અમને ચકલી સૌથી વધુ ગમે છે. કારણ કે, ચકલી ઘણા સમયથી આપણા આંગણાનું પક્ષી રહી છે. તે આપણા ઘરમાં ઘડિયાળ પાછળ, ફોટા પાછળ અથવા ગોખલામાં માળો બનાવી ઈંડાં મૂકે છે અને ત્યાં બચ્ચાંને જન્મ આપે છે. ચકલી પોતાના બચ્ચાંને ખૂબ સારી રીતે સાચવે છે. સવારના સમયે તે પોતાના અને બચ્ચાં માટે દાણા શોધવા નીકળે છે અને ક્યાંકથી દાણા લાવી પોતાની ચાંચ વડે બચ્ચાંના મોંમાં મૂકે છે. આ રીતે, ધીમે-ધીમે બચ્ચાં મોટા થાય છે. પ્રાણીઓમાં પણ અમારા વિસ્તારમાં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડો, ગધેડું, કૂતરો, બિલાડી જેવા ઘણાં પ્રાણીઓ જોવા મળે છે. તેમાંથી મને કૂતરો સૌથી વધુ ગમે છે. કારણ કે, કૂતરો ખૂબ વફાદાર પ્રાણી છે. જો કોઈ અજાણ્યો વ્યક્તિ આવે, તો કૂતરો તરત જ ભસવાનું શરૂ કરી દે છે. આ પક્ષી-પ્રાણીઓની સંભાળ રાખવા અમે તેમને દરરોજ ખોરાક આપીશું અને જો બીમાર લાગે તો પશુ દવાખાને લઈ જઈ તેમની સારવાર કરાવીશું.
In simple words: In our area, we see many birds like parrots, mynahs, sparrows, cuckoos, and peacocks. We especially like sparrows because they have lived around our homes for years, building nests behind clocks or photos and raising their young there. Sparrows carefully feed their chicks by bringing grains in their beaks. We also see animals like cows, buffaloes, goats, camels, and dogs. We like dogs most because they are loyal and bark at strangers. We would feed these animals daily and take them to a vet if they fall ill.
Exam Tip: When describing animals, mention their specific characteristics, behavior, and what makes them special, along with how you would care for them.
માતૃહૃદય Summary in Gujarati
માતૃહૃદય પાઠ-પરિચય :
ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનમાં બનેલો એક અનન્ય પ્રસંગ આ વાતમાં રજૂ થયો છે. ચારેક વરસનું એક બાળક સિંહબાળ સાથે દોસ્તી કરવાનો પ્રયાસ કરે છે. એટલામાં સિંહણ અને માલધારી સ્ત્રી બંને માતાઓ પોત-પોતાના શિશુની રક્ષા માટે દોડી આવે છે. અંતે માલધારી સ્ત્રીનું બાળક તેના સમવવાથી સિંહબાળને પડતું મૂકી માતાની ગોદમાં ભરાઈ જાય છે. સિંહબાળ પણ દોડતું માતા પાસે પહોંચી જાય છે. આમ, માનવ હોય કે પશુ સર્વમાં માતૃહૃદયની સમાનતા આ પ્રસંગમાં ઊભરી રજૂ થઈ છે.
રૂઢિપ્રયોગોઃ અર્થ અને વાક્યપ્રયોગ
'રસ પડવો' એટલે 'મજા પડવી'. વાક્ય: બાળકોને દાદાની વાર્તામાં રુચિ થઈ.
'ચોંકી ઊઠવું' એટલે 'ચમકી જવું'. વાક્ય: બંધ ઘરમાં ચોરને જોતા માલિક આશ્ચર્યચકિત થયા.
'જીવ અડધો થઈ જવો' એટલે 'ચિંતાથી વ્યાકુળ થવું'. વાક્ય: સાસરે દીકરી બીમાર થતા માતાનો જીવ અડધો થઈ ગયો.
'દિલનો ટુકડો હોવું' એટલે 'ખૂબ પ્રિય હોવું'. વાક્ય: માતા-પિતા માટે દરેક બાળક દિલનો ટુકડો હોય છે.
'આંખે ચક્કર આવવા' એટલે 'ચક્કર આવવાથી દેખાતું બંધ થવું'. વાક્ય: સૂર્યપ્રકાશમાં વધુ ચાલવાથી શોભનાને આંખે ચક્કર આવવા લાગ્યા.
'જીવ તાળવે ચોંટી જવો' એટલે 'ખૂબ ચિંતા થવી'. વાક્ય: લક્ઝરી બસને અકસ્માત નડતા બધા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા.
માતૃહૃદય શબ્દાર્થ :
- અવધૂત – વૈરાગી, બાવો
- જટા – માથે રાખેલા વાળનો ઝૂડો
- ગીર – ગીરનારની પર્વતમાળા
- માલધારી – પશુપાલન કરતો માણસ (જેમ કે, ભરવાડ, રબારી)
- કોમ – એક જ નામથી ઓળખાતો લોકોનો સમૂહ
- નેસડો – ભરવાડો દ્વારા જંગલમાં બનાવેલા ઝૂંપડાઓનું ગામ
- સાવજ – સિંહ
- ઘુઘવાટા – ઘુઘવાટ કરવાનો અવાજ
- ઝઝૂમવું – ખૂબ પ્રયાસ કરવો
- બળતણ – બાળવા માટેના લાકડા
- આધેડ – અડધી ઉંમરે પહોંચેલું, યુવાન અને વૃદ્ધાવસ્થાની વચ્ચેની ઉંમરનું
- કરગઠિયાં – બળતણ માટે લાકડાના નાના ટુકડા
- ભેખડ – પહાડનો બહાર નીકળતો ભાગ, કરાડ
- ગલૂડિયું – શ્વાનનું ખૂબ નાનું બચ્ચું
- ગોદ – ખોળો
- શિશુ – નાનું બાળક
- કાલી બોલી – બાળકની તૂટક-તૂટક, તોતડી અને મધુર વાણી
- ડણક – સિંહની ગર્જના
- ઓસાણ આવવું – યાદ આવવી
- મૂકવી – દોડવું
- રહું – સંભાળ વિનાનું, રખડતું
- પસ્તાવો – પોતાની ભૂલ બદલ થતો અફસોસ
- કાંટ – કાંટાવાળા વૃક્ષોની ગીચ ઝાડી
- અસ્તિત્વ – હોવાપણું, હયાતી
- બખોલ – વૃક્ષ, પહાડ કે જમીનમાં બનતું પોલાણ
- બોડ – પશુઓ રહેવા માટે ઉપયોગ કરે તેવી ગુફા કે બખોલ
- મારણ – શિકાર
- ત્રાડ – મોટી બૂમ, ગર્જના
- ભૂલકું – નાનું બાળક
- પટાવવું – યુક્તિથી સમજાવીને મનાવી લેવું, ફોસલાવવું
- પરિવર્તન – બદલાવ, ફેરફાર
- ખોળિયું – શરીર
Free study material for Gujarati
GSEB Solutions Class 6 Gujarati Chapter 16 માતૃહૃદય
Students can now access the GSEB Solutions for Chapter 16 માતૃહૃદય prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 16 માતૃહૃદય
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 6 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 16 માતૃહૃદય to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય in printable PDF format for offline study on any device.