Get the most accurate GSEB Solutions for Class 8 Science Chapter 07 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 8 Science. Our expert-created answers for Class 8 Science are available for free download in PDF format.
Detailed Chapter 07 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ GSEB Solutions for Class 8 Science
For Class 8 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 8 Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 07 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ solutions will improve your exam performance.
Class 8 Science Chapter 07 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ GSEB Solutions PDF
Question 1. ખાલી જગ્યા પૂરોઃ
Question 1. એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે. તેને .......... કહેવાય છે.
Answer: વન્ય પ્રાણી અભયારણ્ય
In simple words: A place where animals are safe in their natural homes is called a wildlife sanctuary.
Exam Tip: Remember the distinction between natural habitat protection and artificial enclosures for full marks.
Question 2. કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને .......... કહે છે.
Answer: સ્થાનિક જાતિ
In simple words: A species that is only found in a particular place is known as an endemic species.
Exam Tip: Endemic species are exclusive to certain geographic regions, making them unique and important for local biodiversity.
Question 3. પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી .......... પરિવર્તનના કારણે ઊડીને આવે છે.
Answer: વાતાવરણીય
In simple words: Migratory birds fly from distant areas due to changes in weather and environment.
Exam Tip: Understanding the term 'environmental changes' is key when describing bird migration patterns.
Question 2. નીચેનાનો તફાવત સ્પષ્ટ કરોઃ
Question 1. વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર
Answer:
| વન્ય પ્રાણી અભયારણ્ય (Wildlife Sanctuary) | જૈવાવરણ આરક્ષિત વિસ્તાર (Biosphere Reserve) |
|---|---|
| 1. વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. (A wildlife sanctuary is an area for keeping wild animals safe and protected in their natural habitats.) | 1. જે-તે ક્ષેત્રની જૈવવિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. (A biosphere reserve is an area that helps preserve the biodiversity and culture of a specific region.) |
| 2. તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે. (Catching animals or hunting them is prohibited here.) | 2. તેમાં અન્ય ઘણાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલાં હોય છે. (It often includes many other sanctuaries and national parks.) |
Exam Tip: Highlight that sanctuaries focus on direct animal protection, while biosphere reserves cover broader ecosystems and human culture.
Question 2. પ્રાણીસંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય
Answer:
| પ્રાણીસંગ્રહાલય (Zoo) | વન્ય પ્રાણી અભયારણ્ય (Wildlife Sanctuary) |
|---|---|
| 1. તેમાં પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખવામાં આવે છે. (Animals are kept in captivity here.) | 1. તેમાં પ્રાણીઓ મુક્ત છૂટાં હોય છે. (Animals are allowed to roam freely here.) |
| 2. તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે. (Artificial habitats similar to natural ones are provided.) | 2. તે કુદરતી વસવાટ છે. (It is a natural habitat.) |
| 3. તેમાં પ્રાણીઓના રક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે. (Animals are cared for, fed, and given medical attention.) | 3. તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. (Its primary purpose is protection, so all activities harmful to animals are prohibited.) |
Exam Tip: The main difference lies in freedom and habitat: zoos are artificial and restrictive, while sanctuaries are natural and allow freedom.
Question 3. નાશ:પ્રાય જાતિ અને લુપ્ત જાતિ
Answer:
| નાશ:પ્રાય જાતિ (Endangered Species) | લુપ્ત જાતિ (Extinct Species) |
|---|---|
| 1. નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશ:પ્રાય જાતિ કહે છે. (A species with a population below a certain number is called an endangered species.) | 1. પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે. (A species that has lost its existence on Earth is called an extinct species.) |
| 2. સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વડે તેમને બચાવી શકાય છે. (They can be saved through conservation measures like sanctuaries, national parks, and protected programs.) | 2. લુપ્ત જાતિઓ પુનઃજીવિત કરી શકાતી નથી. (Extinct species cannot be revived.) |
| 3. વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશપ્રાય જાતિઓ છે. (Tiger, lion, elephant, wild buffalo, and sambar are endangered species.) | 3. ડાયનોસૉર લુપ્ત જાતિ છે. (Dinosaurs are an extinct species.) |
Exam Tip: Emphasize that endangered species still exist and can be saved, while extinct species are gone forever.
