GSEB Class 10 Social Science Solutions Chapter 10 ભારત કૃષિ

Get the most accurate GSEB Solutions for Class 10 Social Science Chapter 10 ભારત કૃષિ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Social Science. Our expert-created answers for Class 10 Social Science are available for free download in PDF format.

Detailed Chapter 10 ભારત કૃષિ GSEB Solutions for Class 10 Social Science

For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Social Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 10 ભારત કૃષિ solutions will improve your exam performance.

Class 10 Social Science Chapter 10 ભારત કૃષિ GSEB Solutions PDF

 

Question 1. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. અથવા ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તે દરેક પર ટૂંક નોંધ લખો.
Answer: ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે:

1. જીવનનિર્વાહ ખેતી (Subsistence Farming):

  • આ ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણ માટે જ વપરાય છે. આથી તેને 'જીવનનિર્વાહ' અથવા 'આત્મનિર્વાહ' ખેતી કહેવાય છે.
  • આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારોમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે.
  • ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે ખૂબ નાના ખેતરો હોય છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ હોય છે, સાથે સિંચાઈની ઉપલબ્ધતા પણ ઓછી જોવા મળે છે.
  • ગરીબીના કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી.
  • અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ કામ આવે છે. તેથી તેને જીવનનિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી કહેવાય છે.
  • ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે.

2. સૂકી (શુષ્ક) ખેતી (Dry Farming):

  • જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડે છે, સિંચાઈની સગવડો પણ ઓછી છે અને માત્ર વરસાદ પર આધારિત ખેતી થતી હોય ત્યાં 'સૂકી ખેતી' કરવામાં આવે છે.
  • આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી, વર્ષમાં ફક્ત એક જ પાક લઈ શકાય છે.
  • અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે.
  • ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.

3. આદ્ર (ભીની) ખેતી (Wet Farming):

  • જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ હોય ત્યાં 'આર્દ્ર ખેતી' થાય છે.
  • વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે.
  • અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી કરવામાં આવે છે.

4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી (Shifting Cultivation):

  • ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે.
  • તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે.
  • બે-ત્રણ વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરીને એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત 'ઝૂમ ખેતી' પણ કહેવાય છે.
  • અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. આ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

5. બાગાયતી ખેતી (Plantation Farming):

  • સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી 'બાગાયતી ખેતી' કહેવાય છે.
  • તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે.
  • તેને માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિક્ષણ, સંગ્રહણ અને વાહનવ્યવહારની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે.
  • અહીં ચા, કૉફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી, ફળફળાદિ વગેરેના પાક લેવામાં આવે છે.
  • આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરાં, દ્રાક્ષ, લીંબુ, ખારેક (ખલેલા) વગેરે ફળોની ખેતી પણ કરવામાં આવે છે.

6. સઘન ખેતી (Intensive Farming):

  • જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ-ઉત્પાદન કરી શકે છે.
  • તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી 'સઘન ખેતી' કહેવાય છે.
  • આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે.
  • તેમાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે.
  • સઘન ખેતી હેઠળના વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.
  • તેમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી તેને 'વ્યાપારી ખેતી' પણ કહેવાય છે.
In simple words: ખેતીના મુખ્ય પ્રકારો જીવનનિર્વાહ, સૂકી, ભીની, સ્થળાંતરિત, બાગાયતી અને સઘન ખેતી છે. દરેક પ્રકારની ખેતી અલગ વાતાવરણ અને જરૂરિયાતોને અનુરૂપ હોય છે.

Exam Tip: જ્યારે કૃષિના પ્રકારો વિશે લખો, ત્યારે દરેક પ્રકારની વ્યાખ્યા, તેની મુખ્ય લાક્ષણિકતાઓ અને ઉદાહરણોનો સમાવેશ કરો.

