Step-by-Step Textbook Solutions for Class 12 Computer Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન
Review structured textbook solutions for Class 12 Computer Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન Textbook Solutions PDF
View or download the dedicated Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Computer.
Question 1. શબ્દ પ્રક્રિયક સાથે લેટેક્સની સરખામણી કરી બંનેનાં સારાં અને નબળાં પાસાંની યાદી તૈયાર કરો.
Answer:
લેટેક્સનો ઉપયોગ (Use of LaTeX)
- લેટેક્સનો ઉપયોગ કરવા માટે લેટેક્સ વિતરણ સોફ્ટવેરની જરૂર પડે છે, જેમાં ટેક્સ અને અન્ય વધારાના સોફ્ટવેરનો સમાવેશ થાય છે.
- ટેક્સ લાઈવ એ પ્રમાણભૂત ઉબુન્ટુ રિપોઝિટરીમાં ઉપલબ્ધ ખૂબ જ લોકપ્રિય લેટેક્સ વિતરણ સોફ્ટવેર છે.
- આઉટપુટ જોવા માટે બીજા સરળ એડિટર અને સોફ્ટવેરની પણ જરૂર પડે છે.
- કોઈ પણ સાદા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીને લેટેક્સનો દસ્તાવેજ બનાવી શકાય છે.
- લેટેક્સ દસ્તાવેજ બનાવવા માટે gedit અથવા SciTE ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકાય છે.
- લેટેક્સમાં દસ્તાવેજ બનાવવા માટે તેના જુદા જુદા ભાગોને લેટેક્સના કમાન્ડ વડે ચિહ્નિત કરવામાં આવે છે, જેમાંના અમુક કમાન્ડ અને તેના ઉપયોગ નીચે દર્શાવેલ છે:
| કમાન્ડ | ઉપયોગ |
|---|---|
| \title | દસ્તાવેજનું શીર્ષક આપવા |
| \author | દસ્તાવેજના લેખકનું નામ લખવા |
| \date | દસ્તાવેજના સર્જનની તારીખ આપવા |
| \chapter | દસ્તાવેજનું લોજિકલ |
| \section | માળખું બનાવવા |
| \subsection | |
| \paragraph |
- લેટેક્સમાં દસ્તાવેજને વ્યવસાયિક શૈલીમાં ગોઠવવા માટે આંતરિક રસ્તાઓ ઉપલબ્ધ હોય છે. જ્યારે આપણે દસ્તાવેજનું લખાણ લખીએ છીએ, ત્યારે આપણને કમાન્ડ સાથેના ગોઠવણી વગરનું લખાણ જ દેખાય છે.
- લેટેક્સ દસ્તાવેજ બનાવ્યા બાદ તેના ઉપર પ્રક્રિયા કરીને (કમ્પાઇલ કરીને) એક આઉટપુટ ફાઇલ બનાવવામાં આવે છે.
- ત્યારબાદ ફાઇલ જોઈ શકાય છે અથવા પ્રિન્ટર વડે પ્રિન્ટ કાઢી શકાય છે.
- જો આપણે દસ્તાવેજના આ દેખાવથી સંતુષ્ટ ન હોઈએ, તો આપણે આંતરિક શૈલી અથવા આપણી પોતાની શૈલીનો ઉપયોગ કરીને દસ્તાવેજમાં ફેરફાર કરી શકાય છે.
- ટેક્સ અને લેટેક્સ બંને .tex ફાઇલ અનુલંબનનો ઉપયોગ કરે છે.
- લેટેક્સમાં હવે pdflatex કમાન્ડ પણ ઉપલબ્ધ છે, જે PDF (Portable Document Format) માળખામાં આઉટપુટ આપે છે.
- ઉબુન્ટુના evince ડોક્યુમેન્ટ વ્યૂઅર સોફ્ટવેરમાં PDF દસ્તાવેજને જોઈ શકાય છે.
- લેટેક્સ દસ્તાવેજને સંપાદિત, કમ્પાઇલ અને જોવાનો ક્રમ નીચે મુજબ છે:
- Gedit જેવા કોઈ સાદા ટેક્સ્ટ એડિટરની મદદથી દસ્તાવેજ સંપાદિત કરો.
