GSEB Class 8 Science Solutions Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

Official GSEB Solutions for Class 8 Science: Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

Explore reliable textbook solutions for Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ tailored for Class 8 learners. Utilizing these Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Chapter-wise Solutions for Science: Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

Navigate directly to the solved Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન (1) અને (2) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:

 

Question 1. નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી?
(a) પ્લાસ્ટિકની ફૂટપટ્ટી
(b) તાંબાનો સળિયો
(c) ફુલાવેલો ફુગ્ગો
(d) ઊનનું કાપડ
Answer: (b) તાંબાનો સળિયો
In simple words: તાંબાનો સળિયો ઘસવાથી સરળતાથી વીજભારિત થતો નથી કારણ કે તે વીજળીનો સારો વાહક છે.

 

Question 2. જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે, ત્યારે સળિયો ..
(a) અને કાપડ બંને ધનભાર મેળવે છે.
(b) ધનભારિત થાય છે, જ્યારે કાપડ ઋણભારિત થાય છે.
(c) અને કાપડ બંને ઋણભાર મેળવે છે.
(d) ઋણભારિત થાય છે, જ્યારે કાપડ ધનભારિત થાય છે.
Answer: (b) ધનભારિત થાય છે, જ્યારે કાપડ ઋણભારિત થાય છે.
In simple words: કાચનો સળિયો રેશમ સાથે ઘસવાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી તે ધન વીજભાર મેળવે છે, અને રેશમ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભારિત થાય છે.

 

પ્રશ્ન 3. ખરાં વિધાનો સામે (T) અને ખોટાં વિધાનો સામે (F) લખો:

 

Question 1. સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે.
Answer: (F)
In simple words: સમાન પ્રકારના વીજભારો એકબીજાને દૂર ધકેલે છે, જ્યારે જુદા પ્રકારના વીજભારો એકબીજાને ખેંચે છે.

 

Question 2. કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રૉને આકર્ષે છે.
Answer: (T)
In simple words: કાચ અને પ્લાસ્ટિકના વીજભારો અલગ-અલગ હોવાથી તેઓ એકબીજાને ખેંચે છે.

 

Question 3. વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી.
Answer: (F)
In simple words: વીજળીનું વાહક ઇમારતને વીજળીના આંચકાથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે.

 

Question 4. ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે.
Answer: (F)
In simple words: અત્યાર સુધી, વૈજ્ઞાનિકો ભૂકંપની ચોક્કસ આગાહી કરવાની કોઈ રીત શોધી શક્યા નથી.

 

Question 4. શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે. સમજાવો.
Answer: શિયાળામાં પહેરેલું ઊનનું સ્વેટર શરીર સાથે ઘસાવાને કારણે વીજભાર ઉત્પન્ન કરે છે. જ્યારે સ્વેટરને કાઢવામાં આવે છે, ત્યારે સ્વેટર અને શરીર વચ્ચે વીજળીનો સ્રાવ થાય છે. આ સ્રાવમાંથી મુક્ત થતી ઊર્જાને કારણે તડતડ જેવો અવાજ ઉત્પન્ન થાય છે.
In simple words: શિયાળામાં, ઊનનું સ્વેટર શરીર સાથે ઘસાય છે, જેનાથી વીજળી બને છે. જ્યારે સ્વેટર કાઢીએ, ત્યારે આ વીજળી નીકળી જાય છે અને તડતડ અવાજ સંભળાય છે.

 

Question 5. સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વિજભાર દૂર થાય છે?
Answer: મનુષ્યનું શરીર વીજળીનું સુવાહક છે. જ્યારે વીજભારિત પદાર્થને આપણે આપણા હાથ વડે અડીએ છીએ, ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં વહી જાય છે. આમ, આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે.
In simple words: આપણું શરીર વીજળી પસાર થવા દે છે. જ્યારે આપણે કોઈ વીજભારિત વસ્તુને અડીએ, ત્યારે તેનો વીજભાર આપણા શરીર દ્વારા જમીનમાં જતો રહે છે. આનાથી વસ્તુનો વીજભાર નીકળી જાય છે.

