Get the most accurate GSEB Solutions for Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Science. Our expert-created answers for Class 6 Science are available for free download in PDF format.
Detailed Chapter 13 ચુંબક સાથે ગમ્મત GSEB Solutions for Class 6 Science
For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 13 ચુંબક સાથે ગમ્મત solutions will improve your exam performance.
Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત GSEB Solutions PDF
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
1. નીચેની ખાલી જગ્યાઓ પૂરો:
Question 1. કૃત્રિમ ચુંબક _______, _______ અને _______ જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે.
Answer: કૃત્રિમ ચુંબક લંબધન પટ્ટી, ધોડાની નાળ અને નળાકાર જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે.
In simple words: Man-made magnets come in different shapes like bar magnets, horseshoe magnets, and cylindrical magnets.
Exam Tip: Remember the common shapes of artificial magnets, as this is a basic knowledge question.
Question 2. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને _______ કહે છે.
Answer: જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થો કહે છે.
In simple words: Objects that get pulled towards a magnet are called magnetic objects.
Exam Tip: Understand the difference between magnetic and non-magnetic materials; this concept is fundamental to magnetism.
Question 3. કાગળ એ _______ પદાર્થ નથી.
Answer: કાગળ એ ચુંબકીય પદાર્થ નથી.
In simple words: Paper is not a magnetic material.
Exam Tip: Be able to identify common non-magnetic materials like paper, plastic, and wood.
Question 4. જૂના જમાનામાં, નાવિકો દિશા જાણવા માટે _______ ના ટુકડાને લટકાવતા હતા.
Answer: જૂના જમાનામાં, નાવિકો દિશા જાણવા માટે કુદરતી ચુંબક ના ટુકડાને લટકાવતા હતા.
In simple words: Long ago, sailors used to hang pieces of natural magnets to find out which way they were going.
Exam Tip: This question highlights the historical use of magnets for navigation, an important application of magnetism.
Question 5. ચુંબકને હંમેશાં _______ ધ્રુવ હોય છે.
Answer: ચુંબકને હંમેશાં બે ધ્રુવ હોય છે.
In simple words: Every magnet always has two poles.
Exam Tip: Remember that magnets always have two poles (North and South), even if broken into smaller pieces.
2. નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહોઃ
Question 1. નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે.
Answer: ખોટું
In simple words: This statement is false because all magnets, including cylindrical ones, have two poles, a North and a South pole.
Exam Tip: A magnet will always have two poles, regardless of its shape or size.
Question 2. કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ.
Answer: ખોટું
In simple words: This statement is false because natural magnets were discovered first, while artificial magnets were made later by humans.
Exam Tip: Distinguish between natural and artificial magnets and their discovery origins.
Question 3. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે.
Answer: ખરું
In simple words: This statement is true, meaning like poles of a magnet push each other away.
Exam Tip: The rule "like poles repel, unlike poles attract" is fundamental to magnetism and frequently tested.
Question 4. જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમની રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે.
Answer: ખોટું
In simple words: This statement is false because iron filings stick mostly to the ends (poles) of a magnet, not its middle part.
Exam Tip: Iron filings are attracted most strongly to the poles of a magnet, indicating where the magnetic force is strongest.
Question 5. ગજિયો ચુંબક હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે.
Answer: ખરું
In simple words: This statement is true, as a freely hanging bar magnet always points towards the North-South direction.
Exam Tip: The directive property of magnets (aligning N-S) is crucial for compasses and navigation.
Question 6. કોઈ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ પૂર્વ-પશ્ચિમ દિશા જાણવા માટે થાય છે.
Answer: ખરું
In simple words: This statement is true because while a compass directly shows North-South, one can infer East-West directions from that alignment.
Exam Tip: Understand that a compass primarily indicates North-South, but knowing those directions allows you to easily find East and West.
Question 7. રબર એ ચુંબકીય પદાર્થ છે.
Answer: ખોટું
In simple words: This statement is false because rubber is a non-magnetic material and does not get attracted by magnets.
Exam Tip: Classify materials as magnetic or non-magnetic based on their interaction with a magnet.
Question 3. એવું જોવામાં આવ્યું કે, પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો થોડોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું નામ આપી તેનું કારણ લખો.
