GSEB Class 11 Biology Solutions Chapter 1 સજીવ વિશ્વ

Get the most accurate GSEB Solutions for Class 11 Biology Chapter 01 સજીવ વિશ્વ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 11 Biology. Our expert-created answers for Class 11 Biology are available for free download in PDF format.

Detailed Chapter 01 સજીવ વિશ્વ GSEB Solutions for Class 11 Biology

For Class 11 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 11 Biology solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 01 સજીવ વિશ્વ solutions will improve your exam performance.

Class 11 Biology Chapter 01 સજીવ વિશ્વ GSEB Solutions PDF

 

Question 1. શા માટે સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે?
Answer: જીવોને તેમના અભ્યાસની સહેલાઈ માટે ચોક્કસ જૂથોમાં વિભાજીત કરવામાં આવે છે. જીવોની જૈવિક વિવિધતાનો વ્યવસ્થિત અભ્યાસ કરવો એક મોટો પડકાર છે. સરખા લક્ષણોને આધારે તેમને વર્ગીકરણ કરવું એ એક મદદરૂપ સાધન છે. આથી વૈજ્ઞાનિકોને તેમનો ક્રમબદ્ધ અભ્યાસ કરવા માટેનો સ્પષ્ટ માર્ગ મળે છે. જીવોનો અભ્યાસ માનવજાતના લાભ માટે જરૂરી છે. નવી દવાઓની શોધ અને પાકની વિવિધતા એ ક્રમબદ્ધ અભ્યાસના કારણે જ શક્ય બન્યું છે. પર્યાવરણની જાળવણી માટે પણ જીવંત સજીવોનો વ્યવસ્થિત અભ્યાસ જરૂરી છે. વર્ગીકરણ વિદ્યા જીવવિજ્ઞાનના વર્ગીકરણ, ઓળખ અને નામકરણ સાથે સંબંધિત છે.
In simple words: Living organisms are classified into groups to make their study easier. This systematic study helps in discovering new medicines, improving crops, and conserving the environment.

Exam Tip: Always emphasize that classification simplifies study, aids in identifying relationships, and is crucial for biodiversity conservation and practical applications like medicine and agriculture.

 

Question 2. હાલમાં અને પછી શા માટે દરેક વર્ગીકરણ પદ્ધતિમાં ફેરફાર આવે છે ?
Answer: કરોડો વનસ્પતિઓ, પ્રાણીઓ અને નાના જીવો પૃથ્વી પર શોધાયા છે અને વૈજ્ઞાનિકો દ્વારા તેમની ઓળખ કરવામાં આવી છે. હજી પણ ઘણી નવી જાતો પૃથ્વી પરથી મળતી રહે છે. આથી આ નવી મળતી જાતિઓ, નવા લક્ષણો અને નવી વર્ગીકરણ પદ્ધતિઓ ભવિષ્યમાં જોવા મળશે. આમ, વર્તમાન વર્ગીકરણ પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂરિયાત રહે છે.
In simple words: Many new species are still being discovered, which requires classification methods to be updated regularly to include new features and newly found organisms.

Exam Tip: Mention the continuous discovery of new species and the need to accommodate new information and characteristics as reasons for changes in classification systems.

 

Question 3. તમોને વારંવાર મળતા હોય તે લોકોને વર્ગીકૃત કરવા તમે કયા વિવિધ માપદંડ પસંદ કરશો ?
Answer: વારંવાર મળતા હોય તેવા લોકોને વર્ગીકૃત કરવા માટે તેમની વર્તણૂક, ભૌગોલિક સ્થિતિ, દેખાવ, તેમના શોખ, વ્યવસાય, મૂળ વતન, કુટુંબના સભ્યો, સંબંધો, મિત્રો વગેરેના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.
In simple words: To classify people you know often, you could use things like their behavior, where they live, what they look like, their hobbies, jobs, family, and friends.

Exam Tip: When asked about classification criteria for people, think about both physical attributes and social/behavioral aspects that help distinguish individuals.

 

Question 4. વ્યક્તિગત અને વસતીઓની ઓળખવિધિમાંથી આપણે શું શીખીશું?
Answer: વ્યક્તિગત અને વસતીઓની ઓળખવિધિમાંથી આપણે એકસરખા જીવો કે જુદા જુદા પ્રકારના જીવોમાં જોવા મળતી સમાનતા અને વિવિધતાને ઓળખી શકીએ છીએ. તે આપણને તેમની સરખાપણું અને ભિન્નતાને આધારે જીવોના વર્ગીકરણમાં મદદ કરે છે.
In simple words: Identifying individuals and populations teaches us about the similarities and differences among various types of organisms, which helps in classifying them.

Exam Tip: Focus on how understanding individual and population characteristics helps in recognizing both shared traits and unique differences, which are fundamental to taxonomy.

 

Question 5. નીચે આંબાનું વૈજ્ઞાનિક નામ આપેલું છે. તેમાંથી સાચી રીતે લખાયેલ નામને ઓળખો. Mangifera Indica, Mangifera Indica
Answer: Mangifera Indica.
In simple words: The correct scientific name for mango is written with the genus "Mangifera" capitalized and the species "indica" in lowercase, both usually italicized.

Exam Tip: Remember that in binomial nomenclature, the genus name always starts with a capital letter, while the species name is always in lowercase. Both are italicized in print or underlined when handwritten.

 

Question 6. વર્ગીકીને વ્યાખ્યાયિત કરો. જુદા જુદા શ્રેણીય સ્તરે વર્ગકના કેટલાક ઉદાહરણ આપો.
Answer: જીવોના વર્ગીકરણમાં વર્ગીકૃત શ્રેણીમાં ચોક્કસ સ્થાને બતાવવામાં આવે તેને વર્ગીકી કહે છે. ઉદાહરણ તરીકે, મૂળભૂત વર્ગીકરણની કક્ષાઓ જાતિ, ત્યાર પછી પ્રજાતિ, કૂળ, ગોત્ર, વર્ગ, સૃષ્ટિ અથવા વિભાગ એ ચઢતા ક્રમમાં જોવા મળે છે.
In simple words: Taxon is a specific level in the classification of organisms. For example, species, genus, family, order, class, and kingdom (or division for plants) are examples of different taxa.

Exam Tip: Define 'taxon' as a unit of classification and provide the main taxonomic ranks (species, genus, family, order, class, phylum/division, kingdom) as examples to illustrate different levels.

 

Question 7. વર્ગીકરણીય કક્ષાઓની સાચી શ્રેણી તમે ઓળખી શકશો ?
(a) જાતિ – ગોત્ર – સમુદાય – સૃષ્ટિ
(b) પ્રજાતિ – જાતિ – ગોત્ર – સૃષ્ટિ
(c) જાતિ – પ્રજાતિ – ગોત્ર – સમુદાય
Answer: (c) જાતિ – પ્રજાતિ – ગોત્ર – સમુદાય
In simple words: The correct order of classification categories from smallest to largest in this option is species, genus, order, and phylum (or division).

Exam Tip: Remember the mnemonic "King Philip Came Over For Good Soup" (Kingdom, Phylum, Class, Order, Family, Genus, Species) to quickly recall the correct hierarchical order of taxonomic ranks.

 

Question 8. ‘જાતિ' શબ્દ માટે હાલમાં સ્વીકાર્ય દરેક અર્થો ભેગા કરવા પ્રયત્ન કરો. તમારા શિક્ષક સાથે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ અને બેક્ટરિયાની જાતિઓના અર્થની ચર્ચા કરો.
Answer:

  • જીવવિજ્ઞાનની ભાષામાં જાતિ એ વર્ગીકરણનો મૂળભૂત એકમ છે. એકસરખા લક્ષણો ધરાવતી જાતિના સભ્યો કુદરતી રીતે મુક્ત રીતે પ્રજનન કરીને નવી સંતતિ બનાવી શકે તેવા જીવોનો સમૂહ છે.
  • ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓમાં જાતિ એ મુક્ત રીતે પ્રજનન કરીને નવી સંતતિ ઉત્પન્ન કરી શકે તેવા જીવોના સમૂહ તરીકે ઓળખાય છે. પરંતુ બેક્ટેરિયા જાતિનું શ્રેષ્ઠ લક્ષણ દર્શાવતા નથી. તે પ્રજનન કરી શકતા નથી. સામાન્ય રીતે તે અલિંગી પ્રજનન દર્શાવે છે. સંયુગ્મન, ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સડક્શનથી લિંગી પ્રજનન થાય છે. પરંતુ આ સાચું આંતરપ્રજનન નથી.
  • આ ઉપરાંત બેક્ટેરિયાના બીજા કેટલાક લક્ષણો જેવા કે આણ્વીય રચનામાં સમાનતા, જૈવિક, દેહધાર્મિક, પર્યાવરણીય અને બાહ્ય લક્ષણોને આધારે તેમને વર્ગીકૃત કરવામાં આવે છે.

In simple words: Species is the basic unit of classification. Members of the same species can freely interbreed and produce offspring. However, for bacteria, interbreeding isn't the main criterion; instead, their molecular, biological, and physiological similarities are used for classification.

Exam Tip: When defining species, always include the ability to interbreed and produce fertile offspring as the primary criterion for sexually reproducing organisms, but also note the exceptions and alternative criteria for asexual organisms like bacteria.

