GSEB Class 7 Science Solutions Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત

Official GSEB Solutions for Class 7 Science: Chapter 08 પવન, વાવાઝોડું અને ચક્રવાત

Explore reliable textbook solutions for Chapter 08 પવન, વાવાઝોડું અને ચક્રવાત tailored for Class 7 learners. Utilizing these Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Chapter-wise Solutions for Science: Chapter 08 પવન, વાવાઝોડું અને ચક્રવાત

Access the complete solution PDF for Class 7 Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

પવન, વાવાઝોડું અને ચક્રવાત Class 7 Science Chapter 8

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરોઃ

 

Question 1. પવન એ ...... હવા છે.
Answer: ગતિશીલ
In simple words: પવન એટલે ગતિ કરતી હવા.

Exam Tip: Recall the basic definition of wind to easily fill in such blanks related to natural phenomena.

 

Question 2. પવનની ઉત્પત્તિનું કારણ પૃથ્વીની સપાટીની ...... ગરમ થવાની ઘટના છે.
Answer: અસમાન
In simple words: પૃથ્વીની સપાટીનું જુદી જુદી જગ્યાએ અલગ રીતે ગરમ થવું એ પવન બનવાનું મુખ્ય કારણ છે.

Exam Tip: Uneven heating of the Earth's surface is a key concept in understanding wind formation. Remember that warm air rises, and cooler air moves in to take its place.

 

Question 3. પૃથ્વીની સપાટી નજીક ......... હવા ઉપર ચડે છે, જ્યારે ......... હવા નીચે આવે છે.
Answer: ગરમ, ઠંડી
In simple words: પૃથ્વીની નજીક ગરમ હવા ઉપર જાય છે, જ્યારે ઠંડી હવા નીચે આવે છે.

Exam Tip: This relates to the principle of convection. Hot air is less dense and rises, while cold air is more dense and sinks, leading to air currents.

 

Question 4. હવાનો પ્રવાહ દબાણવાળા વિસ્તારથી દબાણવાળા વિસ્તાર તરફ હોય છે.
Answer: ઊંચા, નીચા
In simple words: હવા હંમેશાં વધુ દબાણવાળી જગ્યાએથી ઓછા દબાણવાળી જગ્યા તરફ જાય છે.

Exam Tip: Air pressure differences are the driving force behind wind. Wind flows from areas of high pressure to areas of low pressure to balance the system.

 

Question 2. આપેલા સ્થળે પવનની દિશા જાણવા માટેની બે પદ્ધતિઓ જણાવો.
Answer: આપેલા સ્થળે પવનની દિશા જાણવાની બે પદ્ધતિઓ નીચે મુજબ છે:
1. મુઠ્ઠીમાં ધૂળ લઈ ધીમે ધીમે નીચે પડવા દેવાથી ધૂળ જે દિશામાં જાય તે પવનની દિશા છે એમ કહી શકાય.
2. વિન્ડવૅન કે વિન્ડકૉક સાધનની મદદથી પવનની દિશા જાણી શકાય છે.
In simple words: પવનની દિશા જાણવા માટે, તમે મુઠ્ઠીમાંથી ધૂળ છોડીને જોઈ શકો છો કે તે કઈ તરફ જાય છે. બીજો રસ્તો વિન્ડવૅન અથવા વિન્ડકૉક જેવા સાધનો વાપરવાનો છે.

Exam Tip: When describing methods, ensure they are practical and clearly state how the wind's direction is indicated. Mentioning simple observation and scientific instruments covers both basic and advanced approaches.

 

