Get the most accurate GSEB Solutions for Class 11 Gujarati Chapter 12 કર્ણ કુતી સંવાદ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 11 Gujarati. Our expert-created answers for Class 11 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 12 કર્ણ કુતી સંવાદ GSEB Solutions for Class 11 Gujarati
For Class 11 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 11 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 12 કર્ણ કુતી સંવાદ solutions will improve your exam performance.
Class 11 Gujarati Chapter 12 કર્ણ કુતી સંવાદ GSEB Solutions PDF
કર્ણ-કુતી સંવાદ સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
Question 1. સ્ત્રીઓએ કર્યું આવરણ ભેદવું કઠિન હોય છે?
Answer: સ્ત્રીઓ માટે શરમનું આવરણ દૂર કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે.
In simple words: It is tough for women to overcome shyness.
Exam Tip: Remember to identify the specific quality or emotion mentioned in the question when answering about characters or social contexts.
Question 2. કુંતી જીવનને સંકુલ શાથી કહે છે?
Answer: કુંતી જીવનને જટિલ ગણે છે કારણ કે તેની એક આંખમાં અમૃત અને બીજીમાં ઝેર રહેલું છે.
In simple words: Kunti calls life complex because it holds both nectar and poison.
Exam Tip: When explaining character statements, connect the statement directly to the reason provided in the text for full marks.
Question 3. વીરોને માટે કઈ બાબત કઠિન હોય છે?
Answer: વીરો માટે લોકનિંદાના પડદાને ભેદવું અઘરું હોય છે.
In simple words: For heroes, it is hard to break through the veil of public criticism.
Exam Tip: Focus on the specific "tough aspect" for heroes, which is public opinion or infamy, as it is a common theme in epics.
Question 4. કર્ણ કોને અર્ધમૃત ગણાવે છે?
Answer: કર્ણ સતીત્વ વગરની સ્ત્રી અને યશ વગરના પુરુષને અડધા મરેલા ગણાવે છે.
In simple words: Karna considers women without chastity and men without fame to be half-dead.
Exam Tip: When describing a character's viewpoint, ensure you state both elements they are comparing or defining in their unique way.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
Question 1. કુંતી કર્ણ પાસે શા માટે આવ્યાં હતાં? કણે તેનો શો પ્રત્યુત્તર આપ્યો?
Answer: કુંતી કર્ણને પોતાના પક્ષમાં લેવા માટે આવ્યાં હતાં. કર્ણે જવાબ આપતાં કહ્યું કે આટલાં વર્ષ મારા વગર ચાલ્યું, તો હવે જ્યારે મારો અંત નજીક છે ત્યારે શું નહીં ચાલે?
In simple words: Kunti came to Karna to get him on her side. Karna replied that if things worked without him for so long, why wouldn't they work now when his end was near?
Exam Tip: For dialogue-based questions, accurately present both characters' intentions and responses, highlighting the core of their interaction.
Question 2. કુંતીમાતા પોતાને કર્ણના અપરાધી શા માટે સમજે છે?
Answer: કુંતીમાતાએ કર્ણને જન્મ પછી શરમની ખાતર નદીમાં તરતો મૂક્યો હતો. અધિરથે તેને મોટો કર્યો હતો. આથી, કુંતીમાતા પોતાને કર્ણના દોષી સમજે છે.
In simple words: Kunti felt guilty because she abandoned Karna in a river after his birth due to shame, and Adhirath raised him.
Exam Tip: When explaining a character's self-perception (like guilt), clearly state the action that led to that feeling and any subsequent events.
Question 3. કર્ણ કુંતીમાતા સાથે જવા શા માટે તૈયાર થતો નથી?
Answer: કુંતીમાતા કર્ણને લેવા ખૂબ મોડાં આવ્યાં હતાં. અધિરથે તેને મોટો કર્યો અને દુર્યોધને તેના પર વિશ્વાસ મૂક્યો હતો. આથી, કર્ણ કુંતીમાતા સાથે જવા રાજી નથી.
In simple words: Karna refused to go with Kunti because she came too late, and he was loyal to Adhirath, who raised him, and Duryodhana, who trusted him.
Exam Tip: Highlight Karna's sense of loyalty and past abandonment as key reasons for his refusal, showcasing his strong character.
Question 4. કૃષ્ણને વારંવાર જન્મ ધારણ કરવાની ઇચ્છા શાથી થાય છે?
Answer: કંસનો નાશ કર્યા બાદ જ્યારે કૃષ્ણએ માતા-પિતાને મુક્ત કર્યા, અને દેવકીએ તેમને હૃદયથી ચાંપ્યા, તેવું સુખ સંસારમાં ફરી તેમને મળ્યું નથી. નિષ્કપટ પ્રેમનો અનુભવ જ અલૌકિક હોય છે. તેથી, કૃષ્ણને વારંવાર જન્મ લેવાની ઈચ્છા થાય છે.
In simple words: Krishna desires repeated births because the pure joy he felt embracing his parents after freeing them from Kansa was unique and hasn't been found again in the world.
Exam Tip: Connect Krishna's desire for rebirth directly to the unparalleled joy of pure, selfless love he experienced, emphasizing its uniqueness.
Question 5. ધર્મ વિશે શ્રીકૃષ્ણ કર્ણને શો બોધ આપે છે?
Answer: ધર્મ વિશે શ્રીકૃષ્ણ કર્ણને ઉપદેશ આપતાં કહે છે કે ક્ષત્રિય ધર્મ કરતાં એક ઉચ્ચ વસ્તુ હોય છે - તે કોઈપણ આવરણ, કોઈપણ ઓળખ વગરનો માત્ર ધર્મ છે. જે ધર્મને જાણે છે અને પાળે છે, તે જ ખરો ક્ષત્રિય છે.
In simple words: Krishna teaches Karna that true Dharma is above Kshatriya duty; it is pure, without any disguise or identity. One who knows and follows this Dharma is a true Kshatriya.
Exam Tip: Emphasize the distinction Krishna makes between superficial duties and the deeper, purer form of Dharma when explaining his teachings.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
Question 1. નાટ્યખંડમાં રજૂ થયેલ કુંતી-કર્ણની મૂંઝવણ તમારા શબ્દોમાં વર્ણવો.
