GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 2

Get the most accurate GSEB Solutions for Class 4 Gujarati ફરી એક લટાર 2 here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 4 Gujarati. Our expert-created answers for Class 4 Gujarati are available for free download in PDF format.

Detailed ફરી એક લટાર 2 GSEB Solutions for Class 4 Gujarati

For Class 4 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 4 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these ફરી એક લટાર 2 solutions will improve your exam performance.

Class 4 Gujarati ફરી એક લટાર 2 GSEB Solutions PDF

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

 

Question 1. મિન્ટુએ રામજીબાપાને ત્યાં કેવા પ્રકારનો ગોળ જોયો?
Answer: મિન્ટુએ રામજીબાપાના ઘરે તાજો, ચીકણો, ગરમ, લાલ, આછો પીળો, સુગંધિત અને મીઠો ગોળ જોયો હતો.
In simple words: Mintu saw fresh, sticky, warm, reddish, light yellow, fragrant, and sweet jaggery at Ramjibapa's place.

Exam Tip: When describing items, use a variety of adjectives to make the description rich and complete, covering aspects like freshness, texture, temperature, color, and taste.

 

Question 2. મિજુ મંકોડો કેમ લોહીલુહાણ થઈ ગયો? તેને કોણે બચાવ્યો? કઈ રીતે?
Answer: એકવાર સાંજે મિજુ નિશાળેથી ઘરે આવ્યો અને તેની માતા પાસે ગોળ ખાવા માગ્યો. માતાએ ઘરમાં ગોળ ન હોવાથી તેને ભાખરી અને શાક ખાવાનું કહ્યું. તેથી, મિજુ ગુસ્સે થઈ ગયો અને નારાજ થઈ ગયો. ગુસ્સામાં તેણે પોતાની પીઠ પર બચકું ભર્યું. તેને પક્કડ છોડતા ન આવડતા તે લોહીલુહાણ થઈ ગયો. તેની માતા મંછીએ માંડ માંડ બે આંકડા છૂટા પાડી તેને બચાવ્યો.
In simple words: Miju the ant got very angry when his mom didn't have jaggery, so he bit his own back and got hurt. His mom, Manchi, helped him by separating his grip.

Exam Tip: Always describe the full sequence of events, including the cause, the incident, and the resolution, to provide a clear and complete answer.

 

Question 3. તૃપ્તિની બહેનપણીઓને શાની નવાઈ લાગી હશે?
Answer: તૃપ્તિ "આવ, આવ" બોલી અને તરત જ જામફળ અને બંગડીઓ તેની પાસે ખસવા માંડ્યાં. તૃપ્તિ જાણે જાદુ કરતી હોય તેવું લાગતા તેની બહેનપણીઓને આશ્ચર્ય થયું હશે.
In simple words: Trupti's friends were surprised because when Trupti said "come, come," guavas and bangles moved towards her, making it seem like she had magic powers.

Exam Tip: Focus on the cause and effect in such questions – what action led to what reaction or feeling among others?

 

Question 4. ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો?
Answer: ભીષ્મના નવા બંગલાની આસપાસ ઘણાં વૃક્ષો અને છોડ હતાં. આથી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો હતો. તેને ત્યાંના જંગલમાં શિકાર કરવા માટે ખુલ્લું મેદાન મળતું હતું.
In simple words: Bodhraj often went to Bhishma's new bungalow because there was a lot of greenery nearby, offering him an open area for hunting.

Exam Tip: When a "why" question is asked, clearly state the reason provided in the text without adding outside information.

 

Question 5. ભીષ્મ તેના ગોદામને કબૂતરખાનું કેમ કહે છે?
Answer: ભીષ્મ પોતાના ગોદામને કબૂતરખાનું કહે છે, કેમ કે તેના ગોદામમાં તેનો વધારાનો સામાન પડેલો રહેતો હતો. ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયો હતો, ત્યાં એક માળો હતો. ગોદામની જમીન પક્ષીઓનાં પીંછાં અને હગારથી તેમજ માળામાંથી પડેલાં તણખલાં અને ફૂટેલાં ઇંડાંનાં કોચલાંથી ઢંકાયેલી હતી.
In simple words: Bhishma called his warehouse a "pigeon house" because it was full of his extra things, had a broken window, a nest, and the floor was covered with bird feathers, droppings, straw, and broken eggshells.

Exam Tip: Provide all specific details mentioned in the text to justify why something is named or described in a certain way.

 

Question 6. દેશી રમતો એટલે કેવી રમતો? ઓછામાં ઓછાં બે લક્ષણો લખો.
Answer: દેશી રમતો એટલે પોતાના દેશની જૂની રમતો. તેનાં બે લક્ષણો આ મુજબ છે:
1. આ રમતો માટે કોઈ ખાસ જગ્યાની જરૂર પડતી નથી, ગમે ત્યાં તે રમી શકાય છે.
2. આ રમતો માટે કોઈ ખાસ સાધનોની જરૂર પડતી નથી, જેનાથી ખર્ચ બચે છે.
In simple words: Traditional games are old games from our own country. Two things about them are: you don't need a special place to play them, and you don't need expensive equipment, which saves money.

Exam Tip: When asked to list characteristics, ensure each point is distinct and clearly explains a feature of the concept.

 

Question 7. કૃષ્ણનો બચાવ કોણ કરે છે? કૃષ્ણના બાપુજીનું નામ શું છે?
Answer: કૃષ્ણનો બચાવ બળભદ્ર કરે છે. કૃષ્ણના બાપુજીનું નામ વસુદેવ છે.
In simple words: Balbhadra saves Krishna. Krishna's father's name is Vasudeva.

