GSEB Class 10 Social Science Solutions Chapter 7 આપણા વારસાનું જતન

Get the most accurate GSEB Solutions for Class 10 Social Science Chapter 07 આપણા વારસાનું જતન here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Social Science. Our expert-created answers for Class 10 Social Science are available for free download in PDF format.

Detailed Chapter 07 આપણા વારસાનું જતન GSEB Solutions for Class 10 Social Science

For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Social Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 07 આપણા વારસાનું જતન solutions will improve your exam performance.

Class 10 Social Science Chapter 07 આપણા વારસાનું જતન GSEB Solutions PDF

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

 

Question 1. આપણે આપણા વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ? અથવા આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો. અથવા “વારસાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.” આ વિધાન સમજાવો.
Answer: આપણો કુદરતી અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ખૂબ જ ભવ્ય, મોટો, સમૃદ્ધ, વિવિધતાવાળો અને ખાસ છે.
• આપણો કુદરતી વારસો ભગવાને આપણને આપેલી કિંમતી ભેટ છે.
• આપણો સાંસ્કૃતિક વારસો ભારતના લોકોની સદીઓની સખત મહેનતનું ફળ છે.
• આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. તે આપણને યોગ્ય દિશા દર્શાવે છે.
• ભૂતકાળમાં થયેલી ભૂલોને અત્યારે સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની રીત નક્કી કરવામાં વારસો આપણને મદદ કરે છે.
• દેશમાં નવી ભાવનાઓ ફેલાવવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.
• વારસો એ દેશના લોકો માટે એક આદર્શ છે. તેથી તેને નષ્ટ થતો રોકવો જરૂરી છે.
• વિદેશી લોકોના હુમલાઓ અને આપણી બેદરકારીના કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ઘણું નુકસાન થયું છે. તેથી તેનું રક્ષણ અને જતન કરવું જરૂરી છે.
• આવા આપણા ભવ્ય વારસાનું મહત્ત્વ અને મૂલ્ય જાળવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું એ આપણા બધાની ફરજ છે.
In simple words: Our natural and cultural heritage is unique and precious. It is important to protect it because it shows our national identity, helps us learn from the past, inspires new ideas, and stops damage from happening. It's everyone's duty to keep our heritage safe.

Exam Tip: Always remember to categorize the reasons for heritage preservation into natural and cultural aspects, as they often have distinct points.

 

Question 2. પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો.
Answer: કુદરતી વારસાનું જતન કરવા માટે નીચેના પ્રયત્નો કરવામાં આવ્યા છે:
• ઇ. સ. 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી. આ બોર્ડ વન્યજીવોનું રક્ષણ કરે છે તેમજ તે માટેના સાધનો પૂરાં પાડે છે.
• તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષીવિહાર અને પક્ષીઘરોના નિર્માણ કરવા સંબંધિત સલાહ-સૂચનો અને માર્ગદર્શન આપે છે. તે વન્યજીવોના રક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિનું કાર્ય પણ કરે છે.
• ઇ. સ. 1972માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો બનાવ્યો છે. આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરાયો છે.
• તે કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે.
• દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા ખાસ છોડવાઓ અને પશુઓને પણ સામેલ કરાયા છે.
• ઇ. સ. 1883માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ' દેશના કુદરતી વારસાના જતન અને રક્ષણનું કાર્ય કરે છે. તે સૌથી જૂની સંસ્થા છે.
• અત્યારે ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે.
• ભારત સરકાર ઉપરાંત, દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના રક્ષણનું ઘણું ઉપયોગી કાર્ય કરે છે.
In simple words: India has made many efforts to protect its natural heritage. They set up the Indian Board for Wildlife in 1952 to protect animals and provide resources. A law in 1972 created national parks and sanctuaries, and it also covers endangered plants and animals. Organizations like the Mumbai Natural History Society and the Gir Foundation work to protect the environment and wildlife.