- જ્યાં ટેક્સ્ટ ફાઇલ સેવ કરી હોય, તે ડિરેકટરીમાં પ્રોમ્પ્ટ ઉપર Pdflatex filename કમાન્ડ વડે દસ્તાવેજને કમ્પાઇલ કરો.
- GUIની મદદ વડે અથવા કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરથી evince pdffilename કમાન્ડ આપીને બનેલી PDF ફાઇલને જુઓ.
- લેટેક્સ ફાઇલમાં સુધારા-વધારા કરવા માટે SciTE ટેક્સ્ટ એડિટરનો પણ ઉપયોગ કરી શકાય છે.
- Gedit કરતાં SciTEમાં એક ફાયદો એ છે કે, તેમાં જ દસ્તાવેજને કમ્પાઇલ કરીને જોઈ શકાય છે.
લેટેક્સ ભાષા (The LaTeX Language)
- લેટેક્સ એ એક મૂળભૂત માર્ક-અપ ભાષા છે. તેમાં સાદું લખાણ તેમજ માર્ક-અપ લખાણ હોય છે, જેને કમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
- લેટેક્સ પ્રોગ્રામમાં કેટલાક કમાન્ડ સ્વતંત્ર હોય છે. તે લખાણના કોઈ પણ ભાગને નિશાન કરતા નથી.
- સ્વતંત્ર કમાન્ડ જ્યારે લેટેક્સ દસ્તાવેજની પ્રક્રિયા કરે છે, ત્યારે ઘણાં બધાં મહત્ત્વનાં કાર્ય કરતાં હોય છે. જેમ કે, લખાણ અથવા દસ્તાવેજ વિશેની માહિતી પૂરી પાડે છે. દસ્તાવેજના માળખામાં નિશાની કરેલ લખાણની ભૂમિકા દર્શાવે છે. તે સીધેસીધું ગોઠવણી માળખું આપે છે અથવા લેટેક્સને દસ્તાવેજની ચોક્કસ પ્રક્રિયા કરવાની સૂચના આપે છે.
- ઉદાહરણ તરીકે, નિશ્ચિત પાનાંના કદનો ઉપયોગ કરવો, એકી નંબરના પેજ ઉપરથી જ નવું પ્રકરણ શરૂ કરવું વગેરે.
- લેટેક્સ કમાન્ડની શરૂઆત બેકગ્લંશ (“\") અક્ષર પછી કમાન્ડનું નામ એ રીતે થાય છે. લેટેક્સ કમાન્ડનું નામ ફક્ત મૂળાક્ષરો અથવા મૂળાક્ષરો સિવાયના એક અક્ષરનું બનેલું હોય છે. લેટેક્સ કમાન્ડ કેસ-સેન્સિટિવ છે.
- લેટેક્સના કેટલાક કમાન્ડ વધારાની માહિતી પણ સ્વીકારે છે. ઉદાહરણ તરીકે, \textcolor કમાન્ડમાં લખાણ કયા રંગમાં દર્શાવવું છે, તે રંગ પણ આપવો પડે છે. આ વધારાની માહિતીને આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
- લેટેક્સ કમાન્ડની આર્ગ્યુમેન્ટ બે પ્રકારની હોય છે :
- વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ
- ફરજિયાત આર્ગ્યુમેન્ટ
- વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ આપણે આપી શકીએ અથવા ન આપીએ, તોપણ ચાલે. જો આપણે આવી એક એકથી વધુ વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ આપવી હોય, તો તેને કમાન્ડ નામ પછી ચોરસ કૌંસમાં (“[ ]") અલ્પવિરામ કરીને આપી શકાય.
- ફરજિયાત આર્ગ્યુમેન્ટને વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ પછી છગડિયા કોંસ (“{ }")માં આપવામાં આવે છે.
- દા. ત., \documentclass[12 pt]{article}; અહીં, documentclass - લેટેક્સ કમાન્ડનું નામ છે. 12 pt - વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ છે. article - ફરજિયાત આર્ગ્યુમેન્ટ છે.
- લેટેક્સમાં બધા જ વ્હાઇટ સ્પેસ અક્ષરો (space, tab અને enter) જેમ છે તેમ જ રાખવામાં આવે છે.