Exam Tip: For factual questions about characters and relationships, provide direct and accurate names as given in the story.

 

Question 8. ટૉમને ઊંઘમાંથી કોણે જગાડ્યો? કેમ?
Answer: ટૉમને ઊંઘમાંથી પોલીમાસીએ જગાડ્યો, કેમ કે રવિવારનો દિવસ હતો. ટૉમને રજા હતી. આજે તેમને બહારની દીવાલ રંગવાની હતી. પોલીમાસીએ ચૂનો અને પીંછી તૈયાર રાખ્યાં હતાં. આજે ટૉમે તે કામ પૂરું કરવાનું હતું.
In simple words: Aunt Polly woke Tom up from his sleep because it was Sunday, his day off, and he had to paint the outside wall, for which Aunt Polly had already prepared the lime and brush.

Exam Tip: Include all relevant details from the story that explain 'who,' 'what,' and 'why' for a comprehensive answer.

 

Question 9. બપોર સુધીમાં આખી દીવાલ ત્રણ વાર કેવી રીતે રંગાઈ શકી?
Answer: ટૉમે દીવાલ રંગવાનું કામ પૂરું કરવા માટે એક યુક્તિ વિચારી. તેની યુક્તિ સફળ થઈ. તેણે બેનને દીવાલ રંગવા દેવાના બદલામાં એક સફરજન આપ્યું. બિલી પાસેથી પતંગ લઈ તેને દીવાલ પર ચૂનો લગાવવાનું કામ સોંપ્યું. એ જ રીતે તેણે જોની પાસેથી લખોટીઓ લીધી. આમ, બપોર સુધીમાં આખી દીવાલ ત્રણ વાર રંગાઈ શકી.
In simple words: Tom used a trick to get the wall painted. He gave an apple to Ben, a kite to Billy, and marbles to Johnny, letting them paint in return. This way, the whole wall was painted three times by noon.

Exam Tip: When explaining a process, describe each step clearly, indicating who did what and what was exchanged.

 

Question 10. અટકચાળા પવનની આખી વાત ફરિયાદ તરીકે લખો.
Answer: અરે! આ તોફાની પવનિયાથી તો હું બહુ હેરાન થઈ ગઈ છું. એ તોફાની રોજ રાતે સુસવાટા કરતો દોડી આવે છે. ઘર બંધ કરું તો ઘરની સાંકળ ખખડાવે છે, તાળું પણ ખખડાવે છે. એની ઝાપટથી દીવો ઓલવાઈ જાય છે અને ઘરનાં નળિયાં પણ ખખડાવે છે. અરે, તે વૃક્ષોને પણ ડોલાવી નાખે છે! આ બધાથી મને બહુ મુશ્કેલી પડે છે.
In simple words: Oh! This mischievous wind bothers me a lot. Every night it rushes in with a whoosh, shaking door latches and locks. It puts out lamps and rattles roof tiles, even making trees sway. It causes me great trouble.

Exam Tip: When writing a complaint, list all the specific nuisances or problems caused by the subject, making sure to describe the effects clearly.

 

Question 11. આખા પુસ્તકમાંથી તમને કઈ વાર્તા સૌથી વધુ ગમી અને કેમ?
Answer: આખા પુસ્તકમાંથી મને ‘આવ, આવ’ – ‘જા, જા’ વાર્તાને પહેલો નંબર આપું, કેમ કે આ વાતમાં જાણવા મળ્યું તેમ કોઈ જાદુ કે ચમત્કાર હોતો નથી. તેમાં માત્ર ચાલાકી અને કરામત હોય છે, તેથી હવે હું જાદુ કે ચમત્કારમાં નહીં માનું. ‘મોસમ આવી મહેનતની’ કવિતાને પણ પહેલો નંબર આપું, કેમ કે આ કવિતામાં માણસ જેવી મહેનત કરશે તેવું કુદરત એને ફળ આપશે. આપણે સૌ સાથે મળીને કામ કરીશું, તો આપણો દેશ સુખી થશે તેવી વાત કરવામાં આવી છે.
In simple words: From the whole book, I liked 'Aav, Aav' – 'Jaa, Jaa' the most, because it shows that there is no magic, only cleverness. I also liked the poem 'Mausam Aavi Mahenatni' because it teaches that hard work brings rewards, and if we work together, our country will prosper.

Exam Tip: When asked to choose a favorite and explain why, provide specific reasons and examples from the story or poem that support your choice, highlighting the message or lesson learned.

 

2. સંવાદ વાંચો. આપેલ શબ્દ માટેનો અર્થ શોધી લખો :

 

Question 2. (1) ખિજાવું : ચિડાવું. સૌમિલ : અરે પૃથ્વી ! તું આટલો બધો ગુસ્સે કેમ થાય છે? પૃથ્વી : જો ને, પેલો મૌલિક મને 'ચોટલી... એ એય ચોટલી' કહીને ખીજવે છે. સૌમિલ : એ ભલે ને બોલે. તું અકળાવાનું છોડી દે એટલે એ પોતાની જાતે જ બોલતો બંધ થઈ જશે.
Answer: શબ્દ "ખિજાવું" નો અર્થ "ચિડાવું" થાય છે. આ સંવાદમાં પૃથ્વી ગુસ્સે થાય છે કારણ કે મૌલિક તેને 'ચોટલી' કહીને ખીજવે છે. સૌમિલ પૃથ્વીને સમજાવે છે કે જો તે શાંત રહેશે, તો મૌલિક તેને ખીજવવાનું બંધ કરી દેશે.
In simple words: The word "khijavu" means "to annoy" or "to tease." In this talk, Prithvi is angry because Maulik is teasing her by calling her 'Chotli'. Soumil tells Prithvi to calm down, and Maulik will stop teasing her on his own.

