GSEB Class 11 Biology Solutions Chapter 2 જૈવિક વર્ગીકરણ

Step-by-Step Textbook Solutions for Class 11 Biology Chapter 02 જૈવિક વર્ગીકરણ

Review structured textbook solutions for Class 11 Biology Chapter 02 જૈવિક વર્ગીકરણ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Download Chapter 02 જૈવિક વર્ગીકરણ Textbook Solutions PDF

View or download the dedicated Chapter 02 જૈવિક વર્ગીકરણ solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Biology.

Question 1. ચર્ચા કરો કે વર્ગીકરણ પદ્ધતિઓ સમય જતાં કેટલાક ફેરફારોમાંથી કેવી રીતે પસાર થઈ ?
Answer:
1. સજીવોમાં દેખાતી સમાનતાઓ અને ભિન્નતાઓના આધારે તેમને સમૂહો કે ઉપસમૂહોમાં શ્રેણીબદ્ધ રીતે વહેંચવાની વૈજ્ઞાનિક રીતને જૈવિક વર્ગીકરણ કહે છે.
2. વૈજ્ઞાનિકોએ સમય જતા વર્ગીકરણની વિવિધ પદ્ધતિઓ રજૂ કરી છે.
3. સૌ પ્રથમ એરિસ્ટોટલે કૃત્રિમ વર્ગીકરણ રીત રજૂ કરી, જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમના રહેઠાણ મુજબ વહેંચ્યા. દા.ત., જલીય (જેમ કે માછલી, વ્હેલ), સ્થળજ (જેમ કે સરિસૃપ, પાલતુ પશુઓ), હવાઈ (જેમ કે ચામાચિડીયું, પક્ષી).
4. કુદરતી વર્ગીકરણની પદ્ધતિ બાહ્યકારવિધા, આંતરિક રચના, દેહધર્મવિધા, પ્રજનન, માનવ પ્રગતિનો ઇતિહાસ, કોષ રસાયણ વિજ્ઞાન વગેરે બાબતો પર આધારિત હતી.
5. ત્યારબાદ સજીવોને ઉદ્વિકાશીય સંબંધોને આધારે (એટલે કે આનુવંશિક આધારે) વર્ગીકૃત કરવામાં આવ્યા. તે કોષવર્ગીકરણવિદ્યા, રસાયણ વર્ગીકરણવિદ્યા, આંકડાશાસ્ત્રીય વર્ગીકરણ અને ક્લેડીસ્ટીક વર્ગીકરણ પર આધાર રાખે છે.
In simple words: વર્ગીકરણ પદ્ધતિઓ પહેલા જીવોના દેખાવ અને રહેઠાણ પર આધારિત હતી. પછી તે આંતરિક રચના અને કાર્યો પર આધારિત થઈ. હવે તે જીવોના વિકાસ સંબંધો અને આંકડાકીય માહિતી પર આધાર રાખે છે.

Exam Tip: જ્યારે વર્ગીકરણ પદ્ધતિઓ વિશે પૂછવામાં આવે, ત્યારે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલી પદ્ધતિઓ અને તેના આધારને ક્રમવાર લખો.

 

Question 2. બે આર્થિક રીતે મહત્વની ઉપયોગિતા જણાવો.
(a) વિષમપોષી બેક્ટરિયા
(b) આર્કિબેક્ટરિયા.
Answer:
(a) વિષમપોષી બેક્ટરિયા :
• મૃતદેહો, રાસાયણિક કચરાનું વિઘટન કરતા મૃતોપજીવી બેક્ટરિયા કુદરતી સફાઈ કામદારો છે. તે રાસાયણિક દ્રવ્યોને અલગ કરીને રાસાયણિક ઘટકોના પુનઃનિર્માણમાં મદદ કરે છે. તેઓ ઉત્સર્ગ દ્રવ્યોના વિઘટનમાં ખાતર બનાવવા માટે પણ ઉપયોગી છે.
• સહજીવી બેક્ટરિયા વાતાવરણના નાઈટ્રોજનને સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે.
• કેટલાક બેક્ટરિયા લેક્ટિક એસિડ, દહીં, ચીઝ, માખણ, વિનેગાર વગેરેના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઉપયોગી છે.
• કેટલાક બેક્ટરિયા સીરપ, રસી, વિટામિન્સ, ઉત્સેચકો, એન્ટિબાયોટિક્સ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે. ઉદાહરણ: સ્યુડોમોનાસ, ઝેન્થોમોનાસ.
(b) આર્કિબેક્ટરિયા :
• ગાય અને ભેંસ જેવા ચરતા પ્રાણીઓના પાચનતંત્રમાં આર્કિબેક્ટરિયાની મદદથી ગોબર ગેસ બને છે.
• ગાય અને ભેંસ જેવા ચરતા પ્રાણીઓના પાચનમાં રહેલા કેટલાક બેક્ટરિયા આર્કિબેક્ટરિયા મદદરૂપ થાય છે.
In simple words: વિષમપોષી બેક્ટેરિયા કચરાને તોડવામાં, નાઈટ્રોજનને જમીનમાં લાવવામાં અને દહીં જેવા ઉત્પાદનો બનાવવામાં મદદ કરે છે. આર્કિબેક્ટેરિયા પ્રાણીઓના પાચનમાં અને ગોબર ગેસ બનાવવામાં મદદરૂપ છે.

Exam Tip: આર્થિક રીતે મહત્વની ઉપયોગિતાઓ લખતી વખતે, બેક્ટેરિયાના પ્રકારને આધારે ઓછામાં ઓછી બે-ત્રણ મુખ્ય ભૂમિકાઓ આપો.

 

Question 3. ડાયેટમ્સમાં કોષદીવાલોની પ્રકૃતિ શું છે ?
Answer: ડાયેટમ્સની કોષદીવાલોને ફ્રસ્ટુલસ કહે છે. તેમની કોષદીવાલ મુખ્યત્વે રેતીમાં જોવા મળતા સેગ્યુલોઝની બનેલી છે. ડાયેટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધબેસતા બે પાતળા આવરણ કવચ સ્વરૂપે કોષદીવાલ હોય છે. ઉપરના અર્ધકવચ (ઢાંકણ)ને એપિથીકા અને નીચેના અર્ધભાગને હાઈપોથીકા કહે છે. આ દીવાલો સિલિકા દ્રવ્યોથી જડાયેલી હોવાથી તે નાશ પામતી નથી. તેથી તે અવિનાશી છે. ડાયેટમ્સ તેમના કુદરતી નિવાસસ્થાનોમાં કોષદીવાલનો મોટો જથ્થો છોડી જાય છે. લાખો વર્ષો સુધીની આ પ્રકારની જમાવટ ડાયેટોમેસિયસ પૃથ્વી (Diatomaceous earth) તરીકે ઓળખાય છે.
In simple words: ડાયેટમ્સની કોષદીવાલ ફ્રસ્ટુલસ કહેવાય છે. તે સિલિકાની બનેલી બે પાતળી કવચ હોય છે જે સાબુના બોક્સની જેમ એકબીજામાં બેસે છે. તે નાશ પામતી નથી અને વર્ષો પછી ડાયેટોમેસિયસ પૃથ્વી બનાવે છે.

Exam Tip: ડાયેટમ્સની કોષદીવાલની રચના અને તેના ખાસ ગુણધર્મો (જેમ કે સિલિકા અને 'સાબુના બોક્સ'ની રચના) પર ધ્યાન આપો.

 

Question 4. આલ્બલ બ્લમ (Algal Bloom) અને રેડ ટાઈસ (Red Tides)નો ભાવાર્થ શું થાય છે શોધો.
Answer: લીલ અને બીજા કેટલાક ફાયટોપ્લેન્કટોન્સ, તેમજ કેટલાક સાયનો-બેક્ટરિયાની વસતિમાં ઝડપી વધારો થાય છે. જે પાણીના જથ્થામાં રાસાયણિક દ્રવ્યોના પુષ્કળ વધારાને આલ્ગલ બ્લુમ કહે છે. સજીવોના મોટા જથ્થાને કારણે સૂર્યપ્રકાશ પાણીમાં ઊંડે સુધી પહોંચી શકતો નથી. નાઈટ્રોજન, ખનીજ આયનોના જથ્થામાં એકદમ વધારો થવાથી બેક્ટરિયા અને લીલના વિકાસના પરિણામે આલ્ગલ બ્લુમ થાય છે.
ખેતઉત્પાદન ખાતર કે મળમૂત્રના જલીય તંત્રમાં પ્રવેશવાથી નાઈટ્રોજનની પ્રાપ્તિનો સ્ત્રોત વધે છે.
રેડ ટાઈડનું કારણ દરિયાઈ ફાયટોપ્લેન્કટોન દ્વારા ઝેરી દ્રવ્યનું ઉત્પાદન છે, જે લાલ રંગના ડાયનોફ્લેજેલેટ્સમાં જોવા મળતા પ્રકાશસંશ્લેષી ગૌણ રંજકકણોને કારણે થાય છે.
ગોનિયાલેક્સ જેવા ડાયનોફ્લેજેલેટ્સ દ્વારા ઉત્પન્ન થતું ઝેર માછલી અને તેના જેવા બીજા દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે. આ ફાઈટોપ્લેન્કટોન્સ બ્લુમ એ જમીન પરના પોષણસભર દ્રવ્યના કારણે અથવા દરિયાઈ પાણીના વધારાના કારણે અને સમુદ્રની સપાટી પર સિસ્ટ જેવી રચનાના પથરાવાને કારણે જોવા મળે છે.
In simple words: આલ્ગલ બ્લુમ એટલે પાણીમાં લીલ અને બેક્ટેરિયાનું ખૂબ વધી જવું, જે પોષક તત્ત્વો વધવાથી થાય છે. રેડ ટાઈડ એટલે લાલ રંગના દરિયાઈ જીવોનું ઝેરી રીતે વધી જવું, જે પાણીને લાલ બનાવે છે અને દરિયાઈ જીવોને નુકસાન પહોંચાડે છે.

Exam Tip: આલ્ગલ બ્લુમ અને રેડ ટાઈડ બંનેની વ્યાખ્યા, કારણો અને અસરો અલગ-અલગ સ્પષ્ટપણે સમજાવો.

 

Question 5. વિરોઈસ એ વાઈરસ કરતાં કેવી રીતે જુદા પડે છે ?
Answer:
1. વિરોઈસ એ રોગ માટે જવાબદાર સૌથી નાનો જાણીતો એજન્ટ છે. તે નાનો એક સૂત્રીય (RNA) અણુ ધરાવે છે. તેમાં કેપ્સિડનો અભાવ હોય છે અને તેની સાથે પ્રોટીન જોડાયેલું જોવા મળતું નથી. તે ફક્ત વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે.
2. જ્યારે વાઈરસમાં જનીન દ્રવ્યની ફરતે પ્રોટીન કે લીપોપ્રોટીનનું બનેલું રક્ષણાત્મક આવરણ હોય છે. વાઈરસનું જનીનદ્રવ્ય 4 પ્રકારના દ્વિસૂત્રીય DNA, દ્વિસૂત્રીય RNA, એક સૂત્રીય DNA અને એકસૂત્રીય RNA, તે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં રોગ માટે જવાબદાર છે.
In simple words: વિરોઈડ્સ વાયરસ કરતા નાના હોય છે. તેમાં ફક્ત RNA હોય છે અને પ્રોટીનનું આવરણ નથી. તે માત્ર છોડમાં રોગ કરે છે. વાયરસમાં RNA કે DNA અને પ્રોટીન આવરણ બંને હોય છે અને તે છોડ અને પ્રાણીઓ બંનેમાં રોગ કરે છે.