 

Question 6. ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો. કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા ૩ નોંધાય છે. શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોતરશે?
Answer: ભૂકંપની વિનાશક્તા (તીવ્રતા) માપવાનો એકમ રિકટર સ્કેલ (Richter Scale) છે. જો કોઈ ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 હોય, તો તે પણ સિસ્મોગ્રાફ વડે નોંધાઈ શકે છે. જોકે, ભૂકંપની તીવ્રતા 3 હોય તો તેની ખાસ અસર જોવા મળતી નથી અને તે વધુ વિનાશ કરતી નથી.
In simple words: ભૂકંપની વિનાશકતા રિકટર સ્કેલથી માપવામાં આવે છે. જો ભૂકંપની તીવ્રતા 3 હોય, તો તે સિસ્મોગ્રાફ પર દેખાય છે પણ તે કોઈ મોટું નુકસાન કરતો નથી.

 

Question 7. આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો જણાવો.
Answer: આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો નીચે મુજબ છે:
1. વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે આશ્રય લેવો. ખુલ્લામાં રહેવું નહિ.
2. કાર કે બસમાં પ્રવાસ કરતા હો તો વાહનની બારી-બારણાં બંધ રાખવાં.
3. બહાર ફરતા હોઈએ તો તરત નીચાં વૃક્ષો નીચે આશ્રય લેવો.
In simple words: વીજળીથી બચવા માટે, વીજળી પડે ત્યારે ઘરની અંદર રહો, વાહનમાં હો તો બારી-બારણાં બંધ રાખો, અને બહાર હો તો નીચા ઝાડ નીચે આશ્રય લો.

 

Question 8. શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે, * જ્યારે વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે?
Answer: બે વીજભારિત ફુગ્ગા પર એકસરખો વીજભાર હોય છે. તેઓને એકબીજાની નજીક લાવીએ ત્યારે સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને દૂર ધકેલે છે.
હા, વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે.
કારણ: વીજભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે, તે જ રીતે હલકી વસ્તુ ફુગ્ગાને (વીજભાર વગરના) પણ આકર્ષે છે.
In simple words: સરખા વીજભારવાળા બે ફુગ્ગા એકબીજાથી દૂર જાય છે. એક વીજભારિત ફુગ્ગો વીજભાર વગરના ફુગ્ગાને ખેંચે છે કારણ કે વીજભારિત વસ્તુઓ હલકી વસ્તુઓને આકર્ષે છે.

 

Question 9. જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો.
Answer: પદાર્થ પર વીજભાર છે કે નહિ તે જાણવા સાદું ઇલેક્ટ્રૉસ્કોપ સાધન ઉપયોગી છે.

બૉટલ કાર્ડબોર્ડ પેપરક્લિપ (ખોલી કાઢેલ) વીજભારિત રીફિલ ઍલ્યુમિનિયમ ફૉઈલની પટ્ટી [આકૃતિ 15.1 : સાદું ઈલેક્ટ્રૉસ્કોપ]બાજુમાં સાદું ફૉઇલની પટ્ટી ઇલેક્ટ્રૉસ્કોપ દર્શાવેલું છે. વીજભારિત રીફિલ આકૃતિમાં બહારના છેડાને અડાડતાં વીજભાર ઍલ્યુમિનિયમ ફૉઇલની બે પટ્ટીને મળે છે. બંનેને સમાન વીજભાર મળતાં પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે. ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજભારિત છે એમ સૂચવે છે.
જો પદાર્થ (રીફિલ) પેપરક્લિપને અડાડતાં પટ્ટીઓ પહોળી ન થતી હોય, તો આ સ્થિતિ પદાર્થ વીજભારિત નથી એમ સૂચવે છે.
આમ, ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણી શકાય છે.
In simple words: ઇલેક્ટ્રૉસ્કોપ એ એક સાદું સાધન છે જેની મદદથી કોઈ વસ્તુ પર વીજભાર છે કે નહીં તે શોધી શકાય છે. જ્યારે કોઈ વીજભારિત વસ્તુ ઇલેક્ટ્રૉસ્કોપના ઉપરના ભાગને અડે છે, ત્યારે વીજભાર નીચેની બે પાતળી પટ્ટીઓમાં જાય છે. જો પટ્ટીઓ એકબીજાથી દૂર ખસે તો તેનો અર્થ થાય છે કે વસ્તુ વીજભારિત છે. જો પટ્ટીઓ ખસે નહીં, તો વસ્તુ વીજભારિત નથી.

 

Question 10. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવાં ત્રણ રાજ્યોનાં નામ આપો.
Answer: ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવાં ત્રણ રાજ્યો કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન છે.
In simple words: ભારતમાં કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાં ભૂકંપ આવવાની શક્યતા વધુ હોય છે.

