Download GSEB Solutions for Class 10 Social Science Chapter 19 માનવ વિકાસ
Explore reliable textbook solutions for Chapter 19 માનવ વિકાસ tailored for Class 10 learners. Utilizing these Social Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Access GSEB Solutions and Answers
Navigate directly to the solved Social Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ
Question 1. માનવવિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે? અથવા માનવવિકાસ આંક માપવા માટેના નિર્દેશકોની સમજૂતી આપો.
Answer: ઈ. સ. 2010થી માનવ વિકાસ માપવા માટેના નિર્દેશકોની સમજૂતી નીચે મુજબ છે:
1. અપેક્ષિત આયુષ્ય આંક (Life Expectancy Index-LE) (સરેરાશ આયુષ્ય): અપેક્ષિત આયુષ્ય એટલે બાળકના જન્મ સમયે દીર્ઘ અને નીરોગી જીવન જીવવાની અપેક્ષા. તેમાં સૌથી વધુ 83.6 વર્ષ અને ઓછામાં ઓછા 20 વર્ષ નક્કી કરાયા છે. માનવ વિકાસ અહેવાલ-2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.
2. શિક્ષણ આંક (Education Ind-R) (શિક્ષણ સંપાદન): શિક્ષણ આંકના બે પેટા-નિર્દેશકો નીચે મુજબ છે:
(i) શાળાકીય સરેરાશ વર્ષ (Mean years of Schooling-MTs) એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં ગાળેલા વર્ષો. તેમાં સૌથી વધુ 13.3 વર્ષ અને સૌથી ઓછા શૂન્ય વર્ષ નક્કી કરાયા છે. માનવ વિકાસ અહેવાલ -2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષ 5.4 વર્ષ છે.
(ii) અપેક્ષિત શાળાકીય વર્ષો (Expected Years of School-STs) એટલે 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષ શાળામાં વિતાવશે તે વર્ષો. તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા શૂન્ય વર્ષ નક્કી કરાયા છે. ભારતના અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે.
3. આવક આંક (Income Index-II) (જીવનધોરણ): જીવનનિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ (Gross Domestic Product per capita - GDP) ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (Gross National Income per capita-GNI) સાથે જોડવામાં આવે છે.
• માનવ વિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક \( \$ 5497 \) અને માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ \( \$ 3238 \) છે.
• માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે-તે દેશની આવકને યુ.એસ.એ.ના ચલણ મૂલ્યમાં આંકવામાં આવે છે.
• તે સમખરીદશક્તિ (Purchasing Power Parity) તરીકે ઓળખાય છે.
In simple words: માનવ વિકાસ આંકની ગણતરી ત્રણ મુખ્ય સૂચકાંકોથી થાય છે: લોકો કેટલું જીવે છે (આયુષ્ય), કેટલું ભણે છે (શિક્ષણ), અને કેટલું કમાય છે (આવક). આ બધાને જોઈને કોઈ દેશનો માનવ વિકાસ કેવો છે તે નક્કી થાય છે.
Exam Tip: જ્યારે આવા વ્યાખ્યાત્મક પ્રશ્નો પૂછવામાં આવે, ત્યારે દરેક નિર્દેશકને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરીને ઉદાહરણો સાથે સમજાવવું ખૂબ અગત્યનું છે.
Question 2. માનવવિકાસ સામેના પડકારો જણાવો.
Answer: માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય ત્રણ પડકારો નીચે મુજબ છે:
1. સ્વાસ્થ્ય (આરોગ્ય),
2. લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા) અને
3. મહિલા સશક્તીકરણ.
1. સ્વાસ્થ્ય (આરોગ્ય): વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે તંદુરસ્ત સ્વાસ્થ્ય ખૂબ મહત્ત્વનું છે. તે જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે અને માનવ સંસાધન વિકાસમાં એક રોકાણ પણ છે.
• ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળકોને જુદા જુદા રોગ સામે રક્ષણ આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
• સારી સારવાર સુવિધાઓને કારણે ઘણા નાના-મોટા રોગોને દૂર કરી શકાય છે અને તેના પર નિયંત્રણ મેળવી શકાયું છે.
• આમ છતાં, પાણી દ્વારા થતા રોગો, શ્વસન સંબંધિત રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય સામે નવા પડકારો ઊભા કર્યા છે.
• મહિલાઓ, બાળકો અને ગરીબ લોકોમાં પોષક તત્ત્વોની ખામી, મૂળભૂત ખનીજ તત્ત્વો અને વિટામિન્સની ઊણપ સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઉભી કરી છે.
• બાળકો અને સ્ત્રીઓમાં અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઊણપ જવાબદાર છે.
• પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ માનવીના રોજિંદા જીવન સામેના નવા પડકારો છે.
• વધતા શહેરીકરણે ગંદા વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ ઊભી કરી છે.
2. લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષની સમાનતા): ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય આપ્યા છે.
• ઈ. સ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીના 48.48 % સ્ત્રીઓ અને 51.54 % પુરુષો છે.
• ભારતમાં સ્ત્રીઓના ઘરેલુ કામકાજનો કોઈ ભાગ આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
• દીકરીઓને બાળપણથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે.
• સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી તેમને ઘણા સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે. ભારતમાં સ્ત્રીઓને આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણય પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે.
• ભારતમાં ઊંચા પદો, વધુ આવક, વધુ વેતન અને વધુ લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે.
• ભારતની સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યાવસાયિકો અને ટેકનિશિયનો જેવા ઉચ્ચ પદોમાં સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. આવા ઉચ્ચ પદો પર સ્ત્રીઓનું પ્રમાણ માત્ર 12.2 % જેટલું જ છે.
3. મહિલા સશક્તીકરણ: મહિલા સશક્તીકરણની આડે ઘણા અવરોધક પરિબળો છે. સ્ત્રીઓ ઘણીવાર આર્થિક રીતે પરાધીન હોય છે અને શિક્ષણનો અભાવ તેમને પોતાના હક મેળવવામાં મુશ્કેલી ઊભી કરે છે. સમાજમાં પ્રવર્તતી રૂઢિચુસ્ત માન્યતાઓ અને ભેદભાવ પણ તેમના વિકાસમાં અવરોધરૂપ છે.
In simple words: માનવ વિકાસ માટે ત્રણ મુખ્ય મુશ્કેલીઓ છે: લોકોનું સારું સ્વાસ્થ્ય ન હોવું, સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા ન હોવી, અને મહિલાઓને સશક્ત કરવામાં અવરોધો.
Exam Tip: આવા પ્રશ્નોના ઉત્તર લખતી વખતે, દરેક પડકારને અલગથી સ્પષ્ટ કરીને તેના કારણો અને અસરો સમજાવવી જોઈએ.
Question 3. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે?
Answer: ભારતમાં મહિલાઓ સાથે નીચે દર્શાવ્યા મુજબ ભેદભાવ જોવા મળે છે:
• મહિલાઓ ઘરનું કામ કરે, રસોઈ બનાવે અને બાળકોની સંભાળ રાખે તેવા કામોનો કોઈ ભાગ આર્થિક ઉપાર્જન કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
• મોટાભાગના ભારતીય પરિવારોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાનો અધિકાર અપાતો નથી. તેમને અન્યાયનો ભોગ બનવું પડે છે.
• નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી. તેથી છોકરીઓના બાળ મૃત્યુનો દર ઊંચો રહે છે.
• ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે.
• ભારતીય સમાજમાં પુત્ર જન્મનું વિશેષ મહત્ત્વ છે. પુત્ર માટેની પ્રબળ ઇચ્છાને કારણે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે.
• પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે.
• ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી તેમને બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે.
• ભારતીય સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવા-ફરવા, આચાર-વિચાર અને વ્યવહાર તેમજ શિખામણ જેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે.
