Step-by-Step Textbook Solutions for Class 6 Gujarati Chapter 01 શેરીએ આવે સાદ
Review structured textbook solutions for Class 6 Gujarati Chapter 01 શેરીએ આવે સાદ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download Chapter 01 શેરીએ આવે સાદ Textbook Solutions PDF
View or download the dedicated Chapter 01 શેરીએ આવે સાદ solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.
GSEB Solutions
ભાષાસજ્જતા
સમાનાર્થી શબ્દો
- સાદ – અવાજ
- યાદ – સ્મૃતિ
- પાંદડું – પર્ણ, પાન
- નાદ – અવાજ
- વન – જંગલ, અરણ્ય
- ભેરુ – મિત્ર, ભાઈબંધ
- કાયર – ડરપોક
વિરુદ્ધાર્થી શબ્દો આપો:
- તાજું × વાસી
- મોય × નાના
- મોકળું × સાંકડું
- ગમતું × અણગમતું
- દિવસ × રાત
- કાયર × નીડર
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
- કુંજ – કુંજ
- શેરિ – શેરી
- આંબાવાડીયુ – આંબાવાડિયું
- પાંદ – પાંદડું
- જૂલવું – ઝૂલવું
- આંગણ – આંગણું
નીચેના તળપદા શબ્દો માટે શિષ્ટભાષાના શબ્દો આપો:
- રંજાડ – કનડગત
- દન – દિવસ
- હાલ્ય – ચાલ
- બાદ – બાકી
નીચેના શબ્દસમૂહો માટે એક એક શબ્દ આપો:
- ઝાડ અથવા વેલાનાં પાંદડાંથી થયેલી ઘટા – કુંજ
- નાની કાચી કેરી – મરવા
નીચેના શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો:
- અવાજ – સાદ, નાદ
- ફળિયું – શેરી
- ગયું વર્ષ - પોર
- જોવું – પખવું
- ખુલ્લું – મોકળું
- રમવું – ખેલવું
- મિત્ર- ભેરુ
પ્રશ્નોત્તર
Question 1. તમે કરેલા પર્યટનના અનુભવ વિશે પાંચ-સાત વાક્યોમાં કહો.
Answer: અમે બધાં મિત્રો સાથે મળીને ઊંટડિયા મહાદેવ ગયા હતા. ત્યાં અમે ભગવાન ઉત્કંઠેશ્વરનાં દર્શન લેવાની સાથે વાત્રક નદી જોવાની તેમજ નદીની રેતીમાં રમવાની ખૂબ મજા લીધી. અમે બધાંએ વાત્રક નદીની રેતીમાં અડધો કિલોમીટર સુધીની ઊંટસવારી પણ કરી. બપોરે ત્યાં જમ્યા. સાંજે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાનમાં ગયા. ત્યાં અમે વન્યસૃષ્ટિ જોવાની ખુશી લીધી. આખો દિવસ ફરીને ખૂબ ખુશ થયા.
In simple words: અમે મિત્રો સાથે ઊંટડિયા મહાદેવ ગયા. ત્યાં અમે ભગવાન ઉત્કંઠેશ્વરનાં દર્શન કર્યા અને વાત્રક નદીમાં રેતીમાં રમવાની મજા માણી. અમે ઊંટસવારી પણ કરી અને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાનમાં પ્રાણીઓ જોયા. આખો દિવસ ફરીને અમે ખૂબ ખુશ થયા.
Exam Tip: જ્યારે પર્યટનનો અનુભવ લખો ત્યારે સ્થળ, ત્યાંની પ્રવૃત્તિઓ, અને તમારા લાગણીઓનો સમાવેશ કરો.
નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણથી ચાર વાક્યોમાં આપો :
Question 1. બાળકો કોયલના અવાજથી શા માટે કુતૂહલ અનુભવે
Answer: બાળકોને કોયલનો અવાજ છેક ફળિયા સુધી સંભળાય છે. કોયલનો મીઠો-મધુરો અવાજ સાંભળીને તેમને આંબાવાડિયામાં જવાનું મન થઈ જાય છે. કોયલનો અવાજ આંબાના ઝાડ પર કેરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે તેવું દર્શાવે છે. આથી બાળકો કોયલના અવાજથી આશ્ચર્ય અનુભવે છે.
In simple words: બાળકો કોયલનો મધુર અવાજ સાંભળીને આંબાવાડિયામાં જવા માટે ઉત્સુક બને છે. કોયલનો અવાજ સૂચવે છે કે આંબા પર કેરીઓ આવી ગઈ છે, તેથી બાળકોને કુતૂહલ થાય છે.
Exam Tip: કોયલનો અવાજ અને કેરીઓનો સંબંધ યાદ રાખો, જે બાળકોની ઉત્સુકતાનું મુખ્ય કારણ છે.
Question 2. બાળક આંબાની ડોલતી ડાળે ઘૂમવાનું શા માટે કહે છે?
Answer: બાળક આંબાની ડોલતી ડાળે ઝૂલવાનું કહે છે, કારણ કે મોર અને નાના મરવાના ભારથી ઝાડની ડાળીઓ નમી ગઈ છે. તેથી બાળકોને ઝાડ પર હીંચકા ખાવાની મજા આવે છે.
In simple words: બાળક આંબાની ડાળીઓ પર ઝૂલવા માંગે છે કારણ કે તે મોર અને મરવા (નાની કાચી કેરી) ના વજનથી નમી ગયેલી છે, જે હીંચકા ખાવા માટે આનંદદાયક છે.
Exam Tip: ઝાડની ડાળીઓ પર મોર અને મરવાનો ભાર એ બાળકોને ઝૂલવા માટે આકર્ષે છે તે મુખ્ય કારણ છે.
Question 3. બાળકોને ઘરથી દૂર આંબાવાડિયે રમવાનું શા માટે ગમે છે?
Answer: બાળકોને ઘરથી દૂર આંબાવાડિયે રમવાની મજા આવે છે. કેમ કે, બાળકોને રમવા માટે ઘરનું આંગણું નાનું લાગે છે, તેમને રમવા માટે વધારે જગ્યા જોઈએ છે. આંબાવાડિયે મુક્ત મને ઘણો સમય રમવા મળે તેથી બાળકોને આંબાવાડિયે રમવાનું ગમે છે.
In simple words: બાળકોને આંબાવાડિયામાં રમવું ગમે છે કારણ કે ઘરનું આંગણું નાનું હોય છે અને તેમને રમવા માટે ખુલ્લી, મોટી જગ્યાની જરૂર હોય છે. આંબાવાડિયામાં તેઓ આખો દિવસ મુક્તપણે રમી શકે છે.
Exam Tip: બાળકોને રમવા માટે વિશાળ અને ખુલ્લી જગ્યાની જરૂરિયાત એ આંબાવાડિયાની પસંદગીનું કારણ છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
Question 1. આંબાવાડિયે મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા છે?
Answer: આંબાવાડિયે મિત્રોને આગલા વર્ષની યાદ તાજી કરવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા છે.
In simple words: મિત્રોને આંબાવાડિયામાં બોલાવવામાં આવ્યા છે જેથી તેઓ ગયા વર્ષની યાદો તાજી કરી શકે અને આંબાની ડાળીઓ પર ઝૂલી શકે.
Exam Tip: મિત્રોને બોલાવવાના બે મુખ્ય કારણો યાદ રાખો: જૂની યાદો તાજી કરવી અને ઝાડ પર ઝૂલવું.
Question 2. કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે?