Question 3. પુસ્તકમાં આપેલાં ઉદાહરણો સિવાય બીજા બે તમારા અનુભવો જણાવો કે જે દર્શાવે કે હવા દબાણ કરે છે.
Answer: હવા દબાણ કરે છે તેનો અનુભવ કરાવતી ઘટનાઓ:
1. ઠંડાં પીણાંને સ્ટ્રૉં વડે પી શકાય છે. અહીં સ્ટ્રૉ વડે હવા ખેંચવાથી સ્ટ્રૉમાં હવાનું દબાણ ઘટી જાય છે. આથી બૉટલમાંથી સ્ટ્રૉમાં પ્રવાહી ઊંચે ચડે છે.
2. કાચની પોલી નળીને પાણીમાં અડધી ડુબાડી નળીના ઉપરના ખુલ્લા છેડા પર આંગળી દબાવી નળીને પાણીની બહાર કાઢવા છતાં નળીમાંથી પાણી નીચે પડતું નથી.
In simple words: હવા દબાણ કરે છે તે દર્શાવવા માટે, સ્ટ્રૉ વડે ઠંડાં પીણાં પી શકાય છે કારણ કે તમે હવા ખેંચો ત્યારે સ્ટ્રૉની અંદર દબાણ ઘટે છે. બીજું, જો તમે કાચની નળીને પાણીમાં અડધી ડુબાડીને ઉપરની બાજુ આંગળીથી બંધ કરો અને પછી તેને બહાર કાઢો, તો પાણી નીચે પડતું નથી, કારણ કે હવાનું દબાણ તેને પકડી રાખે છે.

Exam Tip: When providing examples, choose common, relatable experiences. Clearly explain the role of air pressure in each scenario to demonstrate understanding of the concept.

 

Question 4. તમે ઘર ખરીદવા માગો છો. શું તમે બારીઓ ધરાવતું પરંતુ વેન્ટિલેટર (હવાબારી) વગરનું ઘર ખરીદશો? તમારો જવાબ સમજાવો.
Answer: ના, આવું ઘર ખરીદવું આરોગ્ય માટે યોગ્ય નથી. કારણ: ઘરમાં ચોખ્ખી હવા બારીમાંથી દાખલ થાય છે. ગરમ હવા ઘરના ઉપરના ભાગમાં આવેલા વેન્ટિલેટર દ્વારા બહાર નીકળી જાય છે અને તેની જગ્યા લેવા બારીમાંથી હવા ઘરમાં દાખલ થાય છે. આમ થતાં હવાની અવરજવર ચાલુ રહે છે. આમ, ઘરમાં બારી અને વેન્ટિલેટર બંનેનું હોવું જરૂરી છે.
In simple words: ના, હું એવું ઘર નહીં ખરીદું જેમાં ફક્ત બારીઓ હોય પણ વેન્ટિલેટર (હવાબારી) ન હોય, કારણ કે તે તંદુરસ્તી માટે સારું નથી. બારીઓ તાજી હવા અંદર લાવે છે, અને વેન્ટિલેટર ગરમ હવાને બહાર કાઢવામાં મદદ કરે છે, જેથી ઘરની અંદર હવા સારી રીતે ફરતી રહે.

Exam Tip: When answering questions about practical scenarios, connect your answer to scientific principles (like convection and air circulation) and explain the health implications clearly.

 

Question 5. લટકતાં જાહેરાતનાં કપડાં કે પ્લાસ્ટિકનાં બૅનરો તથા જાહેરાતનાં હૉડિંગ પર કાણાં શા માટે પાડવામાં આવે છે?
Answer: હવા દબાણ કરે છે. આ દબાણને લીધે જાહેરાતનાં કપડાં કે પ્લાસ્ટિકનાં બૅનરો તથા હૉર્ડિંગ પવન આવવાથી ધ્રૂજે છે અને કપડું કે બૅનર ફાટી જાય છે. જો તેમનાં પર કાણાં પાડવામાં આવે, તો તેમાંથી હવા પસાર થાય છે. આથી હવાના દબાણની અસર થતી નથી. પરિણામે જાહેરાતનાં કપડાં કે પ્લાસ્ટિકના બૅનરો તથા જાહેરાતના હૉડિંગ ફાટી જતાં નથી.
In simple words: જાહેરાતના બૅનરો કે હૉડિંગ પર છિદ્રો બનાવવામાં આવે છે કારણ કે હવા દબાણ કરે છે. જ્યારે પવન ફૂંકાય છે, ત્યારે આ દબાણને કારણે બૅનરો ફાટી શકે છે. છિદ્રો હવાને તેમાંથી પસાર થવા દે છે, જેનાથી દબાણની અસર ઓછી થાય છે અને બૅનરો ફાટતા અટકે છે.

