Get the most accurate GSEB Solutions for Class 7 Gujarati પુનરાવર્તન 2 here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 7 Gujarati. Our expert-created answers for Class 7 Gujarati are available for free download in PDF format.
Detailed પુનરાવર્તન 2 GSEB Solutions for Class 7 Gujarati
For Class 7 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 7 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these પુનરાવર્તન 2 solutions will improve your exam performance.
Class 7 Gujarati પુનરાવર્તન 2 GSEB Solutions PDF
1. નીચે આપેલા શબ્દોના અર્થ આપી તેનો વાક્યપ્રયોગ કરો.
Answer:
(1) સરિયામ – મુખ્ય, ધોરી
વાક્યઃ ભરઉનાળે મુખ્ય રસ્તા પર ઘણા ઓછા લોકો જોવા મળે છે. (In peak summer, very few people are seen on the main road.)
(2) વિલાસ-મોજ, શોખ
વાક્ય: ધનપતરાયે મોજ પાછળ પુષ્કળ પૈસા વાપરી નાખ્યા. (Dhapatray spent a lot of money on luxury.)
(3) અનાયાસે – સહેલાઈથી, સુગમ રીતે
વાક્ય : આ પરીક્ષામાં તે સહેલાઈથી જ વર્ગમાં પ્રથમ આવી ગયો. (In this exam, he easily came first in the class.)
(4) જીવનપાથેય – જીવનને ઉપયોગી ભાથું
વાક્યઃ મહાત્મા ગાંધીએ આ પેઢીના યુવાનો માટે જીવન માટે ઉપયોગી ભાથું પૂરું પાડ્યું છે. (Mahatma Gandhi provided a useful guide for the youth of this generation.)
(5) શાખ – આબરૂ, પ્રતિષ્ઠા
વાક્ય: સમાજમાં મારા કાકાની પ્રતિષ્ઠા ઘણી સારી છે. (My uncle has a very good reputation in society.)
(6) સિંહલદ્વીપ – શ્રીલંકા
વાક્ય : શ્રીલંકા ભારતની દક્ષિણ સરહદે આવેલો એક ટાપુ છે. (Sri Lanka is an island located at the southern tip of India.)
Exam Tip: When asked to explain word meanings and use them in sentences, always provide both components clearly. Ensure your sentences demonstrate a correct understanding of the word's meaning.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
Question 1. ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો ?
Answer: ભીખુની માતા અને તેના ભાઈ-બહેન ભૂખ્યા હતાં. તેની પાસે પૂરતા દાળિયા નહોતા, જેથી ઘરના બધાની ભૂખ સંતોષી શકાય. બધાને દાળિયા મળી રહે તે માટે ભીખુએ દાળિયા ખાધા નહીં. કુટુંબ પ્રત્યેની લાગણીને લીધે તેણે તેની માતા સામે જૂઠું બોલ્યો કે તેણે ધરાઈને ખાધું છે.
In simple words: Bhikhu lied to his mother because his family was hungry and there weren't enough dalia for everyone. He wanted them to eat, so he pretended he was full.
Exam Tip: When explaining character actions, focus on the motivations and emotional context provided in the story to score full marks.
Question 2. કાકાસાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શો હતો?
Answer: વકીલ બનવામાં લાંચ લેવી પડે, લોકોને હેરાન કરવા પડે અને અન્યાય થાય, જ્યારે એન્જિનિયર બનવામાં સરકારને છેતરવામાં આવે, લોકોને હેરાન કરવા ન પડે કે અન્યાય પણ ન થાય. વળી, એન્જિનિયર બનીને ખોટા માર્ગે પણ પ્રમાણિકતા જાળવવાનું ગૌરવ મેળવી શકાય. વકીલને બદલે એન્જિનિયર બનવા પાછળ શેખકનો આ જ ઉદ્દેશ્ય હતો.
In simple words: Kakasaheb wanted to become an engineer instead of a lawyer. He thought being a lawyer involved taking bribes and causing injustice, while an engineer could still be honest and not harm people, even if it meant cheating the government a little.
Exam Tip: Highlight the contrast between the two professions and Kakasaheb's ethical reasoning for choosing engineering.
Question 3. ભાભીએ દિયરને કેવું મહેણું માર્યું છે?
Answer: ભાભીએ તેના દિયરને આળસના સરદાર કહીને અને ભાઈની કમાણી પર આનંદ કરતા હોવાનું મહેણું માર્યું છે. તેણે કહ્યું કે તેનો અવતાર નકામો છે.
In simple words: The sister-in-law criticized her brother-in-law, calling him the "leader of laziness" who enjoyed his brother's earnings, and said his life was useless.
Exam Tip: Quote or paraphrase the exact words of the reproach to show precise understanding of the text.