Answer: માતા કુંતી કર્ણને પોતાના પક્ષે લેવા આવે છે ત્યારે બંને વચ્ચે તીવ્ર સંવાદો થાય છે. આ વાર્તાલાપમાં કુંતીનો પુત્ર પ્રેમ અને કર્ણનો માતા પ્રત્યે આદર તો દેખાય છે, પરંતુ તેની સાથે બંનેની મૂંઝવણ પણ દેખાય છે. કર્ણના જન્મ પછી કુંતીએ તેને નદીમાં વહેતો મૂક્યો અને અધિરથે તેને મોટો કર્યો. તે માટે કુંતી લાચાર હતી. તે કહે છે કે સ્ત્રીઓ માટે શરમનું આવરણ ભેદવું મુશ્કેલ છે. જો તે કર્ણને પોતાની સાથે રાખીને જીવાડી શકી હોત, પણ કર્ણ જીવી શક્યો ન હોત. તેનો ત્યાગ કરવામાં જ તે કર્ણનું જીવનદાન સમજતી હતી. કર્ણને માતા કુંતી પ્રત્યે આદર છે, પરંતુ તેની મજબૂરી તેને મૂંઝવે છે. કુંતીએ નદીમાં વહેતો મૂક્યો ત્યારે અધિરથ તેને પોતાના ઘરે લઈ ગયો અને મોટો કર્યો. તે 'સારથિપુત્ર' કહેવાયો. ક્ષત્રિય હોવા છતાં તે ક્ષત્રિય ન બની શક્યો. 'સૂતપુત્રને નહીં વરું." એમ કહી દ્રોપદીએ તેનું અપમાન કર્યું. કર્ણને ખબર છે કે દુર્યોધનની નાવ કિનારે પહોંચવાની નથી, તેમ છતાં મજબૂરીને લીધે તેણે દુર્યોધનની નાવમાં પગ મૂક્યો છે. તે દુર્યોધન સાથે વિશ્વાસઘાત કરી નરકમાં પડવા ઈચ્છતો નથી. આમ, કુંતી અને કર્ણને ધર્મની મર્યાદાએ મૂંઝવણમાં મૂકી દીધાં છે.
In simple words: Kunti and Karna face a dilemma due to their past. Kunti is torn between motherly love and her past decision to abandon Karna due to social shame, fearing she might have put his life at risk if she kept him. Karna respects Kunti but feels bound by loyalty to Adhirath, who raised him, and Duryodhana, who supported him, even though he knows Duryodhana's path is failing. Both are caught between their familial ties, duty, and personal honor, leaving them in a difficult situation.
Exam Tip: When describing complex character dilemmas, articulate both characters' internal conflicts and external pressures, showing how their past actions and loyalties clash.
Question 2. કુંતીનું ચરિત્રચિત્રણ લખો.
Answer: કુંતી પાંડવોની માતા છે, તેમ કર્ણની પણ માતા છે. કર્ણના જન્મ પછી લોકલજ્જાને કારણે તેને નદીમાં વહેતો મૂક્યો અને અધિરથે તેને ઉછેર્યો. કુંતી કહે છે કે કર્ણને તે મોટો કરી શકી નહીં તે માટે તે અપરાધી છે અને કર્ણ તેનું અપમાન કરે, અવમાનના કરે તેને માટે તે લાયક છે. કર્ણને રંગભૂમિ પર કવચકુંડલથી શોભતો જોઈને તેના સ્તન દૂધે ભરાય છે અને અર્જુનને પડકારતો જોઈને તેની છાતીનું પાણી સુકાઈ જાય છે. કુંતી ક્ષત્રિયાણી છે. તે કહે છે કે પીડિતો માટે મારા બધા પુત્રો ખપી જાય તો તો મારી છાતીમાં ગૌરવપ્રાણ ઊભરાવાના. મારી આંખમાંથી એક આંસુ નહીં ખરે. કર્ણ શ્રોત્રિયોનો દાતા, રાજવીઓનો રક્ષક અને ધનુર્ધારીઓનો શિરોમણિ બની શક્યો તેનો કુંતીને આનંદ છે. કુંતીનું માતૃહૃદય કર્ણના મુખે “મા” સાંભળીને શાંતિ પામે છે. આમ, કુંતી એક આદર્શ માતા અને વીર ક્ષત્રિયાણી છે.
In simple words: Kunti is the mother of both the Pandavas and Karna. She feels guilty for abandoning Karna at birth due to public shame. Seeing Karna's valor fills her with both motherly pride and concern, especially when he challenges Arjuna. As a Kshatriya woman, she values protecting the oppressed, even if it means sacrificing her sons. She rejoices in Karna's achievements as a warrior and donor. Hearing Karna call her "mother" brings her peace, showing her as an ideal mother and brave Kshatriya.
Exam Tip: To characterize Kunti, highlight her conflicting emotions (guilt, pride, fear), her motherly love, and her strong Kshatriya values, providing examples for each trait.
Question 3. નાટ્યખંડમાં નિરૂપાયેલો માતૃપ્રેમ તમારા શબ્દોમાં લખો.
Answer: કુંતી માત્ર પાંડવોની જ માતા નથી, તે કર્ણની પણ માતા છે. કર્ણ દુર્યોધનના પક્ષે હોય છે. પાંડવો-કૌરવો વચ્ચે યુદ્ધ થવાનું હોય છે. માતા કુંતી કર્ણને પોતાના પક્ષે લેવા આવે છે. કર્ણના જન્મ પછી કુંતીએ શરમની ખાતર તેને નદીમાં વહેતો મૂક્યો હતો. કર્ણ સારથિના ઘરમાં ઉછર્યો તેથી તે 'સૂતપુત્ર' કહેવાયો. કુંતીનું માતૃહૃદય કર્ણને રંગભૂમિ પર કવચકુંડલથી શોભતો જોઈને ખુશ થાય છે. અર્જુનને પડકારતો જોઈને માતા કુંતી દુઃખી થાય છે. કુંતીનું માતૃહૃદય કર્ણના મુખે “મા” સાંભળીને શાંતિ પામે છે. કર્ણને પોતાની પાસે રાખીને પણ તે જીવાડી શકી ન હોત. તેથી, કર્ણના ત્યાગમાં જ તેણે તેને જીવનદાન સમજ્યું હતું.
In simple words: The play shows Kunti's maternal love for Karna, even though she abandoned him at birth due to social pressure. She tries to persuade him to join the Pandavas, revealing her hidden love. She is proud of his warrior skills but also worried when he challenges Arjuna. Her heart finds peace when Karna acknowledges her as his mother, showing her profound motherly affection despite their difficult past.
Exam Tip: Focus on how Kunti's actions and emotions, despite her past abandonment, reveal a deep and enduring maternal love for Karna, emphasizing both her joy and sorrow.
