GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 7 વીડી વાઢનારા

Get the most accurate GSEB Solutions for Class 12 Gujarati Chapter 07 વીડી વાઢનારા here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 12 Gujarati. Our expert-created answers for Class 12 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 07 વીડી વાઢનારા GSEB Solutions for Class 12 Gujarati

For Class 12 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 12 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 07 વીડી વાઢનારા solutions will improve your exam performance.

Class 12 Gujarati Chapter 07 વીડી વાઢનારા GSEB Solutions PDF

 

1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો.

 

Question 1. નાયિકા શેના વડે ઘાસ કાપે છે?
Answer: કાવ્યનાયિકા દાતરડાથી ઘાસ કાપે છે.
In simple words: The poem's heroine cuts the grass with a sickle.

Exam Tip: For direct questions about character actions, clearly state the action and the tool used as mentioned in the text.

 

Question 2. માર્ગમાં નાયિકા શી મદદ માગે છે?
Answer: રસ્તામાં નાયિકા એક વટેમાર્ગુને પોતાનો ઘાસનો ભારો ચડાવવામાં મદદ માગે છે.
In simple words: On the path, the heroine asks a passerby for help to lift her bundle of grass.

Exam Tip: Note the specific help requested and from whom to score full marks.

 

Question 3. નાયક નાયિકાને શી મજૂરી મળી?
Answer: નાયકને પાલી જુવાર અને નાયિકાને માણે ઘઉંની મજૂરી મળી હતી.
In simple words: The hero received a measure of millet, and the heroine received a larger measure of wheat as wages.

Exam Tip: Remember the specific quantities and types of grain each character received as their payment.

 

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

 

Question 1. વીડી ન વાઢવા પાછળ નાયિકાનો શો હેતુ છે?
Answer: કાવ્યની નાયિકા પોતાનો ગુસ્સો બતાવવા, પતિના ભારો ન ચડાવવાના વર્તનનો વિરોધ કરવા, અને સ્ત્રીસહજ રોષને કારણે વીડી ન વાઢવાની વાત કરે છે. તે એમ પણ દર્શાવે છે કે તે તેના પતિ કરતાં વધુ સક્ષમ છે. આમ, નાયિકા પોતાની સ્વતંત્રતા અને આત્મસન્માન બતાવવા ઘાસ વાઢવાની ના પાડે છે.
In simple words: The heroine refuses to cut grass to show her anger and protest against her husband's unhelpful attitude, highlighting her self-reliance and pride.

Exam Tip: Focus on the heroine's emotions (anger, protest) and her desire for self-respect and capability when explaining her refusal.

 

Question 2. નાયકનો સ્વાર્થ અને નાયિકાની નિઃસ્વાર્થ ભાવના શી રીતે આલેખન પામી છે?
Answer: ‘વીડી વાઢનારા’ લોકગીતમાં નાયકની સ્વાર્થીવૃત્તિ અને પત્નીની સ્ત્રીસહજ ઉદારતાનું નિરૂપણ થયું છે. નાયક પોતાની પત્ની કરતાં ઓછું કામ કરે છે અને તેને મદદ કરવાને બદલે પોતાનો ભારો લઈને પત્નીને એકલી મૂકીને ચાલી જાય છે. જ્યારે પત્ની પતિ કરતાં વધુ કામ કરે છે અને પતિને ભારો ચડાવવામાં મદદ પણ કરે છે. ખેતરમાં એકલી હોવા છતાં તે હિંમત હાર્યા વિના વટેમાર્ગુની મદદ લઈને પોતાનો ભારો ઘરે લાવે છે.
In simple words: The song shows the hero's selfishness as he does less work and leaves the heroine alone, while she shows selfless kindness by working more, helping him, and getting help from a stranger to bring her own load home.

Exam Tip: Compare and contrast the actions of the hero and heroine, highlighting the hero's self-interest versus the heroine's empathy and resilience.

