GSEB Class 11 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા Solutions

Get the most accurate GSEB Solutions for Class 11 Gujarati પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 11 Gujarati. Our expert-created answers for Class 11 Gujarati are available for free download in PDF format.

Detailed પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા GSEB Solutions for Class 11 Gujarati

For Class 11 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 11 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા solutions will improve your exam performance.

Class 11 Gujarati પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા GSEB Solutions PDF

‘પદ્યાર્થગ્રહણ’ કે ‘પદ્યસમીક્ષા’ એટલે કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજવો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપવા.

પધાર્થગ્રહણ / પધસમીક્ષા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

1. આપેલા કાવ્યને શાંત – સ્વસ્થચિત્તે બે-ત્રણ વાર વાંચી જાઓ. કાવ્ય વાંચતાં પહેલાં એક વાર પ્રશ્નો વાંચી લેવા જોઈએ.
In simple words: First, calmly read the given poem two or three times. Before reading the poem, you should read the questions once.

2. કાવ્યમાં રહેલા મુખ્ય વિચારને સમજવાનો પ્રયત્ન કરો. તેમાં રહેલી કલ્પના કે અલંકારને સમજવાનો પ્રયત્ન કરો. કાવ્યમાં આવતા અઘરા શબ્દો સમજવા માટે પૂર્વાપર સંબંધનો ઉપયોગ કરવો.
In simple words: Try to grasp the main idea in the poem. Understand the imagery or figures of speech used. Use context to understand any difficult words in the poem.

3. એક-એક પ્રશ્ન વાંચીને તેનો ઉત્તર કાવ્યમાંથી શોધી કાઢો. ઉત્તરોને લગતા મુદ્દાઓની એક રફ પાના પર નોંધ કરો. બધા પ્રશ્નોના ઉત્તરો માટેના મુદ્દા નોંધી લીધા બાદ તેમના આધારે પ્રશ્નોના ઉત્તર લખો.
In simple words: Read each question one by one and find its answer in the poem. Note down rough points related to the answers on a separate page. After noting down points for all questions, write the answers based on them.

4. ઉત્તરો ટૂંકા, મુદાસર અને પોતાની ભાષામાં જ લખવા જોઈએ. કાવ્યની ભાષા ભલે અધરી હોય પણ એના પર આધારિત પ્રશ્નનો ઉત્તર લખવાનો હોય ત્યારે સરળ ભાષામાં લખવો. કોઈ પણ ઉત્તર ચાર-પાંચ વાક્યોથી વધુ વિસ્તૃત ન થવો જોઈએ.
In simple words: Answers should be brief, to the point, and written in your own language. Even if the poem’s language is complex, the answer to a question based on it should be simple. No answer should be longer than four or five sentences.

5. તમારા ઉત્તરોના લખાણમાં જોડણી, વિરામચિહ્નો વગેરે પર ખાસ ધ્યાન આપો. જો લખાણની ભાષા શુદ્ધ નહીં હોય, તો ગુણ કપાઈ જવાની શક્યતા છે.
In simple words: Pay special attention to spelling, punctuation, and other grammar in your answers. If the language of your writing is not correct, there is a chance of losing marks.

6. શીર્ષકઃ કાવ્યના ભાવ અથવા વિચારનું પ્રતિબિંબ પડતું હોય એવું અને ટૂંકું શીર્ષક આપવું. શીર્ષક કાવ્યનો આત્મા છે, તેથી શીર્ષક આપતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી.
In simple words: Give a short title that reflects the poem's mood or main idea. The title is the soul of the poem, so keep this in mind when choosing one.

7. લખેલા ઉત્તરો એક વાર ધ્યાનપૂર્વક વાંચી જવા. હવે કાવ્યસમીક્ષા માટે અહીં આપેલાં કાવ્યો અને તેમના પ્રશ્નોત્તરોનો ચીવટપૂર્વક અભ્યાસ કરો.
In simple words: Read the written answers carefully once. Now, study the poems and their questions and answers given here for poem analysis.

નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

1. પીઠે બાંધ્યા મણમણ તણા બોજ, ને ચાલવાનું
વાંકાચૂકા ચઢઊતરના દીર્ઘ માર્ગો પર હ્યાં;
હૈયા કેરા અમૃતરસમાં ધોળવાં ઝેર ઝાઝાં
ને એ સોને અમૃતમય દેવાં બનાવી કલાથી:
આવા મોંઘા કઠિન કપરા જીવને એક દીક્ષા
જો ના દે તું જગતગુરુ! તો માંગું છું અન્ય ભિક્ષા?
જન્મી હી કુટિલ વ્યવહાર શકું કેડી કોરી,
જો વૈષમ્ય અકુટિલ રહું સાચવી સાચદોરી.
સીંચી સીંચી જલહૃદયનાં પથરાળી ધરામાં
મેં ઉગાડું, કંઈ વહી શકું ઉપરે અંતરે વા,
છો ને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે,
તોયે જમ્મુ મુજ હું સમજું લાગિયું કાંક લેખે,
જો તું દે ના જગતગુરુ ઓ! આટલી એક ભિક્ષા
તો હું યાચું, દઈશ ન કદી જન્મની ફેર શિક્ષા.
– સુંદરજી બેટાઈ

 

Question (1) માનવીએ કેવા માર્ગે ચાલવાનું છે?
Answer: માનવીએ ચિંતાઓ અને જવાબદારીઓનો ભારે બોજ ઊંચકીને જીવનના વાંકાચૂકા, ઊંચાનીચા અને લાંબા માર્ગે ચાલવાનું છે.
In simple words: Humans must walk on life’s winding, up-and-down, and long paths, carrying the heavy burden of worries and duties.

Exam Tip: When answering questions about human struggles, always mention both the challenges (burdens, winding paths) and the emotional state (worries, responsibilities).

 

Question (2) કવિ મનુષ્યજીવનને મોંધું, કપરું અને કઠિન શા માટે કહે છે?
Answer: કવિ મનુષ્યજીવનને મોંઘું, કપરું અને કઠિન કહે છે, કારણ કે મનુષ્ય વખતોવખત પોતાના હૈયાના અમૃતરસમાં સંસાર તરફથી મળતાં વિષને સમાવી લઈ તેને અમૃતમય બનાવવાની કલા કેળવવી પડે છે.
In simple words: The poet calls human life precious, difficult, and challenging because a person constantly has to learn the art of absorbing the poison received from the world into their heart's nectar and turning it into something divine.

Exam Tip: To score well, explain that the difficulty stems from transforming negative worldly experiences into positive, life-enriching ones.

 

Question (3) કવિ પ્રભુ પાસે શી દીક્ષા માગે છે?
Answer: કુટિલ વ્યવહારોવાળા જગતમાં જન્મેલા કવિ જગતની અનેક વિષમતાઓ વચ્ચે પણ સત્યનું સૂત્ર પકડી રાખીને અકુટિલ રહેવાની પ્રભુ પાસે દીક્ષા માગે છે.
In simple words: Born into a world full of crooked dealings, the poet asks God for the teaching to remain straightforward, holding onto the thread of truth amidst the world's many difficulties.

Exam Tip: Focus on keywords like 'straightforward conduct,' 'truth,' and 'overcoming worldly imbalances' to fully convey the essence of the poet's plea.

 

Question (4) પ્રભુ કવિને ઈચ્છિત ભિક્ષા ન આપે તો કવિ બીજું શું માગે છે? શા માટે?
Answer: પ્રભુ કવિને ઇચ્છિત ભિક્ષા ન આપે તો કવિ પુનર્જન્મથી મુક્તિ માગે છે, કારણ કે જેને સાર્થક ન બનાવી શકાય એવું જીવન કવિને ખપતું નથી.
In simple words: If God does not grant the poet's desired wish, the poet asks for liberation from rebirth. This is because the poet does not want a life that cannot be made meaningful.

Exam Tip: Highlight the condition for the poet's request (not getting the desired alms) and the profound reason behind it (life must be purposeful).

 

Question (5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer: કાવ્યનું યોગ્ય શીર્ષક: જીવનદીક્ષા
In simple words: A suitable title for this poem is 'Life's Lesson' or 'Guidance for Life'.

Exam Tip: A good title should be concise and directly reflect the central theme or the main message of the poem, which here is about life's challenges and seeking guidance.

