Get the most accurate GSEB Solutions for Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 7 Science. Our expert-created answers for Class 7 Science are available for free download in PDF format.
Detailed Chapter 18 દૂષિત પાણીની વાર્તા GSEB Solutions for Class 7 Science
For Class 7 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 7 Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 18 દૂષિત પાણીની વાર્તા solutions will improve your exam performance.
Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા GSEB Solutions PDF
પાઠયપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
ખાલી જગ્યા પૂરો:
Question 1. પાણીના શુદ્ધીકરણની પ્રક્રિયા એ ..................... દૂર કરવાની પ્રક્રિયા છે.
Answer: પ્રદૂષકો
In simple words: The process of purifying water means removing unwanted pollutants from it.
Exam Tip: Remember that water purification primarily targets the removal of harmful substances, known as pollutants.
Question 2. ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ ..................... કહેવાય છે.
Answer: સુએઝ
In simple words: Dirty water that comes from homes is called sewage.
Exam Tip: Understand that domestic wastewater is a major component of sewage and contains various impurities.
Question 3. સુકાયેલ ..................... એ ખાતર તરીકે ઉપયોગી છે.
Answer: કાદવ (Sludge)
In simple words: Dried sludge can be used as fertilizer to help plants grow.
Exam Tip: Note that sludge is a byproduct of wastewater treatment that, once dried, can be recycled for agricultural use.
Question 4. ગટરોની પાઇપલાઇન ..................... અને ..................... દ્વારા બંધ થઈ શકે છે.
Answer: ખાદ્યતેલ, ચરબી
In simple words: Sewer pipes can become blocked by cooking oil and fats.
Exam Tip: Always remember that disposing of oils and fats down drains can cause blockages in the sewage system.
Question 2. સુએઝ શું છે? સારવાર ન પામેલ સુએઝને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે?
Answer: સુએઝ એ ઘરો, ઉદ્યોગો, હૉસ્પિટલો, કાર્યાલયો અને બીજી ઘણી જગ્યાએથી નીકળતો પ્રવાહી કચરો છે. સારવાર ન કરાયેલ સુએઝ આરોગ્ય માટે ખતરનાક હોય છે. તેમાં તરતા ઘન પદાર્થો, અકાર્બનિક અને કાર્બનિક અશુદ્ધિઓ, પોષકતત્ત્વો, મૃતદેહોને ખાઈને જીવતા બૅક્ટરિયા અને અન્ય નાના જીવો હોય છે. જો સુએઝને નદીઓ કે દરિયામાં છોડવામાં આવે, તો તેનાથી પાણીમાં રહેલા જીવો જોખમમાં મુકાય છે. ગંદુ પાણી મનુષ્યોમાં રોગો ફેલાવી શકે છે. તેથી, તેને નદી કે દરિયામાં છોડવું ખૂબ હાનિકારક છે.
In simple words: Sewage is liquid waste from homes, industries, and hospitals. Releasing untreated sewage into rivers or oceans is harmful because it pollutes water, endangers aquatic life, and spreads diseases among people.
Exam Tip: When describing sewage, emphasize its diverse origin and harmful components. For its dangers, focus on environmental impact (aquatic life) and public health (disease spread).
Question 3. તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? સમજાવો.
Answer: તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચીકણા હોવાથી પાઈપમાં ચોંટી જાય છે. આનાથી બીજા કચરાને પણ જામી દે છે. પરિણામે ગટરમાં પાણીના વહેવામાં અવરોધ પેદા થાય છે. આને લીધે ગટરો જામ થઈ જાય છે. પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી બહાર ઊભરાય છે. તેથી, તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા ન જોઈએ.
In simple words: Oil and fatty substances should not be put into drains because they can stick to pipes, causing blockages and making dirty water overflow from the sewers.
Exam Tip: When answering about oil and fat disposal, highlight the stickiness of these substances and their effect on pipe blockage and water flow.