Answer: પેન્સિલની અણી કાઢવાના સંચાની બ્લેડ લોખંડની બનેલી હોય છે. તે ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે.
In simple words: The sharpener blade is made of iron. Iron is a magnetic material, so it gets pulled by both poles of a magnet.
Exam Tip: Even if an object appears to be made of non-magnetic material, check for any embedded magnetic components, like the blade in a sharpener.
Question 4. કૉલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે, તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવી છે. કૉલમ 2 આ દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફારને દર્શાવે છે. ખાલી જગ્યા ભરોઃ
| કૉલમ 1 | કૉલમ 2 |
|---|---|
| N-N | અપાકર્ષણ |
| N-S | આકર્ષણ |
| S-N | આકર્ષણ |
| S-S | અપાકર્ષણ |
Exam Tip: Clearly remember that like poles (N-N or S-S) always repel, and unlike poles (N-S or S-N) always attract. This is a crucial concept for understanding magnetic interactions.
Question 5. ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો લખો.
Answer:
1. ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે.
2. ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતાં તે હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.
In simple words: Magnets have two poles. If you hang a magnet freely, it always points North-South.
Exam Tip: The two key properties of magnets are having distinct poles and showing a directive property when freely suspended.
Question 6. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે?
Answer: ગજિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે.
In simple words: The poles of a bar magnet are found near its two ends.
Exam Tip: Remember that the magnetic force is concentrated at the ends of a bar magnet, which are its poles.
Question 7. એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો?
Answer: આપેલ ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો. જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય.
In simple words: To find the North pole of an unmarked bar magnet, hang it freely from its middle with a thread. The end that points towards the North direction is the North pole, and the other end is the South pole.
Exam Tip: The directive property of a freely suspended magnet is the most reliable way to identify its poles.
Question 8. તમને લોખંડની પટ્ટી આપેલી છે. તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો?
Answer:
1. આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો.
2. એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો.
3. ચુંબકને ઊંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો.
4. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો.
5. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો.
6. આ ક્રિયાનું 30 – 40 વખત પુનરાવર્તન કરો.
7. લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ.
8. તે લોખંડના ભૂકાને આકર્ષશે તે પરથી ખાતરી થશે.
In simple words: Place an iron strip on a table. Stroke it repeatedly, about 30-40 times, from one end to the other with one pole of a bar magnet, always lifting the magnet and returning to the starting point. Test if the iron strip attracts iron filings.
Exam Tip: The 'single touch method' for magnetization requires consistent stroking in one direction with the same pole and lifting the magnet after each stroke to avoid demagnetization.
Question 9. દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે?
Answer: હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે. આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશા જાણી શકાય છે.
In simple words: A compass has a freely spinning magnetic needle inside a circular dial with directions marked. The needle always points North-South. To find directions, turn the compass until its 'North' mark aligns with the North pole of the needle. Then, the compass dial will show all other directions correctly. This helps find directions in any unknown place.
Exam Tip: Describe how the compass needle aligns with Earth's magnetic field and how to orient the compass to read directions accurately.
Question 10. પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે. તેના પર થતી અસરને કૉલમ 1માં દર્શાવેલી છે. આ અસર માટેનાં શક્ય કારણોને કૉલમ 2માં દર્શાવેલાં* છે. કૉલમ 1નાં વિધાનોને કૉલમ 2નાં વિધાનો સાથે યોગ્ય રીતે જોડો :
| કૉલમ 1 | કૉલમ 2 |
|---|---|
| હોડી ચુંબક તરફ આકર્ષાય છે. | હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે. |
| હોડીને ચુંબકની અસર થતી નથી. | હોડી બિનચુંબકીય પદાર્થની બનેલી છે. |
| જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે, તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે. | હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે. |
| જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે, તો હોડી ચુંબકથી દૂર જાય છે. | હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે. |
| હોડી દિશા બદલ્યા વગર ગતિ કરે છે. | હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે. |
Exam Tip: This question tests your understanding of attraction, repulsion, and the directive property of magnets, especially how different materials and polarities interact.