- લીટીની શરૂઆતમાં આપવામાં આવેલ વ્હાઇટ સ્પેસ અક્ષરને અવગણવામાં આવે છે અને એક કરતાં વધારે ખાલી લીટીને નવા ફકરાની શરૂઆત ગણવામાં આવે છે.
- જો લખાણમાં નવી લીટી ઉમેરવી હોય, તો \\ (લાઇન- બ્રેક કમાન્ડ) લીટીના અંતમાં આપવો પડે છે. પરંતુ ફકરાની છેલ્લી લાઇનમાં આ કમાન્ડ આપવાની જરૂર નથી.
In simple words: લેટેક્સ એક માર્ક-અપ ભાષા છે જે કમાન્ડનો ઉપયોગ કરે છે. તે દસ્તાવેજોને ગોઠવવા માટે સોફ્ટવેર અને એડિટરની જરૂર પડે છે. દસ્તાવેજોને સંપાદિત, કમ્પાઇલ અને જોવામાં આવે છે. તેમાં વૈકલ્પિક અને ફરજિયાત આર્ગ્યુમેન્ટ હોય છે.
Exam Tip: જ્યારે લેટેક્સ અને વર્ડ પ્રોસેસર્સની સરખામણી કરો, ત્યારે લેટેક્સની શક્તિ તેની ચોકસાઈ અને વૈજ્ઞાનિક દસ્તાવેજો માટેની ક્ષમતામાં રહેલી છે, જ્યારે વર્ડ પ્રોસેસર્સ સામાન્ય ઉપયોગ માટે વધુ અનુકૂળ છે.
પ્રયોગ 1
હેતુ : સતત લખાણ અને લખાણમાં લાઇનબ્રેક ઉમેરતી લેટેક્સ ફાઈલ બનાવવી.
આકૃતિ માં સતત લખાણ તથા લખાણમાં લાઇનબ્રેક ઉમેરતું ઉદાહરણ આપવામાં આવેલું છે.
\documentclass[12pt]{article}
\title{Line handling in \LaTeX}
\date{May 2013}
\begin{document}
\maketitle
\section{Continuous Text} \textsf{
We have no wings, we cannot fly
But we have legs to sail and climb
By slow degrees and by and by
The cloudy summits of our time}
\section{Text with Seperate Lines} \textsf{
Heights by great men reached and kept \\
Were not attained by a sudden flight \\
But they, while their companions slept, \\
Were toiling upwards in the night}
\end{document}
[આકૃતિ : લીટીના સંચાલનનું ઉદાહરણ દર્શાવતી ફાઈલ]
આકૃતિ લેટેક્સ ફાઈલનું આઉટપુટ દર્શાવે છે.
Question 2. લેટેક્સની લોકપ્રિયતાનાં મુખ્ય કારણોની યાદી તૈયાર કરો.
Answer:
લેટેક્સના ફાયદા (Advantages of LaTeX)
લેટેક્સની લોકપ્રિયતાનાં મુખ્ય કારણો તથા ફાયદા નીચે મુજબ છે :
- ટેક્સને લેટેક્સમાં વિસ્તૃત કરવામાં આવેલ છે. લેટેક્સને પણ વિસ્તૃત કરી શકાય છે.
- લેટેક્સમાં નવાં લક્ષણો ઉમેરવા માટે અથવા વૈકલ્પિક અમલીકરણ માટે, લેટેક્સની સુવિધાઓ વધારવા માટે કોઈ પણ વ્યક્તિ વધારાના પેકેજ બનાવી શકે છે.
- લેટેક્સ પેકેજ નિ:શુલ્ક છે. તેને CTAN(The Comprehensive Tex Archive Network)ની વેબ સાઇટ www.ctan.org પરથી મેળવી શકાય છે.
- લેટેક્સ જટિલ ગાણિતિક સૂત્રોને સરસ અને યોગ્ય રીતે ગોઠવવા માટે ખૂબ જ સારું છે. તેથી લેખકો અને ગણિતશાસ્ત્રના પ્રકાશકો, ઇજનેરો વગેરેમાં લોકપ્રિય છે.
- તે એક ખૂબ જ વ્યવસ્થિત ઓપન સોર્સ છે અને જ્ઞાન વહેંચણીની શૈક્ષણિક ભાવના અને સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
- લેટેક્સમાં આપમેળે અનુક્રમ-નંબર આપવાની અને સંદર્ભ આપવાની તેમજ આપમેળે વિષયવસ્તુનું કોષ્ટક, અનુક્રમણિકા અને બીજી આવી જરૂરિયાત પૂરી પાડવાની સગવડ છે.