Question 4. કર્ણનું પાત્રાલેખન કરો.
Answer: કર્ણ સૂર્યપુત્ર છે. કુંતી તેની જનેતા છે. તેના જન્મ પછી કુંતીએ લોકલજ્જાને કારણે તેને નદીમાં વહેતો મૂકી દીધો હતો. અધિરથ તેને પોતાને ઘરે લઈ ગયો અને તેને મોટો કર્યો. આથી, તે "સૂતપુત્ર" પણ કહેવાય છે. તેને સૂર્ય તરફથી કવચકુંડલ મળેલાં હતાં, જે તેની રક્ષા કરતાં હતાં. માતા કુંતી તેને પોતાના (પાંડવોના) પક્ષે લેવા આવે છે ત્યારે કર્ણ માને સ્પષ્ટ સંભળાવી દઈને તેનું અપમાન કરે છે. તેને માતા કુંતી પ્રત્યે આદર છે તેથી જ તે "જીવન સંકુલ જ છે મા" એમ કહી સંબોધે છે. કર્ણને ખબર છે કે દુર્યોધનની નાવ કિનારે પહોંચવાની નથી, છતાં તે દુર્યોધનનો પક્ષ છોડવા તૈયાર નથી. દુર્યોધને તેના કપરા સમયે કર્ણનો હાથ ઝાલ્યો હતો, તેથી, દુર્યોધનને ત્યજીને તે વિશ્વાસઘાત કરવા માગતો નથી. તે પોતાનો ક્ષાત્રધર્મ ત્યજવા માગતો નથી. તે કહે છે કે સતીત્વ વગરની સ્ત્રી અને યશ વગરનો પુરુષ, બંને અર્ધમૃત છે. માતા કુંતી તરફનો આદર અને ભાઈ પ્રત્યેનો પ્રેમ તેના છેલ્લા વિધાનમાં દેખાય છે. તે કુંતીને માથું નમાવીને કહે છે, "મા! વિજય તો તમારો જ થશે, પણ પાંડવો પાંચના પાંચ રહેશે, અર્જુન મરાશે તો હું, અને હું મરાઈશ તો અર્જુન."
In simple words: Karna, the son of Surya and Kunti, was abandoned at birth and raised by Adhirath, earning him the title "Sutputra." Despite being a powerful warrior with divine armor, he faces social scorn. He respects Kunti but publicly rejects her plea to join the Pandavas, driven by his unwavering loyalty to Duryodhana, who supported him in hard times. Karna believes in upholding his Kshatriya Dharma and not betraying trust. He acknowledges Kunti as his mother and accepts his fate, vowing that either he or Arjuna will die, ensuring the Pandavas remain five, fulfilling his duty and destiny.
Exam Tip: A comprehensive character sketch of Karna should cover his birth, upbringing, loyalty, sense of duty, internal conflicts, and his ultimate stand, illustrating his complex and honorable nature.
Question 5. કર્ણની લાચારી તથા દુર્યોધન પ્રત્યેની વફાદારીની ચર્ચા પાઠને આધારે કરો.
Answer: કુંતીએ કર્ણને તેના જન્મ પછી નદીમાં વહેતો મૂકી દીધો હતો. અધિરથે તેને ઉછેર્યો હતો. આથી, તે 'સૂતપુત્ર' કહેવાયો. પોતે ક્ષત્રિય હોવા છતાં દ્રોપદી સ્વયંવર વખતે "સૂતપુત્રને નહીં વરુ" એમ કહી દ્રોપદીએ તેનું અપમાન કર્યું હતું. તેને આવું સાંભળવું પડ્યું તેમાં તેની લાચારી છે. બીજા જ્યારે અવગણના કરતા હતા તેવા કપરા સમયે દુર્યોધને તેનો હાથ પકડ્યો હતો. દુર્યોધનને ભીખ, દ્રોણ, કૃપાચાર્ય કરતાં કર્ણ પર વધુ વિશ્વાસ હતો. આથી, કર્ણને ખબર હતી કે દુર્યોધનની નાવ કિનારે પહોંચવાની નથી, તેમ છતાં તે દુર્યોધનનો સાથ છોડતો નથી. તેમાં તેની દુર્યોધન પ્રત્યેની વફાદારી છે.
In simple words: Karna's helplessness stems from his abandonment by Kunti and the social stigma of being a "Sutputra," leading to insults like Draupadi's refusal to marry him. His loyalty to Duryodhana, however, is unwavering because Duryodhana stood by him and trusted him when others rejected him. Even knowing Duryodhana's cause is doomed, Karna refuses to abandon him, demonstrating his deep commitment and gratitude.
Exam Tip: Explain Karna's helplessness through his social disadvantages and his loyalty through Duryodhana's past support, demonstrating how these two aspects define his choices.
કર્ણ-કુતી સંવાદ પ્રસ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખોઃ
Question 1. કર્ણ પોતે જયેષ્ઠ પાંડવ છે તે કોને ન કહેવા વિનંતી કરે છે? કેમ?
Answer: કર્ણ પોતે જયેષ્ઠ પાંડવ છે તે વાત ધર્મરાજ યુધિષ્ઠિરને અને ગાંડિવધન્વા અર્જુનને ન કહેવા વિનંતી કરે છે. ધર્મરાજ જાણશે તો યુદ્ધની શરૂઆત જ નહીં કરે. અર્જુન જાણશે તો તેની બંધુપ્રીતિ અને સ્નેહ તેને ગાંડિવની પણછને પૂરી ખેંચવા દેશે નહીં.
In simple words: Karna requests not to reveal his identity as the eldest Pandava to Yudhishthira and Arjuna. He fears Yudhishthira would call off the war, and Arjuna's brotherly affection would prevent him from fighting wholeheartedly.
Exam Tip: When explaining Karna's request, focus on the specific impact it would have on both Yudhishthira and Arjuna, showing his understanding of their characters.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
Question 1. કર્ણ ગંગાકિનારે રેતીના પટમાં ઊભોઊભો શું કરે છે?
Answer: કર્ણ ગંગાકિનારે રેતીના પટમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને જપ કરે છે.
In simple words: Karna stands on the sandy banks of the Ganga, facing east, and chants prayers.
Exam Tip: Provide precise details about the location, posture, and activity when describing a scene.
Question 2. રેતીના પટમાં શ્રીકૃષ્ણ કયા વેશે ઊભા છે?
Answer: રેતીના પટમાં શ્રીકૃષ્ણ અનુચરના વેશમાં ઊભા છે.
