GSEB Class 6 Science Solutions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

Download GSEB Solutions for Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

Explore reliable textbook solutions for Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન tailored for Class 6 learners. Utilizing these Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Access GSEB Solutions and Answers

Navigate directly to the solved Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

 

Question 1. નીચેના બૉક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય:
પદાર્થો છે અપારદર્શક પડછાયો બનાવે
Answer: અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે.
In simple words: To understand how opaque objects work, we need to arrange the words correctly. The right order is: Opaque objects form a shadow.

Exam Tip: For rearrangement questions, identify the core subject and action to form a logical sentence or sequence.

 

Question 2. નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક કે પારભાસક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરોઃ હવા પાણી ખડકનો ટકડો ઍલ્યમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ, દીવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટૉર્ચ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર
Answer:

અપારદર્શક:પારદર્શક:પારભાસક:
ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, સીડી, લોખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ, દીવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટૉર્ચ, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર.હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર.પ્લાસ્ટિકનું પડ, ધુમાડો, ધુમ્મસ.
પ્રકાશિતઅપ્રકાશિત
લોખંડનો લાલચોળ ટુકડો, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ, ગેસ બર્નરની જ્યોત, પ્રકાશિત ટૉર્ચ, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો.હવા, પાણી, ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, છત્રી, દીવાલ, કાર્બન પેપર, કાર્ડબોર્ડ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું, ચંદ્ર.

In simple words: The items are categorized based on whether they are opaque, transparent, or translucent, and whether they produce light (luminous) or not (non-luminous). Opaque items block light, transparent items allow light to pass through completely, and translucent items allow some light to pass but scatter it. Luminous objects emit their own light, while non-luminous objects only reflect light.

Exam Tip: Clearly understand the definitions of transparent, opaque, translucent, luminous, and non-luminous objects to accurately classify them.

 

Question 3. શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે, તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે?
Answer: હા, આવું બની શકે છે. આ માટે એક નાની ટૉર્ચ અને નક્કર નળાકારની જરૂર પડે. વર્તુળાકાર પડછાયો મેળવવા માટે, નાની ટૉર્ચ ચાલુ કરીને તેની સામે નક્કર નળાકારને આડો પકડવામાં આવે છે. તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર લેતા તે વર્તુળાકાર દેખાશે. લંબચોરસ પડછાયો મેળવવા માટે, નાની ટૉર્ચ ચાલુ કરીને તેની સામે નક્કર નળાકારને શિરોલંબ ઊભો પકડવામાં આવે છે. તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર લેતા તે લંબચોરસ દેખાશે.
In simple words: Yes, this is possible. You need a small torch and a solid cylinder. If you hold the cylinder horizontally in front of the torch, it will cast a round shadow. If you hold the cylinder vertically in front of the torch, it will cast a rectangular shadow.

Exam Tip: Remember that the shape of a shadow depends on the shape of the object, the position of the light source, and the orientation of the object.

 

Question 4. સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે?
Answer: ના. અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં. તેનું કારણ એ છે કે રૂમ સંપૂર્ણપણે અંધારો છે. આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં. પરિણામે, અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં.
In simple words: No, you won't see your reflection. Because the room is totally dark, no light hits your body to bounce off. Without light, a reflection cannot form in the mirror.

Exam Tip: Reflection requires light to fall on an object and then bounce off its surface into our eyes, especially a reflective surface like a mirror.

