Download GSEB Solutions for Class 5 Gujarati Chapter 15 સુભાષિતો
Review structured textbook solutions for Class 5 Gujarati Chapter 15 સુભાષિતો. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Access GSEB Solutions and Answers
Access the complete solution PDF for Class 5 Gujarati below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
Question 1. ‘પારકી આશ સદા નિરાશ' – આ કહેવત પહેલા સુભાષિતના આધારે સમજાવો.
Answer: જો આપણે બીજા લોકો પર નિર્ભર રહીએ, તો આપણને હંમેશાં નિરાશા જ મળે છે. આપણે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ. આપણે આપણા કાર્યમાં જેટલો રસ દર્શાવીએ છીએ, એટલો રસ બીજાઓને હોતો નથી; તેથી, બીજાઓની આશા રાખવાથી આપણને દુઃખ અને નિરાશા જ પ્રાપ્ત થાય છે. આથી, સૌએ પોતાનું કામ જાતે જ કરવું જોઈએ; તેમાંથી જ સુખ મળે છે. સ્વાશ્રય એ સુખની ચાવી છે.
In simple words: Relying on others always leads to disappointment. We should do our own work because others don't care as much as we do. Self-reliance is the key to happiness.
Exam Tip: When explaining proverbs, always link them directly to the core message of the related text and provide a clear explanation with supporting reasons.
Question 2. આપણે કેવા ઘેર ન જવું જોઈએ? શા માટે?
Answer: આપણે એવા ઘરે ક્યારેય ન જવું જોઈએ જ્યાં આપણને આવકાર અને સન્માન મળતા નથી. જો કોઈ ઘરમાં ફક્ત પૈસા અને સંપત્તિને જ મહત્વ અપાતું હોય અને માણસો માટે કોઈ પ્રેમભાવ ન હોય, તો ત્યાં જવાથી કોઈ ફાયદો થતો નથી.
In simple words: We should not visit homes where we are not welcomed or respected. It's pointless to go where only wealth matters and there's no affection for people.
Exam Tip: When discussing social conduct, focus on respect and genuine relationships over material possessions.
Question 3. ‘બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય' – એમ શા માટે કહ્યું છે?
Answer: આપણા ભાઈઓ (સંબંધીઓ) સાથે ભલે આપણો બોલવા-ચાલવાનો સંબંધ ન હોય, તેમ છતાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણા સગાં-સંબંધીઓ જ આપણને મદદ કરે છે, તેથી જ કહેવાયું છે: ‘બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય’. આનો અર્થ છે કે, સંકટના સમયે આપણા પોતાના જ કામ આવે છે.
In simple words: Even if we don't speak to our relatives, they often help us in difficult times. That's why the saying means our own kin are our biggest support.
Exam Tip: Highlight the importance of familial bonds, even if relationships are strained, emphasizing their role in times of need.
Question 4. મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય?
Answer: મુશ્કેલ કાર્યને મહેનત અને ખંત વડે સહેલું બનાવી શકાય છે. જો આપણે પૂરા પ્રયત્ન અને લગનથી કામ કરીએ, તો કોઈપણ મુશ્કેલી સરળ બની જાય છે.
In simple words: Hard work and dedication can make difficult tasks easy. With enough effort, any challenge becomes manageable.
Exam Tip: Emphasize keywords like 'diligence' and 'perseverance' when answering questions about overcoming difficulties.
Question 5. 'સૂતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે.' – એમ શા માટે કહેવાય છે?
Answer: જે વ્યક્તિ મહેનત કરતી નથી અને આળસુ બનીને બેસી રહે છે, તેનું નસીબ તેને સાથ આપતું નથી. આવા માણસની ક્યારેય પ્રગતિ થતી નથી, તેથી જ કહેવાય છે કે 'સૂતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે.' આ કહેવત દર્શાવે છે કે નસીબ પણ સક્રિય લોકોનો જ સાથ આપે છે.
In simple words: A lazy person's luck remains inactive. Those who don't work hard never progress, so it's said that a sleeping person's fortune also sleeps.
