Step-by-Step Textbook Solutions for Class 5 Gujarati Chapter 05 શરદીના પ્રતાપે
Review structured textbook solutions for Class 5 Gujarati Chapter 05 શરદીના પ્રતાપે. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download Chapter 05 શરદીના પ્રતાપે Textbook Solutions PDF
Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાકયમાં લખો :
Question 1. ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે ?
Answer: ગળે પડવાની ટેવ શરદીની બીમારીમાં વધુ જોવા મળે છે.
In simple words: The habit of catching a cold is commonly seen with the illness of a cold.
Exam Tip: For direct questions, state the specific illness clearly and concisely.
Question 2. લેખકને સદ્ભહસ્થ આવકાર આપતાં કયું વાક્ય બોલે છે ?
Answer: લેખકને આવકારતી વખતે સગૃહસ્થ આ વાક્યો કહે છે : “ઓહો ! આજ કંઈ આ તરફ? કેમ તબિયત તો સારી છે ને?”
In simple words: When greeting the author, the gentleman spoke these sentences: "Oh! What brings you here today? Are you feeling well?"
Exam Tip: Always use exact quotes for direct speech, including all original punctuation.
Question 3. લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું?
Answer: લેખકે કોકોની વાત વખતે પોતાનું ડોકું હલાવ્યું, કારણ કે જો તે પોતે મોઢેથી બોલશે તો ચા અને કૉફીની જેમ કોકો પણ ગુમાવશે.
In simple words: The author shook his head during the talk about cocoa because if he spoke, he would also lose the cocoa, just like the tea and coffee.
Exam Tip: Explain the character's actions by linking them directly to their motivations or circumstances as described in the story.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
Question 1. લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી ?
Answer: લેખકને એ વાતની જાણ નહોતી કે પેલા સજ્જનની બીજી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કામ આપે છે.
In simple words: The author did not know that the gentleman's ears functioned less effectively compared to his other senses.
Exam Tip: Focus on accurately identifying key details about the characters or situation from the text.
Question 2. લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી ?
Answer: લેખક સજ્જનને મળ્યા તે સમયે લેખકનો અવાજ ઠેઠ ઊંડો ઊતરી ગયો હતો અને સજ્જનના કાન શરદીને કારણે ખૂબ નબળા પડ્યા હતા.
In simple words: When the author met the gentleman, the author's voice was very weak, and the gentleman's ears were very poor due to a cold.
Exam Tip: Describe the conditions of both individuals mentioned in the question to get full marks.
Question 3. સજ્જને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું?
Answer: જ્યારે લેખક સજ્જનને પૂછે છે : "કેમ તબિયત તો સારી છે ને?" ત્યારે જવાબમાં લેખક કહે છે, “જરા શરદી થઈ છે.”, ત્યારે તે સજ્જન કહે છે, “મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું?" આ પ્રકારના જવાબથી લેખકને અનુભવ્યું કે સજ્જને સમજવામાં કંઈક ભૂલ કરી છે.
In simple words: The author realized the gentleman misunderstood when, after the author said he had a slight cold, the gentleman replied, "Who told you I have a cold?"
Exam Tip: Trace the sequence of dialogue and responses to identify the exact moment of misunderstanding.
Question 4. લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી ?
Answer: પેલા સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે, “બનતાં સુધી ચાની હું ના નથી કહેતો." પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં મુશ્કેલી હોવાથી તેઓ આવું સમજી ગયા કે, 'લેખક ચા નથી પીતા'. આથી લેખકે ચા પીવાની હા પાડી હતી છતાં તેમને ચા મળી નહીં.
In simple words: The gentleman misheard the author's acceptance of tea due to his hearing difficulty, mistakenly believing the author declined, so the author did not get tea.
Exam Tip: In questions involving miscommunication, clearly explain both what was said and how it was misunderstood.