 

Question 2. ભારતમાં કૃષિક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો.
Answer: ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિક્ષેત્રે નીચે મુજબના સંસ્થાકીય સુધારા કર્યા છે:

  • જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. 'ખેડે તેની જમીન' જેવા ગણોતધારા દ્વારા જમીન ખેડનારને જમીનમાલિકીનો હક આપવામાં આવ્યો છે.
  • 'જમીન ટોચ મર્યાદા' દ્વારા જમીનમાલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે.
  • 'જમીન એકત્રીકરણ કાર્યક્રમ' દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને તે કરવામાં આવી રહ્યા છે.
  • ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજનાઓ બનાવાઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બૅન્કો, સહકારી બૅન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે.
  • બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ આપે છે.
  • 'પ્રધાનમંત્રી પાક વીમા યોજના' દ્વારા ખેડૂતોને ખેતીના પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
  • દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે.
  • માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે.
  • ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ-વેચાણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે.
  • સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશવ્યવહારની સગવડો વધારવામાં આવી છે.
  • ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ (Natural Agricultural Co-operative Marketing Federation of India - NAFED), ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ (Gujarat Co-operative Oilseeds Growers' Federation – GROFED), રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board – NDDB) અને ગુજરાત સ્ટેટ કૉ-ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ (GUJCOMASOL) જેવી સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિપેદાશો ખરીદે છે.
In simple words: ભારત સરકારે ખેડૂતોને મદદ કરવા અને ખેતીને સુધારવા માટે ઘણા કામો કર્યા છે. તેમણે જમીનદારી પ્રથા બંધ કરી, ખેડૂતોને જમીન માલિકીના હક આપ્યા, અને નાના ખેતરોને એક કર્યા. ઉપરાંત, ખેડૂતોને લોન, સબસિડી, વીમા કવચ અને યોગ્ય ભાવ મળે તેની ખાતરી કરી.

Exam Tip: સંસ્થાકીય સુધારા જણાવતી વખતે, મુખ્ય નીતિઓ અને કાર્યક્રમોના નામ યાદ રાખો અને તેનાથી ખેડૂતોને થતા ફાયદાઓનો ઉલ્લેખ કરો.

 

Question 3. ‘વિશ્વ બજાર અને ભારતની ખેતી' વિશે નોંધ લખો. અથવા ભારતમાં ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો.
Answer: વૈશ્વિકીકરણની કૃષિક્ષેત્રે નીચે મુજબ અસર થઈ છે:

  • ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેતપેદાશોની આયાત-નિકાસ કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
  • તેના પરિણામે ગુજરાતના કપાસ, મરચાં, તલ અને ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં વેચાવા લાગ્યા છે.
  • આ સંજોગોમાં ખેતપેદાશોના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયાં છે.
  • આપણા કૃષિ-ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઊતરવું પડે છે.
  • વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેતપેદાશોનું 'પેટન્ટ' દેશના નામે નોંધાવી લેવું ખૂબ જરૂરી બન્યું છે, તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે.
  • વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના 'જીનેટિકલી મોડિફાઈડ' બી.ટી. બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે. તેનાથી ખેતી ખર્ચાળ બની છે. જોકે, એ બિયારણોથી કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે.
  • વૈશ્વિક બજારોમાં થતી ખેતપેદાશોની સ્પર્ધાનો સામનો કરવા ભારતે કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે.
  • કૃષિક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવાં પડશે.
In simple words: વૈશ્વિકીકરણને કારણે ભારતમાં ખેતપેદાશોની આયાત-નિકાસ સરળ બની છે. વિદેશી ઉત્પાદનો સાથે સ્પર્ધા વધી છે, અને ખેડૂતોને સારી ગુણવત્તાવાળા બિયારણો અને નવી ટેકનોલોજી અપનાવવી પડી રહી છે.

