GSEB Class 10 Science Solutions Chapter 6 જૈવિક ક્રિયાઓ

Get the most accurate GSEB Solutions for Class 10 Science Chapter 06 જૈવિક ક્રિયાઓ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Science. Our expert-created answers for Class 10 Science are available for free download in PDF format.

Detailed Chapter 06 જૈવિક ક્રિયાઓ GSEB Solutions for Class 10 Science

For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 06 જૈવિક ક્રિયાઓ solutions will improve your exam performance.

Class 10 Science Chapter 06 જૈવિક ક્રિયાઓ GSEB Solutions PDF

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

 

Question 1. મનુષ્યમાં મૂત્રપિંડ એ ઉત્સર્જન સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. ?
(a) પોષણ
(b) શ્વસન
(c) ઉત્સર્જન
(d) પરિવહન
Answer: (c) ઉત્સર્જન
In simple words: The kidneys in humans are a vital part of the excretory system, which helps in removing waste products from the body.

Exam Tip: Remember the main organ systems and their functions. Kidneys are specifically involved in excretion, not nutrition, respiration, or circulation.

 

Question 2. વનસ્પતિઓમાં જલવાહક માટે જવાબદાર છે.
(a) પાણીના વહન
(b) ખોરાકના વહન
(c) એમિનો ઍસિડના વહન
(d) ઑક્સિજનના વહન
Answer: (a) પાણીના વહન
In simple words: Xylem tissue in plants helps transport water and minerals from the roots to all other parts of the plant, keeping it hydrated.

Exam Tip: Recall that xylem transports water (જલ), while phloem transports food (અન્ન). This is a common distinction in plant anatomy.

 

Question 3. સ્વયંપોષી માટે આવશ્યક છે.
(a) કાર્બન ડાયોક્સાઈડ તથા પાણી
(b) ક્લોરોફિલ
(c) સૂર્યનો પ્રકાશ
(d) આપેલ તમામ
Answer: (d) આપેલ તમામ
In simple words: For autotrophic nutrition, which is how plants make their own food, all of these things – carbon dioxide, water, chlorophyll, and sunlight – are needed to complete the process.

Exam Tip: When listing requirements for photosynthesis, ensure you mention carbon dioxide, water, chlorophyll, and sunlight as these are key for the process.

 

Question 4. માં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઈડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે.
(a) કોષરસ
(b) કણાભસૂત્રો
(c) હરિતકણ
(d) કોષકેન્દ્ર
Answer: (b) કણાભસૂત્રો
In simple words: When pyruvate breaks down into carbon dioxide, water, and energy, this crucial process happens inside the mitochondria, which are the powerhouses of the cell.

Exam Tip: Remember that mitochondria are the site of aerobic respiration, where glucose is completely oxidized to produce energy, carbon dioxide, and water.

 

Question 5. આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે?
Answer: પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે. સ્વાદુરસનો લાયપેઝ તૈલોદીત ચરબીનું પાચન કરે છે. અંતે આંત્રરસના લાયપેઝ વડે ચરબીનું ફૅટી ઍસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે.
In simple words: Bile salts from the liver break down large fat globules into smaller ones, a process called emulsification. Then, lipase enzymes from the pancreas and small intestine digest these smaller fat particles, turning them into fatty acids and glycerol. This entire digestion takes place in the small intestine.

Exam Tip: When describing fat digestion, make sure to mention the role of bile for emulsification and lipase enzymes for breaking down fats into fatty acids and glycerol, specifying the small intestine as the site.

 

Question 6. ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શું છે?
Answer: લાળરસમાં એમાયલેઝ નામનો ઉત્સેચક હોય છે, જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન શરૂ કરે છે અને તેને સરળ શર્કરા (માલ્ટોઝ) માં રૂપાંતરિત કરે છે. આમ, તે જટિલ કાર્બોહાઇડ્રેટ્સના પાચનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
સ્ટાર્ચ (જટિલ કાર્બોદિત) \( \xrightarrow{લાળરસનો \ એમાયલેઝ} \) માલ્ટોઝ (શર્કરા)
In simple words: Saliva contains an enzyme called amylase. This enzyme starts breaking down the starch in our food into simpler sugars like maltose right in the mouth. This helps begin the digestion of complex carbohydrates.