 

Question 9. કરો અને સમજો. (1) સમુદાય (2) વર્ગ (3) કૂળ (4) ગોત્ર (5) પ્રજાતિ.
Answer:
(1) સમુદાય : નજીકથી સંકળાયેલા વર્ગના સમૂહને સમુદાય કહે છે. ઉદાહરણ તરીકે, માછલીઓ, ઉભયજીવીઓ, સરિસૃપો, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓનો સમાવેશ મેરુદંડી સમુદાયમાં થાય છે. વનસ્પતિને અનુલક્ષીને સમાન લક્ષણો ધરાવતા વર્ગો ભેગા મળીને સમુદાયને બદલે વિભાગ તરીકે દર્શાવવામાં આવે છે.
(2) વર્ગ : વિવિધ ગોત્ર ભેગા મળીને વર્ગ બનાવે છે. ઉદાહરણ તરીકે, પ્રાઈમેટ અને કાર્નીવોરા ગોત્ર સસ્તન વર્ગમાં આવે છે.
(3) કૂળ : ગાઢ સંબંધ ધરાવતા પ્રજાતિના સમૂહને કૂળ કહે છે. ઉદાહરણ તરીકે, કોમિનિડી કૂળ એપલ વાંદરા અને મનુષ્ય ધરાવે છે. વનસ્પતિમાં વાનસ્પતિક અને પ્રજનનિક લક્ષણોને આધારે કૂળને વર્ગીકૃત કરવામાં આવે છે.
(4) ગોત્ર: ગાઢ સંબંધ ધરાવતા કૂળના સમૂહને ગોત્ર કહે છે. ઉદાહરણ તરીકે, કાર્નીવોરા ગોત્ર ફેલીડી અને કેનીડી કૂળનો સમાવેશ કરે છે.
(5) પ્રજાતિ : ગાઢ સંબંધ ધરાવતા જાતિના સમૂહને પ્રજાતિ કહે છે. ઉદાહરણ તરીકે, સોલનમ પ્રજાતિમાં નાયેગ્રામ, મેલોનજેના અને ટયુબરસમ જાતિનો સમાવેશ થાય છે.
In simple words: We define different classification levels: Phylum (or Division for plants) groups related classes; Class groups related orders; Family groups related genera; Order groups related families; and Genus groups related species. Each level helps organize organisms based on shared traits.

Exam Tip: For each taxonomic category, provide a clear definition and at least one relevant example (e.g., for Phylum, use Chordata; for Class, use Mammalia; for Family, use Solanaceae; for Order, use Carnivora; for Genus, use Solanum).

 

Question 10. સજીવના વર્ગીકરણ અને ઓળખવિધિમાં ઓળખ ચાવી મદદરૂપ થઈ શકે છે ?
Answer: ઓળખ ચાવી એ વનસ્પતિ અને પ્રાણીઓની ઓળખ માટેનું વર્ગીકરણનું સાધન (Tools) છે. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે, જેને યુગ્મક (Couplet) કહે છે. ચાવી બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. આના પરિણામ સ્વરૂપ ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય બને છે અને બીજો વિકલ્પ નકામો થાય છે. આનાથી ચોક્કસ જાતિ કે પ્રજાતિ કે કૂળ એમ આગળના લક્ષણોથી ઓળખ શક્ય બને છે. દા.ત., પ્રાણી સસ્તન વર્ગનું છે કે નહીં તેની ચાવી છે. બીજી અલગ ચાવી ઓળખ માટે હોય છે.
In simple words: An identification key is a tool that helps classify plants and animals by comparing pairs of contrasting features. It guides you to choose one option and reject another until you identify the organism.

Exam Tip: Explain that identification keys use couplets of contrasting characteristics to progressively narrow down options, leading to the identification of an organism. Mention their utility in fieldwork.

 

Question 11. વનસ્પતિ અને પ્રાણીઓના યોગ્ય ઉદાહરણો સાથે વર્ગીકરણ શ્રેણીની સ્પષ્ટતા કરો.
Answer: વર્ગીકરણની કક્ષાઓમાં વર્ગકની વિવિધ ગોઠવણીને વર્ગીકૃત શ્રેણી કહે છે. વર્ગીકૃત શ્રેણી એ જુદી જુદી કક્ષાઓનો નજીકનો સંબંધ દર્શાવે છે. સમાન લક્ષણોમાં નીચેથી ઉપરની કક્ષા તરફ જતાં ઘટાડો થતો જાય છે.
1. વર્ગીકરણની કક્ષાઓની પદ્ધતિ લિનિયસ દ્વારા સ્થાપિત કરવામાં આવી.
2. વર્ગીકરણની મુખ્ય કક્ષાઓ : જાતિ – પ્રજાતિ – કૂળ – ગોત્ર – વર્ગ – સમુદાય/વિભાગ – સૃષ્ટિ
3. જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે.

વર્ગીકરણીય કક્ષાઓ(1) ઘઉંના છોડનું વર્ગીકરણ(2) ધરમાખીનું વર્ગીકરણ
સૃષ્ટિવનસ્પતિપ્રાણી
વિભાગઆવૃત્ત બીજધારીસંધિપાદ
વર્ગએકદળીકીટક
ગોત્રપોએલ્સડીટેરા
કૂળપોએસીમસ્કીડી
પ્રજાતિટ્રીટીકમમસ્કા
જાતિએસ્ટ્રીયનડોમેસ્ટીકા
જીવશાસ્ત્રીય વૈજ્ઞાનિક નામટ્રીટીકમ એસ્ટીવમમસ્કાડોમેસ્ટીકા

In simple words: The classification hierarchy arranges organisms into different ranks, showing how closely they are related. From species to kingdom, shared characteristics decrease. The table provides examples for wheat and housefly across various ranks.

Exam Tip: Clearly define 'classification hierarchy' and illustrate it with complete examples for both a plant (like wheat) and an animal (like housefly), covering all major taxonomic ranks from species to kingdom/division.

 

Multiple Choice Questions (MCQ)

 

Question 1. જાતિથી સૃષ્ટિ તરફ વર્ગીકરણીય કક્ષામાં આગળ વધતાં સમાન લક્ષણોની સંખ્યામાં.............
(a) ધટાડો થાય.
(b) વધારો થાય.
(c) સરખા રહે
(d) કદાચ કધે કે ઘટે.
Answer: (a) ધટાડો થાય.
In simple words: As you move from the species level up to the kingdom level in biological classification, the number of shared features among organisms generally goes down.

Exam Tip: Remember that as you move higher up the taxonomic hierarchy, the groups become larger and more inclusive, so the organisms within them share fewer specific characteristics.

 

Question 2. નીચેનામાંથી કયો પ્રત્યય વનસ્પતિ વર્ગીકરણનાં ગોત્ર (Family) વર્ગકમાં વપરાય છે ?
(a) એલીસ (Ales)
(b) ઝોની (Onae)
(c) એસી (Aceae)
(d) C (Ae)
Answer: (c) એસી (Aceae)
In simple words: For plant classification, the suffix "-aceae" is typically used at the Family level. For example, the rose family is called Rosaceae.

Exam Tip: It is important to remember the standard suffixes for different taxonomic ranks in plant classification (e.g., -ales for order, -aceae for family) to correctly identify or name groups.

 

Question 3. પધ્ધતિસરનું વિજ્ઞાન (Systematics) દર્શાવે છે કે,
(a) અંગતંત્રોની ઓળખ અને અભ્યાસ.
(b) વનસ્પતિ અને પ્રાણીઓની ઓળખ અને સંગ્રહીણ.
(c) વિવિધ પ્રકારના સજીવોમાં વિવિધતા અને સંબંધો.
(d) સજીવોના રહેઠાણ અને તેમનું વર્ગીકરણ.
Answer: (c) વિવિધ પ્રકારના સજીવોમાં વિવિધતા અને સંબંધો.
In simple words: Systematics is the scientific study that looks at the wide variety of living things and how they are related to each other.

Exam Tip: Systematics is broader than just classification; it includes the study of evolutionary relationships among different types of organisms.

 

Question 4. પ્રજાતિ દર્શાવે છે ?
(a) સ્વતંત્ર વનસ્પતિ અને પ્રાણી.
(b) વનસ્પતિ અને પ્રાણીઓને ભેગા કરવું.
(c) ગાઢ સંબંધ ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિનો સમૂહ.
(d) ઉપરોક્ત એકપણ નહિ.
Answer: (c) ગાઢ સંબંધ ધરાવતો વનસ્પતિ અને પ્રાણીઓની જાતિનો સમૂહ.
In simple words: A species refers to a group of closely related plants and animals that can interbreed and produce fertile offspring.

Exam Tip: A key aspect of defining a species, especially for sexually reproducing organisms, is their ability to interbreed and produce fertile offspring.

 

Question 5. પ્રાણી વર્ગીકરણમાં સૃષ્ટિના દરજ્જો વનસ્પતિ વર્ગીકરણમાં બરોબરનો દરજ્જો કયો છે ?
(a) વર્ગ
(b) શ્રેણી
(c) વિભાગ
(d) કૂળ
Answer: (c) વિભાગ
In simple words: In animal classification, the category 'Phylum' is equivalent to 'Division' in plant classification.

Exam Tip: Remember that 'Phylum' is used for animals, while 'Division' is the equivalent rank used for plants and fungi in the taxonomic hierarchy.

 

Question 6. વનસ્પતિ ઉદ્યાનો અને પ્રાણીઉદ્યાન ધરાવે છે.
(a) ફક્ત દેશી જાતિના સજીવોનો સંગ્રહ.
(b) ફક્ત પરદેશી જાતિના સજીવોનો સંગ્રહ.
(c) દેશી અને પરદેશી જાતિઓના સજીવનો સંગ્રહ.
(d) ફક્ત સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓનો સંગ્રહ
Answer: (c) દેશી અને પરદેશી જાતિઓના સજીવનો સંગ્રહ.
In simple words: Botanical gardens and zoological parks keep collections of both native (domestic) and non-native (exotic) species for study, conservation, and public display.

Exam Tip: Botanical gardens and zoological parks play a dual role by conserving local species and introducing exotic ones for research and education.

 

Question 7. ઓળખ ચાવી એ વનસ્પતિ અને પ્રાણીઓના વર્ગીકરણ માટેનું એક સાધન છે. તે......... ની બનાવટમાં વપરાય છે.
(a) આલેખ
(b) લોરા
(c) બંને
(d) આમાંનું એકપણ નહિ.
Answer: (c) બંને
In simple words: An identification key is used to create both botanical descriptions (flora) and visual aids (graphs) for classifying plants and animals.

