GSEB Class 8 Science Solutions Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ

Get the most accurate GSEB Solutions for Class 8 Science Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 8 Science. Our expert-created answers for Class 8 Science are available for free download in PDF format.

Detailed Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ GSEB Solutions for Class 8 Science

For Class 8 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 8 Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ solutions will improve your exam performance.

Class 8 Science Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ GSEB Solutions PDF

Textbook Exercise Questions

 

Question 1. પાણી જુદી જુદી કઈ રીતે દૂષિત થાય છે?
Answer: પાણી નીચે આપેલી અલગ-અલગ રીતોથી દૂષિત થાય છે:
1. પ્રક્રિયા કર્યા વગરનો મળમૂત્રનો કચરો (સુએઝ) સીધો જ નદીમાં છોડી દેવાય છે.
2. ઉદ્યોગોનો હાનિકારક રસાયણોવાળો કચરો પાણીમાં ભેળવી દેવામાં આવે છે.
3. ખેતરોમાં પાકના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતાં જંતુનાશકો અને નીંદણનાશકો પાણીમાં ઓગળીને જળાશયો કે નદીઓમાં ભળી જાય છે.
4. નહાવા, કપડાં-વાસણ ધોવાની પ્રવૃત્તિઓ, પશુઓને તળાવ કે જળાશયના પાણીમાં નવડાવવાથી થાય છે.
5. નદીમાં ફૂલ, અસ્થિ વિસર્જન તેમજ દેવી-દેવતાઓની મૂર્તિઓના વિસર્જન કરવાથી પણ પ્રદૂષણ થાય છે.
In simple words: Water gets dirty in many ways, like when untreated sewage and harmful chemicals from factories are released directly into rivers, pesticides from farms wash into water bodies, and when people or animals bathe in lakes and rivers. Even disposing of flowers and idols in rivers pollutes the water.

Exam Tip: For questions about water pollution, remember to list specific sources like industrial waste, domestic sewage, agricultural runoff, and religious practices.

 

Question 2. વાયુ પ્રદૂષણ ઘટાડવા અંગત રીતે તમે કઈ રીતે મદદરૂપ થઈ શકો?
Answer: વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે આપણે અંગત રીતે નીચે મુજબ મદદ કરી શકીએ છીએ:
1. વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરીને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં ઘટાડો કરી શકીએ.
[આકૃતિ 18.1 : છોડ વાવતાં બાળકો]
2. શક્ય હોય ત્યાં સુધી રાજ્ય કે મ્યુનિસિપાલિટી પરિવહન સેવાનો ઉપયોગ કરીએ.
3. વાહનોમાં CNG કે સીસારહિત પેટ્રોલનો ઉપયોગ કરીએ.
[આકૃતિ 18.2 : CNGથી ચાલતી જાહેર વાહનવ્યવહારની બસ]
4. નજીકના અંતરો માટે વાહનના બદલે સાઇકલનો ઉપયોગ કરીએ.
5. ટ્રાફિક જંક્શનોએ સાઇડલ બંધ હોય ત્યારે વાહન બંધ કરીએ.
6. જૈવવિઘટનીય કચરો બાળવાના બદલે ખાતર બનાવવા માટે ઉપયોગમાં લઈએ.
7. સૌર-ઊર્જા પર આધારિત ઉપકરણોનો ઉપયોગ કરીએ.
8. દિવાળી તેમજ વારપ્રસંગે ફટાકડા ફોડવાની પ્રવૃત્તિ અટકાવીએ.
In simple words: To reduce air pollution, we can plant more trees, use public transport or bicycles for short distances, use CNG or lead-free petrol in vehicles, turn off car engines at traffic signals, make compost from biodegradable waste instead of burning it, use solar energy, and avoid bursting firecrackers.

Exam Tip: Focus on daily habits and sustainable choices when suggesting personal ways to reduce air pollution.

 

Question 3. ચોખ્ખું અને પારદર્શક પાણી હંમેશાં પીવાલાયક હોય છે. ટિપ્પણી આપો.
Answer: ચોખ્ખું અને પારદર્શક પાણી હંમેશાં પીવાલાયક હોય છે, તે સાચું નથી. આ પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવો તથા ઓગળેલી અશુદ્ધિઓ હોઈ શકે છે. આ પ્રદૂષકો નરી આંખે જોઈ શકાતા નથી. તેથી પાણીને ઉકાળીને શુદ્ધ કર્યા પછી જ પીવાલાયક ગણવું જોઈએ.
In simple words: Clear and transparent water is not always safe to drink because it can still contain invisible germs and dissolved impurities. You should boil water to purify it before drinking.

Exam Tip: Emphasize that physical appearance alone cannot guarantee water purity; unseen contaminants are a major concern.

