GSEB Class 8 Science Solutions Chapter 10 તરુણાવસ્થા તરફ

Download GSEB Solutions for Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

Explore reliable textbook solutions for Chapter 10 તરુણાવસ્થા તરફ tailored for Class 8 learners. Utilizing these Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Access GSEB Solutions and Answers

Navigate directly to the solved Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

 

Question 1. શરીરમાં જોવા મળતાં પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ શું છે?
Answer: શરીરમાં થતા બદલાવો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે પદાર્થોને મુક્ત કરે છે, તેને અંતઃસ્ત્રાવ કહેવાય છે.
In simple words: Hormones are the substances released by endocrine glands that cause changes in the body.

Exam Tip: Remember that hormones are chemical messengers, and endocrine glands are responsible for producing and releasing them directly into the bloodstream.

 

Question 2. તરુણાવસ્થાની વ્યાખ્યા આપો.
Answer: જીવનના સમયગાળામાં જ્યારે શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટેના બદલાવો આવે છે, તે અવસ્થાને તરુણાવસ્થા કહેવાય છે.
In simple words: Adolescence is the stage of life when the body undergoes changes to reach reproductive maturity.

Exam Tip: Define adolescence by focusing on the key aspect of achieving reproductive maturity through various bodily changes.

 

Question 3. ઋતુસ્ત્રાવ શું છે? વર્ણવો.
Answer: સ્ત્રીઓમાં 12-13 વર્ષની ઉંમરથી લગભગ 28-30 દિવસના અંતરે પ્રજનનમાર્ગમાંથી શરીરની બહાર થતા રક્તસ્ત્રાવને ઋતુસ્ત્રાવ કહે છે. સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12-13 વર્ષની ઉંમરથી લગભગ 45-50 વર્ષની ઉંમર સુધી દર મહિને ઋતુસ્ત્રાવ થાય છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય, તો તે સ્થિતિમાં અફલિત અંડકોષ તેમજ ગર્ભાશયનું અંદરનું સ્તર અને તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે. તેને ઋતુસ્ત્રાવ કે રજોસ્રાવ કહેવાય છે. ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની ગણાય છે.
In simple words: Menstruation is the monthly bleeding from the uterus in women if pregnancy does not occur. It involves the shedding of the unfertilized egg and the uterine lining.

Exam Tip: While describing menstruation, mention its duration, the age range, the role of unfertilized eggs, and the shedding of the uterine lining.

 

Question 4. યૌવનારંભ દરમિયાન જોવા મળતાં શારીરિક પરિવર્તનોની યાદી બનાવો.
Answer: યૌવનારંભ દરમિયાન જોવા મળતાં શારીરિક પરિવર્તનો:
1. ઊંચાઈમાં અચાનક વધારો થાય છે.
2. હાથ અને પગના હાડકાંની લંબાઈ વધે છે અને વ્યક્તિ ઊંચો દેખાય છે.
3. શરીરના વિવિધ ભાગો પર વાળ ઊગવા લાગે છે.
4. છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે, જ્યારે છોકરીઓમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે.
5. છોકરાઓમાં સ્વરપેટી મોટી થાય છે, ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવે છે અને અવાજ ઘેરો બને છે.
6. પ્રસ્વેદ અને તૈલગ્રંથિઓનો સ્ત્રાવ વધુ થાય છે.
7. પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનનાંગોના વિસ્તારોમાં વાળ ઊગે છે.
8. છોકરાઓમાં દાઢી-મૂછ ઊગવાની શરૂઆત થાય છે.
(ix) છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ થાય છે.
In simple words: During puberty, people experience rapid growth, body hair development, voice changes (in boys), and the development of reproductive organs and secondary sexual characteristics.

Exam Tip: List both common changes (like growth spurt and body hair) and gender-specific changes (like voice change in boys and breast development in girls).