Exam Tip: વિરોઈડ્સ અને વાયરસ વચ્ચેના મુખ્ય તફાવતો (જેમ કે કદ, પ્રોટીન આવરણની હાજરી/ગેરહાજરી, અને યજમાનની શ્રેણી) પર ભાર મૂકો.

 

Question 6. પ્રજીવોનાં ચાર મોટા જૂથોનું વિસ્તૃત વર્ણન કરો.
Answer:
(i) અમીબાસમ પ્રોટોઝુઅન્સ (Amoeboid Protozoans) : આ સજીવો મીઠા પાણીમાં, દરિયાઈ કે ભેજવાળી જમીનમાં રહે છે. તેઓ શિકાર તરફ ખસીને ખોટા પગ ફેલાવીને શિકારને પકડે છે. દા.ત., અમીબા (Amoeba) ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે. તેમાંના કેટલાક પરોપજીવી તરીકે રહે છે. ઉદાહરણ: એન્ટામીબા (Entamoeba).
(ii) કશાધારી પ્રોટોઝુઅન્સ (Flagellate Protozoans) : આ જૂથના સભ્યો મુક્તજીવી કે પરોપજીવી છે. તેઓ કશાઓ ધરાવે છે. તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી (Slipping sickness) જેવા રોગો ઉત્પન્ન કરે છે. દા.ત., ટ્રાઈપેનાસોમાં (Trypanosoma).
(iii) પક્ષ્મધારી પ્રોટોઝુઅન્સ (Ciliated Protozoans) : તેઓ જલીય છે. હજારોની સંખ્યામાં પક્ષ્મોની હાજરીને કારણે તેઓ સક્રિય રીતે હલનચલન કરતા સજીવો છે. તેઓ મુખખાંચ (Gullet) ધરાવે છે, કે જે કોષની બહારની સપાટી પર ખૂલે છે. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષ્મોનાં હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. ઉદાહરણ: પેરામિશિયમ.
(iv) બીજાણુધારી પ્રોટોઝુઅન્સ (Sporozoans) : આ સમૂહ વિવિધ સજીવોનો સમાવેશ કરે છે કે જેઓ તેમના જીવનચક્રમાં ચેપી (Infectious) બીજાણુઓ જેવો તબક્કો ધરાવે છે. સૌથી વિખ્યાત એ પ્લાઝમોડિયમ (મેલેરિયાને લગતો પરોપજીવી) કે જે મેલેરિયા ઉત્પન્ન કરે છે. આ રોગ એવો છે કે જે માનવ વસતિને આશ્ચર્યચકિત કરી દે તેવી અસર ધરાવે છે. ઉદાહરણ: પ્લાઝમોડિયમ (Plasmodium).
In simple words: પ્રજીવોના ચાર મુખ્ય જૂથો છે: અમીબાસમ (ખોટા પગથી ખસે છે), કશાધારી (કશાથી ખસે છે, ઊંઘવાની બીમારી જેવા રોગો કરે છે), પક્ષ્મધારી (પક્ષ્મથી ખસે છે, પેરામિશિયમ જેવા), અને બીજાણુધારી (જેમ કે પ્લાઝમોડિયમ, મેલેરિયા કરે છે).

Exam Tip: દરેક પ્રજીવ જૂથનું વર્ણન કરતી વખતે, તેમના પ્રચલન અંગો, રહેઠાણ, પોષણ અને એક ઉદાહરણનો સમાવેશ કરો.

 

Question 7. વનસ્પતિ સ્વયંપોષી છે. શું તમે વિચારી શકો છો કે કેટલીક વનસ્પતિઓ કે જે આંશિક રીતે વિષમપોષી છે ?
Answer: કેટલીક કીટકભક્ષી વનસ્પતિઓ જેવી કે પ્રોસેરા, નેપીન્કસ, યુટિક્યુલારિયા, આંશિક રીતે વિષમપોષી છે. આ વનસ્પતિઓમાં નાઈટ્રોજનની ઊણપ હોય છે. બાકી તેઓ સ્વાવલંબી છે. તેઓ નાઈટ્રોજન મેળવવા માટે કીટકોને પકડે છે. બાકીનો ખોરાક એટલે કે કાર્બોદિત પદાર્થો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાની જાતે બનાવે છે.
In simple words: હા, કેટલીક છોડ આંશિક રીતે વિષમપોષી હોય છે. કીટકભક્ષી છોડ, જેમ કે કળશપર્ણ, નાઈટ્રોજનની ઊણપ પૂરી કરવા માટે જીવડાંને પકડે છે, પરંતુ તેમનો મોટાભાગનો ખોરાક પ્રકાશસંશ્લેષણથી જાતે બનાવે છે.

Exam Tip: આંશિક રીતે વિષમપોષી વનસ્પતિઓના ઉદાહરણો અને તેઓ શા માટે આંશિક રીતે વિષમપોષી છે તે કારણ (નાઈટ્રોજનની જરૂરિયાત) સ્પષ્ટ કરો.

 

Question 8. માયકોબાયોન્ટનો અર્થ શું કરશો ?
Answer: લાઈકન એ સહજીવી સહવાસ (Symbiotic Association) એટલે કે લીલ અને ફૂગ વચ્ચેનો ઉપયોગી સહવાસ છે. લીલના ઘટકો ફાયકોબાયોન્ટ અને ફૂગના ઘટકો માયકોબાયોન્ટ તરીકે ઓળખાય છે. જેઓ અનુક્રમે સ્વયંપોષી અને વિષમપોષી છે. લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે. જો લીલ ઘટક તરીકે લ્યુ-ગ્રીન – આલ્ગી (નીલ હરિત લીલ) હોય તો ખોરાકની બનાવટ સાથે નાઈટ્રોજનના સ્થાપનમાં પણ મદદરૂપ થાય છે. જ્યારે ફૂગ એ સહવાસી (લીલ) માટે આશ્રય, શોષિત પોષકદ્રવ્યો તેમજ પાણી પૂરું પાડે છે.
In simple words: માયકોબાયોન્ટ એ લાઈકનમાં રહેલો ફૂગનો ભાગ છે. લાઈકન એ લીલ અને ફૂગનો સહજીવન સંબંધ છે. ફૂગ લીલને આશ્રય અને પાણી આપે છે, જ્યારે લીલ ફૂગ માટે ખોરાક બનાવે છે.

Exam Tip: માયકોબાયોન્ટ અને ફાયકોબાયોન્ટની વ્યાખ્યા અને લાઈકનમાં તેમની ભૂમિકા સ્પષ્ટ રીતે સમજાવો.

 

Question 9. નીચે આપેલને અનુલક્ષી સૃષ્ટિના વર્ગોનો તુલનાત્મક અહેવાલ આપો :
(i) પોષણ પદ્ધતિ,
(ii) પ્રજનનનો પ્રકાર.
Answer:

ફૂગના વર્ગપોષણ પદ્ધતિપ્રજનન પદ્ધતિ
(i) ફાયકોમાયસેટીસ
(ઉમાયસિટિસ અને ઝાયગોમાય સિટિસ સાથે)
➢ ઉમાયસિટિસ મોટેભાગે પરોપજીવી (જીવંત વનસ્પતિ કે પ્રાણીના પ્રોટોપ્લાઝમમાંથી) હોય છે.
➢ ઝાયગોમાયસિટિસ મોટે ભાગે મૃતોપજીવી (મૃત કે સડતા કાર્બનિક પદાર્થોમાંથી ખોરાક મેળવે છે. પરોપજીવી (કેટલીક ફૂગ છાણ પર વિકાસ પામે છે.) આમ આ ફૂગ અવિકલ્પી પરોપજીવી છે.
➢ ચલબીજાણુઓ કે અચલબીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. બીજાણુધાનીમાં આ બીજાણુઓ અંતર્ગત રીતે ઉત્પન્ન થાય છે.
➢ લિંગી પ્રજનનમાં બે જન્યુઓના જોડાણથી યુગ્મબીજાણુઓ બને છે. આ પ્રકારના જન્યુઓ જો બાહ્યાકાર રીતે સરખા હોય તો સમજન્યુક કે સરખા ન હોય તો વિષમજન્યુ કે અંડ જન્યુક હોય છે.
(ii) આસ્કીમાયસેટીસ➢ તેઓ મૃતોપવીજીઓ, વિઘટકો, પરોપજીવીઓ કે છાણભક્ષીઓ (છાણ પર વિકાસ પામતા) તરીકે જોવા મળે છે.➢ કણીબીજાણુધાની પર કણીબીજાણુઓ તરીકે બર્હિજાત રીતે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે.
➢ આ ઉપરાંત કલિકાસર્જન, દ્વિભાજન દ્વારા પણ અલિંગી પ્રજનન થાય છે.
➢ કોથળી જેવી ધાનીઓમાં અંતર્ગત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. જેને ધાનીબીજાણુઓ કહે છે. આ ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે. જેને ફળધાનીકાય કહે છે.
(iii) બેસિડીયોમાયસેટીસ➢ તેઓ જમીનમાં, લાકડાના ગોળવા પર, ઝાડના થડ પર કે વનસ્પતિઓના દેહની અંદર પરોપજીવી તરીકે જીવન જીવે છે.➢ અલિંગી બીજાણુઓ સામાન્ય રીતે જોવા મળતા નથી, પરંતુ અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન સામાન્ય છે.
➢ લિંગી અંગો ગેરહાજર હોય છે. પરંતુ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારોના બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે. આના પરિણામે દ્વિકોષકેન્દ્રીય રચના બને છે. જે અંતમાં પ્રકણીબીજાણુધાની તરીકે વિકાસ પામે છે. પ્રકણીધાનીમાં કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી ચાર પ્રકણીબીજાણુઓ પ્રકણીબીજાણુધાની પર બર્હિજાત રીતે ઉત્પન્ન થાય છે. પ્રકણીબીજાણુઓ ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે, જેને પ્રકણીધાની કાયો કહે છે.
(iv) ડ્યુરોમાયસેટીસ➢ મોટેભાગે પરોપજીવી કે મૃતોપજીવી હોય છે.➢ અલિંગી પ્રજનન કણીબીજાણુઓ દ્વારા અને અન્ય બીજાણુઓ દ્વારા થાય છે.
➢ લિંગી પ્રજનન જોવા મળતું નથી અથવા હજી સુધી સંશોધન થયેલ નથી.