Exam Tip: Identification keys are versatile tools; they are used in constructing flora (descriptive accounts of plants) and can sometimes be represented graphically to aid identification.

 

Question 8. બધા જ સજીવો એકબીજા સાથે જોડાયેલા છે કારણ કે,
(a) તેઓ એક જ પ્રકારનું સામાન્ય જનીનિક દ્રવ્ય ધરાવે છે.
(b) તેઓ કંઈક અંશે જુદુ પડતું સામાન્ય જનીનિક દ્રવ્યનું વહન કરે છે.
(c) બધા સામાન્ય કોષીય આયોજન ધરાવે છે.
(d) ઉપરના બધા જ.
Answer: (b) તેઓ કંઈક અંશે જુદુ પડતું સામાન્ય જનીનિક દ્રવ્યનું વહન કરે છે.
In simple words: All living things are linked because they share common genetic material, even if there are slight differences, indicating a shared ancestry.

Exam Tip: The shared genetic material (DNA/RNA) among all organisms, despite variations, is a fundamental proof of common ancestry and evolutionary interconnectedness.

 

Question 9. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સજીવ માટેની છે ?
(a) વૃદ્ધિ
(b) અવાજ કરવાની ક્ષમતા
(c) પ્રજનન
(d) બાહ્ય ઉત્તેજના અને પ્રતિચાર.
Answer: (d) બાહ્ય ઉત્તેજના અને પ્રતિચાર.
In simple words: The ability to sense and react to things in the environment is a defining feature of living organisms.

Exam Tip: Responsiveness to stimuli is a universal characteristic of life, distinguishing living organisms from non-living matter.

 

Question 10. નીચેનામાંથી યોગ્ય પસંદ કરી જોડકાં જોડો.
કૉલમ – I
(a) કૂળ
(b) સૃષ્ટિ
(c) ગોત્ર
(d) જાતિ
(e) પ્રજાતિ
કોલમ – II
(i) ટ્યુબેરોસમ
(ii) પોલિમોનિઅલ્સ
(iii) સોલેનમ
(iv) પ્લેનટી
(v) સોલેનેસી
Answer: (B) (a – 5), (b – 4), (c – 2), (d – 1), (e – 3)
In simple words: The correct matches are: Family (કૂળ) with Solanaceae (સોલેનેસી), Kingdom (સૃષ્ટિ) with Plantae (પ્લેનટી), Order (ગોત્ર) with Polymoniales (પોલિમોનિઅલ્સ), Species (જાતિ) with tuberosum (ટ્યુબેરોસમ), and Genus (પ્રજાતિ) with Solanum (સોલેનમ).

Exam Tip: Practice matching taxonomic ranks with their specific examples to master the classification hierarchy.

 

Very Short Answer Questions (VSQ)

 

Question 1. લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ વર્ગીકરણ વિદ્યામાં ફાળો આપનાર બે બીજા વનસ્પતિશાસ્ત્રીના નામ આપો.
Answer: કેરોલસ લિનિયસ (1707-1778), સ્વીડીશ વનસ્પતિશાસ્ત્રીને વનસ્પતિ વર્ગીકરણ વિદ્યાના પિતા કહે છે. તેમણે તેમનું કાર્ય Genera Plantarum પુસ્તકમાં (1737) પ્રકાશિત કર્યું. બીજા બે વૈજ્ઞાનિકો જી.બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર બંને વનસ્પતિશાસ્ત્રી હતા જે કુદરતી લક્ષણોને આધારે વનસ્પતિના વર્ગીકરણ કાર્ય માટે જાણીતા થયા.
In simple words: Carolus Linnaeus, a Swedish botanist, is called the father of plant taxonomy for his work, including publishing Genera Plantarum. Two other famous botanists who contributed were G. Bentham and Joseph Dalton Hooker, known for classifying plants based on natural characteristics.

Exam Tip: Remember Linnaeus's key role in taxonomy and his seminal work. Also, recall other important figures like Bentham and Hooker, especially their contribution to natural systems of classification.

 

Question 2. ICZN શેના માટે કાર્યશીલ છે ?
Answer: ICZN (ઇન્ટરનેશનલ કોડ ફોર ઝુઓલોજીકલ નોમેનક્લેચર) એ પ્રાણીઓ માટે એક વૈજ્ઞાનિક નામ કે જે વૈજ્ઞાનિક રીતે સમગ્ર વિશ્વમાં પ્રસારિત હોય તે નક્કી કરે છે.
In simple words: ICZN (International Code of Zoological Nomenclature) sets the rules for giving scientific names to animals, ensuring that these names are globally accepted and unique.

Exam Tip: Know the full forms and functions of ICZN (for animals) and ICBN (for plants) as they establish global naming conventions in taxonomy.

 

Question 3. યુગ્મક (Couplet) વર્ગીકરણવિદ્યાનાં ચાવીનો અર્થ.
Answer: યુગ્મક (Couplet) ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. નવા શોધાયેલા સજીવની ઓળખ માટે તેનો ઉપયોગ થાય છે.
In simple words: In taxonomy, a couplet is a pair of contrasting statements used in an identification key, where one statement is chosen and the other rejected to help identify an organism.

Exam Tip: Understand that couplets are fundamental to dichotomous keys, guiding the user through a series of choices to correctly identify an unknown organism.

 

Question 4. લઘુપુસ્તિકા (Monograph) શું છે ?
Answer: લઘુપુસ્તિકા એ કોઈ ચોક્કસ કાર્યનું લખાણ, કોઈ ચોક્કસ વર્ગની માહિતી જેવી કે કૂળ કે પ્રજાતિ કે ચોક્કસ વિષય, જે સામાન્ય રીતે કોઈ એક લેખક દ્વારા લખાયેલી હોય. લઘુપુસ્તિકાનો મુખ્ય ઉદ્દેશ્ય એ પ્રાથમિક સંશોધનના મુખ્ય કાર્યનો મર્યાદિત ભાગોમાંથી એક ભાગ પ્રદર્શિત કરવાનો છે.
In simple words: A monograph is a detailed written work on a specific topic, such as a particular taxonomic group (family or genus) or a specific subject, typically written by one author to present a specific part of primary research.

Exam Tip: Monographs are comprehensive studies on a single taxonomic group, providing detailed descriptions, distribution, and evolutionary relationships, making them valuable resources for specialists.

 

Question 5. અમીબામાં સમવિભાજન દ્વારા વિભાજન થાય છે. આ ઘટનાને વૃદ્ધિ કે પ્રજનન કહેવાય ? વર્ણવો.
Answer: અમીબામાં સમવિભાજન દ્વારા બે બાળ અમીબા બને છે. અહીં વૃદ્ધિ એ પ્રજનન સાથે જોડાયેલ છે, એટલે કે સંખ્યામાં વધારો થાય છે.
In simple words: In Amoeba, division by mitosis leads to two daughter Amoebae. For single-celled organisms like Amoeba, growth (increase in number) is directly linked to reproduction.

Exam Tip: For unicellular organisms, growth and reproduction are synonymous because an increase in cell number directly translates to an increase in individuals through asexual reproduction.

 

Question 6. વ્યાખ્યા આપો. ચયાપચય.
Answer: જીવંત કોષોમાં થતી બધી જૈવિક ક્રિયાઓને ચયાપચય કહે છે, જે સંપૂર્ણ રીતે ઉત્સેચકો દ્વારા નિયંત્રિત હોય છે. આ પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે: ખંડનાત્મક ક્રિયાઓ (અપચય ક્રિયા. ઉદાહરણ તરીકે, કોષીય શ્વસન) અને સંશ્લેષણ પ્રક્રિયાઓ (ચયક્રિયા – પ્રકાશસંશ્લેષણ).
In simple words: Metabolism refers to all the biochemical reactions occurring in living cells, controlled by enzymes. It includes catabolism (breaking down, like cellular respiration) and anabolism (building up, like photosynthesis).

Exam Tip: Clearly define metabolism as the sum of all chemical reactions, differentiating between catabolism (energy-releasing breakdown) and anabolism (energy-consuming synthesis), both essential for life.

 

Question 7. દુનિયાનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે ? જાણીતા કેટલાક વનસ્પતિ ઉદ્યાનના નામ આપો.
Answer: દુનિયાનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન રોયલ બોટાનીકલ ગાર્ડન (ક્યુ, લંડન) છે. ભારતમાં જાણીતા વનસ્પતિ ઉદ્યાનો :
1. ઈન્ડિયન બોટનીકલ ગાર્ડન – શીબપુર, કલકત્તા
2. લોઈડ બોટનીકલ ગાર્ડન – દાર્જીલિંગ
3. બોટનીકલ ગાર્ડન ઓફ FRI – દહેરાદૂન (VK)
4. નેશનલ બોટનીકલ ગાર્ડન – લખનૌ (UP)
In simple words: The Royal Botanical Garden in Kew, London, is the largest in the world. Famous Indian botanical gardens include the Indian Botanical Garden (Shibpur, Kolkata), Lloyd Botanical Garden (Darjeeling), Botanical Garden of FRI (Dehradun), and National Botanical Garden (Lucknow).

Exam Tip: Remember the largest botanical garden globally and a few prominent ones in India, as these are common factual questions. Focus on the names and locations.

 

Short Answer Questions (SQ)

 

Question 1. જ્યારે બરફનો દડો બરફ પર ગબડે છે ત્યારે તેના વજન, ઘનતા અને કદમાં વધે છે. આની સરખામણી સજીવમાં જોવા મળતી વૃદ્ધિ સાથે થઈ શકે ? કેમ ?
Answer:
1. જીવવિજ્ઞાનની ભાષામાં વૃદ્ધિ એ સજીવમાં જોવા મળતી એક લાક્ષણિકતા છે. કોષમાં કોષરચના ભેગા થવાના પરિણામે કોષના કદમાં વધારો થાય છે.
2. બરફ એ નિર્જીવ છે. જ્યારે તે બરફ પર ગબડે છે, ત્યારે તેની સપાટી પર વધુ બરફ જમા થાય છે. જે ભૌતિક પ્રક્રિયા છે. જે જૈવિક પ્રક્રિયા નથી. તેથી આ વધારાની સરખામણી સજીવમાં જોવા મળતી વૃદ્ધિ સાથે કરી શકાય નહીં.
In simple words: No, a snowball growing is not like a living organism growing. Biological growth involves an increase in cell size and number through internal processes, while a snowball grows by external accumulation of matter, which is a physical process, not a biological one.

