GSEB Class 10 Social Science Solutions Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને

NCERT Solutions for Class 10 Social Science: Chapter 02 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને

Review structured textbook solutions for Class 10 Social Science Chapter 02 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Practice Class 10 Social Science Solutions: Chapter 02 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને

Navigate directly to the solved Social Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

 

Question 1. પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો.
Answer: પ્રાચીન સમયમાં, ધાતુની શોધ પહેલાં, લોકો માટીમાંથી બનાવેલાં વાસણોનો ઉપયોગ કરતા હતા. તે સમયે રમકડાં, ઘડા, કોડિયાં, કુલડીઓ, માટલીઓ, ચૂલા અને ઈંટો જેવાં સાધનો માટીમાંથી બનાવવામાં આવતાં હતાં. અનાજનો સંગ્રહ કરવા માટે નાની-મોટી કોઠીઓ પણ માટીમાંથી તૈયાર થતી હતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાસ જેવા પ્રવાહી ભરવા માટેના પાત્રો તેમજ રસોઈના વાસણો પણ માટીમાંથી ખાસ રીતે બનાવવામાં આવતા હતા. ગામડાંના બધા જ ઘરોની દિવાલોને માટી અને છાણના મિશ્રણથી લીંપવામાં આવતી હતી. ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી (ટેરાકોટા)ના વાસણો અને વસ્તુઓ બનાવવા માટે ખૂબ જાણીતું છે. આ વાતનો પુરાવો તેલંગણાના નાગાર્જુનકોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે. લોથલ, મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી લાલ રંગના માટીના પવાલાં, બરણીઓ, રકાબીઓ વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતમાં પ્રથમ યંત્ર માનવામાં આવે છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો (કોરેલો માટીનો ઘડો જેમાં દીવો મૂકવામાં આવે છે) જોવા મળે છે.
In simple words: ઘણા સમય પહેલાં, લોકો માટીના વાસણો વાપરતા હતા. તે રમકડાં, ઘડા, અને રાંધવાના વાસણો બનાવવા માટે માટીનો ઉપયોગ કરતા. કુંભારનો ચાકડો માટીકામનું પહેલું મશીન હતું. આજે પણ ગરબા માટીમાંથી બને છે.

Exam Tip: જ્યારે માટીકામ વિશે સમજાવો ત્યારે તેના ઐતિહાસિક ઉપયોગો, બનાવવામાં આવતી વસ્તુઓ અને મહત્વના પુરાવાઓનો ઉલ્લેખ કરો.

 

Question 2. ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે. તેની સ્પષ્ટતા કરો.
Answer: પ્રાચીન સમયમાં, મૃત્યુ પામેલા પશુઓની ચામડીનો ઉપયોગ ચર્મઉદ્યોગ માટે થતો હતો. ચામડાંને જૂની પદ્ધતિઓથી કમાવવામાં (પ્રક્રિયા) આવતાં હતાં. ખેતી માટે કૂવામાંથી પાણી ખેંચવા માટેના કોસ, મશકો, પખાલી; ઢોલ, નગારાં, ઢોલક, તબલાં જેવાં સંગીતનાં સાધનો; લુહારની ધમણો, પગરખાં; પાલતુ પ્રાણીઓને બાંધવાનાં સાધનો; યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતાં. આજે ભરતગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ-ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવાં સાધનો ચર્મઉદ્યોગ દ્વારા બનાવવામાં આવે છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી ઘણી વસ્તુઓ વાપરતા હતા. આમ, ચર્મકામ એ ભારતની ખૂબ જૂની કારીગરી છે.
In simple words: ચર્મકામ ભારતમાં લાંબા સમયથી ચાલી આવતી કલા છે. પ્રાચીન લોકો ચામડાનો ઉપયોગ કોસ, વાસણો અને સંગીતનાં સાધનો બનાવવા માટે કરતા હતા. આજે પણ ચંપલ, પાકીટ અને ઘોડાના સાજ જેવી ઘણી વસ્તુઓ ચામડામાંથી બને છે.

