Official GSEB Solutions for Class 7 Mathematics: Chapter 04 સાદા સમીકરણ
Explore reliable textbook solutions for Chapter 04 સાદા સમીકરણ tailored for Class 7 learners. Utilizing these Mathematics answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Chapter-wise Solutions for Mathematics: Chapter 04 સાદા સમીકરણ
Navigate directly to the solved Mathematics textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર 78)
Question. પદાવલિ \( (10y – 20) \) ની કિંમત તેના ચલ પર આધાર રાખે છે. પુની જુદી જુદી 5 કિંમત લઈ દરેક કિંમત માટે \( (10y – 20) \) ની કિંમત શોધો. ચકાસો કે આપણને \( (10y – 20) \) ની જુદી જુદી કિંમતો મળે છે. \( 10y – 20 = 50 \) નો ઉકેલ તમને મળે છે? જો તેનો ઉકેલ મળતો ન હોય, તો પુની વધુ કિંમતો લઈ \( 10y – 20 = 50 \) શરત સંતોષાય ત્યાં સુધી પ્રયત્ન કરો.
Answer: \( y \) ની જુદી જુદી કિંમતો લઈ \( (10y – 20) \) ની કિંમત શોધીએ:
\( y = -2 \) લેતા, \( 10 (-2) – 20 = – 20 – 20 = -40 \)
\( y = -1 \) લેતા, \( 10 (-1) – 20 = – 10 – 20 = -30 \)
\( y = 0 \) લેતા, \( 10 (0) – 20 = 0 – 20 = -20 \)
\( y = 1 \) લેતા, \( 10 (1) – 20 = 10 – 20 = -10 \)
\( y = 2 \) લેતા, \( 10 (2) – 20 = 20 – 20 = 0 \)
\( y = 3 \) લેતા, \( 10 (3) – 20 = 30 – 20 = 10 \)
\( y = 4 \) લેતા, \( 10 (4) – 20 = 40 – 20 = 20 \)
\( y = 5 \) લેતા, \( 10 (5) – 20 = 50 – 20 = 30 \)
\( y = 6 \) લેતા, \( 10 (6) – 20 = 60 – 20 = 40 \)
\( y = 7 \) લેતા, \( 10 (7) – 20 = 70 – 20 = 50 \)
આમ, \( 10y – 20 = 50 \) એ \( y = 7 \) માટે સાચું છે. તેથી, \( y = 7 \) એ સમીકરણ \( 10y – 20 = 50 \) નો ઉકેલ છે.
In simple words: આપણે \( (10y – 20) \) નું મૂલ્ય \( y \) ના જુદા જુદા મૂલ્યો માટે શોધીએ છીએ. જ્યારે \( y=7 \) હોય છે, ત્યારે સમીકરણ \( 10y – 20 = 50 \) સાચું પડે છે, એટલે કે \( y=7 \) આ સમીકરણનો ઉકેલ છે.
Exam Tip: જ્યારે કોઈ સમીકરણનો ઉકેલ શોધવાનું કહેવામાં આવે, ત્યારે ચલના વિવિધ મૂલ્યો અજમાવી જુઓ જ્યાં સુધી સમીકરણ સાચું ન બને. આ પદ્ધતિ "ટ્રાયલ અને એરર" તરીકે ઓળખાય છે.
પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર 80)
Question. સમીકરણ (ii), (iii) અને (iv) ને એકથી વધુ રીતે લખો:
(ii) \( 5p = 20 \)
(iii) \( 3n + 7 = 1 \)
(iv) \( \frac{m}{5} - 2 = 6 \)
Answer:
(ii) \( 5p = 20 \) સમીકરણનાં બીજાં સ્વરૂપ:
(a) \( p \) ને 5 વડે ગુણતાં 20 મળે છે.
(b) \( p \) ના 5 ગણા કરતાં 20 મળે છે.
(iii) \( 3n + 7 = 1 \) સમીકરણનાં બીજાં સ્વરૂપ :
(a) \( n \) ને 3 વડે ગુણી પરિણામમાં 7 ઉમેરતાં 1 મળે છે.