 

Question 5. બે કૉલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કૉલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કૉલમમાં તેના દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોનાં નામ લખો.
Answer:

અંતઃસ્ત્રાવી ગ્રંથિ (Endocrine Gland)સ્ત્રાવિત અંતઃસ્ત્રાવ (Secreted Hormone)
1. પિયુષિકા ગ્રંથિ (Pituitary Gland)વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth Hormone)
2. થાઇરોઇડ ગ્રંથિ (Thyroid Gland)થાઇરોક્સિન (Thyroxine)
3. સ્વાદુપિંડ (Pancreas)ઇન્સ્યુલિન (Insulin)
4. એડ્રિનલ ગ્રંથિ (Adrenal Gland)એડ્રિનાલિન (Adrenaline)
5. શુક્રપિંડ (Testes)ટેસ્ટોસ્ટેરોન (Testosterone)
6. અંડપિંડ (Ovaries)ઇસ્ટ્રોજન (Estrogen)

In simple words: This table shows different glands in the body and the specific hormones they release, which are important for various bodily functions.

Exam Tip: When listing glands and hormones, ensure you correctly pair each gland with its primary hormone and understand its function.

 

Question 6. જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે? તેનાં કાર્યો જણાવો.
Answer: જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને તેમના નિયંત્રણનું કામ કરતા અંતઃસ્ત્રાવો. જાતીય અંતઃસ્ત્રાવનું નામકરણ આ રીતે કરવામાં આવ્યું છે, કારણ કે તેનો સ્ત્રાવ જાતીય અંગો (જનનપિંડ)માંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતાં લક્ષણો છોકરા અને છોકરીને એકબીજાથી જુદા પાડવામાં મદદ કરે છે. જાતીય અંતઃસ્ત્રાવના કાર્યો ગૌણ જાતીય લક્ષણો જેવાં કે, છોકરાના ચહેરા પર વાળ (દાઢી-મૂછ) ઊગવા, છાતી પર વાળ, છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરેનું કાર્ય કરે છે. છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગવાનું કાર્ય પણ આ અંતઃસ્ત્રાવો કરે છે.
In simple words: Sex hormones are hormones that control the development and regulation of secondary sexual characteristics, named so because they are secreted by sex organs and cause visible differences between boys and girls. They cause facial hair and chest hair in boys, breast development in girls, and armpit and pubic hair in both.

Exam Tip: When defining sex hormones, always include their role in developing secondary sexual characteristics and explain why they are named "sex hormones."

 

યોગ્ય વિકલ્પ પસંદ કરો

 

Question 1. તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે ...
(a) ઉચિત ખોરાકથી તેમના મગજનો વિકાસ થાય છે.
(b) શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે.
(c) તરુણને બધા સમયે ભૂખ લાગતી હોય છે.
(d) તરુણમાં સ્વાદાંકુરોનો વિકાસ પૂર્ણ થયેલો હોય છે.
Answer: (b) શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે.
In simple words: Teenagers need to eat healthy food because their bodies are growing very fast and need the right nutrients for this quick growth.

Exam Tip: During adolescence, rapid growth necessitates a balanced diet rich in essential nutrients to support physical development.

 

Question 2. સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ...
(a) ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે.
(c) શરીરનું વજન વધે છે.
(d) શરીરની ઊંચાઈ વધે છે.
Answer: (a) ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે.
In simple words: In women, the reproductive age begins when menstruation starts, which indicates their body is ready for reproduction.

Exam Tip: The onset of menstruation (menarche) is a key indicator of the beginning of reproductive maturity in females.

 

Question 3. નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે?
(a) ચિપ્સ, નૂડલ્સ, કોકાકોલા
(b) રોટલી, દાળ, શાકભાજી
(c) ભાત, નૂડલ્સ, બર્ગર
(d) શાકાહારી, ટિક્કી, ચિપ્સ તથા લેમન પીણું
Answer: (b) રોટલી, દાળ, શાકભાજી
In simple words: For healthy growth, teenagers should eat wholesome foods like bread, lentils, and vegetables, which give them the necessary energy and nutrients.