Exam Tip: Focus on salivary amylase and its function in breaking down starch into simpler sugars in the mouth when discussing saliva's role in digestion.

 

Question 7. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નીપજો કઈ છે?
Answer: સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ:
1. ક્લોરોફિલની હાજરી,
2. પ્રકાશશક્તિનું શોષણ,
3. પાણીના અણુનું વિઘટન અને
4. કાર્બન ડાયૉક્સાઇડનું કાર્બોદિતમાં રિડકશન.
તેની નીપજો ગ્લુકોઝ, કાર્બોદિત અને ઑક્સિજન છે.
In simple words: For plants to make their own food, they need chlorophyll, sunlight, water, and carbon dioxide. The things they make are glucose (sugar), other carbohydrates, and oxygen.

Exam Tip: List all four essential conditions (chlorophyll, light energy, water, CO2) and the three main products (glucose/carbohydrates, oxygen) for photosynthesis to score well.

 

Question 8. જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે? કેટલાક સજીવોનાં નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે.
Answer:

જારક શ્વસનઅજારક શ્વસન
1. આ ક્રિયામાં \( O_2 \) નો ઉપયોગ થાય છે.1. આ ક્રિયામાં \( O_2 \) નો ઉપયોગ થતો નથી.
2. આ ક્રિયાને અંતે \( CO_2 \) અને \( H_2O \) ઉત્પન્ન થાય છે.2. આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લૅક્ટિક ઍસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને \( CO_2 \) ઉત્પન્ન થાય છે.
3. આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે. તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઊર્જા મુક્ત થાય છે.3. આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે. તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઊર્જા મુક્ત થાય છે.
4. આ ક્રિયા કોષરસમાં શરૂ થાય છે, જ્યારે બાકીના તબક્કા કણાભસૂત્રમાં થાય છે.4. આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે. કણાભસૂત્રો તેમાં કોઈ ભાગ ભજવતા નથી.
અનારક શ્વસન કરતાં સજીવોનાં નામ : યીસ્ટ અને અન્ય કેટલીક ફૂગ, કેટલાક બૅક્ટેરિયા અને અંતઃપરોપજીવીઓ.
In simple words: Aerobic respiration uses oxygen and produces a lot of energy, water, and carbon dioxide, mainly in mitochondria. Anaerobic respiration does not use oxygen, produces less energy, and makes lactic acid or ethanol, happening only in the cytoplasm. Yeast, some fungi, bacteria, and internal parasites perform anaerobic respiration.

Exam Tip: Clearly differentiate aerobic and anaerobic respiration based on oxygen requirement, end products, energy yield, and location within the cell. Remember to list examples of organisms that perform anaerobic respiration.

 

Question 9. વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે?
Answer: ફેફસાંમાં શ્વાસવાહિકાઓના અંત ભાગે વાયુકોષ્ઠો આવેલા છે. તેઓ ફુગ્ગા જેવી રચના ધરાવે છે. તેમની પાતળી દીવાલ પર રુધિરકેશિકાની વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે.
In simple words: Alveoli in the lungs are tiny, balloon-like structures at the ends of air tubes. Their very thin walls, covered by a rich network of blood capillaries, create a huge surface area for efficient gas exchange, allowing more oxygen and carbon dioxide to pass through.

Exam Tip: When describing alveoli, highlight their balloon-like structure, thin walls, and extensive blood capillary network. These features maximize the surface area for gas exchange.

 

Question 10. આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઊણપને પરિણામે શું થઈ શકે છે?
Answer: આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે પાંડુરોગ (એનીમિયા) કહે છે. તેના પરિણામે, આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો \( O_2 \) મળતો નથી. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ, થાક, કંટાળો વગેરે જોવા મળે છે.
In simple words: When there's not enough hemoglobin in our bodies, it causes a condition called anemia. Because of this, our body cells don't get enough oxygen for energy production, which makes us feel weak, tired, and easily fatigued.

Exam Tip: Link hemoglobin deficiency directly to reduced oxygen transport, leading to insufficient cellular respiration, decreased energy production, and symptoms like fatigue and weakness (anemia).