3. નીચેના શબ્દોની જોડણી સુધારો :
Question 1. ગ્રુહસ્થ, સ્થીતિ, તબિચત, સુલોચના, નિચ્છય
Answer:
1. ગૃહસ્થ
2. સ્થિતિ
3. તબિયત
4. સુલોચના
5. નિશ્ચય
In simple words: This means to correct the spelling of the given words to their proper form.
Exam Tip: Pay close attention to vowel marks and consonant combinations when correcting spellings in Gujarati.
4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :
Question 1.
1. ખબર :
2. પક્ષપાત :
3. તસ્દી :
4. આનંદ :
5. આખરે :
6. ઉતાવળ :
Answer:
1. ખબર : સમાચાર
2. પક્ષપાત : તરફદારી
3. તસ્દી : તકલીફ
4. આનંદ : મોજ
5. આખરે : છેવટ
6. ઉતાવળ : ત્વરા
In simple words: This means to give another word that has the same meaning as the original word.
Exam Tip: Build a strong vocabulary by learning synonyms, as they are frequently tested in language exercises.
5. નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ 'કુ' અથવા 'આ' મૂકો જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને :
Question 1.
1. શક્તિ ×
2. વિચાર x
3. સત્ય ×
4. પાત્ર ×
5. ટેવ ×
6. શક્ય ×
7. સંપ ×
8. સંગ ×
Answer:
1. શક્તિ × અશક્તિ
2. વિચાર × કુવિચાર
3. સત્ય x અસત્ય
4. પાત્ર × કુપાત્ર
5. ટેવ × કુટેવ
6. શક્ય x અશક્ય
7. સંપ × કુસંપ
8. સંગ × કુસંગ
In simple words: Add 'કુ' or 'આ' to the start of these words to make new words with opposite meanings.
Exam Tip: Understanding prefixes like 'કુ' and 'આ' can help in forming antonyms for many Gujarati words.
6. જેમાં પ્રશ્નચિહ્ન અને ઉગારચિહ્ન આવતાં હોય તેવાં બે-બે વાક્યો લખો :
Question 1. Write two sentences each that contain a question mark and an exclamation mark.
Answer:
1. કેમ, તબિયત તો સારી છે ને?
2. વારું, કૉફી લેશો? ઉદ્દગારચિહ્નઃ
3. તમે આવ્યા તેમાં મને સજા થઈ !
4. અરે ! મારા મહેરબાન !
In simple words: You need to write two sentences with question marks and two sentences with exclamation marks, showing how these punctuation marks are used.
Exam Tip: Remember to use a question mark for interrogative sentences and an exclamation mark for expressing strong emotion or surprise.
7. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો :
Question 1.
1. તે દિવસે ______ માં શરદી હતી. (દવા, હવા)
2. તમે ચા નથી ______ તે ઘણું સારું. (પિતા, પીતા)
3. આ ______ તમને ફાવે છે કે નહિ ? (ઘર, ધર)
4. કેમ તબિયત તો ______ છે ને ? (શારી, સારી)
Answer:
1. તે દિવસે હવા માં શરદી હતી.
2. તમે ચા નથી પીતા તે ઘણું સારું.
3. આ ઘર તમને ફાવે છે કે નહિ ?
4. કેમ તબિયત તો સારી છે ને ?
In simple words: Pick the right word from the choices in brackets to fill in each blank and complete the sentence correctly.
Exam Tip: Always read the full sentence to ensure the chosen word fits both grammatically and in meaning.
8. કૌંસમાંના પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો : (નો, ની, નું, ના, ને)
Question 1.
1. એ વાત ______ મને ખબર ન હોતી.
2. મારા કંઠ માટે શરદી ______ પક્ષપાત છે.
3. આપ ______ જરા કામ હતું.
4. કૉફી ______ પણ અત્યારે વાંધો નથી.
5. તેના ______ માટે મેં શું નથી કર્યું ?