Exam Tip: A balanced diet for teenagers should prioritize nutrient-dense foods like whole grains, pulses, and fresh vegetables over processed junk food.

 

નીચેના પર નોંધ લખો:

 

Question 8. (a) કંઠમણિ
Answer: યોવનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને ઘણી મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવે છે. તેને કંઠમણિ (Adam's apple) કહે છે. તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો બને છે.
In simple words: Adam's apple is the enlarged voice box that becomes visible in boys during puberty, making their voice deeper.

Exam Tip: Focus on the enlargement of the larynx (voice box) in boys and its external protrusion as the Adam's apple, leading to a deeper voice.

 

Question 8. (b) ગૌણ જાતીય લક્ષણો
Answer: છોકરાઓને છોકરીઓથી અલગ પાડતા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓ અને છોકરીઓ બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગવા, છોકરામાં દાઢી-મૂછ તેમજ છાતી પર વાળ, ઘેરો અવાજ જ્યારે છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે.
In simple words: Secondary sexual characteristics are features that distinguish males from females but are not directly involved in reproduction, such as facial hair in boys or breast development in girls.

Exam Tip: Differentiate between primary (reproductive organs) and secondary sexual characteristics when explaining this concept.

 

Question 8. (c) ગર્ભસ્થ શિશુમાં લિંગનિશ્ચયન
Answer: ગર્ભસ્થ શિશુની જાતિ (લિંગ)નું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે. મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશાં X લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના હોય છે – ફક્ત X લિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત Y લિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે. ફલન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનું લિંગનિશ્ચયન થઈ જાય છે. જો X લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XX થશે. આ યુગ્મનજ માદા (છોકરી) તરીકે વિકાસ પામે. જો Y લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XY નર (છોકરા) તરીકે વિકાસ પામે. અંડકોષ શુક્રકોષ X X Y યુગ્મનજ XX અથવા XY માદા (છોકરી) નર (છોકરો) ગર્ભ/ભ્રૂણઆમ, ગર્ભસ્થ શિશુના લિંગનિશ્ચયન માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે.
In simple words: The sex of a baby is decided by the chromosomes contributed by the father's sperm. If an X sperm fertilizes the egg, it's a girl (XX); if a Y sperm fertilizes it, it's a boy (XY).

Exam Tip: Clearly explain the roles of X and Y chromosomes from the father's sperm in determining the gender of the offspring at the moment of fertilization.

 

Question 9. શબ્દ કોયડો ઉકેલવા માટે ખાલી જગ્યાઓમાં જવાબના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરો:
(ADAM'S APPLE, ENDOCRINE, TESTOSTERONE, TARGET SITE, ADOLESCENCE, INSULIN, LARYNX, ESTROGEN, HORMONE, PUBERTY, PITUITARY, THYROID)
Answer:
આડી ચાવી (Across):
3. કંઠમણિ તરફ ઊપસેલ સ્વરપેટી: ADAM'S APPLE
4. [ગ્રંથિઓ]: THYROID
7. અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે જે મગજ સાથે જોડાયેલ છે: PITUITARY
8. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ: HORMONE
9. સ્વાદુપિડીય અંતઃસ્ત્રાવ: INSULIN
10. માદા અંતઃસ્ત્રાવ: ESTROGEN

ઊભી ચાવી (Down):
1. નર અંતઃસ્ત્રાવ: TESTOSTERONE
2. થાઇરોક્સિનનો સ્ત્રાવ કરતી ગ્રંથિ: THYROID
3. તરુણાવસ્થાનું બીજું નામ: ADOLESCENCE
5. અંતઃસ્ત્રાવો અહીં રુધિર પ્રવાહની મદદથી પહોંચે છે: TARGET SITE
6. સ્વરપેટી: LARYNX
7. તરુણાવસ્થામાં આવતાં પરિવર્તનો માટેનો શબ્દ: PUBERTY
In simple words: The crossword puzzle is solved by fitting the given English words into the grid according to their clues, which are related to hormones, glands, and terms of adolescence.