Question 4. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ
Answer:
| વનસ્પતિ સૃષ્ટિ (Flora) | પ્રાણીસૃષ્ટિ (Fauna) |
|---|---|
| 1. પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે. (The greenery on Earth is due to flora.) | 1. પ્રાણીસૃષ્ટિના મોટા ભાગનાં પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધાં આધારિત છે. (Most animals in the fauna directly depend on plants for food.) |
| 2. જે-તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે. (The plants of a particular area are called its flora.) | 2. જે-તે વિસ્તારનાં પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણીસૃષ્ટિ કહે છે. (The animals of a particular area are called its fauna.) |
| 3. વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ-સંશ્વેષણ ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઈડનું શોષણ કરે છે. (Members of the flora absorb carbon dioxide from the atmosphere during photosynthesis.) | 3. પ્રાણીસૃષ્ટિના સભ્યો પ્રકાશસંશ્લેષણ કરી શકતા નથી. તેથી કાર્બન ડાયૉક્સાઈડનું શોષણ કરતા નથી. (Members of the fauna cannot perform photosynthesis. Thus, they do not absorb carbon dioxide.) |
| 4. સાલ, સાગ, આંબો, જાંબુ વગેરે વગેરે પ્રાણીસૃષ્ટિ છે. (Sal, Teak, Mango, Jamun, etc. are examples of flora.) | 4. ચિંકારા, ચિત્તલ, નીલગાય, દીપડો, વનસ્પતિ સૃષ્ટિ છે. (Chinkara, Chital, Nilgai, Leopard, etc. are examples of fauna.) |
Exam Tip: Clearly define flora as plants and fauna as animals, and highlight their key roles in the ecosystem, especially regarding food chains and carbon cycle.
Question 3. નીચે આપેલા મુદ્દા પર વનનાબૂદીની અસરો જણાવોઃ
1. વન્ય પ્રાણીઓ
2. પર્યાવરણ
3. ગામડાંઓ
4. શહેર
5. પૃથ્વી
6. આવનારી પેઢી
Answer:
1. વન્ય પ્રાણીઓ: વનનાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નાશ પામે છે. વન્ય પ્રાણી જાતિઓની સંખ્યામાં ઘટાડો થાય છે. ઘણાં વન્ય પ્રાણીઓ નાશપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે.
2. પર્યાવરણ: વનનાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડનું પ્રમાણ વધે છે. પરિણામે ગ્લોબલ વૉર્મિંગ અને પ્રદૂષણ થાય છે. જલચક્રનું સંતુલન ખોરવાય છે. વરસાદમાં ઘટાડો થાય છે. ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિની ફળદ્રુપતા ઘટે છે.
3. ગામડાંઓ: ગામડાંઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલાં હોય છે. વનનાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતાં પાલતુ પ્રાણીઓ અને મનુષ્યો માટે ભય સર્જાય છે. મનુષ્યો સ્વબચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ, ફળ, લાકડાં મળતાં નથી. વરસાદમાં ઘટાડો થાય છે.
4. શહેર: વનનાબૂદીની શહેર પર સીધી અસર થતી નથી. પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો, વરસાદની અનિયમિતતા, દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરે છે.
5. પૃથ્વી: વનનાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. આબોહવામાં બદલાવ, ભૂગર્ભીય જળનાં સ્તર ઊંડાં ઊતરતાં જાય છે.
6. આવનારી પેઢી: વનનાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં. તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં.
In simple words: Cutting down forests harms animals by destroying their homes and reducing their numbers. It also messes up the environment, increasing carbon dioxide and global warming. Villages suffer from lack of resources and animal threats. Cities face hotter summers and irregular rain. Earth's fertile land turns into desert, and future generations will struggle with clean air and water.
Exam Tip: Address each point systematically, explaining the cause-and-effect relationship between deforestation and its impact on various aspects.
Question 4. શું થશે જો ..