Answer: કવિ આંબાવાડિયાનું વર્ણન કરતાં કહે છે કે આંબાના ઝાડ પર પાંદડાં પણ દેખાય નહિ તેટલી બધી માજર આવી છે. કેટલીક ડાળીઓ પર કેરીના અંકુર ફૂટયા છે, તો કેટલીક ડાળીઓ પર તો નાની-નાની કેરીઓ પણ આવી ગઈ છે. તેની ડાળ પર બેસીને કોયલ મીઠા-મધુરા ટહુકા કરે છે.
In simple words: કવિ આંબાવાડિયાનું વર્ણન કરતા કહે છે કે આંબાના ઝાડ પર એટલી બધી માજર (ફૂલો) આવી છે કે પાંદડાં દેખાતા નથી. કેટલીક ડાળીઓ પર કેરીના નાના અંકુર છે, અને કેટલીક પર નાની કેરીઓ આવી ગઈ છે. કોયલ ડાળી પર બેસીને મધુર ગીત ગાય છે.
Exam Tip: આંબાવાડિયાના વર્ણનમાં માજર, કેરીના અંકુર, નાની કેરીઓ અને કોયલના ટહુકા જેવા મુખ્ય મુદ્દાઓ શામેલ કરો.
Question 3. આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે?
Answer: આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો બૂમો પાડતા-પાડતા ડાળીઓ પર ઝૂલશે અને મુક્ત મને રમશે.
In simple words: આંબાવાડિયામાં બધા મિત્રો મોટેથી બૂમો પાડતા ડાળીઓ પર ઝૂલશે અને સ્વતંત્રતાથી રમશે.
Exam Tip: આંબાવાડિયામાં મિત્રોની પ્રવૃત્તિઓ (બૂમો પાડવી, ઝૂલવું, રમવું) સ્પષ્ટપણે જણાવો.
Question 4. આંબાવાડિયે ઘૂમવાની મજા કોને નહિ આવે? શા માટે ?
Answer: જે ડરપોક હશે તેમને આંબાવાડિયે ફરવાની મજા નહીં આવે. કારણ કે, ખુલ્લા આંબાવાડિયામાં તેમને રમવાની બીક લાગે છે.
In simple words: જે લોકો ડરપોક હોય તેમને આંબાવાડિયામાં ફરવાની મજા નહીં આવે. કારણ કે તેમને ખુલ્લી જગ્યામાં રમતા ડર લાગે છે.
Exam Tip: ડરપોક લોકો અને તેમને ખુલ્લી જગ્યામાં લાગતા ભય વચ્ચેનો સંબંધ મુખ્ય મુદ્દો છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :
Question 1. કુંજમાં કોયલ બોલે છે એનો અવાજ ક્યાં આવે છે?
Answer: કુંજમાં કોયલ બોલે છે, તેનો અવાજ ફળિયા સુધી આવે છે.
In simple words: જ્યારે કોયલ કુંજમાં બોલે છે, ત્યારે તેનો અવાજ ફળિયા સુધી સંભળાય છે.
Exam Tip: કોયલના અવાજની પહોંચ યાદ રાખો – તે ફળિયા સુધી આવે છે.
Question 2. ઝાડ પર કેવો મૉર ઝૂલે છે?
Answer: ઝાડ પર પાંદડું પણ દેખાય નહિ તેવો મૉર ઝૂલે છે.
In simple words: ઝાડ પર એટલા બધા મૉર (ફૂલો) ઝૂલે છે કે પાંદડાં દેખાતા નથી.
Exam Tip: મૉરની વિપુલતા દર્શાવવા માટે "પાંદડું પણ ન દેખાય" એ વાક્યનો ઉપયોગ કરો.
Question 3. બાળકોને ખુલ્લી જગ્યા શા માટે ગમે છે?
Answer: ખુલ્લી જગ્યામાં બાળકોને મુક્ત મને રમવા મળે છે, માટે બાળકોને ખુલ્લી જગ્યા ગમે છે.
In simple words: બાળકોને ખુલ્લી જગ્યા ગમે છે કારણ કે ત્યાં તેઓ મુક્તપણે રમી શકે છે.