Exam Tip: For crosswords, always read clues carefully and use the provided word bank to identify the correct term for each slot, considering both across and down placements.

 

Question 10. નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીનું આયુષ્ય વૃદ્ધિના સંદર્ભે તેઓની અનુમાનિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે. છોકરા તેમજ છોકરીઓ બંનેની ઊંચાઈ તેમજ ઉમરને દર્શાવતા એક જ આલેખ પેપર પર આલેખ દોરો. આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો?
Answer: પ્રથમ, આપણે આપેલ માહિતીનો ઉપયોગ કરીને એક કોષ્ટક બનાવીશું:

ઉંમર (વર્ષમાં)ઊંચાઈ (cm) છોકરાઓઊંચાઈ (cm) છોકરીઓ
05353
49692
8114110
12129133
16150150
20173165

આલેખ પરથી તારણ: શરૂઆતમાં છોકરીઓ છોકરાઓ કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે. પરંતુ 18 વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. જુદી જુદી વ્યક્તિઓમાં ઊંચાઈમાં થતી વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે.
In simple words: Plotting the given data shows that girls initially grow faster than boys, but both reach their maximum height around 18 years old, though individual growth rates can vary.

Exam Tip: When analyzing growth data, look for patterns in growth rates, peak growth periods, and when maximum height is achieved, noting any differences between genders.

GSEB Class 8 Science तरुणावस्था तर३ Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

વર્ગમાં સૌથી ઊંચા અને સૌથી વામન (નીચા) વિદ્યાર્થીને તેમની ઊંચાઈની ગણતરી કરી નક્કી કરવા.

સાધન-સામગ્રી: માપપટ્ટી, નોટબુક.

પદ્ધતિઃ
1. માપપટ્ટી વડે વર્ગખંડની એક દીવાલ પર 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ, 4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ રેખાંકન કરો.
2. 4 ફૂટના રેખાંકનની ઉપર 6 ફૂટ સુધી સેમીનું પણ રેખાંકન કરો.
3. હવે, તમારી નોટબુકમાં વિદ્યાર્થીનાં નામ અથવા રોલ નંબર અને સામે તેની ઉંમર વર્ષમાં અને તેની ઊંચાઈ માટે ખાનાં તૈયાર કરો.
4. હવે, તમારા વર્ગના દરેક વિદ્યાર્થીની ઊંચાઈ માપી, નોટબુકમાં તૈયાર કરેલા ટેબલમાં ઉંમર અને ઊંચાઈની નોંધ કરો.
5. નીચે આપેલા કોકનો ઉપયોગ કરીને તેમની પૂર્ણ ઊંચાઈનું અનુમાન કરો.
6. તમારા રેકૉર્ડ પરથી સૌથી ઊંચા અને સૌથી નીચા વિદ્યાર્થી નક્કી કરો.

રૂપાંતરણ (Conversions):
1 ફૂટ = 30.48 સેમી
1 ફૂટ = 12 ઇંચ

અવલોકન (Observation):
વર્ગમાં વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 14 વર્ષ છે અને તેમણે સરેરાશ 93 % ઊંચાઈ પ્રાપ્ત કરી છે.

નિર્ણય (Conclusion):
વર્ગમાં સૌથી ઊંચા વિદ્યાર્થીનું નામ X છે. તેની ઊંચાઈ 4.9″ ફૂટ છે અને સૌથી નીચા વિદ્યાર્થી Yની ઊંચાઈ 4.1” ફૂટ છે.

પ્રવૃત્તિ 2:

આપેલી માહિતી પરથી ઉમર – ઊંચાઈનો આલેખ તૈયાર કરવો.