In simple words: લેટેક્સને ટેક્સમાંથી બનાવવામાં આવ્યું છે, તે વિસ્તૃત કરી શકાય છે, અને તેમાં નવા ફીચર્સ ઉમેરી શકાય છે. તે મફત છે, ગણિતના સૂત્રોને સરસ રીતે ગોઠવે છે, અને એક ઓપન સોર્સ પ્રોજેક્ટ છે. તે આપમેળે નંબરિંગ અને સંદર્ભો પણ ઉમેરી શકે છે.
Exam Tip: લેટેક્સના ફાયદાઓને યાદ કરતી વખતે, તેની મફત ઉપલબ્ધિ, ગાણિતિક સૂત્રોનું સચોટ નિર્માણ અને ઓપન સોર્સ સમુદાય દ્વારા તેનું સતત વિકાસ ધ્યાનમાં રાખો.
Question 3. લેટેક્સમાં સીધા ઉપયોગ ન કરી શકાય તેવા અક્ષરો અને અનામત અક્ષરોની યાદી તૈયાર કરો.
Answer:
લેટેક્સના અનામત અક્ષરો (Reserved Words of LaTeX)
- લેટેક્સના અનામત અક્ષરો તથા તેમને દર્શાવવાની રીત નીચે દર્શાવેલ છે :
| અનામત અક્ષર | અક્ષર દર્શાવવાની રીત |
|---|---|
| # | \# |
| $ | \$ |
| % | \% |
| & | \& |
| _ | \_ |
| { | \{ |
| } | \} |
| ^ | \^{} |
| ~ | \~{} |
| \ | \textbackslash{} |
| < | \textless{} |
| > | \textgreater{} |
- ‘(ગ્રેવ એસેન્ટ અથવા બેકકોટ) અને '(એપોસ્ટ્રોફ અથવા સ્ટ્રેટ કોટ)નો ઉપયોગ લખાણને એક અવતરણ- ચિહ્નમાં લખવા માટે થાય છે.
- દા. ત., 'Book Code' લખવા "Book Code″ દર્શાવવામાં આવે છે.
- લેટેક્સમાં જ્યારે મોટી સંખ્યામાં કમાન્ડ લાગુ પાડવા હોય (ઉદાહરણ તરીકે, ટેબલની ગોઠવણી કરવી હોય અથવા ગાણિતિક સમીકરણ લખવું હોય) અથવા લખાણના કોઈ મોટા ભાગને ઘણા બધા કમાન્ડની અસર આપવી હોય ત્યારે લેટેક્સ એક અલગ સગવડ પૂરી પાડે છે. આ સગવડને એન્વાયરન્મેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ એન્વાયરન્મેન્ટ \begin{environment-name) કમાન્ડથી શરૂ થાય છે અને \end{environment-name) કમાન્ડથી પૂરું થાય છે.
- એન્વાયરન્મેન્ટમાં લખેલ બધા જ લખાણ ઉપર એન્વાયરન્મેન્ટની બધી જ ફોર્મેટિંગ / માળખાકીય લાક્ષણિકતા લાગુ પડે છે.
- કેટલાક વિષયવસ્તુના પ્રકાર પ્રમાણે જુદા જુદા પ્રમાણભૂત એન્વાયરન્મેન્ટનાં ઉદાહરણ નીચે મુજબ છે :
- સમીકરણ (Equation)
- અવતરણ (Quotation)
- ટેબલ અને યાદી (List) વગેરે.
- લેટેક્સમાં % ચિહ્નથી કોમેન્ટ શરૂ કરી શકાય છે.
- % પછીનું તમામ લખાણ (લીટીના અંત સુધીનું) કોમેન્ટ તરીકે ગણાય છે.
- કોમેન્ટ એ એડિટરમાં રહેલ કોડને વાંચવા માટે, સમજવા માટે અને જરૂરી સુધારા-વધારા કરવા માટે ઉપયોગકર્તાને ઉપયોગી થાય છે.
- કમ્પાઇલેશનમાં કોમેન્ટને અવગણવામાં આવે છે, તેમજ આઉટપુટમાં કોમેન્ટનું કોઈ સ્થાન હોતું નથી.