 

Question 4. તમે તમારા ગામની નગરપાલિકા સમિતિના સભ્ય છો. તમારા ગામના રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળે તેવી ખાતરી આપતાં પગલાંની યાદી તૈયાર કરો.
Answer: ગામના રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળે તેવાં પગલાંઓની યાદી:
1. પાણીની ટાંકીને નિયત સમયાંતરે સાફ કરાવવી.
2. પાણીની ટાંકીમાં ક્લોરિન ટેબ્લેટ નિયત માત્રામાં ઉમેરવી.
3. પાણીની ટાંકીથી રહેઠાણ વિસ્તાર સુધી પાણી પહોંચાડતી પાઇપોની યોગ્ય ચકાસણી કરાવવી.
4. પાણીના સ્રોતને પ્રદૂષિત કરે તેવી પ્રવૃત્તિઓ બંધ કરાવવી.
In simple words: To ensure clean water supply, we should regularly clean water tanks, add chlorine tablets in correct amounts, check pipelines for issues, and stop activities that pollute water sources.

Exam Tip: When listing steps for clean water, include maintenance, chemical treatment, infrastructure checks, and source protection.

 

Question 5. શુદ્ધ અને પ્રદૂષિત હવા વચ્ચેના તફાવત જણાવો.
Answer:

શુદ્ધ હવાપ્રદૂષિત હવા
(1) શુદ્ધ હવા રોગકારક અને હાનિકારક પ્રદૂષકોથી મુક્ત હોય છે.(1) પ્રદૂષિત હવા ધુમાડા, રજકણો, ક્યારેક ધુમ્મસવાળી હોય છે.
(2) તેમાં 78 % નાઇટ્રોજન, 21 % ઓક્સિજન અને અન્ય વાયુઓ કાર્બન ડાયોક્સાઈડ, આર્ગોન, ઓઝોન, મિથેન, પાણીની બાષ્પ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે.(2) તેમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. વાયુઓમાં મુખ્યત્વે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ભળેલા હોય છે.

In simple words: Clean air is free from germs and harmful pollutants, and has a normal mix of gases like 78% nitrogen and 21% oxygen. Polluted air, on the other hand, contains smoke, dust, and sometimes smog, with lower oxygen levels and extra harmful gases like nitrogen and sulfur oxides.

Exam Tip: When differentiating between pure and polluted air, highlight the presence or absence of pollutants and changes in natural gas composition.

 

Question 6. ઍસિડવર્ષા આપણને કઈ રીતે અસર કરે છે?
Answer: ઍસિડવર્ષા થવા માટેના સંજોગો: અશ્મિબળતણના ઉપયોગથી સલ્ફર-ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકો વાતાવરણમાં ભળી જાય છે. આ પ્રદૂષક વાયુઓ વાતાવરણમાં રહેલી પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક ઍસિડ અને નાઇટ્રિક ઍસિડ બનાવે છે. આ ઍસિડ વરસાદના પાણીમાં ભળીને નીચે પડે છે, તેથી ઍસિડવર્ષા થાય છે.
ઍસિડવર્ષાથી થતી અસરો:
1. ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓની શોભા ખંડિત થાય છે.
2. પીવાના પાણીને ઍસિડિક બનાવે છે. તે પાચનમાર્ગમાં બળતરા પેદા કરે છે.
3. કૃષિ પાક અને વૃક્ષોને નુકસાન પહોંચાડે છે.
4. ભૂમિની ઍસિડિકતા વધારે છે. ભૂમિ પાક-ઉત્પાદન માટે નકામી બનતી જાય છે.
5. આપણી ચામડી પર બળતરા થાય છે.
In simple words: Acid rain happens when pollution from burning fossil fuels releases sulfur and nitrogen oxides into the air. These gases mix with water vapor to form sulfuric and nitric acids, which then fall as rain. Acid rain harms old buildings, makes drinking water acidic, damages crops and trees, makes soil infertile, and irritates our skin.

Exam Tip: For acid rain, explain both its formation from pollutants and its diverse harmful effects on structures, water, agriculture, soil, and human health.

 

Question 7. નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી?
(a) કાર્બન ડાયૉક્સાઈડ
(b) સલ્ફર ડાયૉક્સાઇડ
(c) મિથેન
(d) નાઇટ્રોજન
Answer: (d) નાઇટ્રોજન
In simple words: Among the choices, nitrogen is not considered a greenhouse gas. The other gases like carbon dioxide, sulfur dioxide, and methane contribute to the greenhouse effect.

Exam Tip: Remember common greenhouse gases like carbon dioxide, methane, and nitrous oxide. Nitrogen, while abundant, does not trap heat in the same way.

 

Question 8. તમારા પોતાના શબ્દોમાં 'ગ્રીનહાઉસ અસર' વર્ણવો.
Answer: પૃથ્વી પર આવતા સૂર્યના વિકિરણોનો કેટલોક ભાગ પૃથ્વી દ્વારા શોષાઈ જાય છે, જ્યારે કેટલોક ભાગ અવકાશમાં પાછો પરાવર્તિત થાય છે. પરાવર્તિત થતાં વિકિરણોનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે. જે પૃથ્વીને ફરીથી ગરમ કરે છે.
કેટલીક નર્સરીમાં તૈયાર કરવામાં આવતા ગ્લાસ હાઉસમાં અંદરની ગરમી બહાર ન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણો રોકી ઉષ્ણ કરવાની બાબતને ગ્રીનહાઉસ અસર કહે છે.
ગ્રીનહાઉસ અસર સર્જવા માટે મુખ્ય જવાબદાર વાયુ \( \text{CO}_2 \) છે.
In simple words: The greenhouse effect is like a glasshouse. Some of the sun's energy hits Earth, and some bounces back into space. But parts of Earth's atmosphere trap some of this reflected heat, warming the planet. This warming effect is similar to how a greenhouse stays warm, and carbon dioxide is the main gas causing it.