પૂર્ણ ઊંચાઈની ટકાવારી

ઉંમર (વર્ષમાં)છોકરાઓછોકરીઓ
872%77%
975%81%
1078%84%
1181%88%
1284%91%
1388%95%
1492%98%
1595%99%
1698%99.5%
1799%100%
18100%100%

પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી (સેમીમાં):
વર્તમાન ઊંચાઈ (સેમી)
\( \times 100 \)
વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની %

સાધન-સામગ્રી: માહિતીનું કોષ્ટક, આલેખપત્ર, પેન્સિલ, માપપટ્ટી.

પદ્ધતિઃ
1. એક આલેખપત્ર લો.
2. તેના પર માપપટ્ટી અને પેન્સિલ વડે આડી X-અક્ષ અને ઊભી Y-અક્ષ દોરો.
3. X-અક્ષ પર ઉંમર અને Y-અક્ષ પર ઊંચાઈની ટકાવારી દર્શાવો.
4. કોષ્ટકમાં છોકરા અને છોકરીએ ઉંમરના વર્ષોમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ ટકાવારી આલેખ પર દર્શાવો અને દર્શાવેલા સંકેતોને જોડી સળંગ લાઈન તૈયાર કરો.

હવે, તમારી ઉંમરને આલેખ પર ખાસ રીતે બતાવો. તમે ઊંચાઈની જે ટકાવારી પ્રાપ્ત કરી છે તેની જાણકારી મેળવો. તરુણાવસ્થાના અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો.

અવલોકન:
કોષ્ટક આધારે દોરેલા ગ્રાફ પરથી જણાય છે કે છોકરીમાં તરુણાવસ્થા એક-બે વર્ષ વહેલી શરૂ થાય છે.

આલેખ પર મારી ઉંમરને \( \circ \) ચિહનથી દર્શાવી છે. આ ઉંમરે વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈના 95 % ઊંચાઈ પ્રાપ્ત કરી છે.

મારી પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી:
વર્તમાન ઊંચાઈ (સેમી) = 133 સેમી
વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈના % = 95

\( \therefore \frac{133}{95} \times 100 = 140 \) સેમી

નિર્ણય:
તરુણાવસ્થાને અંતે મારી ઊંચાઈ 140 સેમી થશે.

પ્રવૃત્તિ 3:

આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ અત્યંત મહત્ત્વ ધરાવે છે. આપણા દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણીમાં આયોડિનનો અભાવ જોવા મળે છે. આપણા દેશમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ વધારે પ્રમાણમાં દેખાય છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપથી ગૉઈટર રોગ થાય છે. આ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી માત્રામાં આયોડિન પૂરું પાડવું આવશ્યક છે. તેનો સૌથી સરળ રસ્તો આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ છે. આયોડિનયુક્ત મીઠું શરીરની દૈનિક આયોડિન જરૂરિયાત પૂરી પાડે છે અને થાઇરૉઇડ ગ્રંથિનું કાર્ય યોગ્ય રીતે જાળવી રાખે છે.

પ્રવૃત્તિ 4:

તમારા મિત્રોનું એક જૂથ બનાવો. એવા ખાદ્ય પદાર્થોનાં નામ લખો, જે તમે ગઈ કાલે, નાસ્તામાં, બપોરે કે પછી સાંજના ભોજનમાં ખાધા હોય. એવા ખાદ્ય પદાર્થોની ઓળખ મેળવો કે જે ચોક્કસ વૃદ્ધિ માટે જવાબદાર હોય. જંકફૂડને પણ ઓળખો કે જે તમે ગઈ કાલે ખાધા હોય.