(b) \( n \) ના 3 ગણામાં 7 ઉમેરતાં 1 મળે છે.
(iv) \( \frac{m}{5} – 2 = 6 \) સમીકરણનાં બીજાં સ્વરૂપ:
(a) \( m \) ને 5 વડે ભાગી પરિણામમાંથી 2 બાદ કરતાં 6 મળે છે.
(b) \( m \) ના 5મા ભાગમાંથી 2 બાદ કરતાં 6 મળે છે.
વળી, ઉપરનાં સમીકરણોનાં બીજાં સ્વરૂપ નીચે પ્રમાણે પણ આપી શકાય :
(ii) \( 5p – 10 = 10 \); \( 5p + 5 = 25 \)
(iii) \( 3n + 9 = 3 \); \( 3n + 10 = 4 \)
(iv) \( \frac{m}{5} – 3 = 5 \); \( \frac{m}{5} + 2 = 10 \)
In simple words: આપણે આપેલા સમીકરણોને જુદી જુદી રીતે વર્ણવી શકીએ છીએ, જેમ કે "p ને 5 વડે ગુણીએ તો 20 મળે છે" અથવા તેને નવા સમીકરણોમાં પણ રૂપાંતરિત કરી શકીએ.
Exam Tip: સમીકરણોને જુદી જુદી રીતે રજૂ કરવાની ક્ષમતા ગાણિતિક ભાષા અને સમીકરણોની મૂળભૂત સમજને દર્શાવે છે.
પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર 88)
Question. \( x = 5 \) લઈ આરંભ કરો અને બે જુદાં જુદાં સમીકરણ બનાવો. તમારા સહાધ્યાયીને આ સમીકરણ ઉકેલવા કહો. ચકાસો કે તેણે મેળવેલ ઉકેલ \( x = 5 \) છે.
Answer:
(i) \( x = 5 \)
\( \implies x \times 3 = 5 \times 3 \) (બંને બાજુ 3 વડે ગુણતાં)
\( \implies 3x = 15 \)
\( \implies 3x + 1 = 15 + 1 \) (બંને બાજુ 1 ઉમેરતાં)
\( \implies 3x + 1 = 16 \)
સમીકરણ (1) : \( 3x + 1 = 16 \)
ઉકેલ:
(i) \( 3x + 1 = 16 \)
\( \implies 3x + 1 – 1 = 16 – 1 \) (બંને બાજુમાંથી 1 બાદ કરતાં)
\( \implies 3x = 15 \)
\( \implies \frac{3x}{3} = \frac{15}{3} \) (બંને બાજુ 3 વડે ભાગતાં)
\( \implies x = 5 \)
(ii) \( x = 5 \)
\( \implies \frac{x}{2} = \frac{5}{2} \) (બંને બાજુ 2 વડે ભાગતાં)
\( \implies \frac{x}{2} – 3 = \frac{5}{2} – 3 \) (બંને બાજુમાંથી 3 બાદ કરતાં)
\( \implies \frac{x}{2} - 3 = \frac{5 - 6}{2} \)
\( \implies \frac{x}{2} - 3 = -\frac{1}{2} \)
સમીકરણ (2) : \( \frac{x}{2} - 3 = -\frac{1}{2} \)
ઉકેલ:
(ii) \( \frac{x}{2} - 3 = \frac{1}{2} \)
\( \implies \frac{x}{2} - 3 + 3 = \frac{1}{2} + 3 \) (બંને બાજુ 3 ઉમેરતાં)
\( \implies \frac{x}{2} = \frac{1 + 6}{2} \)
\( \implies \frac{x}{2} = \frac{7}{2} \)
\( \implies \frac{x}{2} \times 2 = \frac{7}{2} \times 2 \) (બંને બાજુ 2 વડે ગુણતાં)
\( \implies x = 7 \)
In simple words: આપણે \( x = 5 \) થી શરૂ કરીને બે અલગ અલગ સમીકરણો બનાવ્યા છે. પ્રથમ સમીકરણ \( 3x + 1 = 16 \) છે, જેનો ઉકેલ \( x = 5 \) મળે છે. બીજું સમીકરણ \( \frac{x}{2} - 3 = -\frac{1}{2} \) છે, જેનો ઉકેલ \( x = 7 \) મળે છે.
