GSEB Class 9 Social Science Solutions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Download GSEB Solutions for Class 9 Social Science Chapter 01 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Access comprehensive textbook solutions for Chapter 01 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય using the official curriculum guides for Class 9 Social Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Access GSEB Solutions and Answers

View or download the dedicated Chapter 01 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Social Science.

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો:

 

Question 1. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો.
Answer: પ્રાચીન સમયથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટો વેપાર થતો હતો. તે સમયે યુરોપના બજારોમાં ભારતના મરી-મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કીમતી વસ્તુઓની ભારે માંગ રહેતી હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીનમાર્ગે ચાલતો હતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કૉન્સેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ કૉન્સેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેનો વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન લોકોને ભારતના મરી-મસાલા વિના ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી.
In simple words: યુરોપના લોકોને ભારતીય વસ્તુઓની ખૂબ જરૂર હતી. જ્યારે જૂનો વેપાર માર્ગ બંધ થયો, ત્યારે તેમને ભારત સુધી પહોંચવા માટે નવો દરિયાઈ રસ્તો શોધવો પડ્યો.

Exam Tip: આ પ્રશ્નનો જવાબ લખતી વખતે, વેપાર માર્ગ બંધ થવાના કારણો અને યુરોપિયનોની ભારતીય વસ્તુઓની જરૂરિયાત પર ભાર મૂકો.

 

Question 2. ડેલહાઉસીએ કયાં કયાં સુધારાવાદી કાર્યો કર્યા?
Answer: ડેલહાઉસીનાં સુધારાવાદી કાર્યો નીચે મુજબ હતાં:

  • ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી.
  • તેના સમયમાં ઈ. સ. 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો.
  • તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તારવ્યવહાર પણ શરૂ થયો.
  • તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા ગોઠવી.
  • તેણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા-પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો.
  • તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી.
  • તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા.
  • ડેલહાઉસીએ કરેલા ઉપર્યુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે, ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો.

In simple words: ડેલહાઉસીએ ભારતમાં રેલવે, ટપાલ, તાર, અંગ્રેજી શિક્ષણ અને જાહેર બાંધકામની શરૂઆત કરી. તેણે બાળલગ્ન બંધ કરાવ્યા અને વિધવા-પુનર્લગ્નને મંજૂરી આપી, જે તેના સુધારાવાદી કાર્યો દર્શાવે છે.

Exam Tip: ડેલહાઉસીના સુધારાવાદી કાર્યોની યાદી બનાવતી વખતે, દરેક કાર્યને એક અલગ મુદ્દા તરીકે રજૂ કરો અને તેની સમયરેખા (જેમ કે 1853માં રેલવે) નો ઉલ્લેખ કરો.

 

Question 3. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી?
Answer: ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા ફરીથી સ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજનાનો અમલ કર્યો. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી :

  1. આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે રાજ્યનું આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે.
  2. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી આવકનો પ્રદેશ અંગ્રેજોને આપશે.
  3. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં.
  4. તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્યદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ (રેસિડન્ટ) રાખવો પડશે.
  5. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં.

In simple words: વેલેસ્લીએ અંગ્રેજોને શક્તિશાળી બનાવવા સહાયકારી યોજના શરૂ કરી. તેની શરતોમાં અંગ્રેજ સૈન્ય રાખવું, તેનો ખર્ચ આપવો, બીજા રાજ્યો સાથે સંબંધો ન રાખવા અને અંગ્રેજ પ્રતિનિધિ રાખવો મુખ્ય હતા.

Exam Tip: સહાયકારી યોજનાની શરતોને ક્રમબદ્ધ રીતે યાદ રાખવાનો પ્રયાસ કરો. દરેક શરતનો મુખ્ય મુદ્દો સ્પષ્ટપણે જણાવો.

 

Question 4. ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત ક્યાં કયાં રાજ્યો ખાલસા કર્યા?
Answer: ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસાનીતિ હેઠળ નીચેનાં રાજ્યો પોતાના કબજામાં લીધાં:

  • તેણે શીખોને હરાવી પંજાબ પોતાના કબજામાં લીધું.
  • તેણે મ્યાનમાર (બર્મા)ના રાજાને હરાવી રંગૂન સહિતનો પેગુ પ્રાંત પોતાના કબજામાં લીધો.
  • તેણે સાતારા, જેતપુર, સંબલપુર, ઉદેપુર (મધ્ય પ્રદેશ), ઝાંસી, બધાત, નાગપુર વગેરેના રાજાઓનું પુત્ર વિના અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નાબૂદ કરી તેમના રાજ્યો કબજામાં લીધાં.
  • રાજ્યમાં ખરાબ વહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને સત્તા પરથી હટાવી તેનું રાજ્ય કબજામાં લીધું.
  • નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાડ પ્રાંત દેવા પેટે પોતાના કબજામાં લીધો.
  • માત્ર નામની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ સિક્કિમ અને તાંજોર રાજ્યોને કબજામાં લીધાં.
આમ, ડેલહાઉસીએ 'જીત, જપ્તી અને ખાલસા' જેવા ઉપાયોથી ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો.
In simple words: ડેલહાઉસીએ શીખોને હરાવી પંજાબ લીધું, બર્માના પેગુ પ્રાંત જીત્યો, અને રાજાઓને પુત્ર ન હોવાના બહાને સાતારા, ઝાંસી જેવા રાજ્યો પણ કબજામાં લીધા. તેણે કુશાસન અને દેવાના બહાને અવધ અને વરાડ જેવા પ્રદેશો પણ ખાલસા કર્યા.

Exam Tip: ખાલસાનીતિ હેઠળ કબજામાં લીધેલા રાજ્યોના નામ યાદ રાખો અને દરેક રાજ્ય કયા કારણસર ખાલસા કરાયું તે પણ ધ્યાનમાં લો.

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો:

 

Question 1. પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો.
Answer: પ્લાસીનું યુદ્ધ ઈ. સ. 1757માં બંગાળના નવાબ સિરાજઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાને પોતાના વેપારી મથક ફૉર્ટ વિલિયમ (કોલકાતા)ની કિલ્લેબંધી કરવાનું શરૂ કર્યું. સિરાજઉદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી પરિચિત હતો. આથી તેણે કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મળતાં ચેન્નઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને મદદ કરવા રૉબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યું. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ-ઉદ્દૌલાને હરાવી શકે તેમ નહોતા. તેથી તેમણે સિરાજ-ઉદ્દૌલાને હરાવવા માટે કાવતરું ઘડ્યું. રૉબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીરજાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યારપછી રૉબર્ટ ક્લાઇવે, બંગાળનો નવાબ અંગ્રેજોને હેરાન કરે છે એવું બહાનું કાઢી, તેની સામે ઈ. સ. 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ-ઉદ્-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીરજાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીરજાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ, ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ.
In simple words: 1757માં પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું. અંગ્રેજોએ છેતરપિંડીથી મીરજાફરને સાથે લઈને સિરાજઉદ્દોલાને હરાવ્યો, જેનાથી ભારતમાં અંગ્રેજ શાસન શરૂ થયું.

Exam Tip: પ્લાસીના યુદ્ધના કારણો, તેમાં સામેલ પક્ષો, યુદ્ધનું પરિણામ અને તેની ભારત પરની અસરને યાદ રાખવી મહત્વપૂર્ણ છે.

 

Question 2. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો.
Answer: કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો નીચે પ્રમાણે હતી:

  • ભારતદેશ છેલ્લાં 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો.
  • બ્રિટિશ કંપનીનાં 100 વર્ષના શાસનકાળમાં ભારતદેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો.
  • ઈ. સ. 1708થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી 'દ્વિમુખી શાસનપદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે ગરીબ બની ગયો.
  • પ્રાચીન સમયમાં ભારતના ગામડાં સ્વાવલંબી અને સમૃદ્ધ હતાં. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યાં.
  • અંગ્રેજ સરકારની શોષણખોર અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા.
  • ખેતી પડી ભાંગતાં તેની ખરાબ અસર દેશના વેપાર-વાણિજ્ય પર થઈ.
  • અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી.
  • ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીતરસમો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા.
  • કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇન્કાર કરનાર વણકરને તેઓ મારઝૂડ કરવાની કે જેલની શિક્ષા કરતા.
  • કંપનીની જોહુકમીને કારણે બંગાળનો સારો ચાલતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો.
  • આમ, કંપની શાસનની ભારતની ખેતી, ગૃહઉદ્યોગો અને વેપારધંધા પર વિનાશક અસર થઈ.

In simple words: કંપની શાસનને કારણે ભારત કાચા માલનો સપ્લાયર અને તૈયાર માલનું બજાર બન્યું. ભારતીય ઉદ્યોગો ભાંગી પડ્યા, ખેડૂતો ગરીબ બન્યા અને ગામડાં આત્મનિર્ભરતા ગુમાવી પરતંત્ર બન્યા.

Exam Tip: કંપની શાસનની આર્થિક અસરો લખતી વખતે, ખેતી, ઉદ્યોગ, ગામડાં અને વેપાર પર થયેલી નકારાત્મક અસરોને મુદ્દાસર સમજાવો.