Exam Tip: ચર્મકામની પ્રાચીનતા અને તેના વિવિધ ઉપયોગો વિશે વિગતવાર લખો, આધુનિક સમયના ઉત્પાદનોનો પણ ઉલ્લેખ કરો.

 

Question 3. સંગીત રત્નાકરનો પરિચય આપો.
Answer: સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના નિષ્ણાત પંડિત સારંગદેવે તેની રચના કરી છે. તેઓ દેવગિરિ (દૌલતાબાદ)માં રહેતા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના વિવિધ અંગોને સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અનન્ય માનવામાં આવે છે.
In simple words: સંગીત રત્નાકર એક જૂનો ભારતીય સંગીત પુસ્તક છે, જે પંડિત સારંગદેવે લખ્યો હતો. તે ઉત્તર અને દક્ષિણ ભારતના સંગીત વિશે માહિતી આપે છે અને સંગીતના જુદા જુદા ભાગોને સમજાવે છે.

Exam Tip: સંગીત રત્નાકરના રચયિતા, તેમનો ભૌગોલિક પ્રભાવ અને ગ્રંથનું મહત્વ ટૂંકમાં વર્ણવો.

 

Question 4. કથકલી નૃત્ય વિશે સમજ આપો.
Answer: કથકલી કેરલ રાજ્યનું એક લોકપ્રિય નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત-મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયાં. આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગટ ધારણ કરે છે. તેનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના ખાસ ચિતરામણ (મુખાકૃતિ)ને સમજવું જરૂરી છે. કથકલી નૃત્યમાં પાત્રો માત્ર એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે. તે પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને જીવંત કરે છે. આ નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરલના કવિ શ્રી વલ્લભથોળ (જેમણે કથકલી સ્થાપી), કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે.
In simple words: કથકલી કેરળનું એક પ્રખ્યાત નૃત્ય છે. તેમાં કલાકારો ખાસ પોશાક અને મુગટ પહેરે છે. તેઓ ચહેરાના હાવભાવ અને હાથના ઇશારાથી વાર્તાઓ રજૂ કરે છે. કવિ વલ્લભથોળ જેવા કલાકારોએ તેને જાણીતું બનાવ્યું.

Exam Tip: કથકલી કયા રાજ્યનું નૃત્ય છે, તેની વેશભૂષા, મુખાભિનય અને પ્રસારમાં ફાળો આપનાર કલાકારોનો ઉલ્લેખ કરો.

 

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

 

Question 1. નૃત્યકલાક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો.
Answer: નૃત્ય શબ્દ ‘નૃત્' (નૃત્ય કરવું) પરથી ઉતરી આવ્યો છે. નૃત્યનું મુખ્ય લક્ષ્ય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ આપવાનું છે. નૃત્યના આદિદેવ ભગવાન શંકર ‘નટરાજ' તરીકે ઓળખાય છે. પૃથ્વીના લોકોને નૃત્ય શીખવવા માટે સૌપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે. ભારતમાં (1) ભરતનાટ્યમ્, (2) કૂચીપુડી, (3) કથકલી, (4) કથક, (5) મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે.

1. **ભરતનાટ્યમ્:** 'ભરતનાટ્યમ્' દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે. તેનું મૂળ સ્થળ તાંજોર જિલ્લો માનવામાં આવે છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર-સ્રોત ભરતમુનિરચિત "નાટ્યશાસ્ત્ર" અને નંદીકેશ્વરરચિત "અભિનવ દર્પણ" નામના ગ્રંથો છે. ભરતનાટ્યમના જાણીતા કલાકારોમાં મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમામાલિની વગેરે મુખ્ય છે.

2. **કૂચીપુડી:** 'કૂચીપુડી' નૃત્ય આંધ્ર પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15મી સદી દરમિયાન થઈ છે. તે મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય કરે છે. કૂચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની મૂળભૂત મુદ્રાઓ સમાવિષ્ટ છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડી, યામિની રેડી, શોભા નાયડુ વગેરે જેવા જાણીતા નર્તકોએ કૂચીપુડી નૃત્યશૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે.