Exam Tip: વૈશ્વિકીકરણની અસરો સમજાવતી વખતે, તેના ફાયદા (જેમ કે સરળ વેપાર) અને ગેરફાયદા (જેમ કે સ્પર્ધા અને ખર્ચાળ બિયારણ) બંનેનો ઉલ્લેખ કરો.

 

Question 4. ‘ભારતનો ઘઉંનો પાક' સવિસ્તર વર્ણવો. અથવા ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યોનાં નામ જણાવો. અથવા ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે. તે ક્યો પાક છે? તે પાકની વિસ્તૃત માહિતી આપો.
Answer: ભારતમાં ડાંગર પછીનો ઘઉં એક મહત્ત્વનો ધાન્ય પાક છે.

  • વિશ્વમાં ઘઉંના પાકનું મહત્ત્વ સૌથી વિશેષ છે.
  • ભારતની \( \frac { 1 }{ 3 } \) ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે.
  • તે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે.
  • ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવી પાક છે.
  • તેને ફળદ્રુપ ગોરાડુ કે કાળી જમીન, વાવણી વખતે 10થી 15 °સે જેટલું અને લણણી વખતે 20થી 25 °સે જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ અનુકૂળ આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી.
  • ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે.
  • હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે.
  • ઘઉંના પાકને ઝાકળથી ફાયદો, પરંતુ હિમથી નુકસાન થાય છે.
  • ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉં-ઉત્પાદનનો \( \frac { 2 }{ 3 } \) ભાગ આ રાજ્યોમાંથી મળે છે.
  • આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબને 'ઘઉંના કોઠાર' કહેવાય છે.
  • આ ઉપરાંત, ભારતમાં મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે.
  • ગુજરાતના ભાલ પ્રદેશમાં 'ભાલિયા ઘઉં' થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં વધુ થાય છે.
  • પોષક તત્ત્વોની દૃષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવાં તત્ત્વો હોય છે.
  • ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને "અનાજનો રાજા" કહેવામાં આવે છે.
  • ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે.
In simple words: ઘઉં એ ભારતનો એક ખૂબ જ અગત્યનો પાક છે, જે ઉત્તર અને મધ્ય ભારતના લોકોનો મુખ્ય ખોરાક છે. તેને ઠંડી આબોહવા અને ઓછો વરસાદ જોઈએ છે અને સિંચાઈ દ્વારા ઉગાડવામાં આવે છે. ભારતમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.

Exam Tip: ઘઉંના પાક વિશે લખતી વખતે, તેના માટે જરૂરી આબોહવા, જમીન, વાવણી અને લણણીનો સમય, અને ભારતના મુખ્ય ઉત્પાદક રાજ્યોનો ઉલ્લેખ કરો.

 

Question 5. ‘ભારતના તેલીબિયાં પાક' વિશે સવિસ્તર જણાવો.
Answer: ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડા, કરડી, અળશી વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે.

  • આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મેળવાય છે.
  • ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ પણ વધ્યો છે.

1. મગફળી:

  • બધાં તેલીબિયાંમાં તે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.
  • તેના પાકને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતીમિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20થી 25 °સે જેટલું તાપમાન તથા 50થી 75 સેમી જેટલો વરસાદ અનુકૂળ આવે છે.
  • તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે.
  • તે ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે.
  • મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.
  • ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે.
  • ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શીંગતેલ ખાદ્યતેલ તરીકે વધારે વપરાય છે.

2. તલ:

  • તલનો પાક વર્ષા આધારિત છે.
  • આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે.
  • તે લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધુ થાય છે.
  • તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.
  • ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.
  • બધાં તેલીબિયાંમાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે.
  • ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.

3. સરસવ:

  • તે રવી પાક છે. તે ઉત્તર ભારતનો મહત્ત્વનો તેલીબિયાં પાક છે.
  • સરસવનાં બીજ અને તેના તેલને ઔષધ અને ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ સરસવનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.