Exam Tip: સમીકરણ બનાવતી વખતે, બંને બાજુએ સમાન ગણિતીય ક્રિયાઓ (સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર) લાગુ પાડવી જોઈએ જેથી મૂળ ઉકેલ જળવાઈ રહે.
Question. એકનો ઉકેલ 11 અને બીજાનો ઉકેલ 100 હોય તેવા બે કોયડાઓ બનાવો.
Answer:
(1) મેં એક સંખ્યા ધારી છે. તેના બે ગણામાંથી 2 બાદ કરતાં 20 મળે છે. તે સંખ્યા કઈ?
ઉકેલઃ આ સંખ્યા 11 છે.
(2) એક સંખ્યાના ચોથા ભાગમાંથી 5 બાદ કરતાં 20 મળે છે, તો તે સંખ્યા કઈ?
ઉકેલઃ આ સંખ્યા 100 છે.
In simple words: આપણે બે કોયડા બનાવ્યા છે: પ્રથમ, જો મેં એક સંખ્યા ધારી હોય અને તેના બમણામાંથી 2 બાદ કરતા 20 મળે, તો તે સંખ્યા 11 છે. બીજો, જો એક સંખ્યાના ચોથા ભાગમાંથી 5 બાદ કરતા 20 મળે, તો તે સંખ્યા 100 છે.
Exam Tip: કોયડા બનાવતી વખતે, ઉકેલને ધ્યાનમાં રાખીને વિપરીત ગણિતીય ક્રિયાઓનો ઉપયોગ કરવો એ એક અસરકારક પદ્ધતિ છે.
પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર 90)
Question. (i) તમે કોઈ સંખ્યાને 6 વડે ગુણી મેળવેલ પરિણામમાંથી 5 બાદ કરો, તો 7 મેળવો છો. તમે કહી શકશો કે તે કઈ સંખ્યા છે?
(ii) એવી કઈ સંખ્યા છે કે જેના ત્રીજા ભાગમાં 5 ઉમેરતાં 8 મળે?
Answer:
(i) ધારો કે, તે સંખ્યા \( x \) છે.
\( x \) ને 6 વડે ગુણતાં ગુણાકાર \( 6x \) મળે.
આ ગુણાકારમાંથી 5 બાદ કરતાં \( 6x – 5 \) થાય.
પણ, આ પરિણામ 7 જેટલું છે.
\( \implies 6x - 5 = 7 \)
\( \implies 6x = 7 + 5 \) ( -5 ને જમણી બાજુ લઈ જતાં)
\( \implies 6x = 12 \)
\( \implies \frac{6x}{6} = \frac{12}{6} \) (બંને બાજુ 6 વડે ભાગતાં)
\( \implies x = 2 \)
આથી, તે સંખ્યા 2 હોય.
(ii) ધારો કે, તે સંખ્યા \( x \) છે.
આ સંખ્યાનો ત્રીજો ભાગ એટલે કે \( \frac{1}{3} \) ભાગ એ \( \frac{1}{3}x \) થાય.
આ પરિણામ અને 5નો સરવાળો 8 થાય છે.
\( \implies \frac{1}{3}x + 5 = 8 \)
\( \implies \frac{1}{3}x = 8 – 5 \) (5 ને જમણી બાજુ લઈ જતાં)
\( \implies \frac{1}{3}x = 3 \)
\( \implies \frac{1}{3}x \times 3 = 3 \times 3 \) (બંને બાજુ 3 વડે ગુણતાં)
\( \implies x = 9 \)
આથી, તે સંખ્યા 9 હોય.
