Get the most accurate GSEB Solutions for Class 9 Social Science Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 9 Social Science. Our expert-created answers for Class 9 Social Science are available for free download in PDF format.
Detailed Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I GSEB Solutions for Class 9 Social Science
For Class 9 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 9 Social Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I solutions will improve your exam performance.
Class 9 Social Science Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I GSEB Solutions PDF
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:
Question 1. ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. શાથી?
Answer:
- ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિંદ મહાસાગરના સૌથી ઉપરના સ્થાને છે. આના લીધે, પ્રાચીન કાળથી ભારતને એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે દરિયાઈ માર્ગે નજીકના સંબંધો બાંધવાનું શક્ય બન્યું છે.
- સુએઝ નહેર બન્યા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબંધોમાં પણ ખૂબ પ્રગતિ થઈ છે.
- પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા તેમજ ઑસ્ટ્રેલિયાથી સુએઝ નહેર દ્વારા યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ અને હવાઈ માર્ગો ભારત પરથી અથવા ભારત પાસેથી પસાર થાય છે. આ દૃષ્ટિએ, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં અગત્યનું સ્થાન છે.
In simple words: India has a key position in the Eastern Hemisphere. This is because it sits centrally in South Asia, at the top of the Indian Ocean, helping it connect with Asian and African countries. The Suez Canal also boosted its ties with Europe and America. Many sea and air routes from East Asia and Australia pass through or near India, making its location very important.
Exam Tip: When explaining India's geographical significance, always mention its central location in South Asia, its position at the head of the Indian Ocean, and the impact of the Suez Canal on its trade routes and global connections.
Question 2. ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ શાથી ધરાવે છે?
Answer:
- ઉત્તર ભારતમાં જમાવટ થયેલા અને બદલાયેલા ખડકોથી બનેલી ઊંચી, મોટી પર્વતમાળા આવેલી છે. તેમાં ઊંચા પર્વત શિખરો, ત્રણ ઉચ્ચપ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલા છે.
- ઉત્તરનું મેદાન સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓની કાંપની માટીથી બન્યું છે. તેની દક્ષિણે આવેલો ભારતનો બાકીનો ભાગ ભારતીય દ્વીપકલ્પ કહેવાય છે.
- દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ આગ્નેય અને રૂપાંતરિત ખડકોથી બનેલો છે. તે દેશનો સૌથી જૂનો ભૂ-ભાગ છે. તેમાં જૂની પર્વતશ્રેણીઓના બાકી રહેલા ભાગો અને કપાયેલા ઉચ્ચપ્રદેશો રહેલા છે.
- ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે.
In simple words: India has many types of landforms. It has tall mountains, high plateaus, deep valleys, and passes in the north. There are also big plains made by rivers like the Indus, Ganga, and Brahmaputra. The southern part has old peninsular plateaus made of igneous and metamorphic rocks, with ancient mountain remnants. Along its east and west coasts, there are coastal plains. This mix of different land types makes India's landscape very diverse.
Exam Tip: To describe India's diverse physiography, highlight key features like the Himalayan ranges, Indo-Gangetic plains, peninsular plateau, and coastal plains, emphasizing the distinct geological origins and characteristics of each region.
Question 3. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે?
Answer:
- વિશ્વનો ખૂબ મોટો ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થાય છે, તેથી જે દેશોને દરિયાકિનારાનો લાભ મળેલો છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સહેલાઈથી વધારી શકે છે.
- ભારત લગભગ 7500 કિમી લાંબો દરિયાકિનારો અને મુખ્ય ભૌગોલિક સ્થાન ધરાવે છે. તેના દરિયાઈ માર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે. આ ઉપરાંત, તેના લાંબા દરિયાઈ માર્ગો સુએઝની નહેરમાંથી થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા, કેપ ઑફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુનીમાં થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુ.એસ.એ. સુધી પહોંચી શકાય છે. આથી, દરિયાઈ માર્ગોનો મોટો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે.