Exam Tip: When answering questions about conservation efforts, always mention specific years (e.g., 1952, 1972) and key organizations to show a detailed understanding.

 

Question 3. (આપણા) વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો. અથવા આપણા વારસાના સંરક્ષણની બાબતમાં લોકોની શી ભૂમિકા હોઈ શકે?
Answer: આપણો વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. આપણો કિંમતી વારસો જ આપણને ગૌરવ આપે છે. તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના સંરક્ષણની જવાબદારી ઉપાડવી જોઈએ.
• શિક્ષકોએ શાળાઓમાં અને પ્રોફેસરોએ કોલેજોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ.
• લોકોએ આપણાં રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને જૂના અવશેષોને ઓળખવાં જોઈએ અને તેમના સંરક્ષણમાં મદદરૂપ બનવું જોઈએ.
• લોકોએ વારસાનાં સ્થળોની એક સૂચિ બનાવવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ.
• સ્થાનિક કક્ષાએ શાળા-કોલેજો અને બિનસરકારી સંસ્થાઓએ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ, વાર્તાલાપ અને ચર્ચાસભાઓ યોજી વારસાના મહત્ત્વની સમજ આપી લોકજાગૃતિ અને સભાનતા વધારવી જોઈએ.
• ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્યો અને કલાત્મક નમૂનાઓ એકવખત નષ્ટ થયા પછી તેમને મૂળ સ્થિતિમાં પાછા લાવી શકાતા નથી. તેથી એ સ્મારકો નષ્ટ ન થાય, તેમની તોડફોડ ન થાય અને તે ચોરાઈ ન જાય તેની કાળજી રાખવાની પવિત્ર ફરજ આપણે બજાવવી જોઈએ.
• પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવો, સરોવરો, કૂવા, વાવ, કુંડ, ઝરણાં, ઝરા વગેરેની વરસાદની ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ.
• ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, અડાલજની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે વરસાદની ઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકોની જેમ જ જાળવાય તેનું ધ્યાન સૌએ રાખવું જોઈએ.
• સરકાર દ્વારા જાળવાતાં સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોમાં રાખેલી આપણા વારસાની કિંમતી ચીજવસ્તુઓ ચોરાઈને દેશમાં કે વિદેશમાં જતી ન રહે તેની લોકોએ સાવધાની રાખવી જોઈએ.
• એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર ફરજ પૂરી કરવી જોઈએ.
In simple words: Our heritage reflects our identity and pride, so protecting it is everyone's duty. Teachers should educate students about its importance. People should identify and help preserve national monuments and ancient remains. We should make lists of heritage sites and maintain them carefully. Local schools and organizations should arrange visits and talks to raise awareness. It's our sacred duty to prevent damage, vandalism, or theft of historical monuments, sculptures, and art. We must also take special care of ancient water bodies during the rainy season and ensure that valuable artifacts in museums are not stolen or sent abroad.

Exam Tip: When describing the public's role, emphasize both awareness (education, visits) and active participation (preventing damage, reporting theft, maintaining sites).

 

