Official GSEB Solutions for Class 9 Social Science: Chapter 07 સ્વાતંત્ર્યોત્તર ભારત
Explore reliable textbook solutions for Chapter 07 સ્વાતંત્ર્યોત્તર ભારત tailored for Class 9 learners. Utilizing these Social Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Chapter-wise Solutions for Social Science: Chapter 07 સ્વાતંત્ર્યોત્તર ભારત
View or download the dedicated Chapter 07 સ્વાતંત્ર્યોત્તર ભારત solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Social Science.
GSEB Solutions
Question 1. ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલિનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો. અથવા દેશી રાજ્યોના એકીકરણ વિશે માહિતી આપો.
Answer: સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાના-મોટાં મળીને 562 દેશી રાજ્યો હતાં.
- તેમનું ક્ષેત્રફળ સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળના 48% જેટલું હતું. તેમની કુલ વસ્તી દેશની સમગ્ર વસ્તીના લગભગ પાંચમા ભાગની હતી.
- કશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો ગણાતા હતા.
- બધાં દેશી રાજ્યોના રાજાઓ તેમજ નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવાનું કાર્ય ખૂબ મુશ્કેલ હતું. આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની હતી.
- સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે 15 જાન્યુઆરી, 1948ના રોજ ભાવનગરમાં ‘જવાબદાર સરકાર' શરૂ કરી. સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી, 1948માં તેમાં સામેલ થઈ ગયું.
- સરદાર પટેલ અને તેમના સચિવ વી. પી. મેનનની મદદથી દેશી રાજ્યો માટે એક ‘જોડાણખત' અને ‘જેસે થે કરાર'નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધાં દેશી રાજ્યોની ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયાનો આરંભ કર્યો. સરદાર પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ તેમજ સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે. સરદાર પટેલે ભારત સરકાર વતી રાજાઓને તેમનાં સાલિયાણાં, દરજ્જો, હકો અને હિતોના રક્ષણની ખાતરી આપી.
- સરદાર વલ્લભભાઈ પટેલે રજૂ કરેલા મુસદ્દાથી રાજાઓ સંતુષ્ટ થયા.
- આથી જમ્મુ-કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાયનાં બધા (559) રાજાઓએ 15 ઑગસ્ટ, 1947 પહેલાં જ જોડાણખત પર હસ્તાક્ષર કરી પોતાનાં રાજ્યો અને રિયાસતોને ભારતીય સંઘ સાથે જોડી દીધાં.
- જમ્મુ-કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના જોડાણના પ્રશ્નો અલગ રીતે ઉકેલવામાં આવ્યા.
- જૂનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી તેમજ પ્રજાની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
- હૈદરાબાદના નિઝામ સામે ‘પોલીસ પગલું' ભરીને હૈદરાબાદને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
- આઝાદી પછી પાકિસ્તાને જમ્મુ-કશ્મીર પર આક્રમણ કર્યું. એ સમયે કશ્મીરનું રક્ષણ કરવા ભારત સરકારની મદદ મેળવવા રાજા હરિસિંહે તાત્કાલિક જોડાણખત પર સહી કરી જમ્મુ-કાશ્મીરને ભારતીય સંઘ સાથે જોડી દીધું.
In simple words: જ્યારે ભારતને સ્વતંત્રતા મળી, ત્યારે 562 દેશી રાજ્યો હતા. સરદાર પટેલે બધા રાજાઓને ભારતમાં જોડાવા સમજાવ્યા અને તેમને સાલિયાણાં, દરજ્જો તથા હકોની ખાતરી આપી. જમ્મુ-કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ જેવા રાજ્યોને અલગ રીતે ભારતીય સંઘમાં ભેળવવામાં આવ્યા.
Exam Tip: દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો અને ત્રણ મુખ્ય રાજ્યો (જૂનાગઢ, હૈદરાબાદ, જમ્મુ-કશ્મીર) ના વિલિનીકરણની પદ્ધતિ વિગતવાર લખવી.
Question 2. હૈદરાબાદ અને જૂનાગઢનાં રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યાં? સંક્ષેપમાં ચર્ચા કરો.
Answer: હૈદરાબાદ: ભારતને સ્વરાજ્ય મળ્યું તે પહેલાં હૈદરાબાદના નવાબ નિઝામે ભારતીય સંઘથી સ્વતંત્ર રહેવાની ઇચ્છા જાહેર કરી અને પોતાના રાજ્યને 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું.
- સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. તેમણે નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટપણે જણાવી દીધું કે, હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે. તેથી તેમની ઇચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.