Exam Tip: Use the analogy of a "glasshouse" or "greenhouse" to simply explain how the atmosphere traps heat, and clearly state that \( \text{CO}_2 \) is the primary culprit.

 

Question 9. ગ્લોબલ વૉર્મિંગ એટલે શું? તેની અસરો અને નિયંત્રણના ઉપાયો વર્ણવો.
Answer: પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે થતા વધારાને ગ્લોબલ વૉર્મિંગ કહે છે.
વનકટાઈને કારણે પૃથ્વી પર વનસ્પતિ આવરણો ઘટતા જાય છે. પરિણામે વાતાવરણમાં \( \text{CO}_2 \)ના પ્રમાણમાં વધારો થાય છે. \( \text{CO}_2 \) પૃથ્વી પરથી પરાવર્તિત કિરણોને શોષી અવકાશમાં જતા રોકે છે. માનવ પ્રવૃત્તિઓ દ્વારા \( \text{CO}_2 \) ઉપરાંત અન્ય ગ્રીનહાઉસ વાયુઓ મિથેન, નાઇટ્રસ ઑક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં ભળી જાય છે. આ સ્થિતિને નિયંત્રિત કરવામાં ન આવે તો 21મી સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જવાનું અનુમાન છે.
ગ્લોબલ વૉર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશો પર બરફ ઓગળે અને દરિયાની સપાટીમાં વધારો જોવા મળે. દરિયાકિનારાના વિસ્તારોનું અસ્તિત્વ જોખમમાં મૂકાવાની શક્યતા વધે છે. ગ્લોબલ વૉર્મિંગથી વરસાદ પડવાની પદ્ધતિમાં, કૃષિ-ઉત્પાદન, જંગલો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિશાળ શ્રેણી પર હાનિકારક અસરો ઊભી થઈ શકે છે.
પૃથ્વી પર જંગલોની જાળવણી અને શક્ય તેટલાં વધુ વૃક્ષો ઉછેરી ગ્લોબલ વૉર્મિંગની અસરોને નિયંત્રિત કરી શકાય.
In simple words: Global warming is the slow increase in Earth's average temperature. It's caused by less tree cover and more greenhouse gases like carbon dioxide, methane, nitrous oxide, and CFCs from human activities. This traps heat, potentially raising temperatures by 2 degrees Celsius by the end of the century. Its effects include melting ice, rising sea levels, changes in rainfall, and harm to farms, forests, plants, and animals. To control it, we need to protect forests and plant more trees.

Exam Tip: Define global warming, then clearly list its causes (deforestation, greenhouse gases), major effects (ice melt, sea level rise, ecosystem impact), and primary solutions (afforestation, forest conservation).

 

Question 10. તાજમહાલની સુંદરતા પર રહેલું જોખમ વર્ણવો.
Answer: આગ્રામાં આવેલો તાજમહાલ ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. તાજમહાલ સફેદ આરસથી બનાવેલી ઐતિહાસિક ઈમારત છે.
આગ્રા અને તેની આસપાસ રબર પ્રોસેસિંગ, વાહન તેમજ રસાયણ ઉદ્યોગો અને મથુરા ઓઇલ રિફાઇનરી આવેલી છે. આ ઉદ્યોગો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરે છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી ઍસિડ બનાવે છે. વરસાદ સાથે સલ્ફ્યુરિક ઍસિડ અને નાઇટ્રિક ઍસિડ ભળી ઍસિડવર્ષા સર્જે છે. ઍસિડવર્ષાથી તાજમહાલનો આરસ ખવાતો જાય છે. તેને આરસનું કેન્સર (આકૃતિ 18.3: તાજમહાલ) કહે છે. મથુરા ઓઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થતા સૂક્ષ્મ કણો આરસને પીળો પાડે છે.
આમ, તાજમહાલની સુંદરતા પર હવાના પ્રદૂષકોનું જોખમ રહેલું છે.
In simple words: The Taj Mahal, a beautiful white marble monument, is endangered by air pollution from industries and the Mathura oil refinery in and around Agra. These release sulfur and nitrogen oxides, which turn into sulfuric and nitric acids when mixed with atmospheric water vapor. This causes acid rain, making the marble slowly erode, a process called 'marble cancer'. Tiny particles from the refinery also make the marble turn yellow. So, air pollutants are a big threat to the Taj Mahal's beauty.

Exam Tip: Explain the specific pollutants (sulfur, nitrogen oxides), their source (industries, refinery), the resulting phenomenon (acid rain, marble cancer), and the visual effect (yellowing) on the Taj Mahal.