3. **કથકલી:** કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગટ ધારણ કરે છે. આ નૃત્યનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ (મુખાકૃતિ)ને સમજવું પડે છે. કેરલના કવિ વલ્લભથોળ, કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા અપાવી છે.

4. **કથક:** કથકના નામમાં 'કથા' રહેલી છે. "કથન કરે સો કથક કહાવે" આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે સંકળાયેલી છે. કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની વાર્તાઓ પર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્યકલાને જીવંત રાખી છે.

5. **મણિપુરી:** મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. મણિપુરની જનતા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. આ નૃત્યમાં નર્તક "કુમીન" તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો કે ચણિયો અને રેશમનો કબજો (બ્લાઉઝ) પહેરીને કમરે પટ્ટો બાંધે છે.
In simple words: ભારત નૃત્યકલામાં ખૂબ આગળ વધ્યું છે. નૃત્ય એટલે તાલ અને લય સાથે સૌંદર્ય બતાવવું. ભગવાન શંકરને નટરાજ કહેવાય છે. ભારતમાં ભરતનાટ્યમ્, કૂચીપુડી, કથકલી, કથક, અને મણિપુરી જેવા મુખ્ય નૃત્યો પ્રખ્યાત છે. દરેક નૃત્યની પોતાની ખાસિયતો અને પ્રખ્યાત કલાકારો છે, જે તેને જીવંત રાખે છે.

Exam Tip: ભારતના શાસ્ત્રીય નૃત્યો વિશે લખતી વખતે, દરેક નૃત્યનું મૂળ, મુખ્ય વિશેષતાઓ, અને જાણીતા કલાકારોનો ઉલ્લેખ કરો.

 

Question 2. ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો.
Answer: 'ગરબો' શબ્દ "ગર્ભ-દીપ" પરથી બન્યો છે. કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી ગોળાકાર નૃત્ય કરવું, તેને "ગરબો" કહેવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી – આસો સુદ 1થી આસો સુદ 9 (ક્યાંક 5 સુદ દશમ કે શરદપૂનમ) દરમિયાન ગરબા રમાય છે. નવરાત્રી એ આદ્યશક્તિ મા જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી, તેની ગોળાકાર ફરતાં ફરતાં તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે. આ ઉપરાંત, ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારાં સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતાં હોય છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મોટે ભાગે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્તકવિ દયારામે ગોપીભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. આ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે.
In simple words: ગરબો એટલે માથા પર દીવો રાખીને અથવા ઘડાની આસપાસ ગોળાકારમાં નૃત્ય કરવું. તે નવરાત્રીમાં રમાય છે, જ્યાં ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગીતો ગાય છે. ગરબીઓ શ્રીકૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલી છે.

Exam Tip: ગરબા અને ગરબીનો શાબ્દિક અર્થ, કયા તહેવારમાં રમાય છે, અને તેની સાથે સંકળાયેલા કલાકારો અને સાધનોનો ઉલ્લેખ કરો.

 

Question 3. ભારતના અને ગુજરાતના હીરા-મોતીકામ અને મીનાકારીગરી વિશે જણાવો.
Answer: ભારત આશરે 7517 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે. તેથી ભારતમાં હીરામોતી મોટી સંખ્યામાં મળી આવે છે. આથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરામોતીનો મોટો વેપાર થતો આવ્યો છે. ભારતના કારીગરોએ બનાવેલાં હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા. ભારતના લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે. પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ, અમીર-ઉમરાવો, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વિવિધ હીરાજડિત આભૂષણો પહેરતા હતા. તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવાં કીમતી રત્નોનો ઉપયોગ કરતા. પ્રાચીન સમયના રાજા-મહારાજાઓ અને બાદશાહો તેમનાં સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા. વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકળા, લગ્નનાં નાળિયેર, ઈંઢોણી, હાથપંખા, બળદ માટેના મોડિયાં, શીંગડાં, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ ભારતમાં અનન્ય છે.