6. તેમ ______ ઘર પછી ગયાં છે.
Answer:
1. એ વાતની મને ખબર નહોતી.
2. મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે.
3. આપનું જરા કામ હતું.
4. કૉફીનો પણ અત્યારે વાંધો નથી.
5. તેના માટે મેં શું નથી કર્યું?
6. તેનાં ઘર પછી ગયાં છે.
In simple words: Choose the correct suffix from the given options to properly connect words and complete each sentence.
Exam Tip: Understanding gender, number, and case in Gujarati is crucial for selecting the appropriate postpositions and suffixes.
9. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
Question 1. ટેવ, ઇન્દ્રિય, શરદી, ઉધરસ, ભૂલ
Answer:
1. ઇન્દ્રિય
2. ઉધરસ
3. ટેવ
4. ભૂલ
5. શરદી
In simple words: Arrange the given words in alphabetical order, following the sequence of letters in the Gujarati dictionary.
Exam Tip: Familiarize yourself with the Gujarati alphabet and the ordering of consonant-vowel combinations for dictionary arrangement tasks.
ભાષાસજજતા
સંજ્ઞા
કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ, પદાર્થ કે પ્રાણીની ઓળખ સૂચવતા પદને સંજ્ઞા કહે છે. ઉદાહરણ તરીકે – છોકરો, સ્ત્રી, અજિત, સુધા – નદી, ગામ, પહાડ, સરોવર – દાડમ, મોગરો, કરેણ, જૂઈ · કાગડો, બુલબુલ, સિંહ, શિયાળ વગેરે સંજ્ઞાઓ છે.
Exam Tip: A Noun (Sanjna) is a word that identifies a person, place, thing, or idea. Examples help clarify each category.
Question 1. નીચેની સંજ્ઞાઓને કોષ્ઠકના યોગ્ય ખાનામાં લખો:
ભરત, શિયાળ, આંબો, ખુરશી, કરુણા, મંઝિલ, દયા, કપચી, ઘોડો, વડ, બુલબુલ, ગુલમહોર, વંદો, ઓશીકું, સત્ય, અહિંસા, મગ, લીમડો, વીંછી, દક્ષા, જિજ્ઞાસા, ચકલી, પીપળો, નિષ્ઠા, પંખો, વિશ્વેશ, મનીષ, પલાશ, ચોપડી, પ્રેમ.
Answer:
| મનુષ્યોનાં નામ | પશુ-પંખી જીવ-જંતુ | વનસ્પતિ | પદાર્થોનાં નામ | લાગણી-ભાવ |
|---|---|---|---|---|
| ભરત | શિયાળ | આંબો | ખુરશી | કરુણા |
| મંઝિલ | ઘોડો | વડ | કપચી | દયા |
| દક્ષા | બુલબુલ | ગુલમહોર | ઓશીકું | સત્ય |
| જિજ્ઞાસા | વંદો | લીમડો | પંખો | અહિંસા |
| વિશ્વેશ | વીંછી | પીપળો | મગ | નિષ્ઠા |
| મનીષ | ચકલી | પલાશ | ચોપડી | પ્રેમ |
Exam Tip: Practice classifying different types of nouns to improve your understanding of grammar and vocabulary.
Question 2. કૌંસમાં આપેલી યાદીમાંથી સંજ્ઞાઓ પસંદ કરી, ચિત્રની નીચેનાં વાક્યોની ખાલી જગ્યા પૂરો :
સંજ્ઞાઓઃ કૂતરો, છોકરી, વાંદરો, બિલાડી, પાંજરા, ટોપલી, પાણી, સિંહ, – છોકરો, ટેબલ, બતક, શાળા, ઝાડ, કેળું, સફરજન.
(i) (Image 1: Monkey eating a banana) વાંદરો કેળું ખાય છે.
(ii) (Image 2: Dog and cat under a tree) ______ અને ______ નીચે સૂતાં છે.
