GSEB Class 10 Social Science Solutions Chapter 11 ભારત જળ સંસાધન

Download GSEB Solutions for Class 10 Social Science Chapter 11 ભારત જળ સંસાધન

Access comprehensive textbook solutions for Chapter 11 ભારત જળ સંસાધન using the official curriculum guides for Class 10 Social Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Access GSEB Solutions and Answers

Access the complete solution PDF for Class 10 Social Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

નીચેના પ્રશ્ન ઉત્તર સવિસ્તર લખો:

 

Question 1. જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો.
Answer: જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે:

  • જળ સંસાધનોની સુરક્ષા માટે પાણીનો સમજદારીપૂર્વકનો ઉપયોગ સૌથી પહેલી અને મહત્વની આવશ્યકતા છે.
  • બીજી જરૂર જળસંગ્રહની છે. પાણી બચાવવા માટે વધુમાં વધુ જળાશયો બનાવવા, વધારાનું પાણી ધરાવતા નદી-બેસિનમાંથી ઓછું પાણી ધરાવતા નદી-બેસિનમાં પાણીનું સ્થાનાંતર કરવું અને ભૂગર્ભ જળસ્તર ઉપર લાવવાના પ્રયાસો કરવા જરૂરી છે.
  • પાણી એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી વહેંચણી થાય તે જોવાની સરકારની ફરજ બને છે.
  • આ અંગે કોઈ આંતરરાજ્ય જળવિવાદ હોય તો તેનો ઝડપથી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી નદીઓ પર બંધ બાંધીને થતાં જળાશયોનું નિર્માણ અટકી ન પડે.
  • જળ સંસાધનોની જાળવણી માટે 'જળપ્લાવિત ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિજળ સંચય' ખૂબ અગત્યના પગલાં છે.

In simple words: પાણીના સંસાધનોને બચાવવા માટે, તેનો સમજીને ઉપયોગ કરવો, પાણીનો સંગ્રહ કરવો, જળાશયો બનાવવા, નદીઓના પાણીને યોગ્ય જગ્યાએ વાળવું અને ભૂગર્ભ જળને ઉપર લાવવું જરૂરી છે. સરકારે પાણીની યોગ્ય વહેંચણી સુનિશ્ચિત કરવી જોઈએ અને જળ વિવાદો ઝડપથી ઉકેલવા જોઈએ.

Exam Tip: જ્યારે પણ જળ સંસાધનોની જાળવણી વિશે લખો, ત્યારે 'વિવેકપૂર્ણ ઉપયોગ', 'જળસંગ્રહ', 'આંતરરાજ્ય જળવિવાદનો ઉકેલ', અને 'વૃષ્ટિજળ સંચય' જેવા મુખ્ય મુદ્દાઓને હંમેશા યાદ રાખો અને વિગતવાર સમજાવો.

 

Question 2. ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો.
Answer: ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર જળસંકટ ઊભું થયું છે, જે નીચે પ્રમાણે છે:

  • ભારતમાં પાણી-પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત રહે છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી થાય છે.
  • પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતનાં સૂકા વિસ્તારો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશમાં પશ્ચિમઘાટના અંદરના ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા જોવા મળે છે.
  • ભારતમાં છેલ્લા ચાર દાયકામાં વસ્તીમાં ઝડપથી વધારો થયો છે. સતત વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચા જતા જીવનધોરણને કારણે પાણીનો વપરાશ ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત સતત વધતી જાય છે.
  • આજે પણ ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડાંમાં પીવાલાયક પાણીની અછત છે.
  • પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા હાલના સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂગર્ભ જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂગર્ભ જળની સપાટી નીચી ગઈ છે અને ભૂગર્ભ જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે.
  • આ ઉપરાંત, અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઓછી થઈ રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના પ્રદુષિત પાણીથી પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે.

In simple words: ભારતમાં પાણીની સમસ્યા ઘણા કારણોસર છે, જેમ કે અનિયમિત વરસાદ, વસ્તી વધારો, શહેરીકરણ અને ઉદ્યોગોમાં પાણીનો વધુ વપરાશ. ભૂગર્ભ જળનું વધુ પડતું ખેંચાણ અને પાણીનું પ્રદૂષણ પણ મુખ્ય કારણો છે.