Question 1. આપણે વૃક્ષો કાપતાં રહીશું તો
Answer:
1. પર્યાવરણીય સંતુલન જોખમાશે.
2. પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે.
3. ઘણાં વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે.
4. પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે.
5. વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે.
In simple words: If we keep cutting trees, the balance of nature will be disturbed, Earth will get hotter, pollution will increase, animals will lose their homes, and natural disasters like floods and droughts will happen more often. Also, rain will decrease, and the soil will become less fertile.
Exam Tip: Focus on the interconnectedness of ecological systems; tree cutting impacts everything from climate to animal habitats.
Question 2. કોઈ પ્રાણીનું નિવાસસ્થાન ગુમાવાય / નાશ પામે તો...
Answer:
1. પ્રાણી અસુરક્ષિત થઈ જાય.
2. તેની સંખ્યામાં ઘટાડો થતાં નાશ:પ્રાય બની શકે.
In simple words: If an animal loses its home or habitat, it becomes unsafe. Its population can decrease, and it might even become an endangered species.
Exam Tip: Emphasize that habitat loss directly threatens an animal's survival and can push species towards endangerment or extinction.
Question 3. ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો...
Answer:
1. ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોની માત્રા ઘટાડી થઈ જાય.
2. ભૂમિની ફળદ્રુપતામાં ધટાડો થતો જાય.
3. ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય.
In simple words: If the top layer of soil becomes exposed, the amount of organic matter in it will decrease. This leads to a drop in soil fertility, and eventually, fertile land might turn into a desert.
Exam Tip: Explain that the topsoil is crucial for fertility due to its organic content; its loss leads to desertification.
Question 5. ટૂંકમાં ઉત્તર આપોઃ
Question 1. આપણે જૈવવિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
Answer:
1. સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા
2. નિવસનતંત્રની આહારશૃંખલા અને આહારજાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ.
In simple words: We should protect biodiversity to stop living species from disappearing forever. It's also important for keeping the balance of food chains and food webs in the ecosystem.
Exam Tip: Focus on the twin goals of biodiversity conservation: preventing extinction and maintaining ecological balance.
Question 2. સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. શા કારણે?
Answer: સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે.
In simple words: Even protected forests aren't completely safe for wild animals because people living nearby overuse and destroy them.
Exam Tip: The main issue is human interference and overexploitation of resources by local communities near protected areas.
Question 3. કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે. કઈ રીતે?
Answer: કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે.
In simple words: Some tribal communities rely on forests for their homes, food, fuel, clothing, and other daily needs.
Exam Tip: Emphasize the holistic dependence of tribal communities on forests for all aspects of their life and sustenance.
Question 4. વનનાબૂદીનાં કારણો અને અસરો કઈ છે?
Answer:
વનનાબૂદીનાં કારણો:
1. ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત
2. રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત
3. બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ.
વનનાબૂદીની અસરો:
1. વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડનો વધારો
2. પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો
3. વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો.
In simple words: Deforestation occurs due to the need for land for farming, housing, and factories, as well as the overuse of wood for fuel and furniture. Its effects include increased carbon dioxide, rising global temperatures, more pollution, and reduced rainfall and soil fertility.
Exam Tip: Clearly list both the human-driven causes and the environmental consequences of deforestation for a comprehensive answer.
Question 5. રેડ ડેટા બુક એટલે શું?
Answer: રેડ ડેટા બુક એટલે નાશ:પ્રાય જાતિઓનો રેકૉર્ડ રાખતી બુક.
In simple words: The Red Data Book is a record book that lists endangered species.
Exam Tip: Define Red Data Book as a document for monitoring and documenting rare and endangered species.
Question 6. સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા?
Answer: સ્થળાંતરણઃ કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઊડી જાય છે.
ઠંડી સામે બચવા અને ઈંડાં મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે.
In simple words: Migration means that some bird species fly to more suitable habitats each year because of environmental changes in their original homes. Birds migrate to escape the cold and lay their eggs.