In simple words: ફૂગના વિવિધ વર્ગો પોષણ અને પ્રજનનમાં અલગ પડે છે. ફાયકોમાયસેટીસ પરોપજીવી કે મૃતોપજીવી હોય છે અને અલિંગી કે લિંગી પ્રજનન કરે છે. આસ્કીમાયસેટીસ પણ મૃતોપજીવી કે પરોપજીવી હોય છે અને કણીબીજાણુઓ કે ફળધાનીકાય દ્વારા પ્રજનન કરે છે. બેસિડીયોમાયસેટીસ પરોપજીવી કે સપ્રોફાઇટ હોય છે અને વાનસ્પતિક પ્રજનન કરે છે, જ્યારે ડ્યુરોમાયસેટીસ મોટેભાગે પરોપજીવી હોય છે અને લિંગી પ્રજનન જોવા મળતું નથી.

Exam Tip: તુલનાત્મક અહેવાલ આપતી વખતે, દરેક વર્ગ માટે પોષણ પદ્ધતિ અને પ્રજનન પદ્ધતિના મુખ્ય મુદ્દાઓને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરો.

 

Question 10. યુગ્લિનોઈસની વિશિષ્ટ લાક્ષણિકતાઓ શું છે ?
Answer: યુગ્લિનોઈડ્ઝ વનસ્પતિ અને પ્રાણીઓના લક્ષણોનું મિશ્રણ ધરાવતું રસપ્રદ સજીવ છે. તેમની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
1. તેઓ એકકોષીય કશાધારી છે.
2. સેલ્યુલોઝની બનેલી કોષદીવાલનો અભાવ છે. તેને બદલે પ્રોટીનસભર પાતળું આવરણ હોય છે જેને છાદિ કહે છે. છાદિ તેમના દેહને વળી શકે તેવો નરમ બનાવે છે.
3. તેઓ બે કશા ધરાવે છે. એક ટૂંકી અને બીજી લાંબી.
4. તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણ કરે છે.
5. યુગ્લિનોઈડના રંજકદ્રવ્યો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજકદ્રવ્યો સાથે એકરૂપ છે.
6. તેમાં આકુંચક રસધાની જોવા મળે છે જે જળનિયમનની ક્રિયામાં મદદરૂપ થાય છે.
7. અલિંગી પ્રજનન તંબ અક્ષે થતા દ્વિભાજન દ્વારા થાય છે. લિંગી પ્રજનન જોવા મળતું નથી.
In simple words: યુગ્લિનોઈડ્સ એકકોષીય હોય છે, તેમની પાસે સેલ્યુલોઝની દીવાલ નથી પણ પ્રોટીનનું નરમ આવરણ છે. તેઓ બે કશા ધરાવે છે અને સૂર્યપ્રકાશથી પોતાનો ખોરાક બનાવે છે. તેમાં પાણીનું સંતુલન જાળવવા રસધાની પણ હોય છે.

Exam Tip: યુગ્લિનોઈડ્સની મુખ્ય લાક્ષણિકતાઓમાં તેમની કોષદીવાલનો અભાવ, બે કશાની હાજરી અને પ્રકાશસંશ્લેષણ કરવાની ક્ષમતા પર ભાર મૂકો.

 

Question 11. રચના અને જનીનદ્રવ્યની પ્રકૃતિના સંદર્ભે વાઈરસનો સંક્ષિપ્ત અહેવાલ આપો. વાઈરસથી થતા ચાર રોગોના નામ આપો.
Answer:
1. વાઈરસ એ અકોષીય રચના ધરાવે છે. તેઓ જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે. એકવાર યજમાન કોષમાં ચેપ લગાડે છે ત્યારે યજમાન કોષના વ્યવસ્થાતંત્રનો ભાગ બની આપમેળે જ સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે.
2. વાઈરસ પ્રોટીન ઉપરાંત જનીનદ્રવ્ય ધરાવે છે. જે RNA કે DNA હોઈ શકે.
3. કોઈપણ વાઈરસમાં RNA તથા DNA બંને સાથે હોઈ શકે નહિ.
4. વાઈરસમાં જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિઈક એસિડ હોય છે.
5. વનસ્પતિમાં જોવા મળતા વાઈરસમાં એકલ શૃંખલામય RNA જોવા મળે છે. પ્રાણીઓમાં જોવા મળતાં વાઈરસમાં એકલ કે બેવડી શૃંખલામય RNA અથવા બેવડી શૃંખલામય DNA ધરાવે છે.
બેક્ટરિયોફેજ વાઈરસ બેવડી શૃંખલામય DNA ધરાવે છે.
6. પ્રોટીન આવરણને કેપ્સિડ કહે છે. તે કેપ્સોમીયર તરીકે ઓળખાતા નાના ઉપએકમોનું બનેલું છે.
7. કેપ્સિડ એ ન્યુક્લિઈક એસિડને સુરક્ષિત કરે છે.
8. વાઈરસ દ્વારા ફેલાતા રોગો – ગાલપચોળિયું, બળિયા, વિસર્પિકા (હરપીસ), ઈન્ફલ્યુએન્ઝા, AIDS, બર્ડફલ્યુ વગેરે.
In simple words: વાયરસમાં કોષ નથી હોતા અને તે યજમાન કોષની બહાર નિષ્ક્રિય રહે છે. તેમાં પ્રોટીન આવરણ (કેપ્સિડ) અને જનીન દ્રવ્ય (RNA કે DNA) હોય છે, પરંતુ બંને એકસાથે નથી હોતા. તે છોડ અને પ્રાણીઓમાં રોગ ફેલાવે છે. જેમ કે, ગાલપચોળિયું, બળિયા, હરપીસ અને AIDS.

Exam Tip: વાયરસની રચના (પ્રોટીન આવરણ અને જનીનદ્રવ્ય) અને તેના ચેપગ્રસ્ત સ્વભાવને સ્પષ્ટ કરો, તેમજ તેનાથી થતા રોગોના ઉદાહરણો યાદ રાખો.

 

Question 12. વાઈરસ સજીવ છે કે નિર્જીવ ? તમારા વર્ગમાં આ મુદ્દા પર ચર્ચા કરવાનું આયોજન કરો.
Answer: વાઈરસ એ નિર્જીવ પદાર્થ કે સજીવ વચ્ચેનું સ્થાન ધરાવે છે. તેમને સજીવ કે નિર્જીવ કહેવા તે અઘરું છે. વાઈરસ કેટલાક લક્ષણો નિર્જીવના અને કેટલાંક લક્ષણો સજીવના ધરાવે છે.
* વાઈરસના નિર્જીવ તરીકેના લક્ષણો :
1. આદિ જીવરસનો અભાવ.
2. સ્ફટિકમય રચના.
3. સ્વતંત્ર રીતે જીવવાની ક્ષમતાનો અભાવ.
4. ફક્ત નિર્જીવમાં હોય તેવી ઊંચી ચોક્કસ ગ્રેવીટી.
5. શ્વસનનો અભાવ.
6. શક્તિ સંગ્રહણ કરવાનું તંત્ર.
7. વૃદ્ધિ અને વિભાજનનો અભાવ છતાં વિવિધ ભાગોનું સંશ્લેષણ જુદું જુદું થાય.
* વાઈરસના સજીવ તરીકેના લક્ષણો :
1. રાસાયણિક રીતે મહાઅણુઓના બનેલા છે જે ફક્ત સજીવમાં હોય છે.
2. આનુવંશિક દ્રવ્યની હાજરી.
3. જીવંત કોષોમાં ગુણન કે પ્રજનન.
4. પોક્સ (Pox) જેવા વાઈરસ રીબોફ્લેવિન કે બાયોટિન જેવા વિટામીન ધરાવે છે.
5. વિકૃતિ દર્શાવે છે.
6. ઉત્સેચકો ટ્રાન્સફરેઝની હાજરી.
7. રોગકારક અને ચોક્કસ યજમાન.
8. અલ્ટ્રાવાયોલેટ અને ઓટોકલેવીસ દ્વારા નાશ.
9. તેઓ પ્રજનન કરે છે અને વારસાગત ભિન્નતા પણ દર્શાવે છે.
10. યજમાનની જૈવસંશ્લેષણની ક્રિયાવિધિને નિયંત્રિત કરી ગુણન માટે જરૂરી રસાયણ બનાવે છે.
11. વિવિધ રોગો માટે જવાબદાર છે.
In simple words: વાયરસ સજીવ અને નિર્જીવ બંનેના ગુણધર્મો દર્શાવે છે. નિર્જીવ તરીકે તેમાં જીવરસ, શ્વસન અને સ્વતંત્ર પ્રજનનનો અભાવ હોય છે. સજીવ તરીકે તેમાં આનુવંશિક દ્રવ્ય હોય છે, જીવંત કોષોમાં પ્રજનન કરે છે અને રોગોનું કારણ બને છે.

Exam Tip: વાયરસને સજીવ અને નિર્જીવ બંનેના લક્ષણો સાથે રજૂ કરીને તેમની અનન્ય સ્થિતિ સમજાવો.

 

Question 1. બધા જ એકકોષીય સજીવોનો સમાવેશ __________ માં કરવામાં આવે છે.
(A) મોનેરા
(B) પ્રોટીસ્ટા
(C) ફૂગ
(D) બેક્ટરિયા
Answer: (B) પ્રોટીસ્ટા
In simple words: બધા એકકોષીય સજીવો, જેમાં ન્યુક્લિયસ હોય છે, તેમને પ્રોટીસ્ટા સૃષ્ટિમાં મુકવામાં આવે છે.

Exam Tip: પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં દરેક સૃષ્ટિની મુખ્ય લાક્ષણિકતાઓ યાદ રાખો, ખાસ કરીને કોષીયતા અને પોષણ પદ્ધતિને લગતી.

 

Question 2. પાંચ સૃષ્ટિય વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરનાર __________
(A) આર. એચ. વ્હીટકેર
(B) લિનિયસ
(C) એ.રોક્સબર્ગ :
(D) વિરચવા
Answer: (A) આર. એચ. હટકેર
In simple words: પાંચ સૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ આર. એચ. વ્હીટકેર નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી, જેનો વ્યાપક ઉપયોગ થાય છે.

Exam Tip: વર્ગીકરણના ઇતિહાસમાં મુખ્ય વૈજ્ઞાનિકો અને તેમના યોગદાન વિશે જાણકારી રાખો.

 

Question 3. ક્ષારયુક્ત પ્રદેશમાં વસવાટ કરતાં સજીવો __________ તરીકે ઓળખાય છે.
(A) મિથોનેજન્સ
(B) હેલોફિલ્સ
(C) હેલોફાઈટ્રસ
(D) થર્મોએસિડોફિલ્સ
Answer: (B) હેલોફિલ્સ
In simple words: જે જીવો ખૂબ ખારા વાતાવરણમાં જીવી શકે છે, તેમને હેલોફિલ્સ કહેવાય છે.