4. નાળિયેર:

  • તેને દરિયાકિનારાની ખારાશવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે.
  • ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે.
  • આ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અંદમાન નિકોબારમાં નાળિયેરીના બગીચા આવેલા છે.
  • ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે.
  • નાળિયેરના કોપરાને સૂકવી તેમાંથી તેલ (કોપરેલ) મેળવાય છે.
  • દક્ષિણ ભારતમાં તેનો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણાં તરીકે વપરાય છે.
  • ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે.

5. એરંડા:

  • એરંડા એટલે દિવેલા. તે ખરીફ તેમજ રવી પાક છે.
  • ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્ર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે.
  • ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનનો 64% હિસ્સો ભારતમાં થાય છે.
  • એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પછી ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે.
  • ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનો પાક લેવાય છે.
  • ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં થાય છે.
In simple words: ભારતમાં મગફળી, તલ, સરસવ, નાળિયેર અને એરંડા જેવા ઘણા તેલીબિયાં પાક ઉગાડવામાં આવે છે. આ પાકોમાંથી ખાદ્ય તેલ મળે છે અને તે આર્થિક રીતે ખૂબ જ અગત્યના છે.

Exam Tip: તેલીબિયાં પાકો વિશે લખતી વખતે, દરેક પાક માટે જરૂરી આબોહવા, જમીન, અને મુખ્ય ઉત્પાદક રાજ્યોનો ઉલ્લેખ કરો. ઉપરાંત, તે કઈ ઋતુમાં લેવાય છે અને તેનો મુખ્ય ઉપયોગ શું છે તે જણાવો.

 

Question 1. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે?
Answer: જૈવિક ખેતી તરફનું વલણ નીચેના કારણોસર વધી રહ્યું છે:

  • જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે.
  • તેમાં ખનીજ, વિટામિન અને જીવનશક્તિ આપતાં તત્ત્વો વધારે હોય છે.
  • આથી જૈવિક ખેતઉત્પાદનોની માંગ ખૂબ જ છે.
  • પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર પણ સારું મળે છે.
  • આ બધા કારણોસર જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે.
In simple words: લોકો જૈવિક ખેતીના ઉત્પાદનોને વધારે પસંદ કરે છે કારણ કે તે સ્વાદિષ્ટ, સુગંધિત અને પૌષ્ટિક હોય છે. આથી, તેની માંગ અને ખેડૂતોને મળતું વળતર બંને વધે છે.

Exam Tip: જૈવિક ખેતીની લોકપ્રિયતાના કારણો સમજાવતી વખતે, તેના ઉત્પાદનોના ગુણધર્મો અને ખેડૂતોને થતા આર્થિક ફાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.

 

Question 2. તફાવત આપો ખરીફ પાક અને રવી પાક અથવા ખરીફ પાક અને રવી પાકનો તફાવત સ્પષ્ટ કરો.
Answer: ખરીફ પાક અને રવી પાક વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:

ખરીફ પાકરવી પાક
1. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે.1. શિયાળામાં લેવામાં આવતા પાકને ‘રવી પાક' કહે છે.
2. ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી ઓક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે.2. રવી પાકનો સમય ઑક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ સુધીનો હોય છે.
3. ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી.3. રવી પાક સૂકી ઋતુમાં લેવાતો હોવાથી તે સિંચાઈથી જ લઈ શકાય છે.
4. ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ અને તલ, મગફળી, મઠ-મગ, ખરીફ પાકનાં ઉદાહરણો છે.4. ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળશી વગેરે રવી પાકનાં ઉદાહરણો છે.
In simple words: ખરીફ પાક ચોમાસામાં ઉગાડાય છે, જ્યારે રવી પાક શિયાળામાં ઉગાડાય છે. તેમના વાવણી અને લણણીનો સમય અલગ હોય છે અને તેમને પાણીની પણ અલગ જરૂરિયાત હોય છે.