 

Question 3. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો.
Answer: કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે પ્રમાણે હતી:

  • અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી લોકોમાં વાણી અને વિચારસ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન-પ્રદાન શક્ય બન્યું.
  • 18મી – 19મી સદી દરમિયાન ભારતમાં સતીપ્રથા, જન્મતાંવેંત દિકરીને દૂધ પીતી કરવી (મારી નાખવી), બાળલગ્ન, દહેજપ્રથા, વિધવા-પુનર્લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રચલિત હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહનરાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ એ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ઈ. સ. 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ.
  • ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ.
  • ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ બન્યો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહનરાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો બન્યા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને કારણે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો.
આમ, કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી.
In simple words: કંપની શાસનથી વર્તમાનપત્રો દ્વારા લોકોમાં જાગૃતિ આવી. સતીપ્રથા, બાળલગ્ન જેવા કુરિવાજો દૂર કરવાના પ્રયાસો થયા. અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં નવા શિક્ષિત લોકો અને સમાજ સુધારકો ઉભરી આવ્યા.

Exam Tip: કંપની શાસનની સામાજિક અસરોમાં, શિક્ષણના વિકાસ, સમાજ સુધારણા અને નવા વર્ગના ઉદ્ભવ પર ધ્યાન આપો. સમાજ સુધારકોના નામ યાદ રાખો.

3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

 

Question 1. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
(a) કોલંબસે
(b) પ્રિન્સ હેનરીએ
(c) વાસ્કો-દ-ગામાએ
(d) બાર્થોલોમ્યુ ડાયઝે
Answer: (c) વાસ્કો-દ-ગામાએ
In simple words: વાસ્કો-દ-ગામાએ દરિયાઈ માર્ગે ભારત પહોંચવાનો રસ્તો સૌપ્રથમ શોધ્યો હતો.

Exam Tip: ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ શોધકર્તાઓ અને તેમની શોધોના નામ યાદ રાખો.

 

Question 2. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?
(a) વેલેસ્લીના
(b) ડેલહાઉસીના
(c) વૉરન હેસ્ટિંગ્સના
(d) વિલિયમ બેન્ટિકના
Answer: (b) ડેલહાઉસીના
In simple words: ભારતમાં જાહેર બાંધકામના કામો માટેનું ખાતું ડેલહાઉસીના શાસનકાળ દરમિયાન શરૂ કરાયું હતું.

Exam Tip: દરેક ગવર્નર જનરલ દ્વારા કરાયેલા મુખ્ય સુધારા અને કાર્યો યાદ રાખવાથી આવા પ્રશ્નોના જવાબ આપવામાં મદદ મળશે.

 

Question 3. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(a) ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું.
(b) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના ચોવીસ પરગણાની જાગીર મળી.
(c) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા (ઓરિસ્સા)ની દીવાની સત્તા મળી.
(d) બંગાળના નવાબ સિરાજ-ઉદ્દોલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો.
Answer: (c) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા (ઓરિસ્સા)ની દીવાની સત્તા મળી.
In simple words: પ્લાસીના યુદ્ધ પછી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી નહોતી, તેથી આ વિધાન ખોટું છે.

Exam Tip: પ્લાસીના યુદ્ધના ચોક્કસ પરિણામો અને કંપનીને મળેલી સત્તાની મર્યાદાઓ વિશે સ્પષ્ટતા રાખો.

 

Question 4. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો?
(a) વૉરન હેસ્ટિંગ્સ
(b) વેલેસ્લી
(c) ડેલહાઉસી
(d) કેનિંગ
Answer: (a) વૉરન હેસ્ટિંગ્સ
In simple words: ભારતના પહેલા ગવર્નર જનરલ તરીકે વૉરન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી હતી.

Exam Tip: ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવનાર વ્યક્તિઓ અને તેમની ભૂમિકાને યાદ રાખવી.

 

Question 5. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો?
(a) ટીપુ સુલતાન
(b) મરાઠા
(c) નિઝામ
(d) હૈદરઅલી
Answer: (a) ટીપુ સુલતાન
In simple words: અંગ્રેજોએ ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ લડ્યો હતો.

Exam Tip: મૈસૂર વિગ્રહ, તેમાં સામેલ પક્ષો અને તેના પરિણામો વિશે વિગતો યાદ રાખો.

Free study material for Social Science

Social Science Class 9 Curriculum Solutions: Chapter 01 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Official GSEB Solutions for Chapter 01 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Access structured GSEB textbook solutions for Chapter 01 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. Designed in alignment with the latest academic curriculum for Class 9 Social Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Step-by-Step Explanations for Chapter 01 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 01 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Next Steps in Your Social Science Revision

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 01 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 9 Social Science Solutions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Social Science Solutions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય in printable PDF format for offline study on any device.