 

2. આપણે ભરોસે આપણે હાલીએ
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ
એક મહેનતના હાથને ઝાલીએ
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે, તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણના સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે
કોણ લઈ જાય સામે પાર?
એના કરતૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ. હો ભેરુ

 

Question (1) ‘તારે ભરોસે રામ' એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે?
Answer: ‘તારે ભરોસે રામ' એવું ગાનારને કવિ ખોટો કહે છે; કારણ કે જેને પોતાની જાત પર ભરોસો ન હોય તેનો ભગવાન પરનો ભરોસો નકામો કરે છે.
In simple words: The poet calls someone who sings 'I rely on Ram' wrong. This is because relying on God is pointless if a person does not trust themselves first.

Exam Tip: Emphasize the idea of self-reliance as a prerequisite for any external faith or trust, as per the poem's message.

 

Question (2) “આપણે જ આપણે છઈએ. આ પંક્તિ સમજાવો.
Answer: “આપણે જ આપણે છઈએ એટલે આપણે જ આપણને ડુબાડીએ છીએ કે આપણે જ આપણને ઉગારીએ છીએ અને આપણે જ આપણને સામે પાર લઈ જઈએ છીએ.
In simple words: “We are our own” means we are the ones who drown ourselves or save ourselves. We are also the ones who help ourselves reach the other side.

Exam Tip: When explaining this line, focus on the individual's full responsibility for their own success or failure, highlighting personal agency.

 

Question (3) કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે? શા માટે?
Answer: કવિ મહેનતનો હાથ ઝાલવાની વાત કરે છે; કારણ કે જે પોતાની મહેનતનો હાથ ઝાલે છે તે જ આ સંસારસાગરને સફળતાપૂર્વક પાર કરી શકે છે.
In simple words: The poet speaks of holding the hand of hard work. This is because only those who embrace their own effort can successfully cross the ocean of life.

Exam Tip: Clearly link the act of "holding the hand of hard work" to achieving success and overcoming life's challenges, as this is the core message.

 

Question (4) આ કાવ્યમાં સાગર અને વહાણ શેનાં રૂપકો છે?
Answer: આ કાવ્યમાં સાગર એ સંસાર માટેનું અને વહાણ એ જીવન માટેનું રૂપક છે.
In simple words: In this poem, the ocean is a symbol for the world, and the ship is a symbol for life.

Exam Tip: When identifying metaphors, state both the literal object and what it represents in the context of the poem.

 

Question (5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer: કાવ્યનું યોગ્ય શીર્ષક: ખુદનો ભરોસો
In simple words: A fitting title for this poem is 'Self-Reliance' or 'Trust in Oneself'.

Exam Tip: The best titles capture the poem's central theme succinctly; 'Self-Reliance' accurately summarizes the poem's message about personal responsibility.

 

3. એટલો તને ઓળખ્યો, વ્હાલા
ઓળખું જરાય નહિ,
લાખ લીટીએ લખું તોયે,
લખ્યો લખાય નહિ, ..એટલો
સૂરજ-તાપના જેટલો તીખો
અડ્યો અડાય નહિ,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહિ. ...એટલો
યુગયુગોની ચેતના જેવડો
વરસ્યો વરણાય નહિ,
જનમોજનમ હેતના જેવડો
પરણ્યો પરણાય નહિ. ..એટલો
– હસમુખ પાઠક

 

Question (1) કવિએ ‘હાલા' સંબોધન કોના માટે કર્યું છે?
Answer: કવિએ ‘વ્હાલા' સંબોધન ઈશ્વર માટે કર્યું છે.
In simple words: The poet used the term ‘beloved’ to address God.

Exam Tip: In poetry, a term of endearment like ‘beloved’ often refers to a divine or revered entity, which is key to understanding the context.

 

Question (2) કવિએ ઈશ્વરને ઓળખવા યોજેલાં કોઈ પણ બે ઉપનામો લખો.
Answer: કવિએ ઈશ્વરને ઓળખવા માટે યોજેલાં બે ઉપનામો: "યુગયુગોની ચેતના” અને “જનમોજનમનાં હેત’.
In simple words: The poet used two names to describe God: "the consciousness of ages" and "the love of many births".

Exam Tip: When asked for specific names or terms, ensure you quote them accurately from the poem to get full credit.

 

Question (3) કવિએ આ કાવ્યમાં શી મથામણ અનુભવી છે?
Answer: કવિ ઈશ્વરને સંપૂર્ણપણે કેમ ઓળખવો, એનું વર્ણન કેમ કરવું, એનો સ્પર્શ કેમ કરવો, એને હાથમાં કેમ ઝીલવો અને એની સાથે કેમ પરણવું એની મથામણ અનુભવે છે.
In simple words: The poet struggles with how to fully recognize God, how to describe Him, how to touch Him, how to hold Him in hand, and how to unite with Him.