Question 4. પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો. અથવા આપણા વારસાના સંરક્ષણને સંબંધકર્તા કયા બે કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરાયો છે?
Answer: પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટે સંબંધિત બે કાયદાઓ અને તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે:
• ઇ. સ. 1958માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો. આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો, ભારતીય સંસ્કૃતિને લગતાં ઉત્પન્ન થયેલાં સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી ચીજવસ્તુઓની જાળવણી કરવા સૂચવ્યું છે.
• આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ખોદકામ કરી શકે નહિ.
• આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાંક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયનાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કરીને તેમની કાળજી લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્ત્વ ખાતા (ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલોજી)ને સોંપ્યું છે.
• પુરાતત્ત્વ ખાતું નષ્ટ પામેલાં કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવાં સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે.
• આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી પરની નાગાર્જુનસાગર મોટી યોજનાને કારણે પાણીમાં ડૂબમાં જતાં સંગમેશ્વર મંદિર અને પાપનાશમ્ મંદિર સમૂહને પુરાતત્ત્વ ખાતાએ આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડીને ફરીથી સ્થાપિત કર્યા છે.
• તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધેલા અને ફેલાયેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતા વાયુ-પ્રદૂષણને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા.
• તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા સરકારે તરત જ તાજમહાલની આજુબાજુના વાયુ-પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા પણ કરી.
• ઇ. સ. 1972માં ભારત સરકારે બે કાયદા બનાવ્યા:
1. પુરાતત્ત્વીય અથવા અતિ કિંમતી કલાકૃતિઓ અંગેનો કાયદો. આ કાયદા મુજબ વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની માહિતી ભેગી કરવામાં આવી છે.
2. વન્યજીવોને લગતો કાયદો – 1972. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આ કાયદા અંતર્ગત દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે.
In simple words: The Indian government passed two main laws to protect ancient monuments and heritage sites. The 1958 law covers everything from ancient art and religious sites to inscriptions and coins, making it illegal to excavate without permission. The Archaeological Department is responsible for maintaining these 'National Monuments' and has even relocated some temples to save them. The 1972 law focuses on wildlife, establishing national parks and sanctuaries across the country. Steps were also taken to protect the Taj Mahal from air pollution.

Exam Tip: Clearly distinguish between the 1958 law (focused on archaeological sites and artifacts) and the 1972 law (focused on wildlife and protected areas) and mention key examples or actions taken under each.

 

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

 

Question 1. વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયોનું વર્ણન કરો.
Answer: આપણા વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયો નીચે મુજબ છે:
• આપણા વારસાનાં સ્થળોના રક્ષણ માટે તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે નાશ અંગે દેશના તમામ નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા વધારવી જોઈએ.
• વારસાનાં સ્થળોને પુરાતત્ત્વીય રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સાફસફાઈ કરીને વ્યવસ્થિત રાખવાં જોઈએ.
• આપણા વારસાની જાળવણી અને રક્ષણ કરતાં દેશનાં સંગ્રહાલયોને સારી રીતે જાળવવાં જોઈએ.
• આપણા કિંમતી વારસાનાં પ્રતીક સમાં શિલ્પો, સ્થાપત્યો અને કલાકૃતિઓને કોઈ વ્યક્તિ કે પર્યટક નુકસાન પહોંચાડતો હોય તો તેને અટકાવવો જોઈએ. તેને આપણા ભવ્ય વારસાનું મહત્ત્વ અને મૂલ્ય સમજાવવું જોઈએ.
• જંગલો, નદીઓ, ઝરણાં, સરોવરો વગેરેના પર્યાવરણને પ્રદૂષિત ન કરવું તેમજ વન્યજીવોની હિંસા પણ ન કરવી.
• આપણો વારસો કિંમતી છે, તેથી તેને નષ્ટ ન થવા દેવાય એવો લોકમત કેળવવો જોઈએ.
• ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે તેમનું મૂળ સ્વરૂપ તેમજ તેમનાં આકાર, કદ, સ્થિતિ વગેરે મૂળ સ્થિતિમાં જાળવી રાખવા જોઈએ. સમારકામ આયોજનપૂર્વક અને નિષ્ણાતોનાં સલાહ-સૂચનો મુજબ થવું જોઈએ.
• રાષ્ટ્રીય હિતમાં કોઈ સ્મારકને નુકસાન પહોંચતું હોય તો તેને મૂળ સ્વરૂપમાં સલામત સ્થળે ફેરવીને અસલ સ્થિતિમાં ફરીથી સ્થાપિત કરવું જોઈએ.
In simple words: To protect our heritage, we must raise public awareness about preserving sites and preventing damage. Historical places should be cleaned and maintained using chemical processes. Museums need good upkeep. We should stop anyone from harming sculptures and artworks, explaining their value. It's important to prevent pollution of natural areas and protect wildlife. Public opinion should support not destroying our valuable heritage. When repairing monuments, their original look, size, and condition must be kept, following expert advice. If a monument is at risk, it should be safely moved and restored.