In simple words: લેટેક્સમાં કેટલાક અક્ષરો ખાસ હોય છે અને તેનો સીધો ઉપયોગ કરી શકાતો નથી, તેથી તેમને દર્શાવવા માટે ખાસ કમાન્ડનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, લેટેક્સ એન્વાયરન્મેન્ટ્સ અને કોમેન્ટ્સ જેવી સુવિધાઓ પણ આપે છે.
Exam Tip: અનામત અક્ષરોને યાદ રાખવા માટે, પ્રતીકો અને તેમના અનુરૂપ કમાન્ડ્સને જોડવાનો પ્રયાસ કરો. % ચિહ્નનો ઉપયોગ કરીને કોમેન્ટ્સ કેવી રીતે બનાવવી તે પણ યાદ રાખો.
Question 4. લેટેક્સ દસ્તાવેજનું માળખું સમજાવો.
Answer:
લેટેક્સ દસ્તાવેજનું માળખું (The Structure of a LaTeX Document)
- લેટેક્સ દસ્તાવેજના બે ભાગ છે :
- પ્રસ્તાવના અને
- વિષયવસ્તુ.
- પ્રસ્તાવનામાં મેટા ડેટા એટલે કે દસ્તાવેજ વિશેની માહિતી હોય છે. (દા. ત., દસ્તાવેજનો પ્રકાર, દસ્તાવેજના લેખકની માહિતી, દસ્તાવેજ બનાવ્યા તારીખ વગેરે.)
- પ્રસ્તાવનામાં લેટેક્સ દસ્તાવેજની પ્રક્રિયા કઈ રીતે કરશે, તેની સૂચના હોય છે. મૂળ વિષયવસ્તુ હંમેશાં એન્વાયરન્મેન્ટ દસ્તાવેજમાં હોય છે.
પ્રસ્તાવના વિભાગ (The Preamble)
- પ્રસ્તાવનાનું સૌથી પહેલું તત્ત્વ (એલિમેન્ટ) \documentclass{document_class_name} હોવું જ જોઈએ, જે દસ્તાવેજનો પ્રકાર જણાવે છે.
- કેટલાક સામાન્ય દસ્તાવેજના ક્લાસ કોષ્ટક 1માં આપેલ છે. કેટલાક દસ્તાવેજ ક્લાસને વિકલ્પો પણ હોય છે. કોષ્ટક 2માં આવા સામાન્ય વિકલ્પ આપેલ છે.
કોષ્ટક 1 : કેટલાક સામાન્ય દસ્તાવેજ ક્લાસ
| દસ્તાવેજ ક્લાસ | ઉદ્દેશ (ઉપયોગ) |
|---|---|
| article | સ્વતંત્ર લેખ લખવા માટે |
| book | આખું પુસ્તક લખવા માટે |
| slides | પ્રદર્શન માટેની સ્લાઇડ બનાવવા માટે, આમાં ફોન્ટનું કદ આપોઆપ મોટું થઈ જાય છે. |
| letter | પત્ર લખવા માટે |
| beamer | બીમર પેકેજનો ઉપયોગ કરીને ઓફિસસ્યુટ જેવું જ પ્રદર્શન બનાવવા માટે |
કોષ્ટક 2 : કેટલાક દસ્તાવેજ ક્લાસના કેટલાક સામાન્ય વિકલ્પ
| વિકલ્પ | કાર્ય |
|---|---|
| 10pt, 11pt, 12pt | દસ્તાવેજના મુખ્ય ફોન્ટનું કદ 10 પોઇન્ટ (પૂર્વનિર્ધારિત), 11 પોઇન્ટ કે 12 પોઇન્ટ રાખવા માટે. |
| a4paper, letterpaper, legalpaper | પાનાંનું કદ નક્કી કરવા માટે. આ બધાં જુદાં જુદાં આંતરરાષ્ટ્રીય પાનાંનાં કદ છે. આમાંનું ઓફિસના ઉપયોગ માટેનું A4, લેટર અને લીગલ એ સામાન્ય કદ છે. |
| fleqn | સમીકરણો અને રચનાઓને વચ્ચે રાખવાને બદલે ડાબી બાજુ (લેફ્ટ અલાઇન) દર્શાવવા માટે |
| landscape | દસ્તાવેજને લેન્ડસ્કેપમાં છાપવા માટે (આડા પાનાંમાં છાપવા માટે) |
- લેટેક્સ પદ્ધતિ પોતે જ કેટલીક સામાન્ય ટાઇપસેટિંગની જરૂરિયાત પૂરી પાડે છે, પરંતુ ઉપયોગકર્તાને જોઈતું જરૂરી બધું જ પૂરું પાડતી નથી. આથી વધારાની સગવડ માટે લેટેક્સ ઉપયોગકર્તાને પોતાનું પેકેજ બનાવવાની સવલત આપે છે.