 

Question 11. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો. તે શા માટે જરૂરી છે?
Answer: મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે. તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે. [વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઑક્સિજનવિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ફેફસાંમાં લઈ જવામાં આવે છે. ફેફસાંમાંથી ઑકિસજનયુક્ત રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે.] મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઑક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે.
In simple words: Double circulation means blood passes through the heart twice in one complete cycle. This system is crucial because it ensures that oxygen-rich and oxygen-poor blood remain separate, allowing for a more efficient and powerful supply of oxygen to meet the high energy demands of the human body.

Exam Tip: Define double circulation by stating blood passes through the heart twice. Explain its importance for efficient oxygen supply and meeting high energy needs, especially in warm-blooded animals like humans.

 

Question 12. જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે?
Answer:

જલવાહકઅન્નવાહક
1. પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન થાય છે.1. મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતરણ થાય છે.
2. તેમાં વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણબળ મુખ્ય પ્રેરક બળ છે.2. તેમાં સ્થળાંતરણ માટે આસૃતિ દબાણ જવાબદાર છે.
3. તેમાં દ્રવ્યોના વહન માટે સામાન્ય રીતે ATPનો ઉપયોગ થતો નથી.3. તેમાં સ્થળાંતરણ માટે ATPનો ઉપયોગ થાય છે.
4. જલવાહિની અને જલવાહિનિકી વહનમાં સંકળાયેલા છે.4. ચાલનીનલિકા અને સાથીકોષો સ્થળાંતરણમાં સંકળાયેલા છે.

In simple words: Xylem primarily moves water and minerals upwards using transpiration pull and generally doesn't use ATP. Phloem mainly transports food (sucrose) in both directions using osmotic pressure and requires ATP. Xylem uses vessels and tracheids, while phloem uses sieve tubes and companion cells.

Exam Tip: When comparing xylem and phloem, focus on what each transports, the direction of transport, the driving force (transpiration pull vs. osmotic pressure), energy involvement (ATP), and the specific cells involved in each tissue.

 

Question 13. ફેફસાંમાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડનલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો.
Answer:

વાયુકોષ્ઠોમૂત્રપિંડનલિકા
1. તે ફેફસાંની રચનાનો કાર્યાત્મક એકમ છે.1. તે મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે.
2. તે શ્વાસવાહિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે.2. તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે તેના અગ્રભાગે બાઉમૅનની કોથળી હોય છે.
3. તે શ્વસન વાયુઓની આપ-લે માટેની સપાટી પૂરી પાડે છે.3. તે રુધિરનું ગાળણ કરી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે.
4. તેની દીવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળી હોય છે.4. તેના બાઉમૅનની કોથળી ભાગે રુધિરકેશિકાગુચ્છ અને નલિકામય ભાગે રુધિરકેશિકાજાળ હોય છે.

In simple words: Alveoli in the lungs are tiny air sacs for gas exchange, featuring thin walls and rich capillaries. Nephrons in the kidneys are long, coiled tubes (with Bowman's capsule) that filter blood to remove nitrogenous waste. Both are functional units of their respective organs and have extensive capillary networks to perform their jobs.

Exam Tip: When comparing alveoli and nephrons, highlight their roles as functional units for gas exchange and filtration, respectively. Emphasize their structural adaptations (thin walls, extensive capillary networks) that maximize efficiency.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 95)

 

Question 1. શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે?
Answer: આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં બધા કોષો આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. શરીરરચના વધુ જટિલ તેમજ શરીરનું કદ મોટું છે. આથી સાદા પ્રસરણ દ્વારા બધા કોષોને જરૂરિયાતનો ઑક્સિજન મોકલી શકાય નહીં. એક ગણતરી મુજબ આપણાં ફેફસાંમાંથી ઑક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પ્રસરણ દ્વારા પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આથી આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઑક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે.
In simple words: For complex organisms like us, simple diffusion isn't enough to get oxygen to all cells because our bodies are large and complicated, and not all cells are directly exposed to the environment. It would take years for oxygen to reach distant parts of the body this way.

Exam Tip: Explain that complex body structures and the large number of cells in multicellular organisms make simple diffusion inefficient for oxygen transport over long distances.

 

Question 2. કોઈ વસ્તુ જીવંત છે, તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું?
Answer: કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે હલનચલન, વૃદ્ધિ, શ્વાસોચ્છવાસ, કોષરચના વગેરે માપદંડનો આપણે ઉપયોગ કરીશું.
In simple words: To decide if something is alive, we look for things like movement, growth, breathing, and if it has a cellular structure.