 

3. સવિસ્તર ઉત્તર લખો:

 

Question 1. ‘વીડી વાઢનારા’ લોકગીતમાં નાયક કરતાં નાયિકા શી રીતે ચડિયાતી છે – તે જણાવો.
Answer: “વીડી વાઢનારા" લોકગીત સમાન અધિકાર અને સ્વતંત્ર જીવન જીવતા શ્રમજીવી દંપતીની કથા કહે છે. આ લોકગીતમાં નાયકની સ્વાર્થવૃત્તિ અને પત્નીની સ્ત્રીસહજ દાક્ષિણ્યતા દર્શાવીને સમાજમાં નાયિકાને પુરુષ સમોવડિયણ તરીકે ચિતરવામાં આવી છે. અહીં નાયિકા પોતાને મળેલા આજીવિકાના સાધનને ખૂબ મૂલ્યવાન માને છે. શ્રમકાર્યમાં તે પુરુષ કરતાં વધુ કાર્યક્ષમ છે. પતિ કરતાં તે ઘણું વધુ કામ કરે છે. છતાં તે સ્ત્રીસહજ પ્રેમ અને કાળજીને કારણે પતિને ઘાસનો ભારો ચડાવે છે. પતિ પત્નીને મદદરૂપ થવાને બદલે ભારો ન ચડાવીને સ્વાર્થી બને છે. ખેતરમાં એકલી હોવા છતાં તે હિંમત હાર્યા વિના વટેમાર્ગુની મદદ લઈને પોતાનો ભારો લઈને ઘેર આવે છે. પતિ માત્ર પોતાનો જ વિચાર કરે છે, જ્યારે પત્ની પોતાની મહેનતના ભાગમાંથી વટેમાર્ગુ વીરાને ભોજન કરાવીને ભાઈ પ્રત્યેનો પ્રેમ અને સ્ત્રીસહજ સહનશીલતાના દર્શન કરાવે છે. આમ, આ લોકગીતમાં સમાજની કઠોર અને સ્પષ્ટ વાસ્તવિકતા દ્વારા સમાજમાં સ્ત્રી પોતાના સંસારને કેવી રીતે જીવે છે અને સહન કરે છે તે સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. સ્ત્રીની ઉદારતા અને દક્ષતા એ જ લોકગીતનું સાચું સૌંદર્ય છે.
In simple words: In 'Veedi Vadhnaara,' the heroine is superior to the hero because she works harder, shows more empathy, and is more self-reliant. She helps her husband despite his selfishness and even feeds a passerby from her own earnings, showcasing her kindness and resilience.

Exam Tip: Provide specific examples of the heroine's actions (working more, helping husband, feeding passerby) that demonstrate her superiority in terms of effort, compassion, and self-sufficiency compared to the hero.

 

Question 2. નાયિકા વીડી વાઢવાની ના શા માટે પાડે છે?
Answer: મોટાભાગે લોકગીતો સામાન્ય લોકોના દૈનિક જીવનની વાસ્તવિકતાઓ પર રચાયેલા હોય છે. ઘણીવાર નાયિકા પોતાના પતિનો પ્રેમ મેળવવા માટે રિસાઈ જવાનું નાટક કરે છે. અહીં પત્ની પતિને ભારો ઉપાડવામાં મદદ કરવાને બદલે પતિ પોતે જ પત્ની પાસેથી ભારો ઉપાડાવે છે. હિંમત હાર્યા વિના નાયિકા વટેમાર્ગુની મદદથી ભારો ઉપાડીને ઘરે આવે છે. બદલામાં તે વટેમાર્ગુ (વીરાને) સ્વાદિષ્ટ ભોજન કરાવે છે, જે સામાન્ય વ્યક્તિઓના જીવનની આસપાસ રચાયેલી છે. અહીં પણ દંપતીના પરસ્પર પ્રેમને સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. પ્રેમ અને રોષના મિશ્ર ભાવોને વ્યક્ત કરતી નાયિકા પતિથી રિસાઈને હવે ક્યારેય વીડી વાઢવા નહીં આવે એમ કહે છે.
In simple words: The heroine refuses to cut grass because she is upset with her husband's selfishness. He doesn't help her with her load and expects her to do everything. She uses this refusal as a way to express her mixed feelings of love and resentment towards him.

Exam Tip: Highlight the husband's lack of support and the heroine's use of refusal as a means of expressing her resentment and seeking recognition within the relationship.

