GSEB Class 10 Social Science Solutions Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો

Get the most accurate GSEB Solutions for Class 10 Social Science Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Social Science. Our expert-created answers for Class 10 Social Science are available for free download in PDF format.

Detailed Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો GSEB Solutions for Class 10 Social Science

For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Social Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો solutions will improve your exam performance.

Class 10 Social Science Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો GSEB Solutions PDF

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

 

Question 1. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો.
Answer: ગરીબી ઘટાડવા માટે, ભારતીય સરકારે આયોજનમાં ચાર પ્રકારની વ્યુહરચના (અથવા વિવિધ ઉપાયો) અપનાવી હતી. દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકો વધશે તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા ફાયદા ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ “ગરીબી હટાવો” ના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને ઉત્તેજન આપ્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. આમ છતાં, દેશમાં ધીમો આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં જોઈતો ઘટાડો થઈ શક્યો નથી. ધનિકો વધુ શ્રીમંત બન્યા અને ગરીબો વધુ દરિદ્ર રહ્યા.
સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક પ્રયાસો હાથ ધર્યા, જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઓછું થઈ શકે. જેમ કે,
1. ધનિક વર્ગ અને મધ્યમવર્ગ પર કરવેરા લાગુ કર્યા.
2. ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજશોખની, ભોગવિલાસની અને સુખસગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા.
3. ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રતા આપી તેમજ એ વસ્તુઓ બજારભાવો કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી (PDS) ગોઠવી. ગરીબોને 'વાજબી ભાવની દુકાનો' (PSS) દ્વારા નક્કી કરેલા જથ્થામાં રાહતદરે જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો ઉપાય અપનાવ્યો.

  • જમીનદારી પ્રથાની સમાપ્તિ, ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોતધારો, જમીન ટોચમર્યાદાનો કાયદો, વધારાની પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી, ગણોતનું નિયમન, ખેડહકની સલામતી, જમીનની હદનું સીમાંકન વગેરે જમીનધારાના સુધારાના પગલાં હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીનવિહોણા, ખેતમજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો ઉપાય અપનાવ્યો છે.
  • સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિપેદાશો પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની-મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહઉદ્યોગો, લઘુઉદ્યોગો, કુટિર ઉદ્યોગો વગેરે શ્રમપ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને નાણાકીય મદદ કરી.
આ ઉપરાંત, સરકારે કાયદા ઘડીને કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન ગૃહઉદ્યોગો અને લઘુઉદ્યોગો પૂરતું આરક્ષિત રાખ્યું.
  • સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, કુટુંબનિયોજન, સંદેશાવ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યોનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો, ખાતરો અને ટ્રેક્ટર માટે સસ્તી બેંક લોનની સગવડ કરી.
  • શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમકેન્દ્રો સ્થાપ્યા.
  • યુવક-યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ, ફી-માફી, આશ્રમશાળાઓ વગેરેની સગવડ કરી.
  • મહિલા સશક્તીકરણના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા.
In simple words: ભારત સરકારે ગરીબી ઘટાડવા માટે જુદા જુદા કાર્યક્રમો અપનાવ્યા છે. તેમાં ધનિકો પર કરવેરા નાખવા, ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવું, જમીન સુધારણા કરવી અને ગ્રામીણ ઉદ્યોગોને સહાય આપવાનો સમાવેશ થાય છે. આનાથી આવકની અસમાનતા ઓછી થશે અને ગરીબ લોકોનું જીવન સારું બનશે.

Exam Tip: ગરીબી નિવારણના ઉપાયોને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક જેવા મુદ્દાઓમાં વિભાજીત કરીને લખો, જેથી જવાબ વધુ વ્યવસ્થિત અને સમજવામાં સરળ બને.

 

Question 2. ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે “કૃષિક્ષેત્રે” તથા “ગ્રામોદયથી ભારતઉદય' કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલાંઓની વિગતે ચર્ચા કરો.
Answer: ગરીબી નિવારણ કાર્યક્રમ હેઠળ ભારત સરકારે કૃષિક્ષેત્રે નીચેની યોજનાઓનો અમલ કર્યો છે:

  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના: આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનમાં વધારો થાય, કૃષિ સંબંધિત વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સુવિધાઓ વધે, જળસંકટ અટકાવવા માટે નાના-મોટા ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ પૂરા કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાંથી બચાવવાનો તેમજ રોજગાર પૂરો પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે.
  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના: આ યોજના ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ વ્યવસ્થિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. આ ઉપરાંત, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિ પેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે "ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ" ની રચના કરી છે.
  • રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ: આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, વર્તમાન કેનાલના માળખાં સુધારવા, જમીન-ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા, ક્ષાર-પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત, તળાવોનું ખોદકામ, વોટર શેડ વિકાસ, ટાંકી-નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું નિર્માણ, બાગાયત કામ, ચેકડેમોનું નિર્માણ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત પરિવારોને ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવે છે.
  • ઈ-નામ યોજના: આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણમાં વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની સ્પર્ધાથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે.