GSEB Class 6 Science યુક સાથે ગમ્મત Textbook Activities
'પાચપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ'
પ્રવૃત્તિ 1:
લોખંડની બનેલી વસ્તુઓ પર ચુંબકની અસર દર્શાવવી.
સાધન-સામગ્રીઃ પેપર કપ, સ્ટેન્ડ, નાનું ચુંબક, લોખંડની ક્લિપ, દોરો.
પદ્ધતિ:
1. એક પેપર કપ લો.
2. તેને લૅમ્પની મદદથી સ્ટેન્ડ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભરાવો.
3. કપમાં ચુંબક મૂકી તેના પર કાગળ મૂકો.
4. લોખંડની ક્લિપ લો અને તેને પાતળી દોરીના એક છેડે બાંધો.
5. દોરીના બીજા છેડાને સ્ટેન્ડના નીચેના પાયા સાથે બાંધો. (આ વખતે દોરીની લંબાઈ એટલી રાખો કે ક્લિપ પેપર કપથી નીચે રહે.)
6. હવે ક્લિપને પેપર કપના નીચેના ભાગની નજીક લઈ જાઓ. શું થાય છે તેનું અવલોકન કરો.
અવલોકન:
ક્લિપ દોરી સાથે કોઈ પણ આધાર વિના હવામાં અધ્ધર લટકતી રહે છે.
નિર્ણય:
ચુંબક લોખંડની બનેલી વસ્તુઓને આકર્ષે છે.
પ્રવૃત્તિ 2:
ચુંબક વડે આકર્ષાતી વસ્તુઓ શાની બનેલી છે તે જાણવું.
સાધન-સામગ્રીઃ ચાલવાની લાકડી, નાનું ચુંબક, ગુંદર, ટેપ, ચકાસવા માટેની વસ્તુઓ.
પદ્ધતિઃ
1. ચાલવાની લાકડીના છેડે ગુંદર વડે અથવા ટેપ વડે નાનું ચુંબક લગાડો.
2. હવે શાળાના મેદાનમાં 'મૅગ્નિસ વૉક' (લટાર મારવા) માટે જઈએ.
3. ઍગ્નિસ લાકડી' મેદાનની નાની વસ્તુઓને અડકાડો.
4. તમારી આસપાસની રોજબરોજની વસ્તુઓ એકઠી કરો.
5. તેમને 'ઍગ્નિસ લાકડી વડે ચકાસો.
તમારા અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો.
કોષ્ટક 18.1: ચુંબક તરફ આકર્ષાતા પદાર્થો શોધવા
| વસ્તુનું નામ | વસ્તુ જે પદાર્થની બનેલી હોય તેનું નામ (કાપડ/પ્લાસ્ટિક / ઍલ્યુમિનિયમ / લાકડું / કાચ / લોખંડ / અન્ય) | મૅગિનિસ લાકડી / ચુંબક વડે આકર્ષણ (હા / ના) |
|---|---|---|
| લોખંડનો ગોળો | લોખંડ | હા |
| માપપટ્ટી | પ્લાસ્ટિક | ના |
| બૂટ | ચામડું | ના |
| લોખંડની ખીલી | લોખંડ | હા |
| દોરી | સૂતર | ના |
નિર્ણયઃ
કેટલાક પદાર્થો ચુંબક વડે આકર્ષાય છે, તો કેટલાક પદાર્થો ચુંબક વડે આકર્ષાતા નથી.
પ્રવૃત્તિ 3:
રેતી કે માટીમાં લોખંડના કણો રહેલા છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: જમીનમાંની રેતી અને માટી, ચુંબક.
પદ્ધતિઃ
1. કોઈ ચુંબકને રેતી કે માટીમાં ફેરવો.
2. ચુંબકને બહાર ખેંચો.
3. ચુંબક પર રેતી કે માટીના કણો દૂર કરવા ચુંબકને હળવેથી હલાવો.
શું કેટલાક કણો હજુ ચુંબક પર ચોટેલા દેખાય છે.
અવલોકનઃ
ચુંબક પર લોખંડના કણો ચોટેલા દેખાય છે.