 

નોંધ લખો : (1) નાયક નાયિકાની દાંપત્ય ભાવના.
Answer: “વીડી વાઢનારા" લોકગીત ગ્રામ્યજીવનની સાદગી અને પરિશ્રમની વાત અહીં શ્રમજીવીઓના જીવનના નિરૂપણ દ્વારા કરવામાં આવી છે. સામાન્ય જીવન જીવતા પતિ-પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, પણ પુરુષપ્રધાન સમાજમાં ઘણીવાર પતિ પત્નીને મદદ કરવાને બદલે પોતાનું કામ જ કરે છે. પત્ની ઘર અને ખેતર બંનેનું કામ કરે છે. પત્ની પુરુષ સમોવડિયણ બનીને વટેમાર્ગુની મદદથી ભારો ઉપાડીને ઘરે આવે છે. વટેમાર્ગુને ભોજન કરાવીને તે ભાઈચારા અને માનવતાનો ધર્મ પાળે છે. પતિથી રિસાઈને વીડી વાઢવા આવવાની ના પાડે છે. એમાં પણ પતિ પ્રત્યેનો પ્રેમ અને મૌન દ્વારા પ્રેમની અભિવ્યક્તિ થઈ છે. આમ, લોકગીતમાં સમાજજીવનની વાસ્તવિકતા અને સંસારરથનાં બે પૈડાં પતિ અને પત્ની એકબીજાને ટેકો આપીને રોષ અને મનામણાં દ્વારા જીવન જીવી જાય છે. એ સત્યને આ લોકગીતમાં સુંદર રીતે વર્ણવ્યું છે.
In simple words: The folk song depicts the simple yet hardworking life of a couple. While the wife loves her husband, she expresses her feelings through subtle protest when he neglects his responsibilities, highlighting the complex dynamics of love, work, and gender roles in rural society.

Exam Tip: When writing notes on themes, ensure you cover both the societal aspects (labor, gender roles) and the emotional depth (love, resentment) of the characters' relationship.

 

વીડી વાઢનારા પ્રશ્નોત્તર

 

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં (ત્રણ-ચાર વાક્યોમાં) ઉત્તર લખો: [2 ગુણ].

 

Question 1. નાયિકાનો હાથ શેનાથી બંધાયેલો છે? તે શેનો બનેલો છે?
Answer: નાયિકાનો હાથ હીરથી બંધાયેલો છે. તે પરિશ્રમ અને સ્વાવલંબનથી બનેલો છે અને તેના દ્વારા તે પોતાના જીવનને ગર્વથી જીવે છે. સખત મહેનત દ્વારા તે પતિ સમોવડિયણ બની છે.
In simple words: The heroine's hand is tied with silk, representing hard work and self-reliance. Through her effort, she lives proudly and achieves equality with her husband.

Exam Tip: Connect the symbolic meaning of 'silk' (heer) to the heroine's industrious nature and independence.

 

3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો (1 ગુણ)

 

Question 1. વીડી ન વાઢવા પાછળ નાયિકાનો શો હેતુ છે?
Answer: નાયિકાના પતિએ તેને ભારો ઉપાડવામાં મદદ કરી ન હતી, તેથી તે હવે પતિને શ્રમકાર્યમાં મદદ નહીં કરે એમ કહીને પતિ પ્રત્યેનો ગુસ્સો અને રિસામણાનો ભાવ વ્યક્ત કરે છે.
In simple words: The heroine refuses to cut grass to show her anger and resentment towards her husband for not helping her with her load.

Exam Tip: When answering in one sentence, be concise and directly address the main reason for the heroine's refusal.

 

Question 2. વીડી વાઢનારા લોકગીત કયા કાવ્યસંગ્રહમાંથી લેવાયું છે?
Answer: ‘વીડી વાઢનારા’ લોકગીત “રઢિયાળી રાત” કાવ્યસંગ્રહમાંથી લેવાયું છે.
In simple words: The folk song 'Veedi Vadhnaara' is taken from the poetry collection "Radhiyali Raat."

Exam Tip: Remember the specific name of the collection from which the folk song is sourced.

 

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો (1 ગુણ)

 

Question 1. નીચેનામાંથી લોકગીત ઓળખાવો.
(a) વીડી વાઢનારા
(b) હંકારી જા
(c) વતનનો તલસાટ
(d) આ રસ્તાઓ
Answer: (a) વીડી વાઢનારા
In simple words: From the given choices, 'Veedi Vadhnaara' is the folk song.