Exam Tip: "મુક્ત મને રમવા મળે" એ ખુલ્લી જગ્યા ગમવાનું મુખ્ય કારણ છે.
Question 4. બાળકો કેવા લોકોને મૂકીને આંબાવાડિયે જવાનું કહે છે?
Answer: બાળકો ડરપોક લોકોને મૂકીને આંબાવાડિયે જવાનું કહે છે.
In simple words: બાળકો ડરપોક લોકો છોડીને આંબાવાડિયામાં જવા માટે કહે છે.
Exam Tip: ડરપોક લોકોનો ઉલ્લેખ કરો, જેમને બાળકો આંબાવાડિયામાં નથી લઈ જવા માંગતા.
નીચેની કાવ્ય-પંક્તિઓનો ભાવાર્થ સમજાવો:
Question 1. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલ્યને આંબાવાડિયે હજી પોરની તાજી યાદ,
Answer: આમ્રકુંજોમાં કોયલ બોલે છે એનો અવાજ ગામના ફળિયા સુધી આવે છે. આ અવાજથી આગલા વર્ષની યાદ તાજી થાય છે. માટે મિત્રો, ચાલો આપણે આંબાવાડિયે જઈએ.
In simple words: કોયલના મધુર અવાજ ફળિયા સુધી સંભળાય છે, જેનાથી ગયા વર્ષની યાદો તાજી થાય છે. તેથી, મિત્રોને આંબાવાડિયામાં જવા માટે કહેવામાં આવે છે.
Exam Tip: કોયલના અવાજ અને પાછલા વર્ષની યાદો વચ્ચેનો સંબંધ તથા આંબાવાડિયે જવાની હાકલ એ મુખ્ય મુદ્દા છે.
Question 2. હાલિયે ભેરુ, કાયર હોય તે રહે બાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ
Answer: આપણે તો બસ ચાલી નીકળીએ...! આ શહેરની ઝાકમઝોળ છોડી, જ્યાં આંબાવાડિયે કોયલ બોલતી હોય ત્યાં દોડી જઈએ. જે કાયર હોય તે ભલે બાકી રહી જાય. આપણે નીડર બની શેરીએ આવેલા સાદને વધાવીએ.
In simple words: ચાલો આપણે શહેરની ભીડ છોડીને આંબાવાડિયામાં જઈએ, જ્યાં કોયલ બોલે છે. જે લોકો ડરપોક હોય તેઓ ભલે પાછળ રહી જાય, આપણે તો નીડર બનીને આ સાદને આવકારીએ.
Exam Tip: શહેરની ભીડ છોડી, આંબાવાડિયે જવાનો ઉત્સાહ અને કાયર લોકોને છોડી નીડર બનવાની ભાવના દર્શાવો.
કસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો:
Question 1.
1. કુંજમાં ................ નો અવાજ આવે છે. (મોર, કોયલ, પોપટ)
2. ઝાડ પર ................ ઝૂલે છે. (પોપટ, વાંદરા, મૉ).
3. આંબાના ઝાડને ઘણી બધી ................ આવી ગઈ છે. (પુષ્પમંજરી, ફૂલ, પાંદડી)
4. બાળકોને અવાજ કરતાં-કરતાં મિત્રો સાથે ................ મન થાય છે. (ઘડવાનું, ઝૂલવાનું, નાચવાનું)
5. બાળકોને રમવા ................ જગ્યા જોઈએ છે. (બંધિયાર, નાની, ખુલ્લી)
Answer:
1. કોયલ
2. મૉર
3. પુષ્પમંજરી
4. ઝૂલવાનું
5. ખુલ્લી
In simple words: આ પ્રશ્નોમાં આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય શબ્દો પસંદ કરીને ભરવાના હતા, જે કાવ્યના અર્થને પૂર્ણ કરે છે.