Exam Tip: Clearly articulate the poet's internal conflict and the various aspects of understanding the divine that he finds challenging.

 

Question (4) ઈશ્વરના સ્વરૂપમાં રહેલો વિરોધાભાસ સૂચવતી પંક્તિઓ દર્શાવો.
Answer: ઈશ્વરના સ્વરૂપમાં રહેલો વિરોધાભાસ સૂચવતી પંક્તિઓ:
સૂરજ-તાપના જેટલો તીખો,
અડ્યો અડાય નહિ,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહિ.
In simple words: The lines that show the contradictory nature of God are: as sharp as the sun's heat, yet cannot be touched; as sweet as moonlight, yet cannot be held.

Exam Tip: When quoting lines from a poem, ensure they are copied exactly and correctly illustrate the point being made, in this case, the paradox of God's nature.

 

Question (5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer: કાવ્યનું યોગ્ય શીર્ષક: કવિની મથામણ
In simple words: A suitable title for this poem is 'The Poet's Struggle' or 'Poet's Dilemma'.

Exam Tip: The title should reflect the main emotion or challenge faced by the poet throughout the poem, such as their struggle for understanding.

 

4. ન રૂપ, નહીં રંગ, ઢંગ પણ શા અનાકર્ષક?
નહીં નયન વીજની ચમક ના છટા ચાલમાં
ગુલાબ નહીં ગાલમાં, નીરખી રોજે રોજે થતું
કલા વિરૂપ સર્જને શિદ રહ્યો વિધિ વેડફી?
અને નીરખું રોજ મોહક સુરેખ નારી કૃતિ –
પડશે નયનવીજ જેની ઉર-અદ્રિ ચૂરેચૂરા ઢળે થઈ,
અને વિરૂપ જડ નારીનો હું પતિ, અતુષ્ટ,
દઈ દોષ ભાગ્ય-બલને વહંતો ધુરા.
વહ્યા દિન અને બની જનની એ શિશુ એકની,
ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિણ્ડને,
અને લઘુક પિણ્ડજીવનથી ઊભરાતું શિશુ,
થતું ચૂંટણભેર, છાતી અહીં આવી છુપાય,
ને હસે નયન માતને નીરખી નેહની છાલક,
મને થતું: તને અગર ચાહવા બની શકાય જો બાલક
જયંત પાઠક

 

Question (1) કવિની પત્ની કેવી હતી?
Answer: કવિની પત્નીનાં રૂપ-રંગ અને રીતભાત અનાકર્ષક હતાં. તેનાં નયનોમાં વીજળીની ચમક ન હતી, ચાલમાં છટા ન હતી અને ગાલમાં ગુલાબની કુમાશ કે લાલી ન હતી.
In simple words: The poet's wife was unattractive in her appearance, complexion, and manners. Her eyes lacked the sparkle of lightning, her walk had no grace, and her cheeks showed no rose-like softness or redness.

Exam Tip: When describing a character, enumerate all the physical and behavioral attributes mentioned in the poem to provide a complete picture.

 

Question (2) પત્નીને જોઈ કવિને શું થતું?
Answer: પત્નીને જોઈને કવિને એવો વિચાર આવતો કે સર્જનહાર આવી વિરૂપ નારીના સર્જન પાછળ પોતાની કલા શા માટે વેડફી રહ્યો હશે?
In simple words: Seeing his wife, the poet wondered why the Creator would waste his art on making such an unattractive woman.

Exam Tip: Focus on the poet's internal questioning and the specific sentiment of perplexity regarding the Creator's choice in artistic expression.

 

Question (3) બીજી સ્ત્રીઓ કવિને કેવી લાગતી?
Answer: બીજી સ્ત્રીઓ કવિને મોહક અને સુખ લાગતી, જેની નેત્રકટાક્ષરૂપી વીજળી પડતાં પાષાણદય પણ ચૂરેચૂરા થઈ ઢળી પડે!
In simple words: Other women seemed attractive and pleasant to the poet. Their lightning-like glances could even shatter a stone-hearted person!

Exam Tip: Highlight the contrast between the poet's perception of his wife and other women, specifically noting the captivating power of other women's gazes.