- લેટેક્સના ઉપયોગકર્તાનો મોટો સમૂહ છે, જે આવા નવા પેકેજ બનાવે છે અથવા અસ્તિત્વમાં હોય એવા પેકેજમાં પોતાની જરૂરિયાત મુજબ ફેરફારો કરીને તેને કોમ્પ્રિહેન્સિવ ટેકઆર્થિવ નેટવર્ક (CTAN) ઉપર વહેંચે છે.
- આપણા દસ્તાવેજમાં આવા એક અથવા એકથી વધુ પેકેજનો ઉપયોગ કરવો હોય, તો તેને પ્રસ્તાવના વિભાગમાં \usepackage{package_name} કમાન્ડ વડે જાહેર (ડિક્લેર) કરવા પડે છે.
- એક જ લાઇનમાં એક જ \usepackage કમાન્ડ વડે એક કરતાં વધારે પેકેજને અલ્પવિરામ આપીને જાહેર કરી શકાય છે.
કોષ્ટક ૩ : સામાન્ય રીતે ઉપયોગમાં આવતાં પેકેજ
| પેકેજ | વર્ણન |
|---|---|
| amsmath | આ પેકેજમાં લેટેક્સમાં ગણિત માટેના વિસ્તરણ હોય છે. મૂળભૂત રીતે અમેરિકન ગણિત સોસાયટી માટે બનાવવામાં આવેલ. |
| color | લખાણના કલર ઉમેરવા માટે |
| easylist | એક કરતાં વધુ સ્તરની યાદી ઉમેરવા માટે |
| geometry | પાનાંની રચના માટે, જેમ કે પાનાનું કદ નક્કી કરવું, સ્થાપન (ઓરિએન્ટેશન) નક્કી કરવું, માર્જિન નક્કી કરવું વગેરે |
| listings | દસ્તાવેજમાં પ્રોગ્રામિંગ કોડ ઉમેરવા માટે |
| setspace | લીટી વચ્ચેની જગ્યા બદલવા માટે (લાઇન સ્પેસિંગ) |
- પ્રસ્તાવના વિભાગનાં કેટલાંક ઉદાહરણ નીચે દર્શાવેલ છે :
- \title{the_title_of_document} - દસ્તાવેજનું શીર્ષક
- \author{author of the document} - દસ્તાવેજના લેખક
- \date{date of creation/last update of the document, in any format} - દસ્તાવેજ બનાવ્યાની તારીખ
દસ્તાવેજ એન્વાયરન્મેન્ટ (The Document Environment)
- લેટેક્સ જ્યારે \maketitle કમાન્ડ મેળવશે ત્યારે લેખ અને સ્લાઇડ માટેના દસ્તાવેજ એન્વાયરન્મેન્ટને ફક્ત દસ્તાવેજના મુખ્ય વિષયવસ્તુને અનુસરતું સ્વયંસંચાલિત રીતે શીર્ષક આપશે.
- પુસ્તકના દસ્તાવેજ વિભાગને મુખ્ય ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે :
- આગળની વિગત,
- મુખ્ય વિગત અને
- પાછળની વિગત.
આ માટે અનુક્રમે \frontmatter, \mainmatter અને \backmatter કમાન્ડ આપવામાં આવે છે.
- આ વિવિધ વિભાગોમાં અલગ અલગ વસ્તુઓ હોઈ શકે, જેમ કે આગળની વિગતનું શીર્ષક, વિષયવસ્તુનું કોષ્ટક, પાછળની વિગતની ગ્રંથસૂચિ, અનુક્રમણિકા, સંદર્ભસૂચિ વગેરે.
