NCERT Solutions for Class 8 Science: Chapter 08 કોષ રચના અને કાર્યો
Review structured textbook solutions for Class 8 Science Chapter 08 કોષ રચના અને કાર્યો. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Practice Class 8 Science Solutions: Chapter 08 કોષ રચના અને કાર્યો
Navigate directly to the solved Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
1. નીચે આપેલાં વાક્યો સાચાં (T) છે કે ખોટાં (F) તે જણાવોઃ
Question 1. એકકોષીય સજીવો, એક કોષનું શરીર ધરાવે છે. (T/F).
Answer: T
In simple words: Single-celled organisms possess a body made of just one cell.
Exam Tip: Remember that unicellular organisms are defined by having only one cell making up their entire structure.
Question 2. સ્નાયુકોષો શાખિત હોય છે. (T/F)
Answer: F
In simple words: Muscle cells are not branched. They are usually elongated and spindle-shaped.
Exam Tip: Recall the different shapes of cells; muscle cells are generally long and thin, while nerve cells are branched.
Question 3. સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે. (T/F)
Answer: F
In simple words: The basic living unit of an organism is a cell, not an organ. Organs are made up of multiple tissues and cells.
Exam Tip: Understand the hierarchy of biological organization: cells form tissues, tissues form organs, and organs form organ systems.
Question 4. અમીબા અનિયમિત આકાર ધરાવે છે. (T/F)
Answer: T
In simple words: Amoeba has an irregular shape that continuously changes.
Exam Tip: Remember that amoeba are known for their ability to change shape using pseudopodia, which gives them an irregular outline.
Question 2. માનવ ચેતાકોષની આકૃતિ દોરો. ચેતાકોષ કયું કાર્ય કરે છે?
Answer:
ચેતાકોષનું કાર્ય: સંદેશા પ્રાપ્ત કરીને તેને વિદ્યુત આવેગના રૂપે વહન કરવાનું છે. તે શરીરના જુદા-જુદા ભાગો વચ્ચે સંકલન અને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.
In simple words: Nerve cells (neurons) get and send messages around the body. They help different body parts work together and control actions by carrying electrical signals.
Exam Tip: When drawing a nerve cell, ensure you label the key parts: dendrites, cell body, nucleus, axon, and nerve endings. Explain that their main role is communication and coordination.
Question 3. નીચેના પર ટૂંક નોંધ લખોઃ (a) કોષરસ (b) કોષનું કોષકેન્દ્ર
Answer:
(a) કોષરસ: કોષરસપટલ અને કોષકેન્દ્રની વચ્ચે જેલી જેવા પદાર્થ રૂપે કોષરસ હોય છે. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, રસધાની, રંજકકણ વગેરે અંગિકાઓ આવેલી હોય છે. કોષની વિવિધ ક્રિયાઓ કોષરસમાં થાય છે.
(b) કોષનું કોષકેન્દ્ર: સજીવ કોષનો મહત્ત્વનો ઘટક છે. સામાન્યતઃ કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ અને ગોળાકાર હોય છે.
કોષકેન્દ્રમાં નીચેની રચનાઓ સમાવિષ્ટ છેઃ
1. કોષકેન્દ્રપટલઃ તે કોષકેન્દ્રને કોષરસથી અલગ કરે છે. કોષકેન્દ્રપટલ છિદ્રો ધરાવે છે. કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયંત્રણ કરે છે.
2. કોષકેન્દ્રિકાઃ કોષકેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. તેને કોષકેન્દ્રિકા કહે છે.
3. રંગસૂત્રોઃ કોષકેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ જોવા મળે છે. તેને રંગસૂત્રો કહે છે. રંગસૂત્રો જનીનો ધરાવે છે. રંગસૂત્રો કોષવિભાજન દરમિયાન જ જોવા મળે છે. રંગસૂત્રો તેમજ તેના પર આવેલા જનીનો DNAના બનેલા છે, તેઓ આનુવંશિક લક્ષણોનું પિતૃપેઢીમાંથી સંતતિ(બાળપેઢી)માં વહન કરે છે. કોષકેન્દ્રનું કાર્ય આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષની ક્રિયાઓનું નિયમન કરે છે.