Exam Tip: આર્કિબેક્ટેરિયાના વિવિધ પ્રકારો અને તેમના વિશિષ્ટ નિવાસસ્થાનો વિશેની માહિતી યાદ રાખો.

 

Question 4. આવરણ વિહીન કોષરસ, બહુકોષકેન્દ્રીય અને મૃતોપજીવી વગેરે લાક્ષણિકતાઓ __________
(A) મોનેરા
(B) પ્રોટિસ્ટા
(C) ફૂગ
(D) સ્લાઈમ
Answer: (C) ફૂગ
In simple words: આવરણ વગરનું કોષરસ, ઘણા બધા ન્યુક્લિયસ અને મૃત પદાર્થો પર જીવવાની લાક્ષણિકતાઓ ફૂગમાં જોવા મળે છે.

Exam Tip: ફૂગ અને સ્લાઈમ મોલ્ડ વચ્ચેની સમાનતાઓ અને તફાવતોને સમજવાનો પ્રયાસ કરો.

 

Question 5. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચેના જોડાણ __________
(A) લાઈન
(B) હંસરાજ
(C) માઈકોરાઈઝા
(D) BGA (બ્લ્યુ-ગ્રીન-આલ્બી)
Answer: (C) માઈકોરાઈઝા
In simple words: ઉચ્ચ છોડના મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવન સંબંધ માયકોરાઈઝા કહેવાય છે, જે બંને માટે ફાયદાકારક હોય છે.

Exam Tip: માયકોરાઈઝા જેવા સહજીવી સંબંધોના ઉદાહરણો અને તેના ફાયદાઓ યાદ રાખો.

 

Question 6. દ્વિકોષકેન્દ્રીય (Dikaryon) __________.
(A) અર્ધીકરણ અટકાવાય.
(B) બે એકકોષીય કોષો તાત્કાલિક ભેગા ન થાય.
(C) કોષરસ ભેગા ન થાય.
(D) ઉપરમાંથી એકપણ નહી.
Answer: (B) બે એકકોષીય કોષો તાત્કાલિક ભેગા ન થાય.
In simple words: દ્વિકોષકેન્દ્રીય અવસ્થા એટલે જ્યારે બે કોષો ભેગા થાય છે પરંતુ તેમના ન્યુક્લિયસ તરત જ ભળતા નથી, અને દરેક કોષમાં બે અલગ ન્યુક્લિયસ રહે છે.

Exam Tip: ફૂગના પ્રજનન ચક્રમાં દ્વિકોષકેન્દ્રીય અવસ્થાનું મહત્વ અને તેની વ્યાખ્યા સ્પષ્ટ રીતે સમજો.

 

Question 7. ચેપકારક જીવંત રસાયણ (Contagium Vivum Fluidum) રજૂ કરનાર __________
(A) ડી. જે. ઈવાનોસ્ક
(B) એમ. ડબલ્યુ. બેઈજેરિનેક
(C) સ્ટેનલી
(D) રોબર્ટ હૂક
Answer: (B) એમ. ડબલ્યુ. બેઈજેરિનેક
In simple words: એમ. ડબલ્યુ. બેઈજેરિનેકે 'ચેપકારક જીવંત રસાયણ' નો ખ્યાલ આપ્યો હતો, જે વાયરસના પ્રવાહી સ્વભાવને દર્શાવે છે.

Exam Tip: વાયરસના શોધ અને તેના સ્વભાવને લગતા મુખ્ય વૈજ્ઞાનિકો અને તેમના યોગદાન યાદ રાખો.

 

Question 8. માયકોબાયોન્ટ અને હાઈકોબાયોન્ટ વચ્ચેનો સહવાસ __________ કહે છે.
(A) માઈકોરાઈઝા
(B) મૂળ
(C) લાઈકેન્સ
(D) લ્યુ-ગ્રીન-આલ્બી (નીલરહિત લીલ)
Answer: (C) વાઈકેન્સ
In simple words: ફૂગ (માયકોબાયોન્ટ) અને લીલ (ફાયકોબાયોન્ટ) વચ્ચેના ગાઢ સહજીવન સંબંધને લાઈકન કહેવાય છે.

Exam Tip: લાઈકન એક ઉત્તમ સહજીવન સંબંધનું ઉદાહરણ છે, જેમાં બંને જીવો એકબીજાને મદદ કરે છે.

 

Question 9. વાઈરસ અને વિરોઈસ વચ્ચેનો તફાવત.
(A) પ્રોટીનનું આવરણ વિરોઈડ્ઝમાં જોવા નથી મળતું, વાઈરસમાં હોય છે.
(B) ઓછા અણુભાર ધરાવતા RNAની વાઈરસમાં હાજરી, વિરોઈડ્ઝમાં ગેરહાજરી.
(C) (A) અને (B) બંને.
(D) ઉપરમાંથી એકપણ નહિ.
Answer: (C) (A) અને (B) બંને.
In simple words: વિરોઈડ્સમાં પ્રોટીનનું આવરણ હોતું નથી અને તે વાયરસ કરતા ઓછા અણુભારવાળા RNA ધરાવે છે.

Exam Tip: વાયરસ અને વિરોઈડ્સના બંધારણ અને ઘટકોના તફાવતોને સ્પષ્ટપણે યાદ રાખો.

 

Question 10. ફૂગમાં જોવા મળતા લિંગી ચક્રને અનુલક્ષીને યોગ્ય ઘટનાઓ ક્રમમાં પસંદ કરો.
(A) કોષકેન્દ્ર સંયુગ્મન, જીવરસ સંયુગ્મન, અર્ધીકરણ
(B) અર્ધીકરણ, જીવરસ સંયુગ્મન અને કોષકેન્દ્ર સંયુશ્મન
(C) જીવરસ સંયુગ્મન અને કોષકેન્દ્ર સંયુગ્મન, અર્ધીકરણ
(D) અર્ધીકરણ, કોષકેન્દ્ર સંયુગ્મન, જીવરસ સંયુશ્મન
Answer: (C) જીવરસ સંયુગ્મન અને કોષકેન્દ્ર સંયુગ્મન, અર્ધીકરણ
In simple words: ફૂગના લિંગી ચક્રમાં પહેલા જીવરસ ભેગા થાય છે, પછી કોષકેન્દ્રો ભેગા થાય છે, અને અંતે અર્ધીકરણ દ્વારા નવા બીજાણુઓ બને છે.

Exam Tip: ફૂગના લિંગી પ્રજનનના મુખ્ય તબક્કાઓ (પ્લાઝમોગેમી, કેરિયોગેમી, મિયોસિસ) નો ક્રમ યાદ રાખો.

 

Question 11. વાઈરસ એ અકોષીય સજીવ છે, પરંતુ યજમાન કોષમાં ચેપ લગાડતા તે સ્વયંજનન પામે છે. વાઈરસને નીચેનામાંથી કઈ સૃષ્ટિમાં મૂકવામાં આવે ?
(A) મોનેરા
(B) પ્રોટિસ્ટા
(C) ફૂગ
(D) એકપણ નહિ
Answer: (D) એકપણ નહિ
In simple words: વાયરસ કોષીય રચના ધરાવતા ન હોવાથી અને સજીવ-નિર્જીવ બંનેના ગુણધર્મો ધરાવતા હોવાથી તેમને કોઈ ચોક્કસ સૃષ્ટિમાં મુકવામાં આવતા નથી.

Exam Tip: વાયરસના અનન્ય સ્વભાવને કારણે તેને કોઈ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવતો નથી તે હકીકત પર ધ્યાન આપો.

 

Question 12. ફાયટોમાયસેટીસના સભ્યો જોવા મળે છે.
(i) જલીય નિવાસસ્થાનમાં
(ii) સડતા લાકડા પર
(iii) ભેજવાળી અને સડતી જગ્યાએ
(iv) વનસ્પતિ પર આધારિત પરોપજીવી.
(A) (i) અને (iv)
(B) (ii) અને (iii)
(C) ઉપરના બધા
(D) એકપણ નહિ
Answer: (D) એકપણ નહિ
In simple words: ફાયકોમાયસેટીસના સભ્યો સામાન્ય રીતે પાણીમાં, સડતા લાકડા પર, ભેજવાળી જગ્યાએ અને છોડ પર પરોપજીવી તરીકે જોવા મળે છે, તેથી આપેલા બધા વિકલ્પો સાચા છે.

Exam Tip: ફાયકોમાયસેટીસના સભ્યોના વિવિધ નિવાસસ્થાનો અને પોષણ પદ્ધતિઓ યાદ રાખો.

 

Question 1. ખેતીવાડીમાં પાકના વધુ ઉત્પાદન માટે સાયનોબેક્ટરિયાના વપરાશમાં કયો સિદ્ધાંત કામ કરે છે ?
Answer: ખેતીવાડીમાં પાકના વધુ ઉત્પાદન માટે સાયનોબેક્ટરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તેમની ક્ષમતા વાતાવરણના નાઈટ્રોજનને સ્થાપિત કરવાની છે અને તે વનસ્પતિને પ્રાપ્ત કરી આપે છે. આ પાકની ઉત્પાદકતામાં વધારો કરે છે અને સાથે નાઈટ્રોજન ખાતરના વપરાશની કિંમતમાં ઘટાડો કરે છે. દા.ત., એનાબિના અને નોસ્ટોક.
In simple words: સાયનોબેક્ટેરિયા વાતાવરણમાંથી નાઈટ્રોજનને પકડીને જમીનમાં ઉમેરે છે. આનાથી છોડને વધુ નાઈટ્રોજન મળે છે, પાક વધુ ઉગે છે અને ખાતરનો ખર્ચ ઓછો થાય છે.

Exam Tip: સાયનોબેક્ટેરિયાના મુખ્ય કાર્ય (નાઈટ્રોજન સ્થાપન) અને ખેતીમાં તેના આર્થિક ફાયદાઓ પર ભાર મૂકો.

 

Question 2. જો તમને કોઈ જૂની લેબલ વગરની જુદી સંગ્રહિત કાયમી આસ્થાપન (સ્લાઈડ) પ્રાપ્ત થાય છે. તેને ઓળખવા માટે તમે આ સ્લાઈડને માઈક્રોસ્કોપ નીચે મૂકી નીચેના લક્ષણો જોવા મળે છે. (a) એકકોષીય (b) સ્પષ્ટ જોઈ શકાય તેવું કોષકેન્દ્ર (c) દ્રિકશા ધરાવે – એક કશા લંબ અક્ષે અને બીજી આયામ અક્ષે ગોઠવાયેલી હોય. તમે તેને કેવી રીતે ઓળખી શકશો? શું તમે તેને કઈ સૃષ્ટિમાં સમાવેશ થાય છે, તેનું નામ આપી શકો ?
Answer: ઉપર વર્ણવેલા લક્ષણો, ખાસ કરીને બે કશા (એક લંબ અને બીજી આયામ અક્ષે) અને એકકોષીય, યુકેરિયોટિક સ્વભાવ, ડાયનોફ્લેજેલેટ્સ (Dinoflagellates) ના હોય છે. તેમને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવવામાં આવે છે. આવા સજીવને ડાયનોફ્લેજેલેટ તરીકે ઓળખાવી શકાય. ડાયનોફ્લેજેલેટ્સની એક કશા શરીરના લંબ અક્ષે અને બીજી આયામ અક્ષે ખાંચમાં ગોઠવાયેલી હોય છે, જે તેમને વિશિષ્ટ પ્રકારની ગતિ કરવામાં મદદ કરે છે.
In simple words: આપેલા લક્ષણો સૂચવે છે કે તે ડાયનોફ્લેજેલેટ છે. તે એકકોષીય છે, સ્પષ્ટ ન્યુક્લિયસ ધરાવે છે અને બે કશા (એક લાંબી, એક આડી) ધરાવે છે. તેને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવે છે.

