GSEB Class 6 Science Solutions Chapter 9 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન

Official GSEB Solutions for Class 6 Science: Chapter 09 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન

Access comprehensive textbook solutions for Chapter 09 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન using the official curriculum guides for Class 6 Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Chapter-wise Solutions for Science: Chapter 09 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન

Navigate directly to the solved Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

 

Question 1. નિવાસસ્થાન એટલે શું?
Answer: વનસ્પતિ અને પ્રાણીઓ જે જગ્યાએ રહેતાં અને જીવતાં હોય, તેને તેનું રહેઠાણ કહે છે.
In simple words: The natural environment where an animal or plant lives and grows is called its habitat or dwelling place.

Exam Tip: Clearly define "habitat" by mentioning both plants and animals, and their act of living and surviving in a specific area.

 

Question 2. રણમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલાં હોય છે?
Answer: રણમાં જીવન જીવવા માટે થોર નીચેના અનુકૂલનો ધરાવે છે:
1. તેનાં પાંદડાં નાનાં અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પાંદડાં કાંટામાં રૂપાંતર પામે છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે.
2. તેનું થડ અને તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશસંશ્લેષણનું કામ કરે છે.
3. તેનું થડ જાડું અને મીણ જેવી સપાટીથી ઢંકાયેલું હોય છે, જે પાણીને બચાવી રાખવામાં મદદ કરે છે.
4. તેનાં મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે.
In simple words: Cacti are suited for desert life because their leaves are small, often turning into thorns to save water. Their green stems handle food-making, and thick, waxy stems help hold water. Deep roots pull water from the ground.

Exam Tip: When describing adaptations, list specific features (leaves, stem, roots) and explain *how* each feature helps the organism survive in its environment.

3. ખાલી જગ્યા પૂરોઃ

 

Question 1. ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે, તેને ______ કહે છે.
Answer: અનુકૂલન
In simple words: When a plant or animal has special traits that help it live in a certain place, that is called adaptation.

Exam Tip: "Adaptation" is the key term here; it refers to the process where organisms develop specific features to survive in their environment.

 

Question 2. જમીન પર રહેનારાં પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ______ કહે છે.
Answer: ભૂ-નિવાસ
In simple words: The home for animals and plants living on land is known as a terrestrial habitat.

Exam Tip: Remember that "ભૂ-નિવાસ" (bhu-nivas) specifically denotes a land-based habitat.

 

Question 3. પાણીમાં રહેનારાં પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ______ કહે છે.
Answer: જલીય
In simple words: The home for animals and plants living in water is called an aquatic habitat.

Exam Tip: "જલીય" (jaliy) means "aquatic" or "water-based," referring to habitats in water.

 

Question 4. જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનનાં ______ ઘટકો છે.
Answer: અજૈવ
In simple words: Land, water, and air are the non-living parts or components of a habitat.

Exam Tip: Distinguish between "biotic" (living) and "abiotic" (non-living) components of an ecosystem. Land, water, and air are abiotic factors.

 

Question 5. આપણી આસપાસના બદલાવ, કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે, તેને ______ કહે છે.
Answer: ઉત્તેજના
In simple words: The changes around us that make us react are known as stimuli.

Exam Tip: "Stimulus" is a signal that causes an organism to react or respond. Recognize common stimuli and their effects.

 

Question 4. નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે?
હળ, મશરૂમ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી (જલીય છોડ), અળસિયું.
Answer: નિર્જીવ વસ્તુઓ હળ, સીવવાનો સંચો, રેડિયો, હોડી.
In simple words: From the given list, the things that are not alive are a plough, a sewing machine, a radio, and a boat.

Exam Tip: To identify non-living things, remember they do not grow, reproduce, respire, or show movement on their own.

 

Question 5. એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો, જે સજીવનાં કોઈ પણ બે લક્ષણો ધરાવતાં હોય.
Answer: વિમાન તથા આગબોટ. તે નિર્જીવ છે, પરંતુ સજીવના નીચેના બે લક્ષણો ધરાવે છે:
1. તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે કે પ્રચલન કરે છે.
2. તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણ લે છે.
In simple words: An airplane or a ship are non-living, but they move from one place to another and need fuel, which are like living traits.