Question 4. ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધીકરણ માટેના જુદા જુદા તબક્કાઓ સમજાવો.
Answer: ગટરના ગંદા પાણીની સારવાર (વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) દરમિયાન શુદ્ધીકરણ માટેના જુદા જુદા તબક્કાઓ નીચે મુજબ છે:
(1) ગટરના ગંદા પાણીને બારસ્ક્રીન (યાંત્રિક ફિલ્ટર) માંથી પસાર કરવામાં આવે છે. આથી મોટા કચરાની વસ્તુઓ જેવી કે ચીંથરાં, લાકડીઓ, પ્લાસ્ટિકના પૅકેટ, હાથરૂમાલ વગેરેને દૂર કરી શકાય છે.
(2) પછી ગંદા પાણીને અવસાદન ટાંકામાં લઈ જવામાં આવે છે. અહીં પાણીના પ્રવાહની ગતિ ધીમી કરી દેવામાં આવે છે. ત્યાં રેતી, કાંકરી, પથ્થર વગેરે નીચે તળિયે બેસી જાય છે.
(3) ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે. ટાંકો મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે. તે ભાગમાં મળ જેવા નકામા ઘન પદાર્થો તળિયે બેસી જાય છે, જેને ક્રેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે. તેને કાદવ (Sludge) કહે છે. પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્કીમર દ્વારા દૂર કરવામાં આવે છે, આ રીતે પ્રક્રિયા પામેલા પાણીને સ્વચ્છ પાણી કહે છે. ક્રેપર દ્વારા દૂર કરાયેલા કાદવ (Sludge) ને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે. ત્યાં ઍનઍરોબિક બૅક્ટરિયા તેનું વિઘટન કરી બાયોગેસ બનાવે છે.
(4) શુદ્ધીકરણ પામેલા પાણીમાં ઍરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે. તેમાં ઍરોબિક બૅક્ટરિયા વૃદ્ધિ પામી મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે. થોડા કલાકો પછી નિલંબિત બૅક્ટરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે, જેને ક્રિયાશીલ કાદવ કહે છે. ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે. ક્રિયાશીલ કાદવમાં 97% પાણી હોય છે. હવે પાણીને રેતી સૂકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે.
પ્રક્રિયા પામેલા પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે. પ્રકૃતિ ફરીથી તેને શુદ્ધ કરે છે. કેટલીક વાર પાણીને ક્લોરિન અથવા ઓઝોન જેવા રસાયણો ઉમેરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે.
In simple words: Wastewater treatment involves several steps: first, large items are removed by bar screens; then, sand and grit settle in a tank; next, solids like sludge and floating materials are removed, and anaerobic bacteria produce biogas from sludge. Finally, air is added for aerobic bacteria to break down impurities, creating activated sludge, and the water is disinfected before release.
Exam Tip: When explaining wastewater treatment, ensure you cover all four key stages: physical (screening, sedimentation), primary (sludge removal), secondary (aeration, activated sludge), and disinfection, detailing the purpose of each.
Question 5. કાદવ એ શું છે? તેને કેવી રીતે સારવાર અપાય છે તે સમજાવો.
Answer: ગંદા પાણીની સારવાર દરમિયાન અવસાદન ટાંકી અને દ્વિતીય અવક્ષેપન ટાંકી દ્વારા એકત્ર કરાતા ઘન કચરાને કાદવ (Sludge) કહે છે. તેને સ્ક્રેપર દ્વારા દૂર કરાય છે. કાદવ (Sludge) ને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે. ત્યાં ઍનઍરોબિક બૅક્ટરિયા દ્વારા તેનું વિઘટન કરી તેમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. બાકી રહેલો ભાગ સૂકવી ખાતર તરીકે વપરાય છે.
In simple words: Sludge is the solid waste collected during wastewater treatment. It's removed by scrapers, then taken to a separate tank where anaerobic bacteria break it down to produce biogas. The remaining dried sludge is then used as fertilizer.