- એ સમયે નિઝામના અધિકારીઓએ અને તેની સેનાએ પ્રજા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એમાંથી બચાવવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે 18 સપ્ટેમ્બર, 1948ના રોજ પોલીસ પગલું ભરીને તેને ભારતીય સંઘ સાથે જોડી દીધું. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેનાં હિતોના રક્ષણની બાંયધરી આપવામાં આવી. આ કામગીરીમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
- જૂનાગઢના નવાબે આઝાદીના દિવસે જ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું.
- સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું.
- મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે 'આરઝી હકૂમત’ની સ્થાપના કરી. સૌરાષ્ટ્રનાં બધાં રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો.
- જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો.
- ભારતના સૈન્ય અને નૌકાદળે જૂનાગઢને ચોતરફથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો.
- ભારત સરકારે 9 નવેમ્બર, 1947ના રોજ જૂનાગઢનો કબજો લીધો. એ પછી લોકમત લેવાતાં લોકોએ જૂનાગઢને સંપૂર્ણપણે ભારતીય સંઘ સાથે જોડી દેવાની તરફેણ કરી.
- આમ, સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું.
In simple words: હૈદરાબાદના નિઝામને ભારતીય સંઘમાં જોડાવા સમજાવવામાં આવ્યા, પણ તેણે ના પાડી. પછી, નિઝામની સેનાએ લોકો પર ત્રાસ ગુજારતા, ભારતે પોલીસ કાર્યવાહી કરી અને હૈદરાબાદને ભેળવી દીધું. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું, પણ લોકોએ વિરોધ કર્યો. ભારતીય સેનાએ ઘેરી લીધા પછી, નવાબ ભાગી ગયો અને લોકમત દ્વારા જૂનાગઢ ભારતમાં જોડાયું.
Exam Tip: હૈદરાબાદ અને જૂનાગઢના વિલિનીકરણની પ્રક્રિયાના મુખ્ય મુદ્દાઓ અને સરદાર પટેલની ભૂમિકા સ્પષ્ટપણે દર્શાવો.
Question 3. દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો. અથવા ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને કબજે કરવા શો નિર્ણય કર્યો? શા માટે? અથવા ગોવા, દીવ અને દમણના ભારતીય સંઘમાં જોડાણની પદ્ધતિનું વર્ણન કરો.
Answer: ઈ. સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. તે સમયે ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોનાં સંસ્થાનો હતાં. આ સંસ્થાનો ભારતને સોંપી દેવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં.
- ગોવાને ભારતીય સંઘમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યો. ત્રિરંગો ધ્વજ ફરકાવવા બદલ પોર્ટુગીઝ સરકારે સેંકડો સત્યાગ્રહીઓની ધરપકડ કરી.
- 15 ઑગસ્ટ, 1955ના રોજ લોકોએ ‘ગોવા મુક્તિ આંદોલન' કરી ગોવા, દીવ અને દમણમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથેની અથડામણમાં અનેક સત્યાગ્રહીઓ શહીદ થયા.
- વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસો દ્વારા સફળતા નહિ મળે એમ માનીને ભારત સરકારે ગોવા, દીવ અને દમણને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ 'ઑપરેશન વિજય' નામનું લશ્કરી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો.
- 18 ડિસેમ્બર, 1961ના રોજ લશ્કરે અભિયાન શરૂ કર્યું. ભારતનાં લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. 19મી ડિસેમ્બરની રાત્રે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડિ-સિલ્વાએ શરણાગતિ સ્વીકારી. આમ, ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. ત્રણેય સંસ્થાનોમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.
In simple words: ભારત સ્વતંત્ર બન્યા પછી પણ ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોના શાસન હેઠળ હતા. સરકારે સમજાવટથી પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. પછી, લોકોએ આંદોલન શરૂ કર્યું અને સત્યાગ્રહ કર્યો. ઘણા લોકો શહીદ થયા. છેવટે, ભારતે 'ઑપરેશન વિજય' લશ્કરી અભિયાન દ્વારા આ પ્રદેશોને મુક્ત કરાવ્યા અને પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો.
Exam Tip: ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત, 'ઑપરેશન વિજય' લશ્કરી કાર્યવાહી, અને તેના પરિણામોને ક્રમબદ્ધ રીતે યાદ રાખો.
2. નીચેના પ્રશ્નો વિશે ટૂંકમાં જણાવો:
Question 1. દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી?
Answer: દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે આ અપીલ કરી: “તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં, તેઓ પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા પોતાની સંમતિ આપે.”