In simple words: India's international trade is easy because most global trade happens by sea. India has a long coastline of about 7500 km and a strategic location. Its sea routes connect to many regions like West Asia, East Africa, Europe (via Suez Canal), and even North America (via Cape of Good Hope or Malacca Strait and Pacific Ocean). This huge benefit from sea routes makes India's global trade very smooth.
Exam Tip: When discussing India's international trade, emphasize its long coastline, strategic location at the head of the Indian Ocean, and the importance of key sea routes like the Suez Canal for connecting with global markets.
Question 4. "ભારત 'સંસ્કૃતિનું સમન્વયતીર્થ' બન્યું છે." સમજાવો.
Answer: બધા ધર્મ, જાતિઓ અને પ્રજા પ્રત્યે સમાનતા એ ભારતીય સંસ્કૃતિનું અનોખું લક્ષણ છે. આથી, કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દરવાજા ખુલ્લા રાખીને બધાને આવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો આકાર હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુંદર જોડાણમાંથી બન્યો છે. ભારતીય સંસ્કૃતિમાં જોડાણકારી ભાવના રહેલી છે. તેથી, ભારતીય સંસ્કૃતિમાં દુનિયાની અલગ-અલગ પ્રજાના સાંસ્કૃતિક તત્ત્વોનું મિશ્રણ જોવા મળે છે. પરિણામે, ભારત સંસ્કૃતિનું સમન્વયતીર્થ બન્યું છે.
In simple words: India is called a 'confluence of cultures' because its culture uniquely embraces all religions, castes, and people. It has welcomed everyone with open arms. Indian culture is a beautiful blend of Hindu, Buddhist, Jain, Sikh, Muslim, Parsi, and Christian cultures. This spirit of integration means that various cultural elements from different global communities are found in India, making it a true hub of blended cultures.
Exam Tip: To explain India as a 'confluence of cultures', mention its unique characteristic of embracing all religions and communities, and how its culture is a harmonious blend of various ethnic and religious influences that have been welcomed over centuries.
Question 5. મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે, તે જણાવો.
Answer: મૃદાવરણીય પ્લેટો મુખ્ય સાત છે:
- પૅસિફિક પ્લેટ,
- ઉત્તર અમેરિકન પ્લેટ,
- દક્ષિણ અમેરિકન પ્લેટ,
- યુરેશિયન પ્લેટ,
- આફ્રિકન પ્લેટ,
- ઈન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને
- ઍન્ટાર્કટિકા પ્લેટ.
In simple words: There are seven main tectonic plates on Earth. These are the Pacific Plate, North American Plate, South American Plate, Eurasian Plate, African Plate, Indo-Australian Plate, and Antarctic Plate.
Exam Tip: When asked about lithospheric plates, make sure to list all seven major plates accurately. Remember that these plates are large sections of Earth's crust that move and interact, causing geological phenomena.
2. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો:
Question 1. પ્રમાણ સમય
Answer: આખા દેશમાં કે ખૂબ મોટા દેશના ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગમાં કે અગત્યના સ્થળનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના 'પ્રમાણસમય' તરીકે નક્કી કરાયેલો હોય છે. આ સમય દેશના કે વિભાગના બધા સ્થળોને લાગુ પડે છે. ભારતમાં એક જ પ્રમાણસમય છે, જ્યારે કેનેડા અને યુ.એસ.એ.માં છ-છ તથા રશિયામાં અગિયાર પ્રમાણસમય છે.
In simple words: Standard time, also called 'praman samay', is a common time decided for an entire country or a large part of it. It's usually based on the local time of a central or important place within that region. Everyone in that area uses this single time. For example, India has one standard time, but Canada and the USA have six, and Russia has eleven.
Exam Tip: Define standard time as a uniform time adopted for a country or region. Provide India as an example of a country with a single standard time and compare it with countries like Canada, USA, and Russia that have multiple time zones.
