GSEB Class 8 Science Solutions Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ

Step-by-Step Textbook Solutions for Class 8 Science Chapter 05 કોલસો અને પેટ્રોલિયમ

Review structured textbook solutions for Class 8 Science Chapter 05 કોલસો અને પેટ્રોલિયમ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Download Chapter 05 કોલસો અને પેટ્રોલિયમ Textbook Solutions PDF

Access the complete solution PDF for Class 8 Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

 

Question 1. CNG અને LPGને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે?
Answer: CNG અને LPGને બળતણ તરીકે વાપરવાના ફાયદા:
1. CNG અને LPG સ્વચ્છ બળતણો છે.
2. આ બંનેનો ઉપયોગ ઓછું પ્રદૂષણ ફેલાવે છે.
3. CNGનો ઉપયોગ વીજળી-ઉત્પાદન માટે કરવામાં આવે છે.
4. CNGનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાંઓમાં પાઈપલાઈનથી પહોંચાડી શકાય છે.
5. તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે.
In simple words: CNG અને LPG બંને સ્વચ્છ ઇંધણ છે જે ઓછું પ્રદૂષણ ફેલાવે છે. CNGનો ઉપયોગ વીજળી બનાવવા માટે થાય છે અને તેને પાઇપલાઇન દ્વારા ઘરો કે ફેક્ટરીઓમાં સરળતાથી પહોંચાડી શકાય છે.

Exam Tip: જ્યારે બળતણના ફાયદા પૂછવામાં આવે ત્યારે હંમેશા પર્યાવરણીય અસર અને વિતરણની સરળતા જેવા મુદ્દાઓ પર ધ્યાન આપો.

 

Question 2. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો.
Answer: પેટ્રોલિયમની પેદાશ બિટ્યુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે.
In simple words: બિટ્યુમિન નામની પેટ્રોલિયમની બનાવટ રસ્તાઓને સપાટ કરવામાં કામ આવે છે.

Exam Tip: બિટ્યુમિન અને ડામર વચ્ચેનો તફાવત યાદ રાખો, કારણ કે બંનેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે થાય છે, પરંતુ તે અલગ પદાર્થો છે.

 

Question 3. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે?
Answer: લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજવાળા વિસ્તારોમાં ગીચ જંગલો હતાં. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયાં. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતાં ગયાં. ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીમે ધીમે કોલસામાં રૂપાંતર પામતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે. મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે.
In simple words: લાખો વર્ષો પહેલાં, જંગલો જમીનની નીચે દટાઈ ગયાં. ગરમી અને દબાણથી, મૃત છોડ ધીમે ધીમે કોલસામાં બદલાયા. આ ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે.

Exam Tip: કોલસાના નિર્માણ માટેના મુખ્ય પરિબળો (ઊંચું દબાણ, ઊંચું તાપમાન અને લાખો વર્ષો) અને પ્રક્રિયાના નામ (કાર્બોનાઇઝેશન) પર ભાર મૂકો.

 

Question 4. ખાલી જગ્યા પૂરોઃ
Answer:

 

Question 1. ______ અને ~ અશ્મિબળતણો છે.
Answer: કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ
In simple words: કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અશ્મિભૂત ઇંધણ છે.

Exam Tip: અશ્મિભૂત ઇંધણના મુખ્ય ત્રણ ઉદાહરણો યાદ રાખવા અગત્યના છે.

 

Question 2. પેટ્રોલિયમમાંથી વિવિધ ધટકોને અલગ કરવાની પ્રક્રિયાને ______ કહે છે.
Answer: શુદ્ધીકરણ
In simple words: પેટ્રોલિયમના જુદા જુદા ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહેવાય છે.

Exam Tip: પેટ્રોલિયમના શુદ્ધિકરણની પ્રક્રિયાને "ફ્રેક્શનલ ડિસ્ટિલેશન" પણ કહેવાય છે, જેમાંથી પેટ્રોલ, ડીઝલ વગેરે મળે છે.