Exam Tip: ડાયનોફ્લેજેલેટ્સની ઓળખ માટે તેમની બે કશાની વિશિષ્ટ ગોઠવણી અને કોષકેન્દ્રની હાજરી પર ભાર મૂકો, અને તેમને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વર્ગીકૃત કરો.

 

Question 3. ક્રિસૃષ્ટિ વર્ગીકરણ કરતાં પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ક્યો ફાયદો થાય છે?
Answer:
• પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આર. એચ. વ્હીટકેર દ્વારા રજૂ કરવામાં આવ્યું. તે મુખ્યત્વે કોષનું બંધારણ, શરીર બંધારણ (એકકોષી, બહુકોષી), પોષણ (સ્વપોષી કે વિષમપોષી), પ્રજનન અને તેમના રહેઠાણ (જલીય, સ્થળીય, હવાઈ અને પરોપજીવી જીવન) પર આધારિત છે.
• આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કરતાં વધુ ઉપયોગી છે કે જે પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ વચ્ચે ભેદ બતાવી ન શકે કેમ કે, વનસ્પતિ અને પ્રાણીઓ તરીકે જ ઓળખી શકાય.
In simple words: પાંચ સૃષ્ટિ વર્ગીકરણ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કરતાં વધુ સારું છે. તે જીવોને તેમના કોષની રચના, શરીરની રચના, ખોરાકની રીત, પ્રજનન અને રહેઠાણના આધારે વધુ સારી રીતે અલગ પાડે છે. આનાથી પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય છે.

Exam Tip: પાંચ સૃષ્ટિ વર્ગીકરણના ફાયદાઓ (વ્યાપક માપદંડ, પ્રોકેરિયોટ્સ/યુકેરિયોટ્સ ભેદ) પર ધ્યાન કેન્દ્રિત કરો.

 

Question 4. દૂષિત પાણીમાં નોસ્ટોક, ઓસિલેટેરિયા જેવી વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કારણ આપો.
Answer: દૂષિત પાણીમાં લીલની વૃદ્ધિ પોષક પદાર્થોની હાજરીને કારણે પુષ્કળ થાય છે. આ પોષક પદાર્થો પાણીમાં વનસ્પતિના વિકાસને ઝડપી બનાવે છે. દા.ત., લીલ ખાસ કરીને નોસ્ટોક અને ઓસિલેટોરિયા. જેથી તેની વસાહતો બને છે. આ વસાહતની ફરતે જીલેટિનનું આવરણ જોવા મળે છે અને પાણીમાં ખૂબ ખીલે છે. (વિકાસ પામે છે.)
In simple words: દૂષિત પાણીમાં ઘણા પોષક તત્ત્વો હોય છે, જે નોસ્ટોક અને ઓસિલેટેરિયા જેવી લીલને ઝડપથી વધવામાં મદદ કરે છે. આનાથી પાણીમાં લીલની મોટી વસાહતો બને છે.

Exam Tip: દૂષિત પાણીમાં લીલના વિકાસનું કારણ (પોષક તત્ત્વોની હાજરી) અને તેના ઉદાહરણો પર ભાર મૂકો.

 

Question 5. રસાયણસંશ્લેષી બેક્ટરિયા સ્વપોષી છે કે વિષમપોષી ?
Answer: રસાયણસંશ્લેષી બેક્ટરિયા અકાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા સક્ષમ હોય છે. જેવા કે નાઈટ્રાઈટ, નાઈટ્રેટ અને એમોનિયા તેમાંથી છૂટી પડતી શક્તિનો ઉપયોગ ATP બનાવવામાં થાય છે. આથી તેમને સ્વપોષી કહી શકાય, વિષમપોષી નહી.
In simple words: રસાયણસંશ્લેષી બેક્ટેરિયા સ્વપોષી હોય છે. તેઓ અકાર્બનિક રસાયણોનું ઓક્સિડેશન કરીને ઊર્જા બનાવે છે અને તેનો ઉપયોગ પોતાનો ખોરાક બનાવવા માટે કરે છે.

Exam Tip: રસાયણસંશ્લેષી બેક્ટેરિયાની પોષણ પદ્ધતિ (રસાયણિક ઊર્જાનો ઉપયોગ) અને તેઓ શા માટે સ્વપોષી છે તે સમજાવો.

 

Question 6. વટાણાનું સામાન્ય નામ એ બોટનિકલ (વૈજ્ઞાનિક) નામ પીસમ સટાઈવમ (Pisum sativam) કરતાં સરળ છે, છતાં જીવવિજ્ઞાનમાં સરળ નામ ન વપરાતા જટિલ વૈજ્ઞાનિક કે બોટનિકલ નામ વપરાય છે.
Answer: સામાન્ય નામ કે સ્થાનિક નામ એ સ્થળ બદલાતા બદલાય છે. જેથી ચોક્કસ નમૂનાને ઓળખવામાં મૂંઝવણ ઊભી થાય છે. જ્યારે જટિલ વૈજ્ઞાનિક નામ લેટિનમાં હોય છે. આ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલ અને સમજી શકાય તેમ હોય છે. આથી સામાન્ય નામ કરતાં વૈજ્ઞાનિક નામને સ્વીકારવામાં આવે છે.
In simple words: સામાન્ય નામ દરેક જગ્યાએ બદલાય છે, જેનાથી ગૂંચવણ ઊભી થાય છે. પરંતુ વૈજ્ઞાનિક નામ લેટિનમાં હોય છે, જે વિશ્વભરમાં સ્વીકૃત અને સ્પષ્ટ હોય છે. તેથી, જીવવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક નામોનો ઉપયોગ થાય છે.

Exam Tip: વૈજ્ઞાનિક નામોના ફાયદાઓ (સાર્વત્રિક સ્વીકૃતિ, સ્પષ્ટતા) અને સામાન્ય નામોની મર્યાદાઓ (સ્થાનિક વિવિધતા) પર ભાર મૂકો.

 

Question 7. જ્યારે વાઈરસ યજમાન કોષમાં દાખલ થઈ પરોપજીવી બને છે ત્યારે તેને સજીવ તરીકે અવે આવે છે.પણ વાઈરસને બેક્ટરિયા કે ફૂગ સાથે વર્ગીકૃત કરવામાં આવતાં નથી. વાઈરસના કયા લક્ષણો નિર્જીવ પદાર્થોને મળતા આવે છે ?
Answer: વાઈરસ જ્યારે યજમાનમાં હોય ત્યારે તેને સજીવ તરીકે માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે યજમાનની બહાર હોય ત્યારે નિર્જીવ હોય છે. જેમ કે,
1. સુવિકસિત કોષકેન્દ્ર નથી.
2. બેવડી પટલમય રચના નથી.
3. કોષીય આયોજનનો અભાવ.
4. વૃદ્ધિ અને કોષવિભાજન કરવા અસમર્થ.
આ લક્ષણોને કારણે વાઈરસને નિર્જીવ તરીકે દર્શાવી શકાય. વાઈરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કડીરૂપ કહે છે.
In simple words: વાયરસમાં કોષકેન્દ્ર, પટલમય અંગિકાઓ અને કોષીય રચના નથી હોતી. તે વૃદ્ધિ કરી શકતો નથી કે વિભાજન કરી શકતો નથી. આ લક્ષણો તેને નિર્જીવ જેવા બનાવે છે, તેથી તેને સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી કહેવાય છે.

Exam Tip: વાયરસના નિર્જીવ લક્ષણો (કોષીય રચનાનો અભાવ, પ્રજનનનો અભાવ, સ્ફટિકમય રચના) ને સ્પષ્ટપણે વર્ણવો.

 

Question 8. વ્હીટમેરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાંથી પ્રોકેરિયોટિક સૃષ્ટિ કેટલી ?
Answer: વ્હીટકેરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાંથી ચાર સૃષ્ટિ યુકેરિયોટામાં સમાવિષ્ટ કરવામાં આવે છે: પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. મોનેરા સૃષ્ટિને પ્રોકેરિયોટામાં સમાવિષ્ટ કરવામાં આવે છે.
યુકેરિયોટિક સજીવો :
1. સુવિકસિત કોષકેન્દ્ર
2. બેવડી પટલમય રચના,
3. કોષદીવાલની હાજરી,
4. આવરણયુક્ત અંગિકાઓ ધરાવે છે.
In simple words: વ્હીટકેરના પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ફક્ત એક જ સૃષ્ટિ, મોનેરા, પ્રોકેરિયોટિક છે. બાકીની ચાર સૃષ્ટિઓ (પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી) યુકેરિયોટિક છે.

Exam Tip: વ્હીટકેરના વર્ગીકરણમાં કઈ સૃષ્ટિ પ્રોકેરિયોટિક છે અને કઈ યુકેરિયોટિક છે તે યાદ રાખો.

 

Question 1. ડાયેટમ્સને 'સમુદ્રના મોતી' કહે છે કેમ ? ડાયેટોમિયસ પૃથ્વી (Diatomaceous earth) શું છે ?
Answer: ડાયેટમ્સ અને ડેસ્મિડને પ્રોટિસ્ટામાં ક્રિસોફાઈટ્સમાં સમાવેશિત કરવામાં આવે છે. તેઓ સમુદ્રના મુખ્ય ઉત્પાદકો છે. તેઓ ફક્ત પોતાના માટે ખોરાક બનાવતા નથી પરંતુ સમુદ્રમાં વસતા અન્ય જીવોના માટે પણ બનાવે છે. આ કારણે તેને ‘સમુદ્રના મોતી' કહે છે. ડાયેટમ્સનું શરીર સિલીકાના બનેલા ફૂટ્યુલા તરીકે ઓળખાતા કવચથી આવરિત હોય છે.
ડાયેટમ્સ તેમના કુદરતી નિવાસસ્થાનોમાં કોષદીવાલનો મોટો જથ્થો છોડી જાય છે. જે ઘણા મીટર સુધી ફેલાયેલ હોય છે. લાખો વર્ષો સુધીની આ જમાવટ ડાયેટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખાય છે. રેતીવાળી હોવાથી આ માટી કોઈ વસ્તુને ચકચકિત કરવામાં, તેલ અને ચાસણીના ગાળપણમાં ઉપયોગમાં લેવાય છે.
In simple words: ડાયેટમ્સ સમુદ્રમાં ઘણા જીવો માટે ખોરાક બનાવે છે, તેથી તેમને 'સમુદ્રના મોતી' કહેવાય છે. તેમની સિલિકાની કોષદીવાલો જમા થઈને ડાયેટોમેસિયસ પૃથ્વી બનાવે છે, જેનો ઉપયોગ પોલિશિંગ અને ફિલ્ટરેશનમાં થાય છે.

