GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

Get the most accurate GSEB Solutions for Class 5 Gujarati Chapter 06 નર્મદામૈયા here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 5 Gujarati. Our expert-created answers for Class 5 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 06 નર્મદામૈયા GSEB Solutions for Class 5 Gujarati

For Class 5 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 5 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 06 નર્મદામૈયા solutions will improve your exam performance.

Class 5 Gujarati Chapter 06 નર્મદામૈયા GSEB Solutions PDF

 

1. વાક્યમાં લખો :

 

Question 1. નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે ?
Answer: નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે.
In simple words: The Narmada river starts from the Amarkantak lake.

Exam Tip: Remember the exact name of the origin point for rivers, as this is a common factual question.

 

Question 2. નર્મદાનો શો અર્થ થાય છે?
Answer: 'નર્મ' નો અર્થ આનંદ થાય છે. તેથી, 'નર્મદા' એટલે આનંદ આપનારી.
In simple words: 'Narm' means joy. So, 'Narmada' means "one who brings joy".

Exam Tip: Understanding the meaning of names helps in remembering their significance and characteristics.

 

Question 3. ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે?
Answer: ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ 'કબીરવડ' નામે ઓળખાય છે.
In simple words: The island created by the Narmada river in Gujarat is known as 'Kabirvad'.

Exam Tip: Specific geographical features like islands often have unique names; make sure to recall them accurately.

 

Question 4. નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે?
Answer: નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે.
In simple words: The Narmada river meets the sea near Bharuch city.

Exam Tip: Knowing the confluence points of major rivers with the sea or other water bodies is important for geography questions.

 

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

 

Question 1. પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું ?
Answer: 'પંખીની પાંખે પ્રવાસ કરવો' એટલે ઊડતા પક્ષી જેવી ઝડપથી પ્રવાસ કરવો.
In simple words: To travel "on the wings of a bird" means to travel very quickly, like a flying bird.

Exam Tip: When explaining idioms, first state the literal meaning, then provide a simple interpretation.

 

Question 2. નર્મદા ભારતના ક્યા બે ભાગ પાડે છે ?
Answer: નર્મદા ભારતના આ બે આડા ભાગ પાડે છે: ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત.
In simple words: The Narmada river divides India into two horizontal parts: the northern part is North India, and the southern part is South India.

Exam Tip: Remember the geographical significance of major rivers, especially how they divide landmasses.

 

Question 3. નર્મદાને ‘રેવા' શા માટે કહે છે ?
Answer: 'રેવા' એટલે 'કૂદનારી'. નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતીકૂદતી વહે છે. ક્યાંક તે ધોધ બની ઝડપથી વહે છે. માટે એને 'રેવા' કહે છે.
In simple words: 'Reva' means 'one who jumps'. The Narmada sometimes flows calmly and sometimes rushes and leaps. It also forms waterfalls in some places. That's why it is called 'Reva'.

Exam Tip: When explaining a name, always provide its meaning and then describe the characteristics that justify that name.

 

Question 4. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની શી વાત આવે છે ?
Answer: એક જગ્યાએ નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો ખૂબ નજીક છે. આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કરે છે. આ જગ્યાને 'બંદરકૂદ' કહે છે. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત આવે છે: જૂના સમયમાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા.
In simple words: 'Bandarkood' is a place where mountains on both banks of the Narmada are very close. Monkeys jump between them. Brave soldiers in old times used to make their horses jump from one mountain to another at this spot, which shows their adventurous spirit.

Exam Tip: For stories involving specific places, describe the place, its special features, and any historical or cultural significance associated with it.

 

3. નીચેના શબ્દોની જોડણી સુધારો :

 

Question 1. (i) નઉકાવીહાર
(ii) શુરવિર
(iii) પત્થર
(iv) અણિદાર
(v) આજ્ઞાકિત
(vi) જિવાદોરી

Answer:
(i) નઉકાવીહાર - નૌકાવિહાર
(ii) શુરવિર - શૂરવીર
(iii) પત્થર - પથ્થર
(iv) અણિદાર - અણીદાર
(v) આજ્ઞાકિત - આજ્ઞાંકિત
(vi) જિવાદોરી - જીવાદોરી
In simple words: For spelling correction, pay close attention to the use of 'u' versus 'ou', and the length of vowel sounds.

Exam Tip: Practice common misspellings to improve accuracy. Focus on vowels and compound consonants in Gujarati.