 

Question 11. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો?
Answer: આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ માટે નીચેનાં પગલાં લેવા જોઈએ:
1. આપણે ખુલ્લા સ્થળ તરફ જવું.
2. ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઇનોથી દૂર રહેવું.
3. મોટર કે બસમાં હો તો બહાર ન આવવું. વાહનચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું.
In simple words: જો તમે ભૂકંપ વખતે ઘરની બહાર હો, તો ખુલ્લી જગ્યાએ જાવ, ઇમારતો, ઝાડ અને વીજળીના તારથી દૂર રહો. જો ગાડીમાં હો તો અંદર જ રહો અને ડ્રાઇવરને ખુલ્લી જગ્યાએ ધીમેથી ગાડી ચલાવવા કહો.

 

Question 12. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે. તમે છત્રી લઈ જશો? સમજાવો.
Answer: ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવાનું બિલકુલ યોગ્ય નથી.
કારણ કે છત્રીને ઉપર અણીદાર સળિયો હોય છે. તે ધાતુનો હોય છે. વીજળી પડે ત્યારે તે અણીદાર અને વીજળીનું વહન કરતી વસ્તુ પર પડવાની વધુ શક્યતા રહે છે. તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રણ આપવા જેવું છે.
In simple words: ગાજવીજ અને વરસાદવાળા દિવસે છત્રી લઈને બહાર જવું સારું નથી. છત્રીમાં ધાતુનો અણીવાળો ભાગ હોય છે, જે વીજળીને પોતાની તરફ આકર્ષી શકે છે. તેથી, આવા હવામાનમાં છત્રી વાપરવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

 

Gseb Class 8 Science કેટલીક કુદરતી ઘટનાઓ Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

 

પ્રવૃત્તિ 1: રીફિલને પૉલિથીનના ટુકડા સાથે ઘસવાથી બંને વીજભાર મેળવે છે તે દર્શાવવું.
Answer:
સાધન-સામગ્રી: બૉલપેનની વપરાયેલી રીફિલ, પૉલિથીનનો ટુકડો.
પદ્ધતિ:
1. વપરાયેલી રીફિલ અને પૉલિથીનનો ટુકડો લો.
2. રીફિલને પૉલિથીનના ટુકડા વડે ઘસો.
3. થોડી વાર ઘસ્યા પછી રીફિલને કાગળના નાના ટુકડાઓ નજીક લઈ જાઓ.
સાવચેતી: રીફિલનો ઘસેલો ભાગ તમારા હાથ કે ધાતુની વસ્તુને અડકે નહિ તેનું ધ્યાન રાખવું.
આ પ્રવૃત્તિનું સૂકાં પાંદડાંના નાના ટુકડા, ફોતરાં તથા રાઇના દાણા સાથે પુનરાવર્તન કરો.
અવલોકન: રીફિલ કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે.
નિર્ણય: રીફિલ વીજભાર મેળવે છે.
(પોલિથીનનો ટુકડો પણ વીજભાર મેળવે છે.)
In simple words: રીફિલ અને પૉલિથીનને ઘસવાથી બંને વીજભારિત થાય છે. વીજભારિત રીફિલ કાગળના નાના ટુકડાઓને પોતાની તરફ ખેંચે છે, જે દર્શાવે છે કે તે વીજભારિત થઈ છે.

 

પ્રવૃત્તિ 2: આપેલ વસ્તુઓને કે પદાર્થોને બીજી વસ્તુઓ સાથે ઘસીને વીજભાર ઉત્પન્ન થાય છે કે નહિ તે તપાસવું.
Answer:
પદ્ધતિ:
1. કોષ્ટક 15.1માં દર્શાવેલ વસ્તુઓ કે પદાર્થોને એકઠાં કરો.
2. દરેકને કોષ્ટકમાં દર્શાવેલા પદાર્થો સાથે ઘસીને વીજભારિત કરવાનો પ્રયત્ન કરો.
In simple words: આ પ્રવૃત્તિમાં, આપણે કોષ્ટકમાં આપેલી અલગ-અલગ વસ્તુઓને ઘસીને તપાસીએ છીએ કે તેઓ વીજભારિત થાય છે કે નહીં.