 

GSEB Class 6 Science પ્રકાશ, પડછાયો અને પરાવર્તન Textbook Activities

 

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

 

પ્રવૃત્તિ 1: આપેલ પદાર્થોની પારદર્શકતા તપાસવી.
કાચનો ટુકડો, સ્ટીલની વાડકી, તેલિયો કાગળ.
પદ્ધતિઃ
1. આપેલ પદાર્થોમાંથી એક પછી એક પદાર્થ વારાફરતી લઈ કોઈ દૂરની વસ્તુ જોવાનો પ્રયાસ કરો.
2. દૂરની વસ્તુ લીધેલ પદાર્થમાંથી સ્પષ્ટ દેખાય છે, ઝાંખી દેખાય છે કે બિલકુલ દેખાતી નથી તે તપાસી, અવલોકનોની કોષ્ટક 11.1માં નોંધ કરો.
Answer:
કોષ્ટક 11.1: પદાર્થોની પારદર્શકતા

પદાર્થો/ વસ્તુઓપદાર્થમાંથી વસ્તુનું શક્ય અવલોકન
(સંપૂર્ણ/અપૂર્ણ / જરા પણ નહિ)
પદાર્થ પારદર્શક / અપારદર્શક / પારભાસક
પેન્સિલજરા પણ દેખાતી નથી.અપારદર્શક
રબર-દડોજરા પણ દેખાતી નથી.અપારદર્શક
લખવાનો કાગળબહુ ચોક્કસ નહિ (કાગળ પર આધાર રાખે)-
રબરજરા પણ દેખાતી નથી.અપારદર્શક
પ્લાસ્ટિકની ફૂટપટ્ટીસંપૂર્ણ દેખાય છે.પારદર્શક
નોટબુકજરા પણ દેખાતી નથી.અપારદર્શક
દૂધિયો કાચઅપૂર્ણ (અંશતઃ) દેખાય છે.પારભાસક
પૂંઠુંજરા પણ દેખાતી નથી.અપારદર્શક
કાચનો ટુકડોસંપૂર્ણ દેખાય છે.પારદર્શક
સ્ટીલની વાડકીજરા પણ દેખાતી નથી.અપારદર્શક
તેલિયો કાગળઅપૂર્ણ (અંશતઃ) દેખાય છે.પારભાસક

નિર્ણયઃ
પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને કાચનો ટુકડો પારદર્શક છે. દૂધિયો કાચ અને તેલિયો કાગળ પારભાસક છે તથા રબર, નોટબુક, પૂઠું અને સ્ટીલની વાડકી અપારદર્શક છે.
In simple words: This activity helps us check how well different things let light pass through. We found that a plastic ruler and glass let all light through, milky glass and oily paper let some light through, and things like rubber, notebooks, cardboard, and steel bowls block all light.

Exam Tip: Practice identifying objects as transparent, translucent, or opaque based on how clearly you can see through them.

 

પ્રવૃત્તિ 2: પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પડછાયો પડે છે તે દર્શાવવું.
પદાર્થો: ચોપડી. પથ્થર જેવા અપારદર્શક પદાર્થો.
પદ્ધતિઃ
1. એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો.
2. જમીન પર શું દેખાય છે તેનું અવલોકન કરો.
Answer:
અવલોકન:
જમીન પર ઘેરો કાળો ભાગ દેખાય છે.
નિર્ણય:
પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પડછાયો પડે છે.
In simple words: When you place an opaque object in the path of light, it blocks the light. This creates a dark area, or shadow, on the surface behind it.

Exam Tip: Shadows are always formed when an opaque object comes between a light source and a surface, demonstrating that light travels in straight lines.

 

પ્રવૃત્તિ 3: પડછાયો હંમેશાં પડદા પર મળે છે તે દર્શાવવું.
પદાર્થો: ટૉર્ચ, કાર્ડબોર્ડ, સફેદ બોર્ડ.
પદ્ધતિઃ
1. આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. રાત્રિના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ.
2. તમારી સાથે ટૉર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ.
3. ટૉર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો.
4. તમારા મિત્રના ચહેરાને પ્રકાશના માર્ગમાં આવે તે રીતે મૂકવા કહો.
5. તમારા મિત્રના માથાનો પડછાયો જોવા પ્રયત્ન કરો.
6. તમે તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ નહિ શકો.
7. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું હવે કાર્ડબોર્ડ પર પડછાયો દેખાય છે?
Answer:
અવલોકનઃ
હવે કાર્ડબોર્ડ પર પડછાયો જોવા મળે છે.
નિર્ણય:
પડછાયો હંમેશાં પડદા પર મળે છે. (પડછાયો ઝીલવા પડદા તરીકેનું કોઈ માધ્યમ ન હોય તો પડછાયો જોઈ ન શકાય.)
In simple words: This activity shows that a shadow needs a surface (a screen) to appear. If there's no surface to catch the light blocked by an object, you won't see the shadow.