નિર્ણય:
રેતી કે માટીમાં લોખંડના કણો રહેલા છે.
પ્રવૃત્તિ 4:
ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું.
સાધન-સામગ્રી: ગજિયો ચુંબક, લોખંડની રજકણો (ભૂકો), કાગળ.
પદ્ધતિઃ
1. કાગળ પર થોડી લોખંડની રજકણો ફેલાવો.
2. કાગળના પર ગજિયો ચુંબક મૂકો.
3. ગજિયા ચુંબકને ધીમેથી ઉપર-નીચે ફેરવો.
4. ગજિયા ચુંબકને ધીમેથી ઉપાડી લો.
5. ગજિયા ચુંબકના જુદા જુદા ભાગ પર ચોંટેલા લોખંડના રજકણો તપાસો.
6. ચુંબક પરથી લોખંડની રજકણો દૂર કરી આ પ્રવૃત્તિ ફરીથી કરો તમારાં અવલોકન નોંધો.
અવલોકનઃ
ગજિયા ચુંબકના બંને છેડાની નજીક લોખંડના રજકણો વધુમાં વધુ ચોટેલા જણાય છે. વચ્ચેના ભાગ તરફ જતાં ચોટેલા લોખંડના રજકણોનું પ્રમાણ ઓછું થતું જાય છે.
નિર્ણયઃ
ચુંબકના બંને છેડાની પાસે ચુંબકશક્તિ વધુ હોય છે. આને ચુંબકના ધ્રુવો કહે છે.
પ્રવૃત્તિ 5:
ગજિયા ચુંબકને મુક્ત ફરી શકે તેમ લટકાવતાં તે ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ ગજિયો ચુંબક, લાકડાનું સ્ટેન્ડ, દોરી.
પદ્ધતિઃ
1. એક ગજિયો ચુંબક લો.
2. તેના કોઈ એક છેડે નિશાની કરો.
3. ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો.
4. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાન જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો.
5. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો.
6. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો. તમારું અવલોકન નોંધો.
અવલોકનઃ
દરેક વખતે ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર-દક્ષિણ હોય છે.
નિર્ણયઃ
ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતાં તે હંમેશાં ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.
પ્રવૃત્તિ 6:
તમારી જાતે સાદું હોકાયંત્ર બનાવવું.
સાધન-સામગ્રીઃ ગજિયો ચુંબક, લોખંડની સોય, બૂચ, ટમલર.
પદ્ધતિઃ
1. ગજિયા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની સોયને ચુંબક બનાવો.
2. આ ચુંબકીય સોયને બૂચમાંથી પસાર કરો.
3. એક ટમલરમાં પાણી ભરી બૂચને તરતો મૂકો. સોય પાણીને અડકે નહિ તેનું ધ્યાન રાખો. આ તમારું સાદું હોકાયંત્ર તૈયાર થયું.
4. પાણીમાં તરતા બૂચની સોય કઈ દિશા દર્શાવે છે તે નોંધો. બૂચને વિવિધ દિશાઓમાં ફેરવી સ્થિર થાય ત્યારે સોયની દિશા નોંધો.
અવલોકનઃ
દરેક વખતે સોય ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.
નિર્ણયઃ
પાણીમાં તરતા બૂચમાં પસાર કરેલી સોય હોકાયંત્રની સોયની જેમ ઉત્તર-દક્ષિણ દિશા દર્શાવે છે.
Free study material for Science
GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત
Students can now access the GSEB Solutions for Chapter 13 ચુંબક સાથે ગમ્મત prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 13 ચુંબક સાથે ગમ્મત
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Science Class 6 Solved Papers
Using our Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 13 ચુંબક સાથે ગમ્મત to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 6 Science Solutions Chapter 13 ચુંબક સાથે ગમ્મત is available for free on StudiesToday.com. These solutions for Class 6 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Science Solutions Chapter 13 ચુંબક સાથે ગમ્મત as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Science Solutions Chapter 13 ચુંબક સાથે ગમ્મત will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Science. You can access GSEB Class 6 Science Solutions Chapter 13 ચુંબક સાથે ગમ્મત in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Science Solutions Chapter 13 ચુંબક સાથે ગમ્મત in printable PDF format for offline study on any device.