In simple words: (a) Cytoplasm is a jelly-like substance between the cell membrane and nucleus, containing various organelles where cell activities occur. (b) The nucleus is a key part of the cell, usually round and in the middle. It has a membrane with pores, a small nucleolus, and thread-like chromosomes (made of DNA with genes) that transfer inherited traits to offspring and control cell functions.
Exam Tip: When describing cytoplasm, list at least three organelles found within it. For the nucleus, explain its key components (membrane, nucleolus, chromosomes) and their functions, especially its role in heredity.
Question 4. કોષના કયા ભાગમાં અંગિકાઓ આવેલી હોય છે?
Answer: કોષના કોષરસમાં અંગિકાઓ આવેલી હોય છે.
In simple words: The organelles inside a cell are found within its cytoplasm.
Exam Tip: Remember that cytoplasm is the site for many cellular activities and houses various organelles.
Question 5. વનસ્પતિકોષ અને પ્રાણીકોષની આકૃતિ દોરો. તેમાં જોવા મળતા ત્રણ તફાવત જણાવો.
Answer:
| વનસ્પતિકોષ | પ્રાણીકોષ |
|---|---|
| 1. કોષદીવાલ ધરાવે છે. | 1. કોષદીવાલ ધરાવતો નથી. |
| 2. રંજકકણ / હરિતકણ ધરાવે છે. | 2. હરિતકણ ધરાવતો નથી. |
| 3. એક મોટી કેન્દ્રિય રસધાની હોય છે. | 3. નાની-નાની રસધાનીઓ હોય છે. |
In simple words: Plant cells possess a cell wall and chloroplasts, and usually have one large central vacuole. Animal cells, on the other hand, do not have a cell wall or chloroplasts, and if vacuoles are present, they are small and numerous.
Exam Tip: For diagrams, clearly label all parts. When listing differences, ensure a direct contrast for each point, e.g., "A has X" vs. "B does not have X" or "B has Y."
Question 6. આદિકોષકેન્દ્રીય કોષ તથા સુકોષકેન્દ્રીય કોષ વચ્ચેના તફાવતો જણાવો.
Answer:
| આદિકોષકેન્દ્રીય કોષ | સુકોષકેન્દ્રીય કોષ |
|---|---|
| 1. તેમાં સુયોજિત કોષકેન્દ્ર હોતું નથી. | 1. તેમાં સુયોજિત કોષકેન્દ્ર આવેલું છે. |
| 2. કોષકેન્દ્રપટલની ગેરહાજરી છે. | 2. કોષકેન્દ્રપટલની હાજરી છે. |
| 3. કોષકેન્દ્રિકા ગેરહાજર છે. | 3. કોષકેન્દ્રિકા હાજર છે. |
| 4. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ જેવી અંગિકાઓ ગેરહાજર છે. | 4. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ જેવી અંગિકાઓ આવેલી છે. |
| 5. ઉદા., બૅકટરિયલ કોષ, નીલહરિત લીલના કોષ | 5. ઉદા., ડુંગળીના કોષ, ગાલના કોષ |
In simple words: Prokaryotic cells lack a true nucleus, nuclear membrane, nucleolus, and membrane-bound organelles. Eukaryotic cells, however, have a well-organized nucleus, a nuclear membrane, a nucleolus, and various membrane-bound organelles like mitochondria and Golgi bodies. Examples include bacteria for prokaryotes and plant/animal cells for eukaryotes.
Exam Tip: Focus on the presence or absence of a true nucleus and membrane-bound organelles as the primary distinguishing features between prokaryotic and eukaryotic cells.
Question 7. કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે છે? તેનું કાર્ય જણાવો.
Answer: કોષમાં રંગસૂત્રો કોષકેન્દ્રમાં જોવા મળે છે. રંગસૂત્રોનું કાર્યઃ પિતૃપેઢીમાંથી આનુવંશિક લક્ષણોનું સંતતિ(બાળપેઢી)માં વહન કરવાનું છે.
In simple words: Chromosomes are located within the cell's nucleus. Their main job is to transfer genetic traits from parents to their offspring.
Exam Tip: Clearly state the location (nucleus) and the function (transfer of hereditary traits) of chromosomes for a complete answer.
Question 8. કોષ સજીવનો મૂળભૂત એકમ છે. સમજાવો.