Exam Tip: Focus on a balanced approach in your answer, covering both preventative measures (awareness, stopping damage) and active preservation (maintenance, repair, relocation) for heritage sites.

 

Question 2. સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો. અથવા ટૂંક નોંધ લખો સંગ્રહાલયો
Answer: ભારતીય નિધિ વ્યાપાર કાનૂન-1876માં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિકને જમીન ખોદતાં, ખેતર ખેડતાં તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતાં અચાનક કોઈ જૂની કે પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્ત્વ ખાતાના અધિકારીને તરત જાણ કરવી, જેથી તેનું સંરક્ષણ સંગ્રહાલયોમાં કે જે-તે સ્થળે થઈ શકે.
• ઇ. સ. 1972માં અતિ કિંમતી કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે.
• ગુજરાતમાં અમદાવાદ ખાતે ‘લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય' (એલ. ડી. ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડોલૉજી) અને ‘ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન' (ભો. જે. વિદ્યાભવન); કોબા – ગાંધીનગર ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, પાટણ ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર (ગ્રંથાલય) વગેરે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુ લિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે ભાષાઓની હસ્તપ્રતોની જાળવણી કરે છે.
• આપણા દેશમાં નવી દિલ્લી ખાતે 'રાષ્ટ્રીય સંગ્રહાલય', કોલકાતા ખાતે 'ભારતીય સંગ્રહાલય', મુંબઈ ખાતે 'છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય' (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), હૈદરાબાદ ખાતે 'સાલારગંજ સંગ્રહાલય', ભોપાલ ખાતે 'રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય', વડોદરા ખાતે 'વડોદરા મ્યુઝિયમ અને પિશ્ચર ગેલેરી' વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો છે.
• તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યાં છે. તેમનું જતન અને રક્ષણ કરવું એ નાગરિકોની પવિત્ર ફરજ છે.
In simple words: The Indian Treasure Trove Act of 1876 says that if anyone finds ancient artifacts while digging, they must inform archaeological authorities immediately so these items can be preserved in museums or at the site. In 1972, a law helped the government gather information on valuable artworks in private and public museums. Gujarat has several museums that preserve ancient manuscripts in various languages. India also has many famous national museums like the National Museum in Delhi and the Chhatrapati Shivaji Maharaj Vastu Sangrahalaya in Mumbai, which play a crucial role in safeguarding our rich heritage, a duty for all citizens.

Exam Tip: When discussing museums, include the legal framework (e.g., Treasure Trove Act), mention specific types of artifacts preserved, and list a few prominent examples from different regions to show comprehensive knowledge.

 

Question 3. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો. અથવા ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
Answer: ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે નીચેની બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:
• કોઈ પણ ઐતિહાસિક સ્મારકનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવાં જોઈએ.
• ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ.
In simple words: When repairing historical monuments, two main things are important. First, the monument's original look, shape, size, and color must be kept as they are. Second, the central or state government should plan these repairs scientifically, taking advice from experts.

Exam Tip: Always emphasize the importance of maintaining the original form and using scientific, expert-guided methods during historical monument restoration to score full marks.

 