Question 2. કર્કવૃત્ત
Answer: વિષુવવૃત્તથી 23°30′ ઉત્તરમાં આવેલો અક્ષાંશવૃત્તને 'કર્કવૃત્ત' કહે છે.
In simple words: The Tropic of Cancer is a line of latitude located 23°30′ north of the Equator.
Exam Tip: Remember that the Tropic of Cancer is a key line of latitude. Specify its precise latitude (23°30′ N) and its relationship to the Equator.
Question 3. દીપકલ્પ
Answer: જેનો ત્રણ બાજુએ સમુદ્ર કે પાણીનો મોટો જથ્થો હોય એવો ભૂખંડ 'દ્વીપકલ્પ' કહેવાય છે. દા. ત., દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ, મલાયાનો દ્વીપકલ્પ વગેરે.
In simple words: A 'peninsula' is a piece of land that has water on three of its sides. Examples include the peninsular part of South India, the Saurashtra peninsula, and the Malay Peninsula.
Exam Tip: When defining a peninsula, clearly state that it is land surrounded by water on three sides. Provide relevant geographical examples to illustrate the concept.
Question 4. અપસારી પ્લેટ
Answer: કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે. આ પ્લેટો 'અપસારી પ્લેટ' કહેવાય છે. અપસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે.
In simple words: 'Divergent plates' are lithospheric plates that are moving away from each other. This movement causes faults to form on the Earth's surface.
Exam Tip: To define divergent plates, explain that they are tectonic plates moving apart. Mention that this movement often leads to fault formation and the creation of new crustal material.
Question 5. ગોળાર્ધ
Answer: વિષુવવૃત્ત પૃથ્વીનું જે બે સરખા ભાગોમાં વિભાજન કરે છે, તે દરેક ભાગ પૃથ્વીનો 'ગોળાર્ધ' કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ 'ઉત્તર ગોળાર્ધ' અને દક્ષિણે આવેલો ભાગ 'દક્ષિણ ગોળાર્ધ' કહેવાય છે.
In simple words: A 'hemisphere' is one of the two equal halves that the Equator divides the Earth into. The part north of the Equator is called the 'Northern Hemisphere', and the part south of the Equator is called the 'Southern Hemisphere'.
Exam Tip: When defining a hemisphere, refer to the Equator's role in dividing the Earth into two equal halves. Clearly distinguish between the Northern and Southern Hemispheres based on their position relative to the Equator.
Question 6. અભિસરણ
Answer:
- કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આ પ્લેટો 'અભિસારી પ્લેટ' કહેવાય છે.
- અભિસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રસ્તર ખડકોમાં ગેડ પડે છે. હિમાલયની રચના આ પ્રકારે થઈ છે.
In simple words: 'Convergence' happens when lithospheric plates move towards each other. These are called 'convergent plates'. This movement causes the Earth's rock layers to fold, forming mountains, like how the Himalayas were created.
Exam Tip: To explain convergence, describe it as the movement of tectonic plates towards each other. Highlight its geological impact, such as the folding of crustal rocks and mountain formation, using the Himalayas as a prime example.
3. નીચેના પ્રશ્નોના જવાબ લખો:
Question 1. ભારતનાં સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો.
Answer:
ભારતનું સ્થાન:
- ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પવાળો દેશ છે.
- તેના મુખ્ય ભૂમિ-ભાગ સિવાય, તેમાં બે દ્વીપસમૂહો – લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.
- તેનો મુખ્ય ભૂમિ-ભાગ 8°4′ અને 37°6′ ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે તેમજ 68°7′ અને 97°25′ પૂર્વ રેખાંશવૃત્તોની વચ્ચે આવેલો છે. તેથી, તે સંપૂર્ણપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં છે.
- ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તે 23°30′ ઉત્તર અક્ષાંશવૃત્ત પર આવેલો છે.
- લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં તથા અંદમાન-નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં છે.