Exam Tip: List key characteristics of living organisms such as movement, growth, respiration, reproduction, and cellular organization when asked for criteria to determine if something is alive.

 

Question 3. કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે?
Answer:

બાહ્ય કાચી સામગ્રીઓઉપયોગ
1. \( CO_2 \), \( H_2O \)વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણમાં
2. કાર્બન આધારિત ખાદ્ય સ્રોત, \( O_2 \)જારક સજીવો દ્વારા શ્વસનમાં

In simple words: Organisms use different raw materials from outside. Plants use carbon dioxide and water for photosynthesis. Organisms that breathe oxygen use carbon-based food sources and oxygen for respiration.

Exam Tip: Specify the raw materials (CO2, H2O, carbon-based food, O2) and their specific uses (photosynthesis, respiration) by different types of organisms.

 

Question 4. જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો?
Answer: જીવન ટકાવી રાખવા માટે પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, વૃદ્ધિ, અને પ્રજનન જેવી ક્રિયાઓ જરૂરી ગણાય છે.
In simple words: For life to continue, we need processes like nutrition, breathing, transport within the body, waste removal, growth, and reproduction.

Exam Tip: List the essential life processes: nutrition, respiration, transport, excretion, growth, and reproduction, as these are fundamental for survival.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 101)

 

Question 1. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે?
Answer:

આ સ્વયંપોષી પોષણવિષમપોષી પોષણ
1. તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુંમાં જોવા મળે છે.1. તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે.
2. આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો \( CO_2 \) અને \( H_2O \) નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્વેષણ થાય છે.2. આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે.
3. આ પોષણ માટે પ્રકાશ-સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે.3. આ પોષણ માટે ખોરાકની પાચનક્રિયા અગત્યની છે.

In simple words: Autotrophic nutrition is when organisms, like plants, make their own food using simple inorganic materials and sunlight. Heterotrophic nutrition is when organisms, like animals and fungi, get their food by eating other living things.

Exam Tip: Clearly define each type of nutrition, providing examples of organisms, the raw materials used, and the primary process involved (photosynthesis vs. digestion).

 

Question 2. પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે?
Answer: પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી :
1. \( CO_2 \): વનસ્પતિઓ તે વાતાવરણમાંથી પ્રાપ્ત કરે.
2. \( H_2O \): વનસ્પતિના મૂળ ભૂમિમાંથી શોષણ કરે.
3. ઊર્જા : વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરે.
In simple words: Plants get the things they need for photosynthesis from different places. They take carbon dioxide from the air, water from the soil through their roots, and energy from the sun.

Exam Tip: For each raw material (CO2, H2O, energy), clearly state its source (atmosphere, soil through roots, sun) for complete understanding.

 

Question 3. આપણા જઠરમાં ઍસિડની ભૂમિકા શું છે? અથવા આપણા જઠરમાં ઍસિડના કાર્ય શું છે?
Answer: જઠરમાં એસિડની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે:
1. ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બૅક્ટરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે.
2. જઠરમાં ઍસિડિક માધ્યમ જાળવે છે.
3. પેપ્સિન ઉભેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
4. અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે.
In simple words: The acid in our stomach plays several important roles: it kills harmful bacteria in food, keeps the stomach acidic, helps the pepsin enzyme digest proteins, and dissolves insoluble salts.

Exam Tip: List at least three key functions of stomach acid: killing microbes, maintaining acidic pH for pepsin activation, and aiding in the digestion of certain substances.

 

Question 4. પાચક ઉન્સેચકોનું કાર્ય શું છે?
Answer: પાચક ઉભેચકો ખોરાકના જટિલ ઘટકો (કાર્બોદિત, લિપિડ, પ્રોટીન)નું સાદા, દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં વિઘટન પાચન કરે છે.
In simple words: Digestive enzymes break down complex food parts like carbohydrates, fats, and proteins into simpler, soluble forms that the body can easily absorb.

Exam Tip: Emphasize that digestive enzymes break down complex food molecules into simpler, absorbable forms, which is crucial for nutrient uptake by the body.