Exam Tip: When identifying a folk song, recognize titles that typically represent community stories or traditions.

 

Question 2. “વીડી વાઢનારા' લોકગીત કયા કાવ્યસંગ્રહમાંથી લેવાયું છે?
(a) કાવ્યમંગલા
(b) પ્રતીક્ષા
(c) રઢિયાળી રાત
(d) મૌન
Answer: (c) રઢિયાળી રાત
In simple words: The folk song 'Veedi Vadhnaara' is taken from the poetry collection named "Radhiyali Raat."

Exam Tip: Memorizing the source collection for important literary works is crucial for multiple-choice questions.

 

Question 3. “વીડી વાઢનારા' લોકગીતમાં નિષ્ફર પુરુષની સ્વાર્થ પટુતાની સામે નાયિકાની ઉજાગર થાય છે.
(a) સ્ત્રી સહજ ખેવના - ખુમારી
(b) સ્ત્રી સહજ સ્વભાવ - ચતુરતા
(c) સ્ત્રી સહજ બહાદુરી - ચંચળતા
(d) સ્ત્રી સહજ સદ્ભાવ - સરળતા
Answer: (a) સ્ત્રી સહજ ખેવના - ખુમારી
In simple words: Against the hero's selfishness, the heroine's natural care and pride are highlighted in the folk song.

Exam Tip: Understand the core characteristics portrayed for the heroine – her innate kindness (ખેવના) and her self-respect (ખુમારી) in contrast to the hero's trait.

 

Question 4. નાયિકાનો હાથ શાનાથી બનેલો છે?
(a) સોના
(b) હીર
(c) રૂપા
(d) કથીર
Answer: (b) હીર
In simple words: The heroine's hand is symbolically described as being made of silk (heer).

Exam Tip: Note symbolic descriptions in poems as they often represent key character traits or qualities.

 

Question 5. “વીડી વાઢનારા' લોકગીતમાં શાનું નિરૂપણ થયું છે?
(a) સામાજિક સંબંધો
(b) સામાજિક પરંપરાઓ
(c) સામાજિક રિવાજો
(d) સમાજની કારમી - ધારદાર વાસ્તવિકતા
Answer: (d) સમાજની કારમી - ધારદાર વાસ્તવિકતા
In simple words: The folk song "Veedi Vadhnaara" portrays the harsh and striking realities of society.

Exam Tip: Understand that folk songs often reflect deep societal truths and challenges, not just surface-level relationships or customs.

 

Question 6. પરણ્ય ભર્યું છે એનું પેટ રે લોલ, મેં રે જમાડ્યો મારો વીર... પંક્તિમાં ક્યો ધર્મ વ્યક્ત થયો છે?
(a) પત્નીધર્મ - બાંધવધર્મ
(b) દેશધર્મ - રાજધર્મ
(c) બંધુધર્મ - માનવધર્મ
(d) રાષ્ટ્રધર્મ - માનવધર્મ
Answer: (c) બંધુધર્મ - માનવધર્મ
In simple words: The lines express the duties of brotherhood and humanity by feeding a brother (passerby).

Exam Tip: Analyze the actions described in the lines to identify the underlying moral or social duties being highlighted.

 

વીડી વાઢનારા વ્યાકરણ (Vyakaran)

 

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

 

1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ

 

Question 1. દાતરડુ
(a) કપાસ વીણવાનું એક ઓજાર
(b) ખેતી કરવાનું એક ઓજાર
(c) ઘાસ કાપવાનું એક ઓજાર
(d) બીજ વાવવાનું એક ઓજાર
Answer: (c) ઘાસ કાપવાનું એક ઓજાર
In simple words: A sickle (datardun) is a tool used for cutting grass.

Exam Tip: Know the specific function of common agricultural tools.

 

Question 2. પાલી
(a) અનાજનું એક નાનું માપ
(b) એક મણ અનાજનું માપ
(c) દસ કિલોનું માપ
(d) એક ખાંડી અનાજનું માપ
Answer: (a) અનાજનું એક નાનું માપ
In simple words: 'Paali' refers to a small unit for measuring grain.

Exam Tip: Understand historical or regional units of measurement mentioned in the text.