Exam Tip: Explain the underlying scientific principle (air pressure) and then clearly describe how the practical solution (holes) mitigates the problem to ensure full marks.

 

Question 6. તમારા ગામ / શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે તમારા પડોશીને તમે કેવી રીતે મદદ કરશો?
Answer: ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે પડોશીને નીચે મુજબ મદદ કરીશું:
1. દૂરદર્શન, રેડિયો અને સમાચારપત્રોના માધ્યમ દ્વારા અપાતી ચેતવણીથી તેમને માહિતગાર કરીશું.
2. ચક્રવાત વખતે પડોશીને પોલીસ, ફાયરબ્રિગેડ અને મેડિકલની જરૂર હોય તો મદદ કરીશું.
3. આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર ન નીકળવા સમજાવીશું.
4. ઘરગથ્થુ જરૂરી વસ્તુઓ સહી-સલામત જગ્યાએ રાખવામાં મદદ કરીશું.
In simple words: જ્યારે આપણા ગામમાં કે શહેરમાં ચક્રવાત આવે, ત્યારે આપણે પડોશીઓને ટીવી, રેડિયો અને પેપરમાં આવતી ચેતવણીઓ જણાવીને મદદ કરીશું. જરૂર પડે ત્યારે પોલીસ, ફાયરબ્રિગેડ અને ડોકટરોને બોલાવીશું. તેમને બહાર ન જવા સમજાવીશું અને ઘરની જરૂરી વસ્તુઓ સુરક્ષિત રાખવામાં સહાય કરીશું.

Exam Tip: Focus on practical and community-oriented actions during a natural disaster. Categorize your points for clarity, such as communication, emergency services, safety, and preparedness.

 

Question 7. ચક્રવાત વડે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયાં આયોજનો જરૂરી છે?
Answer: ચક્રવાત વડે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા નીચેનાં આયોજનો કરવાં જરૂરી છે:
1. આપણે અનિવાર્ય ઘરેલું સામાન, પાલતુ જાનવરો અને વાહનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પ્રબંધ કરવો જોઈએ.
2. જરૂરી ગૃહોપયોગી વસ્તુઓ પૅક કરી તૈયાર રાખવી.
3. આકસ્મિક સેવાઓ જેવી કે પોલીસ, ફાયરબ્રિગેડ અને મેડિકલ સેન્ટરના નંબરની માહિતી સાથે રાખવી.
4. જરૂરી પાણીનો, ખાવાની વસ્તુઓનો સંગ્રહ કરી રાખવો.
5. ઇલેક્ટ્રિક સાધનોનાં જોડાણ છોડી નાખવાં.
6. અજાણ્યા ભરાયેલા પાણીમાં વાહન ચલાવવું નહિ.
In simple words: ચક્રવાતનો સામનો કરવા માટે કેટલાક આયોજન કરવા જોઈએ. તેમાં ઘરેલું વસ્તુઓ, પાલતુ પ્રાણીઓ અને વાહનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો સમાવેશ થાય છે. જરૂરી ઘરવપરાશની વસ્તુઓ તૈયાર રાખવી જોઈએ અને પોલીસ, ફાયરબ્રિગેડ જેવા ઈમરજન્સી સેવાઓના નંબરો હાથવગા રાખવા જોઈએ. પાણી અને ખોરાકનો સંગ્રહ કરવો, ઇલેક્ટ્રિક ઉપકરણો અનપ્લગ કરવા અને અજાણ્યા પાણીમાં વાહન ન ચલાવવું એ પણ મહત્વપૂર્ણ છે.

Exam Tip: Comprehensive preparedness involves multiple aspects: securing assets, emergency contacts, essential supplies, utility safety, and avoiding hazards. Presenting a structured list makes the answer easy to follow.

 

Question 8. નીચે આપેલાં સ્થળોમાંથી કયાં સ્થળોએ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી?
(1) ચેન્નઈ
(2) મંગલૂરુ (મંગલોર)
(3) અમૃતસર
(4) પુરી

Answer: (3) અમૃતસર
In simple words: અમૃતસર એવી જગ્યા છે જ્યાં ચક્રવાત આવવાની શક્યતા નથી, કારણ કે તે દરિયાકિનારે નથી.