In simple words: પ્રથમ પ્રશ્નમાં, જો કોઈ સંખ્યાને 6 વડે ગુણીને 5 બાદ કરીએ તો 7 મળે, તો તે સંખ્યા 2 છે. બીજા પ્રશ્નમાં, જો કોઈ સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરીએ તો 8 મળે, તો તે સંખ્યા 9 છે.
Exam Tip: શાબ્દિક કોયડા ઉકેલતી વખતે, દરેક વાક્યને ગાણિતિક અભિવ્યક્તિમાં રૂપાંતરિત કરવું અને પછી સમીકરણ બનાવવું એ એક મહત્વપૂર્ણ પગલું છે.
પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર 90)
Question. કેરીઓ ભરેલી બે પ્રકારની પેટીઓ છે. મોટી પેટીમાં કેરીઓની સંખ્યા 8 નાની પેટીઓમાં ભરેલી કેરીઓની સંખ્યા કરતાં 4 વધારે છે. દરેક મોટી પેટીમાં 100 કેરીઓ ભરેલી છે, તો નાની પેટીમાં ભરેલી કેરીઓની સંખ્યા શોધો.
Answer: ધારો કે, નાની પેટીમાંની કેરીની સંખ્યા \( x \) છે.
આવી નાની 8 પેટીની કુલ કેરીની સંખ્યા \( 8x \) થાય.
હવે, મોટી પેટીમાં 8 નાની પેટીમાંની કેરીની સંખ્યા કરતાં પણ 4 કેરી વધારે છે.
\( \implies \) મોટી પેટીની કેરી \( 8x + 4 \)
પણ, મોટી પેટીમાં કુલ 100 કેરી છે.
\( \implies 8x + 4 = 100 \)
\( \implies 8x = 100 – 4 \) (4 ને જમણી બાજુ લેતાં)
\( \implies 8x = 96 \)
\( \implies \frac{8x}{8} = \frac{96}{8} \) (બંને બાજુ 8 વડે ભાગતાં)
\( \implies x = 12 \)
આમ, નાની પેટીમાં કુલ 12 કેરી હોય.
In simple words: આપણે નાની પેટીમાંની કેરીઓની સંખ્યા \( x \) ધારીએ છીએ. મોટી પેટીમાં નાની પેટીઓની 8 ગણી કેરીઓ કરતાં 4 વધુ કેરીઓ છે, અને મોટી પેટીમાં કુલ 100 કેરીઓ છે. આને સમીકરણ તરીકે લખીને ઉકેલતાં, નાની પેટીમાં 12 કેરીઓ હોવાનું જણાય છે.
Exam Tip: આવા શાબ્દિક પ્રશ્નોમાં, પહેલા અજ્ઞાત રાશિને ચલ તરીકે ધારી લો, પછી આપેલી માહિતીનો ઉપયોગ કરીને સમીકરણ બનાવો અને તેને ઉકેલો.
Free study material for Mathematics
GSEB Solutions for Class 7 Mathematics Chapter 04 સાદા સમીકરણ
Chapter Exercise Answers for Class 7 Mathematics
Explore reliable textbook solutions for Chapter 04 સાદા સમીકરણ tailored for Class 7 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Mathematics.
Detailed Answer Guides for Chapter 04 સાદા સમીકરણ
Clear, methodical explanations accompany every challenging problem within the Class 7 Mathematics text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Complete Preparation Kit for Class 7 Exams
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 04 સાદા સમીકરણ with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 7 Maths Solutions Chapter 4 સાદા સમીકરણ InText Questions is available for free on StudiesToday.com. These solutions for Class 7 Mathematics are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Maths Solutions Chapter 4 સાદા સમીકરણ InText Questions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Maths Solutions Chapter 4 સાદા સમીકરણ InText Questions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Mathematics. You can access GSEB Class 7 Maths Solutions Chapter 4 સાદા સમીકરણ InText Questions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Maths Solutions Chapter 4 સાદા સમીકરણ InText Questions in printable PDF format for offline study on any device.