Exam Tip: Define sludge clearly and then outline the two main steps of its treatment: anaerobic digestion for biogas production and drying for use as fertilizer.
Question 6. “સારવાર ન પામેલ માનવમળ એ સ્વાથ્ય માટે હાનિકારક છે." સમજાવો.
Answer: સારવાર ન પામેલ માનવમળ જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરે છે. તે જમીન પરના સપાટીના જળાશયો અને ભૂગર્ભજળ બંનેને પ્રદૂષિત કરે છે. આવા પ્રદૂષિત પાણી પીવાથી કૉલેરા, ટાઈફૉઈડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. આમ, સારવાર ન પામેલ માનવમળ એ આરોગ્ય માટે ખતરનાક છે.
In simple words: Untreated human waste pollutes both water and land. Drinking contaminated water can lead to diseases like cholera, typhoid, and jaundice, making it dangerous for health.
Exam Tip: When explaining the harm of untreated human waste, focus on how it contaminates surface and groundwater, leading to various waterborne diseases.
Question 7. પાણીને બિનચેપી બનાવવા માટે કયાં બે રસાયણો વપરાય છે?
Answer: પાણીને બિનચેપી (જંતુરહિત) બનાવવા માટે ક્લોરિન વાયુ (કે ક્લોરિન ટિકડી) અને ઓઝોન વાયુ વપરાય છે.
In simple words: To make water germ-free, chlorine gas (or chlorine tablets) and ozone gas are used.
Exam Tip: Remember chlorine and ozone as the primary chemical agents used for disinfecting water due to their effectiveness against microorganisms.
Question 8. વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતાં બારસ્ક્રીનનાં કાર્યો સમજાવો.
Answer:
1. વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બારસ્ક્રીનમાંથી પસાર કરતાં તેના ઊભા સળિયા લાકડીઓ, પ્લાસ્ટિકના પૅકેટ, ચીંથરાં, હાથરૂમાલ જેવી મોટી વસ્તુઓ દૂર કરે છે.
2. બારસ્ક્રીન વડે મોટી વસ્તુઓ દૂર થતાં યંત્રોને નુકસાન થતું અટકે છે.
In simple words: Bar screens in a wastewater treatment plant remove large objects like sticks, plastic bags, rags, and handkerchieves from the dirty water, which helps prevent damage to the machinery.
Exam Tip: Highlight the two main functions of bar screens: initial removal of large debris and protection of downstream equipment from damage.
Question 9. સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો.
Answer: સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવવાની શક્યતા ઘણી ઓછી રહે છે. ખુલ્લી ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર, માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે છે અને ગંદકી ફેલાય છે. આથી રોગચાળો ફેલાય છે. પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભળી જાય ત્યારે કૉલેરા, ટાઈફૉઈડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે. આમ, સ્વચ્છતા અને રોગો વચ્ચે ગાઢ સંબંધ છે.
In simple words: Keeping things clean reduces the spread of diseases. Open sewers attract mosquitoes and flies, leading to epidemics. If dirty water mixes with drinking water, it can cause diseases like cholera, typhoid, and jaundice. So, cleanliness is directly linked to preventing illnesses.
Exam Tip: When discussing the link between hygiene and diseases, explain how poor sanitation creates breeding grounds for vectors and contaminates water, leading to the spread of specific waterborne diseases.
Question 10. સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો.
Answer: ગટર ઊભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામપંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ. ગટરોના ઢાંકણાં ન હોય કે કોઈકના ઘરનું પાણી પાડોશીના ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય. પીવાનું પાણી ડહોળું આવે તોપણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય. જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય. સારી સ્વચ્છતાસભર પદ્ધતિઓ અપનાવવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ. તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ મોટો ફેરફાર સર્જી શકે છે. લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે.