Exam Tip: Explain migration as a seasonal movement of animals, particularly birds, in response to environmental factors like climate and breeding needs.
Question 6. કારખાનાંઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યાં છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો.
Answer: ના, કોઈ પણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી.
આપણે ફક્ત વૃક્ષો કાપતાં નથી, પરંતુ ઘણાં પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ. પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની ઘણી દૂરગામી (લાંબા ગાળાની) હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે. કારખાનાંઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતાં વૃક્ષો દૂર કરાય છે.
In simple words: No, cutting down trees continuously for any project is not right. We are not just cutting trees; we are also destroying the natural homes of many animals. This upsets the environmental balance and has many harmful long-term effects on all living things. Factories increase pollution, and cutting trees removes natural pollution filters.
Exam Tip: Argue against deforestation by highlighting its dual impact: loss of habitat for animals and severe disruption to ecological balance and pollution control.
Question 7. તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવનારાં પગલાંની યાદી તૈયાર કરો.
Answer:
સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેનાં પગલાંની યાદી :
1. સ્થાનિક વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષો ઉગાડીશું.
2. રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું.
3. સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓની માહિતી આપીશું.
4. જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને – તેની સંભાળ રાખીશું.
5. વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું.
6. માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતાં અટકાવવાની જવાબદારી લઈશું.
In simple words: To keep our local area green, we can plant more trees and make sure they get enough water and care. We should also tell people about the benefits of trees and the harm caused by cutting them. On birthdays, we can plant a number of trees equal to our age and commit to protecting them, ensuring only branches are trimmed, not the whole tree.
Exam Tip: Provide practical, actionable steps that demonstrate individual and community involvement in environmental conservation.
Question 8. વનનાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે? સમજાવો.
Answer: વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે.
વનનાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ, બાષ્પરૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી. વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી તે વરસાદમાં ઘટાડો આવ્યો છે.
In simple words: Plants are crucial for maintaining the water cycle in the environment. When forests are cut down, plants stop absorbing water and releasing it as vapor. This means less water vapor collects in the atmosphere, preventing the conditions needed for it to cool and form rain. Also, with no trees to block rain-bearing winds, there is a decrease in rainfall.
Exam Tip: Link deforestation directly to the disruption of the water cycle, explaining how reduced transpiration and lack of obstruction for rain-bearing winds lead to less rainfall.
Question 9. તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો.
Answer: ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે.
1. ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન (સૌરાષ્ટ્ર) એશિયાઈ સિંહની વસતિ ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે.
2. બ્લેકબક (કાળિયાર) રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં આવેલું છે. કાળિયારની ખૂબ વસતિ ધરાવે છે.
3. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લામાં ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં નાશ:પ્રાય જાતિ પેઈન્ટેડ દેડકો જોવા મળે છે.
4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર નજીક) સમૃદ્ધ પરવાળાં, દરિયાઈ લીલ અને મેન્ગવ વિવિધતા માટે જાણીતા છે.
Exam Tip: When asked to locate on a map, precisely identify the region and mark the national parks, also mentioning their distinguishing features. The map of India helps visualize these locations.
Question 10. આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવાં કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે.
Answer: 1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણવિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. આથી કપાતાં વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ.
કાગળની બચત થઈ શકે તેવાં કાર્યોની યાદી:
1. કાગળનો પુનઃઉપયોગ તેમજ રિસાઇકલ કરવું જોઈએ.
2. નકામા પેપર / કાગળ ભેગા કરી તેને રિસાઈકલ માટે મોકલવા.
3. પરીક્ષામાં જવાબવહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો.
4. બૅન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બૅન્કિંગનો ઉપયોગ વધારવો.
5. વર્ગકાર્ય અને ગૃહકાર્ય માટે નોટબુક કે ફૂલસ્કેપનાં પાનાંઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો.
6. નોટબુકનાં પાનાં બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરી બગાડવામાં ન આવે.
7. જે-તે અભ્યાસ ધોરણને અંતે વધેલાં કોરાં પાનાં આગળના ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે.
8. અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે-તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને આપી તેનો ઉપયોગ કરાવવામાં આવે.
In simple words: We should save paper because making 1 ton of paper requires cutting 17 fully grown trees. By saving paper, we reduce the number of trees cut down. Ways to save paper include reusing and recycling paper, sending waste paper for recycling, avoiding unnecessary writing in exam answer sheets, using digital banking, fully using notebook pages, not wasting pages with random scribbles, using leftover blank pages from the current year for the next, and giving old textbooks to junior students.
Exam Tip: Connect paper saving to environmental conservation (trees) and provide diverse, practical examples of how to achieve it.
Question 11. નીચે આપવામાં આવેલ શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડાને પૂર્ણ કરો:
(RED DATA BOOK, ENDEMIC, EXTINCT, ENDANGERED, BIODIVERSITY, DESERTS)
ઊભી ચાવીઃ
1. જાતિ કે જે લુપ્તતાના આરે છે.
2. નાશપ્રાય જાતિઓની નોંધણી કરતી ચોપડી
5. વનનાબૂદીની અસર
આડી ચાવી:
1. જાતિ કે જે લુપ્ત થયેલ છે.
7. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
3. ચોક્કસ સ્થાને જ જોવા મળતી જાતિઓ
4. કોઈ વિસ્તારમાં અને સૂક્ષ્મ જીવોની
Answer:
Exam Tip: For crossword puzzles, read all clues first to identify overlapping letters and ensure consistent placement of words.
ભારતના મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો
Activity 4. તમારા પોતાના વિસ્તારમાં જૈવવિવિધતાનો નાશ કરનારાં કારણોની યાદી તૈયાર કરો. તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે જ જૈવવિવિધતામાં ખલેલ પહોંચાડે છે. મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો. તેને કેવી રીતે અટકાવી શકાય? તમારા વર્ગમાં તેની ચર્ચા કરો તથા સંક્ષિપ્તમાં અહેવાલ તમારી નોટબુકમાં નોંધો.
Answer: અમારા વિસ્તારમાં જૈવવિવિધતાનો નાશ કરનારાં મુખ્ય કારણોમાં વધતી વાહનવ્યવહાર, રસ્તા અને મેટ્રો પ્રોજેક્ટ્સ માટે વૃક્ષો કાપવા, ધુમાડા અને અવાજનું પ્રદૂષણ, તેમજ કીટકનાશકોનો છંટકાવ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ઘરમાં ભીંત ગરોળીનો નાશ કરવો, ઉંદર માટે ઝેરી દવાઓનો ઉપયોગ, મચ્છર, વંદા અને અન્ય જીવાતો સામે વિવિધ કીટનાશકોનો ઉપયોગ, બગીચામાં નીંદણ અને ઊધઈ વિરોધક દવાઓનો ઉપયોગ વગેરે પ્રવૃત્તિઓ અજાણપણે જૈવવિવિધતામાં ખલેલ પહોંચાડે છે.
અટકાવવાના ઉપાયો:
- બારીઓમાં મચ્છર પ્રવેશ અટકાવવા જાળીનો ઉપયોગ કરવો.
- ઘરમાં રસોડા અને શૌચાલયને યોગ્ય રીતે સ્વચ્છ રાખી જીવાતોનો ઉપદ્રવ ઓછો કરવો.
- ઉંદરને મારવાને બદલે તેમને પિંજરામાં પકડીને દૂર છોડી મૂકવા.
- બગીચાઓમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવો.
- સાપ કે અન્ય પ્રાણીને મારી નાખવાને બદલે તેમને પકડીને સર્પગૃહ કે પ્રાણીસંગ્રહાલયમાં લઈ જવા જોઈએ.
In simple words: In our area, biodiversity is mainly harmed by increasing traffic, cutting trees for roads and metros, smoke and noise pollution, and using pesticides. Activities like destroying wall lizards, using rat poison, applying various insecticides against mosquitoes, cockroaches, and other pests, and using weed and termite killers in gardens unintentionally disrupt biodiversity. To stop this, use window screens for mosquitoes, keep homes clean, trap rats instead of killing them, use organic fertilizers, and relocate harmful animals instead of killing them. This helps maintain the food web and prevent disruption to biodiversity.
