GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ Solutions

NCERT Solutions for Class 12 Gujarati: પદ્યાર્થગ્રહણ

Access comprehensive textbook solutions for પદ્યાર્થગ્રહણ using the official curriculum guides for Class 12 Gujarati. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 12 Gujarati Solutions: પદ્યાર્થગ્રહણ

View or download the dedicated પદ્યાર્થગ્રહણ solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.

નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો:

1. આવ્યો છું તો લાવ જરા અહીં મળતો જાઉં
આ મેળે જન લાખ, ભલા મેં ભળતો જાઉં
લાંબો પંથ મૂક્યો પાછળ ને
આગળ લાંબો પંથ
મનખાના મેળાનો વચમાં બે ઘડીનો આનંદ;
જરા મેં રળતો જાઉં!
ઝરમર વરસે મેહ નેહનો ને વાયુ વહે અનુકૂલ!
આ ઉરની પાંખડીઓ ઊઘડે ગંધ વહે બની ફૂલ;
ફૂલ બની ફળતો જાઉં!
ઘડીક ભૂલીને મનનું ગાણું, આ કોલાહલ માણું,
પાવાના ઊડેરા સૂરની
પ્રીતવ્યથા પરમાણું, ગહનમાં ગળતો જાઉં!

 

Question (1) કવિ શેની પાંખડીઓ ઊઘડવાની વાત કરે છે?
(2) કવિ મનનું ગાણું ભૂલીને શું માણવાનું કહે છે?
(3) મનખાનો મેળો એટલે શું?
(4) કવિ શું બનીને ફળતા જવાનું કહે છે?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer:
(1) કવિ પોતાના હૃદયની પાંખડીઓ ખોલવાની વાત કરે છે.
(2) કવિ મનનું ગીત ભૂલીને જગતનો અવાજ માણવા કહે છે.
(3) મનખાનો મેળો એટલે મનુષ્ય જીવન.
(4) કવિ ફૂલ બનીને ફળતા રહેવાનું જણાવે છે.
(5) શીર્ષક: ‘આવ્યો છું તો
In simple words: કવિ તેમના હૃદયના દ્વાર ખોલવાની વાત કરે છે, અને જીવનના કોલાહલમાં ભળીને આનંદ લેવા કહે છે. તેમના મતે, મનુષ્ય જીવન એક મેળો છે, જ્યાં તેમણે ફૂલની જેમ ખીલીને ફળદાયી બનવું જોઈએ.

Exam Tip: પદ્યાર્થગ્રહણમાં, કવિતાનો મુખ્ય ભાવાર્થ સમજીને પ્રશ્નોના ઉત્તર સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં આપવા જોઈએ.

 

2. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે:
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!
ટળવળે તરસ્યા ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે!
ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરતાં ઠેર ઠેર;
ને ગગનચુંબી મહેલો જનસૂનાં રહી જાય છે!
દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના;
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે!
કામધેનુને મળે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

 

Question (1) પ્રથમ પંક્તિમાં સમાજની વિષમતા કેવી રીતે બતાવી છે?
(2) વરસાદના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવે છે?
(3) શ્રીમંતો અને ગરીબોના રહેઠાણમાં કઈ ભિન્નતા દર્શાવાઈ છે?
(4) ગરીબાઈ અને શ્રીમંતાઈ વચ્ચેનો ભેદ કઈ પંક્તિમાં બતાવાયો છે?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer:
(1) પ્રથમ પંક્તિમાં કવિએ ફૂલ અને પથ્થરનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ફૂલ જેવા નિર્દોષ લોકો ડૂબી જાય છે જ્યારે સમાજને હાનિ કરનારા પથ્થર જેવા લોકો તરી જાય છે.
(2) પાણી માટે તરસ્યા લોકોને પાણી મળતું નથી અને રણપ્રદેશમાં જ્યાં કોઈ વસ્તી નથી, ત્યાં ભારે વરસાદ વરસે છે. આ દ્વારા કવિ કહે છે કે જ્યાં જરૂર નથી ત્યાં વસ્તુનો અતિરેક થાય છે.
(3) શ્રીમંતો પાસે એટલું બધું ધન છે કે તેમની પાસે બીજા ઘણાં મકાનો ખાલી પડ્યાં છે, જ્યારે ગરીબોને રહેવા માટે એક નાનકડી ઝૂંપડી પણ નથી. હજારો ગરીબો ઘર વિના આમતેમ ભટકાય છે.
(4) ન્યાયમંદિરમાં નાની ચોરી કરનારાને સજા થાય છે, જ્યારે મોટી દાણચોરી કરનારા દાણચોરોને સમાજમાં આદરણીય સ્થાન મળે છે.
(5) શીર્ષક: ‘મને એ જ સમજાતું નથી”
In simple words: કવિ કહે છે કે ફૂલ જેવા સારા લોકો મુશ્કેલીમાં મુકાય છે, પણ પથ્થર જેવા ખરાબ લોકો તરી જાય છે. જ્યાં પાણીની જરૂર છે ત્યાં વરસાદ નથી આવતો, પણ રણમાં ધોધમાર વરસે છે. ગરીબો પાસે ઘર નથી, પણ અમીરો પાસે ખાલી મહેલો છે. નાની ચોરી કરનારને સજા થાય છે, પણ મોટા ગુનેગારો માન મેળવે છે.