Exam Tip: A shadow is the absence of light and requires a "screen" or surface for it to be visible. Without a screen, the shadow is simply empty space.

 

પ્રવૃત્તિ 4: કસ આકારનો ખ્યાલ આવતો નથી તે દર્શાવવું.
સાવન-સામગ્રા: ખુરશા.
પદ્ધતિઃ
1. તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો.
2. ખુરશીનો પડછાયો જુઓ.
3. શું ખુરશીનો પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર રજૂ કરે છે?
4. તે જ ખુરશીને થોડી ગોળ ફેરવો અને તેના પડછાયાનું કદ જુઓ.
Answer:
અવલોકનઃ
તે જ ખુરશીનું થોડી ગોળ ફેરવતાં તેના પડછાયાના કદમાં ફેરફાર થાય છે.
નિર્ણય:
વસ્તુના પડછાયા પરથી વસ્તુના ચોક્કસ આકારનો ખ્યાલ આવતો નથી.
In simple words: This activity helps us understand that a shadow does not always show the exact shape of an object. When you move or rotate an object, its shadow can change size and shape, making it hard to guess the original object's form.

Exam Tip: The shape and size of a shadow can vary greatly based on the angle of the light source and the orientation of the object, so don't always rely on shadows for an object's precise form.

 

પ્રવૃત્તિ 5: પિનહૉલ કેમેરા બનાવવા અને તેના વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા.
સાધન-સામગ્રી: બે સહેજ નાનાં-મોટાં ખોખાં, ચપ્પ, ડ્રેસિંગ પેપર, કાળું કપડું.
પદ્ધતિઃ
1. બે એવાં ખોખાં લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે.
2. બંને ખોખાંની એક બાજુને કાપી નાખો.
3. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો.
4. નાના ખોખાની એક બાજુ પર 5થી 6 સેમીનો ચોરસ કાપી લો.
5. ખોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો.
6. નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે.
તમારો પિનહૉલ કૅમેરા ઉપયોગ માટે તૈયાર છે.
પિનહોલ કૅમેરા વડે વસ્તુઓનાં પ્રતિબિંબ જોવાં:
1. પિનહૉલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ.
2. તમે તમારું માથું અને પિનહૉલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો.
3. હવે થોડા અંતરે સૂર્યના તડકામાં રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઈમારતને પિનહૉલ કેમેરામાંથી જુઓ.
4. જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર સ્પષ્ટ જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો.
Answer:
(No specific observation or conclusion provided in source, just instructions and images. Generating conclusion based on activity aim.)
નિર્ણય:
પિનહોલ કેમેરા વડે વસ્તુઓનું ઊલટું અને નાનું પ્રતિબિંબ રચાય છે, જે પ્રકાશના સીધી રેખામાં ગતિ કરવાના સિદ્ધાંતને કારણે થાય છે. નાના છિદ્રમાંથી આવતો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરીને વિરુદ્ધ બાજુ પર ઊલટું પ્રતિબિંબ બનાવે છે.
In simple words: Building a pinhole camera helps us see how light travels in straight lines. The small hole makes an upside-down image of distant objects on the screen inside the camera. This happens because light rays from different parts of the object cross at the pinhole.

Exam Tip: Remember that a pinhole camera always produces an inverted (upside-down) and real image due to the rectilinear propagation of light.