- ભારતની વાયવ્ય સરહદે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન; પૂર્વે બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા ભારતના પાડોશી દેશો છે.
ભારતનો વિસ્તાર:
- ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. તે વિશ્વના ભૂ-ક્ષેત્રના માત્ર 2.42 % જેટલું છે.
- ક્ષેત્રફળના સંદર્ભે ભારતનો ક્રમ વિશ્વમાં સાતમો છે.
- ભારતથી મોટા છ દેશો અનુક્રમે રશિયા, કૅનેડા, યુ.એસ.એ., ચીન, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા છે. આમાંથી દરેક દેશ ભારત કરતાં બેથી પાંચ ગણો મોટો છે.
- ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા એટલે કે 29°-30° જેટલા છે. પરંતુ, વાસ્તવિક અંતરોમાં થોડો તફાવત છે. ઉત્તર-દક્ષિણ (અક્ષાંશીય) વિસ્તાર આશરે 3214 કિમી છે, જ્યારે પૂર્વ-પશ્ચિમ (રેખાંશીય) વિસ્તાર આશરે 2933 કિમી છે.
- કર્કવૃત્ત (23°30′ ઉ.અ.) ભારતની મધ્યમાંથી પસાર થઈ દેશના લગભગ બે સરખા ભાગ કરે છે.
- રેખાંશીય તફાવતને કારણે દેશના પૂર્વ અને પશ્ચિમે આવેલાં દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો ફરક છે.
- ભારતના પ્રમાણસમયની રેખા 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત પર આવેલા ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લામાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણસમય ગણાય છે.
- ઉત્તરનો ભાગ થોડો વધારે વિસ્તૃત છે. તેમાં હિમાલય અને ઉત્તરનાં મેદાનો આવેલાં છે, જ્યારે દક્ષિણનો ત્રિભુજાકાર ભાગ દક્ષિણ તરફ સાંકડો થતો જાય છે. આ ભાગમાં દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો મોટો ભાગ અને દરિયાકિનારાનાં મેદાનો આવેલાં છે.
In simple words: India is a peninsular country located in the central southern part of Asia. Besides its main landmass, it includes the Lakshadweep and Andaman-Nicobar Islands. Geographically, it lies between 8°4′ and 37°6′ North latitudes and 68°7′ and 97°25′ East longitudes, placing it entirely in the Northern and Eastern Hemispheres. The Tropic of Cancer (23°30′ N) passes through its center, dividing the country into two almost equal halves. India's neighbors include Pakistan, Afghanistan, China, Nepal, Bhutan, Bangladesh, Myanmar, and Sri Lanka. The country's total area is 32.8 lakh square kilometers, making it the seventh-largest in the world, accounting for 2.42% of the global land area. Six countries are larger than India. While its latitudinal and longitudinal extents are similar (about 29°-30°), the actual distances vary, with north-south being 3214 km and east-west being 2933 km. Due to this longitudinal difference, there's about a two-hour time difference between its eastern and westernmost points. India's standard time is based on the 82°30′ East longitude, passing through Mirzapur in Uttar Pradesh. The northern part of India is broader, with the Himalayas and northern plains, while the triangular southern part narrows towards the south, consisting mainly of the peninsular plateau and coastal plains.
Exam Tip: For location, specify India's hemispheric position (Northern and Eastern), its latitudinal and longitudinal extents, and the significance of the Tropic of Cancer. For area, state its total size, rank globally, and a few larger countries. Also, briefly mention the two-hour time difference and the standard meridian.
Question 2. સુએઝ નહેર બંધાયા પછી ભારતને કયો લાભ થયો છે?
Answer:
- રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર 3 ઈ. સ. 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું છે. તેથી, જળમાર્ગે યુરોપ, યુ.એસ.એ. અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે.
- આ દેશો સાથે વિદેશ વ્યાપારમાં ખૂબ લાભ મળ્યો છે.