Exam Tip: કાવ્યને ધ્યાનથી વાંચીને દરેક પંક્તિનો સાચો શબ્દ યાદ રાખો.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
Question 1. 'શેરીએ આવે સાદ' કાવ્યના કવિનું નામ જણાવો.
(a) રાજેન્દ્ર શાહ
(b) ઉમાશંકર જોશી
(c) પ્રહલાદ પારેખ
(d) નિરંજન ભગત
Answer: (a) રાજેન્દ્ર શાહ
In simple words: 'શેરીએ આવે સાદ' આ કવિતા રાજેન્દ્ર શાહ દ્વારા લખવામાં આવી છે.
Exam Tip: કાવ્ય અને તેના કવિનું નામ હંમેશા યાદ રાખો, તે સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે.
Question 2. કુંજમાં બોલતી કોયલનો સાદ (અવાજ) ક્યાં સુધી આવે છે?
(a) જંગલ સુધી
(b) સીમ સુધી
(c) પાદર સુધી
(d) શેરી સુધી
Answer: (d) શેરી સુધી
In simple words: કુંજમાં કોયલનો અવાજ શેરી સુધી પહોંચે છે.
Exam Tip: કાવ્યમાં આપેલી વિગત મુજબ, કોયલનો અવાજ ક્યાં સુધી પહોંચે છે તે યાદ રાખવું.
Question 3. કવિ શેરી છોડી ક્યાં જવાનું કહે છે?
(a) આંબાવાડિયે
(b) ખેતરે
(c) પાદરે
(d) શહેરમાં
Answer: (a) આંબાવાડિયે
In simple words: કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવા માટે કહે છે.
Exam Tip: કવિ ક્યાં જવાની સલાહ આપે છે તે સીધો પ્રશ્ન છે, જવાબ કાવ્યમાં સ્પષ્ટ છે.
Question 4. ઝાડ પર શાના કારણે પાંદડું પણ દેખાતું નથી ?
(a) ઝાડ પર બેઠેલા પંખીઓના કારણે
(b) ઝાડ સુકાઈ જવાના કારણે
(c) ઝાડ પર લાગેલાં ફળોના કારણે
(d) ડે પર ઝૂલતા મૌરને કારણે
Answer: (d) ડે પર ઝૂલતા મૌરને કારણે
In simple words: ઝાડ પર એટલા બધા મૌર (ફૂલો) ઝૂલે છે કે પાંદડાં દેખાતા નથી.
Exam Tip: કાવ્યમાં આપેલી વિગત મુજબ, મૌરની ભરપૂરતા પાંદડાં ન દેખાવાનું કારણ છે.
Question 5. 'ડોલતી ................ ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ.' – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
(a) નદીએ
(b) ડાળે
(c) કળીએ
(d) વીણાએ
Answer: (b) ડાળે
In simple words: 'ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ.' આ પંક્તિમાં ખૂટતો શબ્દ 'ડાળે' છે.
Exam Tip: કાવ્યની પંક્તિઓને યાદ રાખવી અને ખૂટતા શબ્દને યોગ્ય રીતે ભરવો.
Question 6. કવિને ઘરનું આંગણું કેવું લાગે છે?
(a) વિશાળ
(b) નાનું
(c) મોટું
(d) ખૂબ જ મોટું
Answer: (b) નાનું
In simple words: કવિને ઘરનું આંગણું નાનું લાગે છે.
Exam Tip: કવિને ઘરનું આંગણું કેવું લાગે છે તે કાવ્યના સંદર્ભમાં યાદ રાખવું.
Question 7. કવિને ક્યાં રમવાનું ગમે છે?
(a) ધરના આંગણામાં
(b) મોકળા વનમાં
(c) ગામના પાદરમાં
(d) શેરીમાં
Answer: (b) મોકળા વનમાં
In simple words: કવિને મોકળા વનમાં રમવાનું ગમે છે.