 

Question 3. વીડી
(a) અનાજનું ખેતર
(b) ફૂલોની વાડી
(c) ફળોનું ખેતર
(d) ખડનું ખેતર
Answer: (d) ખડનું ખેતર
In simple words: 'Veedi' means a field of grass or a grass farm.

Exam Tip: Be familiar with specific vocabulary related to rural life and agriculture as found in folk literature.

 

2. નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ શોધોઃ

 

Question 1. રુસવું
(a) ઊઠવું
(b) બેસવું
(c) રિસાવું
(d) ઊંઘવું
Answer: (c) રિસાવું
In simple words: The synonym for 'rusvu' (to get upset) is 'risavu' (to sulk or be displeased).

Exam Tip: Pay attention to the subtle nuances of meaning between similar-sounding words in synonyms questions.

 

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધોઃ

 

Question 1. હિમત
(a) બહાદુરી
(b) નાહિંમત
(c) શૌર્ય
(d) શૂરવીરતા
Answer: (b) નાહિંમત
In simple words: The antonym for 'himmat' (courage) is 'nahimmat' (cowardice or lack of courage).

Exam Tip: Clearly distinguish between synonyms and antonyms; sometimes options might include synonyms to confuse.

 

Question 2. સ્વાર્થ
(a) પરમાર્થ
(b) ઉદ્યમ
(c) સંકુચિતતા
(d) આળસ
Answer: (a) પરમાર્થ
In simple words: The antonym for 'svarth' (selfishness) is 'paramarth' (altruism or benevolence).

Exam Tip: Understand contrasting concepts in ethics and social behavior for antonym questions.

 

4. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

 

Question 1.
(a) સાહિત્ય
(b) પ્રદર્શન
(c) સ્મૃતિ
(d) પ્રમાણીક
Answer: (d) પ્રમાણીક
In simple words: The incorrectly spelled word is 'Pramaanik,' which should be written as 'Pramaanik' (પ્રામાણિક).

Exam Tip: Practice common spelling rules and frequently misspelled words in Gujarati to easily identify errors.

 

વીડી વાઢનારા કાવ્ય-પરિચય
Answer: આ લોકગીતમાં નાયકની સ્વાર્થીવૃત્તિ અને પત્નીની સ્ત્રીસહજ ઉદારતા દર્શાવીને સમાજમાં નાયિકાને પુરુષ સમોવડિયણ તરીકે ચિતરવામાં આવી છે. અહીં નાયિકા પોતાના વ્યવસાયને ખૂબ મૂલ્યવાન માને છે. પતિ કરતાં તે ઘણું વધુ કામ કરે છે. છતાં તે સ્ત્રીસહજ ખેવનાને કારણે પતિને ઘાસનો ભારો ચડાવે છે. મદદરૂપ થવાને બદલે પતિ ભારો ન ચડાવીને સ્વાર્થી બને છે. ખેતરમાં એકલી હોવા છતાં નાયિકા હિંમત હારતી નથી. તે વટેમાર્ગુની મદદ લઈને પોતાનો ભારો લઈને ઘરે આવે છે. પતિ માત્ર પોતાના માટે જ વિચારે છે, પણ પત્ની એમ કરતી નથી. તે વટેમાર્ગુને, પોતાના ભાઈને, ભોજન કરાવીને ભાઈ પ્રત્યેનો પ્રેમ અને સ્ત્રીસહજ ઉદારતા દર્શાવે છે. લોકગીતનું સાચું સૌંદર્ય સ્ત્રીની આ સ્વાભાવિક ઉદારતામાં છે.
In simple words: In this folk song, the husband's selfishness and the wife's natural kindness are shown. The woman is portrayed as equal to the man in society. She values her work highly and does more labor than her husband. Despite this, she helps him lift his bundle out of courtesy, while he becomes selfish and doesn't help her. Even alone in the field, she doesn't lose courage. She takes help from a passerby and returns home with her bundle. The husband thinks only of himself, but the woman feeds the passerby (her brother) from her meal, showing love and natural courtesy. The true beauty of the folk song lies in the woman's inherent goodness.

Exam Tip: When summarizing, ensure you capture the main theme (selfishness vs. selflessness, gender roles) and key actions of both characters, along with the overall message of the work.