હું અને મારા મિત્રોનો આહાર

ખાદ્ય પદાર્થહુંમિત્ર Iમિત્ર IIમિત્ર IIIમિત્ર IVમિત્ર V
નાસ્તોદૂધ, બ્રેડ-બટરબૉર્નવીટા, પૌંઆચા, ભાખરીદૂધ, ટોસ્ટદૂધ, ફરસીપૂરીચા, પરોઠા
બપોરેરોટલી, બટાટાનું શાકકેરીનો રસ, શાકભાખરી, પરવરનું શાકરોટલી, મગની દાળ, ભાતચણા, પૂરીપનીરનું શાક, ભાત, કઢી
સાંજેવેજિટેબલ સેન્ડવિચઈડલી, દાળખીચડી, દૂધદૂધ, ભાખરીપીઝાવેજિટેબલ બિરયાની

મેં સવારે નાસ્તામાં સંતુલિત આહાર (દૂધ)નો ઉપયોગ કર્યો. બ્રેડ, રોટલી, બટાટામાં કાર્બોહાઇડ્રેટ, બટર (માખણ)માં ચરબી, મગમાં પ્રોટીન, વેજિટેબલમાં વિટામિન અને ખનીજ ક્ષારો વૃદ્ધિ માટે અગત્યના છે. મારા આહારમાં જંકફૂડ બ્રેડ પણ હતી.

પ્રવૃત્તિ 5:

તરુણના આહારના પોષક પદાર્થોની આવશ્યકતાનો ચાર્ટ તૈયાર કરવો.

માંસ (Meat)
માંસ વૃદ્ધિ માટે પ્રોટીન આપે છે.

શાકભાજી (Vegetables)
શાકભાજી રક્ષણાત્મક ખોરાક તરીકે વિટામિન અને ખનીજ ક્ષારો આપે છે.

ફળો (Fruits)
ફળો વિટામિન અને ખનીજ ક્ષારો આપે છે.

દૂધ અને ઈંડાં (Milk and Eggs)
દૂધ સંતુલિત આહાર છે, જે બધા જરૂરી પોષક ઘટકો આપે છે. ઈંડાં પ્રોટીન અને ચરબી આપે છે.

 

Activity 6:

તમારા વર્ગમાં એવા વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો કે જે નિયમિત વ્યાયામ (કસરત) કરે છે, તથા એવા વિદ્યાર્થીઓના પણ આંકડા એકત્રિત કરો કે જે કસરત કરતા નથી. શું તમને તેમની ચુસ્તી તથા સ્વાસ્થ્યમાં કોઈ ફરક જોવા મળે છે? નિયમિત કસરતના લાભ પર એક અહેવાલ તૈયાર કરો.

મારા વર્ગમાં કુલ 33 છોકરા અને 22 છોકરીઓ છે. 33 વિદ્યાર્થીઓ પૈકી 8 નિયમિત વ્યાયામ કરે છે જ્યારે 25 કરતા નથી. નિયમિત વ્યાયામ કરતા વિદ્યાર્થીઓ સ્ફૂર્તિલા અને તંદુરસ્ત છે. નિયમિત કસરતના લાભ:

  • 1. સ્ફૂર્તિ અને ચુસ્તી વધે છે.
  • 2. એકાગ્રતા વધે છે.
  • 3. શરીરની તાણ સહન કરવાની ક્ષમતા વધે છે.
  • 4. યાદશક્તિ વધે છે.
  • 5. રોગપ્રતિકારકતા વધે છે.
  • 6. સ્વસ્થ્ય સ્વર રહે છે.
  • 7. ખોરાકની પાચનક્ષમતા વધે છે.
  • 8. થાક અને કંટાળો દૂર થાય છે.
  • 9. ગાઢ નિદ્રા મળે / અનિદ્રાની તકલીફ દૂર છે.

 

Special Activities

 

Activity 1:

બાળલગ્નની કાનૂની પરિસ્થિતિ અને બાળલગ્નથી સર્જાતી સમસ્યાઓ પર વક્તવ્ય તૈયાર કરવું. બાળલગ્ન એટલે નાની ઉંમરે લગ્ન. આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની વય 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ નક્કી થયેલી છે. આ વયથી નાની ઉંમરે લગ્ન એટલે કે બાળલગ્ન કાનૂની ગુનો છે. તેના માટે જેલ અને આકરા દંડની સજાની જોગવાઈ છે.