 

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

 

Question 1. (i) પર્વત
(ii) નજીક
(iii) કિનારો
(iv) શિલા
(v) લાભ
(vi) જળ

Answer:
(i) પર્વત : ડુંગર
(ii) નજીક : પાસે
(iii) કિનારો : તટ
(iv) શિલા : પથ્થર
(v) લાભ : ફાયદો
(vi) જળ : પાણી
In simple words: To provide synonyms, find a word that has the same or a very similar meaning.

Exam Tip: Building a strong vocabulary with synonyms and antonyms helps in enhancing writing and comprehension skills.

 

5. નીચેના શબ્દોના વિરુદ્ધાથી શબ્દો આપો :

 

Question 1. (i) પૂર્વ
(ii) સુંદર
(iii) ઊંચે
(iv) અજવાળું
(v) લાંબી
(vi) સુખ

Answer:
(i) પૂર્વ x પશ્ચિમ
(ii) સુંદર x કદરૂપું
(iii) ઊંચે x નીચે
(iv) અજવાળું x અંધારું
(v) લાંબી x ટૂંકી
(vi) સુખ x દુઃખ
In simple words: Antonyms are words that mean the opposite of each other.

Exam Tip: Pay attention to prefixes and suffixes that can change a word into its opposite when identifying antonyms.

 

નીચેના દરેક શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

 

Question 1. (i) હોડીમાં બેસીને ફરવું-સહેલગાહ કરવી તે
(ii) સાંબેલા જેવી જાડી ધાર
(iii) ધનુષ્યના જેવું અર્ધગોળ, સપ્તરંગી દશ્ય
(iv) નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન-ભાગ
(v) લોકોનું ભરણપોષણ કરનાર, ઉછેરનાર માતા

Answer:
(i) હોડીમાં બેસીને ફરવું-સહેલગાહ કરવી – નૌકાવિહાર
(ii) સાંબેલા જેવી જાડી ધાર – મુશળધાર
(iii) ધનુષ્યના જેવું અર્ધગોળ, સપ્તરંગી દશ્ય – મેઘધનુષ્ય
(iv) જેની ચારેકોર પાણી હોય તેવો જમીનનો ભાગ – બેટ
(v) લોકોનું ભરણપોષણ કરનાર, ઉછેરનાર માતા – લોકમાતા
In simple words: These are examples of compound words or phrases that can be replaced by a single, specific word.

Exam Tip: Learn common phrases and their one-word equivalents to improve conciseness and vocabulary.

 

7. વિચારીને લખો :

 

Question 1. સરદાર સરોવરથી શા ફાયદા થશે ?
Answer: સરદાર સરોવરથી આ ફાયદા થશે:
(i) સરદાર સરોવરથી 1450 મેગાવૉટ જેટલી જળવિદ્યુત ઉત્પન્ન કરી શકાશે.
(ii) ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવાનું પાણી મળશે.
(iii) લગભગ 19 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે.
In simple words: The Sardar Sarovar Dam will produce a lot of electricity, provide drinking water to millions in Gujarat and Rajasthan, and offer irrigation benefits to vast agricultural land.

Exam Tip: For questions asking about benefits, list specific points with clear numerical or factual details where available.

 

Question 2. નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે ?
Answer: નર્મદાનાં પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાતો માટે, તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાનાં પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ દૂર કરશે. તેથી નર્મદાને 'ગુજરાતની જીવાદોરી' કહી છે.
In simple words: The Narmada is called the 'lifeline of Gujarat' because its water is very important for drinking, daily needs, and farming across the state, including North Gujarat and Kutch, where it helps solve water scarcity.

Exam Tip: When a question asks "why," provide reasons that explain the significance or cause, supported by specific examples.

 

8. ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો :

 

Question 1. ઉદાહરણ : નર્મ- નર્મદા- આનંદ આપનારી
(i) સુખ
(ii) વર
(iii) શુભ
(iv) હર્ષ

Answer:
(i) સુખ – સુખદા – સુખ આપનારી
(ii) વર – વરદા – વરદાન આપનારી
(iii) શુભ – શુભદા – શુભ આપનારી
(iv) હર્ષ – હર્ષદા – આનંદ આપનારી
In simple words: To create these words, add '-દા' to the root word to signify 'giving' or 'bestowing', then explain what is being given.

Exam Tip: Understanding how suffixes change word meanings is key. Practice with different root words to form new words.