(iii) (Image 3: Lion in a cage) ______ , ગર્જના કરે છે.
(iv) (Image 4: Boy and girl going to school) ______ અને ______ .......માં જાય છે.
(v) (Image 5: Basket on a table with apples) ______ ઉપરની ______ .......
(vi) (Image 6: Duck in water) ______'માં તરે છે.
Answer:
(i) વાંદરો કેળું ખાય છે.
(ii) કૂતરો અને બિલાડી નીચે સૂતાં છે.
(iii) સિંહ, પાંજરામાં ગર્જના કરે છે.
(iv) છોકરો અને છોકરી શાળામાં જાય છે.
(v) ટેબલ ઉપરની ટોપલીમાં સફરજન છે.
(vi) બતક પાણીમાં તરે છે.
In simple words: Look at the pictures, then choose the right nouns from the list provided to fill in the blanks, accurately describing what is happening in each image.
Exam Tip: Carefully observe each image and select the most appropriate nouns from the given list to correctly complete the sentences.
વિશેષ પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:
Question 1. લેખકના ઓળખીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી ?
(a) આંખ
(b) નાક
(c) કાન
(d) જીભ
Answer: (c) કાન
In simple words: The author's acquaintance, the gentleman, had ears that were working less efficiently.
Exam Tip: For character-specific details, recall the key physical traits or limitations mentioned in the story.
Question 2. નીચેનામાંથી કયા લેખક હાસ્યલેખક નથી?
(a) વિનોદ ભટ્ટ
(b) અશોક દવે
(c) ગુણવંત શાહ
(d) જ્યોતીન્દ્ર દવે
Answer: (c) ગુણવંત શાહ
In simple words: Among the given writers, Gunvant Shah is not a humor writer.
Exam Tip: To answer questions about authors' specializations, it helps to know their literary contributions or genres.
Question 3. કયું પીણું ઝાડના બીજની ભૂકીમાંથી બને છે?
(a) ચા
(b) કૉફી
(c) કોકો
(d) એક પણ નહિ
Answer: (c) કોકો
In simple words: Cocoa is the drink that is prepared from the powder of tree seeds.
Exam Tip: Relate product origins to their raw materials, especially for common food items mentioned in the text.
Question 4. 'હવે રજા લઉં છું.' આ વાક્ય કોણ બોલે છે?
(a) લેખક
(b) સજ્જન
(c) નોકર
(d) શ્રીમતીજી
Answer: (a) લેખક
In simple words: The author says the line, "I am taking my leave now."
Exam Tip: Always identify the speaker of a dialogue to correctly attribute sentences in a story.
Question 5. જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તે શબ્દને શું કહે છે?
(a) સર્વનામ
(b) ક્રિયાપદ
(c) સંજ્ઞા
(d) વિશેષણ
Answer: (c) સંજ્ઞા
In simple words: The word that shows the identity of a specific person, place, or thing is called a Noun.
Exam Tip: Remember the definition of a noun (Sanjna) as a word identifying particular persons, places, or objects.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ
Question 1. લેખક કોને મળવા જાય છે?
Answer: લેખક એક જાણીતા સજ્જનને મળવા જાય છે.
In simple words: The author goes to meet a well-known gentleman.
Exam Tip: For simple recall questions, state the main character's action and its direct object clearly.
Question 2. શરદીને કોના માટે પક્ષપાત છે?
Answer: શરદીને લેખકના કંઠ માટે પક્ષપાત છે.
In simple words: The cold seems to have a preference for the author's throat.
Exam Tip: Understand figurative language or personification used in the text to describe situations.
Question 3. શરદીને લીધે સજ્જનના કાનની કમજોર હાલત કેવી હતી?
Answer: શરદીને લીધે સજ્જનના કમજોર કાન ખૂબ અશક્ત બન્યા હતા.
In simple words: Due to the cold, the gentleman's weak ears had become very feeble.
