GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

Get the most accurate GSEB Solutions for Class 12 Gujarati Chapter 01 ક્રોધી સ્વભાવને જીતવો ને here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 12 Gujarati. Our expert-created answers for Class 12 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 01 ક્રોધી સ્વભાવને જીતવો ને GSEB Solutions for Class 12 Gujarati

For Class 12 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 12 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 01 ક્રોધી સ્વભાવને જીતવો ને solutions will improve your exam performance.

Class 12 Gujarati Chapter 01 ક્રોધી સ્વભાવને જીતવો ને GSEB Solutions PDF

ક્રોધી સ્વભાવને જીતવો ને સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

 

Question 1. ગંગાસતી શાને જીતવાનું કહે છે?
Answer: ગંગાસતી મનુષ્યના દુશ્મન જેવા ક્રોધને જીતવાનું કહે છે.
In simple words: Gangasati advises people to conquer anger, which acts as an enemy to humans.

Exam Tip: When answering questions about a poet's message, always clearly state what the poet advises and why it is important.

 

Question 2. મનની દ્વિધા (મૂંઝવણ) ટાળવા કવયિત્રી કેવો વ્યવહાર સૂચવે છે?
Answer: મનની મૂંઝવણ ટાળવા માટે કવયિત્રી બધાની સાથે સમાન ભાવે વર્તવાની સલાહ આપે છે.
In simple words: To avoid mental confusion, the poetess suggests treating everyone with equality.

Exam Tip: For advice-based questions, identify the problem and the specific solution offered by the author.

 

Question 3. ગંગાસતીની શિષ્યા કોણ હતા?
Answer: ગંગાસતીની શિષ્યા પાનબાઈ હતી.
In simple words: Panbai was Gangasati's disciple.

Exam Tip: Remember important characters and their relationships mentioned in the text for quick recall.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

 

Question 1. ગંગાસતી અંતરમાં શું ધારણ કરવાનું જણાવે છે? શા માટે?
Answer: ગંગાસતી ક્રોધ પર વિજય મેળવીને મૌન રાખવાનું જણાવે છે. મનમાં રહેલા વિરોધને ટાળીને મનને પવિત્ર રાખી, કામ પર જીત મેળવવી અને અંતરમાં વૈરાગ્ય રાખવો. જગતના વૈભવને નકામો માનીને, દુર્જન લોકોનો સાથ છોડવાનું કહે છે. કારણ કે આમ કરવાથી મનુષ્ય ક્રોધ પર કાબૂ મેળવી શકશે.
In simple words: Gangasati advises to conquer anger and keep quiet inside. She says to avoid inner conflict, keep the mind pure, overcome desires, and maintain detachment. One should consider worldly wealth as temporary and stay away from bad company. This way, a person can control their anger.

Exam Tip: When a "why" question is asked, ensure your answer clearly links the action to its intended outcome, as shown in the text.

 

Question 2. કઈ આશા છોડીને શેમાં ધ્યાન ધરવાનો ઉપદેશ ગંગાસતી જણાવે છે?
Answer: ગંગાસતી આ દુનિયાની અને પરલોકની આશા છોડીને ભક્તિમાં અને ઈશ્વરનું સ્મરણ કરવામાં મન લગાવવાનું કહે છે. જગતમાં મળેલી સિદ્ધિઓને તણખા સમાન ગણવી. સિદ્ધિઓના કારણે ઘમંડ ન આવે તેની કાળજી લેવી. પોતાના વચનમાં હંમેશાં મક્કમ રહેવું. આમ, જગતની મોહમાયા છોડીને ઈશ્વરમય રહેવાનું કહેવામાં આવ્યું છે.
In simple words: Gangasati instructs to abandon desires for this world and the next, focusing the mind on devotion and remembering God. Worldly achievements should be considered trivial, and care must be taken to prevent pride from rising due to them. One must always remain firm in their word. Thus, it is advised to forsake worldly illusions and live a God-centered life.

Exam Tip: For questions asking about advice, list all key recommendations from the passage to ensure a comprehensive answer.