In simple words: After the Suez Canal opened in 1869, India greatly benefited. It cut the distance between India and Europe by about 7000 km, saving a lot of travel time for sea trade with Europe, the USA, and Canada. This also led to significant growth in foreign trade with these countries.
Exam Tip: Emphasize the two main benefits of the Suez Canal for India: significant reduction in sea route distance to Europe and North America, and the subsequent boost in foreign trade and time savings.
Question 3. પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો.
Answer: પૃથ્વીનો પોપડો 'ઍન્થનોસ્ફિયર'ના અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યો છે. આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂ-સપાટી તરફ દબાણ કરે છે. તેના પરિણામે, પોપડાના મોટા મોટા ટુકડાઓ થઈ, મુખ્ય સાત 'મૃદાવરણીય પ્લેટ' (લિથોસ્ફિરિક પ્લેટ) રચાઈ છે.
- મુખ્ય સાત મૃદાવરણીય (લિથોસ્ફિરિક) પ્લેટો:
- પૅસિફિક પ્લેટ,
- ઉત્તર અમેરિકન પ્લેટ,
- દક્ષિણ અમેરિકન પ્લેટ,
- યુરેશિયન પ્લેટ,
- આફ્રિકન પ્લેટ,
- ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને
- ઍન્ટાર્કટિકા પ્લેટ.
- કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને 'અપસારી પ્લેટ' કહે છે. કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, જેને 'અભિસારી પ્લેટ' કહે છે.
- અપસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે, જ્યારે અભિસરણની પ્રક્રિયાથી ગેડ પડે છે. આ પ્લેટોની હિલચાલથી ભૂમિખંડના આકારો અને સ્થાનોમાં ફેરફાર થતા રહે છે. ભારતનાં હાલના ભૂમિસ્વરૂપો આવી પ્રક્રિયાઓથી બન્યા છે.
- એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ બધી ભૂકંપીય અને જ્વાળામુખીય પ્રક્રિયાઓ માટે જવાબદાર છે.
- સરકતી કે ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું નિર્માણ થાય છે.
- પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે, ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો સતત ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને 'રૂપાંતરિત પ્લેટ' કહે છે.
- કરોડો વર્ષ પહેલાં ભારત ગોંડવાનાલૅન્ડ નામના ખૂબ વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ગોંડવાનાલૅન્ડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, અરેબિયા, ભારત, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કટિકા ખંડોનો સમાવેશ થતો હતો.
- કાળક્રમે, ગોંડવાનાલૅન્ડથી અલગ થઈને 'ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ' ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. તેનો ઉત્તર ભાગ આશરે પાંચ કરોડ વર્ષો પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ધસી ગયો. આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલા ટેથિસ સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વતશ્રેણીઓનું નિર્માણ થયું. એ સાથે હિમાલયની દક્ષિણે એક વિશાળ બેસિન અસ્તિત્વમાં આવ્યું.
- સમય જતાં, આ ગર્તમાં ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી નદીઓનો કાંપ જમા થવાથી ઉત્તર ભારતના મેદાનનો ઉદ્ભવ થયો.
- હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક મોટા જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. તેથી, ઉચ્ચપ્રદેશનો પશ્ચિમ તરફનો ભાગ તૂટીને પેટાળ તરફ બેસી ગયો. પરિણામે, ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂમિ-નિમ્મજનને કારણે જ પશ્ચિમઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો.
In simple words: The Earth's crust floats on semi-liquid rocks called the 'asthenosphere'. Heat from inside the Earth creates convection currents that push on the surface, breaking the crust into seven major 'lithospheric plates'. These plates are the Pacific, North American, South American, Eurasian, African, Indo-Australian, and Antarctic Plates. Some plates move apart (divergent plates), causing faults, while others move together (convergent plates), causing folds and mountain ranges like the Himalayas. This plate movement constantly changes the shape and position of continents. These interactions are also responsible for earthquakes and volcanoes. Billions of years ago, India was part of a supercontinent called Gondwanaland. The Indo-Australian Plate broke off and moved north, colliding with the Eurasian Plate about 50 million years ago. This collision folded the Tethys Sea bed, creating the Himalayas and central Asian mountain ranges, and a large basin to the south. Over time, this basin filled with river sediments, forming the North Indian plains. When the Himalayas were forming, a large volcanic eruption in the northwestern part of India's peninsular plateau caused that western part to subside, creating the Arabian Sea and making the Western Ghats more prominent.