**મીનાકારીગરી:** વિશ્વના દેશોમાં માત્ર ભારતદેશ જ સોના-ચાંદીની મીનાકારીની કલામાં અગ્રેસર સ્થાને છે. મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝૂમખો વગેરે સોના-ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. ભારતમાં જયપુર, લખનઉ, દિલ્લી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો મોટી સંખ્યામાં છે.
In simple words: ભારત હીરા-મોતીકામ અને મીનાકારીગરીમાં ખૂબ જ પ્રખ્યાત છે. ભારતમાં ઘણા હીરા-મોતી મળે છે અને તેનો વિદેશમાં વેપાર થાય છે. રાજા-મહારાજાઓ હીરા-મોતીવાળા ઘરેણાં પહેરતા હતા. ગુજરાતમાં મોતીકામ ખાસ છે. મીનાકારી કલામાં સોના-ચાંદીના ઘરેણાંમાં લાલ, લીલા અને વાદળી જેવા રંગો ભરવામાં આવે છે, અને જયપુર, દિલ્હી જેવા શહેરો તેના માટે જાણીતા છે.

Exam Tip: હીરા-મોતીકામ અને મીનાકારીગરી બંનેનો ઇતિહાસ, ઉપયોગો, જાણીતા હીરા, અને ભારતમાં તેના મુખ્ય કેન્દ્રોને વિગતવાર સમજાવો.

 

Question 4. ગુજરાતનાં આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો.
Answer: ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને ખુશ કરવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની રીતે નૃત્યો કરે છે. તેમના મોટા ભાગના નૃત્યો ગોળાકાર ફરતાં ફરતાં, ઢોલ અને પરંપરાગત મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે. તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે. આવાં નૃત્યોમાં "ચાળો નૃત્ય" ખૂબ જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે. ડાંગના આદિવાસીઓ "માળીનો ચાળો" તેમજ "ઠાકર્યા ચાળો" જેવાં નૃત્યો કરે છે. ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટીપ્પણી નૃત્ય કરે છે. તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જોડીને તેને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે.
In simple words: ગુજરાતના આદિવાસીઓ તહેવારો અને લગ્નોમાં નૃત્યો કરે છે. તેઓ ગોળાકારમાં ફરે છે અને ઢોલ જેવાં વાજિંત્રો સાથે ગાય છે. "ચાળો નૃત્ય" જાણીતું છે, જેમાં તેઓ પક્ષીઓની નકલ કરે છે. ભીલ અને કાળી જાતિના લોકો "ટીપ્પણી નૃત્ય" કરે છે, જેમાં લાકડાની લાકડીઓ જમીન પર પછાડી તાલ બનાવે છે.

Exam Tip: આદિવાસી નૃત્યો કયા પ્રસંગોએ થાય છે, તેમાં કયા વાજિંત્રો વપરાય છે, અને કયા મુખ્ય નૃત્ય પ્રકારો (જેમ કે ચાળો, ટીપ્પણી) છે તેનો ઉલ્લેખ કરો.

 

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો

 

Question 1. ‘સંગીત રત્નાકર' અને ‘સંગીત પારિજાત' ગ્રંથોની રચના કરનાર પંડિતોનાં નામ જણાવો.
Answer: પંડિત સારંગદેવ ‘સંગીત રત્નાકર' ગ્રંથના અને પંડિત અહોબલ ‘સંગીત પારિજાત' ગ્રંથના રચયિતા છે.
In simple words: પંડિત સારંગદેવે 'સંગીત રત્નાકર' અને પંડિત અહોબલે 'સંગીત પારિજાત' પુસ્તકો લખ્યા હતા.

Exam Tip: આ પ્રશ્નના ઉત્તરમાં બંને ગ્રંથોના નામ અને તેના રચયિતાના નામ સ્પષ્ટપણે લખો.

 

Question 2. “કાંતણ” કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
Answer: "કાંતણ" કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે.
In simple words: કાંતણ એટલે રૂમાંથી પાતળા દોરા ખેંચીને તેમને ભેગા કરી લાંબો દોરો બનાવવાની પ્રક્રિયા.

Exam Tip: કાંતણ પ્રક્રિયામાં વપરાતી સામગ્રી (રૂની પૂણી) અને અંતિમ ઉત્પાદન (લાંબો દોરો) નો ઉલ્લેખ કરો.