બાળલગ્ન સામાજિક દૂષણ છે. તેનાથી વિવિધ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પુરુષ કુટુંબના ભરણપોષણ માટે કમાતો નથી. સ્ત્રી નાની વયે સામાજિક અને કૌટુંબિક જવાબદારી નિભાવવા પરિપક્વ નથી. શારીરિક રીતે પણ નબળી હોવાથી, આ સમયગાળામાં ગર્ભવતી બને તો બાળજન્મ માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોતી નથી. કેટલીક વાર પ્રસૂતિમાં માતા-બાળક બંને માટે જીવલેણ પરિસ્થિતિ બની શકે છે. બાળક ઓછા વજનનું અને નબળું જન્મવાની સંભાવના હોય છે. બાળલગ્નથી સૌથી મોટી સમસ્યા સ્ત્રી શિક્ષણમાં ઘટાડો થવાની છે.

 

Activity 2:

HIV/AIDS વિશે સમાચારપત્ર તેમજ પત્રિકાઓમાંથી માહિતી એકત્રિત કરો. HIV / AIDS વિશે 15થી 20 વાક્યોની નોંધ લખો.

HIV (હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી વાઇરસ)ના સંક્રમણથી AIDS (એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ) બીમારી ખૂબ જ ચેપી, ગંભીર અને જીવલેણ છે.

HIVનો ચેપ અજાણ્યા વ્યક્તિ સાથે અસુરક્ષિત યૌનસંબંધો, HIV ચેપગ્રસ્ત વ્યક્તિના રુધિરનો ઉપયોગ, ચેપગ્રસ્ત ઇજેક્શન સોય-સીરિજ, ચેપગ્રસ્ત સ્ત્રી દ્વારા ગર્ભ, શિશુમાં, અને ચેપગ્રસ્ત માતાના દૂધ વડે બાળકમાં ફેલાય છે.

1 ડિસેમ્બરને 1988થી દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

સમાચારપત્રો, દૃશ્ય-શ્રાવ્ય સાધનો દ્વારા સમાજની વ્યક્તિઓને એઇડ્સની ગંભીરતા, તેનો ફેલાવો અટકાવવાનાં પગલાંથી માહિતગાર કરવા માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે.

HIV મનુષ્ય શરીરના પ્રતિકાર કોષોમાં પ્રવેશી તેનો નાશ કરે છે. પરિણામે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. શરીર વિવિધ રોગોનો ભોગ બને છે અને અંતે વ્યક્તિનું મૃત્યુ થાય છે.

હાલના તબક્કે એઇડ્સને સંપૂર્ણ રીતે મટાડે તેવી કોઈ અસરકારક દવા કે રસી પ્રાપ્ત નથી. તેથી એઇડ્સને ફેલાતો રોકવો એ જ તેની સાચી સારવાર છે. AIDSને શરીરમાં પ્રબળ બનતો રોકવા ART (એન્ટિ રિટ્રો વાઈરલ ટ્રીટમેન્ટ) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

 

Activity 3:

આપણા દેશમાં 1000 પુરુષોની સાપેક્ષે 882 સ્ત્રીઓ છે. જાણકારી મેળવો કે:

Question (a). ઓછી માત્રા માટે સમાજની શું ચિંતા છે. યાદ રાખો કે, છોકરો કે છોકરી જન્મવાની સંભાવના એકસરખી છે.
Answer: સ્ત્રીઓના ઓછા પ્રમાણથી પુરુષોને લગ્ન માટે સ્ત્રી પાત્ર મેળવવામાં મુશ્કેલી, બળાત્કાર, સ્ત્રીઓ પર હુમલા, નાની બાળકીઓ પર જાતીય ગુનાઓ વધવા એ સમાજની મોટી ચિંતાઓ છે.
In simple words: જો સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય, તો પુરુષોને લગ્ન માટે સ્ત્રીઓ મળતી નથી. તેનાથી બળાત્કાર અને બાળકીઓ પરના ગુનાઓ જેવા સામાજિક પ્રશ્નો વધે છે. આ સમાજ માટે એક મોટી ચિંતા છે.