In simple words: સરદાર પટેલે દેશી રાજ્યોના શાસકોને કહ્યું કે, તેમની પ્રજા અને ભારતના ભલા માટે તેઓ સ્વેચ્છાએ પોતાના રાજ્યોને ભારતીય સંઘમાં ભેળવી દે.
Exam Tip: સરદાર પટેલની અપીલના મુખ્ય બે મુદ્દાઓ - પ્રજાનું હિત અને ભારતીય સંઘનું હિત - પર ભાર મૂકો.
Question 2. હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું?
Answer: સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી હતી.
- તેમણે નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે, હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે. તેથી તેમની ઇચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.
- એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્ય લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એ અસહ્ય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું.
In simple words: હૈદરાબાદના લોકો ભારતમાં જોડાવા માંગતા હતા, પરંતુ નિઝામ સંમત ન હતા. જ્યારે નિઝામના અધિકારીઓએ લોકો પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું, ત્યારે ભારત સરકારે લોકોને બચાવવા માટે પોલીસ કાર્યવાહી કરવી પડી.
Exam Tip: હૈદરાબાદમાં પોલીસ કાર્યવાહીના બે મુખ્ય કારણો - લોકોની ઇચ્છા અને નિઝામ દ્વારા પ્રજા પરનો ત્રાસ - સ્પષ્ટ કરો.
Question 3. ફેચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ?
Answer: ઈ. સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. તે સમયે ભારતમાં ફ્રેંચોની પુડુચેરી સહિત પાંચ વસાહતો હતી.
- એ પ્રદેશોના લોકો ભારતીય સંઘમાં જોડાવા માંગતા હતા. તે માટે તેમણે ઉગ્ર સ્વાતંત્ર્ય-ચળવળો શરૂ કરી. ફ્રેંચ સરકારે એ ચળવળોને દબાવી દેવાના પ્રયત્નો કર્યા.
- ઈ. સ. 1948માં પુડુચેરીના લોકોએ એક વિરાટસભા યોજી ફ્રેંચ સરકારને ભારત છોડો'નું એલાન આપ્યું.
- ભારત સરકારે પુડુચેરીનું શાંતિમય સમાધાન કરવા ફ્રેંચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. પરંતુ લોકો પુડુચેરીને તાત્કાલિક આઝાદ કરી ભારતમાં જોડી દેવા માંગતા હતા. ફ્રેંચોના અંકુશ હેઠળની અન્ય વસાહતોના લોકોએ પણ સ્વાતંત્ર્ય-ચળવળો શરૂ કરી હતી.
- નામના લોકોની મુક્તિસેનાએ ઈ. સ. 1954માં એનામનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો.
- લોકોનો મિજાજ પારખીને ફ્રેંચ સરકારે 13 ઑકટોબર, 1954માં ભારત સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. વાટાઘાટોના અંતે ફ્રેંચ સરકાર તેની પુડુચેરી, કરાઇકલ, ચંદ્રનગર, માહે અને યનમ આ પાંચ ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા તૈયાર થઈ.
In simple words: ભારતમાં ફ્રેંચ વસાહતોના લોકો ભારતમાં જોડાવા માંગતા હતા અને તેમણે ઉગ્ર આંદોલનો શરૂ કર્યા. લોકોએ "ભારત છોડો"નું એલાન આપ્યું અને મુક્તિસેનાએ વહીવટ સંભાળી લીધો. આ જોઈને ફ્રેંચ સરકારે લોકોનો મૂડ સમજ્યો અને ભારત સાથે વાટાઘાટો કરી, જેના પરિણામે તેમની બધી વસાહતો ભારતને સોંપી દીધી.
Exam Tip: ફ્રેંચ વસાહતોને ભારતમાં સોંપવાના કારણોમાં લોક આંદોલન, મુક્તિસેનાની કાર્યવાહી અને ફ્રેંચ સરકારની વાટાઘાટોને ક્રમબદ્ધ રીતે રજૂ કરો.
Question 4. ‘ઑપરેશન વિજય' એટલે શું? તે શા માટે કરવામાં આવ્યું?
Answer: “ઑપરેશન વિજય' એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન.
- ઈ. સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોનાં સંસ્થાનો હતાં.
- એ સંસ્થાનો ભારતને સુપ્રત કરવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા પ્રયત્નો કર્યા, પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું.
- ગોવાને ભારતમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. 18 જૂન, 1954ના રોજ લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યો.