 

Question 11. શા માટે પોષક દ્રવ્યોનું પાણીમાં વધતું પ્રમાણ જલીય જીવોના ટકી રહેવાને અસરકર્તા હોય છે?
Answer: ખેતરોમાં કૃષિ-ઉત્પાદન વધારે મેળવવા અનિયંત્રિત રાસાયણિક ખાતરોનો વપરાશ થાય છે. આવા રસાયણો પાણીમાં ઓગળીને વરસાદના પાણી વડે ધોવાણ પામી જળાશયોમાં એકત્રિત થાય છે. આ રસાયણોમાં રહેલા નાઇટ્રેટ અને ફૉસ્ફેટ - લીલના વિકાસ માટે પોષક દ્રવ્યો તરીકે કામ કરે છે. પાણીમાં આ પોષકદ્રવ્યો વધતાં લીલનું પ્રમાણ વધે છે. લીલ મૃત થાય ત્યારે વિઘટકો (બૅક્ટેરિયા) તેનું વિઘટન કરે છે. આ ક્રિયામાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વધારે માત્રામાં વપરાઈ જાય છે. જળાશયના પાણીમાં ઓગળેલા ઓક્સિજનના સ્તરમાં ઘટાડો જલીય જીવોનું મૃત્યુ પ્રેરે છે.
આમ, પોષક દ્રવ્યોનું વધતું પ્રમાણ જલીય જીવોના અસ્તિત્વને જોખમમાં મૂકે છે.
In simple words: When too many chemical fertilizers are used in farms, their nitrates and phosphates wash into water bodies. These nutrients cause a lot of algae to grow. When these algae die, bacteria break them down, using up a lot of the dissolved oxygen in the water. This lack of oxygen kills other aquatic animals, making it hard for them to survive.

Exam Tip: Explain the full chain of events: nutrient runoff \( \implies \) algal bloom \( \implies \) bacterial decomposition \( \implies \) oxygen depletion \( \implies \) death of aquatic life (eutrophication).

GSEB Class 8 Science Air And Water Pollution Textbook Activities

Understanding Textbook Activities

Activity 1:

Compare Air Quality Of Various Places

[આકૃતિ: શહેરનો ભીડભાડવાળો રસ્તો]

Method: વિવિધ સ્થળો જેવા કે બગીચો તથા વ્યસ્ત રસ્તો, રહેઠાણ વિસ્તાર તથા ઔદ્યોગિક વિસ્તાર, શહેરના વ્યસ્ત ટ્રાફિક ધરાવતી જગ્યા, ગામડા તથા શહેરની મુલાકાત ગોઠવો. શહેરના વ્યસ્ત ટ્રાફિક જંક્શન પર સવાર, બપોર અને સાંજે જુદા જુદા સમયે પસાર થાઓ. આ દરેક સ્થળ વિસ્તારની હવાની ગુણવત્તા વિશે તમે શું અનુભવો છો? તે નોંધો.

Observation:
1. બગીચાની હવા શુદ્ધ અને શ્વાસ લેવામાં ખૂબ આરામદાયક હોય છે, જ્યારે વ્યસ્ત રસ્તાની હવા ઓછી ગુણવત્તાવાળી હોય છે.
2. રહેણાંક વિસ્તાર કરતાં ઔદ્યોગિક વિસ્તારની હવામાં ધુમાડા અને રજકણો વધારે હોય છે.
3. શહેરના વ્યસ્ત ટ્રાફિક ધરાવતી જગ્યા જ્યાં સવારે વાહનવ્યવહાર પ્રમાણ ઓછો હોવાથી બપોર અને સાંજ કરતાં ઓછી પ્રદૂષિત છે.
4. ગામડાની હવા શુદ્ધ છે. ક્યારેક ધૂળ અને રાખના રજકણો ઉડતા જોવા મળી શકે છે. શહેરની હવા ગામડાં કરતાં પ્રમાણમાં વધારે પ્રદૂષિત છે.
Conclusion: વનસ્પતિઓ પ્રદૂષણ ઓછું કરવા માટે ઉપયોગી છે. વધારે માનવ વસતિ તેમજ વધુ વાહનવ્યવહાર અને ઔદ્યોગિક સંકુલો ધરાવતા વિસ્તારોમાં હવાની ગુણવત્તા નીચલી કક્ષાની હોય છે.
In simple words: When observing air quality, we find that garden air is clean and comfortable to breathe, unlike busy street air which is of poor quality. Industrial areas have more smoke and dust than residential areas. Traffic junctions are less polluted in the morning compared to afternoon and evening. Village air is generally clean, though some dust may be present. Overall, city air is more polluted than village air. Plants help reduce pollution, and areas with more people, vehicles, and factories have worse air quality.

Exam Tip: When conducting observations, specify different types of areas (e.g., green spaces, industrial zones, busy roads) and note varying pollution levels at different times of day. Conclusions should link human activity and vegetation to air quality.

Activity 2:

Survey The Incidence Of Respiratory Diseases In Children

Method: જઈ બાળકોની સંખ્યા, વય તેમજ તેમને શ્વાસ સંબંધિત કોઈ મુશ્કેલી કે રોગ છે કે નહીં તેની નોંધ કરો. તમારી નોંધ આધારે તારણ નક્કી કરો.