Answer:
1. ઈંટો જોડીને ઇમારતનું નિર્માણ થાય છે. તે રીતે કોષો એકબીજા સાથે જોડાઈને સજીવશરીરનું નિર્માણ કરે છે.
2. એકકોષી સજીવો ફક્ત એક જ કોષથી બનેલા છે.
3. બહુકોષી સજીવનું જીવન પણ એક જ કોષ ફલિતાંડથી શરૂ થાય છે.
4. બહુકોષી સજીવ દ્વારા કરવામાં આવતી બધી આવશ્યક ક્રિયાઓ એકકોષી સજીવ તેના એક કોષ વડે કરી શકે છે.
5. જટિલ રચના ધરાવતા સજીવમાં કોષોના સમૂહથી પેશી બને છે. પેશીના સમૂહથી અંગો અને અંગોના સમૂહથી તંત્ર બને છે.
આથી કોષ સજીવનો મૂળભૂત એકમ છે.
In simple words: Cells are the basic units of life because, just like bricks build a building, cells join together to form organisms. Single-celled creatures are entirely made of one cell, while complex multi-celled life starts from a single fertilized egg cell. All vital functions in both simple and complex organisms are carried out by cells. In complex organisms, cells form tissues, which form organs, and then organ systems. This shows that cells are indeed the fundamental building blocks of all living things.
Exam Tip: Use the analogy of bricks and a building to explain the basic structural role of cells. Also, mention the functional aspect by stating that all life activities occur within cells, and illustrate with examples of unicellular and multicellular organisms.
Question 9. શા કારણે હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે, તે સમજાવો.
Answer: વનસ્પતિઓ પોષણ માટે સ્વાવલંબી છે. તેમાં મુખ્ય પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણ છે. પ્રકાશસંશ્લેષણ ક્રિયા હરિતદ્રવ્ય(ક્લોરોફિલ)ની હાજરીમાં થાય છે. હરિતદ્રવ્ય હરિતકણમાં આવેલું છે. આથી હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે.
In simple words: Plants make their own food, meaning they are autotrophic. Photosynthesis, the process of making food, needs chlorophyll. Chlorophyll is found inside chloroplasts. Because only plants do photosynthesis to feed themselves, chloroplasts are primarily found in plant cells.
Exam Tip: Connect the presence of chloroplasts directly to the process of photosynthesis and the autotrophic nature of plants. Mentioning chlorophyll as the pigment within chloroplasts is also crucial.
Question 10. નીચે આપેલી ચાવીઓને આધારે શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડો પૂર્ણ કરો: (ORGANELLE, VACUOLE, CHLOROPLASTS, GENES, ORGAN, PROTOPLASM, CHLOROPHYLL, MEMBRANE, TISSUE) આડી ચાવી : 1. તે પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક છે 3. કોષરસમાં આવેલ રચનાઓ માટે વપરાતો શબ્દ 6. કોષમાં આવેલ જીવંત દ્રવ્ય 8. રંગસૂત્રો પર આવેલ આનુવંશિક એકમ ઊભી ચાવી : 1. લીલા રંજકકણ 2. પેશીઓના ભેગા થવાથી બનતી રચના 4. તે આજુબાજુના ઘટકોથી કોષના સંઘટકોને છૂટા પાડે છે. 5. કોષરસમાં આવેલ ખાલી રચના 7. કોષોનો સમૂહ
Answer:
| 1 C | H | L | O | R | O | P | H | Y | L | L | ||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| H | R | |||||||||||
| L | G | |||||||||||
| 3 | O | R | G | A | N | E | L | L | E | |||
| R | N | 4 M | ||||||||||
| O | 5 V | E | ||||||||||
| 6 | P | R | O | T | O | P | L | A | S | M | ||
| L | I | C | B | |||||||||
| A | S | U | R | |||||||||
| S | S | O | A | |||||||||
| T | U | L | N | |||||||||
| S | E | 8 G | E | N | E | S |
In simple words: The crossword puzzle uses the given clues and a list of English words to fill in the grid. For instance, the green pigment needed for photosynthesis (1 horizontal) is CHLOROPHYLL, and the living material inside a cell (6 horizontal) is PROTOPLASM. Similarly, the green pigment (1 vertical) is CHLOROPHYLL, and the structures formed when tissues combine (2 vertical) are ORGANS.
