Get the most accurate GSEB Solutions for Class 12 Gujarati Chapter 05 થીગડું here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 12 Gujarati. Our expert-created answers for Class 12 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 05 થીગડું GSEB Solutions for Class 12 Gujarati
For Class 12 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 12 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 05 થીગડું solutions will improve your exam performance.
Class 12 Gujarati Chapter 05 થીગડું GSEB Solutions PDF
થીગડું સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.
Question 1. પ્રભાશંકરનો ભૂતકાળ કેવો હતો?
Answer: પ્રભાશંકર બાળપણથી દુઃખી હતા. પાર્વતીના અવસાન પછી, તેમના જીવનમાં જે થોડો રસ હતો તે પણ સમાપ્ત થઈ ગયો. તેઓ એકલા અને નિરાધાર બની ગયા હતા.
In simple words: Prabhashankar's early life was difficult. After Parvati died, he lost all interest in life. He became lonely and had no support.
Exam Tip: When describing a character's past, focus on key events and emotions to paint a clear picture.
Question 2. પત્નીના અવસાન બાદ નાયક કેવું જીવન જીવતા હતા?
Answer: પાર્વતીના અવસાન બાદ પ્રભાશંકરના જીવનમાં રહેલો રસકસ પણ સુકાઈ ગયો હતો. તેઓ એકલવાયું અને ઉપેક્ષિત જીવન પસાર કરતા હતા. હસમુખ અને તેની પત્ની પ્રભાશંકરની કાળજી રાખતા ન હતા. તેમને પોતાના કામ જાતે જ કરવા પડતા હતા. આમ, આખી જિંદગી દુઃખ ભોગવનાર પ્રભાશંકરને ક્યારેય શાંતિનો શ્વાસ લેવાનો વારો આવ્યો નહીં.
In simple words: After his wife Parvati passed away, Prabhashankar's life lost all joy. He lived alone and felt ignored. His son Hasmukh and daughter-in-law did not care for him, so he had to do all his work himself. Prabhashankar, who suffered his whole life, never got a moment of peace.
Exam Tip: When analyzing character's life post-tragedy, highlight the emotional impact and changes in their daily routine.
2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યમાં ઉત્તર લખો.
Question 1. કોટને થીંગડું દેતાં પ્રભાશંકરને શી મુશ્કેલીઓ પડી?
Answer: પાર્વતીના અવસાન પછી પ્રભાશંકર એકલા અને ઉપેક્ષિત જીવન જીવતા હતા. હસમુખ અને તેની પત્ની પ્રભાશંકરની કાળજી રાખતા ન હતા. તેમને પોતાના કામ જાતે જ કરવા પડતા હતા. કોટને થીગડું મારવા માટે તેમને સોય-દોરો શોધવામાં ઘણી મુશ્કેલી પડી. ફાનસ પ્રગટાવવા માટે દીવાસળી શોધતી વખતે, તેમને એક ડબ્બામાંથી સોય-દોરો મળી આવ્યા. તે લઈને તેઓ શેરીના દીવાના પ્રકાશમાં કોટને થીગડું મારવા બેઠા. સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ વૃદ્ધાવસ્થાને કારણે તેમને સોયનું નાકું બરાબર દેખાયું નહીં. છેવટે, શેરીમાં રમતા મનુ પાસે વાર્તા કહેવાની શરતે તેમણે સોયમાં દોરો પરોવડાવ્યો.
In simple words: After Parvati died, Prabhashankar was left alone and neglected. He had to do everything himself. When he needed to mend his coat, he struggled to find a needle and thread. Even under a street light, his old eyes couldn't see the needle's eye. So, he asked a boy named Manu to thread the needle, promising a story in return.
Exam Tip: Describe the practical challenges faced by the character, connecting them to their overall situation (e.g., loneliness, old age).
Question 2. પ્રભાશંકરે મનુને કઈ વાર્તા કહી?
Answer: શેરીના દીવાના અજવાળે પ્રભાશંકર કોટને થીગડું મારવા બેઠા. સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો પણ વૃદ્ધાવસ્થાને કારણે તેમને સોયનું નાકું દેખાયું નહીં. છેવટે, શેરીમાં રમતા મનુ પાસે વાર્તા કહેવાની શરતે તેમણે સોયમાં દોરો પરોવડાવ્યો. પ્રભાશંકરે મનુને રાજારાણી અને ચિરાયુની વાર્તા કહી. તેમણે સમજાવ્યું કે વસ્ત્ર હોય કે શરીર, તેની જૂનાપણાને રોકી શકવું અશક્ય છે.
In simple words: Prabhashankar was mending his coat under a street lamp. He couldn't thread the needle due to old age, so he asked Manu to do it, promising a story. He told Manu the story of the king, queen, and Chirayu, explaining that whether it's clothes or a body, getting old is unavoidable.
Exam Tip: Clearly state the main characters and the moral or central message of the story told by the protagonist.
3. સવિસ્તર ઉત્તર લખો.
Question 1. પારવતીનું પાત્રાલેખન કરો.