- 15 ઑગસ્ટ, 1955ના રોજ હજારો લોકોએ ‘ગોવા મુક્તિ આંદોલન' કરી ગોવા, દીવ અને દમણમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો.
- પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથેની અથડામણમાં અસંખ્ય સત્યાગ્રહીઓ શહીદ થયા. પોર્ટુગીઝ સત્તાવાળાઓએ જુલમ વધાર્યો હતો. ગોવામાં સ્ફોટક પરિસ્થિતિ સર્જાઈ. વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોમાં સફળતા નહિ મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ 'ઑપરેશન વિજય' કરવામાં આવ્યું.
In simple words: 'ઑપરેશન વિજય' એ ભારતે ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરવા માટે શરૂ કરેલું લશ્કરી અભિયાન હતું. આ અભિયાન કરવાનું કારણ એ હતું કે પોર્ટુગીઝ સરકારે વાટાઘાટો અને શાંતિપૂર્ણ આંદોલનો દ્વારા ગોવાને સોંપવાની ના પાડી દીધી હતી અને પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ હતી.
Exam Tip: ‘ઑપરેશન વિજય'ની વ્યાખ્યા અને તે શા માટે કરવામાં આવ્યું તેના કારણો સ્પષ્ટપણે જણાવો.
3. નીચેના પર ટૂંક નોંધ લખો:
Question 1. ટૂંક નોંધ લખો દેશી રાજ્યો – રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો
Answer: 15 ઑગસ્ટ, 1947 પહેલાં ભારતમાં નાના-મોટાં 562 દેશી રાજ્યો હતાં. ભારતની સાથે એમને પણ સ્વતંત્રતા મળી.
- સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ, 1947માં વચગાળાની સરકારના ગૃહમંત્રી બન્યા. તેઓ દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહમંત્રી હતા.
- તેમણે અને તેમના સચિવ વી. પી. મેનને 'જોડાણખત અને 'જૈસે થે કરાર' (15 ઑગસ્ટ, 1947ની સ્થિતિ જાળવી રાખવી.)નો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારતીય સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી. તેમણે દેશી રાજાઓને તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારતીય સંઘને એક, અખંડ, મજબૂત તથા સમૃદ્ધ બનાવવામાં તેમનો સહકાર આપવા અપીલ કરી.
- તેમણે રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી તેમની શંકાઓ દૂર કરી.
- તેમણે ભારત સરકાર વતી એ રાજાઓને તેમનો દરજ્જો, હકો અને હિતોના રક્ષણની તેમજ સાલિયાણાં આપવાની ખાતરી આપી.
- આથી હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ-કશ્મીરના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણખત પર હસ્તાક્ષર કરી તેમનાં રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું.
- હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતાં તેની સામે ‘પોલીસ પગલું' લઈને તેના રાજ્યને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
- જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્ય અને નૌકાદળને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું. જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. નવેમ્બર, 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું.
- કશ્મીરના રાજા હરિસિંહે કશ્મીરનું વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું.
- સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વી.પી. મેનનનો ફાળો ખૂબ મહત્ત્વનો હતો.
- આમ, સરદાર પટેલ અને વી. પી. મેનને ખૂબ ધીરજ અને અસાધારણ કુનેહ દાખવી દેશી રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે એકીકરણ કર્યું.
In simple words: સરદાર વલ્લભભાઈ પટેલ, તેમના સચિવ વી. પી. મેનનની મદદથી, ભારતના 562 દેશી રાજ્યોને ભારતીય સંઘમાં ભેળવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમણે 'જોડાણખત' અને 'જેસે થે કરાર' તૈયાર કર્યા, રાજાઓને સમજાવ્યા, અને તેમને સાલિયાણાં અને હકોની ખાતરી આપી. તેમણે હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ-કશ્મીર જેવા મુશ્કેલ રાજ્યોને પણ ભારતમાં સફળતાપૂર્વક ભેળવી દીધા.
Exam Tip: સરદાર પટેલના પ્રયત્નો, 'જોડાણખત' અને 'જેસે થે કરાર'ની ભૂમિકા, અને ત્રણ મુખ્ય રાજ્યોના વિલિનીકરણની પદ્ધતિને વ્યવસ્થિત રીતે રજૂ કરો.
Question 2. ટૂંક નોંધ લખો: ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ
Answer: છેલ્લાં 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકસિત દેશોની સરખામણીમાં ભારતે આ ક્ષેત્રે કરેલો વિકાસ અદ્વિતીય છે.
- ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસમાં ડૉ. હોમી ભાભા, ડૉ. રાજા રામન્ના, ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. સી. વી. રામન, સર એમ. વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ઈ. શ્રીધરન વગેરે વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેક્નોક્રેટોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે.
- આ ઉપરાંત, ભારતીય મહિલાઓએ પણ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વનસ્પતિ ક્ષેત્રે જાનકી અમ્મા, રસાયણશાસ્ત્રના ક્ષેત્રે અસીમા ચેટરજી, તબીબી ક્ષેત્રે ડૉ. ઇન્દિરા આહુજા, ગણિતશાસ્ત્રમાં માનવ સંગણક (Human Computer)માં શકુંતલાદેવી, અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સનો સમાવેશ થાય છે.
- વિજ્ઞાન અને ટેક્નોલૉજીના શિક્ષણ અને સંશોધન માટે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સિસ', 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી', 'ઇન્ડિયન રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો), “ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વગેરે સંસ્થાઓએ મહત્ત્વનો ફાળો આપ્યો છે.
- ભારતે અદ્યતન કૃષિ ટેક્નોલૉજી, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ યુનિવર્સિટીઓનો ઉપયોગ કરીને તેમજ સિંચાઈ યોજનાઓ દ્વારા હરિયાળી ક્રાંતિ કરી છે. આ ક્રાંતિના પરિણામે ભારત અન્નઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે.
- પરમાણુ વિજ્ઞાન અને ટેક્નોલૉજીમાં ભારતે હરણફાળ ભરી છે. ભારતે ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન, વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેક્નોક્રેટોના સંયુક્ત પ્રયાસથી અદ્યતન પરમાણુ મથકો ઊભાં કર્યા છે. ભારતે પરમાણુ બૉમ્બ અને વિવિધ અંતરનાં મિસાઇલો વિકસાવ્યાં છે. દેશના સંરક્ષણ માટે ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે બે વખત સફળ પરમાણુ પરીક્ષણ કર્યા છે.
- ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે 'આર્યભટ્ટ’, ‘ભાસ્કર’, 'રોહિણી' જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે, તેમજ ઉપગ્રહો છોડવા માટેનાં વ્હીકલ (GSLV) વિકસાવ્યાં છે.
- છેલ્લા એક જ દાયકામાં ભારતે ટેલિકમ્યુનિકેશન અને માહિતી ટેક્નોલૉજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે. દેશમાં ટેલિફોન, મોબાઇલ ટેલિફોન, ટી.વી., કમ્પ્યુટર વગેરે ઉપકરણોનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો જાય છે.
- આ ઉપરાંત, ભારતમાં ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયો-ટેક્નોલૉજીનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે.
In simple words: છેલ્લા 50 વર્ષમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અદ્ભુત પ્રગતિ કરી છે. ડૉ. હોમી ભાભા, ડૉ. કલામ, જાનકી અમ્મા જેવા વૈજ્ઞાનિકો અને ISRO જેવી સંસ્થાઓએ મોટો ફાળો આપ્યો છે. ભારતે કૃષિ, પરમાણુ, અવકાશ, ટેલિકમ્યુનિકેશન અને બાયો-ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ખૂબ જ વિકાસ સાધ્યો છે.
Exam Tip: ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં પુરુષ અને મહિલા વૈજ્ઞાનિકો, સંશોધન સંસ્થાઓ, અને વિવિધ ક્ષેત્રો (કૃષિ, પરમાણુ, અવકાશ, માહિતી ટેકનોલોજી) માં થયેલી પ્રગતિને મુદ્દાસર રજૂ કરો.
Question 3. હરિયાળી ક્રાંતિ
Answer: સિંચાઈની સગવડો, સુધારેલાં બિયારણો અને કૃષિ તકનીકોના પરિણામે દેશ અન્ન-ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. દેશમાં કૃષિ-ઉત્પાદન ઘણું વધ્યું છે. આ ઘટનાને ‘હરિયાળી ક્રાંતિ' કહેવાય છે.
ભારતે હરિયાળી ક્રાંતિ સાધી તેની પાછળ રહેલાં કારણો:
- મોટાં જળાશયો અને બંધોમાંથી કાઢેલી નહેરો વડે વિકસાવવામાં આવેલી સિંચાઈની સગવડો.
- અદ્યતન કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ.
- કૃષિ સંશોધન સંસ્થાઓ, પ્રયોગશાળાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મળતું સંશોધન – માર્ગદર્શન.
- ઉત્તમ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, વીજળી, પંપ સેટ કે ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો.
- ખેડૂતોને આર્થિક લોન કે સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય.
- ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન અને કૃષિમેળાઓ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે અપાતું માર્ગદર્શન.
- જિલ્લા કક્ષાએ સ્થાપાયેલાં ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે.
In simple words: 'હરિયાળી ક્રાંતિ' એટલે ભારતમાં ખેતીના ઉત્પાદનમાં થયેલો ખૂબ મોટો વધારો. આ વધારો સિંચાઈ, નવા બિયારણો અને આધુનિક ખેતી પદ્ધતિઓના ઉપયોગને કારણે થયો હતો, જેનાથી ભારત અનાજમાં આત્મનિર્ભર બન્યું.
Exam Tip: હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા, તેના કારણો અને તેના પરિણામોને મુદ્દાસર સમજાવો.
Question 4. ટૂંક નોંધ લખો: પ્રદેશવાદ
Answer: ભારત દેશ અનેક વિવિધતાઓ ધરાવે છે. વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ, જ્ઞાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો સદીઓથી એકસાથે રહેતા હોવાથી તેમની વચ્ચે ભાવાત્મક એકતા છે.
- ભારતીય સમાજમાં વિદેશી પ્રજા અને તેમનાં સાંસ્કૃતિક મૂલ્યોનો સમન્વય થયો. એ પ્રજા જે પ્રદેશમાં લાંબા સમયથી વસવાટ કરતી હતી તેમને ત્યાંની ભૂમિ માટે એક પ્રકારની લાગણી જન્મી તેને ‘પ્રદેશવાદની ભાવના' કહે છે.
- પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણેય પરિબળો જવાબદાર છે.
- ભાષાવાદે પ્રદેશવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતમાં હિંદીભાષી પ્રજામાં અને દક્ષિણ ભારતમાં બિનહિંદીભાષી પ્રજામાં પ્રદેશવાદની લાગણી તીવ્ર છે.
- ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં એક જ કોમની બહુમતી છે. આ પ્રજા પોતાનો અલગ ધર્મ પાળે છે. દા. ત., નાગાલૅન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોની પ્રજાના રીતરિવાજો, પરંપરા, જીવનશૈલી, વ્યવસાય વગેરેમાં વિવિધતા પ્રવર્તે છે. તેમનામાં ધર્મને કારણે પ્રદેશવાદની ભાવના જન્મી છે.
- પ્રદેશવાદના જાતિવાદના પરિબળને કારણે પંજાબ અને હરિયાણાની રચના થઈ. બિહારમાંથી ઝારખંડ રાજ્ય, મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્ય આ જ કારણે રચાયાં છે. આજે મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવાની માગણી થઈ રહી છે. પ્રદેશવાદની સંકુચિત લાગણીનો વિચાર વધતો જાય છે.
- કેટલાક પ્રદેશો – રાજ્યોમાં નેતાઓ અને કેટલાંક બળવાખોર જૂથો લોકલાગણીને ઉશ્કેરી પ્રદેશવાદને ઉત્તેજન આપે છે. આ પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે નુકસાનકારક છે.
In simple words: પ્રદેશવાદ એટલે પોતાના પ્રદેશ માટે વિશેષ લાગણી કે લગાવ. ભારતમાં ભાષા, જાતિ અને ધર્મ જેવા કારણોસર પ્રદેશવાદનો ઉદ્ભવ થયો છે. આના કારણે ઉત્તર-પૂર્વના રાજ્યો, પંજાબ, હરિયાણા, ઝારખંડ વગેરે રાજ્યોમાં પોતાની ઓળખ અને વિકાસ માટેની માંગ ઊભી થઈ છે, જે રાષ્ટ્રીય એકતા માટે પડકારરૂપ બની શકે છે.
Exam Tip: પ્રદેશવાદની વ્યાખ્યા, તેના ઉદ્ભવના મુખ્ય કારણો (ભાષા, જાતિ, ધર્મ) અને તેના કેટલાક ઉદાહરણો સમજાવો.
Question 5. ટૂંક નોંધ લખો: પ્રાદેશિક અસમાનતા
Answer: ભારતમાં વિદેશી શાસકોએ જે પ્રદેશોમાં પોતાને આર્થિક લાભ થયો નહોતો તે પ્રદેશોમાં વિકાસનાં કામો કર્યાં નહીં, જેના કારણે પ્રાદેશિક અસમાનતા સર્જાઈ હતી.
- ભારતની ભૌગોલિક વિશાળતા અને ભિન્નતાઓને કારણે દેશના જુદા જુદા પ્રદેશોનો – રાજ્યોનો સમતોલ આર્થિક વિકાસ થયો નથી.