ગરીબી નિવારણ કાર્યક્રમ હેઠળ “ગ્રામોદયથી ભારતઉદય” કાર્યક્રમમાં સરકારે લીધેલાં પગલાં નીચે મુજબ છે:
2. ગ્રામોદયથી ભારતઉદય: આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતાં તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાનાં કામોમાં ગરીબોને ઓછામાં ઓછું વેતન આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાડ બાંધવા નાણાકીય સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ-ઉત્પાદન તથા પશુ-શેલ્ટર (આશ્રયસ્થાન) બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીનાં યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે.
3. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના: આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે 24 x 7 રાત-દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહતદરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિનાનાં 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો અને નવાં વીજ સબસ્ટેશનો સ્થાપવાં તથા કૃષિક્ષેત્રનાં વીજળીનાં સાધનો ખરીદવાં તેમજ સૌરઊર્જા દ્વારા વીજળી મેળવવા અને સોલાર માટે ટેકનિકલ સાધનો ખરીદવાં સબસિડીરૂપે સહાય પૂરી પાડીને ખેડૂતોની ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે.
4. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના: આ યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે.
5. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન: આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ, ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા, ખેતપેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા, પર્યાવરણની જાળવણી વગેરે સુવિધાઓ દ્વારા ગરીબ ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
6. પ્રધાનમંત્રી સડક યોજના: આ યોજના હેઠળ ગામડાને નજીકનાં નાના-મોટા શહેરો સાથે જોડવા એપ્રોચ રોડ બનાવવામાં આવે છે.
7. મા અન્નપૂર્ણા યોજના: આ યોજના હેઠળ રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમવર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં Rs 22 પ્રતિકિલો, ચોખા Rs 23 પ્રતિકિલો અને જાડું અનાજ Rs 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.
8. સાંસદ આદર્શ ગ્રામ યોજના: આ યોજના હેઠળ દરેક સંસદસભ્ય પોતાના મતવિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરીને તેને "આદર્શ ગામ" બનાવવાનું હોય છે.
9. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના– (MGNREGA): "આપણું કામ, સાથે મળે છે વાજબી દામ"ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ પૂરું પાડવામાં નિષ્ફળતા મળે, તો નિયમ મુજબ બેકારી ભથ્થું આપવામાં આવે છે.
10. મિશન મંગલમ્: આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોની મહિલા સભ્યોને સખીમંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને, તેમને તાલીમ આપીને, પાપડ-અથાણાં-અગરબત્તી બનાવવાના ગૃહઉદ્યોગ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે.
11. દંતોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના: આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટિર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક-લોનની સુવિધા પૂરી પાડે છે.
12. જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના: ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગારની તકો પૂરી પાડવા એ વિસ્તારના બેરોજગારોને ઉદ્યોગો સ્થાપવા જમીન, યંત્રસામગ્રી, વીજળી વગેરે માટે સબસિડીરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. સરકારનો "સ્ટાર્ટ-અપ ઇન્ડિયા" નામનો કાર્યક્રમ આ યોજનાનો જ એક ભાગ છે.
13. બાજપાઈ બેન્કેબલ યોજના: આ યોજના હેઠળ જેમની ઉંમર 18થી 65 વર્ષની હોય અને ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે.
14 એગ્રો બિઝનેસ પોલિસી 2018: આ યોજના દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની તેમજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.
In simple words: સરકારે ગરીબી ઘટાડવા માટે ઘણા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. તેમાં ખેડૂતો માટે સિંચાઈ અને પાક વીમો, ગામડાઓમાં પાણી અને રસ્તાની સુવિધા, ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન અને મહિલાઓને સ્વરોજગારી માટે મદદ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ બધી યોજનાઓ ગરીબ લોકોના જીવનને સુધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે.

Exam Tip: જ્યારે કૃષિક્ષેત્ર અને ગ્રામોદયથી ભારતઉદય કાર્યક્રમ વિશે પૂછવામાં આવે, ત્યારે દરેક કાર્યક્રમનો મુખ્ય હેતુ અને તેના હેઠળ લેવાયેલા મુખ્ય પગલાંને સ્પષ્ટપણે સમજાવો.

 

Question 3. ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો.
Answer: ભારત સરકારે ગરીબી નિર્મૂલન માટે પાંચ પ્રકારના કાર્યક્રમો બનાવ્યા છે:
1. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો,
2. સ્વરોજગારીના કાર્યક્રમો,
3. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો,
4. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને
5. શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો.

1. કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ:
(i) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના: આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સગવડોમાં વધારો થાય, જળસંકટ અટકાવવા માટે નાના-મોટા ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાંથી બચાવવાનો તેમજ રોજગાર પૂરો પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે.