• મોટાભાગની સ્ત્રીઓને માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ રાખી મૂકવામાં આવે છે.
• ભારતના મોટાભાગના રાજ્યોમાં ઊંચા પદો, વધુ આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું જ વર્ચસ્વ છે.
• સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.
In simple words: ભારતમાં મહિલાઓ સાથે ઘણા પ્રકારના ભેદભાવ જોવા મળે છે, જેમ કે તેમના ઘરના કામને પૈસા કમાવવાનું કામ ન ગણવું, તેમને નિર્ણય લેવા દેવા નહિ, છોકરીઓની આરોગ્યની ઓછી સંભાળ લેવી, અને તેમને શિક્ષણ તથા આર્થિક તકોથી દૂર રાખવી. પુત્રની ઇચ્છાને કારણે ભ્રૂણ હત્યા પણ થાય છે, અને સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદર રાખવામાં આવે છે.
Exam Tip: મહિલાઓ સાથેના ભેદભાવ પરના પ્રશ્નોમાં, સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુદ્દાઓ લખવા જોઈએ.
Question 4. ભારતમાં સ્વાથ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.
Answer: ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે મુજબ છે:
• વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યો છે.
• બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ-રસીકરણ કાર્યક્રમ હેઠળ તેમને જુદી જુદી રસીઓ અપાય છે. જેમ કે, પોલિયો માટે ઓ.પી.વી, ક્ષય માટે બી.સી.જી., ઝેરી કમળા માટે હીપેટાઇટિસ-બી, ડિફ્થેરિયા-મોટી ઉધરસ – ધનુર માટે ડી.પી.ટી. આ ઉપરાંત, બાળકોને ઓરી, અછબડા અને ટાઈફોઈડ સામે રસીઓ અપાય છે.
• આયોડિન, વિટામિન્સ અને લોહ તત્ત્વની ઊણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે.
• દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો જેવા રોગો નાબૂદ કરી શકાયા છે.
• ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ (ડાયાબિટીસ), એઈડ્સ જેવા રોગો પર નિયંત્રણ લાવી શકાયું છે.
• ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમોને કારણે જન્મદર, મૃત્યુદર અને બાળ-મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
• દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે.
• દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર અપાય છે.
In simple words: ભારતમાં લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે ઘણા કામ કર્યા છે. જેમ કે, વસ્તી નિયંત્રણ કાર્યક્રમો, બાળકોને રોગો સામે રક્ષણ આપવા માટે રસીકરણ, વિટામિનની ઊણપ દૂર કરવાના કાર્યક્રમો, અને ઘણા રોગોને કાબૂમાં લેવાના પ્રયાસો. આનાથી જન્મદર, મૃત્યુદર ઘટ્યા છે અને લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે.
Exam Tip: સ્વાસ્થ્ય સુધારણાના પગલાં વર્ણવતી વખતે, સરકારી યોજનાઓ અને રસીકરણ કાર્યક્રમો જેવા ચોક્કસ ઉદાહરણોનો સમાવેશ કરવો જોઈએ.
Question 5. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે? સમજાવો.
Answer: ગુજરાત સરકારે મહિલા સમાનતા અને સશક્તીકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકી છે:
• ગુજરાત સરકારે કન્યા-કેળવણીને પ્રોત્સાહન આપવા માટે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો શરૂ કર્યા છે.
• રાજ્યમાં 33 %થી ઓછો સ્ત્રી-સાક્ષરતા દર ધરાવતાં ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતાં પરિવારોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે ‘વિદ્યાલક્ષી બોન્ડ’ અપાય છે.
• ‘સરસ્વતી સાધના યોજના’ હેઠળ દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઈકલો અપાય છે.
• પોતાના ઘરેથી બહારગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસ.ટી. બસમાં મફત મુસાફરીની સગવડ અપાય છે.
• રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે “સબલા યોજના” અમલમાં મૂકી છે.
• સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામતની જોગવાઈ કરી છે.
• ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50 % અનામતની જોગવાઈ રાખી છે.
• શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવનનિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે “રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના” અમલમાં મૂકી છે. આ ઉપરાંત, રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે.
• મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળો દ્વારા સરકાર “મિશન મંગલમ્ યોજના” હેઠળ આર્થિક મદદ આપે છે.
• સરકારે મહિલાઓના આરોગ્ય માટે ‘ઇ-મમતા’ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ અપાય છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવાય છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરાય છે.
• બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ (Gender Discrimination) નાબૂદ કરવા માટે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવે છે.
• અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના હેઠળ પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
In simple words: ગુજરાત સરકારે મહિલાઓને સમાનતા અને શક્તિ આપવા ઘણી યોજનાઓ શરૂ કરી છે. આમાં છોકરીઓને ભણાવવા માટે 'શાળા પ્રવેશોત્સવ' અને 'વિદ્યાલક્ષી બોન્ડ' જેવી યોજનાઓ છે, મફત સાયકલ અને બસ મુસાફરી પણ આપે છે. મહિલાઓને સરકારી નોકરીઓમાં 33% અને સ્થાનિક સંસ્થાઓમાં 50% અનામત મળે છે. વૃદ્ધ મહિલાઓને પેન્શન અને જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક મદદ મળે છે. 'ઇ-મમતા' કાર્યક્રમ મહિલા અને બાળકના સ્વાસ્થ્યની સંભાળ રાખે છે, અને 'બેટી બચાવો' અભિયાન લિંગ ભેદભાવ ઘટાડવાનો પ્રયાસ કરે છે.
Exam Tip: જ્યારે યોજનાઓ વિશે પૂછવામાં આવે, ત્યારે દરેક યોજનાનું નામ, તેનો મુખ્ય ઉદ્દેશ્ય અને તેનાથી થતા લાભો સ્પષ્ટપણે જણાવવા જોઈએ.
2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
Question 1. માનવવિકાસને માનવજીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે?
Answer: માનવ વિકાસને માનવ જીવનની નીચેની બાબતો સાથે સંબંધ છે:
માનવ વિકાસને માનવીના સુખ-શાંતિ તેમજ આવડત, રસ, રુચિ અને બુદ્ધિક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત,
• તંદુરસ્તી, નીરોગીપણું, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન. શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ.
• આર્થિક ઉપાર્જનની તકો.
• ઉચ્ચ જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ.
• ગુણવત્તાસભર જીવનશૈલી.
• વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા.
• માનવ અધિકારોનો ઉપયોગ કરવાની તકો.
In simple words: માનવ વિકાસ એટલે લોકોનું સુખ, શાંતિ, આવડત, અને બુદ્ધિ વધે તે. તેમાં સારા સ્વાસ્થ્ય, શિક્ષણ, કમાણીની તકો, કુદરતી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ, સારી જીવનશૈલી, અંગત અને સામાજિક સલામતી, અને પોતાના હકોનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
Exam Tip: આ પ્રશ્નનો ઉત્તર આપતી વખતે, માનવ વિકાસના વિવિધ પાસાઓને સમાવી લેતી વ્યાપક યાદી આપવી જોઈએ, જેમાં વ્યક્તિગત અને સામાજિક બંને બાબતોનો સમાવેશ થાય.
Question 2. ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો.
Answer: ભારતમાં મહિલાઓને પુરુષ-સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે એ હેતુથી ઈ. સ. 1980થી મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે નીચે મુજબ છે:
• ઈ. સ. 1999માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી.
• ઈ. સ. 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તીકરણ રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી.
• આ નીતિ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવે છે. કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો કરાયો છે.
• ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ છે.
• મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે.
• સરકારી નોકરીઓમાં તેમજ ખાનગી વ્યવસાય અને ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવીને તેમને સુરક્ષા આપી છે.