Exam Tip: For environmental questions, always list specific causes, impacts, and practical prevention methods. Ensure your answer includes both human actions and natural factors.
Activity 5. તમારા આસપાસના વિસ્તારમાં આવેલી વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો તથા તેની યાદી બનાવો.
Answer:
વનસ્પતિસૃષ્ટિ: આ વિસ્તારમાં ઘાસ, આકડો, બોરડી, મેંદી, આંબો, પીપળો, વડ, બારમાસી, સૂર્યમુખી, સરગવો, સપ્તપર્ણી, અડુની વેલ, ગરમાળો, લીમડો વગેરે જેવી વિવિધ વનસ્પતિઓ જોવા મળે છે.
પ્રાણીસૃષ્ટિ: અહીં વંદો, કરોળિયાં, પતંગિયાં, કબૂતર, હોલા, કાગડા, ગરોળી, કાચિંડો, સાપ, નોળિયા, ઘો, કૂતરા, ગાય, ભેંસ, ઊંટ, ઘેટાં, બકરાં, ખિસકોલી જેવાં અનેક પ્રાણીઓનો સમાવેશ થાય છે.
In simple words: Try to identify and list the plants and animals in your local area. The plant life includes grass, milkweed, Indian plum, henna, mango, peepal, banyan, periwinkle, sunflower, drumstick, seven-leaf tree, Adulsa vine, Indian laburnum, and neem. The animal life includes cockroaches, spiders, butterflies, pigeons, doves, crows, lizards, chameleons, snakes, mongooses, horses, dogs, cows, buffaloes, camels, sheep, goats, and squirrels.
Exam Tip: When identifying local flora and fauna, try to observe common species. For comprehensive answers, consider a mix of wild and domesticated animals, and diverse plant types.
Activity 6. તમે કયા વિસ્તારમાં વસવાટ કરો છો, તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો.
Answer: અમારા (અમદાવાદ) વિસ્તારમાં કોઈ ખાસ સ્થાનિક વનસ્પતિ કે પ્રાણીઓ હાલ નથી. જોકે, અમારા ગુજરાત રાજ્યમાં એશિયાઈ સિંહ અને કચ્છના ઘુડખર મુખ્ય સ્થાનિક પ્રાણીઓ છે. આ ઉપરાંત ભાલિયા ઘઉં અને સફેદ મુસળી તેમજ ગૂગળ જેવી સ્થાનિક વનસ્પતિઓ પણ અહીં જોવા મળે છે. [નોંધ: જે-તે વિસ્તારના વિદ્યાર્થી પોતાના વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની માહિતી આપી શકે.]
In simple words: In our Ahmedabad region, no specific local plants or animals are officially registered. However, in the wider Gujarat state, Asiatic lions and wild asses of Kutch are recognized as local animal species. Bhalia wheat, Safed Musli, and Guggul are considered local plant species. (Note: Students can give information about the local plants and animals of their own area.)
Exam Tip: When answering about local biodiversity, differentiate between your immediate locality and the broader region. Include both common and unique species for a complete answer.
Activity 7. નજીકના પ્રાણીસંગ્રહાલયની મુલાકાત કરો. ત્યાંનાં પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવ્યાં છે, તેનું અવલોકન કરો. તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે? શું પ્રાણીઓ કુદરતી નિવાસ સ્થાન કરતાં કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે? તમારા મત મુજબ પ્રાણીઓ તેના કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે કે પ્રાણી ઉદ્યાનમાં?
Answer: પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓને જે પરિસ્થિતિમાં રાખવામાં આવે છે, તે યોગ્ય ગણાતી નથી, કારણ કે તેમને પિંજરામાં બંધ અવસ્થામાં રાખવામાં આવે છે. તેમ છતાં, શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ સામે તેમને રક્ષણ મળે છે, તેમજ ખોરાક અને આરોગ્યની પૂરતી સંભાળ રાખવામાં આવે છે. પ્રાણીઓ કૃત્રિમ નિવાસસ્થાનમાં જીવી શકે છે. જોકે, મારા મત મુજબ, પ્રાણીઓ તેમના કુદરતી નિવાસસ્થાનમાં વધુ આરામથી અને સ્વતંત્રતાથી રહી શકે છે.