Exam Tip: ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોને પાંચ મુખ્ય કેટેગરીમાં યાદ રાખવા અને પછી દરેક કેટેગરી હેઠળ આવતી મુખ્ય યોજનાઓને સમજાવવાથી જવાબ સચોટ બનશે.

 

Question 4. બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો.
Answer: ભારતમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો નીચે પ્રમાણે છે:
1. ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવાં જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. ગૃહઉદ્યોગો અને કુટિર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ.
2. શ્રમપ્રધાન ઉત્પાદન-પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ.
3. ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણથી વધુ રોજગારી આપતી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને ગ્રામીણ ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ.

  • જેમ કે, કૃષિક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરાં પાડવાં, નાની-મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉછેર, મરઘાં-બતકાં ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી.
  • બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું વગેરે.
4. ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે સ્વચ્છ પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરાં પાડીને તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, વાહનવ્યવહાર વગેરેની સગવડો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવી શકાય.
5. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા તેમનામાં કૌશલોનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી.
6. ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલયુક્ત શ્રમિકોની માંગ વધી છે. આથી શ્રમિકોને જે-તે ક્ષેત્રનાં પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે. આ માટે
  • વ્યવસાયલક્ષી કે તકનિકી શિક્ષણ નીતિ અપનાવવી.
  • શાળા-કોલેજના અભ્યાસક્રમો સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા.
  • બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ અને તાલીમ આપવાં.
  • શ્રમિકોને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું.
  • કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી અને શ્રમિકને સક્ષમ બનાવી રોજગારી અપાવવી.
  • વિકસિત દેશોની શ્રમશક્તિની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ તેમની સમકક્ષ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ સર્જવી.
7. ભારત સરકારે યુવા બેરોજગારોને માટે "મેક ઇન ઇન્ડિયા", "સ્કિલ ઇન્ડિયા" અને "ડિજિટલ ઇન્ડિયા" જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓનો વ્યાપ વધારીને બેરોજગારોને તેની જરૂરિયાત પૂરી પાડવામાં આવે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.
8. શ્રમશક્તિનું આયોજન રોજગારીનાં નવાં ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. એ ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ.
  • આમ, શ્રમશક્તિની આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયના સર્ટિફિકેટ કે ડિપ્લોમા પ્રકારના તાલીમી અભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરાવવાથી શિક્ષિત બેરોજગારી ઘટાડી શકાય છે. આ ક્ષેત્રે ભારત સરકારે દેશનાં બધાં રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો (ITI) તેમજ દરેક રાજ્યમાં એક IIT (આઈ.આઈ.ટી.) અને IIM (આઈ.આઈ.એમ.) જેવી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ સ્થાપી છે.
  • ઉદ્યોગસાહસિકોને નવા ધંધા-ઉદ્યોગો શરૂ કરવા માટે "સ્ટાર્ટ-અપ ઇન્ડિયા" અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવે છે, જે બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
9. ઉદ્યોગ સંબંધી વિકાસ: નવા વેપાર-ઉદ્યોગો ઓછી મૂડીથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવામાં ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આ માટે સરકારે ઓછા વ્યાજના દરે ધિરાણ, કાચો માલ અને યંત્રસામગ્રીની પ્રાપ્તિ, વેચાણ-વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં લીધાં છે.
10. રોજગાર વિનિમય કેન્દ્રો પોતાને ત્યાં નોંધાયેલ બેરોજગારોને તેમની લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં ક્યાં મળી રહેશે તેની વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. આ કેન્દ્રો પોતાનાં કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને બેરોજગારોને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. આજે રોજગાર વિનિમય કેન્દ્રો 'રોજગાર', 'કારકિર્દી' જેવાં સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે. તે “મોડેલ કેરિયર સેન્ટર” અને હેલ્પલાઇન નંબર 1800-4251514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે. આ ઉપરાંત, સરકાર રોજગાર મેળા પણ યોજે છે.
In simple words: બેરોજગારી ઘટાડવા માટે સરકારે ઘણા પ્રયાસો કર્યા છે. તેમાં આર્થિક વિકાસનો દર વધારવો, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, ગામડાઓમાં શિક્ષણ અને આરોગ્ય સુધારવા, યુવાનોને કૌશલ્ય તાલીમ આપવી અને રોજગાર વિનિમય કેન્દ્રોને સક્રિય બનાવવા જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આનાથી લોકોને વધુ નોકરીઓ મળશે અને બેરોજગારી ઘટશે.

Exam Tip: બેરોજગારી ઘટાડવા માટેના સરકારી કાર્યક્રમો સમજાવતી વખતે, દરેક કાર્યક્રમનો હેતુ અને તેના મુખ્ય ઘટકોને સ્પષ્ટપણે રજૂ કરવાથી ઉત્તમ ગુણ મેળવી શકાય છે.