Exam Tip: Distinguish between internal, cellular growth in living organisms and external accumulation of matter in non-living things. Emphasize that biological growth is a defining characteristic of life, involving complex metabolic processes.

 

Question 2. આપેલા નિવાસસ્થાનોમાં 20 વનસ્પતિ અને 20 પ્રાણીની જાતિઓ છે. આજે આપણે વિવિધતા કે જૈવિક વિવિધતા કહી શકાય. તમારા જવાબને સાબિત કરો.
Answer: આપેલા નિવાસસ્થાનમાં 20 વનસ્પતિ જાતિ અને 20 પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. તેઓ ચોક્કસ જૈવ વિવિધતા દર્શાવે છે. કારણ કે વિવિધતાનો વિશાળ અર્થ ભિન્નતા થાય છે, કે જે કોઈપણ વિસ્તાર માટે વપરાય છે. જ્યારે જૈવવિવિધતા એ આપેલ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વિવિધતાનું પ્રમાણ છે.
In simple words: Having 20 plant and 20 animal species in a habitat shows biodiversity. Biodiversity means the variety of life in a specific area, while 'diversity' is a broader term for general differences.

Exam Tip: Clarify that 'biodiversity' specifically refers to the variety of life forms within a given ecosystem, emphasizing the biological aspect over general 'diversity'.

 

Question 3. ઈન્ટરનેશનલ કોડ ઓફ બોટનિકલ નોમેન્કલેચર (ICBN) એ વનસ્પતિ વર્ગીકરણના ચોક્કસ નિયમ આપ્યા છે. વર્ગીકૃત શ્રેણીના એકમો માટે વનસ્પતિ શાસ્ત્રીઓએ જ્યારે વનસ્પતિ વર્ગીકરણ દર્શાવ્યું ત્યારે આપેલ 'પ્રત્યય' (Suffixes) જણાવો.
Answer: વનસ્પતિ શાસ્ત્રીઓ દ્વારા વનસ્પતિના અભ્યાસ માટે ICBN એ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો નક્કી કર્યા છે. તે નવા શોધાયેલા સજીવની ઓળખ અને વર્ગીકરણ માટે વર્ગીકૃત શ્રેણી આપેલ છે, જે વનસ્પતિને ચોક્કસ પ્રત્યય દ્વારા વર્ગીકૃત કરવામાં મદદરૂપ થાય છે.

ICBN નિયમો અનુસાર, વનસ્પતિ વર્ગીકરણમાં મુખ્ય શ્રેણીઓ માટે નીચેના પ્રત્યય (Suffixes) વપરાય છે:
1. સૃષ્ટિ (Kingdom) – \(-\)ae (ઉદાહરણ: Plantae)
2. વિભાગ (Division) – \(-\)ophyta (ઉદાહરણ: Magnoliophyta)
3. વર્ગ (Class) – \(-\)opsida (ઉદાહરણ: Magnoliopsida)
4. ગોત્ર (Order) – \(-\)ales (ઉદાહરણ: Rosales)
5. કૂળ (Family) – \(-\)aceae (ઉદાહરણ: Rosaceae)

આ ઉપરાંત,
6. પ્રજાતિ (Genus) – સજીવનું પ્રથમ નામ જ લેટિન ભાષામાંનો શબ્દ છે અને ઈટાલિકમાં લખવામાં આવે છે.
7. જાતિ (Species) – વૈજ્ઞાનિક નામનો બીજો શબ્દ છે અને તે પણ ઈટાલિકમાં લખવામાં આવે છે.
In simple words: ICBN sets rules for plant naming. For classification units like Division, Class, Order, and Family, specific suffixes are used, such as -ophyta, -opsida, -ales, and -aceae, respectively. Genus and species names are in Latin and italicized.

Exam Tip: Memorize the standard suffixes for different taxonomic ranks in plants as per ICBN guidelines. Also, be familiar with the basic rules for writing binomial scientific names, including italicization and capitalization.

 

Question 4. નીચેથી ઉપર જતાં વનસ્પતિની જાતિઓમાં ઘણી સ્વરૂપીય વિવિધતા જોવા મળે છે. જ્યારે તેમને એક સરખી પરિસ્થિતિમાં ઉછેરવામાં આવે ત્યારે સ્વરૂપીય (બાહ્યકાર) વિવિધતા અદૃશ્ય થઈ જાય છે અને દરેકનું બાહ્યસ્વરૂપ એક સરખું દેખાય છે. આ તફાવતને શું કહે છે?
Answer:

  • આ ભિન્નતાને બાયોટાઈપ્સ કહે છે. તે જનીનિક દૃષ્ટિએ એકસરખા અને એકસરખા પર્યાવરણમાં અને ભૌગોલિક પ્રદેશમાં ઉછેરતી વનસ્પતિનો એક સમૂહ છે. સમાન પર્યાવરણ તેમને સરખા અજૈવિક પરિબળો આપે છે, જેમ કે ભૂમિ, pH, તાપમાન વગેરે.
  • જ્યારે તેઓ જુદા જુદા ભૌગોલિક પ્રદેશમાં વિકસે છે, ત્યારે તેઓને જુદા જુદા અજૈવિક પરિબળો પ્રાપ્ત થાય છે, જે તેમની વૃદ્ધિ અને વિકાસ પર અસર કરે છે. અને તેના બાહ્ય લક્ષણોમાં ફેરફાર લાવે છે. પરંતુ તેઓનું જનીનિક બંધારણ સરખું હોય છે.

In simple words: This difference is called biotypes. Biotypes are groups of organisms that are genetically similar but show variations in appearance due to different environmental conditions. When grown in similar conditions, these variations disappear.

Exam Tip: Understand that phenotypic plasticity allows organisms with the same genotype to express different phenotypes under varying environmental conditions. Biotypes are a good example of this phenomenon.

 

Question 5. તમે હર્બેરીયમ શીટ કેવી રીતે તૈયાર કરશો ? તમે જ્યારે હર્બેરિયમ માટેની તૈયારી કરશો ત્યારે વનસ્પતિના નમૂના એકઠા કરતી વખતે કયા વિવિધ સાધનો લઈ જશો ? વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે સંગ્રહિત વનસ્પતિનાં હર્બેરિયમ સીટ પર કઈ માહિતી આપવી પડે ?
Answer: હર્બેરિયમ શીટ પર સંગ્રહિત વનસ્પતિના નમૂનાને જાળવવા માટે નીચેના સાધનો અને પગલાં લેવા જરૂરી છે.

  • સાધનો: ખોદવા અને છોડને કાપવા માટેનું ચપ્પુ, લાંબા હાથાવાળું દાતરડું, નમૂનાઓને લાવવા માટેનું સાધન (vasculum), પ્લાસ્ટિકની બેગ, મેગેઝિન, ન્યૂઝ પેપર, બ્લોટિંગ પેપર, વનસ્પતિના દાબન માટેનું સાધન, ફીલ્ડ નોટબુક, હર્બેરિયમ શીટ, ગુંદર, લેબલ, નાની પારદર્શક કોથળીઓ.
  • હર્બેરિયમ શીટ બનાવવા માટે કાગળને 29 x 41.5 સે.મી.ની સાઈઝમાં કાપવું પડે.
  • હર્બેરિયમ નમૂનો બનાવવા માટે નીચેના પગલાં લેવા પડે:
    1. વનસ્પતિ કે વનસ્પતિ ભાગોના નમૂના એકઠા કરવા.
    2. દાબન: ભેગા કરેલા નમૂનાને કાગળ પર છૂટા ગોઠવી અને દબાવવામાં આવે છે, જેથી તેના ભાગો સંગ્રહિત થઈ શકે.
    3. સૂકવણી: ન્યૂઝ પેપરની ગળીમાં નમૂનાઓ સૂકવવામાં મદદરૂપ થાય છે.
    4. વિષાકતન: ફૂગનાશક (Antifungal) (2% Hgcl₂ માં ડુબાડવામાં આવે) અને કિટનાશક (pesticidal) DDTની સારવાર સૂકાયેલ નમૂના પર આપવામાં આવે છે.
    5. આસ્થાપન: હર્બેરિયમ શીટ પર તેને આસ્થાપિત કરવામાં આવે છે.
    6. લેબલીંગ અને ઓળખવિધિ: સૂકવેલ નમૂનાનું લેબલીંગ અને ઓળખવિધિ કરવાનું પગલું એ હર્બેરિયમ શીટ તૈયાર કરવાનું છેલ્લું પગથિયું છે.
  • હર્બેરિયમના નમૂના એકઠા કરવા નીચેના સાધનો જરૂરી છે:
    1. 50 × 30 × 15 સે.મી. કદનું ટીન કે એલ્યુમિનિયમનું કન્ટેનર.
    2. કલેકશન બેગ/પ્લાસ્ટિક/પોલિથિન બેગ.
    3. મૂળ ખોદવા માટેનું સાધન.
    4. વિપુલદર્શક કાચ 10× વિપુલતા આપે તેટલો.
    5. ફીલ્ડ નોટબુક.
  • સંગ્રહિત વનસ્પતિ નમૂનાવાળી હર્બેરિયમ શીટ પર કૂળ, પ્રજાતિ, જાતિ, એકઠા કર્યાની તારીખ વગેરેનો ઉલ્લેખ વર્ગીકરણના અભ્યાસ માટે જરૂરી છે.

In simple words: To prepare a herbarium sheet, one needs tools like a knife, sickle, vasculum, plastic bags, field notebook, and herbarium sheets. The process involves collecting, pressing, drying, poisoning, mounting, and labeling the plant specimen. The sheet must include details like family, genus, species, and collection date for taxonomic study.