Exam Tip: When given a definition within a dialogue, first clearly state the definition, then briefly explain how it fits the context of the conversation.

 

Question 2. (2) રિસાવું: ક્રોધથી નારાજ થવું. સેરેના : મુસ્કાન, આ રેયાંશ કેમ મોં ફુલાવીને બેઠો છે ને રમવા પણ આવતો નથી? આરોન : એને નવી સાયકલ જોઈએ છે અને એના પપ્પાએ લાવવાની ના પાડતાં તે રિસાઈ ગયો છે. સેરેના : તે નારાજ થવાથી સાયકલ થોડી મળી જાય !
Answer: શબ્દ "રિસાવું" નો અર્થ "ક્રોધથી નારાજ થવું" થાય છે. આ સંવાદમાં રેયાંશ ગુસ્સે થઈને બેઠો છે કારણ કે તેના પપ્પાએ તેને નવી સાયકલ અપાવવાની ના પાડી છે. સેરેના કહે છે કે ફક્ત નારાજ થવાથી સાયકલ મળશે નહીં.
In simple words: The word "risavu" means "to be angry" or "to be upset." In this conversation, Reyansh is upset because his dad won't buy him a new bicycle. Serena points out that simply being upset won't get him a bike.

Exam Tip: For dialogue-based questions, identify the core meaning of the given word and then relate it to the character's actions or feelings in the conversation.

 

3. અધૂરાં વાક્ય પૂરાં કરો :

 

Question 1. અધૂરાં વાક્ય પૂરાં કરો:
1. શેરીને નાકે આવેલી દુકાનને અમે ....................................
2. તે ખેલાડીનું નામ .................................... છે. પણ બધા તેને .................................... તરીકે ઓળખે છે.
3. ચાર રસ્તા પર .................................... ની પ્રતિમા છે.
4. રાજેશભાઈ પોતાની બાઈકને .................................... કહે છે.
5. અમે એક કાચબી પાળી છે અને તેનું નામ .................................... રાખ્યું છે.
Answer:
1. શેરીને નાકે આવેલી દુકાનને અમે 'સુપર માર્કેટ’ કહીએ છીએ.
2. તે ખેલાડીનું નામ રોહિત શર્મા છે. પણ બધા તેને ‘હિટમૅન' તરીકે ઓળખે છે.
3. ચાર રસ્તા પર ‘નેતાજી' ની પ્રતિમા છે.
4. રાજેશભાઈ પોતાની બાઈકને ‘મર્સિડીઝ' કહે છે.
5. અમે એક કાચબી પાળી છે અને તેનું નામ ‘હની' રાખ્યું છે.
In simple words: Fill in the blanks with the correct words: (1) We call the shop at the street corner 'Super Market'. (2) That player's name is Rohit Sharma, but everyone knows him as 'Hitman'. (3) There is a statue of 'Netaji' at the crossroads. (4) Rajeshbhai calls his bike 'Mercedes'. (5) We have a pet tortoise named 'Honey'.

Exam Tip: Read the entire sentence carefully to understand the context and choose the most appropriate word or phrase to complete it accurately.

 

4. ચિત્ર જોઈ તે ખાનામાં ‘સવાર” કાવ્યની ક્રમ લખો :

 

Question 1. ચિત્ર જોઈ તે ખાનામાં ‘સવાર” કાવ્યની ક્રમ લખો :
Answer: ૨, ૬, ૧૦, ૧૪
In simple words: Look at the pictures and write the correct sequence numbers from the poem "Savar" in the boxes. The correct sequence is 2, 6, 10, 14.

Exam Tip: When matching images to poem lines, understand the theme of each line and look for visual cues that represent those themes.

 

5. લખો : સાંજ પછી ...

 

Question 1. કૂતરાં શું કરે?
Answer: કૂતરાં સુરક્ષિત જગ્યા શોધીને આરામ કરે છે.
In simple words: Dogs find safe places to rest.

Exam Tip: For simple, direct questions, provide a concise and accurate answer based on common knowledge or the given text.

 

Question 2. તમારા ફળિયા ! સોસાયટીમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય?
Answer: અમારા ફળિયા / સોસાયટીમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ થાય છે:

  • લોકો કામધંધેથી ઘરે પાછા આવે છે.

  • બાળકો જાતજાતની રમતો રમે છે.

  • વૃદ્ધો શાંતિથી બેસીને વાતાવરણની મજા માણે છે.

  • યુવાનો ભેગાં મળીને ચર્ચા કરે છે.

In simple words: In our neighborhood or society, these activities happen: people return home from work, children play different games, elderly people sit peacefully enjoying the atmosphere, and young people gather to chat.

Exam Tip: When asked to list activities, use bullet points for clarity and ensure each point describes a distinct activity.