 

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :

 

Question 1. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં રે લક્ષણો જણાવો.
Answer: ગરીબીનો અર્થ નીચે પ્રમાણે થાય છે:

  • જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર (આરોગ્ય) જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહે છે. ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો નીચે પ્રમાણે છે:
  • જે લોકોને બે ટંક પૂરતું ભોજન ના મળતું હોય.
  • જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં ખુલ્લી જગ્યા ન મળતી હોય.
  • જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય.
  • જેમની આવક નક્કી કરેલી અપેક્ષિત આવકથી પણ ઓછી હોય.
  • જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય.
  • જેઓ શારીરિક રીતે નબળા હોય.
  • જેમનું આયુષ્ય ઓછું હોય.
  • જેઓ નિરક્ષર હોય.
  • જેઓ સતત અનેક નાના-મોટા રોગોથી પીડાતા હોય.
  • જેમનાં બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય. જેમનાં બાળકોનું મૃત્યુ પ્રમાણ ઊંચું હોય.
સામાન્ય રીતે ઉપર્યુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબી રેખાની નીચે જીવતા લોકો ગણવામાં આવે છે.
In simple words: ગરીબી એટલે જ્યારે લોકોને પૂરતો ખોરાક, કપડાં, ઘર, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી મૂળભૂત જરૂરિયાતો પણ ન મળતી હોય. ગરીબી રેખા નીચે જીવતા લોકો ભૂખ્યા રહે છે, ગંદા સ્થળોએ રહે છે, ઓછી આવક ધરાવે છે અને તેમના બાળકો ભણવાને બદલે મજૂરી કરે છે.

Exam Tip: ગરીબીની વ્યાખ્યા અને તેના લક્ષણોને સ્પષ્ટ અને મુદ્દાસર રીતે રજૂ કરો. લક્ષણોને વ્યવસ્થિત રીતે બુલેટ પોઈન્ટમાં લખવાથી વધુ અસરકારક બનશે.

 

Question 2. ભારતમાં ગરીબીનું વર્ણન કરો.
Answer: ભારતમાં આયોજનપંચે ઈ. સ. 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ Rs 818 એટલે કે કુટુંબદીઠ ખર્ચ Rs 4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ Rs 1000 એટલે કે કુટુંબદીઠ Rs 5000નું પ્રમાણ નક્કી કર્યું હતું.

  • આ માપદંડના આધારે ભારતમાં ઈ. સ. 2011-12માં દેશની કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા; જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9% હતું.
  • વિશ્વબેંક ગરીબી રેખાના ધોરણ માટે ઈ. સ. 2012માં ઈ. સ. 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક Rs 1.90 (યુ.એસ.એ. ડોલર) નક્કી કરી હતી. વિશ્વબેંકના એક અહેવાલ મુજબ ઈ. સ. 2010માં ભારતની કુલ વસ્તીના 11 કરોડમાંથી 45.8 કરોડ લોકો ગરીબ હતા, એટલે કે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવન જીવતા હતા.
  • UNDP -2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. તેમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7% અને શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7% હતું. એટલે કે દેશના 28.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.85 કરોડ અને શહેરી ક્ષેત્રે 0.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા.
  • ભારતમાં ગરીબીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા જોવા મળે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્ય(38.98%)માં અને સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્ય(5.08%)માં જોવા મળ્યું હતું.
  • ભારતમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ સરેરાશ 30%થી વધારે છે. મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ વધુ હતું.
ગ્રામીણ ક્ષેત્રે ગરીબો: ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે જમીનવિહોણા ખેતમજૂરો, ગૃહઉદ્યોગો કે કુટિર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ થાય છે.
શહેરી ક્ષેત્રે ગરીબો: શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘરનોકર, રિક્ષાચાલક, ચા-નાસ્તાની લારી-ગલ્લા કે હોટલ-ઢાબા પર કે ઓટોમેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો વગેરેનો સમાવેશ થાય છે.
In simple words: ભારતમાં ગરીબી નક્કી કરવા માટે ચોક્કસ ખર્ચ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. દેશમાં કુલ વસ્તીના 21.9% લોકો ગરીબ છે. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ શહેરી વિસ્તારો કરતાં વધુ છે. છત્તીસગઢમાં સૌથી વધુ અને ગોવામાં સૌથી ઓછી ગરીબી છે. ગ્રામીણ ગરીબોમાં જમીનવિહોણા મજૂરો અને શહેરી ગરીબોમાં દૈનિક મજૂરોનો સમાવેશ થાય છે.

Exam Tip: ભારતમાં ગરીબીના વર્ણન માટે આંકડાકીય માહિતી અને ગરીબી રેખાના માપદંડોને ચોકસાઈથી રજૂ કરવાથી જવાબ વધુ વિશ્વાસપાત્ર બનશે. ગ્રામીણ અને શહેરી ગરીબોના પ્રકારોને પણ સ્પષ્ટ કરો.