Exam Tip: કાવ્યમાંથી સામાજિક વિષમતાના ઉદાહરણો શોધીને તેની યોગ્ય રીતે રજૂઆત કરવી, જેથી જવાબ સ્પષ્ટ બને.

 

3. પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત, પુલકિત, મુખરિત થાય?
કોણ બદલતું સંધ્યાકાશે પલ પલ નવલા પ્રેમલ ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર?
અહો! ગૂંથતું કોણ પૃથ્વીને સથે ઝાકળ-મોતી-માળ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ?
કોન કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?
આ સારસની જોડ વિશે ઊડી છે કોની ઝંખનઝાળ?
અહો, ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ?
કાળ તણી ધરતીમાં કોણ ખોદી રહ્યું જીવનના કૂપ?

 

Question (1) કવિ સંધ્યાકાશને કેવું કહે છે?
(2) સરોવર માટે કવિએ શી કલ્પના કરી છે?
(3) નદીના વહેતા જળમાં કવિને શું સંભળાય છે?
(4) અંતરની એરણ પર કોની હથોડી પડે છે?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer:
(1) સંધ્યા સમયે આકાશની સુંદરતા મનમોહક હોય છે. દરેક ઋતુના દરેક દિવસે સંધ્યાના સમયે આકાશ નવા કપડાં ધારણ કરતું વિવિધ રંગછટાઓ બતાવે છે.
(2) સરોવરની લહેરોને કવિ આંતરિક ભાવનાઓ સાથે સરખાવે છે. માણસના મનમાં જાગતી ઈચ્છાઓ જાણે કે સરોવરની લહેરો દ્વારા વ્યક્ત થતી દેખાય છે.
(3) નદીના શાંત ઘાટ પર વહેતા પાણીમાં કવિને પાણી ભરવા આવેલી સ્ત્રીઓના કંકણનો અવાજ પાણીના વહેણમાં સંભળાય છે.
(4) અંતરની એરણ પર ચેતના રૂપી હથોડી પડે છે. એટલે કે પરમાત્મા આપણને સતત જાગૃત રાખવા માટે ચેતનાનો પ્રહાર કર્યા કરે છે.
(5) શીર્ષક: “કોણ?"
In simple words: કવિ સંધ્યાકાળને ખૂબ સુંદર અને રંગબેરંગી કહે છે, જે દરેક ઋતુમાં નવા વસ્ત્રો બદલતું હોય તેમ લાગે છે. તેઓ સરોવરની લહેરોને માણસની ઈચ્છાઓ સાથે સરખાવે છે અને નદીના પાણીમાં પાણી ભરતી સ્ત્રીઓના બંગડીઓનો અવાજ સાંભળે છે. કવિ માને છે કે ભગવાન આપણા મનને હંમેશા જાગૃત રાખવા માટે ચેતનાની હથોડી મારે છે.

Exam Tip: કાવ્યમાં કવિએ કરેલી વિવિધ કલ્પનાઓને ઓળખીને તેને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરો.