Exam Tip: Connect the proverb to the importance of action and effort, explaining that success rarely comes without personal initiative.
2. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો:
Question 1. (i) આવ :
(ii) આદર :
(iii) નેહ :
(iv) કંચન :
(v) નયન :
(vi) ઉદ્યમ :
Answer:
(i) આવ : આવકાર
(ii) આદર : સત્કાર, સન્માન
(iii) નેહ : સ્નેહ
(iv) કંચન : સોનું
(v) નયન : આંખ
(vi) ઉદ્યમ : મહેનત
In simple words: Find words that have the same meaning for each given word. For example, 'Aav' means 'welcome', 'Aadar' means 'respect', and 'Udyam' means 'hard work'.
Exam Tip: When providing synonyms, ensure they accurately reflect the original word's meaning in context. Practice regularly to build a strong vocabulary.
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
Question 1. (i) કંજૂસ ×
(ii) કડવું ×
(iii) શીતળ ×
(iv) આદર ×
(v) મુશ્કેલ ×
(vi) વધવું ×
Answer:
(i) કંજૂસ × ઉદાર
(ii) કડવું × મીઠું
(iii) શીતળ × ઉષ્ણ
(iv) આદર × અનાદર
(v) મુશ્કેલ × સરળ
(vi) વધવું × ઘટવું
In simple words: For each word, write its opposite. For example, the opposite of 'miser' is 'generous', and the opposite of 'bitter' is 'sweet'.
Exam Tip: Understand the exact meaning of the given word before finding its antonym to avoid common mistakes.
4. સુભાષિતોની પંક્તિમાં આવેલા પ્રાસવાળા શબ્દો શોધીને લખો:
ઉદા. કરવું -રળવું
Question 1. (i) ઝૂઝવું –
(ii) નેહ –
(iii) છાંય –
(iv) બેઠાનું –
(v) જાય –
Answer:
(i) ઝૂઝવું – વધવું
(ii) નેહ – મેહ
(iii) છાંય – બાંય
(iv) બેઠાનું – સૂતેલાનું
(v) જાય – થાય
In simple words: Identify the rhyming words from the lines of the Subhashit (proverb). For example, 'Jujavu' rhymes with 'Vadhvu', and 'Neh' rhymes with 'Meh'.
Exam Tip: Pay attention to the sound and rhythm of the words within the poetic lines to correctly identify rhyming pairs.
5. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો:
Question 1. (i) મુશ્કેલ
(ii) જૂઠું
(iii) શીતળ
(iv) ભાગ્ય
(v) નયન
Answer:
(i) મુશ્કેલ – મહેનતથી મુશ્કેલ કાર્ય પણ સરળ બની જાય છે.
(ii) જૂઠું – જૂઠું બોલીને આપણે આપણી જાતને છેતરવી ન જોઈએ.
(iii) શીતળ – ગરમીના દિવસોમાં શીતળ પવન કોને ન ગમે?
(iv) ભાગ્ય – જેના ભાગ્યમાં જે લખ્યું હોય તે જરૂર થાય છે.
(v) નયન – રાણી રૂપમતીના નયન મૃગલીના નયન જેવાં હતાં.
In simple words: Create a sentence using each given word. For example, 'Muskel' (difficult) can be used to say 'Difficult tasks become easy with hard work'.
Exam Tip: Ensure your sentences are grammatically correct and clearly convey the meaning of the word in a relevant context.
6. બે દુહા કે સુભાષિતો લખો.
Question 1. બે દુહા કે સુભાષિતો લખો.
Answer:
1. શમે ના વેર વેરથી, ટળે ના પાપ પાપથી;
ઔષધ સર્વ દુઃખનું, મૈત્રીભાવ સનાતન.
2. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન;
સાગરને નદીઓ ભજે; છોડી ઊંચાં સ્થાન.
In simple words: Write two proverbs or couplets. The first one talks about how hatred doesn't end with hatred, and friendship is the cure for all sorrows. The second one says that humility pleases everyone, and rivers seek the ocean, leaving high places.