In simple words: ભારત સરકારે મહિલાઓના કલ્યાણ માટે 1980થી ઘણી યોજનાઓ શરૂ કરી છે. તેમાં 1999માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના અને 2001માં મહિલા સશક્તીકરણ નીતિનો સમાવેશ થાય છે. આ નીતિ મહિલાઓ અને બાળકોના વિકાસ, રોજગાર અને કલ્યાણ પર ધ્યાન આપે છે. સંપત્તિમાં મહિલાઓના સમાન હકો માટે કાયદા બદલાયા છે, ગરીબ મહિલાઓ માટે નારી અદાલતો બની છે, અને કામની જગ્યાએ જાતીય સતામણીથી રક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા છે.
Exam Tip: મહિલા કલ્યાણકારી યોજનાઓ વર્ણવતી વખતે, કઈ સાલમાં કઈ યોજના શરૂ થઈ અને તેના મુખ્ય ઉદ્દેશ્ય શું હતા, તે યાદ રાખવું ઉપયોગી છે.
Question 3. “અભયમ્ યોજના” શું છે? સમજાવો.
Answer: ‘181 અભયમ્ યોજના’ – ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે.
શારીરિક, માનસિક અને સામાજિક હિંસાથી પીડિત મહિલાઓ પોતાની સુરક્ષા અને સલામતી તેમજ વિકાસ માટે મદદ મેળવવા માટે આ હેલ્પલાઇન પર માત્ર એક કૉલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
In simple words: '181 અભયમ્ યોજના' ગુજરાત સરકારે શરૂ કરી છે. આ એક હેલ્પલાઇન છે જ્યાં મહિલાઓ શારીરિક, માનસિક કે સામાજિક રીતે હેરાન થતી હોય તો ફોન કરીને મદદ અને સલાહ મેળવી શકે છે.
Exam Tip: અભયમ્ યોજના વિશે લખતી વખતે, તેનો હેલ્પલાઇન નંબર અને મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ.
Question 4. આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવવિકાસ આંકને અસર કરે છે?
Answer: આપણી આસપાસ જોવા મળતી નીચેની બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે:
• અપૂરતા પોષણવાળી સગર્ભા માતાઓ.
• ઓછા વજનવાળા બાળકોનો જન્મ.
• કુપોષણવાળા બાળકો.
• આંગણવાડી કે શાળાએ ન જતાં બાળકો.
• વાંચતાં-લખતાં ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક.
• અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય એવું બાળક.
• દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતાં કુટુંબો.
• બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો.
• અકસ્માતમાં અકાળે મૃત્યુ પામતી વ્યક્તિઓ.
• ગંભીર બીમારીઓથી પીડિત વ્યક્તિઓ.
In simple words: આપણા દેશના માનવ વિકાસ આંકને ઘણી વસ્તુઓ અસર કરે છે, જેમ કે સગર્ભા માતાઓનું અપૂરતું પોષણ, ઓછા વજનવાળા બાળકો, કુપોષિત બાળકો, અને જે બાળકો શાળાએ જતા નથી કે ભણતર અધૂરું છોડી દે છે. દીકરીઓને ઊંચું શિક્ષણ ન મળવું, બેરોજગાર યુવાનો, અકસ્માતો અને ગંભીર રોગો પણ માનવ વિકાસને નુકસાન પહોંચાડે છે.
Exam Tip: માનવ વિકાસ આંકને અસર કરતા પરિબળો વિશે લખતી વખતે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ સંબંધિત મુદ્દાઓને આવરી લેવા જોઈએ.
3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
Question 1. માનવવિકાસ એટલે શું?
Answer: સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Programme – UNDP) મુજબ, “માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.”
• માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે.
• દેશનો સર્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ બધા નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું, જેથી તેઓ સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
• દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહિ.
• માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહિ, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધારિત છે.
માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે:
1. સમાનતા,
2. સ્થિરતા,
3. ઉત્પાદકતા અને
4. સશક્તીકરણ.