 

વીડી વાઢનારા કાવ્યની સમજૂતી (Explanation of the Poem)

 

મારું દાતરડું સાવ સોનાનું બનેલું છે. રેશમથી બંધાયેલો મારો હાથે છે.
મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
In simple words: My sickle is made of pure gold, My hand is built with silk. My dear, now I will not go to cut the grass.

Exam Tip: Understand that the "golden sickle" and "silk hand" are symbolic of her precious effort and delicate yet strong nature, underscoring her refusal to work if unappreciated.

 

મારાં પરણેતરે પાંચ પૂળકા વાયા, મેં દસ-વીસ પૂળા વાઢ્યા. મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
In simple words: My husband cut five bundles of grass, I cut ten-twenty bundles of grass. My dear, now I will not go to cut the grass.

Exam Tip: Notice the quantitative comparison to highlight the heroine's greater effort, which strengthens her argument for not wanting to work further.

 

પરણ્યાને મેં ભારો ચડાવ્યો, જંગલના રસ્તા પર હું એકલી ઊભી રહી.
મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
In simple words: I helped my husband to lift the bundle of the grass. I was standing alone on the way to the forest. My dear, now I will not go to cut the grass.

Exam Tip: This verse emphasizes her helpful nature and subsequent feeling of abandonment, which fuels her protest.

 

રસ્તા પર વટેમાર્ગ નીકળ્યો, તેને મેં ભારો ચડાવવા વિનંતી કરી. મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
In simple words: I saw a passerby and I requested him to lift the bundle of the grass. My dear, now I will not go to cut the grass.

Exam Tip: Note her initiative to seek help, demonstrating her resilience and problem-solving despite being left alone.

 

પરણ્યાને મજૂરી પેટે પાલી જુવાર મળી, અને મને મણ ઘઉં. મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
In simple words: My husband got two kilo juwar and I got twenty kilo of wheat. My dear, now I will not go to cut the grass.

Exam Tip: The difference in wages (hero gets less, heroine gets more) further supports the idea that she does more work and is more capable.

 

પરણે એનું પેટ ભર્યું, મેં તો મારો વીર જમાડ્યો. મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
In simple words: My husband ate himself, but I fed my brother. My dear, now I will not go to cut the grass.

Exam Tip: This line powerfully contrasts the husband's self-interest with the wife's generosity, as she prioritizes feeding her brother (the passerby) over herself.

 

વીડી વાઢનારા શબ્દાર્થ (Meanings)

  • વીડી (સ્ત્રી.) - ખડનું ખેતર; grass farm.
  • દાતરડું (નવું) - ઘાસ કાપવાનું એક ઓજાર; sickle
  • હીર (નપું) - રેશમ; silk.
  • પૂળકા - ઘાસના પૂળા; bunch.
  • ભારો (પું) - ઘાસના જથ્થાને ઉપાડી શકાય એમ બાંધવો; bundle of grass.
  • ભારડી (સ્ત્રી.) - વજન; weight.
  • મુંજા વાલમજી - નાયક માટેનું સંબોધન; Valamji.
  • પાલી (સ્ત્રી.) - અનાજનું એક નાનું માપ; a measure of corn of about four pounds.
  • માણ - પાલી કરતાં મોટું માપ; twenty kilogram.
  • પેટ - પેટ; stomach.

Exam Tip: A strong vocabulary, especially understanding regional terms and units, is essential for comprehension and answering questions accurately.

Free study material for Gujarati

GSEB Solutions Class 12 Gujarati Chapter 07 વીડી વાઢનારા

Students can now access the GSEB Solutions for Chapter 07 વીડી વાઢનારા prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 12 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 07 વીડી વાઢનારા

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 12 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 12 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 12 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 12 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 07 વીડી વાઢનારા to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 7 વીડી વાઢનારા for the 2026-27 session?

The complete and updated GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 7 વીડી વાઢનારા is available for free on StudiesToday.com. These solutions for Class 12 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 7 વીડી વાઢનારા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 7 વીડી વાઢનારા will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 7 વીડી વાઢનારા in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Gujarati. You can access GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 7 વીડી વાઢનારા in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 7 વીડી વાઢનારા in printable PDF format for offline study on any device.