 

Question 3. ______ એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે.
Answer: CNG
In simple words: CNG વાહનો માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું ઇંધણ છે.

Exam Tip: CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) તેની પર્યાવરણ-મૈત્રીપૂર્ણ લાક્ષણિકતાઓ માટે જાણીતું છે, જે તેને પરંપરાગત ઇંધણ કરતાં ઉત્તમ બનાવે છે.

 

Question 5. નીચેના વિધાનોમાં ખરા માટે 1 પર અને ખોટા માટે પર / કરો
Answer:

 

Question 1. અશ્મિબળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે. (T/F)
Answer: F
In simple words: અશ્મિભૂત ઇંધણને લેબોરેટરીમાં બનાવી શકાતું નથી કારણ કે તેને બનવામાં લાખો વર્ષો લાગે છે.

Exam Tip: યાદ રાખો કે અશ્મિભૂત ઇંધણ કુદરતી રીતે બને છે અને તેને બનવામાં કરોડો વર્ષો લાગે છે, તેથી તેને પ્રયોગશાળામાં બનાવવું શક્ય નથી.

 

Question 2. CNG એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. (T/F)
Answer: F
In simple words: CNG પેટ્રોલ કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

Exam Tip: CNGને સામાન્ય રીતે વધુ સ્વચ્છ બળતણ માનવામાં આવે છે કારણ કે તે પેટ્રોલની સરખામણીમાં ઓછા હાનિકારક ઉત્સર્જન ઉત્પન્ન કરે છે.

 

Question 3. કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. (T/F)
Answer: T
In simple words: કોક એ કાર્બનનું લગભગ શુદ્ધ રૂપ છે.

Exam Tip: કોક એ કોલસાના સખત ગરમ કરવાથી બને છે, જેમાં અશુદ્ધિઓ દૂર થાય છે અને તે લગભગ શુદ્ધ કાર્બન રહે છે.

 

Question 4. કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. (T/F)
Answer: T
In simple words: કોલટાર એ ઘણા પદાર્થોનું મિશ્રણ છે.

Exam Tip: કોલટાર એ કોલસાના પ્રોસેસિંગમાંથી મળતું એક ગાઢ, કાળું, ચીકણું પ્રવાહી છે, જેમાં વિવિધ રસાયણો હોય છે.

 

Question 5. કેરોસીન એ અશ્મિબળતણ નથી. (T/F)
Answer: F
In simple words: કેરોસીન અશ્મિભૂત ઇંધણનો એક પ્રકાર છે.

Exam Tip: કેરોસીન પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે, જે અશ્મિભૂત ઇંધણનો એક પ્રકાર છે.

 

Question 6. શા માટે અશ્મિબળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો.
Answer: અશ્મિબળતણ બનતાં લાખો વર્ષો લાગ્યાં છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિબળતણનો ખૂબ ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિબળતણનો જથ્થો મર્યાદિત છે. આ કારણે અશ્મિબળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે.
In simple words: અશ્મિભૂત ઇંધણ બનવામાં લાખો વર્ષો લાગે છે અને તેનો જથ્થો મર્યાદિત છે. માણસો તેનો ખૂબ ઉપયોગ કરે છે, તેથી તે ફરીથી બની શકતું નથી.

Exam Tip: અશ્મિભૂત ઇંધણને 'અપ્રાપ્ય' તરીકે વર્ણવતી વખતે, તેના નિર્માણ માટેનો સમયગાળો અને તેની મર્યાદિત ઉપલબ્ધતા બંને મુદ્દાઓને સામેલ કરો.