In simple words: On the sandy banks, Lord Krishna stands disguised as a servant.
Exam Tip: Note the disguise used by characters, as it often holds significance in the narrative.
Question 3. રંગભૂમિ પર કર્ણ શાનાથી શોભતો હતો?
Answer: રંગભૂમિ પર કર્ણ કવચકુંડલથી શોભતો હતો.
In simple words: On the battlefield, Karna looked majestic with his divine armor and earrings.
Exam Tip: Mention significant physical attributes or possessions that define a character's appearance or power.
Question 4. ક્ષત્રિયાણીઓ પુત્રોને શા માટે જન્મ આપે છે?
Answer: ક્ષત્રિયાણીઓ પીડિતોનું રક્ષણ કરવા માટે પુત્રોને જન્મ આપે છે.
In simple words: Kshatriya women give birth to sons to protect the distressed and oppressed.
Exam Tip: State the core purpose or duty associated with a particular group or role.
Question 5. કર્ણને ક્યારે ખબર પડી કે દુર્યોધનની નૌકા ડૂબવાની છે?
Answer: મંત્રણા કક્ષમાં શ્રીકૃષ્ણનું કદમ પડ્યા પછી કર્ણને ખબર પડી કે દુર્યોધનની નાવ ડૂબવાની છે.
In simple words: Karna realized Duryodhana's fate was sealed after Krishna entered the war council.
Exam Tip: Identify the specific event or turning point that triggers a character's realization.
Question 6. શ્રીકૃષ્ણ કોને દુર્લભ દશ્ય કહે છે?
Answer: શ્રીકૃષ્ણ જનની અને સંતાનના મિલનને દુર્લભ દૃશ્ય કહે છે.
In simple words: Krishna describes the reunion of a mother and child as a rare and precious sight.
Exam Tip: Quote or paraphrase significant statements made by divine or wise characters.
Question 7. શ્રીકૃષ્ણને કેવું સુખ સંસારમાં ફરી સાંપડ્યું નથી?
Answer: કંસવધ કરી જ્યારે તેમણે માતા-પિતાને બંધનમુક્ત કર્યા, ને દેવકીએ એમને હૃદયથી ચાંપ્યા, તેવું સુખ શ્રીકૃષ્ણને સંસારમાં ફરી મળ્યું નથી.
In simple words: Krishna has not found the same joy again in the world as he felt when his parents, Devaki and Vasudeva, embraced him after he freed them from Kamsa.
Exam Tip: Refer back to specific events that are cited as unique or unmatched in the narrative.
Question 8. કર્ણના કહેવા પ્રમાણે ધર્મરાજનું અંતઃકરણ કેવું છે?
Answer: કર્ણના કહેવા પ્રમાણે ધર્મરાજનું હૃદય કમળ જેવું કોમળ છે.
In simple words: According to Karna, Dharmaraj's heart is as gentle as a lotus.
Exam Tip: Pay attention to similes and metaphors used by characters to describe others, as they reveal their perceptions.
Question 9. "કર્ણ – કુંતી સંવાદ' ગદ્યમાં શ્રીકૃષ્ણ માટે કયો શબ્દ વપરાયો છે?
Answer: ‘કર્ણ – કુંતી સંવાદ' ગદ્યમાં શ્રીકૃષ્ણ માટે યાદવશ્રેષ્ઠ શબ્દ વપરાયો છે.
In simple words: In the text "Karna-Kunti Samvad," the word "Yadavasreshtha" is used for Lord Krishna.
Exam Tip: Note honorifics or titles used for prominent characters, as they reflect their status or qualities.
Question 10. કર્ણ કુંતીને પાંડવો પાંચના પાંચ રહેશે” એમ કેમ કહે છે?
Answer: કર્ણ કુંતીને પાંડવો પાંચના પાંચ રહેશે” એમ કહે છે કારણ કે તે જયેષ્ઠ પાંડવ છે તેથી અર્જુન મરાશે તો તે, અને તે મરાશે તો અર્જુન રહેશે.
In simple words: Karna tells Kunti that the Pandavas will remain five because he is the eldest Pandava. Thus, if Arjuna dies, Karna will replace him, and if Karna dies, Arjuna will remain.
Exam Tip: Explain the logic behind a character's statement, especially when it involves a numerical outcome or a condition.
3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
Question 1. કર્ણ – કુંતી સંવાદ નાટ્યખંડના લેખકનું નામ જણાવો.
(a) રમણલાલ વ. દેસાઈ
(b) મોહનલાલ પટેલ
(c) જનક ત્રિવેદી
(d) મનુભાઈ પંચોલી
Answer: (d) મનુભાઈ પંચોલી
In simple words: The author of "Karna-Kunti Samvad" is Manubhai Pancholi.
Exam Tip: Remember the authors of literary works, as these questions frequently appear in exams.
Question 2. કર્ણ – કુંતી સંવાદનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) આત્મકથા – ખંડ
(b) આખ્યાન – ખંડ
(c) નાટ્યખંડ
(d) નવલિકા
Answer: (c) નાટ્યખંડ
In simple words: "Karna-Kunti Samvad" is a dramatic play extract.
Exam Tip: Always identify the literary genre or form of a given text, as it helps in understanding its structure and purpose.
Question 3. ‘દર્શક’ કોનું ઉપનામ છે?
(a) મનુભાઈ પંચોલીનું
(b) પન્નાલાલ પટેલનું
(c) મોહમ્મદ માંકડનું
(d) ચંદ્રકાન્ત મહેતાનું
Answer: (a) મનુભાઈ પંચોલીનું
In simple words: "Darshak" is the pen name of Manubhai Pancholi.
Exam Tip: Knowing the pen names of famous authors is essential for literature-based questions.
Question 4. કર્ણ – કુંતી સંવાદ કઈ નાટ્યકૃતિનો નાટ્યખંડ છે?
(a) અંતિમ અધ્યાય
(b) પરિત્રાણ
(c) જલિયાંવાલા
(d) દીપનિર્વાણ
Answer: (b) પરિત્રાણ
In simple words: "Karna-Kunti Samvad" is an excerpt from the play "Paritran."
Exam Tip: Identify the larger work from which an extract is taken, as it provides context for the themes and characters.
Question 5. ‘દર્શક'ને કઈ નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો છે?
(a) ઝેર તો પીધાં છે જાણી જાણી
(b) દીપનિર્વાણ
(c) સૉક્રેટીસ
(d) પરિત્રાણ
Answer: (a) ઝેર તો પીધાં છે જાણી જાણી
In simple words: "Darshak" received the Bharatiya Jnanpith Award for his novel "Zer To Pidhan Chhe Jani Jani."