Exam Tip: ડાયેટમ્સના પર્યાવરણીય મહત્વ (મુખ્ય ઉત્પાદકો) અને તેમની સિલિકાની દીવાલના ઉપયોગો પર ધ્યાન આપો.

 

Question 2. એવી માન્યતા છે કે ભારે વરસાદ, પછી તુરંત જંગલમાં બિલાડીના ટોપ ઝડપી માત્રામાં અને મોટી રીંગ કે વર્તુળ જેવી દેખાય છે, તે કદાચ કદાચ ઘણા મીટર વ્યાસમાં જોવા મળે છે. તેને 'ફેરી રીંગ' કહેવાય છે. શું તમે આ શકો, તેને જીવવિજ્ઞા- ભાષામાં સમજાવી
Answer: રેતીમાં રહેલ કવકજાળને લીધે એમેરિક્સના ફળકાય જે પ્રકણી ધાનીકાયો (Basidiocarps) તરીકે ઓળખાય છે તે રીંગ જેવી રચના બનાવે છે. પ્રકણીધાનીકાયો બટન જેવો આકાર ધરાવે છે અને વર્તુળ જેવી રચનામાં વિકાસ પામે છે. મશરૂમ ફૂગના આ ફળકાયો પર અસર કરે છે. કવકજાળના ફેલાવાના કારણે દર વર્ષે આ રીંગનો વ્યાસ વધતો જાય છે.
In simple words: 'ફેરી રીંગ' એ જમીનમાં ફૂગની કવકજાળના વર્તુળાકાર વિકાસને કારણે બને છે. વરસાદ પછી, કવકજાળ વર્તુળાકાર રીતે ફળકાય (મશરૂમ) ઉત્પન્ન કરે છે. જેમ જેમ કવકજાળ ફેલાય છે, તેમ તેમ રીંગનો વ્યાસ પણ વધે છે.

Exam Tip: 'ફેરી રીંગ' ની જૈવિક સમજૂતીમાં ફૂગની કવકજાળ (mycelium) અને ફળકાય (fruiting bodies) ની ભૂમિકા પર ધ્યાન આપો.

 

Question 3. ન્યુરોસ્પોરા – આસ્કોમાયસેટીસ ફૂગ, પ્રાણીઓની જનીનવિદ્યામાં ડ્રોસોફિલાનો ઉપયોગ થાય છે તેમ વનસ્પતિનો જનીનવિધામાં જૈવિક સાધન તરીકે વપરાય છે. ન્યુરોસ્પોરાનું જનીન સાધન તરીકે શું મહત્ત્વ છે?
Answer:
1. ન્યુરોસ્પોરાનું જનીનવિદ્યામાં ખૂબ મહત્વનું સાધન તરીકે પસંદ કરવામાં આવે છે કારણ કે આ ફૂગ અકાર્બનિક ક્ષાર, કાર્બોહાઈડ્રેટસના સ્ત્રોત અને વિટામીન (બાયોટિન) જેવા ‘મીનમલ મીડિયમ’માં પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય છે.
2. આ ફૂગના કોષમાં x-ray ટ્રીટમેન્ટ દરમ્યાન વિકૃતિ સરળતાથી દાખલ કરી શકાય છે. અને અર્ધીકરણ વિભાજન સરળતાથી જોઈ શકાય.
In simple words: ન્યુરોસ્પોરા જનીનવિદ્યામાં મહત્વનું છે કારણ કે તે પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય છે. તેમાં X-ray દ્વારા સરળતાથી પરિવર્તન લાવી શકાય છે અને અર્ધીકરણ વિભાજન સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે સંશોધન માટે અનુકૂળ બનાવે છે.

Exam Tip: ન્યુરોસ્પોરાને જનીનવિદ્યાના સાધન તરીકે તેના ઉછેરની સરળતા અને વિકૃતિ અને અર્ધીકરણના અભ્યાસ માટે તેની અનુકૂળતાના સંદર્ભમાં સમજાવો.

 

Question 4. પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં સૃષ્ટિ મોનેરાના યુબેકટેરિયામાં સાયનોબેક્ટરિયા અને હિટરોટ્રોફીક બેક્ટરિયા એકબીજાથી મોટા તફાવત હોવા છતા જોડે મૂકવામાં આવે છે. આ બંને વર્ગો એક જ સૃષ્ટિમાં મૂકી શકાય ? યોગ્ય રીતે સમજાવો. હા તો કેમ?
Answer: બંને એકબીજાથી ખૂબ જ જુદા પડતાં હોવા છતાં તેમાં કેટલાક લક્ષણો એક સમાન ધરાવે છે. આ આધાર પર તેમને સૃષ્ટિ – મોનેરાના યુબેક્ટરિયામાં સમાવિષ્ટ કરેલ છે.
1. બંને જૂથ સ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવતા નથી.
2. કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્રપટલનો અભાવ.
3. કોષરસમાં મુક્ત DNA (જનીનદ્રવ્ય).
4. તેઓ 70s રિબોઝોમ્સ ધરાવે છે.
In simple words: હા, સાયનોબેક્ટેરિયા અને હિટરોટ્રોફિક બેક્ટેરિયા બંનેને મોનેરા સૃષ્ટિમાં મુકવામાં આવે છે કારણ કે બંનેમાં સ્પષ્ટ કોષકેન્દ્ર, કોષકેન્દ્રિકા, અને પટલમય અંગિકાઓ નથી હોતી. બંનેમાં DNA મુક્ત હોય છે અને 70S રિબોઝોમ્સ હોય છે.

Exam Tip: મોનેરા સૃષ્ટિના સામાન્ય પ્રોકેરિયોટિક લક્ષણો (કોષકેન્દ્રનો અભાવ, ડીએનએની રચના, રિબોઝોમ્સ) પર ધ્યાન આપો, જે સાયનોબેક્ટેરિયા અને હેટરોટ્રોફિક બેક્ટેરિયા બંનેમાં જોવા મળે છે.

 

Question 5. ફૂગના ફળકાય જેવા કે એપોથેસિયમ, પીરીથેસીયમ અથવા ક્લીસ્ટોથેસિયમ ઉત્પન્ન કરે છે. આ ત્રણ પ્રકારના ફળકાયોમાં એકબીજા કરતાં શું ભેદ હોય છે ?
Answer: એસ્કોમાયસેટીસ ધાનીઓ તરીકે ઓળખાતી બીજાણુધાનીઓ ધરાવે છે. બીજાણુધાની મુક્ત કે દ્વિકોષકેન્દ્રીય કવકજાળ સાથે જોડાઈને ફળધાનીકાય તરીકે ઓળખાતી રચના બનાવે છે.
ધાનીઓ દ્વારા બનેલ ફળકાયના નિર્માણની ક્રિયા :
1. એપોથેસિયમ – ફળ જેવી રચના ધરાવે છે. દા.ત., પિઝીઝા (Petiza).
2. પેસ્થેસિયમ – ફલાસ્ક (ચંબુ) જેવી રચના. દા.ત., ન્યુરોસ્પોરા.
3. સિસ્ટોસીયમ – સ્લિટ દ્વારા આવરિત. દા.ત., પેનિસિલિયમ.
In simple words: ફૂગના ત્રણ પ્રકારના ફળકાયો હોય છે: એપોથેસિયમ જે ફળ જેવું દેખાય છે (દા.ત., પિઝીઝા), પીરીથેસિયમ જે ફ્લાસ્ક જેવું હોય છે (દા.ત., ન્યુરોસ્પોરા), અને ક્લીસ્ટોથેસિયમ જે સંપૂર્ણપણે બંધ હોય છે (દા.ત., પેનિસિલિયમ).

Exam Tip: ફૂગના વિવિધ ફળકાયો (એપોથેસિયમ, પીરીથેસિયમ, ક્લીસ્ટોથેસિયમ) ના આકાર અને બંધારણના તફાવતોને ઉદાહરણો સાથે સમજાવો.

 

Question 6. ટ્રાયપેનોઝોમાનું કયું દશ્યમાન લક્ષણ છે કે જેથી તેને સૃષ્ટિ - પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે છે ? અથવા ટ્રાયપેનાઝોમાની કોષીય રચના અને વિવિધતા ટૂંકમાં વર્ણવો.
Answer: ટ્રાયપેનોઝોમાને કશાધારી પ્રજીવમાં તેની પ્રચલનની રચનાને કારણે મૂકવામાં આવે છે. તેમાં પ્રોટિસ્ટાને મળતા આવતા નીચેના લક્ષણો જોવા મળે છે:
1. તે એકકોષીય રચના ધરાવે છે.
2. તે અલિંગી પ્રજનન કરે છે, જેમ કે દ્વિભાજન.
3. તેમાં મધ્યમાં કોષકેન્દ્ર જોવા મળે છે અને સ્થાયી કોષકેન્દ્રીય એન્ડોસોમ પણ જોવા મળે છે.
4. ખોરાકનો સંગ્રહિત કણો તરીકે જોવા મળે છે. આવા લક્ષણોને કારણે ટ્રાયપેનોઝોમાને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવે છે.
In simple words: ટ્રાયપેનોઝોમાને કશાધારી પ્રજીવમાં મુકાય છે કારણ કે તે ફેલાય છે. તેમાં એક કોષ હોય છે, તે બે ભાગમાં વહેંચાઈને પ્રજનન કરે છે, તેની પાસે કેન્દ્ર અને ખોરાક સંગ્રહ કણો હોય છે.

Exam Tip: જ્યારે કોઈ સજીવને કોઈ ચોક્કસ સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવે, ત્યારે તેના મુખ્ય દેખીતા લક્ષણો અને વર્ગીકરણના કારણોનો ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે.