 

6. પક્ષીઓ વિશે બોધરાજને કઈ કઈ વાત ખબર હતી ? કેવી રીતે ? જોડકાં જોડો :

 

Question 1. જોડકાં જોડો:
(અ)
1. કયું પક્ષી ક્યા વિસ્તારનું છે ?
2. કયો માળો કયા પક્ષીનો છે ?
3. પક્ષી બચ્ચાં કઈ રીતે ઉછેરે ?
4. પક્ષીના બચ્ચાને આપણાથી અડાય નહીં.
5. પક્ષીઓ પોતાનાં બચ્ચાને શોધી કાઢતાં હોય છે,
(બ)
(અ) તે ચણ લેવા ગયાં હશે. હમણાં પાછાં ફરશે.
(બ) તેઓ શોધી કાઢશે.
(ક) આ કાબરનો માળો છે.
(ડ) પોતે પણ હાથથી એમને અડક્યો નહીં.
(ઈ) જો એ બ્રાહ્મણી કાબર છે. આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે.
Answer:

1. કયું પક્ષી કયા વિસ્તારનું છે ?(ઈ) જો એ બ્રાહ્મણી કાબર છે. આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે.
2. કયો માળો કયા પક્ષીનો છે ?(ક) આ કાબરનો માળો છે.
3. પક્ષી બચ્ચાં કઈ રીતે ઉછેરે ?(અ) તે ચણ લેવા ગયાં હશે. હમણાં પાછાં ફરશે.
4. પક્ષીના બચ્ચાને આપણાથી અડાય નહીં.(ડ) પોતે પણ હાથથી એમને અડક્યો નહીં.
5. પક્ષીઓ પોતાનાં બચ્ચાને શોધી કાઢતાં હોય છે,(બ) તેઓ શોધી કાઢશે.

In simple words: This question asks to match sentences from column 'A' with the correct statements from column 'B'. The correct pairs are: (1) Which bird belongs to which area? matches (E) If it's a brahminy myna, it's rarely seen in this area. (2) Whose nest is this? matches (C) This is a myna's nest. (3) How do birds raise their young? matches (A) They must have gone to gather food; they will be back soon. (4) We shouldn't touch baby birds. matches (D) He himself didn't touch them with his hand. (5) Birds find their own young. matches (B) They will find them.

Exam Tip: For matching questions, read both columns carefully to understand the context and make logical connections. Ensure each item is matched only once and correctly.

 

7. વાક્યોમાં જે ભૂલ છે તે સુધારીને લખો. ગાઢા અક્ષરે છાપેલ અક્ષર બદલવાનો નથી.

 

Question 1. જિગીષા ચેસ રમતું ત્યારે નાની જીગર લખોટી રમતું.
Answer: જિગીષા ચેસ રમતી ત્યારે નાનો જીગર લખોટી રમતો.
In simple words: Jigyasa was playing chess, and little Jigar was playing marbles. (Correcting gender and number agreement in verbs and nouns).

Exam Tip: Pay close attention to gender and number agreement in Gujarati verbs and nouns. The verb form changes based on the gender and number of the subject.

 

Question 2. ભાઈ-બહેન બંને બિચારીએ ઘણું જોર કર્યું પણ તે કુદી ના શક્યું
Answer: ભાઈ-બહેન બંને બિચારાંએ ઘણું જોર કર્યું પણ તે કૂદી ના શક્યાં.
In simple words: Both the brother and sister tried very hard but could not jump. (Correcting the gender/number of the noun "બિચારીએ" and the verb "કુદી ના શક્યું").

Exam Tip: When referring to a mixed group (brother-sister), ensure that collective nouns and verbs agree with the plural, mixed-gender form, often defaulting to masculine plural for verbs.

 

Question 3. મોટાં બહેન આવી એટલે ઘરમાં બધાં વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ.
Answer: મોટાં બહેન આવ્યા એટલે ઘરમાં બધાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયાં.
In simple words: When the elder sister arrived, everyone in the house got organized. (Correcting the verb for a plural subject).

Exam Tip: Ensure that verbs correctly reflect the number (singular/plural) and gender of the subject they refer to in a sentence.

 

Question 4. કુંભાર થાકી ગઈ, પણ ગધેડો ટસનું મસ ના થયું.
Answer: કુંભાર થાકી ગયો, પણ ગધેડો ટસના મસ ના થયો.
In simple words: The potter got tired, but the donkey didn't budge. (Correcting the gender agreement for "potter" and the verb "thaki gai", and for "gadhedo" and "tasnu mas na thayu").

Exam Tip: Always check the gender of the noun to ensure that the adjectives and verbs used with it are in the correct corresponding gender form.

 

Question 5. મોટી ઘટાદાર પીપળા પર ઘણાં જીવજંતુ રહેતો હતો.
Answer: મોટા ઘટાદાર પીપળા પર ઘણાં જીવજંતુ રહેતાં હતાં.
In simple words: Many insects lived on the large, dense Banyan tree. (Correcting the verb for plural "jivjantu").

Exam Tip: When the subject is plural (many insects), the verb must also be in its plural form to maintain grammatical agreement.

 

8. આ ચોપડીમાં અત્યાર સુધીમાં કેટલી વાર્તાઓ વાંચી? કહો. વાક્ય કઈ વાતનું છે ? ઓળખી કાઢો. તે વાર્તામાંથી તે વાક્ય શોધી અહીં લખો. બંને વાક્યો સરખાવો. તેમાં કયા શબ્દો બદલાયેલા હતા? કેમ?

 

Question 1. વાક્ય સુધારો અને વાર્તા સાથે સરખાવો.