Answer: સુરેશ જોશી લિખિત "બીજી થોડીક" વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના "એક સાંધીએ ત્યાં તેર તૂટે" એવા સંઘર્ષમય જીવનમાં પાર્વતીએ દરેક પરિસ્થિતિમાં પતિનો સાથ આપ્યો. પાંત્રીસ વર્ષની ઉંમરે પ્રભાશંકરે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે પાર્વતીને પોતાના ઘરની પરિસ્થિતિની જાણ કરી દીધી હતી. ત્યારે પાર્વતીએ કહ્યું હતું કે ગમે તેટલાં થીગડાં મારવા પડે તો તે મારી આપશે. આ શરતે પ્રભાશંકર સાથે લગ્ન કર્યા. તેમણે જીવનભર આ વચન નિભાવ્યું. પાર્વતીએ કરકસર અને સૂઝબૂઝથી પ્રભાશંકરના દુઃખી સંસારને સુખી બનાવ્યો. તે પોતાના પતિની નાનામાં નાની જરૂરિયાત સંતોષવા હંમેશાં તત્પર રહેતી. પ્રભાશંકરને ઘરની બહાર નીકળતી વખતે પાણી પીને બહાર જવાની ટેવ હતી. પાર્વતી હંમેશાં પ્રભાશંકરના બહાર જવાના સમયે પાણીનો ગ્લાસ લઈને હાજર રહેતી. પ્રભાશંકર માતા-પિતાને ભાગવત સંભળાવી મોડી રાતે સૂવાના ઓરડામાં જતા. પાર્વતી આખો દિવસના થાક છતાં તેમની રાહ જોઈને બેસી રહેતી. પુત્ર મણિશંકરના અવસાનને કારણે ઘણી વખત પ્રભાશંકર અન્યમનસ્ક બની જતા ત્યારે પાર્વતી તેમનું ધ્યાન વાળવા માટે પ્રેમભરી વાતો કરતી. પ્રભાશંકર નિયમિતતાના આગ્રહી હતા. તેથી તેણે પોતાના મૃત્યુના દિવસે પણ પતિને બહાર જતા ન રોક્યા. ખરેખર, પાર્વતી એક આદર્શ અને ઘરરખું ગૃહિણી હતી.
In simple words: Parvati was an ideal and dedicated wife to Prabhashankar. She supported him through his struggles, promising to "patch things up" no matter what. She managed their home with thrift and intelligence, always ready to meet his needs. She waited for him late at night and comforted him when he was sad after their son's death. Even on her deathbed, she didn't disrupt his routine. Parvati truly made Prabhashankar's difficult life bearable with her love and commitment.
Exam Tip: When describing a character, include their actions, words, and impact on others to provide a comprehensive portrayal.
Question 2. આ વાર્તાના શીર્ષકની યોગ્યતા સ્પષ્ટ કરો.
Answer: સુરેશ જોશી લિખિત "બીજી થોડીક" વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના સંઘર્ષમય જીવનનું વર્ણન કરતાં માનવજીવનના શાશ્વત સત્યને રજૂ કરાયું છે કે, વસ્ત્ર હોય કે શરીર, તેની જૂનાપણાને ટાળી શકાતી નથી. તેને થીગડું મારવાના પ્રયત્નો નિરર્થક જ છે. આ રહસ્ય અહીં સ્પષ્ટ કરાયું છે. આ વાર્તામાં થીગડું મારવાની વાત લેખકે જુદા જુદા ચાર સંદર્ભમાં કહી છે. પ્રથમ સંદર્ભ પ્રભાશંકરના ફાટેલા કોટને થીગડું મારવા જેવી સામાન્ય હકીકતને લેખકે અહીં ખાસ હેતુસર પ્રયોજી છે. બીજા સંદર્ભમાં પાર્વતીએ પ્રભાશંકર સાથે લગ્ન કરતી વખતે ‘તમે કહેશો એટલા થીગડાં મારી આપીશ" એમ કહ્યું હતું. અહીં ઓછી આવક ધરાવતા પ્રભાશંકરના જીવનમાં કરકસરનાં થીગડાં મારવાની વાત કરી છે. પાર્વતીએ પ્રભાશંકરને આપેલું વચન જીવનભર નિભાવ્યું. ત્રીજા સંદર્ભમાં સિદ્ધપુરુષના કહેવા પ્રમાણે રાજારાણીના મનમાં ચિરાયુ વિશે ખરાબ વિચાર આવ્યો કે તરત જ ચિરાયુના ચમત્કારિક વસ્ત્રમાં કાણું પડ્યું. અહીં વસ્ત્રને થીગડું મારવાની વાત થઈ છે. ચોથા સંદર્ભમાં પત્ની વિનાના પ્રભાશંકરનું બાકીનું જીવન પણ એક થીગડું છે. વાર્તાનું શીર્ષક "થીગડું", જે પ્રભાશંકર અને ચિરાયુની જિંદગીને લાગુ પડે છે. આમ, ઉપર દર્શાવ્યા મુજબના ચારેય સંદર્ભોમાં "થીગડું" શીર્ષક સચોટ પ્રતીક બની રહ્યું છે. એ શીર્ષક વાર્તાકારના સંદેશને યોગ્ય રીતે વ્યક્ત કરે છે, માટે આ શીર્ષક યોગ્ય જ છે.