 

4. એક જ દે ચિનગારી,
મહાનલ એક જ દે ચિનગારી,
ચકમક લોઢું ઘસતાં-ઘસતાં
ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો,
ના ફળી મહેનત મારી !
મહાનલ, એક જ દે ચિનગારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી
ના સળગી એક સગડી મારી,
વાત વિપતની ભારી,
મહાનલ, એક જ દે ચિનગારી.
ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ, હું અધિક ન માગું,
માગું એક જ ચિનગારી,
મહાનલ, એક જ દે ચિનગારી.

 

Question (1) કવિ ઈશ્વર પાસે શું માગે છે?
(2) કવિની ધીરજ ક્યારે ખૂટી ગઈ?
(3) ચાંદા અને સૂરજના દષ્ટાંત દ્વારા કવિ શું કહે છે?
(4) કવિએ આખી જિંદગી કેવી રીતે ખરચી નાખી?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer:
(1) કવિ ઈશ્વરને તેમની કૃપા રૂપી એક જ ચિનગારી આપવા વિનંતી કરે છે. પરમાત્મા તો જ્ઞાનનો મહાન અગ્નિ છે. તેમના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી. પણ એ માટે જીવાત્માની તીવ્ર ઈચ્છા અને ઈશ્વરની ઝંખના હોવી જોઈએ.
(2) કવિએ આખી જિંદગી ચકમક અને લોઢું ઘસ્યું પણ તેમની જીવનરૂપી જામગરીમાં એક તણખો ન પડ્યો. હવે વૃદ્ધાવસ્થાને કારણે કવિનું શરીર ધ્રુજી રહ્યું છે, માટે તેમની ધીરજ સમાપ્ત થઈ છે.
(3) ચંદ્ર અને સૂરજ પ્રકાશિત થયા, આ પ્રકાશને કારણે આખા જગતમાં પ્રકાશ ફેલાયો પણ કવિના જીવનમાં એક ચિનગારી જેટલો પ્રકાશ ન પડ્યો. એટલે કે કવિની જીવનરૂપી સગડી સળગી નહીં.
(4) કવિએ આખી જિંદગી ચકમક અને લોઢું ઘસ્યું એટલે કે અજ્ઞાનના અંધકારમાં ભટક્યા. પણ કવિના જીવનમાં સાચા જ્ઞાનનો એક ચિનગારી જેટલો પ્રકાશ ન પડ્યો.
(5) શીર્ષક: “એક જ દે ચિનગારી"
In simple words: કવિ ભગવાન પાસે જ્ઞાનની એક નાની ચિનગારી માગે છે. તેમને લાગે છે કે તેમણે આખી જિંદગી નિરર્થક કાર્યોમાં વિતાવી દીધી છે અને હવે વૃદ્ધાવસ્થામાં તેમની ધીરજ ખૂટી રહી છે. કવિ ચંદ્ર અને સૂર્યના ઉદાહરણ આપીને કહે છે કે આખી દુનિયા પ્રકાશિત છે, પણ તેમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ નથી.

Exam Tip: કવિતાના દરેક પંક્તિનો ઊંડો અર્થ સમજીને, કવિની ભાવનાઓને સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરો.

 

5. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કે નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લે
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયા છે ફાંટા વસંતના
મહેકી રહી છે મંજરી એકેક આંસુમાં
હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના
ઊડી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના
ફાટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના
- મનોજ ખંડેરિયા

 