Exam Tip: કવિને ક્યાં રમવું ગમે છે તે કાવ્યમાંથી સીધા સંદર્ભ દ્વારા શોધી શકાય છે.
શેરીએ આવે સાદ Summary In Gujarati
શેરીએ આવે સાદ કાવ્ય-પરિચય :
બાળકો વિવિધ ઋતુઓ અને કુદરતી ફેરફારોને જે રીતે આનંદપૂર્વક સ્વીકારે છે, તે વાતની ખૂબ સુંદર રજૂઆત આ ગીતમાં થઈ છે. ખુલ્લું વન, ઝૂલતી ડાળીઓ, એમાં મીઠા ટહુકા કરતી કોયલ અને શેરીમાં સંભળાતો એનો મીઠો સાદ – આ બધાથી ઉત્સાહિત બાળક આંબાવાડિયે જવા જે ખુશી અનુભવે છે તેના ભાવોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે.
કાવ્યની સરળ સમજૂતી
- આંબાની કુંજમાં કોયલ બોલે છે. એનો અવાજ ગામના ફળિયા સુધી આવે છે અને આ અવાજથી ગયા વર્ષની યાદ તાજી થાય છે.
- આંબાના ઝાડ પર પાંદડાં પણ દેખાય નહિ એટલી બધી પુષ્પમંજરીઓ આવી ગઈ છે. વળી, કોઈક ડાળી પર કેરીના અંકુર ફૂટ્યા છે અને કોઈક ડાળી પર નાની-નાની કેરીઓ પણ આવી ગઈ છે.
- બાળકોને બૂમો પાડતાં-પાડતાં ઝાડની ડાળી પર મિત્રો સાથે ઝૂલવાનું મન થાય છે.
- બાળકને રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે, તેને રમવા માટે ખુલ્લું વન કે જગ્યા જોઈએ છે કે જ્યાં (અન્ય લોકો કે વડીલો કોઈ સલાહ-સૂચન ન આપે અને તેને) મુક્ત મને આખો દિવસ રમવા મળે. માટે તેઓ આંબાવાડિયે જવા ઉત્સુક છે.
- બાળક કહે છે કે જે કાયર હોય તે ભલે બાકી રહી જાય, આપણે તો રમવા જઈશું.
- કુંજ – ઝાડ અથવા વેલાનાં પાંદડાંથી થયેલી ઘટા
- શેરી – ફળિયું, ગલી
- હાલ્યને – ચાલને
- પોર – ગયા વર્ષે
- પખવું – જેવું
- મૉર – આંબલી વગેરેનાં ફૂલ – મંજરી
- મરવો – નાની કાચી કેરી
- અકોર (અંકુર) – ફણગો
- ગજવવું – ગાજે એમ કરવું ઘેરો નાદે – (અહીં) વધારે તીવ્રતાવાળો અવાજ
- મોકળું – ખુલ્લું, જગાની છૂટવાળું
- વન – જંગલ
- રંજાડ – કનડગત, હેરાનગતિ
- ખેલવા – રમવા
- દન – દિવસ
- ભેરુ – ભાઈબંધ, મિત્ર
- કાયર – ડરપોક
- બાદ- બાકી
Free study material for Gujarati
Step-by-Step Textbook Answers: Class 6 Gujarati Chapter 01 શેરીએ આવે સાદ
Accessing Chapter 01 શેરીએ આવે સાદ Solutions
Review comprehensive exercise answers for Class 6 Gujarati Chapter 01 શેરીએ આવે સાદ. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Concept-Driven Answers for Class 6 Gujarati
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Maximizing Study Efficiency
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 6 Gujarati.
FAQs
The complete and updated GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 1 શેરીએ આવે સાદ is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 1 શેરીએ આવે સાદ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 1 શેરીએ આવે સાદ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 1 શેરીએ આવે સાદ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 1 શેરીએ આવે સાદ in printable PDF format for offline study on any device.