Question 4. ‘નિરંતર ઉદ્યોગ એટલે બા’ – એમ લેખક શા માટે કહે છે ?
Answer: બા જીવતા હતા ત્યાં સુધી તેમણે ઉંમર કે નિરાશાને પોતાની નજીક આવવા દીધાં નહોતાં. તેમણે કર્મ અને ધર્મને એક સમાન માન્યા હતાં. તે મહેનતુ હતાં અને સતત પ્રવૃત્તિશીલ રહેતાં હતાં. ઘરના નાના-મોટા બધા કામકાજ કરવાં અને બાળકોને ઉછેરવાં, દિવસ-રાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી. આથી લેખક કહે છે, “નિરંતર ઉદ્યોગ એટલે બા.”
In simple words: The author says "constant hard work means Ba" because she never let age or disappointment affect her. She believed work was duty and was always busy, doing all household chores and raising children day and night.
Exam Tip: Connect Ba's qualities (hard work, optimism, dedication to family) directly to the author's statement to provide a complete answer.
3. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો.
Question 1. તરિયાતોરણ ... ચરણ પખાળીએ જી રે.
Answer:
તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી ....
ગંગાજમુનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં ચરણ પખાળીએ જી રે. સખી ....
Exam Tip: Memorizing poetic lines accurately is crucial for questions that require completion of verses.
Question 2. ઊંચેથી આરપાર ... વાછંટો રહેશે મકાનમાં.
Answer:
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે
ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે
ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા'તા આપણે ને
કાલથી તો વાછેંટો રહેશે મકાનમાં,
Exam Tip: Pay attention to the specific imagery and sequence of events described in the poem when completing the lines.
4. નીચેના રૂઢિપ્રયોગનો વાક્યપ્રયોગ કરો.
Question 1. (1) ઉગારી લેવું (2) રાડ ફાટી જવી (3) ગળગળા થવું (4) ઉમેદ બર ન આવવી
Answer:
(1) ઉગારી લેવું – બચાવી લેવું
વાક્યઃ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને, મુસાફરોને અકસ્માતથી બચાવી લીધાં. (The driver, using presence of mind, saved the passengers from an accident.)
(2) રાડ ફાટી જવી – ભયથી ચીસ પડાઈ જવી
વાક્ય: રસ્તાની વચ્ચે ચાલતી બસની બ્રેક ફેઈલ થઈ જતાં, બધાની ચીસ ફાટી ગઈ. (When the brakes of the bus running in the middle of the road failed, everyone screamed in fear.)
(3) ગળગળા થવું – ભાવુક થઈ ઊઠવું
વાક્યઃ દીકરીને સાસરે વિદાય કરતાં કુટુંબના સભ્યો ભાવુક થઈ ગયાં. (When bidding farewell to their daughter for her in-laws' home, the family members became emotional.)
(4) ઉમેદ બર ન આવવી – આશા ન ફળવી
વાક્યઃ નાપાસ થતાં, નિખિલની એન્જિનિયર થવાની આશા પૂરી ન થઈ. (Upon failing, Nikhil's hope of becoming an engineer was not fulfilled.)
Exam Tip: Ensure that the sentence you construct clearly demonstrates the meaning of the idiom, not just its literal translation.
5. નીચે આપેલી કહેવતો સમજાવો.
Question 1. દશેરાએ ઘોડું ન દોડવું
Answer: પહેલાં દશેરાના દિવસે ઘોડાઓની સ્પર્ધા થતી હતી. આખું વર્ષ ઘોડું દોડતું હોય અને જ્યારે સ્પર્ધા હોય ત્યારે જ ન દોડે, તે સંદર્ભમાં આ કહેવત રચાઈ છે. માણસને જ્યારે જરૂર હોય ત્યારે જ કોઈ વસ્તુ ઉપયોગમાં ન આવે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે.
In simple words: This proverb means when something you rely on fails precisely when it's most needed, like a horse that runs all year but not on race day.
Exam Tip: For proverb explanations, first give the literal background or origin, then explain its metaphorical meaning and usage in daily life.
Question 2. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે
Answer: લાંબા સમય પછી પણ પોતાની મંઝિલ દેખાતી ન હોય ત્યારે કોઈ પૂછે, 'હજી કેટલું દૂર છે?” ત્યારે હવે સાવ નજીક છે.” એમ જણાવવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે.
In simple words: This proverb is used when a journey or task has taken a long time, but the destination is now very close, like asking how far Mama's house is and being told 'just until the lamp burns'.
Exam Tip: Explain both the literal and figurative meaning of the proverb, illustrating when it would be used in conversation.
Question. એક શબ્દ આપો.