 

Question 3. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે?
Answer: લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડાં, શારડીઓ, વાંકી કરવત, આરો અને સોય જેવાં ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત, તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધો માટેનાં અસ્ત્રો અને શસ્ત્રો પણ ત્રણ ધાતુમાંથી બનાવતા.
In simple words: લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડાં, કરવત, સોય જેવાં સાધનો બનાવતા હતા. તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને યુદ્ધ માટેના હથિયારો પણ બનાવતા.

Exam Tip: લોથલના કારીગરો કઈ ધાતુઓનો ઉપયોગ કરતા હતા અને તેમાંથી કઈ કઈ વસ્તુઓ (ઓજારો, વાસણો, શસ્ત્રો) બનાવતા હતા તેની યાદી આપો.

 

Question 4. હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા?
Answer: હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને બે ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.
In simple words: હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલ અને બે જાતના ભૌમિતિક આકારોની ડિઝાઇન બનાવતા હતા.

Exam Tip: હડપ્પન સંસ્કૃતિના માટીકામમાં જોવા મળતી મુખ્ય ભાત (ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનો) નો ઉલ્લેખ કરો.

 

Question 5. ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો.
Answer: રંગલો અને રંગલી જેવાં પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષયવસ્તુને સમજાવે છે, તે કલા "ભવાઈ" છે. ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની એક વિશિષ્ટ નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને "ભાવપ્રધાન નાટકો" કહ્યાં છે. ભવાઈની શરૂઆત અસાઈત ઠાકરે કરી હતી. ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકીયુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. મોટા ભાગે પડદા વગર ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ વાદ્ય સાથેનાં સંગીતપ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે) એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે. ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે. ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના વિરોધનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં કન્યાકેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલીનાં પાત્રો સાથે ભવાઈ નાટ્યપ્રયોગો ભજવવામાં આવે છે.
In simple words: ભવાઈ ગુજરાતની 700 વર્ષ જૂની નાટ્યકલા છે, જે અસાઈત ઠાકરે શરૂ કરી હતી. તેમાં રંગલો-રંગલી જેવા પાત્રો દ્વારા ઓછા ખર્ચે લોકોનું મનોરંજન થાય છે અને સામાજિક સંદેશ પણ અપાય છે.

Exam Tip: ભવાઈ કયા રાજ્યની કલા છે, તેની શરૂઆત કોણે કરી, તેની મુખ્ય લાક્ષણિકતાઓ અને સામાજિક મહત્વનો ઉલ્લેખ કરો.

 

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

 

Question 1. પૈકી કઈ કૃતિ કાલિદાસની છે?
(a) ગિરાબર
(b) કર્ણભાર
(c) મેઘદૂતમ્
(d) દૂતવાક્યમ્
Answer: (c) મેઘદૂતમ્
In simple words: મેઘદૂતમ્ એ મહાન સંસ્કૃત કવિ કાલિદાસે લખેલું પ્રખ્યાત કાવ્ય છે.

Exam Tip: કાલિદાસની કૃતિઓ યાદ રાખવા માટે 'મેઘદૂતમ્', 'રઘુવંશમ્' અને 'અભિજ્ઞાનશાકુંતલમ્' જેવા મુખ્ય નામો ધ્યાનમાં રાખો.

 

Question 2. વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?
(a) મણિપુરી
(b) કૂચીપુડી
(c) કથકલી
(d) ભરતનાટ્યમ્
Answer: (d) ભરતનાટ્યમ્
In simple words: વૈજયંતીમાલા અને હેમામાલિની બંને ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના જાણીતા કલાકારો છે.

Exam Tip: ભારતના પ્રખ્યાત નર્તકો અને તેઓ કઈ નૃત્યશૈલી સાથે સંબંધિત છે તેની યાદી યાદ રાખવી પરીક્ષામાં મદદરૂપ થશે.

 

Question 3. ભારતનો કયો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?
(a) ઋગ્વેદ
(b) સામવેદ
(c) યજુર્વેદ
(d) અથર્વવેદ
Answer: (b) સામવેદ
In simple words: સામવેદ એ ચાર વેદોમાંથી એક છે જે મુખ્યત્વે સંગીત અને ગાયન સાથે જોડાયેલો છે.