Exam Tip: Describe the specific impact of the illness on the character's body part as mentioned in the story.
Question 4. સજ્જનને શું થયું હતું?
Answer: સજ્જનને સામાન્ય સળેખમ અને ઉધરસ થયાં હતાં.
In simple words: The gentleman had experienced a minor cold and cough.
Exam Tip: Be precise about the type and severity of illness described in the narrative.
Question 5. લેખકને ચા પીવાની મરજી કેમ હતી?
Answer: લેખકને શરદી થઈ હતી અને ગરમ ચા શરદીમાં રાહત આપે છે, માટે લેખકને ચા પીવાની ઈચ્છા હતી.
In simple words: The author wanted to drink tea because he had a cold, and warm tea provides comfort during a cold.
Exam Tip: Connect a character's desire to their current physical condition and common remedies mentioned in the context.
Question 6. ચાને બદલે લેખકને શું મળ્યું?
Answer: ચાને બદલે લેખકને ‘કોકો' મળ્યો.
In simple words: Instead of tea, the author received cocoa.
Exam Tip: For simple factual questions, provide the direct answer as stated in the text.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો ?
Question 1.
1. શરદીની અસર જીભ દ્વારા જણાય છે.
2. લેખકને સમજવામાં ભૂલ થાય છે.
3. લેખકને કૉફી પીવી હતી.
4. સજ્જનને શરદી થયેલી હતી.
5. ‘શરદીના પ્રતાપે’ એક હાસ્યવાર્તા છે.
Answer:
1. ખોટું
2. ખોટું
3. ખરું
4. ખોટું
5. ખરું
In simple words: You need to tell if each statement is true or false, based on what is described in the story.
Exam Tip: Read each statement carefully and compare it against the facts presented in the lesson to determine if it is true or false.
નીચેનાં વાક્યો કોણ બોલે છે? જણાવો:
Question 1. "કેમ તબિયત તો સારી છે ને?”
Answer: આ વાક્ય સદ્ગુહસ્થ બોલે છે.
In simple words: This sentence is spoken by the gentleman.
Exam Tip: Always identify the speaker based on the context of the dialogue in the story.
Question 2. "જરા શરદી થઈ છે. બાકી બીજી રીતે કુશળ છું."
Answer: આ વાક્ય લેખક બોલે છે.
In simple words: This sentence is said by the author.
Exam Tip: Match the sentiment and information in the dialogue to the character who would appropriately express it.
Question 3. “ચહા શરદી કરે એમ તમને કોણે કહ્યું ?”
Answer: આ વાક્ય સગૃહસ્થ બોલે છે.
In simple words: This sentence is spoken by the gentleman.
Exam Tip: Differentiate speakers based on their typical responses and misunderstandings as depicted in the narrative.
Question 4. “હવે રજા લઉં છું.”
Answer: આ વાક્ય લેખક બોલે છે.
In simple words: This sentence is spoken by the author.
Exam Tip: Identify dialogue that signals the beginning or end of an interaction between characters.
વ્યાકરણ
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
Question 1.
1. સરદી
2. ગૃહસ્થ
3. કૂશળ
4. નિચય
5. તબિઅત
6. જૂલોચના
Answer:
1. શરદી
2. ગૃહસ્થ
3. કુશળ
4. નિશ્ચય
5. તબિયત
6. સુલોચના
In simple words: This exercise requires you to correct the spelling errors in the provided Gujarati words.
Exam Tip: Practice common Gujarati spelling rules, especially regarding short and long vowels and consonant conjuncts.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
Answer:
• કાન – કર્ણ
• દિવસ – દિન
• તંદુરસ્તી – સ્વાસ્થ્ય
• કુશળ – ખુશ
• પ્રયત્ન – કોશિશ
• વિરોધ – વાંધો
• પતિ – વર
• ઘર – ગૃહ
• વાણી – બોલી
In simple words: This means writing down another word that has the same or a very similar meaning for each given word.