ભૂલવાળું વાક્યવાર્તાવાર્તામાંનું વાક્ય
1. એવામાં બકરીની એક બચ્ચું આમ તેમ કૂદકા મારતી હતી.સાચો બેટો – ખોટો બેટોએવામાં એક બકરીનું બચ્ચું આમતેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું.
2. રામજીબાપુએ હસીને કહ્યું, “એને મારી પાસે મૂકતી જા.”મિર્જુભાઈ ગોળવાળારામજીબાપાએ હસીને કહ્યું, “એને મારી પાસે મુકતાં જાઓ.”
3. કૂકડાં ચકિત થઈ ગયા. કૂકડાં ભણવાનું ભૂલી ગયાં.કૂકડીને કલગી ઊગે?કૂકડી ચક્તિ થઈ ગઈ. કૂકડી ચણવાનું ભૂલી ગઈ.
4. સવાર થઈ મજૂર કામે લાગી ગયો.મિડુભાઈ ગોળવાળાસવાર થઈ. મજૂરો કામે લાગી ગયા.
5. જેમ મારાં બચ્ચાં મને વહાલાં છે તેમ સૌને પોતપોતાનાં બચ્ચાં વહાલાં હોય.સાચો બેટો – ખોયે બેટોજેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય.

In simple words: This table compares incorrect sentences with their correct versions from specific stories, highlighting the changes. For example, in the first row, "બચ્ચું આમ તેમ કૂદકા મારતી હતી" (a baby goat was jumping around) is corrected to "બચ્ચું આમતેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું" (a baby goat was seen jumping around), changing the verb form and adding context. In the second row, "મૂકતી જા" (keep it) is corrected to "મુકતાં જાઓ" (keep going), changing the instruction to plural. In the third, "કૂકડાં" (roosters) is corrected to "કૂકડી" (hen) to match the story. In the fourth, "મજૂર કામે લાગી ગયો" (labourer started work) is corrected to "મજૂરો કામે લાગી ગયા" (labourers started work), changing to plural. In the fifth, "મારાં બચ્ચાં મને વહાલાં છે" (my babies are dear to me) is corrected to "મારું બચ્ચું મને વહાલું છે" (my baby is dear to me), changing from plural to singular.

Exam Tip: When identifying and correcting errors, pay close attention to grammatical agreement (gender, number), appropriate vocabulary, and the exact phrasing used in the original text or story.

 

કયો વિકલ્પ રાખીએ તો વાક્ય સાચું બને? ખોટો વિકલ્પ છેકો :

 

