GSEB Class 6 Science Solutions Chapter 14 પાણી

Get the most accurate GSEB Solutions for Class 6 Science Chapter 14 પાણી here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Science. Our expert-created answers for Class 6 Science are available for free download in PDF format.

Detailed Chapter 14 પાણી GSEB Solutions for Class 6 Science

For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 14 પાણી solutions will improve your exam performance.

Class 6 Science Chapter 14 પાણી GSEB Solutions PDF

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

1. ખાલી જગ્યા પૂરો:

 

Question 1. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ___________ કહે છે.
Answer: બાષ્પીભવન
In simple words: The process of water turning into vapor is called evaporation.

Exam Tip: Remember key terms like 'evaporation' and 'condensation' to describe water cycle processes accurately.

 

Question 2. પાણીની વરાળનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ___________ કહે છે.
Answer: ધનીભવન
In simple words: The process of water vapor changing back into water is called condensation.

Exam Tip: Understand that condensation is the reverse process of evaporation, crucial for cloud formation.

 

Question 3. એક વર્ષ કે વધારે સમય સુધી વરસાદ ન પડે તો તે વિસ્તારમાં ___________ પડે છે.
Answer: દુષ્કાળ
In simple words: If an area gets no rain or very little rain for a year or more, it experiences a drought.

Exam Tip: Be aware of the environmental impacts of prolonged lack of rainfall, such as droughts.

 

Question 4. વધારે વરસાદથી ___________ આવે છે.
Answer: પૂર
In simple words: Too much rain in an area often causes floods.

Exam Tip: Distinguish between drought (lack of rain) and flood (excessive rain) and their consequences.

2. નીચે આપેલું પ્રત્યેક વિધાન શું તે બાષ્પીભવન અથવા ઘનીભવનના કારણે છે?

 

Question 1. ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાનું દેખાવું.
Answer: ધનીભવન
In simple words: Water droplets appearing on the outside of a cold glass are due to condensation.

Exam Tip: Always relate the formation of water droplets on cold surfaces to the cooling and condensation of water vapor in the air.

 

Question 2. ભીનાં કપડાં પર ઈસ્ત્રી ફેરવવાથી વરાળ નીકળવી.
Answer: બાષ્પીભવન
In simple words: Steam coming off wet clothes when ironed is a clear sign of evaporation.

Exam Tip: Recognize that heat from the iron increases the rate of evaporation, turning water into steam.

 

Question 3. શિયાળામાં સવારે ધુમ્મસનું દેખાવું.
Answer: ઘનીભવન
In simple words: The appearance of fog in the morning during winter is caused by condensation.

Exam Tip: Remember that fog forms when water vapor condenses into tiny droplets near the ground due to cold temperatures.

 

Question 4. ભીનાં કપડાંથી લૂછવામાં આવેલું બ્લેક બોર્ડ થોડા સમયમાં સુકાઈ જાય છે.
Answer: બાષ્પીભવન
In simple words: A wet blackboard dries quickly because of the process of evaporation.

Exam Tip: Understand that surfaces dry when liquid water turns into water vapor and escapes into the air.

 

Question 5. ગરમ સળિયા પર પાણી છાંટવાથી વરાળ ઉત્પન્ન થવી.
Answer: બાષ્પીભવન
In simple words: When water is sprinkled on a hot rod, steam is produced due to rapid evaporation.

Exam Tip: The heat from the rod rapidly converts the water into steam, illustrating evaporation's dependence on temperature.

 

Question 3. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(1) હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે.
(2) પાણી મહાસાગરો, નદીઓ તથા સરોવરોમાંથી બાષ્પીભવન પામે છે. પરંતુ જમીન પરથી બાષ્પીભવન પામતું નથી.
(3) પાણીનું તેની બાષ્પમાં રૂપાંતરણ થવું તે બાષ્પીભવન તરીકે ઓળખાય છે.
(4) પાણીનું બાષ્પીભવન માત્ર સૂર્યપ્રકાશમાં જ થાય છે.
(5) હવાની ઉપરની તરફ જ્યાં વધુ ઠંડક હોય છે, ત્યાં પાણીની વરાળ ઘનીભવન થઈને નાની નાની જલકણિકાઓ બનાવે છે.
Answer: વિધાન (3) અને (5) સાચાં છે.
In simple words: Out of all the given statements, the third statement (water changing into vapor is evaporation) and the fifth statement (water vapor forming small droplets when cold in the upper air) are correct.

Exam Tip: Carefully read each statement and evaluate it against your knowledge of evaporation and condensation processes. Water vapor is always present in the air, evaporation occurs from all surfaces, and heat (not just sunlight) causes it.