In simple words: The title "થીગડું" (Patch) in this story is very fitting because it shows the unchanging truth of life: clothes and bodies will always age, and trying to fix them is pointless. The author uses "patching" in four ways. First, it's about Prabhashankar mending his torn coat. Second, it refers to Parvati's promise to manage their poor life by "patching things up." Third, it’s when Chirayu's magic clothes get a hole due to bad thoughts. Lastly, Prabhashankar's life without his wife is also a "patchwork" of existence. So, the title "થીગડું" perfectly symbolizes the struggles and the inevitability of aging in both Prabhashankar's and Chirayu's lives.
Exam Tip: To explain the suitability of a title, connect it to multiple themes, symbols, or character experiences within the story.
Zથીગડું પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો
Question 1. પ્રભાશંકરના વિતેલા જીવનનો ખ્યાલ આપો.
Answer: "બીજી થોડીક" વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના દુઃખી જીવનનું અસરકારક વર્ણન કરવામાં આવ્યું છે. પ્રભાશંકર એક ગરીબ બ્રાહ્મણના પુત્ર હતા. તેમના પિતા ગોરપદું કરીને ઘર ચલાવતા હતા. પ્રભાશંકરના કુટુંબની સ્થિતિ "એક સાંધીએ ત્યાં તેર તૂટે" એવી હતી. ત્રણ-ચાર વર્ષ નબળા ગયા. તેમનું ઘર આગમાં બળીને રાખ થઈ ગયું. તેમની પાસે જમીન જરા પણ ન હતી. પિતાની ઓછી આવક અને ત્રણ બહેનોને પરણાવવાની જવાબદારી પ્રભાશંકર પર હતી. નોકરીની રાહ જોયા પછી, તેમણે પંદર વર્ષની ઉંમરે એક વેપારીની દુકાનમાં તમાકુનાં પડીકાં વાળવાની નોકરી કરી. રાહ જોયા પછી, છેવટે એક દૂરના ગામમાં પંદર રૂપિયાના પગારની પ્રાથમિક શિક્ષકની નોકરી મળી. બહેનોના લગ્ન અને બીજી બધી જવાબદારીઓ નિભાવતા પ્રભાશંકરની ઉંમર પાંત્રીસ વર્ષની થઈ ગઈ. પ્રભાશંકરે પાંત્રીસ વર્ષની ઉંમરે પાર્વતી સાથે લગ્ન કર્યા. સંસારનો બોજ ઉઠાવતા તેમનો જીવનરસ સુકાઈ ગયો હતો, પણ પાર્વતીએ કરકસર કરીને હંમેશાં પ્રભાશંકરને સાથ આપ્યો. તેમના મોટા દીકરા મણિશંકરનું અકાળે અવસાન થયું. આ કઠોર આઘાતમાંથી પ્રભાશંકર બહાર આવ્યા ન હતા ત્યાં તો તેમના પત્ની પાર્વતીનું અવસાન થયું. તેને કારણે પ્રભાશંકર સાવ એકલા પડી ગયા. નાનો દીકરો હસમુખ પિતાની જરા પણ કાળજી રાખતો ન હતો. આમ, પ્રભાશંકરનું જીવન બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી દુઃખમાં જ વીત્યું.
In simple words: Prabhashankar’s life was full of sadness from his early years to old age. He grew up poor, helping his father earn a living. His family faced constant struggles, and their house even burned down. He started working at fifteen to support his three sisters. At thirty-five, he married Parvati, who helped him manage their frugal life. Despite his hardships, he suffered more when his eldest son and then his wife died. His younger son, Hasmukh, neglected him, leaving Prabhashankar completely alone and sorrowful.
Exam Tip: When detailing a character's life story, present events chronologically and emphasize the significant challenges and turning points they faced.
2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં (ત્રણ – ચાર વાક્યોમાં) ઉત્તર લખો :
Question 1. ચિરાયુના રેશમી વસ્ત્રમાં શા માટે કાણું પડ્યું?
Answer: એક દિવસ રાજા અને રાણી જરૂખામાં બેઠા હતા. ત્યાં ચિરાયુએ તરછોડેલી એક રાણીએ રાજારાણીની સામે જ જીભ કરડીને આત્મહત્યા કરી. આ જોઈને રાજારાણીના મનમાં વિચાર આવ્યો કે આના કરતાં તો જુવાની ન હોય તે સારું. આ વિચારની સાથે જ સિદ્ધપુરુષના કહેવા અનુસાર ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.
In simple words: One day, while the king and queen were sitting, a discarded queen committed suicide in front of them. This led the royal couple to think it was better to be without youth than to see such a sight. As soon as they had this thought, Chirayu's silk garment developed a hole, as predicted by the sage.
Exam Tip: For cause-and-effect questions, clearly state the triggering event and the direct consequence as explained in the story.
Question 2. ચિરાયુનું વસ્ત્ર શા માટે સાંધી ન શકાયું?