Exam Tip: જળ સંકટના કારણો સમજાવતી વખતે, વરસાદની અનિયમિતતા, વસ્તી વૃદ્ધિ, શહેરીકરણ, ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ અને જળ પ્રદૂષણ જેવા મુખ્ય પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરો.

 

Question 3. વૃષ્ટિ જળ સંચય વિશેની માહિતી આપો.
Answer: ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે 'વૃષ્ટિજળ સંચય' કરવું જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં પાણીનો સંગ્રહ થઈ ભૂમિગત જળની સપાટી ઊંચી આવે છે. સંગ્રહિત થયેલા વૃષ્ટિજળના અનેકવિધ ઉપયોગો થઈ શકે છે. વૃષ્ટિજળ સંચયના મુખ્ય હેતુઓ (ઉદ્દેશો) નીચે મુજબ છે:

  • પાણીની વધતી જતી માંગ પૂરી કરવી.
  • સપાટી પરથી નકામું વહી જતું પાણી ઘટાડવું.
  • સડકમાર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
  • ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચી લાવવી.
  • ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો.
  • ઉનાળામાં અને લાંબા સૂકા સમયગાળામાં પાણીની ઘરગથ્થુ જરૂરિયાત પૂરી કરવી.
  • મોટાં શહેરોમાં બહુમાળી મકાનોનાં ધાબાં (અગાશી) કે છાપરાં પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટાં વરસાદી ટાંકાં બનાવવાં.
વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા વગેરેનો સમાવેશ થાય છે.
In simple words: વૃષ્ટિજળ સંચય એટલે વરસાદના પાણીને ભેગું કરીને જમીનમાં ઉતારવું. આનાથી ભૂગર્ભ જળ વધે છે અને પાણીની માંગ પૂરી થાય છે. તે પાણીના પ્રદૂષણને પણ ઘટાડે છે.

Exam Tip: વૃષ્ટિજળ સંચયના હેતુઓ અને પદ્ધતિઓ લખતી વખતે, પાણીની માંગ પૂરી કરવી, ભૂગર્ભ જળ વધારવું, પ્રદૂષણ ઘટાડવું અને સડકમાર્ગોને બચાવવા જેવા મુદ્દાઓને સ્પષ્ટપણે દર્શાવો.

નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

 

Question 1. બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો.
Answer: નદીઓ પર બંધ બાંધી મોટાં જળાશયો બનાવવાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂરનિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય-ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજનાઓ કહે છે.
બહુહેતુક યોજનાઓના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે:

  • બંધોથી બનેલાં જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરવો અને ખેત-ઉત્પાદન વધારવું.
  • બંધોના પાણી દ્વારા જળવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો.
  • ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું.
  • નદીઓમાં આવતાં વિનાશક પૂરને અંકુશમાં લઈ નદીકાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી.
  • જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા.
  • બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્યકેન્દ્રો ઊભાં કરવાં અને મત્સ્યોદ્યોગ વિક્સાવવો.
  • નદીના કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્ય જીવ સંરક્ષણ કરવું.
  • લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો.
  • જળાશયોમાંથી આજુબાજુનાં શહેરો અને ગામડાંને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું.
  • બંધો પાસે બાગબગીચા બનાવી મનોરંજન માટે સહેલગાહનાં રમણીય સ્થળો ઊભાં કરવાં.

In simple words: બહુહેતુક યોજનાઓ એટલે નદીઓ પર બંધ બાંધીને પાણીનો ઉપયોગ ઘણા હેતુઓ માટે કરવો, જેમ કે સિંચાઈ, વીજળી બનાવવી, પૂર રોકવા, માછલી ઉછેર, પીવાનું પાણી પૂરું પાડવું અને પર્યટન.

Exam Tip: બહુહેતુક યોજનાઓના મહત્વ વિશે લખતી વખતે, સિંચાઈ, વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીન સંરક્ષણ, પીવાનું પાણી અને મનોરંજન જેવા મુખ્ય ફાયદાઓને યાદ રાખો.

 

Question 2. સિંચાઈ-ક્ષેત્રના વિતરણ વિશે લખો.
Answer: ભારતમાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ; મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુખત્રિકોણપ્રદેશો; પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.

  • સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ-ક્ષેત્ર લગભગ ચાર ગણું વધ્યું છે.
  • ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% જેટલું છે.
  • ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન જોવા મળે છે.
  • મિઝોરમમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8% છે.
  • કુલ સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે.
  • પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.