Exam Tip: When describing herbarium preparation, clearly list the necessary tools, the step-by-step process, and the specific information that must be included on the label for proper scientific documentation.

 

Question 6. ફલોરા, ફોના અને વનસ્પતિ વચ્ચે તફાવત શું છે ? ભારતમાં આઈકોર્નિયા ક્રાસીપ્સ (Fichhornia Crassipes) ને પરદેશી જાત (Exotic Species) જ્યારે રૂવેલ્ફિય, સસ્પેન્ટિના (Rauwolfia, Serpentina) તે દેશી જાત તરીકે ઓળખવામાં આવે છે. પરદેશી જાત અને દેશી જાત કેવી રીતે સમજાવી શકાય ?
Answer: ફલોરા, ફોના અને વેજીટેશન (લીલોતરી) વચ્ચે ભેદ નીચે મુજબ દર્શાવી શકાય.

ફ્લોરા (Flora)ફોના (Fauna)વનસ્પતિ (Vegetation)
ચોક્કસ પ્રદેશમાં કે સમયમાં સામાન્ય રીતે સ્થાનિક વનસ્પતિ કુદરતી જીવન ગુજારે તેને ફલોરા કહે છે.ચોક્કસ પ્રદેશ અને સમયમાં જોવા મળતા પ્રાણીઓને ફોના કહે છે.ચોક્કસ વર્ગ કે ચોક્કસ પ્રદેશ (વસાહત)ને વનસ્પતિ (લીલોતરી) કહે છે.

* પરદેશી અને દેશી સજીવનો ભેદ :
પરદેશી (વિદેશી) જાતો (Exotic Species)દેશી (સ્થાનિક) જાતો (Indigenous Species)
એવી વનસ્પતિ કે જે પોતાના મૂળ વતન સિવાય બીજા પ્રદેશમાં પણ ઊગતી હોય તેને પરદેશી જાતો કહે છે. ઉદાહરણ તરીકે, આઈકોંર્નિયા ક્રાસીસનું મૂળ વતન એમેઝોન બેસિન છે. પરંતુ તેને ભારતમાં પણ દાખલ કરવામાં આવી એટલે તે ભારતની પરદેશી જાતો છે.દેશી જાતો એ ચોક્કસ વિસ્તાર પૂરતી મર્યાદિત હોય છે. ઉદાહરણ તરીકે, રૂલ્ફીયા સસ્પેન્ટિના ફક્ત ભારતમાં જ જોવા મળે છે. તેથી તે ભારતમાં જોવા મળતી દેશી જાતો કહે છે.

In simple words: Flora refers to plants of a region, fauna to animals, and vegetation to the overall plant cover. Exotic species originate elsewhere but grow in a new area (like Eichhornia crassipes in India), while indigenous species are native and confined to a specific region (like Rauwolfia serpentina in India).

Exam Tip: Clearly define flora, fauna, and vegetation, and then provide concise explanations with examples for exotic (introduced) versus indigenous (native) species, highlighting their geographical origins.

 

Question 7. દુનિયાના જુદા જુદા પ્રદેશ અને દેશોની વનસ્પતિના નામ જુદા જુદા છે. વનસ્પતિશાસ્ત્રીઓ આ મુશ્કેલીને કેવી રીતે દૂર કરે છે ?
Answer:
1. દુનિયામાં દરેક જગ્યાએ કોઈપણ જીવનું ચોક્કસ નામથી ઓળખવા માટે ચોક્કસ નામકરણ પદ્ધતિ હોવી જોઈએ.
2. વનસ્પતિશાસ્ત્રીઓએ આ મુશ્કેલી નિવારવા માટે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેન્કલેચર (ICBN) સ્થાપ્યો.
3. વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે દુનિયામાં ગમે તે પ્રદેશમાં દરેક જીવ ફક્ત એક જ નામ ધરાવે છે. ICBNએ નક્કી કર્યું કે કોઈ જીવનું આ નામ અન્ય કોઈ જીવ વાપરી ન શકે.
4. દરેક નામ બે ભાગથી બનેલું હોય છે: પ્રજાતિ નામ અને જાતિ નામ.
5. કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી આ નામકરણ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. ઉદાહરણ તરીકે, આંબાનું વૈજ્ઞાનિક નામ Mangifera indica અને બટાટાનું Solanum tuberosum છે.
In simple words: Botanists solve the problem of varying plant names across regions by using a universal naming system. The International Code of Botanical Nomenclature (ICBN) established rules ensuring each plant has one unique scientific name, consisting of a genus and species name, as introduced by Carolus Linnaeus (binomial nomenclature).

Exam Tip: Emphasize the role of ICBN and binomial nomenclature in providing a universal and unambiguous naming system for plants, crucial for global scientific communication.

 

Question 8. રીંગણ અને બટાટા એક જ પ્રજાતિ સોલેનમના છે, પરંતુ તેમની જાતિ જુદી જુદી છે. જુદી જુદી જાતિને કેવી રીતે અલગ પાડવામાં આવી?
Answer: સોલેનમ પ્રજાતિ એ સપુષ્પી વનસ્પતિ છે જે કેટલીક આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિ ધરાવે છે. ઉદાહરણ તરીકે, બટાટા, ટામેટા, તમાકુ અને રીંગણ. આ બધી જ વનસ્પતિઓ કે જે વાનસ્પતિક કે પ્રજનનિક સરખામણી ધરાવતી કેટલીય બાહ્ય રચનાઓ સરખી દર્શાવે છે. આથી તેમને એક સામાન્ય પ્રજાતિ નામ સોલેનમ આપવામાં આવ્યું છે.
In simple words: Brinjal and potato belong to the same genus Solanum, indicating shared general characteristics like their flowering nature and reproductive traits. Despite these similarities, they are distinct species due to differences in their specific morphological and genetic characteristics, leading to separate species names within the Solanum genus.

Exam Tip: Explain that while species within the same genus share broad characteristics, distinct species are differentiated by specific morphological, genetic, and reproductive differences, even if they appear similar.

 

Question 9. ‘કોષીય અંગિકાઓના ગુણધર્મો એ હંમેશા કોષીય અંગિકાના આવીય બંધારણમાં જોવા મળતાં નથી.' – સમજાવો.
Answer:

  • કોષ એ દ્વારા બનેલો રચનાત્મક-ક્રિયાત્મક એકમ છે. ઉદાહરણ તરીકે, ER ગોલ્ગી ઉપકરણ, રિબોઝોમ્સ, કણાભસૂત્ર, હરિતકણ વગેરે જે ચોક્કસ કાર્ય દર્શાવે છે. આમાંથી દરેક અંગિકાઓ વિવિધ પ્રકારના અણુઓ જેવા કે પ્રોટીન, લિપિડ, ઉત્સેચકો, ધાત્વિક આયનો જેવા કે Mg++, Ca++, Mn++, Na++ વગેરે કે જે કોષીય અંગિકાના કાર્યમાં મદદરૂપ થાય છે.
  • 1. ઉદાહરણ તરીકે, કણાભસૂત્રના બંધારણમાં પ્રોટીન (60-70%), લિપિડ (25 – 30%), RNA (5.7%) DNA, Mn++, ETS, ATP સંશ્લેષણ વગેરે જોવા મળે છે. જે ભેગા મળી કોષીય શ્વસન અને શક્તિ મુક્ત કરે છે. આ રીતે તે કોષનું પાવરહાઉસ બને છે.
  • 2. આ રીતે કોષના આણ્વીય બંધારણ કોઈપણ કાર્ય કરવા માટે પોતાની સ્વતંત્ર લાક્ષણિકતા ગુમાવે છે.

In simple words: The properties of cellular organelles, like mitochondria functioning as the cell's powerhouse, are not solely evident from their molecular composition (proteins, lipids). Instead, their specific functions arise from the complex organization and interactions of these molecules. Thus, the whole organelle's function is more than just the sum of its molecular parts.

Exam Tip: Focus on the concept of emergent properties: the functional properties of an organelle emerge from the organization and interaction of its molecular components, not just the molecules themselves.

 

Question 10. 'સજીવોની સંખ્યા અને પ્રકાર અચળ નથી.' – તમે આ વાક્યને કેવી રીતે વર્ણવશો ?
Answer: જીવોની સંખ્યા અને પ્રકાર સ્થિર નથી. કારણ કે તેના માટે જીવોમાં નીચેની ક્રિયાવિધિ જોવા મળે છે:

  • 1. લિંગી પ્રજનન,
  • 2. વિકૃતિ,
  • 3. ઉવિકાસ.

જીવોની સંખ્યામાં થતા ઘટાડાના કારણો :
  • 1. પર્યાવરણીય પ્રતિશોધ,
  • 2. નિવાસસ્થાનમાં ઘટાડો,
  • 3. માનવસર્જિત પ્રક્રિયાઓ.

In simple words: The number and types of organisms are not constant due to processes like sexual reproduction, mutation, and evolution that change species over time. Conversely, environmental factors, habitat loss, and human activities can cause a decrease in population numbers and even lead to species extinction.

Exam Tip: Explain both the factors that lead to changes and increases in species diversity (reproduction, mutation, evolution) and the factors that lead to declines (environmental stress, habitat destruction, human impact).

 

Long Answer Questions (LQ)

 

Question 1. જીવન એટલે શું? જીવંત સ્થિતિના કોઈપણ ચાર લક્ષણો જણાવો.
Answer: જીવો ચોક્કસ લક્ષણો દર્શાવે છે કે જે નીચે પ્રમાણે છે.