Answer: રાજારાણીના મનમાં ચિરાયુ વિશે ખરાબ વિચાર આવતાં તરત ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું. આ કાણાને સાંધવા એક ટાંકો મારવા માટે એક વર્ષ પાપ વિનાનું કોઈ વ્યક્તિ આપવા તૈયાર થાય તો ત્રણ ટાંકા મારી શકાય, પણ કોઈ પણ વ્યક્તિ પાસે આવું એક પણ વર્ષ હતું નહીં. તેથી ચિરાયુનું વસ્ત્ર સાંધી શકાયું નહીં.
In simple words: Chirayu's silk garment developed a hole after the king and queen had a bad thought about him. To mend it, three stitches were needed, each requiring one year from a person free of sin. No one could provide even one such year, so the garment could not be repaired.
Exam Tip: Focus on the specific conditions or impossible requirements that prevented the garment from being mended.
Question 3. “સંસાર ભોગવવા કરતાં થીગડાં મારવાનું જ કામ તારે કરવું પડશે.” આ વાક્ય સમજાવો.
Answer: ઘરની જવાબદારીઓ નિભાવતા પ્રભાશંકરની ઉંમર પાંત્રીસની થઈ ગઈ હતી. પાર્વતી સાથેની મુલાકાતમાં પ્રભાશંકરે આ વાક્ય કહ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં પોતાની આર્થિક પરિસ્થિતિની જાણ કરી દીધી હતી કે તેમના ઘરમાં "એક સાંધીએ ત્યાં તેર તૂટે" એવો ઘાટ છે. આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ કરકસરથી ઘર ચલાવવાનું હતું. પ્રભાશંકરે પહેલાથી જ કહી દીધું હતું કે, તેઓ લગ્ન કરીને આવતી યુવતીના કોડ પૂરાં કરી શકે એમ નથી. પણ એને જ થીગડાં મારીને એટલે કે કરકસર કરીને ઘર ચલાવવું પડશે.
In simple words: Prabhashankar, at 35, told Parvati that he could not offer a life of luxury due to his financial struggles. He explained that their household was always short on money, meaning they would constantly need to "patch things up" through strict saving. He clearly stated that his future wife would have to live frugally.
Exam Tip: Explain the context of the quote, who said it, to whom, and what it implies about their situation.
4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો (1 ગુણ)
Question 1. “થીગડું' પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) નવલિકા
(b) નવલકથા
(c) ચરિત્રલેખ
(d) લઘુકથા
Answer: (a) નવલિકા
In simple words: The story "Thigadu" is a short story.
Exam Tip: Remember the literary genre of each lesson, as it helps understand the style and context.
Question 2. થીગડું પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
(a) આ ઘેર પેલે ઘેર
(b) બીજી થોડીક
(c) વર, વહુ અને બીજાં નાટકો
(d) માનતા
Answer: (b) બીજી થોડીક
In simple words: This lesson, "Thigadu," comes from the book named "Biji Thodik."
Exam Tip: Knowing the source book of a story can sometimes offer additional context about the author's style or themes.
Question 3. કોને થીગડું દઈ શકાતું નથી?
(a) યુવાવસ્થા અને સ્વપ્ન
(b) કિશોરાવસ્થા અને જીર્ણતા
(c) વૃદ્ધાવસ્થા અને જીર્ણતા
(d) બાળપણ અને યુવાવસ્થા
Answer: (c) વૃદ્ધાવસ્થા અને જીર્ણતા
In simple words: You cannot fix old age or worn-out things with a patch.
Exam Tip: Understand the metaphorical meaning of "થીગડું" (patch) in the story to correctly identify what cannot be mended or changed.
Question 4. “અમારા ઘરમાં તો એક સાંધીએ ત્યાં તેર તૂટે એવો ઘાટ છે.” આ ઉક્તિ કોણ બોલે છે કોને કહે છે?
(a) પ્રભાશંકર – મનુ
(b) પારવતી – મણિશંકર
(c) પારવતી – પ્રભાશંકર
(d) પ્રભાશંકર – પારવતી
Answer: (d) પ્રભાશંકર – પારવતી
In simple words: Prabhashankar tells Parvati, "In our house, when one thing is mended, thirteen more break."
Exam Tip: For dialogues, identify the speaker and the listener accurately to understand the context and relationship.
Question 5. પ્રભાશંકર શું સાંખી ન લેતાં?
(a) નિત્યનિયમમાં ફેરફાર
(b) પુત્રનું ખોટું બોલવું
(c) પોતાનું અપમાન
(d) જીવનની વાસ્તવિકતા
Answer: (a) નિત્યનિયમમાં ફેરફાર
In simple words: Prabhashankar could not tolerate any changes to his daily routine.
Exam Tip: Pay attention to character traits and their reactions to specific situations mentioned in the story.
Question 6. સિદ્ધપુરુષે રાજારાણીને શું આપ્યું?
(a) ચમત્કારી રેશમી રૂમાલ
(b) અઢળક ધનદોલત
(c) ચમત્કારી રેશમી વસ્ત્ર
(d) અભય વરદાન
Answer: (c) ચમત્કારી રેશમી વસ્ત્ર
In simple words: The sage gave the king and queen a magical silk garment.