Question 1. ખૂબ જૂના સમયની વાત હર્તી / છે. ચેતન અને લીલા નામના ભાઈ-બહેન હતાં / છે. તેઓ ઘરના આંગણામાં રમતાં હતાં. રમતાં રમતાં બપોર થ્રશે / થઈ. તડકો વધી ગયો છે કર્યા છે. ચેતન અને લીલાને ગરમી લાગે છે / લાગશે. ચેતન-લીલા કહે, “સૂરજદાદા, તમે બહુ તાકાતવાળા હતા / છો?” સૂરજ કહે, “હાસ્તો. જોયું નહીં ! તમે કેવાં દાઝયાં / દાઝધશો?” ચેતન-લીલા પૂછે, “હા, હોં! તો પછી વાદળ તમને કેમ ઢાંકે છે / ઢાંકતું હતું?” સૂરજ કહે, “ઓહ ! તો કદાચ વાદળ વધારે તાકાતવાળું હશે / હતું !” ચેતન-લીલાએ વાદળને પૂછ્યું, “વાદળભાઈ, તમે બહુ તાકાતવાળા ગણાઓ / ગણાશો?” વાદળ કહે, “હાસ્તો વળી! જોયું નહીં, સૂરજને કેવો ઢાંકી દઈશ / દીધો?” ચેતન-લીલાએ પૂછયું, “તો પછી પવન વખતે તમે કેમ વેરાઈ જાય છે / જાઓ છો?” વાદળ કહે, “એ સાચું ! તો કદાચ પવન વધારે તાકાતવાળો હશે / હતો.” ચેતન-લીલાએ પવનને પૂછશો / પૂછ્યું, “પવનભાઈ, તમે બહુ શક્તિશાળી, કેમ?” પવન કહે, “હાસ્તો ! જોયું નહીં, વાદળોને એક જ ઝપાટે ક્યાંનાં ક્યાં ઉડીને લઈ જાઉં છું / જઈશ.?” ચેતન-લીલાએ કહ્યું, “તો પછી પર્વત આગળ તમે કેમ રોકાઈ જાઓ છો / જઈશ.?” પવન કહે, “તો પછી પર્વત મારાથી વધુ બળવાન હશે / હતો !” ચેતન-લીલાએ પર્વતને પૂછ્યું, “પર્વતદાદા, પર્વતદાદા તમે બહુ શક્તિશાળી?” પર્વતે કહ્યું, “એમાં શું પૂછવાનું? જોયું નહીં, પવન જેવો પવન પણ મારી સાથે બાથ ભીડે છે ત્યારે હારી જાય છે!" ચેતન-લીલા કહે, “તો પછી નાનકડું બીજ તમારી જમીનની અંદર ઊંડે સુધી મૂળ જમાવીને કેવી રીતે ઊતરે છે / મુકશે? તે તમારી જમીન ફાડીને બહાર આવી મોટું વૃક્ષ કેવી રીતે બની જાય છે?” પર્વતે કહ્યું, “તો પછી વૃક્ષ મારાથી વધુ બળવાન હશે!” ચેતન-લીલાએ વૃક્ષને પૂછયું, “વૃક્ષભાઈ, તમે બાહુબલી જેવાં છો / હશે ?' વૃક્ષ કહે, “ના રે હું તો સૂરજની ગરમી, વાદળનાં પાણી, પવનની હવા અને પર્વતની જમીનને લીધે ઊગીશ / ઊગું છું.’’ ચેતન-લીલા કહે, ‘તો તો તમે બધાની શક્તિનો ઉપયોગ કરો છો / કરશો, એમ ને?’’ વૃક્ષ કહે, ‘‘હા, સૂરજ, પવન, વાદળ અને જમીન ભેગાં મળીને મને ઉછેરે છે / ઉછેરશે.”
Answer: ખૂબ જૂના સમયની વાત છે. ચેતન અને લીલા નામના ભાઈ-બહેન હતાં. તેઓ ઘરના આંગણામાં રમતાં હતાં. રમતાં રમતાં બપોર થઈ. તડકો વધી ગયો છે. ચેતન અને લીલાને ગરમી લાગે છે. ચેતન-લીલા કહે, “સૂરજદાદા, તમે બહુ તાકાતવાળા છો?” સૂરજ કહે, “હાસ્તો. જોયું નહીં! તમે કેવાં દાઝયાં!” ચેતન-લીલા પૂછે, “હા, હોં! તો પછી વાદળ તમને કેમ ઢાંકે છે?” સૂરજ કહે, “ઓહ! તો કદાચ વાદળ વધારે તાકાતવાળું હશે!” ચેતન-લીલાએ વાદળને પૂછ્યું, “વાદળભાઈ, તમે બહુ તાકાતવાળા ગણાઓ?” વાદળ કહે, “હાસ્તો વળી! જોયું નહીં, સૂરજને કેવો ઢાંકી દીધો?” ચેતન-લીલાએ પૂછ્યું, “તો પછી પવન વખતે તમે કેમ વેરાઈ જાઓ છો?” વાદળ કહે, “એ સાચું! તો કદાચ પવન વધારે તાકાતવાળો હતો.” ચેતન-લીલાએ પવનને પૂછ્યું, “પવનભાઈ, તમે બહુ શક્તિશાળી, કેમ?” પવન કહે, “હાસ્તો! જોયું નહીં, વાદળોને એક જ ઝપાટે ક્યાંનાં ક્યાં ઉડાડીને લઈ જાઉં છું?” ચેતન-લીલાએ કહ્યું, “તો પછી પર્વત આગળ તમે કેમ રોકાઈ જાઓ છો?” પવન કહે, “તો પછી પર્વત મારાથી વધુ બળવાન હશે!” ચેતન-લીલાએ પર્વતને પૂછ્યું, “પર્વતદાદા, પર્વતદાદા તમે બહુ શક્તિશાળી?” પર્વતે કહ્યું, “એમાં શું પૂછવાનું? જોયું નહીં, પવન જેવો પવન પણ મારી સાથે બાથ ભીડે છે ત્યારે હારી જાય છે!" ચેતન-લીલા કહે, “તો પછી નાનકડું બીજ તમારી જમીનની અંદર ઊંડે સુધી મૂળ જમાવીને કેવી રીતે ઊતરે છે? તે તમારી જમીન ફાડીને બહાર આવી મોટું વૃક્ષ કેવી રીતે બની જાય છે?” પર્વતે કહ્યું, “તો પછી વૃક્ષ મારાથી વધુ બળવાન હશે!” ચેતન-લીલાએ વૃક્ષને પૂછ્યું, “વૃક્ષભાઈ, તમે બાહુબલી જેવાં છો?” વૃક્ષ કહે, “ના રે હું તો સૂરજની ગરમી, વાદળનાં પાણી, પવનની હવા અને પર્વતની જમીનને લીધે ઊગું છું.’’ ચેતન-લીલા કહે, ‘તો તો તમે બધાની શક્તિનો ઉપયોગ કરો છો, એમ ને?’’ વૃક્ષ કહે, ‘‘હા, સૂરજ, પવન, વાદળ અને જમીન ભેગાં મળીને મને ઉછેરે છે.”
In simple words: This passage narrates a conversation between two children, Chetan and Leela, and different elements of nature (Sun, Cloud, Wind, Mountain, Tree). They discuss who is more powerful. The correct words selected make the story flow logically and grammatically. For example, using "છે" for present tense, "હતાં" for past tense, and correct verb forms for questions and statements about relative strength.

Exam Tip: When choosing between options in a passage, consider the tense, mood, and context of each sentence to ensure grammatical accuracy and logical flow.

 

કૌસમાંના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરો :

 

Question 1. કૌસમાંના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરો :
(વિશ, આજીજી, સરપાવ, ભિક્ષા, અપવાદ).
1. લીંબુ ચમચીની રમતમાં આરવ પહેલે નંબરે આવ્યો. તેથી ....................
2. મોહનભાઈને પગે ખૂબ દુઃખતું હતું. પોતાને સાજા કરવા તેઓ ડૉક્ટરને ....................
3. જૂના જમાનામાં વિદ્યાર્થીઓ ....................
4. અમારા ઘરમાં બધાને કેરીનો રસ ભાવે, દુવને જરાય નહીં. ધ્રુવ ....................