Question 4. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારાં મંતવ્યો લખો. અથવા તમારા શહેર કે ગામમાં આવેલ કોઈ પ્રવાસન સ્થળની સ્વચ્છતા અને જતન માટે શું કરશો? જણાવો. (March 20) અથવા પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટેના ખ્યાલો વ્યક્ત કરો. (August 20)
Answer: પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશેના મારા મંતવ્યો / વિચારો નીચે મુજબ છે:
પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે હું નીચે મુજબ કરીશ:
1. કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ.
2. કચરો ગમે ત્યાં ન ફેંકવો. નાનો-મોટો બધો જ કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ.
3. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ.
4. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
5. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂંકવું ન જોઈએ.
6. પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય-સ્થળોની આસપાસ પ્રદૂષણ ન કરવું જોઈએ.
7. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં તળાવો, સરોવરો, વાવ, કૂવા, કુંડ વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ.
8. રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફસફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. તેમનાં મૂળ સ્વરૂપ તેમજ તેમનો આકાર, કદ, સ્થિતિ, રંગ છે વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવાં જોઈએ.
9. દેશ-વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ માટે તેમને જાગૃત અને સાવધાન કરવા જોઈએ.
10. કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે તરત અને સઘન પ્રયત્નો કરવા જોઈએ.
In simple words: To keep tourist spots clean and preserved, we should avoid plastic and always throw trash in bins. It's important not to write or draw on historical monuments, properly dispose of waste, and avoid spitting. We must prevent pollution around old and new structures, especially caring for ancient water bodies during the monsoon. When cleaning historical sites with chemicals, extreme caution is needed to maintain their original appearance. Tourists, both local and foreign, should be made aware of how to protect our heritage. In case of natural disasters, quick and strong efforts are needed to restore damaged sites to their original state.

Exam Tip: Structure your answer using a numbered list for clarity. Include practical, actionable steps for both individuals and authorities in preserving tourist sites.

 

Question 5. ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. અથવા ‘ભારતની વિવિધતામાં એકતા' વિશે ઉદાહરણ સહિત સમજૂતી આપો.
Answer: ભારત દેશની વિવિધતા જ વિશ્વમાં તેની આગવી ઓળખ છે.
• વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મ અને સંપ્રદાયોને પોતાનામાં સમાવીને ભારતે ‘વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે.
• ભારતની પ્રાચીન સંસ્કૃતિએ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાનાં બી વાવ્યાં હતાં, જેમાંથી આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે.
• યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં યોજાયેલ ‘વિશ્વધર્મ પરિષદ’માં સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય સંસ્કૃતિના એ ખાસ લક્ષણને રજૂ કરતાં કહ્યું હતું કે ” મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો (હિન્દુ ધર્મનો) હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.”
• ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. જગતના લગભગ બધા જ ધર્મો પાળતી પ્રજા ભારતમાં વસે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ વગેરે ધર્મોની ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ પર થયેલી જોવા મળે છે.
• પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો હતો. આથી જ તેમણે સમગ્ર દેશને ‘ભારતવર્ષ' એવું વિશાળ નામ આપ્યું હતું.
• તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી સાત પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે.
• ભારતના ઋષિમુનિઓ, સૂફી-સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી વગેરે યુગપુરુષોએ હંમેશાં શાંતિ, સમન્વય અને વિશ્વબંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે.
• ભારતમાં અનેક ધર્મો – સંપ્રદાયો, જ્ઞાતિ, જાતિઓ, ભાષાઓ, રીતરિવાજો, પરંપરાઓ, ઉત્સવો-તહેવારોના લોકો એકતાથી જીવન જીવે છે. તેઓ સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.
• આમ, વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન એ ભારતીય સંસ્કૃતિની ખાસિયત છે. પ્રત્યેક યુગમાં ભારતીય પ્રજાએ એ ખાસિયતનું સંવર્ધન અને જતન કર્યું છે.
In simple words: India's unity in diversity is its unique identity globally. It embraces various communities, cultures, and religions, embodying the ancient concept of 'Vasudhaiva Kutumbakam' (the world is one family). Swami Vivekananda, at the Chicago World Parliament of Religions, proudly spoke about Hinduism's teachings of tolerance and universal brotherhood. As a secular nation, India houses followers of almost all major religions, whose influences have shaped its culture. Ancient Indian sages emphasized cultural unity, calling the whole country 'Bharatvarsh' and including seven sacred rivers in their prayers. Figures like Sufi saints and Mahatma Gandhi promoted peace and harmony. Despite diverse faiths, castes, languages, and traditions, people in India live together harmoniously, preserving this unique feature of Indian culture through generations.