  • (i) વૃદ્ધિ: દરેક જીવના કદમાં અને સંખ્યામાં વધારો થાય છે. વનસ્પતિમાં આજીવન વૃદ્ધિ થાય છે, જ્યારે પ્રાણીઓમાં તે ચોક્કસ સમયગાળા માટે વૃદ્ધિ થાય છે, પછી અટકી જાય છે.
  • (ii) પ્રજનન : પ્રજનનની પ્રક્રિયા એ પૃથ્વી પર જીવનની સાતત્યતા જાળવવા માટે જરૂરી પ્રક્રિયા છે. દરેક જીવ એકકોષી હોય કે બહુકોષી હોય, તેઓની જાતિની સંખ્યામાં વધારો કરે છે. નીચલી કક્ષાના જીવો અલિંગી પ્રજનન જોવા મળે છે, કે જેમાં બે પિતૃઓ ભાગ લે છે. અમીબામાં વૃદ્ધિ અને પ્રજનન એકબીજાના પૂરક છે.
  • (iii) ચયાપચય : જીવકોષોમાં હજારોની સંખ્યામાં ઉત્સેચકો દ્વારા નિયંત્રિત ક્રિયાઓ ચાલે છે. તે સંશ્લેષણ કરતી (ચય) કે વિખંડન કરતી (અપચય) પ્રક્રિયા છે. આથી આ જીવની ખૂબ જ અગત્યની લાક્ષણિકતા છે.
  • (iv) ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર : સભાનતા અને ઉત્તેજના પ્રત્યેનો પ્રતિચાર એ જીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. વનસ્પતિ, પ્રકાશ, તાપમાન સાથે પ્રતિક્રિયા આપે છે. એકકોષી જીવો પણ પર્યાવરણની ઉત્તેજના પ્રત્યે સભાનતા ધરાવે છે.
  • (v) કોષીય આયોજન : દેહનું કોષીય આયોજન એ જીવંત અગત્યનું લક્ષણ છે. કોષો એકબીજા સાથે ભેગા મળીને કાર્ય કરે છે. કોષોના સમૂહ ભેગા મળી પેશી, પેશી દ્વારા અંગ, અંગ દ્વારા તંત્ર અને તંત્રો એકબીજા સાથે મળી કાર્ય કરે છે. આથી આપણે કહી શકીએ કે જીવ સ્વયંજનન પામતા અને બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દર્શાવે છે.

In simple words: Life is characterized by distinct features. These include growth (increase in size/number), reproduction (producing offspring to continue the species), metabolism (all chemical reactions in the body), responsiveness to stimuli (sensing and reacting to the environment), and cellular organization (being made of cells that form tissues, organs, and systems).

Exam Tip: When asked to define life's characteristics, ensure you list and briefly explain core features like growth, reproduction, metabolism, cellular organization, and consciousness/response to stimuli, as these collectively differentiate living from non-living matter.

 

Question 2. વૈજ્ઞાનિકને કોઈ એક નવી જાતિની વનસ્પતિ જોવા મળે તો તે તેની ઓળખ, વર્ગીકરણ એ નામકરણ કેવી રીતે કરે ?
Answer: નવી શોધાયેલ વનસ્પતિને વર્ગીકરણ ચાવી, હર્બેરિયમ, નાની પુસ્તિકા અને સાચવેલા વનસ્પતિ નમૂનાની સહાયથી ઓળખી શકાય છે. વૈજ્ઞાનિકો વનસ્પતિના બાહ્ય અને આંતરિક ગુણધર્મોની તુલના કરીને વિશિષ્ટ લક્ષણોને સમજે છે, જે વૈજ્ઞાનિક પુસ્તકોમાં મળે છે. ત્યારબાદ તેઓ વનસ્પતિનું યોગ્ય સ્થાન નક્કી કરીને, જૈવિક નામકરણના નિયમો મુજબ તેને ચોક્કસ જગ્યાએ મૂકે છે.
In simple words: જ્યારે વૈજ્ઞાનિકને કોઈ નવી વનસ્પતિ મળે, ત્યારે તેઓ તેને ઓળખવા માટે વર્ગીકરણ ચાવી, હર્બેરિયમ, નાની પુસ્તિકા અને સચવાયેલા નમૂનાઓનો ઉપયોગ કરે છે. તેઓ તેના દેખાવ અને આંતરિક ગુણધર્મોની તુલના કરીને વૈજ્ઞાનિક નિયમો મુજબ તેનું નામ અને સ્થાન નક્કી કરે છે.

Exam Tip: જ્યારે કોઈ નવી જાતિની ઓળખ, વર્ગીકરણ અને નામકરણ કરવાની વાત આવે, ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં લેવાતા મુખ્ય સાધનો અને પ્રક્રિયાઓ સ્પષ્ટપણે વર્ણવો.

 

Question 3. બ્રાસીકા કપેસ્ટ્રીસ બીન (Brasica compestris linn)
(a) વનસ્પતિનું સામાન્ય નામ આપો.
(b) પ્રથમ બે નામ શું દર્શાવે છે ?
(c) તેને ઈટાલિકમાં કેમ લખ્યું?
(d) નામને અંતે લખેલ Linnનો અર્થ શું થાય ?
Answer:
(a) આ છોડનું સામાન્ય નામ બ્રાસીકા કપેસ્ટ્રીસ લીન છે.
(b) છોડનું પહેલું નામ પ્રજાતિ અને બીજું નામ જાતિનો સંકેત આપે છે.
(c) આઈએસબીએન પ્રમાણે, દરેક વૈજ્ઞાનિક નામમાં પ્રથમ પ્રજાતિ અને બીજું જાતિનું નામ ઈટાલિક અક્ષરોમાં હોવું આવશ્યક છે. આ નામકરણનો મુખ્ય નિયમ છે.
(d) લિનિયસનો મતલબ છે કે, લિનિયસે સૌથી પહેલા આ વનસ્પતિને શોધી હતી. તેમણે આ છોડની ઓળખ, નામ અને વર્ગીકરણ કર્યું. તેથી, તેમને આદર આપવા માટે વૈજ્ઞાનિક નામની પાછળ Linn ઉમેરવામાં આવે છે.
In simple words: બ્રાસીકા કપેસ્ટ્રીસ લીન એ છોડનું સામાન્ય નામ છે. તેનું પહેલું નામ પ્રજાતિ અને બીજું નામ જાતિ દર્શાવે છે. વૈજ્ઞાનિક નામો ઈટાલિકમાં લખાય છે અને Linn એટલે કે લિનિયસે આ છોડ શોધ્યો હતો.

Exam Tip: દ્વિનામી નામકરણના નિયમો યાદ રાખો: પ્રજાતિનું નામ અને જાતિનું નામ, ઈટાલિક ફોર્મેટિંગ અને લેખકનું સંક્ષિપ્ત નામ.

 

Question 4. નામકરણના સાધનો કયા છે? હર્બેરિયમ અને સંગ્રહાલયની અગત્યતા જણાવો. વનસ્પતિઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલયો જૈવ વિવિધતાની જાળવણીમાં કેવી રીતે ઉપયોગી છે ?
Answer: નામકરણના સાધનો એટલે એવા ઉપકરણો જે નવા છોડ અથવા પ્રાણીઓની ઓળખ, વર્ગીકરણ અને નામ આપવામાં સહાય કરે છે. આને હર્બેરિયમ અથવા સંગ્રહાલયમાં નમૂના તરીકે, અથવા વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સચવાયેલા નમૂના તરીકે રાખવામાં આવે છે. અન્ય કેટલાક ઉપકરણોમાં નાની પુસ્તિકાઓ, નામકરણની ચાવીઓ અને જોડકાં જેવા લેખિત દસ્તાવેજો શામેલ છે. નવા મળેલા સજીવોની સરખામણી સુરક્ષિત બગીચાઓ અથવા પ્રાણી સંગ્રહાલયોમાં મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ સાથે કરવામાં આવે છે. છોડના બગીચાઓ વનસ્પતિઓને બચાવવામાં મદદ કરે છે, જેમ કે: 1. સ્થાનિક મહત્વની છોડની જાતિઓને ઉગાડવી અને તેમની માહિતી સાચવવી. 2. દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓને ઉછેરવી અને સુરક્ષિત રાખવી. 3. જુદા જુદા ઉદ્દેશ્યો માટે વનસ્પતિશાસ્ત્રીય સંશોધનમાં બીજનું વિતરણ કરવું. પ્રાણી સંગ્રહાલયો જૈવ વિવિધતાના રક્ષણમાં યોગદાન આપે છે. પ્રાણીઓને કુદરતી વાતાવરણ અને ખુલ્લી જગ્યા આપવી, જેમ કે, જંગલી પ્રાણીઓની જાતિઓ. પ્રાણીઓને તેમના શિકારીઓથી રક્ષણ મળે છે. તેમને ભોજન અને આશ્રય પણ આપવામાં આવે છે. વિદેશી જંગલી જાતિઓ અને વિદેશી પ્રજાતિઓને તેમનો રહેવાનો વિસ્તાર પૂરો પાડવો. લુપ્ત થતી જાતિઓને બચાવવા પ્રયત્ન કરવો. પ્રાણીઓને પ્રજનન માટે સુવિધાઓ આપવી અને યોગ્ય સ્થળોએ મુક્ત કરવા. આમ, વનસ્પતિ ઉદ્યાનો અને પ્રાણી સંગ્રહાલયો જૈવ વિવિધતાના રક્ષણમાં મહત્વનો ભાગ ભજવે છે.
In simple words: નામકરણના સાધનો એ નવા જીવોને ઓળખવા, વર્ગીકૃત કરવા અને નામ આપવા માટે ઉપયોગી છે, જેમાં હર્બેરિયમ, સંગ્રહાલય, પુસ્તિકાઓ અને ચાવીઓનો સમાવેશ થાય છે. વનસ્પતિ ઉદ્યાનો અને પ્રાણી સંગ્રહાલયો સ્થાનિક અને દુર્લભ પ્રજાતિઓનું સંરક્ષણ કરીને, તેમજ પ્રાણીઓને સુરક્ષિત વાતાવરણ, ખોરાક અને પ્રજનન માટે જગ્યા પૂરી પાડીને જૈવ વિવિધતા જાળવવામાં મદદ કરે છે.