- પુસ્તકના મુખ્ય વસ્તુને સ્તરીકરણ માળખું હોય છે. જ્યાં પુસ્તકનું વિભાગોમાં, વિભાગોનું પ્રકરણમાં, પ્રકરણનું મુદ્દાઓમાં, મુદ્દાઓનું પેટા-મુદ્દાઓમાં, પેટા-મુદ્દાઓનું પેટા-પેટા મુદ્દાઓમાં, પેટા-પેટા મુદ્દાઓનું ફકરાઓમાં, ફકરાઓનું પેટા-ફકરાઓમાં વિભાજન કરવામાં આવે છે, જેના માટે નીચે દર્શાવ્યા મુજબ કમાન્ડ આપવામાં આવે છે :
\part - પુસ્તકનું વિભાગોમાં વિભાજન કરવા
\chapter - વિભાગોનું પ્રકરણમાં વિભાજન કરવા
\section - પ્રકરણનું મુદ્દાઓમાં વિભાજન કરવા
\subsection - મુદ્દાઓનું પેટા-મુદ્દાઓમાં વિભાજન કરવા
\subsubsection - પેટા-મુદ્દાઓનું પેટા-પેટા મુદ્દાઓમાં વિભાજન કરવા
\paragraph - પેટા-પેટા મુદ્દાઓનું ફકરાઓમાં વિભાજન કરવા
\subparagraph - ફકરાઓનું પેટા-ફકરાઓમાં વિભાજન કરવા - દરેક કમાન્ડમાં ફરજિયાત એક આર્ગ્યુમેન્ટ આપવામાં આવે છે.
- લેટેક્સ દ્વારા વિભાગ, પ્રકરણ અને મુદ્દાઓને સ્વયંસંચાલિત અનુક્રમ-નંબર આપવામાં આવે છે. આ માટે લેખકે ચિંતા કરવાની હોતી નથી.
- લેખક પ્રકરણ, મુદ્દા, પેટા-મુદ્દાઓનો ક્રમ ગમે ત્યારે ફેરવી શકે છે.
- વિભાગોના અનુક્રમ-નંબર રોમનમાં (I, II, III વગેરે) અપાય છે.
- પ્રકરણ, મુદ્દાઓ અને પેટા-મુદ્દાઓ વગેરેના અનુક્રમ- નંબર અરેબિકમાં (1, 2, 3 વગેરે) અપાય છે.
- \appendix કમાન્ડ પછીનાં બધાં જ પ્રકરણો પરિશિષ્ટો તરીકે સમજવામાં આવે છે અને તેમને બધાંને અનુક્રમ- નંબર મોટા મૂળાક્ષર વડે (A, B, C વગેરે) આપવામાં આવે છે.
- આગળના મુદ્રણનાં પાનાઓને રોમનમાં અનુક્રમ-નંબર આપવામાં આવે છે. જ્યારે મુખ્ય મુદ્રણ અને પાછળના મુદ્રણમાં અરેબિકમાં અનુક્રમ-નંબર આપવામાં આવે છે.
- મૂળભૂત રીતે અનુક્રમ-નંબર 2 સ્તર સુધી આપી શકાય છે. એટલે કે, પેટા-મુદ્દા સુધી આપી શકાય છે.
- પેટા-પેટા મુદ્દાઓ અને ત્યારપછીના ભાગને અનુક્રમ-નંબર આપવામાં આવતા નથી. આને બદલવા માટે લેટેક્સની પ્રસ્તાવનાના આંતરિક ગણકમાં ફેરફાર કરીને બદલી શકાય.
- દા. ત., \setcounter{secnumdepth} {3} ઉપરનો કમાન્ડ ઘટકને 3 સ્તર સુધી અનુક્રમ-નંબર આપે છે.
- પૂર્ણવિરામ (.) અને ઘટકના નંબર વડે મુખ્ય ઘટકના ઘટકોને અનુક્રમ-નંબર આપી શકાય.
- જો એક પુસ્તકના વિભાગ IIમાં પ્રકરણ 5 અને તેમાં મુદ્દા 4ના પેટા-મુદ્દો 1 હોય, તો આ પેટા-મુદ્દાને 5.4.1 અનુક્રમ-નંબર આપવામાં આવે છે.