Exam Tip: Expand your vocabulary by regularly learning synonyms, as it improves both reading comprehension and writing skills.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
Answer:
• સજ્જન × દુર્જન
• દિવસ × રાત
• નીચે × ઊંચે
• ગરમી x ઠંડી
• અશક્ત x સશક્ત
• સંવાદ × વિસંવાદ
In simple words: For each word, you need to write another word that means the exact opposite.
Exam Tip: Recognizing common prefixes and suffixes that create antonyms can greatly assist in vocabulary tasks.
નીચેના સંજ્ઞાવાચક શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો :
Question 1.
1. ઉપવાસ
2. ગંગા
3. વડ
4. સિંહ
5. અહિંસા
Answer:
1. આરોગ્ય માટે ઉપવાસ આવશ્યક છે.
2. ગંગા પવિત્ર નદી છે.
3. વડ મોટું વૃક્ષ છે.
4. સિંહ જંગલનો રાજા છે.
5. અહિંસા પરમ ધર્મ છે.
In simple words: Use each noun in a meaningful sentence to show you understand its usage.
Exam Tip: When forming sentences, ensure that the chosen noun is used correctly in context and that the sentence is grammatically sound.
નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:
Answer:
ગળે પડવું – આળ ચડાવવું; માથે નાખવું
વાક્ય : પોતાના દોષ માટે બીજાના ગળે પડવું ખોટું છે.
પક્ષપાત કરવો – એક તરફ ઢળવું, તરફદારી કરવી
વાક્ય : કોઈની તરફ પક્ષપાત કરવો યોગ્ય નથી.
In simple words: Explain what each idiom means and then use it correctly in a sentence to show its practical application.
Exam Tip: Understand the literal and figurative meanings of idioms to use them accurately in sentences.
નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો:
Question 1. ખબર, દિવસ, અવાજ, સદ્ગુહસ્થ, તબિયત, શરદી, પુત્ર, મહેરબાન
Answer: અવાજ, ખબર, તબિયત, દિવસ, પુત્ર, મહેરબાન, શરદી, સગૃહસ્થ
In simple words: Arrange the given Gujarati words in the correct alphabetical order, as they would appear in a dictionary.
Exam Tip: Memorize the Gujarati alphabet order, including the sequence of vowels and consonants, for quick and accurate sorting.
શરદીના પ્રતાપે પાઠ-પરિચય :
શરદીના પ્રતાપે શબ્દાર્થ :
Answer:
• સદ્દગૃહસ્થ – સજ્જન, પ્રતિષ્ઠિત માણસ
• ઇન્દ્રિય – વિષયનું જ્ઞાન કરાવનારું શરીરનું અંગ. આવી જ્ઞાનેન્દ્રિયો પાંચ છે: આંખ, કાન, નાક, જીભ અને ચામડી
• કંઠ – ગળું
• પક્ષપાત – તરફદારી
• અશક્ત – નબળું
• તલ્દી – તકલીફ, મહેનત
In simple words: This section provides a list of words from the chapter with their meanings, helping you understand the text better.
Exam Tip: Understanding new vocabulary and their definitions is essential for comprehending the main ideas and nuances of a chapter.
Free study material for Gujarati
Gujarati Class 5 Curriculum Solutions: Chapter 05 શરદીના પ્રતાપે
Accessing Chapter 05 શરદીના પ્રતાપે Solutions
Access structured GSEB textbook solutions for Chapter 05 શરદીના પ્રતાપે. Designed in alignment with the latest academic curriculum for Class 5 Gujarati, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Concept-Driven Answers for Class 5 Gujarati
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 5 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Maximizing Study Efficiency
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 5 Gujarati.
FAQs
The complete and updated GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે is available for free on StudiesToday.com. These solutions for Class 5 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 5 Gujarati. You can access GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે in printable PDF format for offline study on any device.