Exam Tip: ખરીફ અને રવી પાકનો તફાવત લખતી વખતે, તેમની વ્યાખ્યા, વાવણી-લણણીનો સમય, પાણીની જરૂરિયાત અને મુખ્ય ઉદાહરણો સ્પષ્ટ કરો.

 

Question 3. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. અથવા ટૂંક નોંધ લખોઃ રાષ્ટ્રીય અર્થકારણમાં કૃષિનું યોગદાન
Answer: ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું ખૂબ મહત્ત્વનું યોગદાન છે, જે નીચે પ્રમાણે છે:

  • કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે.
  • તે દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે.
  • તે રાષ્ટ્રીય આવકનો 22% હિસ્સો આપે છે.
  • તે દેશના કુલ ઘરેલું પેદાશ (GDP) નો લગભગ 17% હિસ્સો ધરાવે છે.
  • તે નિકાસ વ્યાપાર માટે ચા, કૉફી, કપાસ, શણ, તેજાના, મસાલાઓ, તમાકુ, તેલીબિયાં, બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે.
  • તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે.
  • તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે.
  • કૃષિ-ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.
In simple words: ભારતીય અર્થતંત્રમાં ખેતીનું યોગદાન ખૂબ મોટું છે. તે લોકોને ખોરાક, 60% વસ્તીને રોજગારી અને દેશની કુલ આવકમાં મોટો ભાગ પૂરો પાડે છે. તે નિકાસ દ્વારા વિદેશી પૈસા કમાવવામાં પણ મદદ કરે છે અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે.

Exam Tip: ભારતીય અર્થતંત્રમાં કૃષિના યોગદાન વિશે લખતી વખતે, રોજગારી, GDPમાં હિસ્સો, નિકાસ અને ઉદ્યોગો માટે કાચા માલની ઉપલબ્ધતા જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકો.

 

Question 4. ડાંગર : ભારતનો સૌથી અગત્યનો પાક – સમજાવો. અથવા ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યોનાં નામ જણાવો. અથવા ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે. તે ક્યો પાક છે? તે પાકની વિસ્તૃત માહિતી આપો.
Answer: પ્રશ્નમાં આપેલ ચિત્ર ડાંગરના પાકનું છે. ડાંગરની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે:

  • ડાંગર ભારતનો ખૂબ મહત્ત્વનો ધાન્ય પાક છે.
  • ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે.
  • વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે.
  • ડાંગર ઉષ્ણ કટિબંધનો ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે.
  • તેને નદીઓના મેદાનની કે મુખત્રિકોણપ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેમી કે તેથી વધુ વરસાદ અને લઘુતમ 20 °સે તાપમાન અનુકૂળ આવે છે.
  • ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં વર્ષમાં તેના બે પાક લેવામાં આવે છે.

ડાંગરની ખેતી

  • ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગર પાકે છે.
  • ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે.
  • ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે.
In simple words: ડાંગર ભારતનો બીજો સૌથી અગત્યનો ધાન્ય પાક છે. તેને ગરમ અને ભેજવાળી આબોહવા, કાંપવાળી જમીન અને પુષ્કળ પાણીની જરૂર પડે છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યો તેના મુખ્ય ઉત્પાદકો છે. ભારતના લગભગ અડધા લોકો ચોખા ખાય છે.

Exam Tip: ડાંગરના પાક વિશે વર્ણન કરતી વખતે, તેના માટે જરૂરી ભૌગોલિક પરિસ્થિતિઓ, ભારતમાં તેના ઉત્પાદનનું મહત્ત્વ અને મુખ્ય ઉત્પાદક રાજ્યોનો ઉલ્લેખ કરો.

 

Question 1. મકાઈનો ઉપયોગ જણાવો.
Answer: મકાઈના મુખ્ય ઉપયોગો નીચે મુજબ છે:

  • ડુંગરાળ પ્રદેશોમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
  • મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયો ફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ થાય છે.
  • મકાઈનો પશુઆહારમાં, ધાણી બનાવવામાં અને ખાદ્યતેલમાં ઉપયોગ થાય છે.
In simple words: મકાઈનો ઉપયોગ લોકોના ખોરાક તરીકે, ઉદ્યોગોમાં સ્ટાર્ચ અને તેલ બનાવવા માટે, અને પશુઓના ખોરાક તરીકે થાય છે.