Exam Tip: When describing Earth's structure, explain that the crust floats on semi-liquid rock and is divided into seven major lithospheric plates. Detail the effects of convergent and divergent plate movements, linking them to landform creation like mountains (Himalayas) and oceans (Arabian Sea), as well as geological events like earthquakes and volcanoes. Emphasize the concept of continental drift and how India's current geography evolved from Gondwanaland.
4. નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો:
Question 1. ભારતની પ્રમાણસમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી?
(a) ઉત્તર પ્રદેશ
(b) છત્તીસગઢ
(c) ઓડિશા
(d) તમિલનાડુ
Answer: (d) તમિલનાડુ
In simple words: The standard time line of India does not pass through the state of Tamil Nadu.
Exam Tip: Remember the states through which India's standard meridian (82°30′ E) passes: Uttar Pradesh, Madhya Pradesh, Chhattisgarh, Odisha, and Andhra Pradesh. This helps identify states it does not pass through.
Question 2. ભારતની ઉત્તરે : ચીન અને ભારતની વાયવ્ય :
(a) બાંગ્લાદેશ
(b) પાકિસ્તાન
(c) શ્રીલંકા
(d) નેપાળ
Answer: (b) પાકિસ્તાન
In simple words: To the north of India is China, and to the northwest of India is Pakistan.
Exam Tip: Memorize India's neighboring countries and their directions. China is to the north, and Pakistan is to the northwest, along with Afghanistan.
Question 3. નીચે આપેલાં રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવોઃ ઉત્તરાખંડ, કેરલ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, દિલ્લી
(a) ઉત્તરાખંડ, દિલ્લી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરલ
(b) કેરલ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ
(c) આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, કેરલ
(d) કેરલ, આંધ્ર પ્રદેશ, દિલ્લી, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ
Answer: (b) કેરલ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ
In simple words: When arranging these states from south to north, the correct order is Kerala, then Andhra Pradesh, followed by Madhya Pradesh, then Delhi, and finally Uttarakhand.
Exam Tip: To correctly order states geographically, visualize their locations on a map. Start from the southernmost state and move upwards, placing each state in its correct sequential position.
Question 4. નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે?
(a) કૅનેડા
(b) ઇંગ્લેન્ડ
(c) પાકિસ્તાન
(d) થાઈલૅન્ડ
Answer: (a) કૅનેડા
In simple words: Among the given countries, Canada is larger than India in terms of area.
Exam Tip: Remember the ranking of countries by area. India is the seventh-largest. Canada is the second-largest country in the world, making it significantly larger than India.
Question 5. ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે?
(a) અફઘાનિસ્તાન ઉત્તર-પશ્ચિમ
(b) નેપાળ – ઉત્તર-પૂર્વ
(c) ચીન – ઉત્તર
(d) બાંગ્લાદેશ – પશ્ચિમ
Answer: (d) બાંગ્લાદેશ – પશ્ચિમ
In simple words: The pair 'Bangladesh - West' is incorrect because Bangladesh is located to the East of India, not the West.
Exam Tip: Accurately recall the geographical directions of India's neighboring countries. Bangladesh is situated to India's east, making option (d) the incorrect pairing.
Free study material for Social Science
GSEB Solutions Class 9 Social Science Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I
Students can now access the GSEB Solutions for Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 9 Social Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 9 Social Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 9 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Social Science Class 9 Solved Papers
Using our Social Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 9 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ I in printable PDF format for offline study on any device.