Observation Notes:

અવલોકન કરેલાં ઘરઅડોશપડોશનાં ઘરોમિત્રો અને તેમનાં અડોશપડોશ
IIIIIIIVVIIIIIIIVV
બાળકોની સંખ્યા21222132--
બાળકોનાં વયજૂથ3થી 7 વર્ષ5 વર્ષ8-11 વર્ષ8થી 13 વર્ષ5થી 8 વર્ષ5થી 8 વર્ષ12 વર્ષ5થી 11 વર્ષ1થી 5 વર્ષ-
શ્વાસ સંબંધિત તકલીફવારંવાર શરદી, ઉધરસ ખાંસી----અસ્થમા-અસ્થમા--

Conclusion: નાની વયનાં બાળકોમાં રોગ પ્રતિકારકતા ઓછી હોય છે. હવાના પ્રદૂષણને કારણે ઉધરસ, અસ્થમાની તકલીફો વધુ જોવા મળે છે.
In simple words: Younger children often have weaker immune systems. Air pollution can lead to more cases of coughs and asthma in them.

Exam Tip: When analyzing survey results, look for correlations between age, environmental factors (like air pollution), and the prevalence of health issues like respiratory problems.

Activity 3:

Prepare A Table Showing The Names Of Air Pollutants, Their Sources, And Their Effects

વાયુપ્રદૂષકોસ્ત્રોતમાનવી પર અસર
એમોનિયારંગરસાયણ ઉદ્યોગ, દારૂખાનું, પૉલિશ, ફર્ટિલાઇઝરશ્વસનમાર્ગનો સોજો
કાર્બન મોનૉક્સાઈડવાહનોના ધુમાડા, ધૂમ્રપાન, કોલસા બળતણરુધિરની \( \text{O}_2 \) વહનક્ષમતા ઘટાડે, વિષકારી અસર કરે.
આર્સેનિક દ્રવ્યોઆર્સેનિક આધારિત પ્રક્રિયાઓરક્તકણ વિઘટન કરે. મૂત્રપિંડને ઈજા કરે.
ક્લોરિન સંયોજનોબ્લીચિંગ પ્રક્રિયાઓ અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓશ્વસનતંત્રને તથા આંખનાં પટલોને ઈજા
હાઈડ્રોજન-ફ્લોરાઈડ્ઝપેટ્રોલિયમ રિફાઈનરી, ઍલ્યુમિનિયમ તથા ફર્ટિલાઇઝર ઉદ્યોગશરીરનાં બધાં અંગોના માર્ગોને ઈજા પહોંચાડે.
હાઈડ્રોજન સાયેનાઈડ્ઝજંતુનાશક, ભઠ્ઠીઓ, ધાતુ, પ્લેટિંગ, રસાયણઉદ્યોગચેતાકોષોને હાનિ કરે, ગળાની શુષ્કતા પેદા કરે, માથાનો દુઃખાવો અને ધૂંધળી દષ્ટિ થાય.
સલ્ફર ડાયૉક્સાઈડકોલસો અને તેલ બળતણછાતીમાં રુંધામણ, માથાનો દુઃખાવો, ઊલટી.
નાઇટ્રોજનના ઓક્સાઈડવાહનોના ધુમાડા અને કાચા કોલસાનું બળતણફેફસાંના રોગો થાય, હૃદયરોગ પેદા કરે.
હાઈડ્રોજન સલ્ફાઈડરિફાઈનરી તથા રસાયણઉદ્યોગગળા, આંખમાં બળતરા, ઊબકા આવે.
તરતા રજકણચીમનીઓ, ઉદ્યોગો, બાંધકામ, વનસ્પતિની પરાગરજ, ધૂળ-ઇતરડી (dust-mite)આંખોના રોગ, ઍલર્જી, ફેફસાંના રોગ, દમ, કૅન્સરની સંભાવના.
હાઈડ્રોકાર્બન્સ (મિથેન, બેન્ઝિન, બેન્ઝપાયરિન)કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કાર્બનિક બળતણ (કોલસા, પેટ્રોલિયમ)કૅન્સરજન્ય અસર, આંખ, નાક, ગળામાં બળતરા.

In simple words: This table shows various air pollutants, where they come from (sources), and what bad effects they have on human health. For example, carbon monoxide from vehicle exhaust reduces oxygen in the blood, while dust particles can cause eye and lung diseases.

Exam Tip: When preparing such a table, organize it clearly with columns for pollutant, source, and effect. Be specific about both the pollutant and its corresponding health impact.