In simple words: ભારતમાં સિંચાઈવાળી જમીન અમુક જગ્યાએ વધુ છે અને અમુક જગ્યાએ ઓછી છે. આંધ્ર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં વધારે સિંચાઈ થાય છે, જ્યારે મિઝોરમ જેવા રાજ્યોમાં ઓછી સિંચાઈ થાય છે. દેશમાં સિંચાઈવાળી જમીન સ્વતંત્રતા પછી ચાર ગણી વધી છે.

Exam Tip: સિંચાઈ-ક્ષેત્રના વિતરણ વિશે લખતી વખતે, કુલ સિંચાઈવાળા વિસ્તારનો આંકડો (850 લાખ હેક્ટર, 38%), પ્રાદેશિક અસમાનતા અને પંજાબ-મિઝોરમ જેવા ઉદાહરણોનો ઉપયોગ કરો.

નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

 

Question 1. ભૂમિગત જળના ઉપયોગો જણાવો.
Answer: ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, ઘરવપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે.
In simple words: ભૂમિગત જળનો ઉપયોગ પીવા, ઘરમાં, ઉદ્યોગોમાં અને ખેતીમાં થાય છે. બધા જીવો માટે તે ખૂબ જ જરૂરી છે.

Exam Tip: ભૂમિગત જળના ઉપયોગો દર્શાવતી વખતે, પીવા, ઘર વપરાશ, ઉદ્યોગો, સિંચાઈ અને ગંદાપાણીના નિકાલ જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન આપો.

 

Question 2. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ?
Answer: જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. (અથવા નીચે દર્શાવેલી રીતો મુજબ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી તેમજ તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાથી જળસંકટથી બચી શકાય છે.)

  • બગીચાના છોડને પાણી પાવા માટે, વાહનો ધોવા માટે, નાહવા-ધોવા માટે, શૌચાલયોમાં તથા વૉશ-બેસિનમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી.
  • જળ-સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ.
  • જળાશયોને પ્રદૂષણથી બચાવવાં જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં ઘણા વર્ષો લાગી જાય છે.
  • ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા.
  • ભૂમિગત જળનો ઉપયોગ કરતાં એકમો પર દેખરેખ રાખવી.
  • કૂવા, ટ્યુબવેલ, ખેત-તલાવડી જેવાં જળસ્રાવનાં એકમોનો ઉપયોગ વધારવો.
  • પાણી-પુરવઠાની પાઇપલાઇનમાં નુકસાન થયું હોય તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી તેમાં નુક્સાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી બહાર વહી જતું અટકે.

In simple words: પાણીનો સારી રીતે ઉપયોગ કરવા માટે, તેને બચાવવું, પ્રદૂષણથી દૂર રાખવું, બગીચામાં અને વાહન ધોવામાં નકામા પાણીનો ઉપયોગ કરવો, અને પાણીના સ્ત્રોતો પર દેખરેખ રાખવી જોઈએ.

Exam Tip: જળ વ્યવસ્થાપન માટે, 'પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ', 'લોકજાગૃતિ', 'પ્રદૂષણ નિયંત્રણ', 'પુનઃઉપયોગ' અને 'પાઇપલાઇનનું સમારકામ' જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકો.

દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

 

Question 1. ‘પૃષ્ઠીય જળ' નો મુખ્ય સ્ત્રોત કયો છે?
(a) વૃષ્ટિ
(b) તળાવો
(c) નદીઓ
(d) સરોવર
Answer: (c) નદીઓ
In simple words: જમીનની સપાટી પર જોવા મળતું પાણી મોટે ભાગે નદીઓમાંથી આવે છે.

Exam Tip: 'પૃષ્ઠીય જળ' ના મુખ્ય સ્ત્રોત તરીકે નદીઓનું મહત્વ યાદ રાખો, કારણ કે તે મોટાભાગના સપાટી પરના પાણીના પ્રવાહનું મૂળ છે.