Exam Tip: ભારતીય સંસ્કૃતિમાં દરેક વેદનું એક ચોક્કસ મહત્વ છે; સામવેદને સંગીત અને ધૂનનો વેદ માનવામાં આવે છે.

 

Question 4. ભારતમાં સંગીતક્ષેત્રે 'તુતી-એ-હિંદ' (હિંદના પોપટ) તરીકે કોણ જાણીતું હતું?
(a) તાનસેન
(b) તુલસીદાસ
(c) કબીર
(d) અમીર ખુશરો
Answer: (d) અમીર ખુશરો
In simple words: અમીર ખુશરો ભારતના ઇતિહાસમાં એક પ્રખ્યાત કવિ અને સંગીતકાર હતા, જેમને 'તુતી-એ-હિંદ' એટલે કે 'હિંદના પોપટ' તરીકે ઓળખવામાં આવતા હતા.

Exam Tip: ભારતીય સંગીત અને સાહિત્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓ અને તેમને મળેલા વિશિષ્ટ બિરુદો યાદ રાખવા જરૂરી છે.

 

Question 5. “ચાળો' નૃત્ય એટલે કયું નૃત્ય
(a) આદિવાસીઓનું નૃત્ય
(b) ભરવાડીનું નૃત્ય
(c) કોળીઓનું નૃત્ય
(d) પઢારોનું નૃત્ય
Answer: (a) આદિવાસીઓનું નૃત્ય
In simple words: "ચાળો" નૃત્ય એ ગુજરાતના આદિવાસી સમુદાયો દ્વારા કરવામાં આવતો એક પરંપરાગત નૃત્ય પ્રકાર છે, જેમાં તેઓ પક્ષીઓની નકલ કરે છે.

Exam Tip: ગુજરાતના વિવિધ પ્રદેશો અને સમુદાયોના વિશિષ્ટ નૃત્ય પ્રકારોને ઓળખીને યાદ રાખો.

 

Question 6. ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?
(a) રાજસ્થાન
(b) અંદમાન
(c) આફ્રિકા
(d) થાઈલૅન્ડ
Answer: (c) આફ્રિકા
In simple words: ધમાલ નૃત્ય કરનારા સીદીઓ મૂળ આફ્રિકા ખંડના રહેવાસી હતા, જેઓ ભારતમાં સ્થાયી થયા છે.

Exam Tip: ભારતમાં વસતા વિવિધ સમુદાયો અને તેમના સાંસ્કૃતિક યોગદાન (જેમ કે નૃત્યો) વિશેની માહિતી યાદ રાખવી મહત્વપૂર્ણ છે.

 

Question 7. વિશ્વ યોગ દિવસ' કઈ તારીખે ઊજવવામાં આવે છે?
(a) 21 જૂને
(b) 1 મેએ
(c) 21 એપ્રિલે
(d) 5 સપ્ટેમ્બરે
Answer: (a) 21 જૂને
In simple words: વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ મનાવવામાં આવે છે, જે સમગ્ર વિશ્વમાં યોગના મહત્વને પ્રોત્સાહન આપે છે.

Exam Tip: મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય દિવસોની તારીખો અને તેમનો હેતુ યાદ રાખવો સામાન્ય જ્ઞાન માટે ઉપયોગી છે.

Free study material for Social Science

GSEB Solutions for Class 10 Social Science Chapter 02 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને

Accessing Chapter 02 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને Solutions

Access structured GSEB textbook solutions for Chapter 02 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને. Designed in alignment with the latest academic curriculum for Class 10 Social Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 10 Social Science

Clear, methodical explanations accompany every challenging problem within the Class 10 Social Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Social Science.

FAQs

Where can I find the latest GSEB Class 10 Social Science Solutions Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Social Science Solutions Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને is available for free on StudiesToday.com. These solutions for Class 10 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Social Science Solutions Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Social Science Solutions Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Social Science Solutions Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Social Science. You can access GSEB Class 10 Social Science Solutions Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Social Science Solutions Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને in printable PDF format for offline study on any device.