Answer:
1. લીંબુ ચમચીની રમતમાં આરવ પહેલે નંબરે આવ્યો. તેથી તેને સરપાવ મળ્યો.
2. મોહનભાઈને પગે ખૂબ દુઃખતું હતું. પોતાને સાજા કરવા તેઓ ડૉકટરને આજીજી કરવા લાગ્યા.
3. જૂના જમાનામાં વિદ્યાર્થીઓ ગુરુકુલમાંથી ભિક્ષા માંગવા જતા.
4. અમારા ઘરમાં બધાને કેરીનો રસ ભાવે, ધ્રુવને જરાય નહીં. ધ્રુવ તેમાં અપવાદ.
In simple words: (1) Aarav came first in the lemon-spoon race, so he received a reward (sarpaav). (2) Mohanbhai's leg was hurting a lot, so he pleaded (aajiji) with the doctor to get well. (3) In olden times, students went to gurukul to beg for alms (bhiksha). (4) Everyone in our house likes mango juice, but Dhruv doesn't at all; Dhruv is an exception (apvaad) in that.

Exam Tip: For fill-in-the-blanks with a word bank, carefully read each sentence and choose the word that best fits the meaning and grammatical structure.

 

“કેમ કે, તેથી” અથવા “કારણ કે'માંથી કોઈ એક શબ્દ વડે વાક્યો જોડોઃ

 

Question 1. માયા ખૂબ ઉતાવળથી લખતી હતી. તેના અક્ષર ખરાબ આવ્યા છે.
Answer: માયા ખૂબ ઉતાવળથી લખતી હતી, તેથી તેના અક્ષર ખરાબ આવ્યા છે.
In simple words: Maya was writing very fast, so her handwriting became messy.

Exam Tip: Use "તેથી" (therefore) to show a result or consequence of an action described in the first part of the sentence.

 

Question 2. આપણે પરસેવો થાય તેટલું તો દરરોજ રમવું જ જોઈએ. સ્વાથ્ય માટે તે જરૂરી છે.
Answer: આપણે પરસેવો થાય તેટલું તો દરરોજ રમવું જ જોઈએ, કારણ કે (કેમ કે) સ્વાથ્ય માટે તે જરૂરી છે.
In simple words: We should play daily until we sweat, because it is necessary for good health.

Exam Tip: Use "કારણ કે" or "કેમ કે" (because) to provide the reason or justification for the statement made in the first part of the sentence.

 

Question 3. જમ્યા પછી છાસ પીવી જોઈએ. તે પીવાથી પાચન જલદી થાય છે.
Answer: જમ્યા પછી છાસ પીવી જોઈએ, કારણ કે તે પીવાથી પાચન જલદી થાય છે.
In simple words: Buttermilk should be drunk after meals, because drinking it helps digestion happen quickly.

Exam Tip: Clearly connect the two parts of the sentence with "કારણ કે" to explain the benefit or reason behind the recommendation.

 

Question 4. હાથી દોડી શકતો નથી. તેનું શરીર ખૂબ ભારે છે.
Answer: હાથી ઝડપથી દોડી શક્તો નથી, કેમ કે તેનું શરીર ખૂબ ભારે છે.
In simple words: An elephant cannot run fast, because its body is very heavy.

Exam Tip: When explaining an inability, use "કેમ કે" to state the underlying physical reason for that limitation.

 

Question 5. ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ગંદા પાણીથી કૉલેરા, મલેરિયા જેવા રોગ થાય છે.
Answer: ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, કેમ કે ગંદા પાણીથી કૉલેરા, મલેરિયા જેવા રોગ થાય છે.
In simple words: Dirty water should be properly disposed of, because dirty water causes diseases like cholera and malaria.

Exam Tip: Emphasize the cause-and-effect relationship between improper disposal and health risks by using "કેમ કે" to link them.

 

“કહે ટમેટું..” કવિતાના આધારે ખાલી જગ્યા પૂરોઃ

 

Question 1. “કહે ટમેટું..” કવિતાના આધારે ખાલી જગ્યા પૂરોઃ
1. સૂરજ પશ્ચિમમાં આથમે છે.
2. નદી પાર કરીને સામે કાંઠે જઈએ ત્યારે બીજું ગામ આવે.
3. સચિનને મામાના ઘરે જવા નાવડીમાં બેસીને નદી પાર કરવી પડે.
4. જાડી રજાઈ ઓઢતાં એવી સરસ હુંફ મળી કે તરત જ ઊંઘ આવી ગઈ.
5. ડૉક્ટરના હાથમાં ઇજેક્શન જોતાં જ રેખાની આંખમાંથી દડદડ આંસુ પડ્યાં.
Answer:
1. સૂરજ પશ્ચિમમાં આથમે છે.
2. નદી પાર કરીને સામે કાંઠે જઈએ ત્યારે બીજું ગામ આવે.
3. સચિનને મામાના ઘરે જવા નાવડીમાં બેસીને નદી પાર કરવી પડે.
4. જાડી રજાઈ ઓઢતાં એવી સરસ હુંફ મળી કે તરત જ ઊંઘ આવી ગઈ.
5. ડૉક્ટરના હાથમાં ઇજેક્શન જોતાં જ રેખાની આંખમાંથી દડદડ આંસુ પડ્યાં.
In simple words: (1) The sun sets in the west. (2) When you cross the river to the other bank, another village appears. (3) Sachin has to cross the river by boat to go to his uncle's house. (4) As soon as he felt the warmth of the thick quilt, he immediately fell asleep. (5) Seeing the injection in the doctor's hand, tears rolled down Rekha's eyes.