 

પ્રવૃત્તિ 6: પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રી : વાળી શકાય તેવી રબરની પાઇપ, મીણબત્તી
પદ્ધતિઃ
1. મીણબત્તી સળગાવી એક ટેબલ પર ઊભી મૂકો.
2. મીણબત્તીની સામે રબરની પાઇપનો એક છેડો રાખો.
3. રબરની પાઇપના બીજે છેડેથી મીણબત્તી જુઓ.
4. જ્યારે તમે મીણબત્તી તરફ જોતાં હોવ ત્યારે રબરની પાઇપને થોડી વાંકી વાળો. શું હવે મણીબત્તી દેખાય છે?
Answer:
અવલોકનઃ
રબરની પાઇપ વાળતાં મીણબત્તી દેખાતી નથી.
નિર્ણય:
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.
In simple words: This activity shows that light travels in straight lines. When the rubber pipe is straight, you can see the candle's flame. But when you bend the pipe, the light path is blocked, and you can no longer see the flame, proving light does not curve.

Exam Tip: The principle of rectilinear propagation of light (light travels in straight lines) is fundamental and explains phenomena like shadows and pinhole camera images.

 

પ્રવૃત્તિ 7: અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: ટૉર્ચ, અરીસો.
પદ્ધતિઃ
1. તમારા મિત્રને અંધારા રૂમના એક ખૂણામાં ઊભો રાખી તેના હાથમાં અરીસો પકડવાનું કહો.
2. બીજા ખૂણામાં તમે હાથમાં ટૉર્ચ પકડીને ઊભા રહો.
3. ટૉર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટૉર્ચ ચાલુ કરો.
4. તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો, જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી શકે.
5. તમારા મિત્રે પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો.
6. બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે તે જુઓ.
7. હવે, ટૉર્ચની દિશા એવી ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે.
Answer:
અવલોકન:
ટૉર્ચ દ્વારા ફેકેલો પ્રકાશ અરીસા વડે પરાવર્તન પામી મિત્ર પર પડે છે.
નિર્ણયઃ
અરીસા પર પડતાં પ્રકાશનાં કિરણોની દિશા બદલી શકે છે.
In simple words: This experiment shows that mirrors reflect light. When a light beam hits a mirror, it bounces off in a different direction. You can make the light beam hit another person by angling the mirror correctly.

Exam Tip: Mirrors are excellent reflectors of light, and they change the direction of light according to the laws of reflection (angle of incidence equals angle of reflection).

 

પ્રવૃત્તિ 8: પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા વડે પરાવર્તન પામે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ થરમૉકોલની શીટ, કાંસકો, અરીસો, ટૉર્ચ.
પદ્ધતિઃ
1. મોટી થરમૉકોલની શીટ લો.
2. થરમૉકોલ શીટની એક બાજુ પર કાંસકો તેના દાંતા ઉપર તરફ રહે તેમ લગાવો.
3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો ત્રાંસો લગાવો.
4. કાંસકા અને અરીસા વચ્ચે શી ભાત જોવા મળી?
Answer:
અવલોકનઃ
કાંસકાના દાંતામાંથી પસાર થતા પ્રકાશનાં કિરણો અને અરીસા વડે પરાવર્તન પામતાં પ્રકાશનાં કિરણો વડે આડી-ઊભી રેખાઓની ભાત જોવા મળે છે.
નિર્ણય:
આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસા વડે પરાવર્તન થવાની ક્રિયા વિશે ખ્યાલ આવે છે.
In simple words: This activity helps us understand two main things: first, that light travels in straight lines, and second, how light reflects off a mirror. When light passes through the comb and hits the mirror, it creates patterns of straight lines, which then bounce back from the mirror.

Exam Tip: This experiment visually demonstrates both the rectilinear propagation of light (light rays from the comb teeth are straight) and the reflection of light from a smooth surface (the mirror).

Free study material for Science

GSEB Solutions for Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

Chapter Exercise Answers for Class 6 Science

Explore reliable textbook solutions for Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Science.

Detailed Answer Guides for Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 6 Exams

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 6 Science Solutions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Science Solutions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન is available for free on StudiesToday.com. These solutions for Class 6 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Science Solutions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Science Solutions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Science Solutions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Science. You can access GSEB Class 6 Science Solutions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Science Solutions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન in printable PDF format for offline study on any device.