 

Question 4. માની લો કે, તમે તમારા સ્કૂલના યુનિફૉર્મને વરસાદની ઋતુમાં ઝડપી સૂકવવા માંગો છો, તો શું તેને સગડીની નજીક અથવા હીટરની નજીક ફેલાવવાથી આ કાર્યમાં સહાયતા મળશે?
Answer: હા, સ્કૂલના યુનિફૉર્મને ઝડપથી સૂકવવા માટે સગડીની નજીક રાખવાથી ગરમીને લીધે બાષ્પીભવનની ક્રિયા ઝડપી થાય છે. બાષ્પીભવન ઝડપથી થતાં ભીના યુનિફૉર્મમાંથી પાણી ઝડપથી ઊડી જાય છે. પરિણામે યુનિફૉર્મ થોડી વારમાં સુકાઈ જાય છે. તેથી વરસાદની ઋતુમાં યુનિફૉર્મ ઝડપી સૂકવવા તેને સગડીની નજીક ફેલાવવું જોઈએ.
In simple words: Yes, spreading the uniform near a stove or heater helps it dry faster. The heat from the stove makes water evaporate quickly from the wet uniform, so it becomes dry in a short time.

Exam Tip: When answering questions about drying clothes, always mention the role of heat in increasing the rate of evaporation.

 

Question 5. રેફ્રિજરેટરમાંથી બહાર કાઢેલી પાણીની બૉટલ કેટલાક સમય પછી તમે તેની આજુબાજુ પાણીનાં ટીપાં દેખાતાં જોશો, કેમ?
Answer: રેફ્રિજરેટરમાંથી બહાર કાઢેલી પાણીની બૉટલ ખૂબ ઠંડી હોય છે. બૉટલની આજુબાજુની હવા ઠંડી બૉટલને સ્પર્શતાં હવામાંનો ભેજ ઠંડો પડી ધનીભવન પામી પાણીનાં નાનાં નાનાં ટીપાં રૂપે બાઝે છે. આથી બૉટલની આજુબાજુ બહારની સપાટી પર પાણીનાં ગોળ ગોળ ટીપાં દેખાય છે.
In simple words: A cold water bottle from the fridge cools the air around it. The water vapor in the air then turns into tiny water droplets, which are seen on the bottle's outer surface.

Exam Tip: Explain that the cold surface of the bottle causes the water vapor in the surrounding warmer air to condense, forming visible droplets.

 

Question 6. ચશમાંના લેન્સ સાફ કરવા માટે લોકો તેના ઉપર ફૂંક મારે છે, તો લેન્સ પલળી જાય છે. લેન્સ કેમ પલળી જાય છે? સમજાવો.
Answer: ફૂંક (ઉચ્છવાસ) દ્વારા બહાર કાઢેલી હવામાં પાણીની બાષ્પ હોય છે. ચશ્માંના લેન્સ પર ફૂંક મારવાથી પાણીની બાષ્પ તેને અડકતાં ઠંડી પડે છે અને તેનું ઘનીભવન થઈ પાણીનાં સૂક્ષ્મ બિંદુઓમાં ફેરવાય છે. ચશ્માંના લેન્સ પર જામેલાં આ પાણીનાં બિંદુઓને લીધે ચશ્માંનો લેન્સ પલળી જાય છે. (આ ભીના થયેલ લેન્સને સરળતાથી સાફ કરી સ્વચ્છ બનાવાય છે.)
In simple words: When you blow on glasses, your breath contains water vapor. This vapor cools down on the colder lens surface and turns into tiny water droplets, making the lens wet.

Exam Tip: Highlight that human breath contains moisture (water vapor) which condenses on cool surfaces like spectacle lenses, similar to how breath condenses on a mirror.

 

Question 7. વાદળ કેવી રીતે બને છે?
Answer: સૂર્યની ગરમીને કારણે દરિયાના પાણીનું અને અન્ય જળાશયોના પાણીનું સતત બાષ્પમાં રૂપાંતર થયા કરે છે. પાણીની બાષ્પ હલકી હોવાથી આકાશમાં ઊંચે ચઢે છે. જેમ જેમ બાષ્પ ઉપર જાય છે તેમ તે ઠંડી પડતી જાય છે. પર્યાપ્ત ઊંચાઈએ બાષ્પ એટલી ઠંડી થઈ જાય છે કે તે ધનીભવન પામી પાણીનાં નાનાં નાનાં ટીપાં (જળકણિકાઓ) બને છે. આ નાની જળકણિકાઓ હવામાં તરે છે, જે વાદળ સ્વરૂપે આપણને આકાશમાં દેખાય છે.
In simple words: Clouds form when water from oceans and lakes evaporates due to sun's heat, rising as vapor. This vapor cools as it goes higher, changing into tiny water droplets that float in the air, creating clouds.

Exam Tip: Remember the steps of cloud formation: evaporation, rising vapor, cooling, condensation into tiny droplets, and finally, visible clouds floating in the sky.

 

Question 8. દુષ્કાળ ક્યારે પડે છે?
Answer: જ્યારે કોઈ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદ પડે નહિ કે ખૂબ જ ઓછો વરસાદ પડે તો ખેતરમાં પાક ઊગી શકે નહિ અને તેથી અનાજ અને પાણીની અછત વરતાય. આને તે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો કહેવાય.
In simple words: A drought occurs when an area does not receive rain or gets very little rain for a long time. This leads to crops not growing and a shortage of both food and water.