3. સવિસ્તર ઉત્તર લખો.

 

Question 1. ગંગાસતી માનવ સ્વભાવના કયા કયા દુર્ગુણો જણાવી તેને દૂર કરવાના ઉપાયો સૂચવે છે?
Answer: ગુજરાતી સાહિત્યજગતમાં સંત કવયિત્રી તરીકેની પ્રસિદ્ધિ મેળવનાર ગંગાસતીના પ્રચલિત ભજનમાંનું આ એક ભજન છે. આ ભજનમાં ખૂબ જ સરળ શબ્દોમાં ક્રોધ પર વિજય મેળવવાના માર્ગો બતાવ્યા છે.
આપણા ભારતીય ધર્મશાસ્ત્રોમાં જેને ષડરિપુ કહ્યા છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર છે. આ છ મોટા શત્રુઓ પર વિજય મેળવવો ખૂબ અઘરો છે. ગંગાસતી પાનબાઈને કહે છે કે, જેમને આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તેમણે ક્રોધ પર કાબૂ મેળવવો જ જોઈએ. ક્રોધ જ બધા દુઃખોનું કારણ છે.
માણસે ક્રોધ પર વિજય મેળવવા બધાની સાથે સમાન ભાવે વર્તવું જોઈએ. સંસારની લાલચનો ત્યાગ કરવો જોઈએ. હૃદયની શુદ્ધિથી મનમાં રહેલા વિરોધને ટાળવો જોઈએ. મનને પવિત્ર અને વૈરાગી રાખીને કામ પર જીત મેળવવી જોઈએ. જગતના વૈભવને નકામો ગણીને ખરાબ લોકોનો સાથ પણ છોડવો જોઈએ.
આમ, આ પદમાં ક્રોધનાં કારણોની સાથે તેને દૂર કરવાના ઉપાયો પણ બતાવાયા છે.
In simple words: This famous hymn by Saint Poetess Gangasati, well-known in Gujarati literature, explains simple ways to conquer anger. Indian scriptures mention six enemies: lust, anger, greed, attachment, ego, and jealousy. Conquering these is tough. Gangasati advises Panbai that those seeking a spiritual path must overcome anger, as it causes all sorrows. Humans should treat everyone equally to conquer anger, renounce worldly desires, and purify their hearts by resolving inner conflicts. One should control desires by keeping the mind pure and detached, consider worldly pleasures vain, and avoid bad company. Thus, the poem describes both the causes of anger and its remedies.

Exam Tip: For detailed answers, structure your points logically: first, introduce the topic and author, then list the vices, and finally, present the suggested remedies as explained in the text.

 

Question 2. ક્રોધી સ્વભાવ જીતવા ગંગાસતી શો ઉપદેશ આપે છે તે જણાવો.
Answer: સંત કવયિત્રી ગંગાસતીએ માનવ જીવનના મુખ્ય પાસાઓનો અભ્યાસ કરીને, જગતને ઉપદેશ આપવાના હેતુથી જુદી જુદી કાવ્ય રચનાઓ કરી છે.
આધ્યાત્મિક માર્ગે જનારાએ છ રિપુઓ પર જીત મેળવવા ક્રોધને છોડીને, મનના વિરોધને દૂર કરવો જોઈએ. બધાની સાથે સમાન ભાવે વર્તવું જોઈએ. સંસારની લાલચનો ત્યાગ કરીને, હૃદયની શુદ્ધિથી કામ પર જીત મેળવવી જોઈએ. જગતના વૈભવને નકામો ગણીને, દુર્જન લોકોનો સાથ છોડી દેવો જોઈએ.
ક્રોધ પર જીત મેળવવો માણસ માટે ખૂબ મુશ્કેલ છે, છતાં જગતની મોહમાયા છોડીને ભક્તિમાં જ ધ્યાન લગાવવાથી ક્રોધ પર વિજય મેળવી શકાય છે. જગતમાં મેળવેલી સિદ્ધિઓને તણખા સમાન ગણવી. સિદ્ધિઓને કારણે અભિમાન ન આવે તેની કાળજી રાખવી. પોતાના વચનમાં હંમેશાં મક્કમ રહેવું. આમ, મનની ઈચ્છાઓ અને જગતની મોહમાયા છોડીને ઈશ્વરમય રહેવાનું કહે છે.
અક્રોધના મહત્વની સાથે ક્રોધના નિવારણના કારણો બતાવીને ગંગાસતી પાનબાઈને ક્રોધ પર વિજય મેળવવા અને અનાસક્તિ ભાવ રાખવાનો ઉપદેશ આપે છે.
In simple words: Saint-poetess Gangasati, after studying the main aspects of human life, composed various poems to preach to the world. Those on the spiritual path should overcome the six inner enemies by abandoning anger and resolving inner conflicts. They should treat everyone equally, renounce worldly attachments, and achieve purity of heart. Worldly wealth should be considered vain, and bad company avoided. Conquering anger is very difficult for humans, yet by forsaking worldly attachments and focusing on devotion, anger can be overcome. Worldly achievements should be seen as trivial; care must be taken to prevent pride from arising due to accomplishments. One must always remain firm in their promises. Thus, it is advised to abandon mental desires and worldly illusions to live a God-centered life. Emphasizing the importance of non-anger, Gangasati advises Panbai to conquer anger and maintain a sense of detachment.