Exam Tip: When explaining 'Unity in Diversity,' provide historical context (Vedic period, ancient sages), mention prominent figures (Swami Vivekananda), and list various elements that contribute to diversity (religions, languages, customs) to offer a comprehensive answer.

 

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

 

Question 1. પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો. અથવા પર્યટન ઉદ્યોગથી કયા કયા લાભ થાય છે?
Answer: યુનેસ્કોએ ભારતના 32 જેટલાં સાંસ્કૃતિક અને કુદરતી સ્થળોને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે. તેથી દર વર્ષે પરદેશથી ઘણા પ્રવાસીઓએ સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. પરિણામે દેશમાં પ્રવાસ-પર્યટનનો એક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. આ ઉદ્યોગથી જે-તે રાજ્યને અને દેશને નીચે દર્શાવેલા આર્થિક લાભ થાય છે:
• પ્રવાસનને લીધે પ્રવાસનાં સ્થળોની હોટલો અને રેસ્ટોરન્ટોના માલિકોને, ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને, સ્થાનિક કલાકારીગરીની વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે.
• પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે.
• ટૂર્સ-ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોને કમાણી થાય છે.
• જે-તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય છે.
• દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશને કિંમતી વિદેશી હૂંડિયામણની કમાણી થાય છે.
• પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે.
• શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થતાં દેશમાં પર્યટન માર્ગદર્શક (ટુરિઝમ ગાઇડ)નો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે.
• વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જ્વળ બનાવે છે.
• સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશાવ્યવહાર, વીજળી, પાણી જેવી સગવડોનો વિકાસ થાય છે.
• પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી અને નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે.
• આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે.
In simple words: Tourism brings many benefits. With 32 Indian sites recognized by UNESCO, many foreign tourists visit annually. This boosts local businesses like hotels, restaurants, and craft sellers, providing income and jobs for locals and agents. State governments earn taxes, and India gains valuable foreign currency. Tourism also promotes Indian culture globally and creates new careers like tourism guides. It helps improve infrastructure around cultural sites and encourages activities like photography and boating. Overall, the tourism industry significantly helps the country's economy grow.

Exam Tip: When listing benefits of tourism, remember to include both economic advantages (income, jobs, foreign exchange) and cultural benefits (promotion of heritage, skill development).

 

Question 2. આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે?
Answer: આપણા વારસાને લોકો નીચે દર્શાવેલી રીતે નુકસાન પહોંચાડે છે:
• નદીઓ, ઝરણાં, સરોવરો વગેરેને પ્રદૂષિત કરીને;
• જંગલો, વૃક્ષો વગેરેને આડેધડ કાપીને;
• જીવજંતુઓ અને વન્ય જીવોને મારી નાખીને;
• શિલ્પો, સ્થાપત્યો, ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને;
• તેમની આજુબાજુ ગંદકી કરીને;
• શિલાલેખોના લખાણને ભૂસી નાખીને.
In simple words: People damage our heritage by polluting rivers and lakes, cutting down forests, killing wildlife, and breaking or defacing sculptures and historical buildings. They also make sites dirty and erase inscriptions.

Exam Tip: Clearly categorize ways people harm heritage, distinguishing between natural heritage (pollution, deforestation, hunting) and cultural heritage (vandalism, defacement, littering).

 

Question 3. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી? તે શું કાર્ય કરે છે?
Answer: “મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ઇ. સ. 1883માં થઈ હતી. તે પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું અતિ ઉપયોગી કાર્ય કરે છે.
In simple words: The Mumbai Natural History Society was established in 1883. Its main job is to protect the environment and wild animals.

Exam Tip: For historical organizations, always mention the establishment year and their core function clearly.

 

Question 4. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે?
Answer: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India) નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે.
In simple words: The Archaeological Survey of India is a government department that manages and preserves over 5000 historical sites.