- \tableofcontents કમાન્ડ આપવામાં આવે છે, ત્યારે એક સુવ્યવસ્થિત ગોઠવેલ વિષયવસ્તુનું કોષ્ટક (TOC) શીર્ષક ઘટક દ્વારા લેટેક્સમાં આપમેળે બને છે.
નોંધ : લેટેક્સ સોર્સ ફાઈલની શરૂથી અંત સુધી ક્રમશ: એક જ વખતમાં પ્રક્રિયા કરે છે અને ક્રમશ: આઉટપુટ ફાઈલ પણ બનાવે છે.
- પ્રથમ રનમાં લેટેક્સ દસ્તાવેજના માળખા વિશેની માહિતી ભેગી કરે છે અને એક પૂરક ફાઈલમાં સંગ્રહ કરે છે. આ તબક્કે આઉટપુટ ફાઈલમાં TOC ખાલી હોય છે. અથવા જૂની પૂરક ફાઈલની માહિતી દર્શાવે છે. બીજા રનમાં તે પૂરક ફાઈલમાંથી સાચી માહિતી એકઠી કરીને શરૂઆતમાં સાચું વિષયવસ્તુનું કોષ્ટક (TOC) બનાવે છે.
- TOCની જેમ જ લેટેક્સ આકૃતિની યાદી, કોષ્ટકની યાદી, અન્યોન્ય સંબંધ, ગ્રંથસૂચિ, પારિભાષિક શબ્દકોશ અથવા અનુક્રમણિકા રાખે છે. આ બધી જ વસ્તુ લેખકનો ભાર હળવો કરે છે અને આના જ કારણે લેટેક્સ પ્રખ્યાત છે.
In simple words: લેટેક્સ દસ્તાવેજ બે મુખ્ય ભાગો-પ્રસ્તાવના અને વિષયવસ્તુમાં વિભાજીત થાય છે. પ્રસ્તાવનામાં મેટાડેટા અને પ્રક્રિયાની સૂચનાઓ હોય છે. દસ્તાવેજનું માળખું વિભાગો, પ્રકરણો અને પેટા-મુદ્દાઓમાં વહેંચાયેલું હોય છે, જેમાં આપમેળે નંબરિંગ અને કોષ્ટકો જેવી સુવિધાઓ મળે છે.
Exam Tip: દસ્તાવેજના માળખાના મુખ્ય ઘટકો (પ્રીએમ્બલ, દસ્તાવેજનું વાતાવરણ, કમાન્ડ્સ) યાદ રાખો અને તેઓ કેવી રીતે એકસાથે કામ કરે છે તે સમજો.
પ્રયોગ 2
હેતુ : લેટેક્સમાં પુસ્તકની ગોઠવણી દર્શાવતી સોર્સ ફાઈલ બનાવવી.
લેટેક્સમાં પુસ્તકની ગોઠવણી દર્શાવતી સોર્સ ફાઈલ બનાવવા SciTE ટેક્સ્ટ એડિટરમાં નીચે મુજબનાં પગલાં અનુસરો :
પગલું 1 : SciTE એડિટરમાં File – New મેનૂ વિકલ્પ પસંદ કરી, નવી ફાઈલ બનાવો.
પગલું 2 : કોડ લિસ્ટિંગ 1માં આપેલ માહિતી SciTE એડિટરમાં ટાઇપ કરો.
પગલું 3 : File → Save મેનૂ વિકલ્પનો ઉપયોગ કરીને ફાઈલને સેવ કરો. (ફાઈલનું અનુલંબન (extension) .tex રાખો.)
પગલું 4 : લેટેક્સ ફાઈલને કમ્પાઇલ કરવા માટે Tools → Build વિકલ્પ પસંદ કરો. અથવા શૉર્ટકટ કી F7 દબાવો.
Free study material for Computer
Computer Class 12 Curriculum Solutions: Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન
Official GSEB Solutions for Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન
Review comprehensive exercise answers for Class 12 Computer Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Step-by-Step Explanations for Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 12 Computer module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Next Steps in Your Computer Revision
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 12 Computer.
FAQs
The complete and updated GSEB Class 12 Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન is available for free on StudiesToday.com. These solutions for Class 12 Computer are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 12 Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Computer concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Computer. You can access GSEB Class 12 Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 12 Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન in printable PDF format for offline study on any device.