Exam Tip: નામકરણના સાધનોની ભૂમિકા અને વનસ્પતિ ઉદ્યાનો તથા પ્રાણી સંગ્રહાલયો જૈવ વિવિધતાના સંરક્ષણમાં કેવી રીતે ફાળો આપે છે તે સમજાવો. મુદ્દાવાર જવાબો લખવા મદદરૂપ થશે.

 

Question 5. વર્ગક એટલે શું? વર્ગીકરણ શ્રેણીનો અર્થ શું થાય? નીચલીથી ઉપલી કક્ષા સુધીના વનસ્પતિ અને પ્રાણીઓને દર્શાવતો ચાર્ટ દર્શાવો. જ્યારે સજીવોની સંખ્યા અને ગુણધર્મોને વર્ગીકરણની શ્રેણીમાં ધ્યાને લઈ એ નીચેથી ઉપર જતા સુધી શું જોવા મળે છે?
Answer: વર્ગક (Taxon) એ વર્ગીકરણમાં એક ચોક્કસ સ્થાને દર્શાવવામાં આવતી શ્રેણી છે. વર્ગીકરણ શ્રેણી એ વિવિધ વર્ગકોની ગોઠવણી છે જે સજીવો વચ્ચેના નજીકના સંબંધો દર્શાવે છે. નીચેથી ઉપરની કક્ષા તરફ જતાં સમાન લક્ષણોમાં ઘટાડો થતો જાય છે.

વર્ગકવનસ્પતિપ્રાણી
સૃષ્ટિ : આ વર્ગીકરણનો સૌથી ઉચ્ચકક્ષાનો દરજ્જો છે. જેમાં સમાન લક્ષણો ધરાવતા તમામ સજીવોનો સમૂહ છે.વનસ્પતિપ્રાણી
સમુદાય / વિભાગ : કેટલાક સમાન લક્ષણો ધરાવતા વર્ગોનો સમાવેશ થાય છે.વિભાગનો ઉપયોગ વનસ્પતિમાં થાય છે. દા.ત., બેક્ટેરિયા, લીલ, ફૂગ અને લાયકેનનો સમાવેશ વિભાગ એકાંગીમાં કરવામાં આવે છે.સમુદાયનો ઉપયોગ પ્રાણીમાં થાય છે. દા.ત., મત્સ્ય, ઉભયજીવી, સરિસૃપ, વિહંગ અને સસ્તન જેવા વર્ગો મેરૂદંડી સમુદાયમાં સમાવેશ કરાય છે.
વર્ગ : નજીકના સંબંધિત ગોત્રોનો સમાવેશ થાય છે.ફક્ત સપુષ્પી વનસ્પતિમાં જોવા મળે છે. દા.ત., દ્વિદળી અને એકલિંગી.વિવિધ ગોત્રો ભેગા મળી વર્ગ બનાવે છે. દા.ત., વર્ગ - સસ્તન.
ગોત્ર : કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ઉચ્ચકનો બનાવે છે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે.દા.ત., દ્વિદળીમાં પુષ્પીય લક્ષણોને આધારે વિવિધ ગોત્રો - રોસેલસ, પોલિઝોનિએલ્સ, સેપીન્ડાલીસ, રનેલ્સ, વગેરેનો સમાવેશ થાય છે.દા.ત., ગોત્ર - કાર્નીવોરામાં વિવિધ કૂળ ફેલીડી (બિલાડી) કેનીડી (કૂતરા, શિયાળ) યુરસીડી (રીંછ) વગેરેનો સમાવેશ થાય છે.
પ્રજાતિ : જાતિની ઉપરના તબક્કે પ્રથમ ઉચ્ચકક્ષાએ તે આપે છે. તેઓ વિવિધ જાતિઓનો સમૂહ છે. જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે.દા.ત., કૂળ સોલેનેસીમાં પ્રજાતિ સોલેનમનો સમાવેશ થાય છે.દા.ત., કેવીડી કૂળએ પ્રજાતિ, પેન્થેરા (વાઘ, સિંહ અને દીપડા)નો સમાવેશ થાય છે.
જાતિ : બાહ્યરચનાકીય સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ગણના થાય છે. તેઓ એકબીજા સાથે આંતરપ્રજનન દ્વારા તેમના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે.દા.ત., સોલેનમ નાઈગ્રમ, સોલેનમ ટ્યુબરોસમ અહીં સોલેનમ પ્રજાતિની જાતિ છે.દા.ત., પેન્થેરા પ્રજાતિ એ લીઓ (સિંહ) અને પેન્થેરા, ટાઈગ્રીસ (વાઘ)નો સમાવેશ કરે છે.

In simple words: વર્ગક એટલે વર્ગીકરણમાં એક ચોક્કસ જૂથ, અને વર્ગીકરણ શ્રેણી એટલે આ જૂથોનો ક્રમ. જેમ જેમ આપણે નીચલા સ્તરથી ઉપરના સ્તર તરફ જઈએ છીએ, તેમ તેમ સજીવોમાં સમાન લક્ષણો ઘટતા જાય છે, જ્યારે ઉપરથી નીચે આવતા સમાન લક્ષણો વધે છે.

Exam Tip: વર્ગક અને વર્ગીકરણ શ્રેણીની વ્યાખ્યા સ્પષ્ટ કરો. દરેક કક્ષા માટે વનસ્પતિ અને પ્રાણીઓના ઉદાહરણો આપો અને સમાન લક્ષણોના ઘટાડા-વધારાની પેટર્ન સમજાવો.

 

Question 6. વર્ગીકરણશાસ્ત્રનો વિદ્યાર્થીને મૂંઝવણમાં મૂકાયો, જ્યારે વનસ્પતિને ઓળખવા માટે તેમના પ્રોફેસર ચાવી જવા કહ્યું, તે તેમના મિત્ર પાસે પ્રોફેસર દ્વારા 'ચાવી' (Key નો અર્થ શું થાય છે. તે સમજવા ગયો. તેના મિત્ર એ તેને શું કહ્યું ?
Answer: છોડને ઓળખવાની પ્રક્રિયા એક વૈજ્ઞાનિક કાર્ય છે. તેમને ઓળખવા માટે સામાન્ય બાહ્ય દેખાવ, રહેઠાણ, ઉત્પત્તિનો મુખ્ય સમયગાળો વગેરેનો અભ્યાસ કરવો જરૂરી છે. વિવિધ સ્વરૂપોમાં સંદર્ભ સામગ્રી વર્ગીકરણ ચાવી તરીકે ઉપલબ્ધ છે. પ્રોફેસરે વિદ્યાર્થીને આવા ચાવીનો ઉપયોગ કરીને વનસ્પતિને ઓળખવા કહ્યું. આ ચાવીનો સિદ્ધાંત 'રે' દ્વારા આપવામાં આવ્યો હતો. વર્ગીકરણના જુદા જુદા સ્તરો માટે અલગ અલગ વર્ગીકરણ ચાવીઓ જરૂરી છે. આ ચાવી સામાન્ય રીતે વિશ્લેષણાત્મક સ્વભાવની હોય છે, જે નવા શોધાયેલા છોડને ઓળખવામાં મદદરૂપ થાય છે.
In simple words: વર્ગીકરણ ચાવી એ છોડને ઓળખવા માટેનું એક સાધન છે, જે વૈજ્ઞાનિક 'રે' દ્વારા આપવામાં આવ્યું હતું. તે જુદા જુદા લક્ષણોના આધારે વિશ્લેષણ કરીને નવી વનસ્પતિઓને ઓળખવામાં મદદ કરે છે, જેથી વિદ્યાર્થીઓ છોડને સરળતાથી ઓળખી શકે.

Exam Tip: વર્ગીકરણ ચાવીનો ખ્યાલ અને તેના સિદ્ધાંતો સમજાવો, તેમજ તે કેવી રીતે સજીવોની ઓળખમાં મદદ કરે છે તે દર્શાવો.

 

Question 7. ચયાપચય એ જીવંત સજીવોનું અગત્યનું લક્ષણ છે. 'in vitro પરિસ્થિતિમાં સ્વતંત્ર ચયાપચયની ક્રિયા એ જીવંત વસ્તુ નથી, પરંતુ જીવંત પ્રક્રિયા જરૂર છે. – સમજાવો.
Answer: ચયાપચય એ બનાવવાની (ઉપચય) અને તોડવાની (અપચય) ક્રિયાઓનો સમૂહ છે. આ પ્રક્રિયાઓ ચોક્કસ ઉત્સેચકો દ્વારા નિયંત્રિત થાય છે, અને તે એકકોષીય કે બહુકોષીય સજીવના કોષોમાં થાય છે. આ ક્રિયાઓ જીવન માટે મૂળભૂત છે. તે સજીવોની વૃદ્ધિ, પ્રજનન, આંતરિક સ્થિરતા જાળવવા અને ઉત્તેજના પ્રત્યે પ્રતિક્રિયા આપવામાં સહાય કરે છે. આને પાચનના ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. બધા જીવોને ભોજન સ્વરૂપે પોષણની જરૂર પડે છે. સજીવના પ્રકાર મુજબ, તેઓ કોષની બહાર અથવા અંદર ખોરાકનું પાચન ચયાપચયની ક્રિયા દ્વારા કરે છે. આમ, બધી પ્રક્રિયાઓ સજીવને ખોરાકના ઘટકોને તોડવામાં અને પછી શોષણ દ્વારા વૃદ્ધિ અને પ્રજનનમાં મદદરૂપ થાય છે. આ એક ચયાપચયિક ક્રિયા છે. કેટલીક પ્રવૃત્તિઓ કોષની બહાર નિયંત્રિત વાતાવરણમાં થાય છે. રાસાયણિક પ્રતિક્રિયાઓ સામાન્ય રીતે વિશિષ્ટ પરિસ્થિતિઓમાં થાય છે. બધી જ જૈવિક ક્રિયાઓ ખૂબ જ ચોક્કસ, પસંદગીયુક્ત અને ઉત્સેચક-આધારિત પ્રક્રિયાઓ છે.
In simple words: ચયાપચય એ જીવોમાં થતી બધી રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે, જે વૃદ્ધિ, પ્રજનન અને શરીરની કાર્યક્ષમતા માટે જરૂરી છે. જોકે આ ક્રિયાઓ લેબમાં સ્વતંત્ર રીતે થઈ શકે છે, તે જીવંત વસ્તુઓ નથી કારણ કે તેમને સંપૂર્ણ જીવંત કોષની જરૂર હોય છે.