Exam Tip: When discussing the teachings of a spiritual leader, organize the advice into key themes like self-control, detachment, and devotion for clarity.

Std 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને Additional Important Questions and Answers

ક્રોધી સ્વભાવને જીતવો ને પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં (ત્રણ-ચાર વાક્યોમાં) ઉત્તર 3 લખો (2 ગુણ)

 

Question 1. જગતનો વૈભવ કેવો છે?
Answer: જગતનો વૈભવ મિથ્યા છે.
In simple words: Worldly wealth is temporary and illusory.

Exam Tip: Short, direct questions require concise answers that capture the essence of the meaning.

 

Question 2. ભક્તિમાં ધ્યાન રાખવા શાનો ત્યાગ કરવો જોઈએ?
Answer: ભક્તિમાં ધ્યાન રાખવા આ દુનિયાની અને પરલોકની આશાઓનો ત્યાગ કરવો જોઈએ.
In simple words: To focus on devotion, one should give up desires for both this world and the next.

Exam Tip: Remember that spiritual devotion often requires letting go of worldly and after-life aspirations.

 

Question 3. જગતમાં કોને કોઈ નડતું નથી?
Answer: પોતાના વચનમાં અડગ રહેનારને દુનિયામાં કોઈ નડતું નથી.
In simple words: Nobody can bother someone who remains firm on their word.

Exam Tip: Integrity and steadfastness are key themes in spiritual teachings; highlight them when applicable.

 

Question 4. ગંગાસતી કોને, શી શીખ આપે છે?
Answer: ગંગાસતી પાનબાઈને ક્રોધી સ્વભાવ છોડવાની શીખ આપે છે.
In simple words: Gangasati teaches Panbai to give up her angry nature.

Exam Tip: Clearly identify the giver and receiver of advice, along with the core message, in your answer.

 

Question 5. ક્રોધી સ્વભાવને જીતવો ને' કાવ્યના કવયિત્રીનું નામ જણાવો.
Answer: 'ક્રોધી સ્વભાવને જીતવો ને' કાવ્યના કવયિત્રી – ગંગાસતી છે.
In simple words: Gangasati is the poetess of the poem 'Krodhi Swabhavne Jitvo Ne'.

Exam Tip: Always remember the author's name for poems and literary works.

 

Question 6. “ક્રોધી સ્વભાવને જીતવો ને’. કાવ્યનો પ્રકાર જણાવો.
Answer: 'ક્રોધી સ્વભાવને જીતવો ને' કાવ્યનો પ્રકાર ભજન છે.
In simple words: The poem 'Krodhi Swabhavne Jitvo Ne' is a type of bhajan (devotional song).