Answer:
(1) જેનો પતિ હયાત છે તેવી સ્ત્રી – સુહાગણ, સૌભાગ્યવતી
(2) તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય – શિષ્યવૃત્તિ
(3) પવનથી ઊડેલા વરસાદના છાંટા – વાછંટ
(4) ચાંદીનો રણકારવાળો સિક્કો – કલદાર
(5) તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર – મામલતદાર
(6) પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર – જાજરમાન
Exam Tip: For single-word answers, ensure your response is the most accurate and common term for the given phrase.
Question 7. અને હું પરીક્ષા ન આપી શક્યો' એ છેલ્લું વાક્ય બને તેવી નાનકડી પ્રસંગવાર્તા લખો.
Answer: તે દિવસે મારી છ માસિક પરીક્ષાનું છેલ્લું પેપર આપવાનું હતું. હું ઘરેથી સમયસર નીકળ્યો અને બસની કતારમાં ઊભો રહ્યો. લગભગ વીસ-પચીસ મિનિટ ઊભો, છતાં બસ આવી નહીં. થોડી વારમાં ખબર પડી કે શહેરની બસ સર્વિસના ડ્રાઇવરો અને કંડક્ટરો અચાનક હડતાલ પર ઉતરી ગયા છે. મેં તરત જ રિક્ષામાં બેસીને શાળા તરફ પ્રયાણ કર્યું. મારી રિક્ષા બરાબર ઇન્કમટેક્સ ઑફિસ પાસે પહોંચી ત્યાં એકાદ મિનિટમાં જ સિગ્નલ મળી ગયું. રિક્ષા ડ્રાઇવરે રિક્ષા દોડાવી મૂકી. બરાબર તે જ સમયે એક વૃદ્ધ સ્ત્રી સિગ્નલ જોયા વગર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, અચાનક તે અમારી રિક્ષા સાથે અથડાઈને નીચે પડી ગયા. તેમના કપાળમાં ફૂટપાથની ધાર વાગી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. જોતજોતામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. સદ્ભાગ્યે ટોળામાં મારા પિતાજીની ઑફિસમાં નોકરી કરતા દયારામકાકા પણ હતા. તે મને ઓળખી ગયા. અમે બંનેએ વૃદ્ધ સ્ત્રીને અમારી રિક્ષામાં બેસાડ્યા અને તેમને દવાખાને લઈ ગયા. સદ્ભાગ્યે તેમને થયેલી ઈજા ગંભીર ન હતી. ડૉક્ટરે તેમને તાત્કાલિક સારવાર આપી. તેમનું સરનામું પૂછીને અમે તેમને ઘરે મૂકી આવ્યા. આ બધી પ્રક્રિયા કરવામાં લગભગ બે-ત્રણ કલાક નીકળી ગયા. “…… અને હું પરીક્ષા ન આપી શક્યો.”
In simple words: I missed my last exam because city buses went on strike. While taking a rickshaw, we hit an old lady crossing the road. We took her to the hospital and then home, which took three hours. By then, it was too late for my exam.
Exam Tip: When writing a story with a specific ending, ensure all events logically lead to that conclusion and the narrative flows smoothly.
8. સૂચના મુજબ કરો.
Question 1. નીચે આપેલ શબ્દકોષ્ટકમાંથી વિશેષણ શોધીને તેની યાદી બનાવો.
Answer:
વિશેષણો :
• હોશિયાર
• પહેલો
• કાળું
• સફેદ
• ગરીબ
• છેલ્લો
• મોટો
• નાનો
Exam Tip: Adjectives describe nouns. Look for words that tell you more about a person, place, or thing, such as its quality, quantity, or order.
Question 2. તમે શોધેલાં વિશેષણોનો વાક્યપ્રયોગ કરો.
Answer:
• રાહુલ હોશિયાર છોકરો છે. (Rahul is a clever boy.)
• તે વર્ગમાં સૌથી પહેલો આવે છે. (He comes first in class.)
• કાળું પાટલૂન તેને ગમે છે. (He likes black trousers.)
• તેને સફેદ રંગ ગમે છે. (He likes white color.)
• તેને ત્રણ ભાઈ છે. (He has three brothers.)
• તે ગરીબ છે. (He is poor.)
• વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી. (He never gets the last rank in class.)
• તે ઘરમાં મોટો છે. (He is the eldest in the house.)
• તેનો નાનો ભાઈ પણ ભણે છે. (His younger brother also studies.)
Exam Tip: When using adjectives in sentences, make sure they clearly modify the intended noun and fit the sentence's context.
Question 3. તમે બનાવેલાં વાક્યોમાં રહેલા વિશેષણની સામે તેનો પ્રકાર લખો.