Exam Tip: Associate authors with their award-winning works, as these are often tested in general knowledge and literature exams.
કર્ણ-કુતી સંવાદ વ્યાકરણ Vyakaran
1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખો:
Question (1) મને સૂર્યદેવે સંકેત કરી જ છે.
Answer: મને સુર્યદેવે સંકેત કર્યા જ છે.
In simple words: Correcting the verb tense to match the subject is crucial.
Exam Tip: Pay attention to verb conjugation and agreement with the subject in Gujarati sentences for grammatical correctness.
Question (2) બેટા યુધિષ્ઠિર તારું છાત્ર ધરશે.
Answer: બેટા! યુધિષ્ઠિર તને છત્ર ધરશે.
In simple words: The correct pronoun and particle make the sentence flow naturally.
Exam Tip: Ensure proper use of pronouns and postpositions like 'ને' to maintain grammatical accuracy and natural sentence structure.
Question (3) તેના એક આંખમાં અમ્રત છે.
Answer: તેની એક આંખમાં અમૃત છે.
In simple words: Use the correct possessive pronoun for "her" or "its."
Exam Tip: Always use the correct gender and number for possessive pronouns to match the noun in Gujarati grammar.
Question (4) ફોઈની અનુચર થવાની ક્યાથી મળે.
Answer: ફોઈના અનુચર થવાનું ક્યાંથી મળે?
In simple words: The correct verb form and question word improve sentence clarity.
Exam Tip: Ensure the verb form agrees with the subject and that interrogative words like 'ક્યાંથી' are correctly placed for questions.
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
Question 1. હું તો છની આશાએ આવી હતી.
Answer: ની, એ
In simple words: Identify the small words that connect parts of a sentence.
Exam Tip: Pratyayas are typically suffixes or postpositions that indicate grammatical relationships; carefully analyze each word in the sentence.
Question 2. જનની અને સંતાનના મિલન જેવું દુર્લભ દશ્ય સ્વર્ગમાંય નથી.
Answer: ના, માંય
In simple words: Find the linking elements that modify nouns or denote location.
Exam Tip: Look for suffixes attached to nouns or pronouns that indicate possession, location, or comparison.
Question 3. આ વિશ્વાસઘાત કરું તો કયા નરકમાં પડું?
Answer: માં
In simple words: The short word shows where something is happening.
Exam Tip: Recognize postpositions like 'માં' that signify "in" or "at" when searching for pratyayas.
Question 4. એ નૌકા બંદરે પહોંચવાની નથી.
Answer: એ, ની
In simple words: These words mark ownership and destination.
Exam Tip: Identify both nominal pratyayas (like 'ની' for possession) and locative ones (like 'એ' for destination).
3. નીચે આપેલાં રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:
Question (1) આંખ ઠરવી – ગમવું, પસંદ પડવું
Answer: વાક્ય: બગીચાનું કુદરતી સૌંદર્ય જોઈને મારી આંખ ઠરી.
In simple words: To feel pleased or satisfied by seeing something.
Exam Tip: When using idioms in sentences, ensure the context clearly reflects the idiom's meaning.
Question (2) જીવ ત્રાજવે તોળાવો – જીવ જોખમમાં મુકાવો
Answer: વાક્ય: મારા પુત્રનો જીવ ત્રાજવે તોળાઈ રહ્યો છે અને તમને મજાક સૂઝે છે!
In simple words: To have one's life in great danger.
Exam Tip: Use the idiom in a dramatic or serious context that emphasizes the risk to life.
Question (3) હાથ ઝાલવો – મદદ કરવી
Answer: વાક્ય: કપરા સમયે હાથ ઝાલે તે જ સાચો સગો.
In simple words: To offer help or support.
Exam Tip: Create a sentence where the action of helping is clearly demonstrated by the idiom.
4. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:
Question (1) અવમાન – હલકું, ઊતરતું
Answer: (1) અવમાન – અપમાન, અવગણના
In simple words: The term means disrespect or disregard.
Exam Tip: Carefully match words with similar meanings; some words may have multiple synonyms.
Question (2) વાટ – શાંતિ, નિરાંત
Answer: (2) વાટ – રાહ, પ્રતીક્ષા
In simple words: This means a path or waiting.
Exam Tip: Consider all possible meanings of a word before choosing the best synonym, especially for words with multiple contexts.
Question (3) પિશુન – અપમાન, અવગણના
Answer: (3) પિશુન – કઠોર, નીચ
In simple words: This term describes someone harsh or mean.
Exam Tip: Be mindful of words that describe character traits when finding synonyms.
Question (4) હીન – અદ્ભુત, દિવ્ય
Answer: (4) હીન – હલકું, ઊતરતું
In simple words: This means inferior or low.
Exam Tip: Ensure that the synonym chosen reflects the exact nuance of the original word, such as inferiority.
Question (5) અલૌકિક – રાહ, પ્રતીક્ષા
Answer: (5) અલૌકિક – અદ્ભુત, દિવ્ય
In simple words: This refers to something supernatural or divine.
Exam Tip: Understand the spiritual or extraordinary connotations of words like 'alaukik'.
Question (6) શાતા – કઠોર, નીચ
Answer: (6) શાતા – શાંતિ, નિરાંત
In simple words: This means peace or comfort.
Exam Tip: Differentiate between words that sound similar but have different meanings or connotations.
5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
Question 1. અમૃત
Answer: અમૃત X વિષ
In simple words: The opposite of immortality nectar is poison.
Exam Tip: For antonyms, think of the direct opposite meaning of the word.
Question 2. સંકુલ
Answer: સંકુલ X સરળ
In simple words: The opposite of complex is simple.
Exam Tip: Practice identifying common antonym pairs to improve vocabulary.
Question 3. અલૌકિક
Answer: અલૌકિક X લૌકિક
In simple words: The opposite of supernatural is worldly.
Exam Tip: Consider philosophical or existential opposites for words with deeper meanings.
Question 4. યશ
Answer: યશ X અપયશ
In simple words: The opposite of fame is infamy.
Exam Tip: Understand how prefixes like 'અપ-' can create antonyms in Gujarati.
Question 5. દુર્લભ
Answer: દુર્લભ X સુલભ
In simple words: The opposite of rare is easily available.
Exam Tip: Pay attention to prefixes like 'દુર્-' (difficult) and 'સુ-' (easy) when forming antonyms.