In simple words: The conditions in zoos are not ideal for animals because they are kept in cages. Despite this, they receive protection from cold, heat, and rain, along with proper food and healthcare. Animals can survive in artificial habitats. However, in my opinion, animals are more comfortable and free in their natural homes.
Exam Tip: When discussing animal welfare, always compare the pros and cons of captive versus natural environments. Emphasize the importance of natural habitats for their well-being.
Additional Activity: સંકટયુક્ત જાતિઓના સંરક્ષણ માટે આપણા દેશમાં હાથ ધરાયેલી વિવિધ પરિયોજનાની જાણકારી પ્રાપ્ત કરો અને તેની નોંધ કરો.
Answer: સંકટયુક્ત જાતિઓના સંરક્ષણ માટે આપણા દેશમાં નીચે મુજબની વિવિધ પરિયોજનાઓ કાર્યરત છે:
1. વાઘ-સંરક્ષણ પરિયોજના: આ યોજના 1973માં શરૂ કરવામાં આવી હતી. હાલમાં તે દેશના 15 વિસ્તારોમાં કાર્યરત છે. જેના પરિણામે વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
2. ગીર સિંહ-સંરક્ષણ પરિયોજના: એશિયાઈ સિંહની વસતિ ફક્ત ગીરનાં જંગલોમાં જ મળે છે. ગીરમાં સિંહની વસતિને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી અને તેમને હાનિ પહોંચાડતા પરિબળોને અટકાવવા માટે આ પરિયોજના 1972માં શરૂ થઈ હતી.
3. હંગુલ-સંરક્ષણ પરિયોજના: કશ્મીરી સ્ટેગ તરીકે જાણીતા હંગુલ હરણને બચાવવા અને તેમની વસતિમાં વૃદ્ધિ કરવા માટે આ પરિયોજના શરૂ કરવામાં આવી હતી.
4. કસ્તૂરીમૃગ-સંરક્ષણ પરિયોજના: નર કસ્તૂરીમૃગના શરીરમાં આવેલી ગ્રંથિમાં સુગંધિત પદાર્થ કસ્તુરી (musk) હોય છે. આ પદાર્થ ઔષધિ તરીકે ઉપયોગી છે. તેની કિંમત સોના કરતાં પણ વધુ હોય છે. તે મેળવવા માટે કસ્તૂરીમૃગનો મોટા પાયે થતો શિકાર રોકવા આ પરિયોજના અમલમાં છે.
5. મગર-ઉછેર કેન્દ્ર પરિયોજના: 1975માં આ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો. હાલમાં દેશમાં 16 મગર-ઉછેર કેન્દ્રો કાર્યરત છે.
In simple words: Various projects have been launched in our country to protect endangered species. These include the Tiger Conservation Project (started in 1973, covering 15 areas, showing an increase in tiger numbers), the Gir Lion Conservation Project (started in 1972 to protect Asiatic lions in Gir forests), the Hangul Conservation Project (to save Kashmiri stags and increase their population), the Musk Deer Conservation Project (to stop large-scale hunting of musk deer for their valuable musk), and the Crocodile Breeding Center Project (started in 1975, with 16 centers now operating in the country).
Exam Tip: For questions about conservation projects, remember to include the project name, its purpose, the year of initiation, and any notable achievements or current status.
Free study material for Science
GSEB Solutions Class 8 Science Chapter 07 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
Students can now access the GSEB Solutions for Chapter 07 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 8 Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 07 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 8 Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 8 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Science Class 8 Solved Papers
Using our Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 8 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 07 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 8 Science Solutions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ is available for free on StudiesToday.com. These solutions for Class 8 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 8 Science Solutions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Science Solutions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Science. You can access GSEB Class 8 Science Solutions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 8 Science Solutions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ in printable PDF format for offline study on any device.