Activity 4:

 

Question 1. તમારી શાળાએ જવા માટે તમારી પાસે ઘણાં વિકલ્પો છે, જેવા કે ચાલીને જવું, સાઇકલથી જવું, બસ દ્વારા જવું કે જાહેર વાહનવ્યવહાર દ્વારા જવું, ખાનગી મોટર દ્વારા જવું કે મોટરમાં સાથે જવું તમારા વર્ગમાં આ શું અસર થાય તેની ચર્ચા કરો.
Answer: જો શાળા રહેઠાણથી એક કે દોઢ કિમી અંતરે હોય તો પગે ચાલીને કે સાઇકલ ચલાવીને જવું વધારે યોગ્ય છે. તેનાથી પ્રદૂષણ થતું નથી. સાથે સાથે શારીરિક વ્યાયામ મળે છે. જો 4થી 5 કિમી અંતર હોય અને જાહેર બસ પરિવહન સેવા ઉપલબ્ધ હોય તો અંગત વાહનના બદલે તેનો ઉપયોગ વધારે યોગ્ય છે. ગુજરાત રાજ્યમાં અને શહેરોમાં જાહેર પરિવહન સેવાઓ સ્વચ્છ બળતણ CNGનો ઉપયોગ કરે છે. તે પ્રદૂષણરહિત છે. જો ખાનગી સ્વતંત્ર મોટરના બદલે અન્ય વિદ્યાર્થીઓ સાથે ભાગીદારીમાં જવું વધારે યોગ્ય છે.
પગપાળા કે સાઇકલથી હવાની ગુણવત્તામાં ઘટાડો થતો નથી. પરંતુ સ્વતંત્ર વાહનોમાં પેટ્રોલ કે ડીઝલનો વપરાશ હવામાં પ્રદૂષકો ઉમેરી ગુણવત્તા ઘટાડે છે.
In simple words: If your school is close (1-1.5 km), walking or cycling is best because it causes no pollution and gives exercise. For longer distances (4-5 km), using public transport like CNG buses is better than private cars, as they are cleaner. Sharing a ride in a private car with other students is also a good option. Walking and cycling don't pollute the air, but using petrol or diesel in private vehicles adds pollutants to the air.

Exam Tip: When discussing transport options, emphasize environmental benefits (no pollution) and health benefits (exercise) for active transport, and collective/cleaner alternatives for longer distances.

Activity 5:

Collect Water Samples From Various Places And Check Their Quality

Materials: કાચના 4થી 5 પાત્ર, લિટમસ પેપર કે pH પેપર

Method: કાચના 4 – 5 પાત્ર લો. દરેક પર એક, બે, ત્રણ એમ ક્રમ લખો. અલગ અલગ આ કાચના પાત્રમાં પાણીના જુદા જુદા નમૂના નળ, તળાવ, નદી, કૂવા અને સરોવરમાંથી એકઠા કરો. દરેકની ગંધ, ઍસિડિકતા, રંગનું અવલોકન કરો. નીચેના કોષ્ટકમાં નોંધ કરો.

કાચનું બીકરપાણીના નમૂનાગંધઍસિડિકતારંગ
1.નળનું પાણીનથીતટસ્થનથી
2.તળાવનું પાણીગંદીઍસિડિકલીલો
3.નદીનું પાણીનથીતટસ્થનથી
4.કૂવાનું પાણીનથીતટસ્થનથી
5.સરોવરનું પાણીનથીસાધારણ ઍસિડિકનથી

Conclusion: કૂવાના પાણી અને નળના પાણીની ગુણવત્તા વધારે છે. ગુણવત્તાને આધારે તળાવનું પાણી < સરોવરનું પાણી < નદીનું પાણી – કૂવાનું પાણી < નળનું પાણી.
In simple words: Tap and well water are usually better quality. Ranked by quality from worst to best, it's pond water, then lake water, then river water, then well water, and finally tap water is the best.

Exam Tip: When analyzing water samples, record observations systematically (odor, acidity, color). Conclusions should compare water quality across different sources and rank them based on perceived purity.

 

Question 1. રહેઠાણ વિસ્તારમાં મળમૂત્રને સુએઝ કચરાના નિકાલની વ્યવસ્થા સમજવી.
Answer: નગરો અને મહાનગરોમાં રહેઠાણ વિસ્તારનાં મકાનો (ફ્લેટ, ટેનામેન્ટ, બંગલો)ના બાથરૂમોમાં મળમૂત્ર વહન માટે નાની પાઇપો (ડ્રેનેજ પાઇપો)ની ગોઠવણી હોય છે. આ નાની પાઇપો સોસાયટી કે મહોલ્લાની પાઇપો સાથે જોડી તેને વિસ્તારની મુખ્ય ગટર સાથે જોડાણ કરવામાં આવે છે. છેવટે આ કચરો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવામાં આવે છે.
ગામડાઓમાં જ્યાં શૌચાલયોની વ્યવસ્થા હોય છે, ત્યાં મળમૂત્રને જમીનમાં શોષખાડાઓ બનાવી તેમાં નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવેલી હોય છે.
In simple words: In cities, wastewater from homes goes through small drainage pipes, then joins bigger society pipes, and finally connects to the main sewer line which leads to a sewage treatment plant. In villages with toilets, wastewater is disposed of into absorption pits in the ground.

Exam Tip: Differentiate between urban (sewage treatment plants) and rural (absorption pits) sewage disposal methods, focusing on the infrastructure involved in each.

Activity 7:

Making A Water Filter (Water Strainer)

Materials: પ્લાસ્ટિક બૉટલ, કટર, પાતળું કપડું, રૂ, રેતી, કાંકરા.