Exam Tip: Recall specific details about magical objects or boons granted in the story.
Question 7. ચિરાયુનું રેશમી વસ્ત્ર સાંધી ન શકાયું ...
(a) એટલા પાપ વિનાના વર્ષ સિદ્ધપુરુષ પાસે ન હતા.
(b) એટલા પાપ વિનાના વર્ષ કોઈની પાસે ન હતા.
(c) ચિરાયુએ વસ્ત્ર ઉતારીને ફેંકી દીધું હતું.
(d) વસ્ત્રનું કાણું મોટું થઈ ગયું હતું.
Answer: (b) એટલા પાપ વિનાના વર્ષ કોઈની પાસે ન હતા.
In simple words: Chirayu's silk garment could not be mended because no one had enough years free of sin to offer for the stitches.
Exam Tip: Understand the specific condition or limitation mentioned in the story that prevented the desired outcome.
થીગડું વ્યાકરણ (Vyakaran)
1. ઓળખાવોઃ
Question 1.
(a) પ્રભાશંકરે ખૂબ મહેનત કરી કુટુંબનો નિર્વાહ કર્યો.
(b) પારવતીએ પ્રભાશંકરને ખુશીના સમાચાર આપ્યા.
(c) જ્યારે પારવતીનું મૃત્યુ થયું ત્યારે પ્રભાશંકર દુઃખી થયા.
(d) રાજારાણીને વિચાર આવ્યો કે "આના કરતા તો જુવાની ન હોય તે સારું.”
Answer: (c) જ્યારે પારવતીનું મૃત્યુ થયું ત્યારે પ્રભાશંકર દુઃખી થયા.
In simple words: Identify the correct statement: When Parvati died, Prabhashankar became sad.
Exam Tip: When asked to identify a correct statement, carefully evaluate each option against the facts presented in the story.
Question 2.
(a) સફળતા નિષ્ફળતા અને ચડતી – પડતી પ્રભાશંકરના ઘર સાથે ઘડાયેલી છે.
(b) હસમુખ પ્રભાશંકરની કાળજી રાખતો ન હતો અને તેનું કામ પણ કરતો ન હતો.
(c) ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.
(d) સિદ્ધપુરુષે આપેલા વસ્ત્રમાં રાજારાણીના વિચારને કારણે કાણું પડ્યું.
Answer: (d) સિદ્ધપુરુષે આપેલા વસ્ત્રમાં રાજારાણીના વિચારને કારણે કાણું પડ્યું.
In simple words: Identify the correct statement: A hole appeared in the garment given by the sage due to the king and queen's thoughts.
Exam Tip: For identification questions, ensure your chosen answer precisely matches a fact or event from the narrative.
Question 3.
(a) રાજારાણી સિદ્ધપુરુષ પાસે ગયા અને ચિરાયુને યુવાન રાખવા વિનંતી કરી.
(b) જો વસ્ત્રને શરીર પર રાખવામાં આવશે તો તે યુવાન રહેશે.
(c) જ્યારે પારવતીએ પ્રભાશંકરને થીંગડાં મારી આપવાનું કહ્યું ત્યારે તેમનાં લગ્ન થયા.
(d) પ્રભાશંકરે પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા.
Answer: (d) પ્રભાશંકરે પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા.
In simple words: Identify the correct statement: Prabhashankar got married at the age of thirty-five.
Exam Tip: Confirm biographical details and significant life events of characters from the story for such questions.
2. નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ
Question 1.
(a) પ્રભાશંકરના ધરમાં આગ લાગી તેથી ઘરવખરી બળીને ભસ્મ થઈ ગઈ.
(b) મનુએ પ્રભાશંકરને વાર્તા કહેવા આગ્રહ કર્યો.
(c) ચિરાયુ રાજકુમારી સાથે લગ્ન કરતો જ્યારે તે ઘરડી? થાય ત્યારે છોડી દેતો.
(d) પ્રભાશંકરનો ભૂતકાળ ખૂબ જ દુઃખદ હતો.
Answer: (a) પ્રભાશંકરના ધરમાં આગ લાગી તેથી ઘરવખરી બળીને ભસ્મ થઈ ગઈ.
In simple words: Identify the compound sentence: Prabhashankar's house caught fire, so all his belongings turned to ashes.
Exam Tip: A compound sentence typically joins two independent clauses using a coordinating conjunction like "તેથી" (so), "અને" (and), or "પણ" (but).
Question 2.
(a) હસમુખ પાન લાવવાનું ભૂલી જતો.
(b) મણિશંકર પ્રભાશંકર માટે એક કોટ લાવ્યો હતો.
(c) ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું તેથી તેના પર વીતેલાં છે વર્ષોની અસર થઈ.
(d) મનુ જટાશંકરનો દીકરો હતો.
Answer: (c) ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું તેથી તેના પર વીતેલાં છે વર્ષોની અસર થઈ.
In simple words: Identify the compound sentence: A hole appeared in Chirayu's garment, so it showed the effect of the years that had passed on him.