Exam Tip: Focus on common non-living objects that exhibit one or two characteristics typically associated with living things, such as movement or energy intake.

 

Question 6. નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો?
માખણ, ચામડું માટી, ઊન, ઈલેક્ટ્રિક બલ્બ, રસોઈનું તેલ, મીઠું, સફરજન, રબર.
Answer: માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન, રબર.
In simple words: Butter, leather, wool, cooking oil, apple, and rubber were all once parts of living organisms.

Exam Tip: Consider the origin of each item. If it comes from plants or animals, it was once part of a living thing.

 

Question 7. શા માટે ઘાસનાં મેદાનોમાં રહેતાં પ્રાણીઓને જીવતાં રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે? – સમજાવો.
Answer: ઘાસનાં મેદાનોમાં હરણ, સસલાં જેવાં તૃણાહારી અને સિંહ, વાઘ, ચિત્તા જેવાં શિકારી પ્રાણીઓ રહે છે. ઘાસનાં મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે. આથી હરણ અને સસલાં જેવાં પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા અને જીવતાં રહેવા તેમની દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે. વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ ભક્ષ્યને પકડી ખોરાક મેળવી શકે અને જીવી શકે. આમ, ઘાસના મેદાનોમાં રહેતાં પ્રાણીઓને જીવતાં રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે.
In simple words: Speed is very crucial for grassland animals to survive. Herbivores like deer need to run fast to escape predators, and predators like lions also need speed to catch their food because there are few places to hide in grasslands.

Exam Tip: Explain both sides: how speed helps prey escape and how it helps predators hunt in open environments like grasslands.

Gseb Class 6 Science સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

જુદાં જુદાં નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓની યાદી બનાવવી.
પદ્ધતિઃ
1. જંગલમાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો. કોષ્ટક 9.1ના કૉલમ 1માં તેને નોંધો.
2. કોષ્ટકના બીજા કૉલમો પણ આ જ રીતે વિચારી ભરો.
3. આખા પ્રકરણમાં દર્શાવેલા જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠાં કરી લખો.
કોષ્ટક 9.1: વિવિધ વિસ્તારોમાં જોવા મળતાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને અન્ય પદાર્થો

જંગલમાંપર્વત પરરણમાંદરિયામાંબીજા કોઈ?
હરણહિમ ચિત્તોવાળમાછલીસસલું
વાઘયાકસાપઑક્ટોપસલાંબું ઘાસ
ખાખરાનું વૃક્ષદેવદારનું વૃક્ષકાંગારું રૅટવહેલવાનર
સૂકાં પાંદડાંખડકફાફડાથોરપરવાળાખિસકોલી
કીડીઓકનું વૃક્ષરેતીશંખપાણી

પ્રવૃત્તિ 2:

બીજને અંકુરિત થવા હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ મગનાં બીજ, ડિશ, પાણી, કબાટ, રેફ્રિજરેટર.
પદ્ધતિઃ
થોડાક સૂકા મગનાં બીજ લો. 20 – 30 જેટલાં મગનાં બીજ બાજુએ રાખો અને બાકીના મગને એક દિવસ માટે પાણીમાં ભીંજવો. ભીંજવેલાં બીજને ચાર ભાગમાં વહેંચો. તેમાંથી એક ભાગને 3-4 દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખો. (સૂકાં બીજને તથા પાણીમાં ડૂબાડેલાં બીજને ખલેલ ન પહોંચાડો.) ભીંજવેલાં બીજના એક ભાગને હવાઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં (જેમ કે, કબાટમાં) રાખો. છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ (જેમ કે, રેફ્રિજરેટરમાં) રાખો. તેને રોજ ધોઈ અને દરરોજ પાણી બદલો. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? શું પાંચેય ભાગનાં બીજ સમાન રીતે અંકુરિત થાય છે? શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતાં હોય કે જરા પણ અંકુરિત ન થયાં હોય તેવાં છે?
અવલોકન:
હવાઉજાસવાળા રૂમમાં રાખેલાં બીજ સારી રીતે અંકુરિત થાય છે. સૂકાં બીજ અને પાણીમાં ડુબાડેલાં બીજ અંકુરિત થતાં નથી.
નિર્ણયઃ
બીજને અંકુરિત થવા માટે હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી પ્રમાણમાં મળવાં જરૂરી છે.