In simple words: માનવ વિકાસ એટલે લોકોને લાંબુ, સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે જરૂરી બધી તકો અને સુવિધાઓ મળે તે. તેનો મુખ્ય હેતુ બધા લોકોના જીવનને વધુ સારું બનાવવાનો છે, ફક્ત પૈસા કમાવવા સુધી સીમિત નથી. તેમાં સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તીકરણ જેવા ચાર મુખ્ય આધારસ્તંભો હોય છે.
Exam Tip: માનવ વિકાસની વ્યાખ્યા અને તેના મુખ્ય સ્તંભોને યાદ રાખવા જોઈએ, કારણ કે તે આ વિષયનો મૂળભૂત ભાગ છે.
Question 2. માનવવિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે?
Answer: માનવ વિકાસ આંક (Human Development Index -HDI) માપનની નવી પ્રવિધિ ઈ. સ. 2010થી અમલમાં આવી છે. આ નવી પ્રવિધિમાં નીચેના ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરાય છે:
1. અપેક્ષિત આયુષ્ય આંક (Life expectancy Index-LE) (સરેરાશ આયુષ્ય)].
2. શિક્ષણ આંક (Education Index-EI) (શિક્ષણ સંપાદન)].
3. આવક આંક (Income Index-II) (જીવન ધોરણ)].
In simple words: 2010થી માનવ વિકાસ આંકને માપવા માટે ત્રણ નવી રીતો વપરાય છે: લોકો કેટલા વર્ષ જીવશે (આયુષ્ય આંક), કેટલું ભણ્યા છે (શિક્ષણ આંક), અને કેટલી કમાણી કરે છે (આવક આંક).
Exam Tip: માનવ વિકાસ આંકના ત્રણ મુખ્ય નિર્દેશકોને હંમેશા યાદ રાખો અને તેમની વ્યાખ્યા ટૂંકમાં સમજાવો.
Question 3. માનવવિકાસ અહેવાલ -2015 મુજબ ભારતનો માનવવિકાસ આંક કેટલો અને કયા ક્રમે છે?
Answer: માનવ વિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે અને ક્રમ 130 છે.
In simple words: 2015ના માનવ વિકાસ રિપોર્ટ મુજબ, ભારતનો માનવ વિકાસ આંક 0.609 હતો અને તે 130મા સ્થાને હતો.
Exam Tip: આંકડાકીય પ્રશ્નોમાં સાલ, આંક અને ક્રમ સ્પષ્ટપણે દર્શાવવા જરૂરી છે.
Question 4. ભારતના કયા પાડોશી દેશો માનવવિકાસ આંકમાં ભારતથી આગળ છે?
Answer: ભારતના પાડોશી દેશો શ્રીલંકા, ચીન અને માલદીવ માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે.
In simple words: શ્રીલંકા, ચીન અને માલદીવ જેવા ભારતના પડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારત કરતાં આગળ છે.
Exam Tip: તુલનાત્મક પ્રશ્નોમાં, સંબંધિત દેશોના નામ સ્પષ્ટપણે લખવા જોઈએ.
Question 5. બાળ-રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે?
Answer: બાળ-રસીકરણ કાર્યક્રમમાં બાળકોને પોલિયો માટે ઓ.પી.વી. રસી, ક્ષય માટે બી.સી.જી. રસી, ઝેરી કમળા માટે હીપેટાઇટિસ રસી, ડિફ્થેરિયા – મોટી ઉધરસ – ધનુર માટે ડી.પી.ટી. રસી તેમજ ઓરી, એમ.એમ.આર. અને ટાઈફોઈડ સામે રસી અપાય છે.
In simple words: બાળકોને રોગો સામે રક્ષણ આપવા માટે પોલિયો, ટીબી, કમળો, ડિફ્થેરિયા, મોટી ઉધરસ, ધનુર, ઓરી અને ટાઈફોઈડ જેવી ઘણી રસીઓ અપાય છે.
Exam Tip: બાળ રસીકરણ કાર્યક્રમમાં આપવામાં આવતી મુખ્ય રસીઓના નામ યાદ રાખવા જોઈએ.
4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો
Question 1. માનવવિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે?