ક્રમઘસવામાં આવતા પદાર્થોઘસવા માટે વપરાતા પદાર્થોકાગળના ટુકડાને આકર્ષે છે./ આકર્ષતા નથી.વીજભારિત થાય./ વીજભારિત ન થાય.
(1)રીફિલપૉલિથીન,
ઊનનું કાપડ
આકર્ષે છે.વીજભારિત થાય છે.
(2)ફુગ્ગોપૉલિથીન,
ઊનનું કાપડ,
સૂકા વાળ
આકર્ષે છે.વીજભારિત થાય છે.
(3)રબરઊનઆકર્ષે છે.વીજભારિત થાય છે.
(4)સ્ટીલની ચમચીપોલિથીન,
ઊનનું કાપડ
આકર્ષતું નથી.વીજભારિત થતું નથી.
(5)પ્લાસ્ટિકની ફૂટપટ્ટીઊનનું કાપડઆકર્ષે છે.વીજભારિત થાય છે.

નિર્ણય: કેટલાક પદાર્થો અન્ય પદાર્થો સાથે ઘસવાથી વીજભાર મેળવે છે અને વીજભારિત થાય છે. (ધાતુઓ વીજભારિત થતી નથી.)
In simple words: ઘસવાથી અમુક વસ્તુઓ વીજળીનો વીજભાર મેળવે છે અને વીજભારિત થાય છે, પણ ધાતુઓ વીજભારિત થતી નથી.

 

પ્રવૃત્તિ 3: સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે. અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તે દર્શાવવું.
Answer:
સાધન-સામગ્રી: બે ફુગ્ગા, બે રીફિલ, પૉલિથીનનો ટુકડો, ઊનનું કાપડ, કાચનો પ્યાલો, દોરી
પદ્ધતિ (A)
1. બે ફુગ્ગા ફુલાવો.
2. તેમને દોરી બાંધી એકબીજાને અડકે નહિ તેમ નજીક લટકાવો.
3. બંને ફુગ્ગાને ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં મૂકીને શું થાય છે તેનું અવલોકન કરો.

(a) વીજભાર વિનાના ફુગ્ગા (b) ઊન સાથે ઘસેલા બે ફુગ્ગા [આકૃતિ A: સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે.]

પદ્ધતિ (B)
1. વપરાયેલી રીફિલ લઈ તેને પૉલિથીન સાથે ઘસો.
2. તેને કાળજીપૂર્વક કાચના પ્યાલાને સ્ટેન્ડ તરીકે વાપરતાં હોય તેમ તેમાં મૂકો.

પ્યાલો વીજભારિત રીફિલ [આકૃતિ B : સમાન વીજભાર]
3. બીજી રીફિલને પણ પૉલિથીન સાથે ઘસો. તેને વીજભારિત રીફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારો હાથ અડી ન જાય.
શું પાત્રમાં રહેલી રીફિલ પર કોઈ અસર થઈ? શું તે બંને એકબીજાને આકર્ષે છે કે અપાકર્ષે છે?
આ બે પ્રવૃત્તિ (A) અને (B)માં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા. ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓને નજીક લાવતાં શું થાય છે?
પદ્ધતિ (C)
1. એક રીફિલને ઘસીને આગળ જણાવ્યા મુજબ કાળજીપૂર્વક કાચના પ્યાલામાં મૂકો.
2. આ રીફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને નિરીક્ષણ કરો.

વીજભારિત રીફિલ વીજભારિત ફુગ્ગો [આકૃતિ C ઃ વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષે છે.]

અવલોકન:
(A) વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો દૂર જાય છે.
(B) વીજભારિત રીફિલથી બીજી વીજભારિત રીફિલ દૂર જાય છે.
(C) વીજભારિત ફુગ્ગાને વીજભારિત રીફિલની નજીક લાવીએ ત્યારે રીફિલ ફુગ્ગાની નજીક આવે છે.
નિર્ણય: બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને બે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે.
In simple words: સરખા વીજભારોવાળી વસ્તુઓ એકબીજાથી દૂર ધકેલાય છે, જ્યારે અલગ વીજભારોવાળી વસ્તુઓ એકબીજાને પોતાની તરફ ખેંચે છે.