Exam Tip: Look for clauses that can stand alone as sentences, connected by words indicating cause, effect, or addition.
Question 3.
(a) પ્રભાશંકર એક ગરીબ બ્રાહ્મણના પુત્ર હતા.
(b) પ્રભાશંકરના ઘરમાં આગ લાગી હતી તે કારણે તેઓ છે કંગાળ થઈ ગયા.
(c) પારવતીએ બહેનપણીઓએ શીખવેલો ઉત્તર પ્રભાશંકરને આપ્યો.
(d) મનુએ ચિરાયુનું વસ્ત્ર ઉતારીને ફેંકી દેવાનું કહ્યું.
Answer: (b) પ્રભાશંકરના ઘરમાં આગ લાગી હતી તે કારણે તેઓ છે કંગાળ થઈ ગયા.
In simple words: Identify the compound sentence: Due to a fire in Prabhashankar's house, they became impoverished.
Exam Tip: Understand that "તે કારણે" (due to that reason) often links two independent ideas, forming a compound sentence.
3. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખોઃ
Question 1.
(a) દાદા એક શરત તમારે વાર્તા કહેવી પડશે
Answer: 'દાદા, એક શરત. તમારે વાર્તા કહેવી પડશે.'
In simple words: The corrected sentence is: 'Grandpa, one condition. You will have to tell a story.'
Exam Tip: Remember to use quotation marks for direct speech and commas to separate clauses or address someone directly.
Question 1.
(b) હા એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિ શકાય
Answer: ‘હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિ શકાય?”
In simple words: The corrected sentence is: 'Yes, if something like that happens, that garment cannot be mended?'
Exam Tip: Be mindful of the original punctuation, even if it seems unusual (e.g., a question mark after a statement), and reproduce it faithfully.
Question 1.
(c) પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું
Answer: 'પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું?”
In simple words: The corrected sentence is: 'But why didn't he take off that garment and throw it away?'
Exam Tip: For rhetorical questions or exclamations within quotes, the punctuation at the end should reflect the intended tone.
4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
Question 1. કાને વાત પહોંચવી સાચો અર્થ શોધોઃ
(a) વાત બરાબર ન સમજાવી
(b) વાતમાં માલ ન હતો
(c) વાતની જાણ થવી
(d) વાતનું વતેસર થવું
Answer: (c) વાતની જાણ થવી
In simple words: The correct meaning of "કાને વાત પહોંચવી" (to reach the ear) is to get news or information.
Exam Tip: When dealing with idioms, focus on the figurative meaning rather than a literal translation of the words.
Question 2. વારી જવું
(a) વાળી લેવું
(b) ફિદા થઈ જવું
(c) પાછું લઈ જવું
(d) વશમાં કરવું
Answer: (b) ફિદા થઈ જવું
In simple words: The meaning of "વારી જવું" (to be overwhelmed) is to be smitten or to fall for something/someone.
Exam Tip: Pay attention to the subtle differences in meaning between similar-sounding phrases or words when choosing an idiom's definition.
Question 3. મોં ફેરવી લેવું
(a) અણગમો બતાવવો
(b) બીજી તરફ જોવું
(c) મનગમતું કરવું
(d) દુર્લક્ષ ન સેવવું
Answer: (a) અણગમો બતાવવા
In simple words: The meaning of "મોં ફેરવી લેવું" (to turn one's face away) is to show dislike or disapproval.
Exam Tip: Consider the common gestures and their associated meanings in the given cultural context for idioms.
Question 4. આંખ ઠેરવવી
(a) મહિમા વ્યક્ત કરવો
(b) મનને શાંતિ મળવી
(c) સ્થિર નજરે જોવું
(d) માન જાળવવું
Answer: (c) સ્થિર નજરે જોવું
In simple words: The meaning of "આંખ ઠેરવવી" (to fix one's eyes) is to look with a steady gaze.
Exam Tip: Understand how different actions involving the eyes can convey various intentions or states of mind in idiomatic expressions.
प्रश्न 2. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ
Question 1. હૈયું કપાટ થાય એવું
(a) મન મજબૂત થાય એવું
(b) દિલ તૂટી જાય એવું
(c) જીવન પૂરું થાય એવું
(d) હૈયું ફાટી જાય એવું
Answer: (d) હૈયું ફાટી જાય એવું
In simple words: The meaning of "હૈયું કપાટ થાય એવું" (heart like a door-panel) means that one's heart is deeply grieved.
Exam Tip: For compound words or phrases, try to interpret the combined meaning, often involving a strong emotional state.
Question 2. અન્યમનસ્ક
(a) એકબીજા પર ધ્યાન ન આપવું
(b) મન એક જગ્યાએ સ્થિર ન હોવું
(c) અભ્યાસમાં મન ન હોવું
(d) મન એક જગ્યાએ સ્થિર હોવું
Answer: (b) મન એક જગ્યાએ સ્થિર ન હોવું
In simple words: The meaning of "અન્યમનસ્ક" (absent-minded) is when one's mind is not fixed on one place or thought.
Exam Tip: Understand that prefix "અન્ય" (other) suggests a diversion or lack of focus in compound words like "અન્યમનસ્ક."