Question 6. પૂર્વ
Answer: પૂર્વ X પશ્ચિમ
In simple words: The opposite of east is west.
Exam Tip: Recall directional opposites. These are straightforward.
Question 7. ઉત્તર
Answer: ઉત્તર X દક્ષિણ
In simple words: The opposite of north is south.
Exam Tip: Remember geographical or directional antonyms.
Question 8. સંધ્યા
Answer: સંધ્યા X ઉષા
In simple words: The opposite of twilight is dawn.
Exam Tip: Think of the different parts of a day for chronological opposites.
Question 9. રક્ષણ
Answer: રક્ષણ X ભક્ષણ
In simple words: The opposite of protection is devouring.
Exam Tip: Consider verbs of action and their direct opposites for antonyms.
Question 10. પ્રસન્ન
Answer: પ્રસન્ન X ખિન્ન
In simple words: The opposite of happy is sad.
Exam Tip: Emotional states often have clear antonyms.
6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
Question 1. અધીકારી
Answer: અધિકારી
In simple words: Correct the spelling to 'adhikari'.
Exam Tip: Pay close attention to short and long vowel sounds (હ્રસ્વ અને દીર્ઘ) in Gujarati spelling.
Question 2. કુલદ્દેશી
Answer: કુલષી
In simple words: Correct the spelling to 'kulshi'.
Exam Tip: Be careful with consonant clusters and traditional spellings of certain words.
Question 3. આતંત્રણ
Answer: આર્તત્રાણ
In simple words: Correct the spelling to 'artatran'.
Exam Tip: Words related to Sanskrit roots often have specific spellings for 'r' sounds.
Question 4. શ્રોતય
Answer: શ્રોત્રિય
In simple words: Correct the spelling to 'shrotriya'.
Exam Tip: Note the correct placement of 'ત્ર' and 'ય' in such words.
Question 5. સીરોમણી
Answer: શિરોમણિ
In simple words: Correct the spelling to 'shiromani'.
Exam Tip: Pay attention to the initial vowel and the 'ણ'/'ન' distinction.
Question 6. અર્ધમ્રત
Answer: અર્ધમૃત
In simple words: Correct the spelling to 'ardhmrut'.
Exam Tip: Be careful with the 'મૃત' suffix, which means 'dead'.
Question 7. મંત્રણાગ્રહ
Answer: મંત્રણાગૃહ
In simple words: Correct the spelling to 'mantranagruh'.
Exam Tip: The 'ગૃહ' suffix refers to a house or chamber, and its spelling is specific.
Question 8. શ્રેષ્ઠત્તર
Answer: શ્રેષ્ઠતર
In simple words: Correct the spelling to 'shreshthtar'.
Exam Tip: Avoid unnecessary double consonants; 'તર' is the correct comparative suffix.
Question 9. કિરિટ
Answer: કિરીટ
In simple words: Correct the spelling to 'kirit'.
Exam Tip: Focus on the correct length of the 'i' vowel sound.
Question 10. પ્રતિસ્પધી
Answer: પ્રતિસ્પર્ધી
In simple words: Correct the spelling to 'pratispardhi'.
Exam Tip: Pay attention to the 'ર્ધ' conjunct and the final long 'ઈ' sound.
7. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો:
Question 1. પૂર્વાભિમુખ
Answer: પૂર્વાભિમુખ = પૂર્વ + અભિમુખ
In simple words: Split the word into "east" and "facing."
Exam Tip: Identify the root words combined in the compound word.
Question 2. લોકાપવાદ
Answer: લોકાપવાદ = લોક + અપવાદ
In simple words: Separate the word into "people" and "exception/rumor."
Exam Tip: Look for natural breaks where two meaningful words combine.
Question 3. દુર્લભ
Answer: દુર્લભ = દુઃ + લભ
In simple words: Break the word into a prefix indicating difficulty and the root "obtainable."
Exam Tip: Recognize prefixes like 'દુઃ' which indicate negative or difficult meanings.
Question 4. યુદ્ધારંભ
Answer: યુદ્ધારંભ = યુદ્ધ + આરંભ
In simple words: Split the word into "war" and "beginning."
Exam Tip: Compound words often combine a noun and a word indicating start or end.
Question 5. તમસાવૃત્ત
Answer: તમસાવૃત્ત = તમન્ + આવૃત્ત
In simple words: Divide the word into "darkness" and "covered."
Exam Tip: Identify the core components that signify a state (e.g., covered) and the substance (e.g., darkness).
8. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
Question 1. સૂર્યકિરણ
Answer: સૂર્યકિરણ – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'ray of the sun'.
Exam Tip: Tatpurush Samas often involves a relationship between two nouns, where the first modifies the second, like a possessive or objective case.
Question 2. રાધાપુત્ર
Answer: રાધાપુત્ર – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'son of Radha'.
Exam Tip: Similarly, this compound indicates a relationship of belonging or descent, characteristic of Tatpurush.
Question 3. પાંડવજનેતા
Answer: પાંડવજનેતા – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'mother of the Pandavas'.
Exam Tip: The 'jeneta' (mother) relates directly to 'Pandava', indicating a Tatpurush compound.
Question 4. સંધ્યા સૂર્ય
Answer: સંધ્યા સૂર્ય – મધ્યમપદલોપી સમાસ
In simple words: This is a Madhyampadalopi Samas, where the middle word 'નો' (of) is omitted, meaning 'sun of twilight'.
Exam Tip: Madhyampadalopi Samas involves the omission of a middle word or phrase that clarifies the relationship between the two main components.
Question 5. કવચકુંડલ
Answer: કવચકુંડલ – હન્દુ સમાસ
In simple words: This is a Dvandva Samas, meaning 'armor and earrings'.
Exam Tip: Dvandva Samas connects two nouns with 'અને' (and), indicating they are of equal importance.
Question 6. કુલદ્વેષી
Answer: કુલદ્વેષી – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'hater of the family'.
Exam Tip: The 'hatred' is directed towards the 'family', making it a Tatpurush relationship.
Question 7. તમસાવૃત્ત
Answer: તમસાવૃત્ત – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'covered by darkness'.
Exam Tip: The 'covered' state is by 'darkness', which fits the Tatpurush pattern.
Question 8. જીવનદાન
Answer: જીવનદાન – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'gift of life'.
Exam Tip: 'Daan' (gift) is for 'Jeevan' (life), a clear Tatpurush structure.