 

Question 5. પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા(એટલે કે શેષાંત્ર)માં કેવી રચનાઓ આવેલી છે?
Answer: નાનું આંતરડું લાંબી નલિકામય રચના છે. તેના અંદરના અસ્તરમાં આંગળીમય પ્રવર્ષા જેવા રસાંકુરો આવેલા છે. તે રુધિરવાહિનીયુક્ત અને અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.
In simple words: The small intestine is a long tube with tiny, finger-like projections called villi on its inner lining. These villi have many blood vessels and greatly increase the surface area, making it easier to absorb digested food into the bloodstream.

Exam Tip: Mention villi and microvilli in the small intestine, explaining how their structure (finger-like projections, rich blood supply, large surface area) is optimized for efficient absorption of nutrients.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 105)

 

Question 1. શ્વસન માટે ઑક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે?
Answer: હવામાં રહેલા ઑક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી સ્થળચર પ્રાણીઓ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસદર નીચો-ધીમો રાખીને પોતાની ઑક્સિજન જરૂરિયાત સંતોષી શકે છે.
In simple words: Land animals have an advantage over aquatic animals because air contains much more oxygen than water. This means land animals can breathe more slowly and still get enough oxygen, while aquatic animals must constantly move water over their respiratory surfaces.

Exam Tip: The key here is the difference in oxygen concentration: air has significantly more oxygen than water. This allows terrestrial animals to have a slower breathing rate compared to aquatic ones.

 

Question 2. ભિન્ન સજીવોમાં ગ્યુકોઝના ઑક્સિડેશનથી ઊર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયા છે?
Answer: ગ્લુકોઝના ઑક્સિડેશનથી ભિન્ન સજીવોમાં ઊર્જા પ્રાપ્ત કરવાના મુખ્ય ત્રણ પરિપથો છે.
ગ્લુકોઝ (6 કાર્બન-અણુ) \( \xrightarrow{કોષરસમાં} \) પાયરુવેટ (3 કાર્બન-અણુ) + ઊર્જા

\( \implies \) \( O_2 \) ની ગેરહાજરીમાં (યીસ્ટમાં): ઇથેનોલ + કાર્બન ડાયૉક્સાઈડ + ઊર્જા (2 કાર્બન-અણુ)

\( \implies \) \( O_2 \) ના અભાવે (આપણી સ્નાયુપેશીમાં): લૅક્ટિક ઍસિડ + ઊર્જા (3 કાર્બન-અણુ)

\( \implies \) \( O_2 \) ની હાજરીમાં (કણાભસૂત્રોમાં): કાર્બન ડાયૉક્સાઈડ + પાણી + ઊર્જા
[આકૃતિ 6.14: વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન]
In simple words: Organisms break down glucose to get energy in three main ways. First, glucose turns into pyruvate. Then, without oxygen (like in yeast), it forms ethanol and carbon dioxide. If there's not enough oxygen (like in our muscles), it produces lactic acid. With enough oxygen (in mitochondria), it breaks down completely into carbon dioxide, water, and a lot of energy.

Exam Tip: Illustrate the three pathways of glucose breakdown: aerobic (with oxygen, high energy yield, in mitochondria), anaerobic in yeast (ethanol, CO2, less energy), and anaerobic in muscle cells (lactic acid, less energy), ensuring you mention the initial pyruvate formation.

 

Question 3. મનુષ્યોમાં ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું પરિવહન કેવી રીતે થાય છે?
Answer: મનુષ્યમાં શ્વસનરંજક દ્રવ્ય હીમોગ્લોબિન ઑક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. તેથી ઑક્સિજનનું પરિવહન હીમોગ્લોબિન દ્વારા થાય છે. કાર્બન ડાયોક્સાઈડ પાણીમાં દ્રાવ્ય ક્ષમતા ધરાવે છે. તેથી મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે.
In simple words: In humans, oxygen is carried mainly by hemoglobin in red blood cells because hemoglobin binds strongly to oxygen. Carbon dioxide, however, is mostly transported dissolved in the blood plasma because it can dissolve easily in water.

Exam Tip: For oxygen transport, focus on hemoglobin's role. For carbon dioxide, emphasize its transport in dissolved form in the blood plasma due to its solubility, and also mention its transport as bicarbonate.