 

પ્રવૃત્તિ 4: સાદું ઇલેકટ્રૉસ્કોપ બનાવવું અને તેનું કાર્ય સમજવું.
Answer:
સાધન-સામગ્રી: જામની ખાલી બૉટલ, કાર્ડબોર્ડનો ટુકડો, પેપરક્લિપ, 4 સેમી × 1 સેમીની ઍલ્યુમિનિયમ ફૉઇલની બે પટ્ટીઓ, રીફિલ, પૉલિથીન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, ફુગ્ગો, ઊનનું કાપડ.
પદ્ધતિ:
1. એક જામની ખાલી બૉટલ લો. બૉટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો.
2. તેમાં ધાતુની પેપરક્લિપ પસાર કરી શકાય તેટલું એક છિદ્ર કરો. આકૃતિમાં ક્લિપને ખોલી નાખો.
3. લગભગ 4 સેમી × 1 સેમીની બે ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓ કાપો. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરક્લિપ ઉપર લટકાવો.
4. પેપરક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખો કે જેથી તે લંબરૂપે રહે. આ રીતે ઇલેક્ટ્રૉસ્કોપ તૈયાર થયું.
5. એક રીફિલને વીજભારિત કરી તેને પેપરક્લિપના છેડાને અડાડો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. શું ફૉઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થઈ? શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત?
6. હવે, પેપરક્લિપના છેડાને બીજા વીજભારિત પદાર્થો અડાડો. શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય? શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાને અપાકર્ષિત કરે છે?
અવલોકન
1. વીજભારિત રીફિલને પેપરક્લિપના છેડાને અડકાડતાં ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓ પહોળી થાય છે.
2. બીજા વીજભારિત પદાર્થો પેપરક્લિપના છેડાને અડકાડતાં આ જ રીતે ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓ પહોળી થાય છે.
3. આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહિ તે જાણવા ઉપયોગ કરી શકાય.
4. ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓ અપાકર્ષિત થવાનું કારણ: વીજભારિત પદાર્થોનો વીજભાર પેપરક્લિપ દ્વારા વહન પામી ઍલ્યુમિનિયમ ફૉઇલની બે પટ્ટીઓ પર આવે છે. આ બે પટ્ટીઓ પર આવેલો વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અપાકર્ષણ પામી પહોળી થાય છે. બધા વીજભારિત પદાર્થો અડકાડતાં આમ જ બને છે, અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે.
નિર્ણય: ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણવા વપરાય છે.
In simple words: ઇલેક્ટ્રૉસ્કોપ બનાવવા માટે જામની બૉટલ, કાર્ડબોર્ડ, પેપરક્લિપ અને ઍલ્યુમિનિયમની પટ્ટીઓનો ઉપયોગ થાય છે. જ્યારે વીજભારિત રીફિલને ઇલેક્ટ્રૉસ્કોપના ઉપરના ભાગે અડાડવામાં આવે છે, ત્યારે ઍલ્યુમિનિયમની પટ્ટીઓ એકબીજાથી દૂર ખસી જાય છે. આ દર્શાવે છે કે પદાર્થ વીજભારિત છે, અને સમાન વીજભારો એકબીજાને અપાકર્ષે છે.

 