Exam Tip: Cyclones primarily affect coastal regions. To answer such questions, recall the geographical location of the places mentioned and identify the one furthest from a coastline or in an inland area.

 

Question 9. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે?
(1) શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે.
(2) ઉનાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે.
(3) ખૂબ જ ઊંચું દબાણ અને તેની આસપાસ હવાના ઝડપથી ભ્રમણને લીધે ચક્રવાત સર્જાય છે.
(4) ભારતના દરિયાકાંઠા પર ચક્રવાત આવવાની સંભાવના નથી.

Answer: (1) શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે.
In simple words: સાચું વિધાન એ છે કે ઠંડીની ઋતુમાં હવા જમીન પરથી દરિયા તરફ જાય છે.

Exam Tip: This question tests knowledge about land and sea breezes. During winter, land cools faster than the sea, creating high pressure over land and low pressure over the sea, causing wind to flow from land to sea.

GSEB Class 7 Science પવન, વાવાઝોડું અને ચક્રવાત Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

હવા દબાણ કરે છે તે સાબિત કરવું.

સાધન-સામગ્રીઃ ઢાંકણા સાથેનો ટિનનો (પતરાનો) ડબો, બન્સન બર્નર, ત્રિપાઈ, તારની જાળી, પાણી.

આકૃતિ: ડબામાં હવાનું દબાણ ઘટવાથી ડબો વિકૃત બને છે.

પદ્ધતિઃ

  1. ઢાંકણા સાથેનો ટિનનો (પતરાનો) ડબો લો. ઢાંકણું ખોલી દો. હવે તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો.
  2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડબાને બન્સન બર્નર વડે ગરમ કરો.
  3. ડબામાંથી પાણીની વરાળ બહાર નીકળે ત્યારે ડબાને નીચે ઉતારી તરત જ કાળજીપૂર્વક ડબાનું ઢાંકણું ચુસ્ત રીતે બંધ કરી દો.
  4. ડબાને ધાતુના પહોળા છીછરા પાત્રમાં મૂકો.
  5. ડબા પર ઠંડું પાણી રેડો. ડબાના આકારમાં શો ફેરફાર થાય છે તેનું અવલોકન કરો.

અવલોકનઃ ડબો કચડાઈ જાય છે અને તેનો આકાર વિકૃત બને છે.

આમ થવાનું કારણઃ ડબા પર ઠંડું પાણી રેડતાં ડબાની અંદર રહેલી પાણીની વરાળ ઠંડી પડી પાણીમાં રૂપાંતર પામે છે. પાણીની વરાળ કરતાં બનેલું પાણી ઓછી જગ્યા રોકે છે. આથી ડબાની અંદરની હવાનું દબાણ ઘટી જાય છે. ડબાની બહારના ભાગનું હવાનું દબાણ વધારે હોવાથી ડબાના કચડાઈ જવાનું કારણ બને છે.

નિર્ણયઃ હવા દબાણ કરે છે.

પ્રવૃત્તિ 2:

પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે તે દર્શાવવું.

સાધન-સામગ્રી: સાંકડા મોંવાળી બૉટલ, કાગળના ટુકડાનો ડૂચો.

પદ્ધતિઃ

  1. સાંકડા મોંવાળી ખાલી બૉટલ લો.
  2. બૉટલના મુખના કદ કરતાં નાના કદનો કાગળનો ડૂચાનો દડો બનાવો.

આકૃતિ: કાગળનો ડૂચો બૉટલમાં જતો નથી.

  1. બૉટલને તેની બાજુમાંથી પકડી આડી રાખો જેથી બૉટલનું મુખ તમારી તરફ રહે.
  2. તમે બનાવેલ કાગળના ડૂચાનો દડો બૉટલના મુખ પર મૂકો.
  3. હવે તેને ફૂંક મારીને બૉટલમાં અંદરની તરફ ધકેલવાનો પ્રયત્ન કરો. તમારું અવલોકન જણાવો.
  4. જુદાં કદની બૉટલો માટે ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો.