 

9. નીચેના શબ્દોનો વાક્યપ્રયોગ કરો :

 

Question 1. (i) લીલોતરી :
(ii) જીવાદોરી :
(iii) બેટ :

Answer:
(i) લીલોતરી – ચોમાસામાં ધરતી પર લીલોતરી ઊગી નીકળે છે.
(ii) જીવાદોરી - નર્મદા ગુજરાતની જીવાદોરી છે.
(iii) બેટ – કબીરવડની આસપાસ નર્મદાએ બેટ બનાવ્યો છે.
In simple words: To use a word in a sentence, make sure the sentence correctly shows the meaning of the word.

Exam Tip: When making sentences, use context that clearly defines the word's meaning. Keep sentences simple and grammatically correct.

 

10. તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.

 

Question 1. તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.
Answer:
બી / 8, કલ્પતરુ, ઘાટલોડિયા,
અમદાવાદ - 380 061.
તા. 12-2-2014
પ્રિય મિત્ર રાકેશ,
તારો ફોન કે પત્ર નથી. તું પત્ર લખજે. ગઈકાલે સવારે અમે સૌ પ્રવાસેથી પાછા ફર્યા છીએ. પ્રવાસમાં અમને બહુ જ મજા પડી. તું આ પ્રવાસમાં જોડાઈ ન શક્યો, તેથી મને થયું કે તને પ્રવાસ વિશે પત્ર લખું!
નર્મદામૈયાનો પ્રવાસ કરતાં લાગ્યું કે આ નદી ખરેખર ગુજરાતના લોકોની જીવાદોરી છે. આ નદી મધ્ય પ્રદેશના અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે. કેટલાય કિલોમીટર સુધી એની બંને બાજુએ બે ઊંચા પર્વતો છે. એનો પ્રવાહ ધસમસતો, ઊછળતો, કૂદતો વહે છે, એના કિનારા પરની કુદરતી શોભા અનેરી છે.
જબલપુર પાસે ભેડાઘાટમાં અમે ચાંદની રાતે નૌકાવિહારની મજા માણી. - બંદરકૂદવાળી જગ્યા જોવાની અમારી ઇચ્છા પૂરી થઈ. ધુંવાધાર ધોધ જોવો એ એક લહાવો છે. સરદાર સરોવર એટલે માનવીનું અદ્ભુત ભગીરથ કાર્ય! માણસ ધારે તો કેવાં ઉત્તમ કાર્યો કરી શકે છે તેનો આ બંધ ઉત્તમ નમૂનો છે!
આ બધાં સ્થળોના અમે ફોટા પણ પાડેલા છે. આપણે મળીશું ત્યારે હું તને એ બતાવીશ. તારાં મમ્મી-પપ્પાને મારાં વંદન.
તારો મિત્ર
પ્રતીકના પ્રણામ
In simple words: This letter describes a trip to the Narmada river, detailing its origin, flow, the 'Bandarkood' spot, Dhuandhar waterfall, and the Sardar Sarovar Dam, expressing the joy of the journey.

Exam Tip: When writing a letter about a trip, include specific details about places visited, experiences, and feelings. Maintain a clear, friendly tone.

 

11. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.

 

Question 1. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સુંદર, સરસ, સૈનિક, સફેદ, સિંચાઈ, સ્નાન
Answer:
1. સફેદ
2. સરસ
3. સિંચાઈ
4. સુંદર
5. સૈનિક
6. સ્નાન
In simple words: Arrange the given words in alphabetical order based on their first letter, and then subsequent letters if the first letters are the same.

Exam Tip: Always follow the standard Gujarati alphabet order, paying attention to vowels (સ્વર) first, then consonants (વ્યંજન).

 

Question 1. નીચેનાં વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો ·
Answer:
1. એક મોચી હતો. તે બહુ પ્રમાણિક હતો.
2. રાધિકા મારી બહેન છે. તેને રસોઈ કરવી ગમે છે.
3. આ કપડાં તમારાં છે, તેમને તમારી પાસે રાખો.
4. હું જાણું છું. મને ગુલાબજાંબુ ભાવે છે. મારી બા મને પીરસે છે.
5. અમને અમારું ગામ ખૂબ વહાલું છે.
6. તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી.
7. તેઓ હવે શું બોલે? તેમને તેમનો હિસ્સો અમે આપી દીધો છે.
In simple words: Pronouns are words that take the place of nouns, like 'he', 'she', 'it', 'they', 'I', 'you', 'me', 'us', 'our', 'my'.