 

Question (4) બાળક શું કરતું હતું?
Answer: બાળક ઘૂંટણભેર દોડતું આવી માતાની ગોદમાં લપાતું. માતાનું મુખ જોઈજોઈ તે ખૂબ હરખાતું અને તેની આંખોમાં આનંદ અને મોં પર હાસ્ય છલકાતાં.
In simple words: The child would crawl and run to hide in its mother’s lap. It would get very happy looking at its mother’s face, and joy and smiles would overflow from its eyes and mouth.

Exam Tip: Describe the child's actions and emotional expressions accurately, noting the specific details of its interaction with the mother (e.g., crawling, hiding, joyful expressions).

 

Question (5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer: કાવ્યનું યોગ્ય શીર્ષક: બની શકાય જો બાળક
In simple words: A suitable title for this poem is 'If I Could Be a Child' or 'Childlike Innocence'.

Exam Tip: The title should capture the poem's central wish or theme, which here is the desire to experience pure love and joy like a child.

 

5. કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલી જા, મન રે ભોળા ! આપણા જુદા આંક,
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે'તા બાથમાં ભીડી બાથ,
ખુલ્લાં ખેતર અડખેપડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાંય આવો છે લાભ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ !
મકરંદ દવે

 

Question (1) કવિ પાસે શું શું નથી? એની એમના મન પર શી અસર થાય છે?
Answer: કવિ પાસે થોડા સિક્કા અને થોડી નોટો નથી. પણ કવિના મન પર એની જરાય અસર થતી નથી. કવિનું ગણિત જુદું હોવાથી તે પોતાની જાતને ગરીબ કે રાંક માનતા નથી.
In simple words: The poet doesn't have many coins or notes. However, this has no effect on his mind. Since his way of thinking is different, he does not consider himself poor or helpless.

Exam Tip: Ensure your answer explicitly states what the poet lacks, and more importantly, how this lack *does not* affect his self-perception, highlighting his unique perspective.

 

Question (2) ઉપરવાળી બૅન્ક કઈ છે? તે કેવી રીતે ઉપયોગી થાય છે?
Answer: ઉપરવાળી બૅન્ક એટલે ઈશ્વર. તે સર્વ રીતે સમૃદ્ધ છે. સૌને રોજેરોજનો ખોરાક આપે છે અને કાલની ચિંતા કરવા દેતો નથી. તે માનવીઓને ભૂખ્યા જગાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી.
In simple words: The 'bank up above' refers to God. He is rich in every way. He provides daily food to everyone and doesn't allow worry about tomorrow. He wakes people up hungry, but never lets anyone sleep hungry.

Exam Tip: When explaining a metaphorical concept like 'bank up above,' clearly identify the literal meaning (God) and then detail all the ways it benefits people, as described in the poem.

 

Question (3) સોનાની સાંકડી ગલી એટલે શું? ધનલોભી માણસો માટે કવિ શું કહે છે?
Answer: ‘સોનાની સાંકડી ગલી' એટલે ધનાઢ્ય લોકોનું વૈભવશાળી જીવન. ધનના લોભી લોકોનું જીવન સ્વાર્થપૂર્ણ હોય છે. તેમના દિલમાં પણ ગણતરીપૂર્વકનો સ્વાર્થ છુપાયેલો હોય છે. ધનની પાછળ આંધળી દોટ મૂકતા લોકો કવિને જીવતાજાગતાં પ્રેત જેવા લાગે છે.
In simple words: 'The narrow lane of gold' refers to the luxurious life of wealthy people. The lives of money-greedy people are self-centered. A calculated selfishness is also hidden in their hearts. People who blindly chase money seem like living ghosts to the poet.

Exam Tip: Explain both parts of the question: first define the metaphor, then elaborate on the poet's strong criticism of material greed and its effect on human nature.

 

Question (4) કવિને ધૂળિયો મારગ શા માટે ગમે છે?
Answer: કવિને ધૂળિયો મારગ ગમે છે, કારણ કે એમાં આપણા જેવા કૈક અલગારી સાથીઓ મળી જાય છે, મન ખોલીને તેમની સાથે સુખદુઃખની વાતો કરી શકાય છે. આવું જીવન નૈસર્ગિક અને સાચું છે. એમાં બનાવટ કે દંભ હોતાં નથી. માણસ-માણસ વચ્ચે સાચા પ્રેમસંબંધો હોય છે.
In simple words: The poet likes the dusty path because on it, one can find free-spirited companions like oneself. With them, one can openly share stories of joys and sorrows. Such a life is natural and true, free from pretense or hypocrisy. It fosters genuine loving relationships between people.