 

Question 4. વાતવિનિમય માટે માનવનાં ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ છે?
Answer: વાતવિનિમય માટે માનવ-ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટેની રચનાઓ વાયુકોષ્ઠ અને તેની ફરતે રુધિરકેશિકાઓ છે.
In simple words: To get the largest possible surface area for gas exchange in human lungs, there are tiny air sacs called alveoli, which are surrounded by a dense network of blood capillaries.

Exam Tip: Identify alveoli and the surrounding capillary network as the primary structures responsible for maximizing surface area for gas exchange in the lungs.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 110)

 

Question 1. માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રના ઘટકો ક્યા છે? આ ઘટકોનાં કાર્ય શું છે?
Answer:

માનવમાં પરિવહનતંત્રના ઘટકોકાર્ય
1. રુધિર
  • રુધિરરસ
  • રક્તકણ (રાતા રુધિરકોષો)
  • શ્વેતકણ (શ્વેત રુધિરકોષો)
  • ત્રાકકણ
  • વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, \( CO_2 \) ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન
  • \( O_2 \) નું વહન
  • રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા
  • ઈજાસ્થાને રુધિર ગંઠાઈ જવાની ક્રિયા
2. હૃદય2. રુધિરના પંપ તરીકે કાર્ય કરે.
3. રુધિરવાહિનીઓ
  • ધમનીઓ
  • શિરાઓ
  • રુધિરકેશિકાઓ
  • હૃદયથી અંગો તરફ રુધિરનું વહન
  • વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન
  • રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે
4. લસિકા4. નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતરકોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે

In simple words: The human transport system consists of blood (plasma, red blood cells, white blood cells, platelets), heart, blood vessels (arteries, veins, capillaries), and lymph. Blood transports substances, red cells carry oxygen, white cells fight disease, and platelets help clot blood. The heart pumps blood, arteries carry blood away, veins bring it back, and capillaries allow exchange. Lymph absorbs fats and returns fluid.

Exam Tip: For each component of the human circulatory system (blood, heart, blood vessels, lymph), clearly state its primary function. Remember the sub-components of blood and their roles.

 

Question 2. સસ્તન અને પક્ષીઓમાં ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે?
Answer: સસ્તન અને પક્ષીઓમાં ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે, કારણ કે તેથી શરીરને વધુ કાર્યદક્ષ ઑક્સિજનનો પુરવઠો મળી રહે. તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઊર્જાની જરૂરિયાત સંતોષી શકાય છે.
In simple words: Mammals and birds need to keep oxygenated and deoxygenated blood separate to ensure a highly efficient supply of oxygen to the body. This efficient oxygen delivery is essential to meet their constant energy demands for maintaining a stable body temperature.

Exam Tip: Explain that warm-blooded animals (mammals, birds) have high energy needs to maintain body temperature, which requires an efficient oxygen supply. Separating oxygenated and deoxygenated blood ensures this maximum efficiency.

 

Question 3. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્રના ઘટકો કયા છે?
Answer: ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વાહકતંત્ર કે વહનતંત્રના ઘટકો : (1) જલવાહક (જલવાહિની અને જલવાહિનિકી) અને (2) અન્નવાહક (ચાલનીનલિકા અને સાથીકોષો).
In simple words: In higher plants, the transport system is made of two main parts: xylem, which includes vessels and tracheids, and phloem, which has sieve tubes and companion cells.

Exam Tip: Identify xylem and phloem as the main vascular tissues in higher plants. Also, mention their specific cellular components (vessels/tracheids for xylem; sieve tubes/companion cells for phloem).

 

Question 4. વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે?
Answer: પાણીના સંવહનનો માર્ગ: મૂળ, પ્રકાંડ અને પર્ણોમાંની જલવાહિનીઓ અને જલવાહિનિકીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે.
મૂળ દ્વારા પાણીનું શોષણઃ મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે. તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે. આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે.
પાણીનો સ્તંભઃ મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે.
મૂળદાબ દ્વારા પાણીનું વહનઃ મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે.
વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે.
રાત્રિ દરમિયાન પાણીના ઊર્ધ્વવહન માટે મૂળદાબ જરૂરી છે. આથી વનસ્પતિ-શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે.
બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહનઃ વનસ્પતિનાં હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે.
પરંધ્રો દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે.
દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લાં હોય છે ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઊર્ધ્વવહન માટે મુખ્ય પ્રેરક છે.
આમ, મૂળથી પણ તરફ શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઊર્ધ્વવહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ છે.
[આકૃતિ 6.18 : વૃક્ષમાં બાષ્પોત્સર્જન દરમિયાન પાણીનું વહન]
In simple words: Water and minerals travel through xylem vessels from roots to leaves. Roots absorb water actively, creating a pressure difference that pushes water up. This "root pressure" helps, especially at night. During the day, transpiration (water loss from leaves) creates a strong pulling force that draws water up the plant, like a continuous column. This transpiration pull is the main force for water movement in tall plants.