Exam Tip: To identify pronouns, look for words that refer to a person, place, or thing without using its specific name.

 

Question 2. ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકોઃ
1. .......... સામેની દુકાનેથી પરચૂરણ લઈ આવું. (મેં, મને, હું)
2. .......... મુંબઈથી ક્યારે આવ્યા? (તમે, હું, મને)
3. ઈશ્વર .......... ભલું કરે. (તેને, સૌનું, સૌનું)
Answer:
1. હું સામેની દુકાનેથી પરચૂરણ લઈ આવું.
2. તમે મુંબઈથી ક્યારે આવ્યા?
3. ઈશ્વર સૌનું ભલું કરે.
In simple words: Choose the pronoun that fits the sentence's subject and context correctly.

Exam Tip: Always read the sentence aloud with each option to check which pronoun sounds most natural and grammatically correct.

 

વિશેષ પ્રસ્નોત્તર

 

Question 1. ‘નર્મદામૈયા' પાઠના લેખક કોણ છે?
(a) રમણ પાઠક
(b) રમણલાલ સોની
(c) રમણલાલ
(d) કાકા કાલેલકર

Answer: (b) રમણલાલ સોની
In simple words: The author of the chapter 'Narmadamaiya' is Ramanlal Soni.

Exam Tip: Always remember the names of authors and poets for specific chapters and poems.

 

Question 2. નર્મદા ક્યા પ્રદેશમાંથી નીકળે છે?
(a) ગુજરાતમાંથી
(b) મહારાષ્ટ્રમાંથી
(c) મધ્ય પ્રદેશમાંથી
(d) હિમાલયમાંથી

Answer: (c) મધ્ય પ્રદેશમાંથી
In simple words: The Narmada river originates from the state of Madhya Pradesh.

Exam Tip: Factual questions about geographical origins require precise recall of names and locations.

 

Question 3. નર્મદાકિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે?
(a) શુક્લતીર્થ
(b) ગલતેશ્વર
(c) સોમનાથ
(d) દ્વારકા

Answer: (a) શુક્લતીર્થ
In simple words: Shuklatirth is an ancient holy place located on the banks of the Narmada river.

Exam Tip: Be familiar with important historical and religious sites associated with major rivers or regions.

 

Question 4. ‘નર્મદા' શબ્દનો અર્થ શો થાય છે?
(a) પૈસા આપનાર
(b) ધન આપનાર
(c) સમૃદ્ધિ આપનાર
(d) આનંદ આપનાર

Answer: (d) આનંદ આપનાર
In simple words: The word 'Narmada' means "one who brings joy or happiness".

Exam Tip: Knowing the etymology or literal meaning of key terms can often help answer conceptual questions.

 

Question 5. ગૌરીશંકર મંદિરને કેટલાં પગથિયાં છે?
(a) 101
(b) 105
(c) 108

Answer: (c) 108
In simple words: The Gauri Shankar temple has 108 steps.

Exam Tip: Specific numerical facts related to landmarks or structures are often tested, so commit them to memory.

 

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો?

 

Question 1. ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે?
Answer: ગુજરાતની પૂર્વ દિશાએ મધ્ય પ્રદેશ રાજ્ય આવેલું છે.
In simple words: The state of Madhya Pradesh lies to the east of Gujarat.

Exam Tip: Know the geographical location of neighboring states for each region.

 

Question 2. નર્મદામૈયાનું ઉદ્ભવસ્થાન કયું છે?
Answer: નર્મદામૈયાનું ઉદ્ભવસ્થાન મધ્ય પ્રદેશના માઈકલ પર્વતની તળેટીમાં આવેલું અમરકંટક સરોવર છે.
In simple words: The Narmada river originates from Amarkantak lake, located at the base of the Maikal mountain in Madhya Pradesh.

Exam Tip: Be precise with the names of mountains and lakes when mentioning the origin of rivers.

 

Question 3. નર્મદાનાં વખાણ કરવામાં કોણ થાકતું નથી?
Answer: આપણા ઋષિમુનિઓ નર્મદાનાં વખાણ કરવામાં થાકતા નથી.
In simple words: Our ancient sages and saints never tire of praising the Narmada river.

Exam Tip: Understand the cultural and spiritual significance of natural features like rivers in the context of the chapter.