In simple words: As a responsible citizen, if drains overflow or if someone pollutes, you should report it to the local authorities like the Panchayat or Municipality. You can also politely ask neighbors not to create filth. Adopting good hygiene practices personally and encouraging others can lead to significant positive changes in community cleanliness.
Exam Tip: To describe a responsible citizen's role in hygiene, focus on reporting issues, educating others, and practicing personal cleanliness as a model for community well-being.
Question 11. અહીં ક્રોસવર્ડ પઝલ (કોયડો) આપેલ છે. આપેલ ચાવીઓના જવાબોના અંગ્રેજી શબ્દોની મદદથી ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરો. ગુડ લક!
આડી ચાવીઃ
3. પ્રવાહી કચરો
4. સુએઝ ટ્રીટમેન્ટમાં ઘન કચરો
6. સ્વચ્છતાને લગતો શબ્દ
8. માનવશરીરમાંથી બહાર ફેંકાતો કચરો
ઊભી ચાવી :
1. ઉપચાર માટેનું પાણી
2. રોગકારક સૂક્ષ્મ જીવો
5. સૂક્ષ્મ જીવો જે કૉલેરા માટે જવાબદાર છે
7. પાણીને બિનચેપી બનાવતું રસાયણ
Answer:
Across:
3. પ્રવાહી કચરો: SEWAGE
4. સુએઝ ટ્રીટમેન્ટમાં ઘન કચરો: SLUDGE
6. સ્વચ્છતાને લગતો શબ્દ: SANITATION
8. માનવશરીરમાંથી બહાર ફેંકાતો કચરો: EXCRETA
Down:
1. ઉપચાર માટેનું પાણી: WASTEWATER
2. રોગકારક સૂક્ષ્મ જીવો: BACTERIA
5. સૂક્ષ્મ જીવો જે કૉલેરા માટે જવાબદાર છે: BACTERIA
7. પાણીને બિનચેપી બનાવતું રસાયણ: OZONE
In simple words: Read each clue carefully and find the correct English word from the given list that fits both the meaning and the number of letters in the crossword grid. Remember to check if the word goes across or down.
Exam Tip: For crosswords, always confirm words fit both horizontally and vertically, paying close attention to intersecting letters to ensure accuracy.
Question 12. ઓઝોન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો
(1) તે સજીવોના શ્વાસોચ્છવાસની ક્રિયા માટે જરૂરી છે.
(2) તે પાણીને બિનચેપી બનાવવા જરૂરી છે.
(3) તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
(4) તેનું પ્રમાણ હવામાં 3% જેટલું છે.
આમાંથી કયાં વિધાનો સાચાં છે?
A. (1), (2) અને (3)
B. (2) અને (3)
C. (1) અને (4)
D. આપેલ તમામ
Answer: (B) (2) અને (3)
In simple words: Ozone helps make water germ-free and it also absorbs harmful ultraviolet rays from the sun. It is not needed for breathing, and its amount in the air is very small, not 3%.
Exam Tip: Clearly distinguish ozone's role in water purification and UV protection from its role in respiration (which is oxygen) and its atmospheric concentration (which is very low).
GSEB Class 7 Science दूषित पाणीनी वार्ता Textbook Activities
પાઠયપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
સ્વચ્છ પાણીના ઉપયોગો જાણવા.
પદ્ધતિ : શુદ્ધ પાણીનો એક ઉપયોગ જણાવેલ છે. બીજા તમે ઉમેરી શકો છો.
- દૈનિક ક્રિયાઓમાં: બ્રશ કરવું, નાહવું, સંડાસ જવું વગેરે.
- ઘરકામમાં: વાસણ ઘસવાં, કપડાં ધોવાં, ભોંયતળિયાં સાફ રાખવાં, રાંધવું વગેરે.
- ખેતીવાડીમાં, ઉદ્યોગોમાં, હૉસ્પિટલમાં: સિંચાઈ, ઉત્પાદન પ્રક્રિયાઓ, સફાઈ વગેરે.