Method: પ્લાસ્ટિકની એક બૉટલ લો. તેને કટર કે ધારદાર છરી વડે નીચેથી ઉપર બે ભાગ કરો. ઉપલા ભાગને નીચેના ભાગમાં આકૃતિ બતાવ્યા મુજબ ઊંધો ગોઠવો. તેમાં નીચેથી ઉપર તરફ ક્રમિક રીતે પાતળા કાપડનું સ્તર પછી રૂ, રેતી અને કાંકરાના સ્તર બનાવો. તૈયાર થયેલી ગળણીમાં ગંદું પાણી રેડો. ગળાયેલા પાણીનું અવલોકન કરો. તમારા અભ્યાસ આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

[આકૃતિ: વૉટર ફિલ્ટર]

Observation: ગંદું પાણી ગળણી વડે ગાળતાં ગળાયેલું પાણી ચોખ્ખું અને પારદર્શક જણાય છે.
In simple words: When dirty water is passed through the filter, the filtered water appears clean and transparent.

Exam Tip: For practical activities, clearly state the materials, outline the step-by-step method, and precisely describe the observable outcome.

 

Question 1. પીતાં પહેલાં આપણને પાણીને ગાળવાની શા માટે જરૂર પડે છે?
Answer: પાણીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરવા માટે પીતાં પહેલાં આપણને પાણીને ગાળવાની જરૂર પડે છે.
In simple words: We need to filter water before drinking to remove impurities present in it.

Exam Tip: Keep the answer simple and direct: filtration is essential to eliminate impurities and ensure safety for consumption.

 

Question 2. તમારું પીવાનું પાણી તમે ક્યાંથી મેળવો છો?
Answer: પીવાનું પાણી નગરપાલિકા કે ગ્રામપંચાયત દ્વારા બનાવેલી પાણીની ટાંકીમાંથી પીવાના પાણીની પાઇપલાઇનની ગોઠવણી ઘર સુધી થયેલી છે. તેના દ્વારા પીવાનું પાણી મેળવીએ છીએ.
In simple words: We get our drinking water from the municipal or village panchayat's water tank, which supplies water to our homes through pipelines.

Exam Tip: Identify the local authority (municipality/panchayat) and the delivery system (water tank, pipelines) as the source of drinking water.

 

Question 3. પ્રદૂષિત પાણી પીવાથી આપણને શું થાય?
Answer: પ્રદૂષિત પાણી પીવાથી આપણને પાણીજન્ય રોગો થાય.
In simple words: Drinking contaminated water can make us sick with waterborne diseases.

Exam Tip: State the consequence clearly: polluted water leads to waterborne diseases.

Activity 8:

 

Question 1. તમારા વિસ્તારમાં જલ પ્રદૂષણ વિશેની જાગૃતિનાં સ્તર વિશે સંશોધન કરો. પીવાના પાણીના સ્ત્રોત તથા મળમૂત્રના નિકાલની પદ્ધતિઓ વિશે માહિતી એકઠી કરો. સામાન્ય રીતે સમાજમાં થતાં પાણીજન્ય રોગો કયા છે? તમે તમારા સ્થાનિક ડૉક્ટર / સ્વાથ્ય કર્મીને આ માટે મળી શકો. આ બાબત પર કામ કરતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કઈ છે? જનજાગૃતિ માટે તેઓ કયાં પગલાં લે છે?
Answer: પીવાના પાણીનો સ્ત્રોત નર્મદા કેનાલ અને સાબરમતી નદી છે. તેમાંથી નગરપાલિકાઓની સંસ્થા દ્વારા પાઇપો દ્વારા ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. મળમૂત્રના નિકાલ માટે ડ્રેનેજ (ગટર) લાઇન અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા છે.
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભૌતિક અને રાસાયણિક ક્રિયાઓ દ્વારા ગંદું પાણી શુદ્ધ કરી જળાશયોમાં છોડવામાં આવે છે.
સામાન્ય રીતે સમાજમાં થતા પાણીજન્ય રોગો કોલેરા, મરડો, ટાઇફૉઇડ, કમળો, ડાયેરિયા તેમજ ચામડીના રોગો છે.
આ બાબત પર કામ કરતી કેટલીક સરકારી અને બિનસરકારી સંસ્થાઓ છે:
(1) સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ
(2) વોટર એન્વાયર્નમેન્ટ ફેડરેશન
(3) વોટર કન્ઝર્વેશન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન બોર્ડ
જનજાગૃતિ માટે પાણીનો વ્યય અટકાવવાનાં પગલાંથી લોકોને માહિતગાર કરવા, પાણીને દૂષિત થતું અટકાવવાનાં પગલાંથી માહિતગાર કરવા માટે સમાચારપત્રો તેમજ દશ્ય-શ્રાવ્ય સાધનોમાં વિજ્ઞાપનો આપે છે.
In simple words: In our area, drinking water comes from the Narmada Canal and Sabarmati River, supplied by the municipality through pipes. Sewage is managed with drainage lines and a sewage treatment plant that purifies dirty water using physical and chemical processes before releasing it. Common waterborne diseases include cholera, dysentery, typhoid, jaundice, diarrhea, and skin diseases. Organizations like the Central Pollution Board and Water Conservation and Control of Pollution Board work on this, using newspapers and audiovisual media to inform people about water waste prevention and pollution control.