Question (1) કવિએ વસંતના રસ્તા અને પગલાં માટે કઈ કલ્પના કરી છે?
(2) વસંતના નકશા કેવી રીતે દોરાય છે?
(3) કવિને આંખ અને આંસુમાં શું જણાય છે?
(4) કવિને ક્યાં અબીલ ગુલાલ ઊડતા જણાય છે?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer:
(1) વસંતના આગમન સાથે જ પ્રકૃતિમાં પરિવર્તન આવે છે. વૃક્ષની ડાળીઓને કવિ વસંતના રસ્તા તરીકે કલ્પના કરે છે. પ્રકૃતિના શણગાર જેવા ખીલેલા ફૂલને વસંતના પગલાંની કલ્પના કવિનો અનોખો દ્રષ્ટિકોણ બતાવે છે.
(2) કવિની કલ્પના ખરેખર અદ્વિતીય છે. તેમણે પવનની પીંછી અને ફૂલોના રંગો લઈને વસંતના રસ્તા દોર્યા છે.
(3) કવિની આંખમાં એક-એક મંજરી આંસુ રૂપે મહેકી રહી છે. આંખમાં આંબાના વૃક્ષો ડોલી રહ્યાં છે.
(4) કવિને વસંતની યાદમાં અબીલ ગુલાલ ઊડતા દેખાય છે અને વસંતના છંટકાવ રૂપી સુગંધ ફેલાતી દેખાય છે.
(5) શીર્ષક: “રસ્તા વસંતના’
In simple words: કવિ વસંતના આવતા જ વૃક્ષોની ડાળીઓને તેના રસ્તા અને ફૂલોને તેના પગલાં માને છે. તેઓ કહે છે કે પવનની પીંછી અને ફૂલોના રંગોથી વસંતના નકશા દોરાય છે. કવિની આંખોમાં આંસુ રૂપે મંજરીઓ મહેકે છે અને આંબાના વૃક્ષો ડોલે છે. તેમને વસંતની યાદોમાં ગુલાલ ઉડતો અને સુગંધ ફેલાતી દેખાય છે.

Exam Tip: કવિતામાં પ્રકૃતિના વર્ણનને ધ્યાનપૂર્વક વાંચી, કવિની કલ્પનાશક્તિને તમારા શબ્દોમાં વ્યક્ત કરો.

 

6. કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલી જા, મન રે ભોળા, આપણા જુદા આંક,
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે'તા બાથમાં ભીડી બાથ,
ખુલ્લાં ખેતર અડખેપડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંક આવો છે લાભ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત!
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ!
- મકરંદ દવે

 

Question (1) કવિ પાસે શું શું નથી?
(2) કવિ ઉપરવાળી બૅન્ક કોને કહે છે?
(3) કવિ શામાં સુખ અનુભવે છે?
(4) સોનાની સાંકડી ગલી એટલે શું?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer:
(1) કવિ પાસે નોટ અને સિક્કા નથી.
(2) કવિ ઉપરવાળી બૅન્ક ભગવાનને કહે છે.
(3) કવિ ગ્રામ્ય જીવનની સાદગી અને માનવતામાં સુખનો અનુભવ કરે છે.
(4) સોનાની સાંકડી ગલી એટલે ધનવાન લોકોનું સ્વાર્થી અને સંકુચિત મન.
(5) શીર્ષક: “ધૂળિયે મારગ"
In simple words: કવિ પાસે પૈસા નથી, પણ તેમને તેની ચિંતા નથી. તેઓ ભગવાનને ‘ઉપરવાળી બૅન્ક’ કહે છે, જે બધું પૂરું પાડે છે. કવિને ગામડાના સાદા જીવન અને લોકોના પ્રેમમાં સાચું સુખ મળે છે, જ્યારે પૈસાદાર લોકો સ્વાર્થી અને સંકુચિત મનવાળા હોય છે.

Exam Tip: કવિતાનો મુખ્ય સંદેશ અને કવિની જીવનદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ઉત્તર આપો.

 

Question (7) મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો
પહેલાં તો કાઠું વટહુકમ કે આ જ ક્ષણથી,
પ્રજા મારી પંખી, મનુજ, પશુ ને કીટગણો
બધાંને જીવ્યાનો જ હક, હણવાનો હક નથી.
દુમોની ડાળી ને નીડ, નગર-આવાસ ભીડમાં
વનોની ઝાડી કે ગિરિકુહરમાં, ભૂમિ ભીતરે
જહીં આબાદી ત્યાં સહુય મળી મેળા રચી રહો
પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કશીય હો.
હું પૃથ્વીનો રાજા, અવર ગ્રહશું વિગ્રહ નહિ,
કરારો મૈત્રીના કરું અગર હો આક્રમણ તો, પ્રીતિનું
જેમાં ન જીતવું પણ જિતાઈ જ જવું.
સ્વતંત્ર વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું.
પ્રજાને એવા તો સ્વનિયમનમાં બાંધી લઉં કે
પછી ના રાજા કે હકૂમતની એને જરૂર રહે !
- ઉમાશંકર જોશી