 

Question 7. ફૂગ એ ખૂબ ઉપયોગી છે. ફૂગનો રોજિદા જીવનમાં શું ફાળો છે તે લખો. અથવા મનુષ્યના જીવનની આર્થિક ઉપયોગિતામાં ફૂગનો ફાળો ચર્ચો.
Answer: ફૂગ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. તેનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને માયકોલોજી કહેવાય છે. ફૂગનો માનવ જીવનમાં ફાળો નીચે મુજબ છે:
1. કેટલીક ફૂગ પોષણ અથવા સ્વાદિષ્ટ ખોરાક માટે ઉપયોગમાં લેવાય છે, દા.ત., એમેરિક્સ કોમ્પસ્ટિસ.
2. મૃતોપજીવી ફૂગ મૃત કાર્બનિક પદાર્થો પર જીવે છે. તે જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં બદલે છે, જે વનસ્પતિના પોષણ માટે ઉપયોગી છે.
3. એબસિડિયા, મ્યુકર, રાઈઝોપસ જેવી ફૂગ જમીનને પકડી રાખવામાં અને જમીનની સુધારણામાં મદદરૂપ થવાની વિશેષતાઓ ધરાવે છે.
4. તેઓ કીટકને દૂર રાખનારા તરીકે પણ જોવા મળે છે. દા.ત., એમ્યુસા, ફેરીનોસા વગેરે.
5. યીસ્ટ (સેકેરામાયસીસ) આથવણની લાક્ષણિકતાઓ ધરાવે છે, જે આલ્કોહોલ અને લોટ બનાવવામાં મદદ કરે છે.
In simple words: ફૂગ આપણા માટે ઘણી ઉપયોગી છે. કેટલીક ફૂગ ખાવામાં વપરાય છે. તે મૃત વસ્તુઓને તોડીને જમીનને પોષણ આપે છે. કેટલીક જમીનને પકડી રાખવામાં મદદ કરે છે અને કીટકોને દૂર રાખે છે. યીસ્ટ આલ્કોહોલ અને બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે.

Exam Tip: ફૂગના વિવિધ ઉપયોગોને યાદ રાખતી વખતે, તેમને ખોરાક, ઔષધિ, પર્યાવરણીય ભૂમિકા અને ઔદ્યોગિક પ્રક્રિયાઓ જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરો.

 

Question 1. વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં અલિંગી પ્રજનન દરમ્યાન વિવિધ પ્રકારના બીજાણુઓ લીલમાં જોવા મળે છે. આવા બીજાણુના નામ આપો. તેઓના ઉત્પાદન માટેની પરિસ્થિતિ જણાવો.
Answer: લીલ અને તેના બીજાણુઓમાં ઘણી વિવિધતા અને ગુણધર્મોના સ્તરમાં મોટો તફાવત જોવા મળે છે. બીજાણુઓ દ્વારા થતા અલિંગી પ્રજનન અને તેના પ્રકારો નીચે મુજબ વર્ણવેલ છે:
(a) ઝુસ્પોરા દ્વારા : આ ચલિત કશાધારી બીજાણુઓ હોય છે. તેમાં દરેક વાનસ્પતિક કોષનો પ્રોટોપ્લાઝમ વારંવાર લંબ અક્ષે 2 કે 4 અથવા 8 કે 16 વાર વિભાજીત થાય છે. કોષવિભાજન શરૂ થાય તે પહેલાં માતૃકોષો તેમની કશા ગુમાવે છે.
1. છેલ્લે વિભાજનને અંતે દરેક લાંબા પ્રોટોપ્લાઝમ કોષદીવાલનો સ્ત્રાવ કરે છે. અને ચેતાચાલક કાય, બે કશા, ચક્ષુબિંદુ અને આકુંચક રસધાની બનાવે છે.
2. આ રીતે બે બાળકોષ એ નાના કદ સિવાય બધી રીતે પિતૃકોષોને મળતી આવતી રચના ધરાવે છે.
3. સુસ્પોર બનવાની પ્રક્રિયા એ અનુકૂળ પરિસ્થિતિમાં ખૂબ સામાન્ય છે.
(b) એપ્લાનોસ્પોરા દ્વારા: આ અચલિત બીજાણુઓ હોય છે. તેઓ કોષમાં અલિંગી રચના છે. પ્રોટોપ્લાઝમ માતૃકોષમાંથી દૂર થાય છે, સંકોચાય છે અને એપ્લાનોસ્પોરમાં વિકાસ પામે છે કે જે સીધું અંકુરણ થાય કે વિભાજીત થઈ સુસ્પોર ઉત્પન્ન કરે છે.
Nucleus Aplanospore
(c) હિપ્નોસ્પોર દ્વારા : તેમાં પ્રતિકૂળ સંજોગોમાં કોષદીવાલથી પ્રોટોપ્લાઝમ છૂટો પડે છે. સંકોચાય છે અને જાડી દીવાલ બનાવે છે. આ બીજાણુને હિપ્નોસ્પોર કહે છે. હિમેટોક્રોમની હાજરીને કારણે તેઓ લાલ રંગના હોય છે. દા.ત., વાઉકેરીયા, યુલોથીક્સ.
(d) એકાઈનેટ્સઃ આ વિશિષ્ટ વાનસ્પતિક જાડી કોષદીવાલ તંતુઓની ફરતે જોવા મળે છે. જે સુષુપ્તાવસ્થામાં જોવા મળે છે અને અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરિત થાય છે. સ્પાયરોગાયરામાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જોવા મળે છે.
(e) સ્ટેટોસ્પોર : આ ડાયેટમ્સમાં જાડી દીવાલવાળા બીજાણુઓ ઉત્પન્ન કરે છે.
(f) ન્યુટ્રલ સ્પોર : કેટલીક લીલમાં વાનસ્પતિક કોષના પ્રોટ્રોપ્લાઝમ બીજાણુ જેવું કાર્ય કરે છે જેને ન્યુટ્રલસ્પોર કહે છે. (ઉદા. એક્રોકાર્પસ).
In simple words: લીલમાં અલિંગી પ્રજનન જુદા જુદા બીજાણુઓ દ્વારા થાય છે. ઝુસ્પોરા એ ફરતા હોય છે, એપ્લાનોસ્પોરા સ્થિર હોય છે, અને હિપ્નોસ્પોરા જાડી દીવાલવાળા હોય છે. એકાઈનેટ્સ સુષુપ્ત હોય છે, સ્ટેટોસ્પોર ડાયેટમ્સમાં હોય છે, અને ન્યુટ્રલ સ્પોર સામાન્ય કોષોમાંથી બને છે.

Exam Tip: લીલમાં બીજાણુ પ્રજનનના પ્રકારોનું વર્ણન કરતી વખતે, દરેક પ્રકારના બીજાણુની ગતિશીલતા (ચલિત કે અચલિત) અને તે કઈ પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય છે તે દર્શાવવું. આ ઉપરાંત, ઉદાહરણો યાદ રાખવા પણ જરૂરી છે.

 

Question 2. ક્લોરોફિલ સિવાય લીલમાં ઘણા બધા બીજા રંજકકણો હરિતકણમાં જોવા મળે છે. નીલરહિત લીલ, લીલી, રાતી અને બદામી લીલમાં કયા રંજકકણો તેમના રંગ માટે જવાબદાર છે ?
Answer:
1. બધા પ્રકાશસંશ્લેષી સજીવો એક અથવા વધુ કાર્બનિક રંજકકણો ધરાવે છે. જે દૃશ્યમાન પ્રકાશને શોષીને ફોટોકેમિકલ પ્રક્રિયાની શરૂઆત કરે છે.
2. રંજકકણોના ત્રણ મોટા વર્ગ વનસ્પતિ અને લીલમાં જોવા મળે છે: ક્લોરોફિલ, કેરોટિનોઈડ્સ અને ફાયકોબીલીન.
3. કેરોટિનોઈડ્સ અને ફાયટોકોબિલીનને ગૌણ રંજકકણો તરીકે ઓળખવામાં આવે છે. ક્વોન્ટા (પ્રકાશઊર્જા) આ રંજકકણો દ્વારા શોષાય છે અને ક્લોરોફિલમાં વહન થાય છે.
4. લીલમાં જોવા મળતા રંજકકણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:

વર્ગસામાન્ય નામમુખ્ય રંજકકણો
ક્લોરોફાયસીલીલી લીલક્લોરોફિલ-a, ક્લોરોફિલ-b
ફીનોફાયસીબદામી લીલક્લોરોફિલ-a, ક્લોરોફિલ-c, ફ્યુકોઝેન્થીન
રોડોફાયસીરાતી લીલક્લોરોફિલ-a, ક્લોરોફિલ-d, ફાયકોઈરિશ્રીન

In simple words: લીલમાં ક્લોરોફિલ સિવાય બીજા રંગના કણો પણ હોય છે જે તેમને તેમનો રંગ આપે છે. લીલી લીલ (ક્લોરોફાયસી) માં ક્લોરોફિલ-a અને ક્લોરોફિલ-b હોય છે. બદામી લીલ (ફીનોફાયસી) માં ક્લોરોફિલ-a, ક્લોરોફિલ-c અને ફ્યુકોઝેન્થીન હોય છે. રાતી લીલ (રોડોફાયસી) માં ક્લોરોફિલ-a, ક્લોરોફિલ-d અને ફાયકોઈરિશ્રીન હોય છે.

Exam Tip: લીલના વિવિધ વર્ગો અને તેમના વિશિષ્ટ રંજકદ્રવ્યોને યાદ રાખવા માટે એક કોષ્ટક બનાવો, કારણ કે આ એક સીધો અને મહત્વનો પ્રશ્ન છે.

 

Question 3. ખોરાક, રસાયણો, ઔષધો (દવાઓ) અને ઘાસચારાના સ્ત્રોત તરીકે ઔદ્યોગિક અગત્યતા ધરાવતી લીલ અને ફૂગની યાદી બનાવો.
Answer: લીલ અને ફૂગની ઔદ્યોગિક અગત્યતા નીચે મુજબ છે:
**લીલ:** લગભગ 70 જાતિની દરિયાઈ લીલ ખોરાક, રસાયણો અને ઔષધીય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

ઔષધ (દવાઓ)રસાયણખોરાક
કોરોલિના : કૃમિ દ્વારા થતા ચેપની સારવારમાં પોલિસાઈફેનિયા.
એન્ટિબેક્ટેરિયમ ગુણધર્મ ધરાવે છે.
ફાયકોલોઈડ : તેમાં અગર, કેરાજીનીન અને ફ્યુનોરીનો સમાવેશ થાય છે.
આલગોનીક એસિડ : તે લામીનેરીયા, મેક્રોસીસ્ટીસમાંથી ફાયકોકોલોઈડ મળે છે.
પોરફાયરા (પુષ્પ), રોડિમેનીયા (દાળ), કોન્ડ્સ (ટ્રીસમોસ), રોડીમેન્ટીઆ (ઘેંટાંનો ચારો) એ ઘાસચારા તરીકે વપરાય છે.
કેરેજીનાન : જામી જવામાં મદદરૂપ થાય છે.સોડિયમ લેમીનારીન સલ્ફેટ એન્ટિ-કોએગ્યુલન્ટ તરીકે કાર્ય કરે છે.લેમિનારીઆ, એથરીયમ મેક્રોસીસ્ટ, સરગાસમનો ઉપયોગ ઘણાં દેશોમાં ખોરાક તરીકે કરાય છે.
આસ્કોફાયલમ અને લેમિનારીયા એન્ટિ-બાયોટિક ગુણધર્મ ધરાવે છે.તે ઈમલઝન જાળવવા મીઠા તરીકે વપરાય છે. (આઈસ્ક્રીમ, ઓઈનમેન્ટ, ટુથપેસ્ટ, કોસ્મેટીક ક્રીમ વગેરેમાં).બદામી ખાદ્ય લીલનો ઉપયોગ ઘાસચારા તરીકે કરાય છે.
ક્લોરેલા અને કોલેપોમાંથી એન્ટિબાયો-ટિક્સનું નિષ્કર્મ (Extract) પ્રાપ્ત થાય છે.ક્લેમિડોમોનાસ, ક્લોરેલા સીનેડેસ્મસ મળમૂત્રના ઓક્સિડેશનમાં અગત્યનો ભાગ ભજવે છે.ઉલ્વા, કોલેગ્રા, એન્ટરમોર્ફા, ક્લોરેલાનો લિપીડ, પ્રોટીન, વિટામિન્સ અને ક્ષાર સભર ખોરાક તરીકે ઉપયોગ થાય છે.