 

Question 3. ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો.
Answer: સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે તેવી સ્થિતિને વ્યાપક કે "દારૂણ ગરીબી" કહેવાય છે અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને "ગરીબ" ગણવામાં આવે છે.
ભારતમાં ગરીબીના ઉદ્ભવ માટેનાં જવાબદાર કારણો નીચે પ્રમાણે છે:

  • દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેતપેદાશોની આવકમાં ઘટાડો થયો.
  • ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ.
  • ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ.
  • જ્ઞાતિપ્રથા તેમજ પરંપરાગત રીતિ-રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે. આમ, બિનઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે.
  • દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી.
  • દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેનાં હિતોની ઉપેક્ષા થવી.
  • ખેતપેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું. પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા. ભાવવધારો અને મોંઘવારીને કારણે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન ન મળ્યું.
  • દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થઈ. કુટિર અને લઘુઉદ્યોગો બંધ થયા. રોજી-રોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત, ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડાંમાં મજૂરીકામ ઓછું થયું.
  • સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના-મોટા રોગોના ભોગ બને છે. પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે છે, જ્યારે આવકમાં વધારો થતો નથી. તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી.
  • ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાંના પરંપરાગત વ્યવસાયો, કુટિર ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાંગ્યા. તેથી બેકારીમાં વધારો થયો.
  • જીવનજરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતાં ભાવો વધ્યા. લોકોની ખરીદશક્તિ ઘટી. પરિણામે જીવનધોરણ નીચું ગયું. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું.
In simple words: ગરીબીના ઘણા કારણો છે, જેમ કે અનિયમિત વરસાદ, સિંચાઈનો અભાવ, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકોનો અભાવ, શિક્ષણનો અભાવ, સામાજિક રિવાજો પાછળના ખર્ચા, નિરક્ષરતા, સરકારી યોજનાઓની ઉપેક્ષા, ખોરાકી પાકોનું ઓછું ઉત્પાદન અને મોંઘવારી. આ બધા પરિબળો ગરીબીમાં વધારો કરે છે.

Exam Tip: ગરીબીના કારણોને આર્થિક, સામાજિક અને વહીવટી જેવા વિભાગોમાં વર્ગીકૃત કરીને સમજાવો. દરેક કારણને સ્પષ્ટ ઉદાહરણો સાથે રજૂ કરવાથી જવાબ વધુ અસરકારક બનશે.

 

Question 4. સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.
Answer: ભારત સરકારે ઈ. સ. 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો. અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા હેઠળ ગુજરાત સરકારે "મા અન્નપૂર્ણા યોજના" શરૂ કરી છે.
["મા અન્નપૂર્ણા યોજના" હેઠળ FPS દ્વારા અનાજ-વિતરણ]

  • આ યોજના હેઠળ રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે.
  • તેમાં મધ્યમવર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં Rs 2 પ્રતિકિલો, ચોખા Rs 3 પ્રતિકિલો અને જાડું અનાજ Rs 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.
  • રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે.
  • આ યોજનાનો લાભ મેળવતાં કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવનધોરણ સારું બનાવી શકશે.
In simple words: સરકારે 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બનાવ્યો છે. આનો અર્થ છે કે દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે પૂરતો ખોરાક મળવો જોઈએ. ગુજરાતમાં "મા અન્નપૂર્ણા યોજના" હેઠળ ગરીબ પરિવારોને દર મહિને 35 કિલો અનાજ મફતમાં મળે છે. મધ્યમવર્ગના ગરીબોને પણ ઘઉં, ચોખા અને જાડું અનાજ ઓછા ભાવે મળે છે. આ યોજનાથી 3.62 કરોડ લોકોને ફાયદો થાય છે અને તેઓ બચેલા પૈસાથી બીજી વસ્તુઓ ખરીદી શકે છે, જેથી તેમનું જીવન સુધરે છે.

Exam Tip: સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના કાર્યક્રમો સમજાવતી વખતે "મા અન્નપૂર્ણા યોજના" ના મુખ્ય લક્ષણો અને તેના લાભાર્થીઓ વિશે વિગતે લખો. આંકડાકીય માહિતી અને યોજનાના હેતુને સ્પષ્ટ કરો.

 

Question 5. ધનિક ભારતમાં ગરીબો વસે છે!
Answer: ભારત વિવિધ પ્રકારનાં વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ - ધનિક દેશ છે. પરંતુ, દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાનાં પૂરતાં સાધનો અને ક્ષમતાનો અભાવ છે. દેશમાં એ અંગેનાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે. આમ, ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેનો દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે જોઈતો ઉપયોગ થઈ શક્યો નથી. પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. આથી કહી શકાય કે, "ધનિક ભારતમાં ગરીબો વસે છે!"
In simple words: ભારત પાસે ઘણા કુદરતી સંસાધનો છે, પણ તેનો પૂરો ઉપયોગ થઈ શકતો નથી. આપણા દેશમાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ છે. આયોજનમાં પણ ખામીઓ રહી ગઈ છે, જેના કારણે ગરીબી ઓછી થઈ નથી. તેથી, આપણે કહી શકીએ કે સમૃદ્ધ ભારત હોવા છતાં અહીં ગરીબ લોકો વસે છે.