- પીવા માટે: પાણી પીવું.
પ્રવૃત્તિ 2:
ખુલ્લી ગટરના અવલોકનો કરવા.
પદ્ધતિ
1. ઘરની કે રસ્તા નજીકની ખુલ્લી ગટર શોધો અને તેમાં વહેતા પાણીનું અવલોકન કરો.
2. તેનો રંગ, ગંધ અને બીજા અન્ય અવલોકનો કરો. અવલોકન કોષ્ટક 18.1માં નોંધો.
કોષ્ટક 18.1: પ્રદૂષકોની તપાસ ક્રમ
| ક્રમ | સુએઝના પ્રકાર | મૂળભૂત સ્ત્રોત | પ્રદૂષણ પ્રેરનાર તત્ત્વો | અન્ય નોંધ |
|---|---|---|---|---|
| (1) | ગંદું પાણી | રસોડું | એંઠવાડ, તૈલી કચરો, ડિટરજન્ટ | ઘન અશુદ્ધિવાળું દુર્ગંધ વગરનું પાણી |
| (2) | ગંધાતો કચરો | શૌચાલય | મળમૂત્ર, જંતુનાશકો, ડિટરજન્ટ સાબુના ફીણવાળું | દુર્ગંધ મારતું પાણી ઘન કચરા સહિત |
| (3) | વેપાર ઉદ્યોગ કચરો | ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓ | રસાયણો, રંગો, ધાતુ, પ્લાસ્ટિક, કાર્બનિક-અકાર્બનિક પદાર્થો | ગાઢા રંગનું રસાયણયુક્ત પાણી, અદ્રાવ્ય પદાર્થો સહિત |
નિર્ણયઃ સુએઝ એ નિલંબિત દ્રવ્યો, કાર્બનિક અને અકાર્બનિક ઘટકો તથા રોગકારક સૂક્ષ્મ જીવોનું જટિલ મિશ્રણ છે.
પ્રવૃત્તિ 3:
ઘર કે શાળાનો સુએઝ માર્ગ તપાસવો.
[નોંધઃ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ જાતે કરવી.]
પ્રવૃત્તિ 4:
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં થતી પ્રક્રિયા સમજવી.
પદ્ધતિઃ
1. આ પ્રવૃત્તિ કરવા માટે સમૂહમાં વહેંચાઈ જાઓ. દરેક તબક્કે તમારા અવલોકનો નોંધો.
2. એક મોટી કાચની બરણી તે પાણીથી ભરો. તેની અંદર કેટલાક કાર્બનિક પદાર્થો જેવા કે ઘાસના ટુકડા કે નારંગીનાં છોતરાં થોડા પ્રમાણમાં ડિટરજન્ટ અને શાહીનાં થોડાં ટીપાં અથવા અન્ય રંગ ઉમેરો.
3. બરણીને બંધ કરો અને વ્યવસ્થિત હલાવો. સૂર્યપ્રકાશમાં તેને બે દિવસ રહેવા દો.
4. બે દિવસ પછી મિશ્રણ હલાવો અને થોડું પાણી કસનળીમાં લો. કસનળીને લેબલ કરો: “પ્રક્રિયા અગાઉનો નમૂનો 1.” તેમાં કેવી ગંધ આવે છે?
5. કૃત્રિમ ટાંકામાંથી વાયુમિશ્રણ યંત્ર (aerator) લઈ બરણીમાં થોડાક કલાક હવા ઉમેરો. વાયુમિશ્રણ યંત્રને રાત્રિ દરમિયાન જોડેલ જ રાખો. જો તમારી પાસે વાયુમિશ્રણ યંત્ર ના હોય, તો યાંત્રિક મિલ્ચર વાપરો. તમારે કદાચ તેને ઘણો સમય હલાવવું પડશે.
6. બીજા દિવસે જ્યારે વાયુમિશ્રણ પૂર્ણ થાય, બીજી કસનળીમાં થોડું પાણી લો. તેને લેબલ કરો, “વાયુમિશ્રણ પ્રક્રિયા પછી – નમૂનો છે.”