Exam Tip: ચયાપચયની વ્યાખ્યા આપો અને સમજાવો કે તે જીવંત સજીવો માટે શા માટે મહત્વપૂર્ણ છે. "in vitro" પ્રવૃત્તિઓ જીવંત પ્રક્રિયાઓ કેવી રીતે છે તે સમજાવવા માટે ઉદાહરણોનો ઉપયોગ કરો.

 

Question 8. કોમામાં (બેભાન અવસ્થામાં રહેલ વ્યક્તિને તમે સજીવ ગણશો કે નિર્જીવ ગણશો ?
Answer: સભાનતા એ બધા સજીવોનો એક આવશ્યક ગુણ છે. જ્યારે બેભાન અથવા અચેત વ્યક્તિ કોઈપણ પીડા, પ્રકાશ અથવા અવાજ પ્રત્યે સામાન્ય રીતે પ્રતિક્રિયા આપતી નથી. આવા વ્યક્તિમાં ચેતનાનો અભાવ હોય છે અને તે અનુભવ કરવા, બોલવા, સાંભળવા, અથવા હલનચલન કરવામાં સક્ષમ નથી. આવા વ્યક્તિને બ્રેઇન ડેડ કહેવામાં આવે છે. આપણે તેમને જીવંત, પરંતુ મરી ગયેલા જીવ તરીકે ઓળખી શકીએ છીએ.
In simple words: કોમામાં રહેલા વ્યક્તિને જીવંત ગણવામાં આવે છે કારણ કે તેઓ શ્વાસ લે છે અને હૃદય ધબકે છે, પરંતુ તેઓ સભાન નથી અને બાહ્ય ઉત્તેજના પ્રત્યે પ્રતિક્રિયા આપતા નથી. આવા વ્યક્તિને બ્રેઇન ડેડ ગણી શકાય છે.

Exam Tip: સજીવતાના મુખ્ય લક્ષણો જેમ કે સભાનતા અને ઉત્તેજના પ્રત્યે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા પર ભાર મૂકો. કોમામાં રહેલા વ્યક્તિના સંદર્ભમાં આ લક્ષણો કેવી રીતે લાગુ પડે છે તે સમજાવો.

 

Question 9. શ્વસન અને વૃદ્ધિને અનુલક્ષીને 'આખી મગની દાળ' અને ‘તૂટેલી મગની દાળ' (ફાડાદાળ) વચ્ચે કઈ સમાનતા અને અસમાનતા જોવા મળે છે. આ માપદંડને આધારે તેમને સજીવ કે નિર્જીવમાં વર્ગીકૃત કરી શકાય ?
Answer: 'આખી મગની દાળ' અને 'તૂટેલી મગની દાળ' (મગ ફાડા) વચ્ચે જોવા મળતી સમાનતા અને અસમાનતા નીચે મુજબ છે:

આખી મગની દાળ (આખા મગ)તૂટેલી મગની દાળ (મગ ફાડા)
(i) આખી મગની દાળ એ વનસ્પતિનું આખુ બી છે.(i) તે આખું બી નથી.
(ii) જ્યારે અંકુરણ માટેની અનુકૂળ પરિસ્થિતિ આપવામાં આવે ત્યારે તે અંકુરિત થાય છે.(ii) તે અંકુરિત થઈ શકતા નથી કારણ કે બીના જીવંત ભાગ જેવા કે ભૂણ અને બીજપત્રો નાશ પામેલા હોય છે.
(iii) અંકુરણ વખતે તેઓ ચયાપચયિક ક્રિયા દર્શાવે છે.(iii) ચયાપચયિક ક્રિયા દર્શાવી શકતા નથી.
(iv) ચયાપચયની ક્રિયાને લીધે હાઈડ્રોલેઝ ઉત્સેચક બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ કરે છે.(iv) તૂટેલા બીજ પાણી શોષે છે. ઉત્સેચક સક્રિય બને છે પરંતુ તે વૃદ્ધિ દર્શાવતા નથી.
(v) \( O_2 \)ના વપરાશ અને શ્વસનને પરિણામે \( O_2 \) મુક્ત થાય છે.(v) ભૂણના નાશને કારણે શ્વસન થતું ન હોવાથી \( O_2 \) મુક્ત થતો નથી.
(vi) બીજમાં ચયાપચયની ક્રિયા થતી હોવાથી ભૃણનો વિકાસ થઈ બીજનો ફણગો ફૂટે છે અને ભૃણમૂળ વિકાસ પામે છે.(vi) આવો કોઈ વિકાસ થતો નથી. તૂટેલી મગની દાળ મનુષ્યમાં પોષણક્ષમતા પૂરી પાડે છે અને તેના ઉપયોગી ભાગો જીવંત સજીવોના ખોરાકમાં પ્રદાન કરવામાં હોય છે.

In simple words: આખી મગની દાળ જીવંત છે કારણ કે તે અંકુરિત થઈ શકે છે, ચયાપચય કરી શકે છે અને વિકાસ પામે છે. તૂટેલી મગની દાળ નિર્જીવ છે કારણ કે તેનો ભ્રૂણ નાશ પામેલો છે, તેથી તે અંકુરિત થઈ શકતી નથી, શ્વસન કરી શકતી નથી કે વૃદ્ધિ પામી શકતી નથી.

Exam Tip: આખી અને તૂટેલી મગની દાળની તુલના કરતી વખતે સજીવતાના મુખ્ય માપદંડો, જેમ કે વૃદ્ધિ, ચયાપચય અને પ્રજનન પર ધ્યાન કેન્દ્રિત કરો. તુલના કોષ્ટકના રૂપમાં રજૂ કરવાથી વધુ સ્પષ્ટતા મળશે.

 

Question 10. ‘પેશીમાં જોવા મળતી કેટલીક લાક્ષણિકતાઓ એ તેમના કોષોના બંધારણમાં જોવા મળતી નથી’. ત્રણ ઉદાહરણ દ્વારા આ વાક્યને સમર્થન આપો.
Answer: બહુકોષીય જીવોમાં કોષ સૌથી નાનો કાર્યકારી એકમ છે. જ્યારે સમાન દેખાવ અને કાર્ય ધરાવતા કોષોનો સમૂહ કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ પેશી બનાવે છે. તેઓ અંગોના વિશિષ્ટ કાર્ય દર્શાવે છે. ઉદાહરણ તરીકે, પાચનતંત્રના પેટ અને આંતરડામાં રહેલી વિવિધ પેશીઓના સંકલનથી ખોરાક પાચનનું કાર્ય થાય છે. પાચનનો આ ગુણ પેશીઓ અથવા અંગોનો છે. ઉદાહરણ તરીકે, પેટ, પરંતુ તે ગુણ પાચનતંત્ર બનાવતા પેશીઓ કે અંગોના કોષોનો નથી. એ જ રીતે, ઘણા ચેતાકોષો ભેગા મળીને ચેતાતંત્ર બનાવે છે; સ્નાયુઓ ભેગા મળીને સ્નાયુતંત્ર બનાવે છે. પરંતુ, સ્વતંત્ર ચેતાકોષો અથવા સ્નાયુકોષો નિયંત્રણ, સંકલન અથવા હલનચલનનું કાર્ય કરી શકતા નથી.
In simple words: પેશીઓમાં જોવા મળતા કેટલાક ગુણધર્મો તેના એકલા કોષોમાં નથી હોતા. જેમ કે, પાચનની ક્ષમતા પેટમાં હોય છે, તેના કોષોમાં નહીં; ચેતાતંત્રમાં નિયંત્રણની શક્તિ હોય છે, એકલા ચેતાકોષમાં નહીં; અને સ્નાયુતંત્રમાં હલનચલન થાય છે, એકલા સ્નાયુકોષમાં નહીં. આ બતાવે છે કે સંગઠિત રચનાઓમાં નવા ગુણધર્મો વિકસે છે.

Exam Tip: સમજીને જવાબ આપો કે કેવી રીતે કોષો ભેગા મળીને પેશીઓ અને અંગો બનાવે છે, અને કેવી રીતે સામૂહિક સંગઠન એકલા કોષોમાં ન હોય તેવા નવા કાર્યો અને ગુણધર્મો પ્રદાન કરે છે.

Free study material for Biology

GSEB Solutions Class 11 Biology Chapter 01 સજીવ વિશ્વ

Students can now access the GSEB Solutions for Chapter 01 સજીવ વિશ્વ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 11 Biology textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 01 સજીવ વિશ્વ

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 11 Biology chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 11 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Biology Class 11 Solved Papers

Using our Biology solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 11 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 01 સજીવ વિશ્વ to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 11 Biology Solutions Chapter 1 સજીવ વિશ્વ for the 2026-27 session?

The complete and updated GSEB Class 11 Biology Solutions Chapter 1 સજીવ વિશ્વ is available for free on StudiesToday.com. These solutions for Class 11 Biology are as per latest GSEB curriculum.

Are the Biology GSEB solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 11 Biology Solutions Chapter 1 સજીવ વિશ્વ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Biology concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Biology Solutions Chapter 1 સજીવ વિશ્વ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 11 Biology Solutions Chapter 1 સજીવ વિશ્વ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Biology. You can access GSEB Class 11 Biology Solutions Chapter 1 સજીવ વિશ્વ in both English and Hindi medium.

Is it possible to download the Biology GSEB solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire GSEB Class 11 Biology Solutions Chapter 1 સજીવ વિશ્વ in printable PDF format for offline study on any device.