Exam Tip: Knowing the genre or type of literary work helps in understanding its context and style.

 

Question 7. “ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્યમાંથી શો બોધ મળે છે?
Answer: ‘ક્રોધી સ્વભાવને જીતવો ને' કાવ્યમાંથી એ બોધ મળે છે કે ક્રોધ પર વિજય મેળવવાથી માણસ જે ધારે તે કરી શકે, કોઈ તેને રોકી ન શકે.
In simple words: The poem 'Krodhi Swabhavne Jitvo Ne' teaches that by conquering anger, a person can achieve anything they desire, and no one can stop them.

Exam Tip: When asked for the moral or lesson, clearly state the core teaching of the work.

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો: [1 ગુણ)

 

Question 1. ગંગાસતીનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
(a) ક્રોધી સ્વભાવને જીતવો ને
(b) વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
(c) મેરુ રે ડગે પણ જેનાં મન નો ડગે
(d) શીલવંત સાધુને વારે વારે નમીએ
Answer: (a) ક્રોધી સ્વભાવને જીતવો ને
In simple words: The poem 'Krodhi Swabhavne Jitvo Ne' is included in your textbook.

Exam Tip: Always know the title of the works by specific authors in your syllabus.

 

Question 2. “જેણે ભક્તિના માર્ગે જવું હોય એણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા માનવજીવનના મહાભયંકર શત્રુઓમાંથી ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો જ રહ્યો.” આ ભાવ કયા કાવ્યમાં જોવા મળે છે?
(a) હંકારી જા
(b) મેળો આપો તો
(c) વતનનો તલસાટ
(d) ક્રોધી સ્વભાવને જીતવો ને
Answer: (d) ક્રોધી સ્વભાવને જીતવો ને
In simple words: This idea, about conquering the angry nature among human enemies like lust, anger, greed, attachment, ego, and jealousy, is found in the poem 'Krodhi Swabhavne Jitvo Ne'.

Exam Tip: Identify key phrases or central themes from the quote to link it to the correct literary work.

 

Question 3. “ક્રોધી સ્વભાવને જીતવો ને' કાવ્યનો પ્રકાર જણાવો.
(a) લોકગીત
(b) ઊર્મિગીત
(c) પદ
(d) ગઝલ
Answer: (c) પદ
In simple words: The poem 'Krodhi Swabhavne Jitvo Ne' is a type of 'Pad'.

Exam Tip: Memorize the literary form or genre of each poem or chapter. This often comes as a direct question.

 

Question 4. “જગતનો વૈભવ મિથ્યા જાણીને, ટાળી દેવો દુર્જનનો રાગ" આ પંક્તિ કયા કાવ્યની છે?
(a) એકસરખા દિવસ સુખના ...
(b) મેળો આપો તો
(c) બેટા, મને પાછી જવા દે
(d) ક્રોધી સ્વભાવને જીતવો ને
Answer: (d) ક્રોધી સ્વભાવને જીતવો ને
In simple words: The line "Knowing worldly splendor to be false, one should avoid the company of the wicked" is from the poem 'Krodhi Swabhavne Jitvo Ne'.

Exam Tip: Connecting important quotes or lines to their respective poems is crucial for text comprehension.

 

Question 5. સહુ સિદ્ધિઓને તરણા સમાન ગણીને કવયિત્રી શું મેલવાનું કહે છે?
(a) મનનો મેલ
(b) ધન-વૈભવ
(c) અંતરનું માન
(d) મનનો રાગ
Answer: (c) અંતરનું માન
In simple words: The poetess suggests letting go of inner pride, considering all achievements like mere straws.

Exam Tip: Focus on understanding the deeper meaning of metaphors and similes used in poetry.

 

Question 6. 'ક્રોધી સ્વભાવને જીતવો ને' કાવ્યમાં શાનો મહિમા સમજાવ્યો છે?
(a) સ્મિત
(b) પુરુષાર્થ
(c) ભક્તિ
(d) અક્રોધ
Answer: (d) અક્રોધ
In simple words: The poem 'Krodhi Swabhavne Jitvo Ne' explains the glory of non-anger.