 

Question 4. 'ધુંવાધાર' એટલે શું?
Answer: 'ધુંવા' એટલે ધુમાડો અને 'ધાર' એટલે પાણીની ધારા; 'ધુંવાધાર' એ નર્મદાએ બનાવેલા ધોધનું નામ છે.
In simple words: 'Dhuan' means smoke and 'Dhar' means a stream of water. 'Dhuandhar' is the name of a waterfall created by the Narmada river.

Exam Tip: Explain compound words by breaking them into their constituent parts and then providing the overall meaning.

 

Question 5. સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે?
Answer: સરદાર સરોવર બંધની ઊંચાઈ 163 મીટર છે.
In simple words: The height of the Sardar Sarovar Dam is 163 meters.

Exam Tip: Memorize specific measurements and figures related to important projects or structures mentioned in the text.

 

Question 6. ગુજરાત ઉપરાંત કયા રાજ્યને નર્મદાના નીર મળશે?
Answer: ગુજરાત ઉપરાંત રાજસ્થાનને નર્મદાનાં નીર મળશે.
In simple words: Besides Gujarat, the state of Rajasthan will also receive water from the Narmada river.

Exam Tip: Be aware of the inter-state benefits and distribution of resources from major projects.

 

વ્યાકરણ

 

Question 1. નીચેના શબ્દોની સાચી જોડણી લખો:
(i) કીલોમીટર
(ii) કુદાકુદ
(iii) સૈનીક
(iv) મંહીર
(v) જળરાશિ
(vi) શુકલતિર્થ
(vii) મૂશળધાર

Answer:
(i) કીલોમીટર - કિલોમીટર
(ii) કુદાકુદ - કૂદાકૂદ
(iii) સૈનીક - સૈનિક
(iv) મંહીર - મંદિર
(v) જળરાશિ - જળરાશિ
(vi) શુકલતિર્થ - શુક્લતીર્થ
(vii) મૂશળધાર - મુશળધાર
In simple words: Correct the spelling of each word by focusing on proper vowel and consonant usage in Gujarati.

Exam Tip: Consistent practice with spelling rules, especially for words with similar-sounding letters, is crucial for accuracy.

 

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

 

Question 1. (i) દૂર × નજીક
(ii) ઉત્તર × દક્ષિણ
(iii) કુદરતી × કૃત્રિમ
(iv) આનંદિત × શોકાતુર
(v) શુભ × અશુભ

Answer:
(i) દૂર x નજીક
(ii) ઉત્તર x દક્ષિણ
(iii) કુદરતી x કૃત્રિમ
(iv) આનંદિત x શોકાતુર
(v) શુભ x અશુભ
In simple words: Identify the opposite meaning for each given word.

Exam Tip: Expand your vocabulary by learning antonym pairs for common words to improve word power.

 

નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યોમાં પ્રયોગ કરો:

 

Question 1. (i) પંખીની પાંખે પ્રવાસ કરવો – શીઘ્ર પ્રવાસ કરવો
વાક્ય : લેખકે નર્મદામૈયાનો પ્રવાસ પંખીની પાંખે ને પાણીના પ્રવાહે કર્યો છે.
(ii) જીવાદોરી હોવી – જીવનનો મુખ્ય આધાર હોવો
વાક્ય : નર્મદા ગુજરાતની જીવાદોરી છે.
(iii) સ્વપ્ન ફળવાં – ઇચ્છા પૂરી થવી
વાક્ય : દીકરો ડૉક્ટર થતાં મોહનલાલનાં સ્વપ્ન ફળ્યાં.

Answer:
(i) પંખીની પાંખે પ્રવાસ કરવો – શીઘ્ર પ્રવાસ કરવો
વાક્ય : લેખકે નર્મદામૈયાનો પ્રવાસ પંખીની પાંખે ને પાણીના પ્રવાહે કર્યો છે.
(ii) જીવાદોરી હોવી – જીવનનો મુખ્ય આધાર હોવો
વાક્ય : નર્મદા ગુજરાતની જીવાદોરી છે.
(iii) સ્વપ્ન ફળવાં – ઇચ્છા પૂરી થવી
વાક્ય : દીકરો ડૉક્ટર થતાં મોહનલાલનાં સ્વપ્ન ફળ્યાં.
In simple words: For idioms, first provide their meaning, then use them in a sentence that demonstrates that meaning clearly.

Exam Tip: When using idioms in sentences, ensure the context makes their meaning obvious without further explanation.