Exam Tip: મકાઈના ઉપયોગો લખતી વખતે, તેને ખોરાક, ઔદ્યોગિક કાચા માલ અને પશુ આહાર તરીકેના ઉપયોગો પર ધ્યાન આપો.

 

Question 2. કૉફીના પાકની અનુકૂળતાઓ જણાવો.
Answer: કૉફીના પાક માટે નીચેની અનુકૂળતાઓ જરૂરી છે:

  • કૉફીના પાકને 15 થી 28 °સે જેટલું તાપમાન અને 150થી 200 સેમી જેટલો વરસાદ અનુકૂળ આવે છે.
  • કૉફીના છોડને પહાડી ઢોળાવ પર, સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે.
In simple words: કૉફી ઉગાડવા માટે 15 થી 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 150 થી 200 સેમી વરસાદ અને ઝાડની છાયાવાળા પહાડી ઢોળાવની જરૂર પડે છે.

Exam Tip: કૉફીના પાક માટે અનુકૂળ પરિસ્થિતિઓ જણાવતી વખતે, તાપમાન, વરસાદ અને ખાસ કરીને પહાડી ઢોળાવ પર છાયાવાળી જગ્યાનું મહત્ત્વ દર્શાવો.

 

Question 3. ભાલ પ્રદેશમાં કયા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે?
Answer: ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે. અહીં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાના પાક લેવાય છે.

In simple words: ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે, અને ચોમાસા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણા ઉગાડવામાં આવે છે.

Exam Tip: ભાલ પ્રદેશની ખેતી વિશે લખતી વખતે, ખેતીનો પ્રકાર (સૂકી ખેતી) અને મુખ્ય પાકો (ઘઉં, ચણા) નો ઉલ્લેખ કરવો જરૂરી છે.

 

Question 4. હરિયાળી ક્રાંતિ એટલે શું?
Answer: સુધારેલાં બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે. કૃષિ-ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થયું છે.

In simple words: હરિયાળી ક્રાંતિ એટલે ખેતીમાં આધુનિક બિયારણો, ખાતરો, સિંચાઈ અને વીજળીનો ઉપયોગ કરીને ઉત્પાદનમાં મોટો વધારો કરવો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદન વધારવાનો હતો, જેનાથી ઘઉં અને ડાંગરનું ઉત્પાદન ખૂબ વધ્યું.

Exam Tip: હરિયાળી ક્રાંતિની વ્યાખ્યામાં મુખ્યત્વે આધુનિક ખેતી પદ્ધતિઓ અને તેના પરિણામસ્વરૂપ ઉત્પાદન વૃદ્ધિનો સમાવેશ કરો.

 

Question 5. કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓનાં નામ લખો.
Answer: કૃષિ-સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓ નીચે મુજબ છે:

  • (1) ICAR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ)
  • (2) DARE (ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઍન્ડ એજ્યુકેશન)
In simple words: ભારતમાં ખેતીના સંશોધન માટે ICAR અને DARE નામની મુખ્ય સરકારી સંસ્થાઓ કામ કરે છે.

Exam Tip: કૃષિ સંશોધન સંસ્થાઓના નામ લખતી વખતે, તેમના ટૂંકાક્ષરો અને પૂર્ણ નામો બંનેનો ઉલ્લેખ કરો.

 

Question 1. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે?
(a) બાગાયતી ખેતીમાં
(b) ઝૂમ ખેતીમાં
(c) સઘન ખેતીમાં
(d) આદ્ર ખેતીમાં
Answer: (b) ઝૂમ ખેતીમાં
In simple words: ઝૂમ ખેતીમાં, ખેડૂતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે. તેના કારણે જમીનને આરામ મળતો નથી અને ઉત્પાદન પણ ઓછું થાય છે.