Question 3. સિદ્ધપુરુષ
(a) સિદ્ધિઓ મેળવી હોય તેવો યોગી
(b) સિદ્ધિઓ પ્રાપ્ત કરવા મથતો પુરુષ
(c) સિદ્ધિઓની દુર્લભતાને જાણનાર
(d) સિદ્ધિઓ વિશેની અજ્ઞાનતા જાણનાર
Answer: (a) સિદ્ધિઓ મેળવી હોય તેવો યોગી
In simple words: A "સિદ્ધપુરુષ" (accomplished man) is a yogi who has achieved spiritual powers.
Exam Tip: Compound words often combine two parts where the first modifies the second; here, "સિદ્ધ" (accomplished) describes the "પુરુષ" (person).
Question 4. ચિરાયુ
(a) ચિરકાળથી ચાલતું આવેલું
(b) લાંબા સમયનું
(c) લાંબી આવરદાવાળું
(d) પરંપરા અનુસાર
Answer: (c) લાંબી આવરદાવાળું
In simple words: The meaning of "ચિરાયુ" (long-lived) is having a long lifespan.
Exam Tip: Understand that "ચિર" (long) as a prefix in compound words generally denotes a long duration or existence.
Question 5. ક્ષિતિજ
(a) પ્રકાશ અને પવનનું મિલનસ્થાન
(b) આભ અને ધરતી જ્યાં મળતા હોય એવી કાલ્પનિક રેખા
(c) સૂરજ અને ચંદ્ર અસ્ત થતાં હોય તેવી રેખા
(d) આભ અને અંબર જ્યાં મળતા હોય તેવી રેખા
Answer: (b) આભ અને ધરતી જ્યાં મળતા હોય એવી કાલ્પનિક રેખા
In simple words: A "ક્ષિતિજ" (horizon) is an imaginary line where the sky and earth appear to meet.
Exam Tip: Understand that geographical or astronomical terms often have precise definitions that distinguish them from similar concepts.
Question 6. પરંપરા
(a) રિવાજ પ્રમાણે
(b) પેઢીઓ પ્રમાણે
(c) લાંબા કાળથી ચાલતો આવતો રિવાજ
(d) સમય અને સંજોગો પ્રમાણે બદલાતો રિવાજ
Answer: (c) લાંબા કાળથી ચાલતો આવતો રિવાજ
In simple words: "પરંપરા" (tradition) means a custom or practice that has been followed for a long time.
Exam Tip: Distinguish between a general custom and a tradition, which implies continuity over generations.
प्रश्न 3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધોઃ
Question 1. લકીર
(a) આભાસ
(b) સમય
(c) નસીબ
(d) રેખા
Answer: (d) રેખા
In simple words: The synonym for "લકીર" (line) is "રેખા" (line).
Exam Tip: For synonyms, choose the option that has the closest or identical meaning to the given word.
Question 2. મર્યાદા
(a) ધર્મ
(b) ફરજ
(c) આમાન્યા
(d) ૫૬
Answer: (c) આમાન્યા
In simple words: The synonym for "મર્યાદા" (limit/decorum) is "આમાન્યા" (respect/decorum).
Exam Tip: When finding synonyms, consider all nuances of the word's meaning, including respect and boundaries.
Question 3. કંચન
(a) સોનું
(b)
(c)
(d) કથીર
Answer: (a) સોનું
In simple words: The synonym for "કંચન" (gold) is "સોનું" (gold).
Exam Tip: Be aware that some multiple-choice questions might have incomplete options; focus on identifying the correct synonym from the available choices.
Question 4. અલોપ
(a) અલ્પ
(b) અદૃશ્ય
(c) અધિક
(d) નાશ
Answer: (b) અદૃશ્ય
In simple words: The synonym for "અલોપ" (disappeared) is "અદૃશ્ય" (invisible).
Exam Tip: Consider words that describe absence or lack of visibility when seeking synonyms for "અલોપ."
प्रश्न 4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો :
Question 1. સંયુક્ત
(a) સાથે
(b) વિશાળ
(c) વિભક્ત
(d) બૃહદ
Answer: (c) વિભક્ત
In simple words: The antonym for "સંયુક્ત" (united) is "વિભક્ત" (divided).
Exam Tip: For antonyms, find the word that represents the direct opposite meaning of the given word.
Question 2. અનુકૂળતા
(a) સરળતા
(b) સાનુકૂળતા
(c) માફક
(d) પ્રતિકૂળતા
Answer: (d) પ્રતિકૂળતા
In simple words: The antonym for "અનુકૂળતા" (convenience) is "પ્રતિકૂળતા" (inconvenience).
Exam Tip: Recognize prefixes like "પ્રતિ-" (anti-/counter-) that often indicate an opposite meaning in antonyms.
Question 3. ચિરાયુ
(a) દીર્ધાયુ
(b) અલ્પાયુ
(c) ચિરકાળ
(d) લાંબું આયુ
Answer: (b) અલ્પાયુ
In simple words: The antonym for "ચિરાયુ" (long-lived) is "અલ્પાયુ" (short-lived).