 

Question 7. કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો.
Answer: કોકના ગુણધર્મો
1. તે સખત છે.
2. તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે.
3. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. (તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87 %થી 89 % છે.)
4. તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી.
કોકના ઉપયોગો :
1. સ્ટીલના ઉત્પાદનમાં
2. કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં.
In simple words: કોક સખત, છિદ્રાળુ અને કાળા રંગનો હોય છે, જે લગભગ શુદ્ધ કાર્બન છે અને બળતી વખતે ધુમાડો ઉત્પન્ન કરતો નથી. તેનો ઉપયોગ સ્ટીલ બનાવવા અને ધાતુઓ કાઢવા માટે થાય છે.

Exam Tip: કોકના ગુણધર્મોને યાદ રાખવા માટે 'સખત, છિદ્રાળુ, કાળો અને શુદ્ધ' કીવર્ડ્સનો ઉપયોગ કરો. તેના ઉપયોગોમાં સ્ટીલ ઉદ્યોગ અને ધાતુ નિષ્કર્ષણ મુખ્ય છે.

 

Question 8. પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો.
Answer: સમુદ્રમાં રહેતાં સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતાં તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીનાં સ્તરોથી ઢંકાતા ગયા. તેમના પર સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે – દટાયેલા જીવોના અવશેષોનું જૈવરાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. (પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયો હતો.)
In simple words: લાખો વર્ષો પહેલાં, સમુદ્રી જીવો મૃત્યુ પામીને સમુદ્રના તળિયે જમા થયા. રેતી અને માટીથી દટાઈ જવાથી, તેઓ ઊંચા દબાણ અને તાપમાન હેઠળ પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાં બદલાયા.

Exam Tip: પેટ્રોલિયમના નિર્માણમાં સમુદ્રી જીવો, દબાણ, તાપમાન અને લાખો વર્ષોના સમયગાળાની ભૂમિકાને યાદ રાખવી જરૂરી છે. પ્રક્રિયાના તબક્કાઓ સ્પષ્ટ રીતે વર્ણવો.

 

Question 9. નીચેનું કોષ્ટક કુલ પાવર તંગી દર્શાવે છે. આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો. Y-અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા X-અક્ષ ઉપર વર્ષને દર્શાવોઃ
Answer: નીચે આપેલ કોષ્ટક કુલ પાવર તંગી દર્શાવે છે:

ક્રમવર્ષતંગી (%)ક્રમવર્ષતંગી (%)
119917.9519957.1
219927.8619969.2
319938.37199711.5
419947.4

આ માહિતીનો આલેખ નીચે દર્શાવવામાં આવ્યો છે:
X-અક્ષ: વર્ષ Y-અક્ષ: પાવર તંગીની ટકાવારી 7.9 7.8 8.3 7.4 7.1 9.2 11.5 1991 1992 1993 1994 1995 1996 1997 7.9
In simple words: ઉપરનું કોષ્ટક અલગ અલગ વર્ષોમાં કેટલી પાવરની કમી હતી તે બતાવે છે. આલેખમાં X-અક્ષ પર વર્ષ અને Y-અક્ષ પર પાવર કમીની ટકાવારી દર્શાવવામાં આવી છે. લાલ રેખા બતાવે છે કે 1991 થી 1995 સુધી પાવર કમી સ્થિર રહી હતી, પછી 1996 અને 1997માં તેમાં વધારો થયો.

Exam Tip: જ્યારે કોઈ ડેટા કોષ્ટકમાં હોય અને તેને આલેખ સ્વરૂપે રજૂ કરવાનું કહેવામાં આવે, ત્યારે X-અક્ષ અને Y-અક્ષને યોગ્ય રીતે લેબલ કરો અને ડેટા પોઈન્ટ્સને ચોક્કસપણે પ્લોટ કરો.

 

Gseb Class 8 Science ડોસો અને પેટ્રોલિયમ Textbook Activities

 

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

 

પ્રવૃત્તિ 1:

રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો તથા તેને કુદરતી અને માનવસર્જિતમાં વર્ગીકરણ કરો. [નોંધઃ માનવસર્જિત પદાર્થો પુષ્કળ છે. અહીં કેટલાક પદાર્થોનું વર્ગીકરણ આપ્યું છે.]