 

Question 2. નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો:
1. ભાખડા-નંગલ (b) પંજાબ
2. કોસી (a) બિહાર
3. નાગાર્જુનસાગર (d) આંધ્ર પ્રદેશ
4. નર્મદા (c) ગુજરાત
(a) (1 – b), (2 – a), (3 – c), (4 – d).
(b) (1 – b), (2 – a), (3 – d), (4 – с).
(c) (1 – d), (2 – c), (3 – b), (4 – а).
(d) (1 – c), (2 – d), 3 – a), (4 – b).
Answer: (b) (1 – b), (2 – a), (3 – d), (4 – c).
In simple words: તમારે દરેક બહુહેતુક યોજનાને તેના મુખ્ય લાભાર્થી રાજ્ય સાથે જોડવાની છે. ભાખડા-નંગલ પંજાબ સાથે, કોસી બિહાર સાથે, નાગાર્જુનસાગર આંધ્ર પ્રદેશ સાથે અને નર્મદા ગુજરાત સાથે જોડાયેલી છે.

Exam Tip: બહુહેતુક યોજનાઓ અને તેના સંબંધિત રાજ્યોને યાદ રાખવા માટે નકશાનો ઉપયોગ કરો અથવા યાદી બનાવો. જોડકાં ગોઠવતી વખતે, વિકલ્પો કાળજીપૂર્વક તપાસો.

 

Question 3. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(a) ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે.
(b) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.
(c) જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.
(d) પંજાબ અને હરિયાણા સિંચાઈ-ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે.
Answer: (b) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.
In simple words: હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાસ વહે છે કારણ કે તેમને બરફ પીગળવાથી અને વરસાદથી પાણી મળે છે, જ્યારે મોસમી નદીઓ માત્ર ચોમાસામાં વહે છે. તેથી, આ વિધાન ખોટું છે.

Exam Tip: સતત વહેતી નદીઓ (હિમાલયની નદીઓ) અને મોસમી નદીઓ વચ્ચેનો તફાવત હંમેશા યાદ રાખો. હિમાલયની નદીઓ બારેમાસ વહે છે, જ્યારે મોસમી નદીઓ વરસાદ પર આધાર રાખે છે.

 

Question 4. વર્ગખંડમાં ખેત-તલાવડી' વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે?
(a) જય: તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે.
(b) યશઃ તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે.
(c) યુગ તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનિક છે.
(d) દક્ષ તે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે.
Answer: (d) દક્ષ તે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે.
In simple words: ખેત-તલાવડી વરસાદના પાણીને ભેગું કરવાની એક રીત છે, જેથી તેનો ઉપયોગ પછીથી થઈ શકે.

Exam Tip: 'ખેત-તલાવડી' નો મુખ્ય હેતુ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો અને વૃષ્ટિજળ સંચયમાં તેની ભૂમિકા યાદ રાખો.

 

Question 5. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે?
(a) ચંબલ ખીણ, ભાખડા-નંગલ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
(b) ભાખડા-નંગલ, નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ
(c) નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખડા-નંગલ
(d) ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
Answer: (d) ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
In simple words: ભારતનો નકશો જોતા, ભાખડા-નંગલ ઉત્તરમાં છે, પછી ચંબલ ખીણ આવે છે, નર્મદા ખીણ મધ્યમાં છે, અને નાગાર્જુનસાગર દક્ષિણમાં આવે છે.

Exam Tip: ભારતના નકશા પર મુખ્ય બહુહેતુક યોજનાઓ અને તેમના ભૌગોલિક સ્થાનને યાદ રાખો જેથી તેમને ઉત્તરથી દક્ષિણ દિશામાં યોગ્ય રીતે ગોઠવી શકાય.

Free study material for Social Science

GSEB Solutions for Class 10 Social Science Chapter 11 ભારત જળ સંસાધન

Accessing Chapter 11 ભારત જળ સંસાધન Solutions

Review comprehensive exercise answers for Class 10 Social Science Chapter 11 ભારત જળ સંસાધન. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 10 Social Science

Clear, methodical explanations accompany every challenging problem within the Class 10 Social Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Social Science.

FAQs

Where can I find the latest GSEB Class 10 Social Science Solutions Chapter 11 ભારત જળ સંસાધન for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Social Science Solutions Chapter 11 ભારત જળ સંસાધન is available for free on StudiesToday.com. These solutions for Class 10 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Social Science Solutions Chapter 11 ભારત જળ સંસાધન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Social Science Solutions Chapter 11 ભારત જળ સંસાધન will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Social Science Solutions Chapter 11 ભારત જળ સંસાધન in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Social Science. You can access GSEB Class 10 Social Science Solutions Chapter 11 ભારત જળ સંસાધન in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Social Science Solutions Chapter 11 ભારત જળ સંસાધન in printable PDF format for offline study on any device.