Exam Tip: Memorize a few popular Subhashitos or couplets, understanding their meaning, so you can easily recall them when asked.
Std 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો Additional Important Questions and Answers
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
Question 1. આપણું કામ આપણે કેવી રીતે કરવું જોઈએ ?
A. જાતે
B. પરોક્ષ
C. પરાવલંબનથી
D. કમાણી કરીને
Answer: (A) જાતે
In simple words: We should always complete our work independently, without relying on others for help.
Exam Tip: For multiple-choice questions, always select the option that directly and accurately answers the question based on the chapter's teachings.
Question 2. જે ઘેર આવકાર કે આદર ન હોય, તે ઘેર આપણે શું કરવું જોઈએ?
A. તે ઘેર ન જવું જોઈએ.
B. તે ઘેર જવું જોઈએ.
C. વરસાદ વેળા જવું જોઈએ.
D. ગરીબ થઈને જવું જોઈએ.
Answer: (A) તે ઘેર ન જવું જોઈએ.
In simple words: If a house does not offer welcome or respect, it is best not to visit it at all.
Exam Tip: Remember the social etiquette described in the lessons; avoid places where respect is not shown.
Question 3. ‘બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય’ – અહીં ‘પોતાની બાંયનો અર્થ શું થાય છે?
A. હાથ
B. ભુજા
C. મદદ કરનાર
D. શરીર પરના કાપડ સમાન
Answer: (C) મદદ કરનાર
In simple words: In the proverb, 'one's own arm' refers to someone who provides support and help, usually a family member.
Exam Tip: Understand the idiomatic meanings within proverbs; 'baany' here signifies support, not a literal arm.
Question 4. કોનું નસીબ ચાલતું રહે છે?
A. નસીબદારનું
B. ઉદ્યમ કરનારનું
C. વિદ્યા મેળવનારનું
D. પૈસાદારનું
Answer: (B) ઉદ્યમ કરનારનું
In simple words: The fortune of a person who works hard and is diligent always keeps moving forward and improving.
Exam Tip: Relate the question to the concept of karma and effort; fortune favors those who are industrious.
Question 5. પંક્તિ પૂરી કરો : 'હોય કામ મુશ્કેલ પણ .....'
A. ઉદ્યમથી ઝટ થાય.
B. કદી ન ફોગટ જાય.
C. ચાલ ભાગ્ય ચલત્તનું.
D. જાત વિના સૌ જૂઠું જી.
Answer: (A) ઉદ્યમથી ઝટ થાય.
In simple words: Even if a task is challenging, it can be quickly completed through consistent effort and hard work.
Exam Tip: When completing couplets, choose the option that maintains the poetic rhythm and meaning of the original proverb.
કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો:
Question 1. (i) જાતે કરવું, જાતે __________ (રળવું, રડવું)
(ii) આવ નહિ, __________ દિલમાં હોય. (આ દર, આદર)
(iii) __________ જો કદી ન ફોગટ જાય. (ખત, ખંત)
Answer:
(i) જાતે કરવું, જાતે રળવું
(ii) આવ નહિ, આદર દિલમાં હોય.
(iii) ખંત જો કદી ન ફોગટ જાય.
In simple words: Fill in the blanks with the correct word from the options. For example, 'Jaate karvu, jaate ralvu' means 'Do it yourself, earn yourself'.
Exam Tip: Read the full sentence carefully to understand the context and choose the most appropriate word that fits both meaning and grammar.
Question 2. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો: બેસે છે ભાગ્ય __________ ભાગ્ય ચલત્તનું.
Answer: બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું;
સૂતેલાનું દીસે સૂતું, ચાલે ભાગ્ય ચલત્તનું.
In simple words: Complete the poetic lines, which explain that fortune is linked to one's actions. It says a sitting person's luck sits, a standing person's luck stands, a sleeping person's luck sleeps, and an active person's luck keeps moving.
Exam Tip: To complete poetic lines, recall the full verse from memory, paying close attention to the rhyming scheme and thematic flow.
નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો :
Question 1. નયન, નેહ, ઉદ્યમ, ફોગટ, શીતળ
Answer: ઉદ્યમ, નયન, નેહ, ફોગટ, શીતળ
In simple words: Arrange the given Gujarati words in alphabetical order, based on the Gujarati script.
Exam Tip: Familiarize yourself with the exact alphabetical order of the Gujarati alphabet to accurately sequence words.
સુभाषితో Summary in Gujarati
સુભાષિતો પાઠ-પરિચય :
સુભાષિતોની સમજૂતી
1. આપણું કાર્ય આપણે જાતે જ કરવું જોઈએ. જાતે જ કમાણી કરવી જોઈએ. પોતાની જાત સિવાયનું બીજું બધું વ્યર્થ છે. પ્રતિકૂળતાઓની સામે જાતે જ ઝઝૂમવું જોઈએ. જાતમહેનતથી આગળ વધવું જોઈએ. આમ પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ.
2. જ્યાં આવકાર અને આદર ન હોય, જ્યાં આંખોમાં પ્રેમભાવ ન હોય, તેવા ઘરે ક્યારેય ન જવું જોઈએ. પછી ભલેને તે ઘેર સોનાનો વરસાદ વરસતો હોય! (એ ખૂબ ધનવાન હોય.)
3. લીમડા કડવા હોય છે, પણ તેની છાયા શીતળ હોય છે. (તેવી જ રીતે) આપણા ભાઈ-બહેન (આપણી સાથે) બોલતાં-ચાલતાં ન હોય તોપણ તેઓ આપણી બાંય (મદદગાર) છે. (છેવટે તો આપણા ભાઈઓ જ આપણને મદદ કરે છે.)
4. જે બેસી રહે છે તેનું નસીબ બેસી જાય છે. જે ઊભો રહે છે તેનું નસીબ ઊભું રહે છે. જે સૂઈ રહે છે તેનું નસીબ સૂતેલું રહે છે. પણ જે ચાલે છે (જીવનમાં ઉદ્યમ કરે છે), તેનું નસીબ ચાલતું રહે છે. (ઉદ્યમ કરનારની જ પ્રગતિ થાય છે.)
5. કાર્ય ભલે ગમે તેટલું મુશ્કેલ હોય પણ તે મહેનતથી ઝડપથી થઈ જાય છે. જો આપણા દિલમાં ખંત (કામ કરવાની ચીવટ) હોય, તો તે ક્યારેય નિષ્ફળ જતી નથી.
સુભાષિતો શબ્દાર્થ :
- જાતે – પોતે
- રળવું – કમાવું
- ઝૂઝવું – (કામમાં) મચ્યા રહેવું જોરદાર લડત આપવી
- ઉદ્ધરવું – સંકટ કે આફતમાંથી છૂટવું, મુક્ત થવું
- આવ – આદર, આવકાર
- નયનમાં – આંખમાં
- નેહ – સ્નેહ, પ્રેમ
- કંચન – સોનું
- મેહ – વરસાદ
- શીતળ – ઠંડી
- છાંય – છાંયો
- બાંધવ – ભાઈ, સગા
- અબોલડા – બોલવું-ચાલવું નહિ, નારાજગી
- બાંય – હાથ, (અહીં) મદદગાર; સહાયક
- ભાગ્ય – નસીબ
- દીસે – દેખાય
- ચલત્તનું – ચાલનારનું
- ઉદ્યમ – યત્ન, મહેનત
- ખંત – ચીવટ, કાળજી
- ફોગટ – નકામું, વ્યર્થ
Free study material for Gujarati
GSEB Solutions for Class 5 Gujarati Chapter 15 સુભાષિતો
Official GSEB Solutions for Chapter 15 સુભાષિતો
Explore reliable textbook solutions for Chapter 15 સુભાષિતો tailored for Class 5 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.
Step-by-Step Explanations for Chapter 15 સુભાષિતો
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 5 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Next Steps in Your Gujarati Revision
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 5 Gujarati.
FAQs
The complete and updated GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો is available for free on StudiesToday.com. These solutions for Class 5 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 5 Gujarati. You can access GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો in printable PDF format for offline study on any device.