- દેશના વિવિધ પ્રદેશોમાં પ્રવર્તતી કુદરતી સંસાધનોની વિષમતાઓને કારણે બધા પ્રદેશોનો ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિક્ષેત્રે એકસરખો વિકાસ થયો નથી.
- આઝાદી પછી ભારતનો આર્થિક, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવા માટે આયોજનપંચ(હવે નીતિઆયોગ)ની રચના થઈ. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો સમતોલ આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં વિકાસ સાધવાનો હતો. પરંતુ પ્રદેશવાદનાં દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટેના સ્રોતો, વગેરે અનેક પરિબળોને લીધે દેશના બધા પ્રદેશોનો સમતોલ આર્થિક વિકાસ સાધવામાં નોંધપાત્ર સફળતા મળી નથી. આથી, સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવર્તતી જોવા મળે છે.
- ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં માથાદીઠ આવક, સાક્ષરતાનો દર, આરોગ્ય અને શિક્ષણ સેવાઓ, ઉદ્યોગીકરણની માત્રા, વાહનવ્યવહાર અને સંદેશવ્યવહારની સગવડો, શહેરીકરણનો દર વગેરે બાબતોમાં અસમાનતાઓ પ્રવર્તે છે. તેથી દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પવિકસિત રાજ્યો જોવા મળે છે.
- કેટલાંક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. મહારાષ્ટ્ર વિકસિત રાજ્ય છે પણ તેના વિદર્ભ અને મરાઠાવાડના વિસ્તારો પછાત છે.
- આંધ્ર પ્રદેશ રાજ્યમાં રાયલસીમા અને તેલંગણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પવિકસિત છે. ભારતના કેટલાંક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાંક રાજ્યો ઔધોગિક વિકાસમાં અગ્રેસર છે. આમ, રાજ્યો-રાજ્યો વચ્ચે ઘણી બાબતોમાં અસમાનતાઓ પ્રવર્તે છે.
- પ્રદેશવાદને કારણે કેટલાંક રાજ્યો વચ્ચે સરહદી જમીન તથા જળની વહેંચણીના વિવાદો ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે તથા પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનના વિવાદ ચાલી રહ્યા છે. પોતાના રાજ્યની ખનીજસંપત્તિ અને જંગલસંપત્તિ પોતાને જ મળે એવી પ્રાદેશિક સંકુચિતતા પ્રજામાં જોવા મળે છે.
In simple words: પ્રાદેશિક અસમાનતા એટલે દેશના અલગ-અલગ વિસ્તારોમાં વિકાસનો સ્તર અલગ-અલગ હોવો. આ ભૌગોલિક તફાવતો, કુદરતી સંસાધનોની અસમાન વહેંચણી અને રાજકીય દબાણને કારણે થાય છે. માથાદીઠ આવક, શિક્ષણ અને ઉદ્યોગો જેવી બાબતોમાં રાજ્યો વચ્ચે મોટા તફાવતો જોવા મળે છે.
Exam Tip: પ્રાદેશિક અસમાનતાની વ્યાખ્યા, તેના કારણો (ભૌગોલિક, સંસાધનો, રાજકીય) અને તેનાથી થતા પરિણામો (વિકાસના સ્તરમાં તફાવત, સરહદી વિવાદો) ને મુદ્દાસર રજૂ કરો.
4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.
Question 1. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?
(a) સુભાષચંદ્ર બોઝની
(b) વડોદરાના ગાયકવાડની
(c) સરદાર વલ્લભભાઈ પટેલની
(d) મોતીલાલ નેહરુની
Answer: (c) સરદાર વલ્લભભાઈ પટેલની
In simple words: ભારતને આઝાદી મળ્યા પછી, સરદાર વલ્લભભાઈ પટેલને ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
Exam Tip: સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાનનું નામ યાદ રાખો.
Question 2. નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત નથી?
(a) ચંડીગઢ
(b) જમ્મુ-કશ્મીર
(c) લક્ષદ્વીપ
(d) પુડુચેરી
Answer: (b) જમ્મુ-કશ્મીર
In simple words: આપેલા વિકલ્પોમાંથી, જમ્મુ-કશ્મીર 2016ની સ્થિતિ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ નહોતો, તે એક રાજ્ય હતું.
Exam Tip: ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યો વચ્ચેનો ભેદ યાદ રાખો અને પ્રશ્નમાં દર્શાવેલ વર્ષ (જેમ કે 2016) ના સંદર્ભને ધ્યાનમાં લો.
Question 3. હાલ (ઈ. સ. 2016) ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે?