Exam Tip: Identify the central virtue or concept that the poem emphasizes to answer such questions accurately.

ક્રોધી સ્વભાવને જીતવો ને વ્યાકરણ (Vyakaran)

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

 

Question 1. નીચેના સામાસિક શબ્દનો અર્થ આપો: વેરાગ
(a) સંસાર પરની આસક્તિ
(b) સંસાર પરની આસક્તિનો અભાવ
(c) મોહ-માયાની આસક્તિ
(d) મોહ-માયા ને ધનમાં આસક્તિ
Answer: (b) સંસાર પરની આસક્તિનો અભાવ
In simple words: The word 'Verag' means the absence of attachment to worldly things.

Exam Tip: When defining compound words, understand the root meanings to select the correct option.

પ્રશ્ન 2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો:

 

Question 1. તરણું
(a) ભારો
(b) રાગ
(c) ધાસ
(d) વારણ
Answer: (c) ધાસ
In simple words: The synonym for 'tarnu' is 'grass'.

Exam Tip: For synonyms, choose the word that has the closest meaning in the given context.

 

Question 3. રાગ
(a) સ્નેહ
(b) દ્વેષ
(c) મોહ
(d) નિંદા
Answer: (a) સ્નેહ
In simple words: The synonym for 'raag' is 'affection'.

Exam Tip: Understand that 'raag' can have multiple meanings, but in this context of devotion and attachment, 'sneha' (affection) is the closest positive synonym.

 

Question 4. નીચેના શબ્દનો વિરુદ્ધાથી શબ્દ શોધો: નિર્મળ
(a) વિમલ
(b) પવિત્ર
(c) શુદ્ધ
(d) મલિન
Answer: (d) મલિન
In simple words: The opposite word for 'Nirmal' (pure) is 'Malin' (impure/dirty).

Exam Tip: For antonyms, find the word that expresses the opposite meaning most accurately.

 

Question 5. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો:
(a) સિધ્ધી
(b) આશીરવાદ
(c) મહીમા
(d) તૃષ્ણા
Answer: (d) તૃષ્ણા
In simple words: The correctly spelled word among the options is 'Trushna'.

Exam Tip: Pay close attention to subtle differences in spelling for words that sound similar.

 

Question. (b) નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો:
(a) વીરક્તી
(b) દૂર્જન
(c) સિદ્ધિ
(d) મિઆ
Answer: (c) સિદ્ધિ
In simple words: The correctly spelled word among the options is 'Siddhi'.

Exam Tip: Practice common Gujarati words that are often misspelled to improve accuracy.

ક્રોધી સ્વભાવને જીતવો ને Summary in Gujarati

ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્ય-પરિચય

પ્રસ્તુત ભજનમાં ગંગાસતી પાનબાઈને જીવનને સાર્થક બનાવવાની શીખ આપતા કહે છે કે, જેમને ભક્તિના માર્ગે જવું હોય તેમણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા માનવજીવનના ભયાનક શત્રુઓમાંથી ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો જ રહ્યો.

ભલભલા ઋષિમુનિઓ, સંતો અને મહાનુભાવો પણ ક્રોધરૂપી જ્વાળાથી બચી શક્યા નથી. તો આપણે સામાન્ય જીવોને ક્રોધની જ્વાળાઓથી બચવું ખૂબ જ મુશ્કેલ છે. ક્રોધની ભયાનકતા જાણવા છતાં જાણ્યે-અજાણ્યે આપણે પોતાનું અને બીજાનું અહિત કરીએ છીએ.

કવયિત્રીએ ક્રોધની ભયાનકતાની સાથે સાથે તેના પર વિજય મેળવવાના સરળ ઉપાયો પણ બતાવ્યા છે.

In this bhajan Gangasati Panbai teaches how to make our life successful. She says that sensual happiness, anger, greed, temptation, ego and jealousy are our greatest enemies.