 

સર્વનામનો ઉપયોગ કરી નીચેનો ફકરો ફરીથી લખો:

 

Question 1. સર્વનામનો ઉપયોગ કરી નીચેનો ફકરો ફરીથી લખો: રાજુ વૅકેશનમાં આબુના પ્રવાસે ગયો હતો. ત્યાં રાજુને નખી તળાવમાં – નૌકાવિહાર કરવાની બહુ મજા પડી. રાજુએ તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. રાજુએ પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટાઓ પણ બધાંને બતાવ્યા. રાજુના મિત્રોને રાજુના પ્રવાસનું વર્ણન સાંભળવાની ખૂબ મજા પડી. મિત્રોને ફોટાઓ પણ બહુ જ ગમ્યા.
Answer: રાજુ વૅકેશનમાં આબુના પ્રવાસે ગયો હતો. ત્યાં તેને નખી તળાવમાં - નૌકાવિહાર કરવાની બહુ મજા પડી. તેણે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. તેણે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટાઓ પણ બધાંને બતાવ્યા. તેના મિત્રોને તેના પ્રવાસનું વર્ણન સાંભળવાની ખૂબ મજા પડી. તેમને ફોટાઓ પણ બહુ જ ગમ્યા.
In simple words: Replace repeated nouns with appropriate pronouns to make the paragraph flow better and avoid repetition.

Exam Tip: Using pronouns effectively improves the readability and coherence of a paragraph. Ensure pronouns agree in number and gender with the nouns they replace.

 

નીચેના શબ્દોનો વાક્યપ્રયોગ કરો:

 

Question 1. (i) મુસાફરી – પિતાજી લાંબી મુસાફરી કરીને રાતે જ આવ્યા છે.
(ii) ધુંવાધાર – ધુંવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે.
(iii) અખાત – ખંભાતના અખાતમાં નર્મદા સમુદ્રમાં ભળી જાય છે.
(iv) નર્મદા – ‘નર્મદા'નો અર્થ છે : આનંદ આપનારી.
(v) ગુજરાત – ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે.

Answer:
(i) મુસાફરી – પિતાજી લાંબી મુસાફરી કરીને રાતે જ આવ્યા છે.
(ii) ધુંવાધાર – ધુંવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે.
(iii) અખાત – ખંભાતના અખાતમાં નર્મદા સમુદ્રમાં ભળી જાય છે.
(iv) નર્મદા – ‘નર્મદા'નો અર્થ છે : આનંદ આપનારી.
(v) ગુજરાત – ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે.
In simple words: Each sentence uses the given word in a way that explains its meaning or a related fact.

Exam Tip: Construct sentences that are both grammatically correct and clearly illustrate the meaning or common usage of the word.

 

નર્મદામૈયા Summary in Gujarati

 

નર્મદામૈયા શબ્દાર્થ :

 

Question 1. (i) નર્મદા – આનંદ આપનાર (અહીં) નદીનું નામ
(ii) પ્રવાહે – ઊંચેથી વહેતા પાણી પર નજર રાખીને, પ્રવાહની જેમ ધસમસતાં
(iii) ધસમસતી – વેગથી દોડતી, ઉતાવળે વહેતી
(iv) રેવા – કૂદનારી, નર્મદાનું બીજું નામ
(v) સ્તોત્ર – છંદોબદ્ધ સ્તુતિ
(vi) ત્વદીય – તારાં
(vii) પાદપંકજ – ચરણકમળ
(viii) નૌકાવિહાર – (કોઈ જળાશયમાં) હોડીમાં બેસીને ફરવું
(ix) ચોસઠ જોગણી – ચોસઠ યોગિની, જોગણીની સંખ્યા ચોસઠ છે એવી માન્યતા છે
(x) શૂરવીર – બહાદુર
(xi) ઠેર ઠેર – ઠેકાણે ઠેકાણે
(xii) પ્રચંડ – કદાવર
(xiii) મુશળધાર – સાંબેલા જેવી જાડી ધારે પડતો વરસાદ
(xiv) મેઘધનુષ્ય – ધનુષ્યના જેવું અર્ધગોળ, સાત રંગોમાં દેખાતું રમણીય દશ્ય
(xv) શંખજીરુ – સફેદ, કોમળ ચળકતો પથ્થર
(xvi) વિદ્યુત - વીજળી
(xvii) બેટ – નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન-ભાગ
(xviii) સુખાકારી – તંદુરસ્તી, સુખી હાલત
(xix) ભગીરથ – ભારે પરિશ્રમ (રાજા ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા માટે કર્યો હતો એવો)
(xx) ભાસ્યો – દેખાયો
(xxi) લોકમાતા - લોકોનું ભરણપોષણ જેનાથી શક્ય બને છે તે નદી
(xxii) જીવાદોરી – જીવનનો મુખ્ય આધાર
(xxiii) ચીલો – રસ્તો
(xxiv) શૂલપાણેશ્વર – ત્રિશૂળધારી શંકર