અવલોકન: કાગળનો દડો બૉટલમાં ધકેલી શકાતો નથી.

આમ થવાનું કારણઃ ફૂંક મારવાથી પવનનો વેગ વધે છે. આથી કાગળના દડા પર હવાનું દબાણ ઘટે છે. બૉટલમાં હવાનું દબાણ વધારે હોવાથી કાગળના દડા પર હવા બહારની તરફ ધક્કો પેદા કરે છે. આથી કાગળનો દડો બૉટલમાં અંદર ધકેલાતો નથી, પરંતુ બહાર નીકળી જાય છે.

નિર્ણયઃ પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે.

પ્રવૃત્તિ ૩:

પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે તે દર્શાવવું.

સાધન-સામગ્રી: સમાન કદના બે ફુગ્ગા, પાણી, પાતળી લાકડી.

પદ્ધતિઃ

  1. લગભગ સમાન કદના બે ફુગ્ગા લો.
  2. બંનેમાં થોડું પાણી ભરો.

આકૃતિ: બે ફુગ્ગાની વચ્ચે ફૂંક મારવી

  1. બંને ફુગ્ગાને લગભગ સમાન કદમાં ફુલાવીને તે દરેકની સાથે દોરી બાંધો.
  2. હવે પાતળી લાકડી પર બંને ફુગ્ગાને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે 8થી 10 સેમીનું અંતર રહે.
  3. હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો. શું થાય છે તેનું અવલોકન કરો.

અવલોકનઃ બે ફુગ્ગાના વચ્ચેના ભાગમાં ફૂંક મારવાથી તેઓ એકબીજાની નજીક આવે છે.

આમ થવાનું કારણ: બે ફુગ્ગાના વચ્ચેના ભાગમાં ફૂંક મારવાથી વચ્ચેની જગ્યામાં હવાનું દબાણ ઘટે છે. આથી બે ફુગ્ગા વચ્ચેની જગ્યામાં ધકેલાતાં એકબીજાની નજીક આવે છે.

નિર્ણયઃ પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે.

પ્રવૃત્તિ 4:

પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે તે દર્શાવવું.

સાધન-સામગ્રી: 20 સેમી લાંબી અને 3 સેમી પહોળી કાગળની પટ્ટી.

પદ્ધતિઃ

  1. 20 સેમી લાંબી અને 3 સેમી પહોળી કાગળની પટ્ટી લો.
  2. તેને તમારા હાથના અંગૂઠા તથા પહેલી આંગળી વચ્ચે પકડો.
  3. હવે કાગળની પટ્ટીની ઉપરના ભાગમાં ફંક મારો. શું થાય છે તેનું અવલોકન કરો.

અવલોકન: પટ્ટી ઉપર ઊંચકાઈ જાય છે.

આમ થવાનું કારણ: પટ્ટીની ઉપરના ભાગમાં ફૂંક મારવાથી ત્યાં હવાનું દબાણ ઘટે છે. આથી પટ્ટી તે તરફ ઊંચકાય છે.

નિર્ણયઃ પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે.

પ્રવૃત્તિ 5:

હવા ગરમ થવાથી તેનું કદ વધે છે અને ઠંડી પડવાથી તેનું કદ ઘટે છે તે દર્શાવવું.

સાધન-સામગ્રી: કસનળી, રબરનો ફુગ્ગો, બેબીકર, ઘેરી.

આકૃતિ: ગરમ પાણી અને ઠંડા પાણીમાં મૂકેલ કસનળી

પદ્ધતિઃ

  1. એક કસનળી લો.
  2. તેના મોંઢા પર રબરના ફુગ્ગાને સહેજ ખેંચીને બાંધી દો.
  3. બીકરમાં ગરમ પાણી પાણીમાં મરો. તેમાં કસનળીને મૂકો.
  4. બે કે ત્રણ મિનિટ સુધી અવલોકન કરો. ફુગ્ગાના આકારમાં કોઈ ફેરફાર થાય છે?
  5. હવે કસનળીને બીકરમાંથી બહાર કાઢી લો. તેને ઠંડી પડવા દો. શું થાય છે તે જુઓ.
  6. બીજા બકરમાં બરફનું ઠંડું પાણી લઈ તેમાં ફુગ્ગાવાળી કસનળીને બે કે ત્રણ મિનિટ સુધી મૂકી રાખો. ફુગ્ગાના આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો.