Exam Tip: For poem-based fill-in-the-blanks, recall the exact words and phrasing used in the original poem to ensure accuracy.

 

અહીં દરેક વાક્યમાં બે વાક્યો ભેળસેળ થઈ ગયાં છે. તેમને છૂટા પાડી સાચાં વાક્યો બનાવો:

 

Question 1. શિક્ષકે બોક્યું બોર્ડ, શાક પરથી મમ્મીએ શબ્દો ભગા
Answer: શિક્ષકે બોર્ડ પરથી શબ્દો ભૂસ્યા. મમ્મીએ શાક બાક્યું.
In simple words: The teacher erased words from the board. Mom cooked vegetables. (Splitting the mixed sentence into two clear, correct sentences).

Exam Tip: When splitting merged sentences, identify the two distinct actions or ideas and create separate, grammatically complete sentences for each.

 

Question 2. ઇજેક્શન વાગ્યે ડ્રાઇવરને લગાવ્યું ડૉક્ટરે પગમાં.
Answer: ડ્રાઇવરને પગમાં વાગ્યું. ડૉક્ટરે ઇજેક્શન લગાવ્યું.
In simple words: The driver got hurt in the leg. The doctor gave an injection. (Separating the events of injury and medical action).

Exam Tip: Break down the complex sentence into its core subjects, verbs, and objects to form simple, direct statements.

 

Question 3. ઊડાઊડ ખોદે પતંગિયું કરે અળસિયું જમીન.
Answer: પતંગિયું ઊડાઊડ કરે. અળસિયું જમીન ખોદે.
In simple words: The butterfly flies around. The earthworm digs the ground. (Assigning each action to its correct subject).

Exam Tip: Clearly assign each action to its corresponding noun to create two meaningful and grammatically correct sentences.

 

Question 4. ભાવે મીઠાઈ અને ફરસાણ પપ્પાને મમ્મીને.
Answer: પપ્પાને ફરસાણ ભાવે. મમ્મીને મીઠાઈ ગમે.
In simple words: Dad likes savories. Mom likes sweets. (Assigning each food preference to the correct parent).

Exam Tip: Identify who likes what from the mixed sentence and then state each preference as a distinct, clear sentence.

 

સાતથી વધારે શબ્દોવાળું વાક્ય બનાવો. દરેક વાક્યમાં બંને શબ્દો આવવા જરૂરી છે.

 

Question 1. ડાકણ, લીંબુ
Answer: કુણાલે કપાસના જીડવાનો રસ લગાડેલી છરી વડે લીંબુ કાપીને 'કાપી ડાકણ' જાદુ કર્યું.
In simple words: Kunal performed the 'kapi dakan' magic by cutting a lemon with a knife coated in cotton juice.

Exam Tip: When constructing a sentence with specific words, try to create a narrative or descriptive context that naturally includes both words and meets the length requirement.

 

Question 2. સમડી, આંબો
Answer: સમડી આંબાના વૃક્ષ પરથી ઊડીને સામેના ઘર પરની છત પર જઈને બેઠી.
In simple words: The eagle flew from the mango tree and landed on the roof of the house opposite.

Exam Tip: Use vivid verbs and prepositions to describe the movement and location, ensuring both specified words are included naturally.

 

Question 3. સૈનિક, કસરત
Answer: લશ્કરની છાવણીમાં સૈનિકોને દરરોજ સવારે અને સાંજે કસરત કરવી પડે છે.
In simple words: Soldiers in the army camp have to exercise every morning and evening.

Exam Tip: Construct a sentence that defines the routine or duty of the first word (soldier) and incorporates the second word (exercise) as part of that routine.

 

Question 4. કવિતા, અભિનય
Answer: અમારાં શિક્ષિકાબહેન અમને દરેક કવિતા અભિનય સાથે ગાઈને સમજાવે છે.
In simple words: Our teacher explains every poem to us by singing it with actions.

Exam Tip: Focus on how the two words relate (e.g., performing a poem) and build a descriptive sentence around that interaction.

 

Question 5. દોસ્ત, મસ્તી
Answer: કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે બધા દોસ્તો સાથે ભેગાં મળીને ખૂબ મસ્તી કરતા.
In simple words: When Lord Krishna was small, he used to have a lot of fun with all his friends.

Exam Tip: Create a scenario where friends (dost) are engaged in fun (masti), and add details to meet the word count requirement.

 

Question 6. ઘરકામ, વાર્તા
Answer: મમ્મી મને ઘરકામ કરવાનું કહે તો ન ગમે, પરંતુ વાર્તા કહે તો ખૂબ ગમે.
In simple words: If my mother tells me to do homework, I don't like it much, but if she tells a story, I love it.

Exam Tip: Contrast the two words in a single sentence to show a preference or relationship, naturally extending the sentence for word count.

Free study material for Gujarati

GSEB Solutions Class 4 Gujarati ફરી એક લટાર 2

Students can now access the GSEB Solutions for ફરી એક લટાર 2 prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 4 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for ફરી એક લટાર 2

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 4 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 4 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 4 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 4 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for ફરી એક લટાર 2 to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 2 for the 2026-27 session?

The complete and updated GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 2 is available for free on StudiesToday.com. These solutions for Class 4 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 4 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 2 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 4 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 2 will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 2 in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 4 Gujarati. You can access GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 2 in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 4 as a PDF?

Yes, you can download the entire GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 2 in printable PDF format for offline study on any device.