**ફૂગ:**
1. શરૂઆતના ઇતિહાસ મુજબ ફૂગનો ફાળો: યીસ્ટનો ઉપયોગ બ્રેડ અને આલ્કોહોલની બનાવટમાં વપરાય છે. પેનિસિલીનની શોધ થઈ એ મનુષ્યની તંદુરસ્તીમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોમાં સારવારની નવી દિશાઓ ખોલી છે.
2. વધુ આધુનિક પદ્ધતિઓ દ્વારા હાઈડ્રોફીન બાયો કમ્યુબિલીટીનો ઉપયોગ દવાઓની સારવારમાં થાય છે.
3. ફૂગની દવાઓ, રસાયણો અને ખોરાકની નીપજો નીચે મુજબ છે:

ઔષધ (દવાઓ)રસાયણખોરાક
પેનિસિલિયમ (પેનિસિલીયમ નોટાટમ અને પે. સાયસૌજીનમ), ગ્લાયોટોક્સિન.એસ્પરજીલસ નાઈઝર.આથવણ - એસ્પરજીબસ ઓર્ગેઝિઆ.
સિટ્રીનીન (ટ્રાયકોડર્મા જાતિ) પેનિસિલિયમ સાઈટ્રીનીન.વેન્ટિલ અને મ્યુકર સાઈટ્રિક એસિડના ઉત્પાદનમાં.યીસ્ટ એકેરોમાયસીરોક્સિ- ચીઝની બનાવટમાં પેનિસિલિયમ કોમેમ્બેર્ટી અને પેનિસિલિયમ રોકવીફોર્ટી.
બેકેટીન-A (જીબ્રેલા બેક્ટર).એસ્પરજીલસ નાઈઝર અને પેનિસિલિયમ પરપોજીનમ ગ્લુકોનીક એસિડનાં ઉત્પાદનમાં.ખોરાકના રંગ માટે – મોનોસસ પરપરસ.
પેનિસિલિયમ ગ્લાકમ અને એસ્પરજીલસ ગેલમાયસીસ ગેલિક એસિડની બનાવટમાં.

In simple words: લીલ અને ફૂગ બંને ખોરાક, રસાયણો, દવાઓ અને ઘાસચારા જેવા ઘણા ઉદ્યોગોમાં ઉપયોગી છે. લીલમાંથી દવાઓ, રસાયણો અને ખોરાક મળે છે. ફૂગ, જેમ કે યીસ્ટ, બ્રેડ અને આલ્કોહોલ બનાવવામાં ઉપયોગી છે, અને કેટલીક ફૂગ દવાઓ અને રસાયણો બનાવવામાં મદદ કરે છે.

Exam Tip: ઔદ્યોગિક મહત્વની યાદી બનાવતી વખતે, લીલ અને ફૂગને અલગ-અલગ વિભાગમાં વહેંચો. દરેકમાંથી મળતી દવાઓ, રસાયણો અને ખોરાકના ઉદાહરણો સ્પષ્ટપણે દર્શાવો.

 

Question 4. ‘પીટ' એ ઘણા દેશમાં વપરાતુ ઘરગથ્થુ અગત્યનું બળતણ છે. કુદરતમાં પીટ' કેવી રીતે બને છે ?
Answer: 'પીટ' એ ઘણા દેશોમાં મહત્વનું બળતણ છે અને તે કુદરતી રીતે બને છે:
• જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતી હંસરાજ અને મોસ જેવી પ્રાથમિક વનસ્પતિઓ, અર્ધવિઘટિત કાર્બનિક પદાર્થો દ્વારા સ્પોન્જ બને છે. ગરમ અને ભેજવાળી પરિસ્થિતિ પીટ બનાવવામાં મદદરૂપ થાય છે.
• પીટની મુખ્ય પ્રક્રિયા ઑગનમ કાદવ કીચડવાળી જગ્યાએ થાય છે. ઑગમ છોડની ઉપયોગિતા એ વનસ્પતિઓ કઠણ બનીને પીટમાં બદલાય છે.
• પીટનો ઉપયોગ ઇથાઈલ આલ્કોહોલ, ડામર, એમોનિયા, પેરાફિન વગેરેની બનાવટમાં પણ થાય છે. પીટનો ઉપયોગ મૂળના ટ્રાન્સપોર્ટેશનમાં મૂળને આવરિત કરવામાં વપરાય છે. આવી વિવિધ ઉપયોગીતા મનુષ્યના જીવનમાં, ઘરગથ્થુ બળતણ તરીકે અને આર્થિક સ્ત્રોત તરીકે જાણીતી છે.
In simple words: પીટ એ ઘણા દેશોમાં વપરાતું બળતણ છે. તે ભીના વિસ્તારોમાં છોડના અવશેષોમાંથી બને છે, જ્યાં પાણી ભરાયેલું હોય છે. આ છોડ સમય જતાં સખત બનીને પીટમાં ફેરવાય છે. પીટનો ઉપયોગ ઇંધણ અને અન્ય વસ્તુઓ બનાવવા માટે થાય છે.

Exam Tip: પીટ કેવી રીતે બને છે તે સમજાવતી વખતે, જલપ્લાવિત વિસ્તારો, વનસ્પતિના અવશેષો, અર્ધ-વિઘટન અને ગરમ-ભેજવાળી પરિસ્થિતિઓ જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકો. તેના ઉપયોગોનો પણ ઉલ્લેખ કરો.

 

Question 5. જૈવિક વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ સમયાંતરે બદલાયો તથા અલગ અલગ જરૂયિાત મુજબ તેમાં ફેરફાર થયો – ચર્ચા કરો.
Answer: જૈવિક વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ સમય જતાં બદલાયો છે અને અલગ અલગ જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર થયો છે. તેની ચર્ચા નીચે મુજબ છે:
1. સજીવોમાં જોવા મળતી સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે સમૂહ કે ઉપસમૂહમાં શ્રેણીબદ્ધ વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે જૈવિક વર્ગીકરણ.
2. વૈજ્ઞાનિકોએ સમયાંતરે વિવિધ વર્ગીકરણની પદ્ધતિઓ રજૂ કરી છે.
3. સૌ પ્રથમ એરિસ્ટોટલે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી, જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમના નિવાસસ્થાનને આધારે વહેંચ્યા. દા.ત., જલીય (માછલી, વ્હલ), સ્થળજ (સરિસૃપ, પાલતુ ઢોર), હવાઈ (ચામાચિડીયુ, પક્ષી).
4. કુદરતી વર્ગીકરણ પદ્ધતિ બાહ્યકારવિધા, અંત:સ્થ રચનાકીય વિદ્યા, દેહધર્મવિદ્યા, પ્રજનન, માનવ પ્રગતિ ઈતિહાસ, કોષ રસાયણ વિજ્ઞાન વગેરે પર આધારિત હતી.
5. ત્યારબાદ સજીવોને ઉદ્વિકાશીય સંબંધોને આધારે (આનુવંશિક આધારે) વર્ગીકરણ કરવામાં આવ્યું. તે કોષવર્ગીકરણવિદ્યા, રસાયણ વર્ગીકરણવિદ્યા, આંકડાશાસ્ત્રીય વર્ગીકરણ અને ક્લેડીસ્ટીક વર્ગીકરણ પર આધારિત છે.
In simple words: જૈવિક વર્ગીકરણ એ જીવોને તેમના સમાનતા અને તફાવત મુજબ જૂથોમાં વહેંચવાની રીત છે. વૈજ્ઞાનિકોએ સમય સાથે જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ બનાવી છે. પહેલા એરિસ્ટોટલે કૃત્રિમ પદ્ધતિ વાપરી, પછી કુદરતી પદ્ધતિ આવી જે શરીરરચના અને કાર્ય પર આધારિત હતી. હવે, ઉદ્વિકાશીય સંબંધો અને આધુનિક વિજ્ઞાન પર આધારિત વર્ગીકરણનો ઉપયોગ થાય છે.

Exam Tip: વર્ગીકરણ પદ્ધતિઓના વિકાસને સમજાવતી વખતે, એરિસ્ટોટલથી શરૂ કરીને આધુનિક ઉદ્વિકાશીય પદ્ધતિઓ સુધીના દરેક તબક્કાનો ઉલ્લેખ કરો અને દરેક પદ્ધતિના આધારને સ્પષ્ટપણે જણાવો.

Free study material for Biology

Step-by-Step Textbook Answers: Class 11 Biology Chapter 02 જૈવિક વર્ગીકરણ

Official GSEB Solutions for Chapter 02 જૈવિક વર્ગીકરણ

Access structured GSEB textbook solutions for Chapter 02 જૈવિક વર્ગીકરણ. Designed in alignment with the latest academic curriculum for Class 11 Biology, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Step-by-Step Explanations for Chapter 02 જૈવિક વર્ગીકરણ

Clear, methodical explanations accompany every challenging problem within the Class 11 Biology text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Next Steps in Your Biology Revision

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 11 Biology.

FAQs

Where can I find the latest GSEB Class 11 Biology Solutions Chapter 2 જૈવિક વર્ગીકરણ for the 2026-27 session?

The complete and updated GSEB Class 11 Biology Solutions Chapter 2 જૈવિક વર્ગીકરણ is available for free on StudiesToday.com. These solutions for Class 11 Biology are as per latest GSEB curriculum.

Are the Biology GSEB solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 11 Biology Solutions Chapter 2 જૈવિક વર્ગીકરણ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Biology concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Biology Solutions Chapter 2 જૈવિક વર્ગીકરણ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 11 Biology Solutions Chapter 2 જૈવિક વર્ગીકરણ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Biology. You can access GSEB Class 11 Biology Solutions Chapter 2 જૈવિક વર્ગીકરણ in both English and Hindi medium.

Is it possible to download the Biology GSEB solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire GSEB Class 11 Biology Solutions Chapter 2 જૈવિક વર્ગીકરણ in printable PDF format for offline study on any device.