પ્રવૃત્તિ 3:

રણમાં ઊગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ કૂંડામાં વાવેલો થોર, કૂંડામાં વાવેલો પાંદડાંવાળો છોડ, પૉલિથીનની પારદર્શક બે કોથળી, દોરી.
પદ્ધતિઃ
1. થોર વાવેલું કૂંડું અને પાંદડાંવાળો છોડ વાવેલું કૂડું લો.
2. દરેકની પર્ણયુક્ત એક ડાળી પર પૉલિથીનની પારદર્શક કોથળી ઢાંકી દરેકનું મુખ દોરી વડે બરાબર બંધ કરો.
3. દરેક કૂંડાને સૂર્યપ્રકાશમાં મૂકો.
4. થોડાક કલાક પછી બંનેની કોથળીની અંદરની સપાટી જુઓ. કઈ કોથળીમાં પાણીના ટીપાં બહુ ઓછાં છે તે તપાસો.
અવલોકન:
થોર વાવેલા કૂંડા પરની કોથળીમાં પાણીનાં ટીપાં ઘણા ઓછા પ્રમાણમાં જણાય છે.
નિર્ણયઃ રણમાં ઊગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે.
[આકૃતિઃ બંનેમાં બાષ્પોત્સર્જનની ક્રિયાની સરખામણી]

પ્રવૃત્તિ 4:

વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રી કૂંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ.
પદ્ધતિઃ
1. ઘરની એક એવી બારી પસંદ કરો જેમાંથી થોડા કલાક માટે સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય.
2. આ બારીથી થોડે દૂર કૂંડામાં ઉગાડેલો છોડ મૂકો.
3. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો.
4. હવે છોડ ટટ્ટાર છે કે વળેલો છે તે તપાસો.
અવલોકન:
છોડ બારી તરફ પ્રકાશની દિશામાં વળેલો જણાય છે.
નિર્ણયઃ
વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે.
[આકૃતિઃ વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે.]

પ્રવૃત્તિ 5:

છોડની કલમ વાવી છોડ ઉગાડવો.
સાધન-સામગ્રીઃ મેંદીના છોડની કલમ, પાણી.
પદ્ધતિઃ
1. મેંદીના છોડની એક કલમ (ત્રાંસી કાપેલી ડાળી) લો.
2. તેને જમીનની માટીમાં વાવો.
3. તેને નિયમિત પાણી આપો.
4. થોડા દિવસ પછી તેનું અવલોકન કરો.
અવલોકન:
થોડા દિવસ પછી કલમમાંથી છોડ ઉગવાનો શરૂ થાય છે.
નિર્ણયઃ
કાપેલી ડાળી(કલમ)ને વાવવાથી છોડ ઉગાડી શકાય છે.
[આકૃતિ : કલમ રોપી છોડ ઉગાડવો.]

Free study material for Science

Free GSEB Textbook Explanations: Class 6 Science Chapter 09 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન

Chapter Exercise Answers for Class 6 Science

Explore reliable textbook solutions for Chapter 09 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Science.

Detailed Answer Guides for Chapter 09 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન

Clear, methodical explanations accompany every challenging problem within the Class 6 Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Complete Preparation Kit for Class 6 Exams

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 6 Science.

FAQs

Where can I find the latest GSEB Class 6 Science Solutions Chapter 9 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Science Solutions Chapter 9 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન is available for free on StudiesToday.com. These solutions for Class 6 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Science Solutions Chapter 9 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Science Solutions Chapter 9 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Science Solutions Chapter 9 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Science. You can access GSEB Class 6 Science Solutions Chapter 9 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Science Solutions Chapter 9 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન in printable PDF format for offline study on any device.