Exam Tip: Mention the full name (Archaeological Survey of India) and its primary role (preserving historical sites) along with an approximate number of sites for a complete answer.

 

Question 5. સ્વામી વિવેકાનંદે ‘વિશ્વધર્મ પરિષદ'માં ધર્મ વિશે શું કહ્યું હતું? અથવા સ્વામી વિવેકાનંદે કયા શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી? એ પરિષદમાં તેમણે ભારતીય ધર્મ વિશે શું કહ્યું હતું?
Answer: સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ "વિશ્વધર્મ પરિષદમાં ભારતીય ધર્મ વિશે આ પ્રમાણે કહ્યું હતું: “મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.”
In simple words: Swami Vivekananda attended the World Parliament of Religions in Chicago, USA. There, he said he was proud to represent a religion (Hinduism) that teaches the world tolerance and universal brotherhood.

Exam Tip: For questions about famous quotes or speeches, accurately state the person, the event, the location, and the key message of the quote.

 

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

 

Question 1. નીચેનામાંથી એક જોડકું સાચું નથી. તે શોધીને ઉત્તર લખો:
(a) 1 - c (શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય - પાટણ સંગ્રહાલય)
(b) 2 - d (ભારતીય સંગ્રહાલય - કોલકાતા)
(c) 3 - a (છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ - મુંબઈ)
(d) 4 - b (રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય - ભોપાલ)
Answer: (d) 4 - b (રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય - ભોપાલ)
In simple words: The pair 'National Museum of Mankind - Bhopal' is incorrect. All other pairs show the correct location for the respective museum.

Exam Tip: When identifying incorrect pairs, ensure you know the correct location for each institution. Recalling other famous museums and their locations can also help verify options.

 

Question 2. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
(a) ભારતે “વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
(b) ‘મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’ – સ્વામી વિવેકાનંદ
(c) ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.
(d) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.
Answer: (d) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.
In simple words: The statement that ancient Indian thinkers focused on India's economic unity is incorrect. Their emphasis was on cultural and spiritual unity, not economic. The other statements are true.

Exam Tip: Carefully read each option in 'not true' questions. Identify the core idea of each statement and compare it with known facts about India's history and philosophy. Ancient Indian thinkers primarily stressed cultural and spiritual unity, not economic unity.

 

Question 3. તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું?
(a) ભૂમિ-પ્રદૂષણ
(b) જળ-પ્રદૂષણ
(c) વાયુ-પ્રદૂષણ
(d) ધ્વનિ-પ્રદૂષણ
Answer: (c) વાયુ-પ્રદૂષણ
In simple words: The Taj Mahal's white marble turned dull and yellow because of air pollution, mainly from nearby industries.

Exam Tip: Remember specific environmental threats to historical monuments. The discoloration of the Taj Mahal is a classic example of air pollution's impact on structures, especially those made of marble.

Free study material for Social Science

GSEB Solutions Class 10 Social Science Chapter 07 આપણા વારસાનું જતન

Students can now access the GSEB Solutions for Chapter 07 આપણા વારસાનું જતન prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Social Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 07 આપણા વારસાનું જતન

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Social Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Social Science Class 10 Solved Papers

Using our Social Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 07 આપણા વારસાનું જતન to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 10 Social Science Solutions Chapter 7 આપણા વારસાનું જતન for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Social Science Solutions Chapter 7 આપણા વારસાનું જતન is available for free on StudiesToday.com. These solutions for Class 10 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Social Science Solutions Chapter 7 આપણા વારસાનું જતન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Social Science Solutions Chapter 7 આપણા વારસાનું જતન will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Social Science Solutions Chapter 7 આપણા વારસાનું જતન in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Social Science. You can access GSEB Class 10 Social Science Solutions Chapter 7 આપણા વારસાનું જતન in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Social Science Solutions Chapter 7 આપણા વારસાનું જતન in printable PDF format for offline study on any device.