Answer:
(i) નર્મદા – આનંદ આપનાર (અહીં) નદીનું નામ
(ii) પંખીની પાંખે – પક્ષીની પાંખ જેટલી ઝડપથી
(iii) પ્રવાહે – ઊંચેથી વહેતા પાણી પર નજર રાખીને, પ્રવાહની જેમ ધસમસતાં
(iv) ધસમસતી – વેગથી દોડતી, ઉતાવળે વહેતી
(v) રેવા – કૂદનારી, નર્મદાનું બીજું નામ
(vi) સ્તોત્ર – છંદોબદ્ધ સ્તુતિ
(vii) ત્વદીય – તારાં
(viii) પાદપંકજ – ચરણકમળ
(ix) નૌકાવિહાર – (કોઈ જળાશયમાં) હોડીમાં બેસીને ફરવું
(x) ચોસઠ જોગણી – ચોસઠ યોગિની, જોગણીની સંખ્યા ચોસઠ છે એવી માન્યતા છે
(xi) શૂરવીર – બહાદુર
(xii) ઠેર ઠેર – ઠેકાણે ઠેકાણે
(xiii) પ્રચંડ – કદાવર
(xiv) મુશળધાર – સાંબેલા જેવી જાડી ધારે પડતો વરસાદ
(xv) મેઘધનુષ્ય – ધનુષ્યના જેવું અર્ધગોળ, સાત રંગોમાં દેખાતું રમણીય દશ્ય
(xvi) શંખજીરુ – સફેદ, કોમળ ચળકતો પથ્થર
(xvii) વિદ્યુત - વીજળી
(xviii) બેટ – નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન-ભાગ
(xix) સુખાકારી – તંદુરસ્તી, સુખી હાલત
(xx) ભગીરથ – ભારે પરિશ્રમ (રાજા ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા માટે કર્યો હતો એવો)
(xxi) ભાસ્યો – દેખાયો
(xxii) લોકમાતા - લોકોનું ભરણપોષણ જેનાથી શક્ય બને છે તે નદી
(xxiii) જીવાદોરી – જીવનનો મુખ્ય આધાર
(xxiv) ચીલો – રસ્તો
(xxv) શૂલપાણેશ્વર – ત્રિશૂળધારી શંકર
In simple words: This is a glossary of important words from the chapter, along with their meanings.

Exam Tip: Thoroughly understanding the vocabulary is key to comprehending the chapter's content and answering related questions effectively.

 

રૂઢિપ્રયોગ

 

Question 1. (i) વાતે વળગવું – વાતો કરવામાં મગ્ન થઈ જવું વ્યર્થ
(ii) વહી જવું – અર્થ વિના પસાર થઈ જવું
(iii) સ્વપ્ન ફળવું – ઇચ્છા પૂરી થવી

Answer:
(i) વાતે વળગવું – વાતો કરવામાં મગ્ન થઈ જવું વ્યર્થ
(ii) વહી જવું – અર્થ વિના પસાર થઈ જવું
(iii) સ્વપ્ન ફળવું – ઇચ્છા પૂરી થવી
In simple words: These are idioms with their literal meanings provided.

Exam Tip: Practice recognizing idioms and knowing their implied meanings to enhance your understanding of figurative language.

Free study material for Gujarati

GSEB Solutions Class 5 Gujarati Chapter 06 નર્મદામૈયા

Students can now access the GSEB Solutions for Chapter 06 નર્મદામૈયા prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 5 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 06 નર્મદામૈયા

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 5 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 5 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 5 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 5 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 06 નર્મદામૈયા to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા for the 2026-27 session?

The complete and updated GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા is available for free on StudiesToday.com. These solutions for Class 5 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 5 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 5 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 5 Gujarati. You can access GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 5 as a PDF?

Yes, you can download the entire GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા in printable PDF format for offline study on any device.