Exam Tip: Identify the core meaning of the word and then seek its direct opposite, often by changing the prefix (e.g., "ચિર-" to "અલ્પ-").
થીગડું Summary in Gujarati
થીગડું પાઠ – પરિચય
આ વાર્તા "બીજી થોડીક" વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી છે. તે પરંપરાગત વાર્તાઓની સરખામણીમાં અલગ શૈલીમાં લખાઈ છે. લેખકે વાર્તાનાયક પ્રભાશંકરના વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓને અનોખી રીતે ગૂંથી છે. પોતાના ફાટેલા વસ્ત્રને થીગડું મારતી વખતે પ્રભાશંકરને પોતાના વીતેલા જીવન અને લગ્નજીવનની યાદો તાજી થાય છે. એકલા અને નિરાધાર પ્રભાશંકર સોયમાં દોરો પરોવવા માટે મનુને રાજારાણીની વાર્તા કહે છે.
Exam Tip: When summarizing, identify the main plot points and character's motivations, focusing on how events unfold chronologically.
સિદ્ધપુરુષની ચેતવણી હોવા છતાં, રાજારાણી ચિરાયુને રેશમી વસ્ત્ર પહેરાવે છે. શરત મુજબ, રાજારાણીના મનમાં ચિરાયુ વિશે ખરાબ વિચાર આવતાં જ વસ્ત્રમાં કાણું પડ્યું. વસ્ત્રને સાંધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ બન્યું. "વસ્ત્ર હોય કે શરીર, તેની જીર્ણતાને અટકાવી શકાતી નથી" એ સત્યને લેખકે અહીં ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે.
Exam Tip: Highlight the moral or central message conveyed by the story, especially when magical elements or ethical dilemmas are involved.
This story has been taken from the collection of the stories 'Biji Thodik'. This story has been written in a distinct style, differing from traditional tales. The author skillfully interweaves the events of Prabhashankar's present and past life. While mending his worn cloth, Prabhashankar recollects memories of his past and married life. The lonely and dependent Prabhashankar recounts the story of the king and queen to Manu to get his needle threaded.
Exam Tip: When translating or summarizing, maintain the original meaning and flow while using simpler, natural language.
Regardless of the sage's warning, the king and the queen clothed their son in silk. As per the condition, as soon as evil thoughts about Chirayu entered the king and queen's minds, a hole appeared in Chirayu's garment. It then became very difficult to repair the cloth. The underlying truth that no one can avoid an old body and worn-out cloth has been explained in this narrative.
Exam Tip: Emphasize how character actions, even with warnings, lead to consequences, reinforcing the story's main theme.
થીગડું શબ્દાર્થ (Meanings)
- રતૂમડી આભા - લાલ પ્રકાશ; red color at sunset.
- લિસોટો (૫) - પટ્ટો; line.
- ચમચી - પાન રાખવાનો દાબડો; box.
- લિસોટો (૫) - પટ્ટો; bruise.
- અન્યમનસ્ક - બેધ્યાન; careless.
- નિત્યનિયમ (૫) - રોજિંદુ; constant.
- ખોરડું (નવું) - માટીની દીવાલોવાળું ઘર; hot.
- તસુ - ઈંચ; inch.
- ગામોટું (નવું) - ગોરપદું; duties of a priest.
- વર્નાક્યુલર ફાઇનલ - જૂના સમયમાં સાતમા ધોરણની જાહેર પરીક્ષા; vernacular final.
- ઢસરડો (૫) - અનિચ્છાએ કરવું પડતું કામ; dashboard.
- થીગડાં મારવા - કરકસર કરવી; economize.
- બખિયા - કપડાં પર ટાંકા મારવાં; to sew.
- વિસ્ફારિત - આશ્ચર્યચકિત; surprised.
- કરમાઈ જવી - જીર્ણ થઈ જવી; to wither.
- સિદ્ધપુરુષ - સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવો પુરુષ; emancipated person.
- ચરણરજ માથે ચડાવવી - આદરપૂર્વક પગે લાગવું; feel respectfully.
- ગળતા જવું - ક્ષીણ થવું; depleted.
- સ્વસ્તિક (૫) - સાથિયો; swastik.
- રાજ પુરોહિત (૫) - રાજાનો ગુરુ; head priest.
- દૂઝતાં - લોહી ટપકતાં; blood flutter.
- ધારા - છિદ્રો; hole.
- ચિરાયુ (૫) - લાંબી આયુષ્યવાળું; having a long life.
- જુવાની (સ્ત્રી.) - યુવસ્થા; youth.
- ચીંથરેહાલ - ફાટેલાં; dressed in rags.
Exam Tip: When learning new vocabulary, focus on understanding both the literal meaning and how the word is used in context within the story.
Free study material for Gujarati
GSEB Solutions Class 12 Gujarati Chapter 05 થીગડું
Students can now access the GSEB Solutions for Chapter 05 થીગડું prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 12 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 05 થીગડું
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 12 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 12 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 12 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 12 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 05 થીગડું to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું is available for free on StudiesToday.com. These solutions for Class 12 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Gujarati. You can access GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું in printable PDF format for offline study on any device.