કુદરતીમાનવસર્જિત
હવા, સૂર્યપ્રકાશ, પાણી, માટી, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, વૃક્ષો, ફળો, શાકભાજી, ખનીજો, કુદરતી રેસા વગેરે.પેટ્રોલિયમની પેદાશો, પ્લાસ્ટિક, સંશ્લેષિત રેસાઓ, રબર, મનોરંજનનાં સાધનો, વાહનો, સાબુ, સુગંધિત દ્રવ્યો, ઘરવપરાશની વસ્તુઓ વગેરે.

 

પ્રવૃત્તિ 2. (આ જૂથ પ્રવૃત્તિ છે.)

થોડાં પાત્રો લો. તેને પોપકૉર્ન / શીંગદાણાને શેકેલા ચણા, ચૉકલેટ વગેરેથી ભરો. વિદ્યાર્થીઓને સાતનાં જૂથમાં વહેંચો. દરેક જૂથના વિદ્યાર્થીને પેટાજૂથમાં 1, 2 અને 4 એમ વહેંચો. તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો. આ પેટા જૂથ એ વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ વસતી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં વપરાશકારો છે. દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો. દરેક જૂથના પ્રથમ વપરાશકારોના જૂથને તેમના ટેબલ પર મૂકેલા પાત્રમાંથી ખાદ્યસામગ્રી વાપરવાનું કહો. ત્યારબાદ બીજી પેઢીના વપરાશકારોને પણ એમ જ કહો. જો પાત્રમાં કંઈ બચ્યું હોય, તો ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને પણ તે વાપરવાનું કહો. હવે અંતે નિરીક્ષણ કરો કે ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને કંઈ ખાદ્યસામગ્રી મળે છે કે નહીં? એ પણ જુઓ કે પાત્રમાં હજુ પણ કેટલું બચ્યું છે કે નહીં? હવે અનુમાન કરો કે, પાત્રોમાં રહેલી ખાદ્યસામગ્રી જુદા જુદા કુદરતી સંસાધનો જેમ કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે. દરેક જૂથની વપરાશની પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે. શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચુ હતી? એવું પણ બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી પછીની પેઢીનો ખ્યાલ કરીને તેમના માટે થોડું બચાવીને પણ રાખે. આ પ્રવૃત્તિમાં બતાવ્યા મુજબ દરેક પેઢી કુદરતી અને માનવસર્જિત પદાર્થોનો ઉપયોગ કરે છે. પછીની પેઢી બાકી રહેલા પદાર્થોનો ઉપયોગ કરે છે. દરેક પગથિયે થયેલા વપરાશને કારણે પછીની પેઢી માટે પદાર્થો ઘટતા જાય છે. આ સૂચવે છે કે દરેક પેઢીએ પછીની પેઢીનો વિચાર કરી પદાર્થોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આમ, નહિ થાય તો પછીની પેઢી માટે કશું જ બાકી રહેશે નહિ અને તેમનું અસ્તિત્વ જોખમાશે.

Free study material for Science

Free GSEB Textbook Explanations: Class 8 Science Chapter 05 કોલસો અને પેટ્રોલિયમ

Official GSEB Solutions for Chapter 05 કોલસો અને પેટ્રોલિયમ

Explore reliable textbook solutions for Chapter 05 કોલસો અને પેટ્રોલિયમ tailored for Class 8 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Science.

Step-by-Step Explanations for Chapter 05 કોલસો અને પેટ્રોલિયમ

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 8 Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Next Steps in Your Science Revision

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 8 Science.

FAQs

Where can I find the latest GSEB Class 8 Science Solutions Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Science Solutions Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ is available for free on StudiesToday.com. These solutions for Class 8 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Science Solutions Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Science Solutions Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Science Solutions Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Science. You can access GSEB Class 8 Science Solutions Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Science Solutions Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ in printable PDF format for offline study on any device.