Exam Tip: Always read all the clues first to identify words that fit and check cross-references to confirm the spellings and placement of words in the grid.
GSEB Class 8 Science કોષ – રચના અને કાર્યો Textbook Activities
પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
એકકોષી પ્રાણીના કાયમી આસ્થાપનો કે હંગામી આસ્થાપનનું અવલોકન કરવું.
સાધન-સામગ્રી : સ્લાઇડ, કવરસ્લિપ, સૂક્ષ્મદર્શક યંત્ર, અમીબા અને પૅરામીશિયમના કાયમી આસ્થાપન, બંધિયાર તળાવનું પાણી, બ્લોટિંગ પેપર.
પદ્ધતિ :
1. તળાવના બંધિયાર પાણીનાં એક-બે ટીપાં કાચની સ્વચ્છ સ્લાઇડ પર મૂકો.
2. તેના પર કાળજીપૂર્વક કવરસ્લિપ ઢાંકો.
3. બ્લોટિંગ પેપર વડે કવરસ્લિપની બહારની તરફનું પાણી શોષી લો.
4. આ રીતે તૈયાર થતી સ્લાઈડનું સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
5. શાળાની પ્રયોગશાળામાંથી વિષય શિક્ષકની મદદથી એકકોષી સજીવનું કાયમી આસ્થાપન મેળવી તેનું પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
અવલોકનઃ
સ્લાઇડમાં એકકોષી સજીવ તરીકે અનિયમિત આકારના અમીબા અને સ્લિપર આકારના એકકોષી સજીવ પૅરામીશિયમ જોવા મળે છે.
નિર્ણયઃ
અમીબા, પેરામીશિયમ સંપૂર્ણ વિકસિત સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા સજીવ છે.
પ્રવૃત્તિ 2:
મરઘીના ઈંડાના અંદરના ભાગનું અવલોકન કરવું.
સાધન-સામગ્રી : મરઘીનું ઈંડું, ગરમ પાણી, સ્કાલપેલ કે નાનો ચીપિયો.
પદ્ધતિઃ
1. મરઘીનું એક ઈંડું લો.
2. ઈંડાને ઊકળતા ગરમ પાણીમાં 15 – 20 મિનિટ સુધી રાખો.
3. ઈંડાને કાળજીપૂર્વક ગરમ પાણીમાંથી બહાર કાઢો.
4. ઈંડું ઠંડું થાય ત્યાર પછી સ્કાલપેલ કે ચીપિયા વડે તેનું બહારનું કવચ તોડો.
5. બહારના કવચને કાળજીપૂર્વક દૂર કરો.
6. ઇંડાને મધ્ય ભાગેથી ઊભું કાપો.
અવલોકન :
ઈંડામાં બે ઘટ્ટ ભાગ જોવા મળે છે. કેન્દ્રસ્થ પીળા ભાગને વીંટળાઈને સફેદ ભાગ ગોઠવાયેલો હોય છે.
નિર્ણય:
પીળો ભાગ જરદી છે અને તેની ફરતે સફેદ ભાગ આવ્યુમીન છે. ઈંડામાં રહેલો પ્રવાહી ભાગ ઉકાળવાથી દ્રઢ બને છે. તે એક જ કોષનો ભાગ છે.
[જાણકારી માટે જરદીયુક્ત પીળો ભાગ ચરબી ધરાવે છે. આવ્યુમીનયુક્ત સફેદ ભાગ પ્રોટીન છે.]
પ્રવૃત્તિ 3 :
ડુંગળીના કોષના મૂળભૂત ઘટકોનું અવલોકન કરવું.
સાધન-સામગ્રી : ડુંગળી, સ્લાઇડ, કવરસ્લિપ, માઇક્રોસ્કોપ (સૂક્ષ્મદર્શક યંત્ર), ચીપિયો, બ્લોટિંગ પેપર.
અભિરંજક : મિથિલીન બ્લ્યુ.
[આકૃતિ ડુંગળીના પડમાં કોષોનું અવલોકન]
પદ્ધતિઃ
1. ડુંગળી ઉપરનાં સુકાયેલાં ગુલાબી પડ દૂર કરો.