The person who wants to walk on the way of devotion, must conquer the wrath of anger. Even the greatest rushimunies, saints and great persons could not escape from the flames of anger. Then it is very difficult for the ordinary persons to conquer over anger.

Though we know the horrors of anger, we knowingly – unknowingly harm us and others with the horrors of anger, the poetess has shown the remedies to conquer anger.

કાવ્યની સમજૂતી (Explanation of the Poem)

મનુષ્ય મનમાં ક્રોધ રાખ્યા વિના, ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો. મનના વિરોધને ત્યજીને, માણસે બધાની સાથે સમાન ભાવે વર્તવું.

The person should win over anger without keeping it in mind. The person should behave equally with all without any objection.

સંસારની આસક્તિનો ત્યાગ કરીને, હૃદયની નિર્મળતાથી કામ પર વિજય મેળવવો. જગતના વૈભવની નિરર્થકતા જાણીને, દુર્જન લોકોનો સંગ છોડી દેવો.

The person should leave the intense fascination of the world and win over sensual happiness with a pure heart. He should know the vanity of worldly comforts and leave the company of wicked persons.

આ લોક અને પરલોકની ઈચ્છાઓનો ત્યાગ કરીને, માત્ર ભક્તિમાં જ ધ્યાન રાખવું. જગતમાં મનુષ્ય મેળવેલી સિદ્ધિઓને તણખા સમાન તુચ્છ ગણીને અભિમાન ત્યજવું.

The person should leave the desire of universe or heaven and should concentrate only on devotion. He should know the vanity of worldly achievements like straws and should leave ego.

ગુરુ વચનમાં વિશ્વાસ રાખનારે, પોતાના વચનમાં અડગ રહેવું. ગંગાસતી પાનબાઈને કહે છે કે, આવા ભક્તોને જગતમાં કોઈ નડતું નથી.

The person should live firm in his own statement who keeps faith in guru's statement. Gangasati Panbai says that no one in the world harms such devotees.

ક્રોધી સ્વભાવને જીતવો ને શબ્દાર્થ (Meanings)

  • ક્રોધ (પ) – રોષ, ગુસ્સો; anger
  • સ્વભાવ (પ) – તાસીર, પ્રકૃતિ; nature.
  • અંતર (નવું) -મન; mind.
  • સર્વ- બધા, તમામ; all.
  • વરતવું વર્તન કરવું; to behave.
  • વિરોધ (પ) -પ્રતિકાર; protest.
  • નિરમળ (નવું) – નિર્મળ, પવિત્ર, વિમલ; holy.
  • વેરાગ (પ) – વૈરાગ્ય, વિરક્તિ, અનાસક્તિ; acetic.
  • વૈભવ (પ) – સમૃદ્ધિ; prosperity.
  • મિથ્યા – ખોટું, નકામું; misery.
  • રાગ (પ) -પ્રેમ, સ્નેહ, નેહ; love.
  • આશા (સ્ત્રી) – ઈચ્છા, મનોરથ; hope.
  • તજવી -છોડવી, ત્યાગવી; to abandon.
  • અભ્યાસ (પ) – (અહીં) ભક્તિ; devotion.
  • ધ્યાન (નવું) – લક્ષ; attention.
  • તરણું (નવું) – ઘાસ, તૃણ; grass.
  • માન (નવું) – (અહીં) અભિમાન; pride.
  • મેલવું (નવું) – ત્યજવું; to abandon.
  • વચન (નવું) – વેણ; promise.

Free study material for Gujarati

GSEB Solutions Class 12 Gujarati Chapter 01 ક્રોધી સ્વભાવને જીતવો ને

Students can now access the GSEB Solutions for Chapter 01 ક્રોધી સ્વભાવને જીતવો ને prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 12 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 01 ક્રોધી સ્વભાવને જીતવો ને

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 12 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 12 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 12 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 12 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 01 ક્રોધી સ્વભાવને જીતવો ને to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને for the 2026-27 session?

The complete and updated GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને is available for free on StudiesToday.com. These solutions for Class 12 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Gujarati. You can access GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને in printable PDF format for offline study on any device.