Question 9. મંત્રણાગૃહ
Answer: મંત્રણાગૃહ – મધ્યમપદલોપી સમાસ
In simple words: This is a Madhyampadalopi Samas, where the middle word 'માટે' (for) is omitted, meaning 'house for consultation'.
Exam Tip: The house is for a specific purpose, and the purpose-indicating word is omitted.
Question 10. કમલકોમલ
Answer: કમલકોમલ – કર્મધારય સમાસ
In simple words: This is a Karmadharaya Samas, meaning 'as soft as a lotus'.
Exam Tip: Karmadharaya Samas describes one noun by comparing it to or qualifying it with another.
Question 11. યાદવશ્રેષ્ઠ
Answer: યાદવશ્રેષ્ઠ – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'best among Yadavas'.
Exam Tip: The 'best' is specified 'among' a group, which is a common Tatpurush pattern.
Question 12. યુધિષ્ઠિર
Answer: યુધિષ્ઠિર – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'one who is stable in war'.
Exam Tip: Consider the etymological meaning of proper nouns to identify their Samas.
Question 13. ક્ષાત્રધર્મ
Answer: ક્ષાત્રધર્મ – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'duty of a Kshatriya'.
Exam Tip: When one noun defines the 'dharma' (duty) of another, it's typically Tatpurush.
Question 14. સ્વામીનિષ્ઠા
Answer: સ્વામીનિષ્ઠા – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'loyalty to the master'.
Exam Tip: Loyalty is directed 'to' the 'master', a clear Tatpurush relationship.
Question 15. બંધુપ્રીતિ
Answer: બંધુપ્રીતિ – તપુરુષ સમાસ
In simple words: This is a Tatpurush Samas, meaning 'love for brothers'.
Exam Tip: The 'love' is 'for' the 'brothers', forming a Tatpurush compound.
કર્ણ – કુતી સંવાદ શબ્દાર્થ
Question. પૂર્વાભિમુખ
Answer: પૂર્વ તરફના મોંનુ.
In simple words: Facing towards the east.
Exam Tip: Understand compound words by breaking them into their root meanings (પૂર્વ = east, અભિમુખ = facing).
Question. ઉત્તરીય
Answer: અંગવસ્ત્ર, ખેસ.
In simple words: An upper garment or shawl.
Exam Tip: Note words that describe traditional clothing or accessories.
Question. અનુચર
Answer: પાછળ ચાલનાર, ચાકર.
In simple words: One who follows; a servant.
Exam Tip: Identify words that describe roles or positions, often indicating a subordinate status.
Question. પૂઠે
Answer: પાછળ.
In simple words: Behind.
Exam Tip: Simple directional words are fundamental vocabulary.
Question. અવરુદ્ધ કંઠે
Answer: રૂંધાયેલા કંઠે.
In simple words: With a choked or suppressed voice.
Exam Tip: Pay attention to phrases that describe emotions conveyed through speech or voice.
Question. અધિરથ
Answer: કર્ણના પાલક પિતાનું નામ.
In simple words: The name of Karna's foster father.
Exam Tip: Remember key character names and their relationships in the epic.
Question. આવરણ
Answer: આચ્છાદન, પડદો.
In simple words: A covering or a veil.
Exam Tip: Understand words that denote physical or metaphorical coverings.
Question. અવમાન
Answer: અપમાન, અવગણના.
In simple words: Insult or disregard.
Exam Tip: Note words associated with social slights or disrespect.
Question. દુઃસાધ્ય
Answer: કરવું મુશ્કેલ.
In simple words: Difficult to achieve or perform.
Exam Tip: Recognize prefixes like 'દુઃ' that imply difficulty or hardship.
Question. પૃષ્ઠ 52] કવચ
Answer: બખ્તર.
In simple words: Armor.
Exam Tip: Identify terms related to warfare and protective gear.
Question. પાધરું
Answer: આડુંઅવળું નહીં પણ સીધું, અનુકૂળ.
In simple words: Straight, not crooked; favorable.
Exam Tip: Understand words that describe directness or suitability.
Question. કુલષી
Answer: કુળની ઈર્ષા કરનાર.
In simple words: One who is jealous of their family or lineage.
Exam Tip: Note words that describe specific character flaws or negative traits.
Question. અધોરકર્મી
Answer: ઘાતકી કર્મો કરનાર.
In simple words: One who commits cruel or brutal acts.
Exam Tip: Understand words that describe vicious or destructive actions.
Question. આર્તવ્રાણ
Answer: પીડિતનું રક્ષણ.
In simple words: Protection of the distressed.
Exam Tip: Recognize terms that relate to compassion and defense of the vulnerable.
Question. ખપી જવું
Answer: યુદ્ધમાં કામ આવવું, મરી જવું.
In simple words: To be useful in battle; to die.
Exam Tip: Understand idiomatic expressions related to sacrifice or death in battle.
Question. પિશુન
Answer: કઠોર, નીચ.
In simple words: Harsh, low.
Exam Tip: Note words that describe negative qualities or attributes.
Question. સૂત
Answer: સારથિ. હીન – હલકું, ઊતરતું.
In simple words: A charioteer. Inferior, low.
Exam Tip: Differentiate between the meaning of 'sut' as a charioteer and 'heen' as low status.
Question. લઘુતાભાવ
Answer: પોતે નાનું કે ઊતરતું છે, એવી મનમાં ગાંઠ વળે તે ભાવ, ઈન્ફિરિયોરિટી કૉપ્લેક્સ.
In simple words: A feeling in the mind that one is small or inferior; an inferiority complex.
Exam Tip: Understand psychological terms and their Gujarati equivalents.
Question. ગ્રસી લીધો
Answer: પકડી લીધો.
In simple words: Seized or captured.
Exam Tip: Note verbs that describe actions of seizing or taking hold.
Question. તમસાવૃત્ત
Answer: અંધકારથી વીંટળાયેલું. તમસ અંધકાર.
In simple words: Covered in darkness. Darkness.
Exam Tip: Understand words that describe states of being, such as being covered by something.
Question. સહસ્ત્ર
Answer: હજાર.
In simple words: A thousand.
Exam Tip: Remember numerical terms, especially those of Sanskrit origin.
Question. શ્રોત્રિય
Answer: વેદ ભણેલો, વેદાભ્યાસી બ્રાહ્મણ.
In simple words: A Brahmin who has studied the Vedas.
Exam Tip: Understand terms related to religious scholarship and social classes.
Question. શિરોમણિ
Answer: મુખ્ય, શ્રેષ્ઠ, નાયક.
In simple words: Foremost, best, leader.
Exam Tip: Note honorifics or words that indicate superiority or leadership.