Exam Tip: "ધનિક ભારતમાં ગરીબો વસે છે!" આ વિધાનને સમજાવતી વખતે, ભારતની કુદરતી સંપત્તિ અને તેના અપૂરતા ઉપયોગ વચ્ચેના વિરોધાભાસ પર ભાર મૂકો. શિક્ષણ, કૌશલ્ય, અને ખામીયુક્ત આયોજન જેવા પરિબળોને સ્પષ્ટપણે રજૂ કરો.

 

Question 6. બેરોજગારીનાં કારણો જણાવો.
Answer: ભારતમાં બેરોજગારીનાં કારણો નીચે પ્રમાણે છે:

  • વસ્તી વધારો.
  • શિક્ષિત યુવક-યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન. તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલનો અભાવ.
  • દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા.
  • કૃષિક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ.
  • આજના યુવાનોમાં કૃષિ-વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા.
  • ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ.
  • ગ્રામોદ્યોગો, કુટિર ઉદ્યોગો અને લઘુઉદ્યોગોની નબળી સ્થિતિ.
  • જ્ઞાતિપ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિક્તા.
  • નવા ધંધા-ઉદ્યોગ શરૂ કરવા માટે મૂડીરોકાણનો અભાવ.
  • યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ.
  • માનવશ્રમનો આયોજનનો અભાવ.
  • બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડીસર્જનના દરમાં ઘટાડો.
In simple words: ભારતમાં બેરોજગારીના મુખ્ય કારણોમાં વસ્તી વધારો, યુવાનોમાં વ્યવહારુ કૌશલ્યનો અભાવ, ધીમો ઔદ્યોગિક વિકાસ, ખેતીમાં અનિયમિતતા, કૃષિ પ્રત્યે યુવાનોની નિરુત્સાહતા, ગ્રામીણ ઉદ્યોગોની નબળી સ્થિતિ, રૂઢિગત ધંધાને પ્રાધાન્ય, મૂડીનો અભાવ અને તાલીમનો અભાવનો સમાવેશ થાય છે.

Exam Tip: બેરોજગારીના કારણોને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક એમ વિવિધ પાસાઓમાં વિભાજીત કરીને યાદ રાખવાથી જવાબ વધુ સંગઠિત અને સરળ બનશે.

 

Question 7. બેરોજગારીની અસરો જણાવો.
Answer: ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે જોવા મળે છે:

  • યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે.
  • તેમની માનસિક સ્થિતિ પર ખરાબ અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવાં અસામાજિક, અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે.
  • સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે.
  • બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. ગરીબ અને બેકાર બનેલાં કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે. તેમનું જીવનધોરણ ખૂબ નીચું જાય છે. બેહાલ બનેલાં કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે.
  • આમ, બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર નુકસાનકારક અસરો પડે છે.
In simple words: બેરોજગારીથી યુવાનોનો ભણવાનો રસ ઘટે છે અને તેઓ માનસિક રીતે હતાશ થાય છે. લાંબા સમયની બેકારી તેમને ગુનાખોરી તરફ ધકેલે છે. તેનાથી સમાજમાં ગરીબી અને વર્ગભેદ વધે છે, જે વ્યક્તિ, કુટુંબ, સમાજ અને દેશના અર્થતંત્ર માટે હાનિકારક છે.

Exam Tip: બેરોજગારીની અસરોને વ્યક્તિગત, સામાજિક અને આર્થિક એમ ત્રણ સ્તરે વર્ણવો. દરેક અસરને વિગતવાર સમજાવવાથી જવાબ વધુ સચોટ બનશે.

 

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

 

Question 1. સમજાવોઃ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી
Answer: સાપેક્ષ ગરીબી: સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલ આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને "સાપેક્ષ (તુલનાત્મક) ગરીબી" કહે છે.
નિરપેક્ષ ગરીબી: અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવનજરૂરિયાતો લઘુતમ બજારભાવે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેમની ગરીબીને "નિરપેક્ષ ગરીબી" કહે છે.
In simple words: સાપેક્ષ ગરીબી એટલે જ્યારે એક વ્યક્તિ કે સમુદાય બીજા કરતાં ઓછી આવક ધરાવે. નિરપેક્ષ ગરીબી એટલે જ્યારે વ્યક્તિને પૂરતો ખોરાક, કપડાં અને ઘર જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પણ પૂરતા પૈસા ન મળે.

Exam Tip: સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યાને સ્પષ્ટ કરો. બંને વચ્ચેનો મુખ્ય તફાવત આવકની તુલના અને મૂળભૂત જરૂરિયાતોની પ્રાપ્તિ છે તે દર્શાવો.