Answer:
વિશેષણોનો પ્રકારઃ
• ગુણવાચક વિશેષણો – કાળું, હોશિયાર, સફેદ, ગરીબ, મોટો, નાનો (Qualitative Adjectives – black, clever, white, poor, big, small)
• સંખ્યાવાચક વિશેષણો – પહેલો, ત્રણ, છેલ્લો (Quantitative Adjectives – first, three, last)
Exam Tip: Understand the basic types of adjectives: qualitative (describing quality) and quantitative (describing quantity or order). This helps in correct classification.
Question 4. બધાં વાક્યોને ચોક્કસ ક્રમમાં ગોઠવી એક ફકરા સ્વરૂપે લખો.
Answer:
ફકરોઃ રાહુલ હોશિયાર છોકરો છે. તે ગરીબ છે. તેને ત્રણ ભાઈ છે. તે ઘરમાં મોટો છે. તે વર્ગમાં સૌથી પહેલો આવે છે. તેનો નાનો ભાઈ પણ ભણે છે. તે કાળું પાટલૂન પહેરે છે. તેને સફેદ રંગ ગમે છે. વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી.
In simple words: This paragraph describes Rahul: he is a clever, poor boy who is the eldest of three brothers. He always comes first in class, and his younger brother also studies. He likes black trousers and white color, and never gets the last rank in class.
Exam Tip: When arranging sentences into a paragraph, aim for a logical flow, typically starting with a general introduction and then adding specific details in a coherent order.
Question 9. નીચે આપેલાં વાક્યો જે કાળમાં લખાયેલાં છે એના કરતાં જુદા કાળમાં લખો.
Answer:
(1) બચુડાના મામા મામલતદાર હતા. (Past Tense)
→ બચુડાના મામા મામલતદાર છે. (Present Tense)
(2) હું પરીક્ષામાં પહેલો નંબર લાવીશ. (Future Tense)
→ હું પરીક્ષામાં પહેલો નંબર લાવ્યો હતો. (Past Tense)
(3) એ તો હિન્દુસ્તાનના પિતા હતા. (Past Tense)
→ એ તો હિન્દુસ્તાનના પિતા છે. (Present Tense)
(4) સાંજના સાત થવા આવ્યા હતા. (Past Tense)
→ સાંજના સાત થયા છે. (Present Tense)
→ સાંજના સાત થવા આવશે. (Future Tense)
(5) સાંજ થવા આવી છે. (Present Tense)
→ સાંજ થઈ ગઈ. (Past Tense)
→ સાંજ થશે. (Future Tense)
Exam Tip: To change tenses correctly, identify the original tense first, then choose an appropriate verb form for the new tense while keeping the sentence meaning consistent.
Question 10. તમારા ગામનાં પાદર, નદી, તળાવ, ખળું, ખેતર વગેરેની મુલાકાત લો. આ બધામાં તમને ગમતા દેશ્ય વિશે દસ વાક્યો લખો.
Answer:
મને ગમતું દ્રશ્ય
જ્યારે હું ખેતરમાં ગયો ત્યારે ખેતરમાં પાક લહેરાઈ રહ્યો હતો. પંખીઓ ખેતરમાં તૈયાર થયેલા દાણા ખાવા માટે ઊડાઊડ કરતાં હતાં. પંખીઓનો કલરવ ખેતરના વાતાવરણને સુંદર બનાવતો હતો. ક્યાંક આંબા વાવેલા હતા. ખેતરની હરિયાળી હૃદયને અનોખું સુખ આપતી હતી. મને થયું કે ધરતી એક જ છે, છતાં આપણા માટે ઉપયોગી એવું કેટકેટલું અહીં ઉત્પન્ન થાય છે. લીલાછમ ખેતરનું આ દ્રશ્ય મને હંમેશાં યાદ રહેશે.
In simple words: When I went to the field, the crops were swaying. Birds were flying around to eat the ripe grains, making the atmosphere lovely with their chirping. Mango trees were planted in some places. The greenery of the field gave immense happiness to the heart. It made me realize that even though the earth is one, it produces so much useful stuff for us. I will always remember this lush green field.
Exam Tip: When writing a descriptive piece, use vivid language and sensory details to bring the scene to life. Organize your thoughts to create a coherent image for the reader.
Free study material for Gujarati
GSEB Solutions Class 7 Gujarati પુનરાવર્તન 2
Students can now access the GSEB Solutions for પુનરાવર્તન 2 prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 7 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for પુનરાવર્તન 2
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 7 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 7 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 7 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 7 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for પુનરાવર્તન 2 to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 7 Gujarati Textbook પુનરાવર્તન 2 Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 7 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Gujarati Textbook પુનરાવર્તન 2 Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Gujarati Textbook પુનરાવર્તન 2 Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Gujarati. You can access GSEB Class 7 Gujarati Textbook પુનરાવર્તન 2 Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Gujarati Textbook પુનરાવર્તન 2 Solutions in printable PDF format for offline study on any device.