Exam Tip: Define drought by explaining the condition of prolonged lack of rain and its direct consequences, such as crop failure and water scarcity.

Gseb Class 6 Science Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’

પ્રવૃત્તિ 1:

એક દિવસમાં કોઈ પરિવાર દ્વારા ઉપયોગમાં લીધેલા પાણીના જથ્થાનું અનુમાન કરવું.

સાધન-સામગ્રીઃ લિટરનું માપિયું

પદ્ધતિઃ

1. એક દિવસની તમામ ક્રિયાવિધિની યાદી બનાવો, કે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો.

2. આખા દિવસમાં તેમના કુટુંબના બધા સભ્યોએ દરેક ક્રિયામાં ઉપયોગમાં લીધેલા પાણીનો જથ્થો માપો. (લિટરમાં)

નીચેના કોષ્ટકમાં તેની નોંધ કરો.

કોષ્ટક 14.1: કોઈ પરિવાર દ્વારા એક દિવસમાં ઉપયોગ કરવામાં આવતા પાણીના જથ્થાનું અનુમાન

પ્રવૃત્તિઉપયોગમાં લેવાયેલ પાણીનો જથ્થો
પીવા માટે3 લિટર x 4
બ્રશ કરવા માટે2 લિટર x 4
સ્નાન કરવા માટે25 લિટર x 4
વાસણ ધોવા માટે45 લિટર
કપડાં ધોવા માટે120 લિટર
શૌચાલયમાં20 લિટર x 4
ભોંયતળિયું સાફ કરવા માટે60 લિટર
ગાર્ડનમાં50 લિટર
પરિવારમાં એક દિવસમાં ઉપયોગમાં લેવાયેલ પાણીનો કુલ જથ્થો475 લિટર

અવલોકનઃ

આ પરિવારમાં 1 દિવસમાં ઉપયોગમાં લીધેલા પાણી – 475 લિટર

નિર્ણય:

ઘરવપરાશ માટે ઘણું બધું પાણી વાપરીએ છીએ.

પ્રવૃત્તિ 2:

બાષ્પીભવનની ક્રિયા સૂર્યના તાપમાં તેમજ છાયડામાં એમ બંને જગ્યાએ થાય છે તે દર્શાવવું.

સાધન-સામગ્રીઃ બે થાળી, બૉટલનું ઢાંકણ (માપવા માટે), પાણી.

પદ્ધતિઃ

1. બે એકસરખી થાળી લો.

2. એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં તથા બીજી થાળીને છાંયડામાં રાખો.

3. હવે આ બંને થાળીમાં સરખી માત્રામાં પાણી ભરો. (પાણીને માપવા માટે તમે કોઈ બૉટલના ઢાંકણનો ઉપયોગ કરી શકો છો.) ધ્યાન રાખો કે પાણી છલકાય નહિ. 15 મિનિટ પછી બંને થાળીનું અવલોકન કરો. શું પાણી ઓછું થતું જણાય છે? કઈ થાળીનું પાણી ઝડપથી ઓછું થાય છે?

અવલોકનઃ

સૂર્યના તાપમાં રાખેલી થાળીના પાણીમાં વધારે ઘટાડો થાય છે, જ્યારે છાંયડામાં રાખેલી થાળીના પાણીમાં બહુ ઓછો ઘટાડો થાય છે.

નિર્ણયઃ

સૂર્યના તાપમાં અને છાંયડામાં બંને જગ્યાએ બાષ્પીભવનની ક્રિયા થાય છે. સૂર્યના તાપમાં બાષ્પીભવન ઝડપથી થાય છે.

પ્રવૃત્તિ 3:

ઘનીભવનની ક્રિયા સમજવી.

સાધન-સામગ્રીઃ કાચનો ગ્લાસ, પાણી, બરફ.

ઘનીભવન

પદ્ધતિઃ

1. સ્વચ્છ ગ્લાસ લો.

2. તેમાં અડધે સુધી પાણી ભરો.

3. પાણીમાં બરફના થોડા ટુકડા નાખો.

4. બે મિનિટ પછી કાચના ગ્લાસની બહારની સપાટી તપાસો.

અવલોકનઃ

કાચના ગ્લાસની બહારની સપાટી પર પાણીનાં ટીપાં બાઝે છે.

નિર્ણયઃ

હવામાં પાણીની બાષ્પ રહેલી છે. તે ઠંડી પડતાં પાણીમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને ઘનીભવન કહે છે.

Free study material for Science

GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી

Students can now access the GSEB Solutions for Chapter 14 પાણી prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 14 પાણી

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Science Class 6 Solved Papers

Using our Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 14 પાણી to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 6 Science Solutions Chapter 14 પાણી for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Science Solutions Chapter 14 પાણી is available for free on StudiesToday.com. These solutions for Class 6 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Science Solutions Chapter 14 પાણી as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Science Solutions Chapter 14 પાણી will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Science Solutions Chapter 14 પાણી in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Science. You can access GSEB Class 6 Science Solutions Chapter 14 પાણી in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Science Solutions Chapter 14 પાણી in printable PDF format for offline study on any device.