Question. સંકુલ
Answer: અવ્યવસ્થિત, ગૂંચવાયેલું.
In simple words: Disordered, complicated.
Exam Tip: Understand words that describe confusion or disarray.
Question. શાતા
Answer: શાંતિ, ટાઢક, નિરાંત.
In simple words: Peace, coolness, relief.
Exam Tip: Note words related to comfort, calm, or tranquility.
Question. વેદના
Answer: પીડા.
In simple words: Pain.
Exam Tip: Simple nouns describing physical or emotional states are crucial.
Question. છત્ર ધરવું
Answer: (રાજચિહ્ન તરીકે) છત્રને માથા ઉપર રાખવું – બીજાને ઓઢાડવું.
In simple words: To hold a canopy over someone (as a royal symbol) – to shelter others.
Exam Tip: Understand actions that symbolize protection, royalty, or patronage.
Question. ચામર ઢોળવી
Answer: (દેવ કે રાજા જેવા મોટા માણસ આગળ) ચમરી ફેરવવી, પંખા પેઠે આસપાસ વીંઝવી.
In simple words: To wave a fly-whisk (chamri) around a great person like a god or king, fanning them.
Exam Tip: Note customs and rituals associated with respect for high-ranking individuals.
Question. લોકાપવાદ
Answer: વગોવણી.
In simple words: Slander, public criticism.
Exam Tip: Understand terms related to public opinion and defamation.
Question. સતીત્વ
Answer: પતિવ્રતાપણું.
In simple words: Chastity, devotion to one's husband.
Exam Tip: Note terms related to traditional virtues, especially for women.
Question. યશ
Answer: કીર્તિ.
In simple words: Fame, glory.
Exam Tip: Simple synonyms for abstract concepts are important.
Question. બંદર
Answer: દરિયા કે નદીને કિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન.
In simple words: A place on the coast of a sea or river where ships can come and go; a port.
Exam Tip: Understand geographical terms and their functions.
Question. પ્રયાણ
Answer: જવું – ચાલવા માંડવું તે, પ્રસ્થાન.
In simple words: To go – to start walking, departure.
Exam Tip: Note words that denote movement, travel, or starting a journey.
Question. વિશ્વાસઘાત
Answer: કોઈએ મૂકેલો વિશ્વાસ તોડવો તે.
In simple words: To break someone's trust; betrayal.
Exam Tip: Understand ethical terms and their definitions.
Question. યાદવશ્રેષ્ઠ
Answer: યાદવોમાં શ્રેષ્ઠ, કૃષ્ણ.
In simple words: The best among the Yadavas, Krishna.
Exam Tip: Recognize titles that indicate supremacy within a lineage or group.
Question. અગ્રણી
Answer: આગેવાન.
In simple words: A leader.
Exam Tip: Simple synonyms for leadership roles are useful.
Question. ખિન્ન
Answer: દુઃખી, ગમગીન.
In simple words: Sad, dejected.
Exam Tip: Note words that describe emotional states, especially negative ones.
Question. નિર્વિષયી
Answer: કામવાસના વગરનો.
In simple words: Without worldly desires.
Exam Tip: Understand terms related to detachment or spiritual purity.
Question. અલૌકિક
Answer: અસામાન્ય, અદ્ભુત, દિવ્ય.
In simple words: Unusual, wonderful, divine.
Exam Tip: Note words that describe extraordinary or supernatural qualities.
Question. મૃત્યુલોક
Answer: પૃથ્વી.
In simple words: The Earth; the mortal world.
Exam Tip: Understand terms that refer to different realms or worlds.
Question. ક્ષાત્રધર્મ
Answer: ક્ષત્રિયોનો ધર્મ.
In simple words: The duty of Kshatriyas.
Exam Tip: Note terms related to the duties of specific social classes.
Question. અભિધાન
Answer: નામ, ઉપનામ.
In simple words: Name, title.
Exam Tip: Simple synonyms for naming conventions are useful.
Question. અભીષ્ટ
Answer: ઇચ્છેલું, મનગમતું.
In simple words: Desired, preferred.
Exam Tip: Note words related to wishes, desires, or preferences.
Question. જ્યેષ્ઠ
Answer: મોટું, વડું. ધર્મરાજ યુધિષ્ઠિર.
In simple words: Elder, senior. Dharmaraj Yudhishthira.
Exam Tip: Understand terms that denote seniority or rank, and their common association (e.g., Yudhishthira as the eldest Pandava).
Question. ગાંડિવધન્વા કિરીટી
Answer: અર્જુન.
In simple words: Arjuna (wielder of the Gandiva bow, wearing a crown).
Exam Tip: Recognize epithets or descriptive names used for characters in epics.
Question. સૌહાર્દ
Answer: મિત્રતા.
In simple words: Friendship.
Exam Tip: Simple synonyms for social relationships are basic vocabulary.
Question. પણછ
Answer: ધનુષની દોરી.
In simple words: The string of a bow.
Exam Tip: Note specific terms for parts of weapons or tools.
Question. પ્રતિસ્પર્ધી
Answer: હરીફ.
In simple words: A competitor.
Exam Tip: Simple synonyms for competition or rivalry are useful.
Question. યુયુત્સા
Answer: યુદ્ધ કરવાની ઈચ્છા.
In simple words: The desire to fight a war.
Exam Tip: Understand terms that describe a strong inclination or desire for an action.
Question. અંતઃસ્ત્રવા
Answer: અંદર વહેનાર.
In simple words: Flowing inwards.
Exam Tip: Recognize prefixes like 'અંતઃ' that indicate internal direction.
Question. આલિંગન દેવું
Answer: ભેટવું.
In simple words: To embrace.
Exam Tip: Simple verbs for common actions are fundamental vocabulary.
Free study material for Gujarati
GSEB Solutions Class 11 Gujarati Chapter 12 કર્ણ કુતી સંવાદ
Students can now access the GSEB Solutions for Chapter 12 કર્ણ કુતી સંવાદ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 11 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 12 કર્ણ કુતી સંવાદ
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 11 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 11 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 11 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 11 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 12 કર્ણ કુતી સંવાદ to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 12 કર્ણ-કુતી સંવાદ is available for free on StudiesToday.com. These solutions for Class 11 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 12 કર્ણ-કુતી સંવાદ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 12 કર્ણ-કુતી સંવાદ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Gujarati. You can access GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 12 કર્ણ-કુતી સંવાદ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 12 કર્ણ-કુતી સંવાદ in printable PDF format for offline study on any device.