Exam Tip: Explain water transport by combining root pressure (active absorption, pushing force, more dominant at night) and transpiration pull (evaporation from leaves, pulling force, main driver during the day), emphasizing the cohesive water column in xylem.

 

Question 5. વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે?
Answer: પ્રકાશસંશ્લેષણની નીપજોના વહનને સ્થળાંતરણ કહે છે.
સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને અન્નવાહક કહે છે.
• પ્રકાશસંશ્લેષણની નીપજ ઉપરાંત, એમિનો ઍસિડ અને અન્ય પદાર્થો અન્નવાહકમાં વહન પામે છે.
• આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતાં અંગો બીજ, ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન થાય છે.
• અન્નવાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઊર્જાનો ઉપયોગ થાય છે.
• સુક્રોઝ (શર્કરા) ATPમાંથી પ્રાપ્ત ઊર્જાના ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતર પામે છે. તેથી થતો આસૃતિદાબનો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે.
• આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે. આમ, વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે.
ઉદાહરણઃ વસંતઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતર વૃદ્ધિ માટે ઊર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે.
અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સંલગ્ન – સાથીકોષોની મદદથી ચાલનીનલિકામાં ઊર્ધ્વવહન તેમજ અધોગમન બંને દિશામાં થાય છે.
In simple words: In plants, food (mainly sucrose) and other substances like amino acids move through the phloem, a process called translocation. This movement requires energy (ATP) to load sucrose into the phloem, creating osmotic pressure that drives water and substances to areas of lower pressure, like roots, fruits, or growing parts. Phloem can transport food both upwards and downwards, depending on the plant's needs.

Exam Tip: Define translocation and identify phloem as the tissue involved. Explain the mechanism (ATP-driven loading, osmotic pressure, mass flow) and the bidirectional nature of transport, providing examples of where food is transported.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 112)

 

Question 1. મૂત્રપિંડનલિકા(Nephron)ની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો.
Answer: મૂત્રપિડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડનલિકા છે.
• પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડનલિકાઓ હોય છે. તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે.
• મૂત્રપિંડનલિકા લાંબી ગુંચળામય રચના છે. તેના અગ્રભાગે કપ આકારની બાઉમૅનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહણનલિકામાં થાય છે.
• બાલમૅનની કોથળીમાં પાતળી દીવાલવાળી રુધિરકેશિકાઓનું ઝૂમખું ગોઠવાયેલું હોય છે. તેને રુધિરકેશિકાગુચ્છ કહે છે.
[આકૃતિ 6.21: મૂત્રપિંડનલિકા – ઉત્સર્ગ-એકમ ]
મૂત્રનિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે.
• મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા, યુરિક ઍસિડ વગેરેને દૂર કરે છે. આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે:
• બાઉમૅનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે. પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો ઍસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે.
• જેમ જેમ ગાળણ મૂત્રપિંડનલિકામાં વહન પામે છે, તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃશોષણ પામે છે.
• પાણીના પુનઃશોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે.
• આ રીતે, મૂત્ર ઉત્પન્ન થાય છે.
[સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં દરરોજ 180 લિટર પ્રારંભિક ગાળણ ઉત્પન્ન થાય છે. આમ છતાં, ઉત્સર્જિત મૂત્રનું કદ 1 કે 2 લિટર / દિવસ હોય છે. બાકીના ગાળણનું મૂત્રપિંડનલિકાઓમાં પુનઃશોષણ થાય છે.]
In simple words: A nephron is the basic filtering unit in the kidney. It's a long, coiled tube with a cup-shaped Bowman's capsule at one end, containing a cluster of capillaries called the glomerulus. Its job is to filter waste from the blood. First, blood is filtered in the Bowman's capsule, removing useful substances like glucose and amino acids along with waste. As this filtrate moves through the nephron, useful substances and most of the water are reabsorbed back into the blood, depending on the body's hydration. Finally, the concentrated waste forms urine.