પ્રવૃત્તિ 5: ભારતમાં આવેલા બે વિનાશક ભૂકંપ વિશેની માહિતી મેળવવી.
Answer: ભારતમાં આવેલા બે વિનાશક ભૂકંપ અને તેના વિશેની માહિતી નીચે મુજબ છે:
(1) ગુજરાતના કચ્છ (ભુજ) જિલ્લામાં આવેલો ભૂકંપ:
• 26મી જાન્યુઆરી, 2001ના રોજ સવારે 8:46 વાગે આ ભૂકંપ આવેલો. તે 2 મિનિટ કરતાં વધુ સમય ચાલ્યો હતો.
• આ ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિમી દૂર હતું.
• આ ભૂકંપની તીવ્રતા 7.7 હતી.
• ભૂકંપની અસરને કારણે કચ્છમાં મૃત્યુઆંક 12,300નો હતો. ભુજ શહેર, જે ભૂકંપના કેન્દ્રથી માત્ર 20 કિમી દૂર હતું તે મોટા ભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો. હજારો ગામોમાં તારાજી સર્જાઈ હતી.
• ભૂકંપને કારણે ભુજના 40 ટકા ઘરો, 8 શાળાઓ, 2 હૉસ્પિટલ, ઐતિહાસિક કિલ્લા, મંદિર, પ્રાગમહેલ, આઈના મહેલને ભારે નુકસાન થયું હતું. 4 કિમીનો માર્ગ નાશ પામ્યો હતો. અઢી લાખ ઘર નાશ પામ્યા હતા.
• અમદાવાદ શહેરમાં પણ તેની અસર થઈ હતી. અમદાવાદમાં 50 બહુમાળી ઇમારતો નાશ પામી હતી. સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા હતા. આશરે 5.5 બિલિયન ડૉલરની સંપત્તિનું નુકસાન થયું હતું. લોકોમાં કેટલાય દિવસ સુધી ભયનું વાતાવરણ રહ્યું હતું. રાહતકાર્યો તથા અસરગ્રસ્તો માટે છાવણીઓ શરૂ થઈ હતી.
(2) કશ્મીરમાં આવેલો ભૂકંપ:
• 8મી ઑકટોબર, 2005ના રોજ સવારે 8:50 વાગે આ ભૂકંપ આવ્યો હતો.
• ભૂકંપની તીવ્રતા 7.6 હતી.
• આ ભૂકંપની અસર પાકિસ્તાનમાં વધુ થઈ હતી. ભારતમાં જમ્મુ અને કશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં થઈ હતી.
• તેની અસર આજુબાજુના અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં થઈ હતી. કુલ મૃત્યુઆંક 1,00,000; ઈજા પામેલા લોકો 1,38,000 અને 35 લાખ લોકો ઘરવિહોણા બન્યા હતા. શાળાનાં મકાનો તૂટી પડવાથી 19,000 બાળકો મૃત્યુ પામ્યાં હતાં.
In simple words: ભારતમાં બે મોટા ભૂકંપ આવ્યા હતા. 2001માં ગુજરાતના કચ્છમાં આવેલો ભૂકંપ 7.7ની તીવ્રતાનો હતો, જેમાં 12,300 લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘરો નાશ પામ્યા. 2005માં કશ્મીરમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી પાકિસ્તાન અને ભારતમાં 1,00,000 લોકોના મોત થયા અને ઘણા લોકો બેઘર બન્યા.

 

પ્રવૃત્તિ 6: હિંદ મહાસાગરમાં ભૂકંપને લીધે આવેલી સુનામી વિશે માહિતી મેળવવી.
Answer:
• હિંદ મહાસાગરમાં 26મી ડિસેમ્બર, 2004ના રોજ સવારે ભૂકંપને લીધે ખૂબ મોટી સુનામી આવી હતી. દરિયાકિનારાના તમામ પ્રદેશોએ ખૂબ મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું.
• તેની તીવ્રતા 9.1થી 9.3 Mw હતી. તેની અસર 30 કિમી ઊંડે અને 1300 કિમીની લંબાઈના વિસ્તારમાં થઈ હતી.
• તેની સૌથી મોટી અસર ઇન્ડોનેશિયામાં થઈ હતી. તે ઉપરાંત શ્રીલંકા, ભારત, થાઇલૅન્ડ, માલદીવ ટાપુઓ, મલેશિયા, મ્યાનમાર વગેરે દેશોમાં દરિયાકિનારાનાં સ્થળોએ થઈ હતી.
• તેની અસર હિંદ મહાસાગરના કુલ 14 દેશોના દરિયાકિનારાના પ્રદેશો પર થઈ હતી. કુલ 2,30,000થી 2,80,000 લોકો મૃત્યુ પામ્યા હતા. 30 મીટર ઊંચાં દરિયાના મોજાં ઊછળ્યાં હતાં.
• તેની અસર 8 થી 10 મિનિટ સુધી રહી હતી.
• ભારતના અંદમાન અને નિકોબાર ટાપુઓ પર સુનામીની અસર થઈ હતી.
In simple words: 2004માં હિંદ મહાસાગરમાં એક મોટો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામી આવી. આ સુનામીથી 14 દેશોમાં 2.3 લાખથી 2.8 લાખ લોકો મૃત્યુ પામ્યા. મોજાં 30 મીટર ઊંચા ઉછળ્યા હતા અને તેની અસર 8 થી 10 મિનિટ સુધી રહી હતી. ભારતના અંદમાન અને નિકોબાર ટાપુઓ પર પણ તેની અસર થઈ હતી.

Free study material for Science

Science Class 8 Curriculum Solutions: Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

Accessing Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ Solutions

Review comprehensive exercise answers for Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 8 Science

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 8 Science.

FAQs

Where can I find the latest GSEB Class 8 Science Solutions Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Science Solutions Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ is available for free on StudiesToday.com. These solutions for Class 8 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Science Solutions Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Science Solutions Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Science Solutions Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Science. You can access GSEB Class 8 Science Solutions Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Science Solutions Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ in printable PDF format for offline study on any device.