અવલોકન:

  1. જ્યારે ગરમ પાણીમાં ફુગ્ગાવાળી કસનળીને મૂકવામાં આવે છે ત્યારે ફુગ્ગો ફૂલે છે.
  2. ગરમ પાણીમાં મૂકેલી કસનળીને બહાર કાઢતાં ઠંડી પડે છે. આ વખતે ફૂલેલો ફુગ્ગો સંકોચાવા લાગે છે.
  3. બીજા બીકરના બરફના ઠંડા પાણીમાં કસનળી મૂકતાં ફુગ્ગો વધુ સંકોચાઈ જાય છે.

નિર્ણયઃ હવા ગરમ થવાથી તેનું કદ વધે છે અને ઠંડી પડવાથી તેનું કદ ઘટે છે.

પ્રવૃત્તિ 6:

ગરમ હવા ઠંડી હવાની સરખામણીમાં હલકી હોય છે તે દર્શાવવું.

સાધન-સામગ્રી: સમાન કદની કાગળની બે કોથળીઓ, લાકડાની લાંબી સળી, મીણબત્તી, દોરી.

આકૃતિ:

(a) કાગળની બે ખાલી કોથળીઓની સમતોલન સ્થિતિ
(b) એક કોથળીમાં ગરમ હવા ભરાતા અસમતોલ સ્થિતિ
(આકૃતિ ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે.)

પદ્ધતિઃ

  1. સમાન કદની બે ખાલી કાગળની કોથળીઓ લો.
  2. હવે લાકડાની સળીના બને છેડા પર બે ખાલી કોથળીઓને દોરી વડે ઊંધી એવી રીતે લટકાવો કે તેમના ખુલ્લા ભાગ નીચે તરફ રહે.
  3. હવે લાકડાની સળીના મધ્ય ભાગમાં મજબૂત દોરીનો ટુકડો બાંધી આધાર સાથે લટકાવી ત્રાજવા જેવી સમતોલ સ્થિતિ તૈયાર કરો.
  4. હવે ગમે તે એક કોથળીના ખુલ્લા ભાગની નીચે સહેજ દૂર રહે તેમ સળગતી મીણબત્તી ગોઠવો. શું થાય છે તેનું અવલોકન કરો.

અવલોકન : સળગતી મીણબત્તીની ઉપરની કોથળીમાં ગરમ હવા ભરાવાથી તે કોથળીવાળું પલ્લું ઉપર ઊંચકાય છે.

આમ થવાનું કારણ : મીણબત્તી સળગવાથી ગરમ હવા કોથળીમાં ભરાય છે. બીજી કોથળીમાં ઠંડી હવા છે. ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોવાથી ગરમ હવાવાળું ત્રાજવાનું પલ્લું હલકું બની ઉપર ઊંચકાય છે.

નિર્ણયઃ ગરમ હવા ઠંડી હવાની સરખામણીમાં હલકી હોય છે.

Free study material for Science

Free GSEB Textbook Explanations: Class 7 Science Chapter 08 પવન, વાવાઝોડું અને ચક્રવાત

Chapter Exercise Answers for Class 7 Science

Explore reliable textbook solutions for Chapter 08 પવન, વાવાઝોડું અને ચક્રવાત tailored for Class 7 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Science.

Detailed Answer Guides for Chapter 08 પવન, વાવાઝોડું અને ચક્રવાત

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 08 પવન, વાવાઝોડું અને ચક્રવાત concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 7 Exams

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 7 Science.

FAQs

Where can I find the latest GSEB Class 7 Science Solutions Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત for the 2026-27 session?

The complete and updated GSEB Class 7 Science Solutions Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત is available for free on StudiesToday.com. These solutions for Class 7 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 7 Science Solutions Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Science Solutions Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 7 Science Solutions Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Science. You can access GSEB Class 7 Science Solutions Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire GSEB Class 7 Science Solutions Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત in printable PDF format for offline study on any device.