Exam Tip: To answer effectively, list all the reasons provided by the poet for preferring the dusty path, focusing on companionship, authenticity, and true human connection.

 

Question (5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer: કાવ્યનું યોગ્ય શીર્ષક: ધૂળિયે મારગ
In simple words: A suitable title for this poem is 'The Dusty Path' or 'The Simple Path'.

Exam Tip: A good title should be simple and directly refer to the central symbol or theme, which in this case is the 'dusty path' representing an authentic life.

 

6. દેશ તો આઝાદ થતાં થઈ ગયો,
તે શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
લાંચરુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !”
રોષથી સો દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને ય શિર આવે ન,
જો! તેં કર્યું? આપ બળ ખર્મી પૂરણ?
જો, દેશના આ ભાગ્યમાં તે શું ભર્યું?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢ કાંગરા કરવત ગળે.
ગાફેલ થા હુંશિયાર! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિડ છે,
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ :
એ સ્વાતંત્ર્યદિનની બંદગી.
– ઉમાશંકર જોશી

 

Question (1) કવિ આપણને શો પ્રશ્ન કરે છે?
Answer: કવિ આપણને પ્રશ્ન કરે છે: "દેશ આઝાદ થઈ ગયો તેમાં તેં શું કર્યું? દેશ બરબાદ થતાં રહી ગયો તેમાં કોનું પુણ્ય આગળ આવ્યું?"
In simple words: The poet asks us: "What did you do when the country became independent? When the country was ruined, whose good deeds came forward?"

Exam Tip: When answering a question about a poet's direct query, quote the question exactly as it appears in the poem to ensure accuracy.

 

Question (2) આઝાદી બાદ દેશની દશા કેવી થઈ ગઈ છે?
Answer: આઝાદી બાદ દેશમાં લાંચરુશ્વત, આળસ, સત્તાની સાઠમારી, સગાવાદ, કાળાં બજાર, મોંઘવારી જેવાં દૂષણોની સીમા ન રહી.
In simple words: After independence, evils like bribery, laziness, power struggles, nepotism, black markets, and inflation became limitless in the country.

Exam Tip: List all the negative social issues mentioned in the poem to comprehensively describe the state of the nation post-independence.

 

Question (3) કવિ દેશવાસી પાસેથી કેવી અપેક્ષા રાખે છે?
Answer: કવિ દેશવાસી પાસે અપેક્ષા રાખે છે કે તે ગાફેલ ન રહે. તે હંમેશાં સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવા તૈયાર રહે.
In simple words: The poet expects citizens not to be careless. They should always be ready to pay the price of freedom.

Exam Tip: Highlight the two main expectations: vigilance and readiness to sacrifice, as these are critical for maintaining freedom.

 

Question (4) સ્વાતંત્ર્યદિને કવિ શી પ્રાર્થના કરે છે?
Answer: સ્વાતંત્ર્યદિને કવિ પ્રાર્થના કરે છે કે દેશ કમળની પાંખડીઓની જેમ ખીલે અને દેશની સુવાસ ફેલાય.
In simple words: On Independence Day, the poet prays that the country blossoms like lotus petals and its fragrance spreads far and wide.

Exam Tip: Emphasize the imagery used (lotus petals, fragrance) as these symbolize beauty, purity, and positive influence, which are the core of the poet's prayer.

 

Question (5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer: કાવ્યનું યોગ્ય શીર્ષક: સ્વાતંત્ર્યદિનની બંદગી
In simple words: A suitable title for this poem is 'Prayer for Independence Day' or 'Independence Day's Devotion'.

Exam Tip: Choose a title that directly reflects the occasion and the central theme of the poem, which is a prayer or devotion related to Independence Day.

Free study material for Gujarati

GSEB Solutions Class 11 Gujarati પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા

Students can now access the GSEB Solutions for પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 11 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 11 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 11 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 11 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 11 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 11 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા Solutions for the 2026-27 session?

The complete and updated GSEB Class 11 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 11 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 11 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા Solutions will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 11 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા Solutions in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Gujarati. You can access GSEB Class 11 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા Solutions in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire GSEB Class 11 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા પદ્યાર્થગ્રહણ પદ્યસમીક્ષા Solutions in printable PDF format for offline study on any device.