7. ફિલ્ટર પેપરને શંકુ આકારે વાળો. તેને નળના પાણી વડે ભીનું કરો. ત્યારબાદ આ શંકુને ગળણી (ફક્સેલ)માં નાંખો. ગળણી (ફનેલ)ને કોઈ પણ આધાર પર રાખો.
8. ગળણી (ફનેલ)માં રેતી, કાંકરી અને અંતમાં મધ્યમ કદના પથ્થરો ભરો (હકીકતમાં ગાળણ એકમમાં ફિલ્ટર પેપર વપરાતું નથી, પરંતુ રેતીનું ફિલ્ટર કેટલાક મીટર ઊંડું હોય છે.)
9. બાકી વધેલું વાયુયુક્ત પાણી બીકરમાં ફિલ્ટર દ્વારા રેડો. પ્રવાહીને ફિલ્ટર ઉપરથી ઊભરાઈ જવા ન દો. જો ગળાઈ ગયેલું પાણી સ્વચ્છ ન હોય, તો જ્યાં સુધી સ્વચ્છ પાણી ન મળે ત્યાં સુધી ગાળણ પ્રક્રિયા કરો.
10. હવે આ ગળાઈ ગયેલું પાણી ત્રીજી કસનળીમાં રેડો અને કસનળીને “ગાળણ પામેલ નમૂનો 3” એમ લેબલ કરો.
11. ગાળણ પામેલ પ્રવાહીને ચોથી કસનળીમાં ક્લોરિનનાં ટીપાં નાંખો. જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી પ્રવાહીને વ્યવસ્થિત રીતે હલાવો. કસનળીને “ક્લોરિનની પ્રક્રિયા પામેલ નમૂનો 4” એમ લેબલ કરો. બની શકે તો કાળજીપૂર્વક અવલોકન કરો.
અવલોકનઃ
1. વાયુ તબક્કામાંથી પ્રવાહીને પસાર કર્યા બાદ પ્રવાહીમાં ઘન કચરો ઓછો થવાથી પ્રવાહીનો દેખાવ અને ગંધ સહેજ બદલાય છે.
2. વાયુમિશ્રણ પસાર કર્યા બાદ તેની ગંધ થોડી ઓછી થઈ જાય છે.
3. રેતીના ફિલ્ટર વડે ગાળતાં કચરો દૂર થાય છે.
4. ક્લોરિનથી પાણીનો રંગ દૂર થાય છે.
5. ક્લોરિનને ગંધ હોય છે. તેનું પ્રમાણ ઓછું હોવાથી ખાસ ગંધ લાગતી નથી.
નિર્ણયઃ સિઝને ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓ કરવાથી તેમાંથી ઘન પદાર્થો, તરતા પદાર્થો અને રોગકારક જીવાણુઓ જેવા પ્રદૂષકો દૂર કરી પાણીને જળાશયોમાં ભેળવવા લાયક બનાવી શકાય છે.
Free study material for Science
GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા
Students can now access the GSEB Solutions for Chapter 18 દૂષિત પાણીની વાર્તા prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 7 Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 18 દૂષિત પાણીની વાર્તા
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 7 Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 7 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Science Class 7 Solved Papers
Using our Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 7 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 18 દૂષિત પાણીની વાર્તા to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 7 Science Solutions Chapter 18 દૂષિત પાણીની વાર્તા is available for free on StudiesToday.com. These solutions for Class 7 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Science Solutions Chapter 18 દૂષિત પાણીની વાર્તા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Science Solutions Chapter 18 દૂષિત પાણીની વાર્તા will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Science. You can access GSEB Class 7 Science Solutions Chapter 18 દૂષિત પાણીની વાર્તા in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Science Solutions Chapter 18 દૂષિત પાણીની વાર્તા in printable PDF format for offline study on any device.