 

Question 2. “ઍગ્રો બિઝનેસ પૉલિસી” તથા “ઇ-નામ” વિશે જણાવો.
Answer: ઍગ્રો બિઝનેસ પૉલિસી અને ઈ-નામ - આ બંને યોજનાઓ ગુજરાત સરકારના ગરીબીનિવારણના કાર્યક્રમો છે.
ઍગ્રો બિઝનેસ પૉલિસી: આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની અને ઍગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.
ઈ-નામ: આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિપેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની સ્પર્ધાથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજારની રચના કરી છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ સ્થળેથી બોલી લગાવી શકે છે.
In simple words: "ઍગ્રો બિઝનેસ પૉલિસી"નો હેતુ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને રોજગારી વધારવાનો છે. "ઈ-નામ" યોજના ખેડૂતોને દલાલોથી બચાવીને પોતાની ખેતપેદાશો સીધા ઓનલાઈન વેચીને વધુ નફો કમાવવામાં મદદ કરે છે.

Exam Tip: દરેક યોજનાનો મુખ્ય હેતુ અને તેના દ્વારા થતા ફાયદાઓને ટૂંકમાં અને સ્પષ્ટપણે સમજાવો. યોજનાઓનો ગરીબી નિવારણમાં ફાળો પણ દર્શાવો.

 

Question 3. “મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો.
Answer: "મનરેગા યોજના ભારત સરકારનો ગરીબીનિવારણનો એક કાર્યક્રમ છે.

  • "આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ"ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે.
  • કામ માગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે, તો વ્યક્તિને બેકારી ભથ્થુ આપવામાં આવે છે.
  • "મનરેગા" યોજના હેઠળ ગામમાં કૂવા, શૌચાલયો અને ઇન્દિરા આવાસનાં બાંધકામમાં મજૂરી, ઢોર-છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલી સુકવણી, કેનાલ સફાઈ, રસ્તા પર વનીકરણ, જળસંગ્રહ જેવાં ગ્રામોદ્ધારનાં કામો કરવામાં આવે છે.
  • આમ, આ યોજનામાં ગ્રામજનોને રોજગારીની બાંહેધરી આપીને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
In simple words: મનરેગા યોજના ભારત સરકારનો ગરીબી ઘટાડવાનો એક કાર્યક્રમ છે. આ યોજના હેઠળ ગ્રામીણ પરિવારોમાં 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને વર્ષમાં 100 દિવસની નોકરીની ખાતરી આપવામાં આવે છે. જો સરકાર કામ ન આપી શકે તો બેરોજગારી ભથ્થું મળે છે. આમાં કુવા, શૌચાલય, રસ્તા જેવા ગામડાના વિકાસના કામોનો સમાવેશ થાય છે.

Exam Tip: મનરેગા યોજનાના મુખ્ય ઉદ્દેશો, લક્ષણો અને તેના દ્વારા થતા લાભોને સ્પષ્ટ કરો. ખાસ કરીને 100 દિવસની રોજગારીની બાંહેધરી અને બેરોજગારી ભથ્થાની જોગવાઈને પ્રકાશિત કરો.

 

Question 4. ઔદ્યોગિક બેરોજગારી એટલે શું?
Answer: ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોય, તો તેવી સ્થિતિને "ઔદ્યોગિક બેરોજગારી" કહે છે.
In simple words: ઔદ્યોગિક બેરોજગારી એટલે જ્યારે વીજળીની સમસ્યા, વિદેશી માલની આયાત, કાચા માલનો અભાવ કે ટેકનોલોજીના ફેરફાર જેવા કારણોસર ઉત્પાદન ઘટે છે અને લોકોને થોડા સમય માટે પણ નોકરી ન મળે.

Exam Tip: ઔદ્યોગિક બેરોજગારીની વ્યાખ્યાને તેના મુખ્ય કારણો સાથે જોડીને સમજાવો. કારણોમાં વીજળી કાપ, આયાત અને ટેકનોલોજીકલ ફેરફારોને યાદ રાખો.

 

Question 5. વિશ્વ-શ્રમબજાર વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરો.
Answer: વિશ્વના દેશો પોતાના શ્રમિકો-મજૂરોની પરસ્પર આપ-લે કરે, તેને "વિશ્વ-શ્રમબજાર" કહે છે.

  • આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર-ધંધા, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે વિશ્વ-શ્રમબજાર ઉદ્ભવે છે.
  • હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા, વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન (Brain Drain) એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે.
  • મોટા ઔદ્યોગિક એકમો પોતાના ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશોમાં મોકલે છે, જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગણાય.
  • આપણા દેશમાંથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓના તેમજ તાલીમ પામેલ કુશળ કારીગરોના અન્ય દેશોમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ વર્તાય છે.
In simple words: વિશ્વ-શ્રમબજાર એટલે જ્યારે જુદા જુદા દેશોના કામદારો એકબીજાના દેશોમાં કામ કરવા જાય છે. આજે ઘણા ભણેલા અને કૌશલ્ય ધરાવતા લોકો વધુ સારા કામ, વધુ પૈસા અને વધુ સુવિધાઓ માટે વિદેશ જાય છે, જેને "બ્રેઈન ડ્રેઇન" કહેવાય છે. આનાથી આપણા દેશમાં હોશિયાર લોકોની અછત થાય છે.