(a) 26
(b) 27
(c) 28
(d) 29
Answer: (d) 29
In simple words: 2016ના વર્ષ મુજબ, ભારતમાં કુલ 29 રાજ્યો અસ્તિત્વમાં હતા.
Exam Tip: ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા સમય સાથે બદલાઈ શકે છે, તેથી પ્રશ્નમાં આપેલ વર્ષ (જો હોય તો) ને ધ્યાનમાં રાખીને જવાબ આપો.
Question 4. ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું?
(a) ઉત્તરાખંડ
(b) છત્તીસગઢ
(c) તેલંગણા
(d) ઝારખંડ
Answer: (c) તેલંગણા
In simple words: 2014માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગણા નામનું નવું રાજ્ય બન્યું હતું.
Exam Tip: ભારતના રાજ્યોના પુનર્ગઠનની તારીખો અને કયા રાજ્યમાંથી કયું નવું રાજ્ય બન્યું તે યાદ રાખો.
Question 5. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું?
(a) છત્તીસગઢ
(b) બિહાર
(c) તેલંગણા
(d) ઉત્તરાખંડ
Answer: (b) બિહાર
In simple words: ઝારખંડ રાજ્ય બિહારમાંથી અલગ થઈને બન્યું હતું.
Exam Tip: કયા રાજ્યમાંથી કયું નવું રાજ્ય બન્યું અને કયા વર્ષે બન્યું તેની માહિતી યાદ રાખો.
Question 6. નીચેનામાંથી કયાં બે રાજ્યો ‘સેવન સિસ્ટર્સમાં’નાં રાજ્યો નથી?
(a) મણિપુર, અસમ
(b) ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ
(c) મિઝોરમ, નાગાલૅન્ડ
(d) ઉત્તરાખંડ, ઝારખંડ
Answer: (d) ઉત્તરાખંડ, ઝારખંડ
In simple words: 'સેવન સિસ્ટર્સ' એ ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યોનું એક જૂથ છે, જેમાં ઉત્તરાખંડ અને ઝારખંડનો સમાવેશ થતો નથી.
Exam Tip: ભારતના 'સેવન સિસ્ટર્સ' (ઉત્તર-પૂર્વના રાજ્યો) માં કયા રાજ્યોનો સમાવેશ થાય છે તે યાદ રાખો.
Question 7. નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી?
(a) આંધ્ર પ્રદેશ
(b) ગોવા
(c) દિલ્લી
(d) ગુજરાત
Answer: (c) દિલ્લી
In simple words: દિલ્લી એક રાજ્ય નથી, પરંતુ તે ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, તેથી તે 29 રાજ્યોની યાદીમાં આવતું નથી.
Exam Tip: ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેનો તફાવત સમજો અને દિલ્લીની વિશેષ સ્થિતિ યાદ રાખો.
Question 8. ગુજરાત રાજ્યની સ્થાપનાદિન કયો છે?
(a) 1 મે, 1961
(b) 1 મે, 1960
(c) 1 મે, 1962
(d) 1 મે, 1970
Answer: (b) 1 મે, 1960
In simple words: ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ હતી.
Exam Tip: ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અને વર્ષ જેવી ઐતિહાસિક તારીખો યાદ રાખો.
Question 9. ભારત સ્વતંત્ર બન્યા પછી (દેશના) સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી?
(a) કૃષિપંચની
(b) શિક્ષણપંચની
(c) આયોજનપંચની
(d) કોઠારી પંચની
Answer: (c) આયોજનપંચની
In simple words: ભારતને આઝાદી મળ્યા પછી, દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે 'આયોજનપંચ'ની રચના કરવામાં આવી હતી.
Exam Tip: સ્વતંત્ર ભારતના સામાજિક-આર્થિક વિકાસ માટે રચાયેલી મુખ્ય સંસ્થાઓ અને પંચોના નામ યાદ રાખો.
Free study material for Social Science
Free GSEB Textbook Explanations: Class 9 Social Science Chapter 07 સ્વાતંત્ર્યોત્તર ભારત
Official GSEB Solutions for Chapter 07 સ્વાતંત્ર્યોત્તર ભારત
Explore reliable textbook solutions for Chapter 07 સ્વાતંત્ર્યોત્તર ભારત tailored for Class 9 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Social Science.
Step-by-Step Explanations for Chapter 07 સ્વાતંત્ર્યોત્તર ભારત
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 07 સ્વાતંત્ર્યોત્તર ભારત concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Next Steps in Your Social Science Revision
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 07 સ્વાતંત્ર્યોત્તર ભારત with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત in printable PDF format for offline study on any device.