(1) કવિ પ્રથમ કેવો વટહુકમ કાઢવા માંગે છે?
(2) કવિના વટહુકમની કેવી અસર થશે?
(3) કવિ કેવા કરારો અને આક્રમણ કરવા માગે છે?
(4) કવિ પ્રજાને શામાં બાંધી લેવાનું કહે છે?
(5) કવિના મતે સ્વનિયમનનું શું પરિણામ આવશે?
Answer:
(1) કવિને જો પૃથ્વીનું રાજ મળે તો પશુ, પંખી અને મનુષ્ય બધાને જીવવાનો હક મળે અને કોઈ કોઈને મારી ન શકે એવો સૌપ્રથમ હુકમ કાઢવા માગે છે.
(2) કવિના હુકમને કારણે લોકોને જ્યાં અને જે રીતે રહેવું હોય તે રીતે કોઈ પણ ભય વિના રહી શકશે. કોઈ રાજા નહીં, કોઈ શાસન નહીં અને કોઈ ફરિયાદ નહીં હોય.
(3) કવિ મિત્રતાના કરારો અને પ્રેમનું આક્રમણ કરવા માગે છે. જેમાં જીતવાનું નહીં પણ પ્રેમથી જીતાઈ જ જવું એ એક ભાવના તેમના હૃદયમાં હોય.
(4) કવિ પ્રજાને સ્વનિયમનમાં બાંધી લેવા માગે છે. પછી તેમને રાજા કે કોઈ શાસનની જરૂર પડશે નહીં.
(5) કવિના સ્વનિયમનને કારણે પ્રજાને રાજા કે કોઈ શાસનની જરૂરિયાત રહેશે નહીં.
In simple words: કવિ જો રાજા બને તો સૌપ્રથમ એવો આદેશ બહાર પાડે કે બધા જીવોને જીવવાનો હક છે અને કોઈ કોઈને મારી શકે નહીં. તેમના આદેશથી લોકો ભય વગર જીવી શકશે, કોઈ ફરિયાદ નહીં હોય. તેઓ મિત્રતાના કરાર કરવા અને પ્રેમથી જીતવા માગે છે. કવિ પ્રજાને સ્વ-નિયમનમાં બાંધી લેવા માગે છે, જેથી કોઈ રાજા કે શાસનની જરૂર ન રહે.

Exam Tip: કવિની કલ્પના, આદર્શો અને તેમના વટહુકમ પાછળની ભાવનાને સ્પષ્ટ અને વિસ્તૃત રીતે સમજાવીને ઉત્તર લખો.

 

પદ્યાર્થગ્રહણ

પદ્યાર્થગ્રહણ' એટલે આપેલા કાવ્યનો ભાવાર્થ બરાબર સમજીને પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા.

પદ્યાર્થગ્રહણ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

  • પદ્યને ધ્યાનપૂર્વક વાંચો. જો એક વાર વાંચવાથી તેનો અર્થ ન સમજાય, તો તેને ફરીથી વાંચો અને તેનો પૂરેપૂરો ભાવ સમજી લો.
  • દરેક પ્રશ્નોને સમજીને તેનો કાવ્યમાંથી ઉત્તર શોધો.
  • દરેક પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખો. ઉત્તર સરળ ભાષામાં, બને એટલો ટૂંકો અને સચોટ હોવો જોઈએ.
  • પદ્યના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક આપો.
  • તમે લખેલા ઉત્તર એક વાર ફરીથી વાંચી જાઓ. એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારી લો.

Free study material for Gujarati

Gujarati Class 12 Curriculum Solutions: પદ્યાર્થગ્રહણ

Official GSEB Solutions for પદ્યાર્થગ્રહણ

Access structured GSEB textbook solutions for પદ્યાર્થગ્રહણ. Designed in alignment with the latest academic curriculum for Class 12 Gujarati, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Step-by-Step Explanations for પદ્યાર્થગ્રહણ

Clear, methodical explanations accompany every challenging problem within the Class 12 Gujarati text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Next Steps in Your Gujarati Revision

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 12 Gujarati.

FAQs

Where can I find the latest GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ Solutions for the 2026-27 session?

The complete and updated GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 12 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ Solutions will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ Solutions in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Gujarati. You can access GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ Solutions in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ Solutions in printable PDF format for offline study on any device.