2. ચીપિયાની મદદથી અંદરનાં માંસલ પડ ખુલ્લા કરી, એક પાતળું સફેદ પડ અલગ કરો.
3. સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી પાતળા પડને તેના પર મૂકો.
4. આ પડને મિથિલીન બ્લ્યુ અભિરંજક વડે અભિરંજિત કરો.
5. અભિરંજિત થયેલા પડ પર કાળજીપૂર્વક કવરસ્લિપ એવી રીતે મૂકો કે જેથી હવાના પરપોટા ન રહે.
6. બ્લોટિંગ પેપર વડે વધારાનું અભિરંજક શોષી લો.
7. તૈયાર થયેલી સ્લાઇડનું માઇક્રોસ્કોપ (સૂક્ષ્મદર્શક યંત્ર) હેઠળ અવલોકન કરો.
અવલોકનઃ
સ્લાઇડમાં દીવાલમાં ગોઠવાયેલી ઈંટોની જેમ ડુંગળીના કોષોની ગોઠવણી જોવા મળે છે. પ્રત્યેક કોષમાં મધ્યમાં ગોળાકાર ઘટ્ટ કોષકેન્દ્ર સૌથી બહાર દઢ આવરણ કોષદીવાલ જોવા મળે છે. કોષકેન્દ્ર સિવાયના કોષના વિસ્તારમાં કોષરસ હોય છે.
નિર્ણયઃ
ડુંગળીના કંદનાં દરેક પડ ઘણા કોષોથી બનેલાં છે.
પ્રવૃત્તિ 4:
મનુષ્યના ગાલની અંદરની (અધિચ્છદીય) સપાટીના કોષોનું અવલોકન કરવું.
સાધન-સામગ્રી: ટૂથપિક કે ચમચી, સ્લાઇડ, કવરસ્લિપ, બ્લોટિંગ પેપર, માઇક્રોસ્કોપ (સૂક્ષ્મદર્શક યંત્ર).
અભિરંજક : આયોડિન અથવા મિથિલીન બ્લ્યુ
[આકૃતિઃ મનુષ્યના ગાલના કોષોનું અવલોકન]
પદ્ધતિઃ
1. ટૂથપિક કે ચમચી વડે ગાલની અંદરની સપાટી પર ઘસો.
2. ટૂથપિક કે ચમચી પર ગાલની અંદરની સપાટીનું દ્રવ્ય એકઠું કરો.
3. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેમાં ચમચી પર એકઠું થયેલું દ્રવ્ય મૂકો.
4. તેને આયોડિન કે મિથિલીન બ્લ્યુ અભિરંજક વડે અભિરંજિત કરો.
5. સ્લાઇડ પર કાળજીપૂર્વક કવરસ્લિપ એ રીતે મૂકો કે જેથી હવાના પરપોટા ન રહે.
6. વધારાનું પાણી તેમજ અભિરંજક બ્લોટિંગ પેપર વડે શોષી લો.
7. તૈયાર થતા અસ્થાપનનું માઇક્રોસ્કોપ(સૂક્ષ્મદર્શક યંત્ર)માં અવલોકન કરો.
અવલોકન:
ગાલની અંદરની સપાટીના પડમાં એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેલા કોષો જોવા મળે છે. પ્રત્યેક કોષમાં કોષરસપટલ, કોષકેન્દ્ર અને કોષરસ જોવા મળે છે.
નિર્ણય:
ગાલની અંદરની સપાટીના કોષોમાં કોષરસપટલ, કોષરસ અને કોષકેન્દ્ર છે, પરંતુ કોષદીવાલની ગેરહાજરી છે.
વિશેષ પ્રવૃત્તિઓ
પ્રવૃત્તિ 1:
સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર(માઈક્રોસ્કોપ)માં સ્લાઇડનું અવલોકન કેવી રીતે કરવામાં આવે છે? સૂક્ષ્મદર્શક યંત્રના ભાગોનો પરિચય અને તેની કાર્યપદ્ધતિ વિશે જાણકારી પ્રાપ્ત કરવી.
સાધન-સામગ્રી : સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર (માઈક્રોસ્કોપ).
[આકૃતિ: સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર (માઇક્રોસ્કોપ)].
સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્ટેજ ભાગ પર જે સ્લાઇડનું અવલોકન કરવાનું છે તેને ગોઠવવામાં આવે છે. સ્લાઇડની નજીક કે દૂર વસ્તુકાચને ખસેડી, નેત્રકાચમાં વસ્તુના પ્રતિબિંબનું અવલોકન કરવામાં આવે છે.
સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર(માઇક્રોસ્કોપ)નું કાર્યઃ વસ્તુનું વિવર્ધન કરી તેના પ્રતિબિંબને મોટું કરવાનું કાર્ય છે. તેથી કોષીય રચનાઓ, પેશીના બંધારણ વગેરેના અભ્યાસમાં તે મદદરૂપ છે.
પ્રવૃત્તિ 2:
તમારી શાળાના કે આસપાસની શાળાના વરિષ્ઠ જીવવિજ્ઞાન શિક્ષક સાથે વાત કરો. જાણો કે એવા કયા રોગો છે, જે માતાપિતાથી સંતતિમાં ઊતરતા હોય. તેઓ કઈ રીતે વહન થાય છે, તે જાણો અને જાણો કે આવા રોગોની સારવાર થાય છે કે નહીં. આ બાબતે તમે ડૉકટરની મુલાકાત પણ લઈ શકો છો.
માતાપિતામાંથી સંતતિમાં ઊતરતા રોગો : થેલેસેમિયા, રંગઅંધતા, હીમોફિલીયા, ડાયાબિટીસ.
આ રોગો માટે જવાબદાર ખામીયુક્ત જનીન માતાપિતા પાસેથી સંતતિમાં વહન પામે છે. આવા ખામીયુક્ત જનીનને કારણે આનુવંશિક રોગો સંતતિમાં થાય છે.
આવા રોગોની સારવાર જનીન સારવાર પદ્ધતિથી થાય છે. તેમાં દર્દીના કોષોમાં સામાન્ય તંદુરસ્ત જનીન દાખલ કરવામાં આવે છે.
પ્રવૃત્તિ 3:
કોઈ કૃષિ વિશેષજ્ઞ પાસેથી Bt કપાસ વિશે માહિતી મેળવો. તેના લાભ અને ગેરલાભ વિશે નોંધ તૈયાર કરો.
Bt કપાસ એટલે બેસિલસ કુરીજીએસીસ કપાસ. આ કપાસની જનીન પરિવર્તિત જાત છે. બેસિલસ કુરીજીએસીસ બૅક્ટરિયામાં કીટનાશક પ્રોટીન ઉત્પન્ન કરતું જનીન આવેલું છે. આ જનીનને બૅક્ટરિયામાંથી અલગ કરી કપાસના છોડના કોષમાં દાખલ કરવામાં આવે છે.
Bt કપાસ કીટ પ્રતિરોધક છોડ છે.
Bt કપાસનો લાભ : કીટકોથી કપાસના છોડને નુકસાન થતું નથી. છોડની પ્રતિકારકતાથી કપાસનું ઉત્પાદન વધે છે.
ગેરલાભ : કીટકોનો નાશ થતાં આહારશૃંખલા તૂટે છે. પશુઓને કપાસિયાનો ચારો આપતાં તેની ઝેરી અસર થવાની શક્યતા છે.
Free study material for Science
GSEB Solutions for Class 8 Science Chapter 08 કોષ રચના અને કાર્યો
Textbook Solutions for Class 8 Science Chapter 08 કોષ રચના અને કાર્યો
Access structured GSEB textbook solutions for Chapter 08 કોષ રચના અને કાર્યો. Designed in alignment with the latest academic curriculum for Class 8 Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Mastering Theoretical and Practical Questions
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 8 Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Effective Self-Study and Homework Assistance
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 8 Science.
FAQs
The complete and updated GSEB Class 8 Science Solutions Chapter 8 કોષ રચના અને કાર્યો is available for free on StudiesToday.com. These solutions for Class 8 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 8 Science Solutions Chapter 8 કોષ રચના અને કાર્યો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Science Solutions Chapter 8 કોષ રચના અને કાર્યો will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Science. You can access GSEB Class 8 Science Solutions Chapter 8 કોષ રચના અને કાર્યો in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 8 Science Solutions Chapter 8 કોષ રચના અને કાર્યો in printable PDF format for offline study on any device.