Exam Tip: આવા સામાજિક પ્રશ્નોના ઉત્તરમાં, સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થવાથી થતી વિવિધ સમસ્યાઓનો ઉલ્લેખ કરો.

 

Question (b). એગ્નિઓસેન્ટેસિસ શું છે તથા આ તકનિક કઈ રીતે ઉપયોગી છે? ભારતમાં આ તકનિક દ્વારા ગર્ભસ્થ શિશુની જાતિ પરીક્ષણ કરવા માટે કેમ પ્રતિબંધ છે?
Answer: સ્ત્રીના ગર્ભાશયમાં વિકાસ પામતા ભ્રૂણની આસપાસના ઉલ્વ પ્રવાહીને જંતુરહિત સીરિજ દ્વારા બહાર કાઢવાની પ્રક્રિયાને એમ્નીઓસેન્ટેસિસ કહેવાય છે. આ પદ્ધતિ વિકાસ પામતા ભ્રૂણમાં રહેલી આનુવંશિક ખામીને જન્મ પહેલાં જાણવા મદદરૂપ થાય છે. જો કોઈ આનુવંશિક ખામી જણાય, તો ગર્ભપાત કરીને ભ્રૂણને દૂર કરી અસાધ્ય રોગવાળા બાળકના જન્મ પર રોક લગાવી શકાય છે. ભારતમાં, આ પદ્ધતિ દ્વારા ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણ પર પ્રતિબંધ છે. આનું કારણ એ છે કે જો જન્મ પહેલાં ગર્ભસ્થ શિશુનું લિંગ માદા નક્કી થાય, તો આવા ભ્રૂણને દૂર કરાય છે. પરિણામે, સમાજમાં પુરુષ-સ્ત્રીના જાતિ-પ્રમાણમાં અસંતુલન થાય છે.
In simple words: એમ્નીઓસેન્ટેસિસ એટલે ભ્રૂણની આસપાસના પાણીને બહાર કાઢવું. આ પરીક્ષણ ભ્રૂણમાં ખામીઓ જાણવા માટે ઉપયોગી છે. ભારતમાં, લિંગ તપાસ પર પ્રતિબંધ છે કારણ કે છોકરી હોય તો ભ્રૂણ દૂર કરવામાં આવે છે, જેનાથી સમાજમાં સ્ત્રી-પુરુુષનો ગુણોત્તર બગડે છે.

Exam Tip: એમ્નીઓસેન્ટેસિસની વ્યાખ્યા અને તેના ઉપયોગો સ્પષ્ટ કરો. ભારતમાં પ્રતિબંધના કારણો સામાજિક અસંતુલન પર ભાર મૂકીને સમજાવો.

Free study material for Science

Free GSEB Textbook Explanations: Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

Accessing Chapter 10 તરુણાવસ્થા તરફ Solutions

Access structured GSEB textbook solutions for Chapter 10 તરુણાવસ્થા તરફ. Designed in alignment with the latest academic curriculum for Class 8 Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 8 Science

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 8 Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Maximizing Study Efficiency

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 8 Science.

FAQs

Where can I find the latest GSEB Class 8 Science Solutions Chapter 10 તરુણાવસ્થા તરફ for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Science Solutions Chapter 10 તરુણાવસ્થા તરફ is available for free on StudiesToday.com. These solutions for Class 8 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Science Solutions Chapter 10 તરુણાવસ્થા તરફ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Science Solutions Chapter 10 તરુણાવસ્થા તરફ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Science Solutions Chapter 10 તરુણાવસ્થા તરફ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Science. You can access GSEB Class 8 Science Solutions Chapter 10 તરુણાવસ્થા તરફ in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Science Solutions Chapter 10 તરુણાવસ્થા તરફ in printable PDF format for offline study on any device.