Exam Tip: વિશ્વ-શ્રમબજારની વ્યાખ્યા અને તેના ઉદ્ભવના કારણોને સ્પષ્ટ કરો. ખાસ કરીને "બ્રેઈન ડ્રેઇન" (બુદ્ધિધનનું બહિર્ગમન) ના ખ્યાલ અને તેની અસરોને વિગતવાર સમજાવો.

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો:

 

Question 1. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે?
(a) ઉત્તર પ્રદેશમાં
(b) ઓડિશામાં
(c) છત્તીસગઢમાં
(d) બિહારમાં
Answer: (c) છત્તીસગઢમાં
In simple words: Chhattisgarh is the state in India with the most people living in poverty. This means a higher percentage of its population lives below the poverty line compared to other states.

Exam Tip: Be familiar with statistics related to poverty and unemployment rates across different Indian states for such questions.

 

Question 2. ભારતમાં ઈ. સ. 2011-12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું ? (કરોડમાં)?
(a) 21.65
(b) 26.93
(c) 21.92
(d) 26.93
Answer: (c) 21.92
In simple words: In the years 2011-2012, about 21.92% of India's population was considered poor. This data helps understand the economic situation of the country at that time.

Exam Tip: Remember key economic statistics and figures, especially those related to poverty and development, along with their respective years.

 

Question 3. મહિલા સશક્તીકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે?
(a) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના
(b) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના
(c) મિશન મંગલમ્ યોજના
(d) ઍગ્રો બિઝનેસ પૉલિસી 2016
Answer: (c) મિશન મંગલમ્ યોજના
In simple words: The Mission Mangalam Yojana is a government plan that aims to make women stronger, teach them new skills, help them start their own businesses, and connect them to markets. This helps them become self-reliant.

Exam Tip: When asked about government schemes, identify the main objectives and target groups of each program to choose the correct option.

 

Question 4. ભારતના ક્યા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું છે મળ્યું?
(a) બિહાર
(b) ઝારખંડ
(c) કેરલ
(d) હરિયાણા
Answer: (c) કેરલ
In simple words: Kerala is the state in India where unemployment is found to be highest. This means many people who want to work there cannot find jobs.

Exam Tip: Be aware of regional disparities in economic indicators like unemployment rates across Indian states for general knowledge and exam purposes.

 

Question 5. અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી?
(a) મા અન્નપૂર્ણા યોજના
(b) મનરેગા
(c) અંત્યોદય યોજના
(d) સુકન્યા સમૃદ્ધિ યોજના
Answer: (a) મા અન્નપૂર્ણા યોજના
In simple words: Under the Food Security Act, the Maa Annapurna Yojana was started in Gujarat. This program aims to ensure that people get enough food to eat.

Exam Tip: Understand which specific schemes are implemented by state governments under broader national acts like the Food Security Act.

 

Question 6. યુવા બેરોજગારોને નવા આઇડિયા સાથે ઉદ્યોગસાહસિક બની તરફ કઈ યોજના પ્રેરે છે?
(a) મેક ઇન ઇન્ડિયા
(b) સ્ટાર્ટ-અપ ઇન્ડિયા
(c) ડિજિટલ ઇન્ડિયા
(d) સ્વચ્છ ભારત અભિયાન
Answer: (b) સ્ટાર્ટ-અપ ઇન્ડિયા
In simple words: The Start-up India scheme motivates young, unemployed individuals to become entrepreneurs with creative ideas. It helps them begin their own businesses.

Exam Tip: Focus on the specific goals of various national initiatives; Start-up India is directly related to fostering entrepreneurship and innovation.

 

Question 7. બેરોજગારી-નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા
(a) રોજગાર વિનિમય કેન્દ્ર
(b) શ્રમ મંત્રાલય
(c) મૉડેલ કેરિયર સેન્ટર
(d) ગ્રામપંચાયત
Answer: (a) રોજગાર વિનિમય કેન્દ્ર
In simple words: The Employment Exchange Center is the organization that registers educated unemployed people to help them find jobs. It connects job seekers with available positions.

Exam Tip: Identify the official agencies responsible for specific functions like job registration and placement in the context of government programs.

Free study material for Social Science

GSEB Solutions Class 10 Social Science Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો

Students can now access the GSEB Solutions for Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Social Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Social Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Social Science Class 10 Solved Papers

Using our Social Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 10 Social Science Solutions Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Social Science Solutions Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો is available for free on StudiesToday.com. These solutions for Class 10 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Social Science Solutions Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Social Science Solutions Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Social Science Solutions Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Social Science. You can access GSEB Class 10 Social Science Solutions Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Social Science Solutions Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરો in printable PDF format for offline study on any device.