Exam Tip: વિવિધ ખેતી પદ્ધતિઓની લાક્ષણિકતાઓ યાદ રાખો, ખાસ કરીને હેક્ટરદીઠ ઉત્પાદન પર તેમની અસર.

 

Question 2. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?
(a) સજીવ ખેતીમાં
(b) મિશ્ર ખેતીમાં
(c) બાગાયતી ખેતીમાં
(d) 2518 प्रतीमामा
Answer: (a) સજીવ ખેતીમાં
In simple words: સજીવ ખેતીમાં કુદરતી રીતોનો ઉપયોગ થાય છે, જેમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકો વાપરવામાં આવતા નથી.

Exam Tip: સજીવ ખેતીની મૂળભૂત વ્યાખ્યા અને તેના પર્યાવરણીય ફાયદાઓને યાદ રાખવા જરૂરી છે.

 

Question 3. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?
(a) કેરલ
(b) તમિલનાડુ
(c) મધ્ય પ્રદેશ
(d) ગુજરાત
Answer: (d) ગુજરાત
In simple words: ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે.

Exam Tip: મુખ્ય પાકોના સૌથી મોટા ઉત્પાદક રાજ્યોના નામ યાદ રાખો, કારણ કે તે ઘણીવાર MCQ માં પૂછાય છે.

 

Question 4. ખાદ્ય તેલ શેમાંથી મળે છે?
(a) તલમાંથી
(b) કોકોમાંથી
(c) રબરમાંથી
(d) ચામાંથી
Answer: (b) કોકોમાંથી
In simple words: કોકોના બીજમાંથી ખાદ્ય તેલ મળે છે, જેનો ઉપયોગ વિવિધ ઉત્પાદનોમાં થાય છે.

Exam Tip: તેલીબિયાં પાકો અને તેમાંથી મળતા ઉત્પાદનો વિશેની માહિતી સારી રીતે સમજી લો.

 

Question 5. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે?
(a) ઇસબગૂલ
(b) મેથી
(c) સરસવ
(d) ધાણા
Answer: (a) ઇસબગૂલ
In simple words: ઇસબગૂલના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે આવે છે.

Exam Tip: વિવિધ મસાલા પાકો અને તેમના મુખ્ય ઉત્પાદક રાજ્યોને યાદ રાખો.

 

Question 6. નીચેનામાંથી કયું કઠોળ રવી (શિયાળુ) પાક છે?
(a) અડદ
(b) મગ
(c) ચણા
(d) મઠ
Answer: (c) ચણા
In simple words: ચણા એ રવી પાક છે, એટલે કે તે શિયાળામાં ઉગાડવામાં આવતું કઠોળ છે.

Exam Tip: કઠોળના પ્રકારો અને તે કઈ ઋતુમાં ઉગાડવામાં આવે છે તે વિશે સ્પષ્ટ સમજ રાખો.

Free study material for Social Science

GSEB Solutions Class 10 Social Science Chapter 10 ભારત કૃષિ

Students can now access the GSEB Solutions for Chapter 10 ભારત કૃષિ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Social Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 10 ભારત કૃષિ

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Social Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Social Science Class 10 Solved Papers

Using our Social Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 10 ભારત કૃષિ to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 10 Social Science Solutions Chapter 10 ભારત કૃષિ for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Social Science Solutions Chapter 10 ભારત કૃષિ is available for free on StudiesToday.com. These solutions for Class 10 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Social Science Solutions Chapter 10 ભારત કૃષિ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Social Science Solutions Chapter 10 ભારત કૃષિ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Social Science Solutions Chapter 10 ભારત કૃષિ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Social Science. You can access GSEB Class 10 Social Science Solutions Chapter 10 ભારત કૃષિ in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Social Science Solutions Chapter 10 ભારત કૃષિ in printable PDF format for offline study on any device.