Exam Tip: When researching water pollution awareness, cover water sources, sewage disposal, common diseases, relevant government/non-government organizations, and their public awareness campaigns.

Special Activities

Activity 1:

In Some Cities, Pollution Checks For Vehicles Are Mandatory. Visit A Petrol Pump To Learn The Pollution Check Procedure. Systematically Record Your Findings In The Section Below.

 

Question 1. દર મહિને સરેરાશ ચકાસણી થયેલાં વાહનોની સંખ્યા
Answer: 650
In simple words: On average, 650 vehicles are checked for pollution every month.

Exam Tip: Provide a clear, specific number as the answer, reflecting an average count for the given period.

 

Question 2. દરેક વાહને ચકાસતાં લાગતો સમય
Answer: દરેક વાહનને તપાસવામાં 15 - 20 મિનિટનો સમય લાગે છે.
In simple words: It takes about 15 to 20 minutes to check each vehicle.

Exam Tip: For practical questions, state the duration clearly.

 

Question 3. જે પ્રદૂષકો માટે ચકાસણી થઈ હોય તે
Answer: તપાસણી મુખ્યત્વે કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને કાર્બન ડાયૉક્સાઇડ જેવા પ્રદૂષકો માટે થાય છે.
In simple words: Vehicles are checked for pollutants like carbon monoxide, hydrocarbons, and carbon dioxide.

Exam Tip: List all the specified pollutants accurately.

 

Question 4. ચકાસણીની પદ્ધતિ
Answer: ચકાસણીની રીત સ્વયંસંચાલિત હોય છે, જે આપમેળે કાર્ય કરે છે.
In simple words: The checking process is automatic.

Exam Tip: Describe the method concisely.

 

Question 5. વિવિધ વાયુઓનું પ્રમાણિત ઉત્સર્જન સ્તર
Answer: કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણિત ઉત્સર્જન સ્તર 0.5 જેટલું છે, જ્યારે હાઇડ્રોકાર્બનનું સ્તર 750 ppm છે.
In simple words: The standard emission level for carbon monoxide is 0.5, and for hydrocarbons, it is 750 ppm.

Exam Tip: Remember the specific emission limits for each gas.

 

Question 6. ઉત્સર્જિત વાયુઓનું સ્તર પ્રમાણિત સ્તર કરતાં વધુ હોય તો લેવાયેલાં પગલાં
Answer: જો વાયુ ઉત્સર્જનનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ મળે, તો કેટલાક પગલાં ભરવામાં આવે છે. PUC (પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર) આપવામાં આવતું નથી, વાહન જપ્ત થઈ શકે છે, અને વાહનના એન્જિનની સર્વિસ કરવી પડે છે.
In simple words: If a vehicle's emissions are too high, it won't get a PUC certificate, the vehicle might be seized, and its engine needs servicing.

Exam Tip: Clearly list all consequences and actions taken for high emission levels.

 

Question 7. પ્રદૂષણ ચકાસણી કેટલાં સમયાંતરે અનિવાર્ય છે?
Answer: પ્રદૂષણની તપાસ દર મહિને કરાવવી જરૂરી છે.
In simple words: Pollution checks are mandatory every month.

Exam Tip: State the required frequency for pollution checks.

પ્રવૃત્તિ 2:

પર્યાવરણ ક્લબના હેતુઓ:

  • વિદ્યાર્થીઓને પ્રદૂષણ નિયંત્રણના ઉપાયો વિશે જાણકાર કરવા.
  • વૃક્ષારોપણનું મહત્વ સમજાવવું.
  • પાણીનો બગાડ થતો રોકવા સજાગ કરવા.
  • કાગળનો બિનજરૂરી ઉપયોગ ટાળવા સજાગ કરવા.

પર્યાવરણ ક્લબની પ્રવૃત્તિઓનું સમયપત્રક

  • પર્યાવરણ ક્લબના જૂથ I: શાળાની પ્રાર્થનાસભા પછી પાણીના નળ ચેક કરી, ખુલ્લા હોય તો બંધ કરે. ટૉઇલેટમાં નળ ચેક કરે. સફાઈ કામદાર વડે થતી ટૉઇલેટની સફાઈનું ધ્યાન રાખે.
  • પર્યાવરણ ક્લબના જૂથ II: રિસેસ સમય દરમિયાન શાળાના મેદાનમાં ઉગાડેલા છોડને પાણી પાવાનું કાર્ય કરે.
  • પર્યાવરણ ક્લબના જૂથ III: રિસેસ સમય બાદ દરેક વર્ગમાંથી નકામો કચરો તેમજ મેદાનમાંથી વનસ્પતિનો સૂકો કચરો એકત્ર કરી ખાતરના ખાડામાં ભેગા કરે.

Free study material for Science

GSEB Solutions Class 8 Science Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ

Students can now access the GSEB Solutions for Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 8 Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 8 Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 8 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Science Class 8 Solved Papers

Using our Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 8 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 8 Science Solutions Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Science Solutions Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ is available for free on StudiesToday.com. These solutions for Class 8 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Science Solutions Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Science Solutions Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Science Solutions Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Science. You can access GSEB Class 8 Science Solutions Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Science Solutions Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ in printable PDF format for offline study on any device.