(a) UNESCO
(b) UNICEF
(c) FAO
(d) UNDP
Answer: (d) UNDP
In simple words: યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે માનવ વિકાસ સંબંધિત કાર્યો કરે છે.
Exam Tip: આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના કાર્યો અને તેમના નામ યાદ રાખવા જરૂરી છે.
Question 2. નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવવિકાસ આંક ધરાવતો દેશ કયો છે? અથવા માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ પ્રથમ ક્રમે છે?
(a) ભારત
(b) નાઈઝર
(c) નૉર્વે
(d) બ્રાઝિલ
Answer: (c) નૉર્વે
In simple words: 2015ના માનવ વિકાસ રિપોર્ટ મુજબ, નૉર્વે વિશ્વમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ હતો.
Exam Tip: વૈશ્વિક રેન્કિંગ સંબંધિત પ્રશ્નોમાં, ટોચના ક્રમ ધરાવતા દેશોના નામ યાદ રાખવા જોઈએ.
Question 3. નીચેના દેશોને માનવવિકાસ આંકમાં ઊતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે?
(a) ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂતાન
(b) શ્રીલંકા, ભૂતાન, ભારત, નેપાળ
(c) શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ
(d) શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂતાન
Answer: (c) શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ
In simple words: જો આપણે માનવ વિકાસ આંકના આધારે દેશોને સૌથી ઊંચાથી સૌથી નીચા ક્રમમાં ગોઠવીએ, તો શ્રીલંકા પહેલા, પછી ભારત, ત્યારબાદ ભૂતાન અને છેલ્લે નેપાળ આવે છે.
Exam Tip: આવા ક્રમિક પ્રશ્નોમાં, વિવિધ દેશોના માનવ વિકાસ આંકના મૂલ્યો અને તેમની તુલનાત્મક સ્થિતિ જાણવી મહત્ત્વપૂર્ણ છે.
Question 4. ભારતમાં મહિલા સશક્તીકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઊજવવામાં આવ્યું હતું?
(a) 1975
(b) 2002
(c) 1985
(d) 1999
Answer: (b) 2002
In simple words: ભારતમાં, 2002ના વર્ષને મહિલા સશક્તીકરણના વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.
Exam Tip: ચોક્કસ વર્ષો સાથે સંબંધિત ઘટનાઓ અને ઉજવણીઓ યાદ રાખવી જોઈએ, કારણ કે તે ઘણીવાર સામાન્ય જ્ઞાનના પ્રશ્નોમાં પૂછાય છે.
Question 5. ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે?
(a) મહબૂબ ઉલ હકને
(b) અમર્ત્ય સેનને
(c) રવીન્દ્રનાથ ટાગોરને
(d) સી. વી. રામનને
Answer: (b) અમર્ત્ય સેનને
In simple words: ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને નોબેલ પુરસ્કાર મળ્યો છે.
Exam Tip: નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય વ્યક્તિઓ અને તેમના ક્ષેત્રો વિશે જાણવું ઉપયોગી છે.
Free study material for Social Science
Step-by-Step Textbook Answers: Class 10 Social Science Chapter 19 માનવ વિકાસ
Accessing Chapter 19 માનવ વિકાસ Solutions
Explore reliable textbook solutions for Chapter 19 માનવ વિકાસ tailored for Class 10 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Social Science.
Concept-Driven Answers for Class 10 Social Science
Clear, methodical explanations accompany every challenging problem within the Class 10 Social Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Maximizing Study Efficiency
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Social Science.
FAQs
The complete and updated GSEB Class 10 Social Science Solutions Chapter 19 માનવ વિકાસ is available for free on StudiesToday.com. These solutions for Class 10 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Social Science Solutions Chapter 19 માનવ વિકાસ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Social Science Solutions Chapter 19 માનવ વિકાસ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Social Science. You can access GSEB Class 10 Social Science Solutions Chapter 19 માનવ વિકાસ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Social Science Solutions Chapter 19 માનવ વિકાસ in printable PDF format for offline study on any device.