Exam Tip: Describe the structure of a nephron (Bowman's capsule, glomerulus, renal tubule). Explain the three key processes: glomerular filtration, selective reabsorption of useful substances, and tubular secretion, and how these contribute to urine formation and maintaining fluid balance.

 

Question 2. ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ રીતો કે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે?
Answer: વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી. આમ છતાં, તેમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે.
1. વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નીપજ તરીકે \( O_2 \) સીધો મુક્ત કરાય છે.
2. વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરે છે.
3. કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે. છેવટે આ પર્ણો ખરી પડે છે.
4. કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે.
5. વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો, રેઝિન (રાળ) અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે.
6. વનસ્પતિઓ કેટલાંક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે.
In simple words: Plants don't have special excretory organs like animals but remove waste in several ways. They release oxygen during photosynthesis and excess water through transpiration. Some waste is stored in leaves that eventually fall off, or in cellular vacuoles, resins, or gums in old xylem. Some plants even excrete waste into the soil around them.

Exam Tip: List various methods of waste removal in plants, focusing on gaseous exchange (O2), transpiration (excess water), storage in leaves/vacuoles/old xylem, and secretion into the soil.

 

Question 3. મૂત્રનિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે?
Answer: મૂત્રનિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય, તો વધુ માત્રામાં મૂત્રનિર્માણ થાય છે. જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછાં હોય, તો મૂત્રનિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે.
In simple words: The amount of urine produced is controlled by how much excess water and dissolved waste products are in the body. If there's more water and waste, more urine is made. If there's less, then less urine is produced to help save water.

Exam Tip: Explain that urine output is regulated by the body's water balance and the concentration of dissolved waste products. More water/waste leads to more urine; less water/waste leads to less urine.

વિ ડિયો Textbook Activities

Activity 6.1 (Page no. 96)

 

Question 1. છોડને 2-3 દિવસ અંધકારમાં મૂકતાં શું થાય છે?
Answer: છોડને 2-3 દિવસ અંધારામાં રાખતા, તેમાં રહેલો બધો જ જમા થયેલો સ્ટાર્ચ ખર્ચાઈ જાય છે.
In simple words: જ્યારે છોડને 2-3 દિવસ અંધારામાં રાખવામાં આવે છે, ત્યારે તે પોતાનો સંગ્રહિત સ્ટાર્ચ સંપૂર્ણપણે વાપરી નાખે છે.

Exam Tip: Recall that plants store energy as starch. Without light, they cannot photosynthesize and must use their stored starch for survival.

 

Question 2. પર્ણોને આલ્કોહોલના દ્રાવણમાં મૂકી, આ બકરને ઉકળતા પાણી ભરેલા વૉટરબાથમાં મૂકતાં શું થાય?
Answer: ગરમ પાણી ભરેલા વૉટરબાથમાં આલ્કોહોલ સોલ્યુશનમાં ડૂબેલ પાંદડા ધરાવતા બીકરને મુકતા, પાંદડું પોતાનો લીલો રંગ ગુમાવીને રંગહીન બને છે.
In simple words: પાંદડાને ગરમ આલ્કોહોલમાં મૂકવાથી તેનો લીલો રંગ દૂર થઈ જાય છે, કારણ કે ક્લોરોફિલ આલ્કોહોલમાં ઓગળી જાય છે.

Exam Tip: This step is crucial to remove chlorophyll, which would otherwise mask the color change with iodine.

 

Question 3. જ્યારે પર્ણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર લેવામાં આવે, ત્યારે દ્રાવણનો રંગ કેવો હોય છે?
Answer: જ્યારે પાંદડાને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર કાઢવામાં આવે છે, ત્યારે દ્રાવણનો રંગ લીલો રહે છે.
In simple words: પાંદડાને આલ્કોહોલમાંથી બહાર કાઢ્યા પછી, આલ્કોહોલનો રંગ લીલો બની જાય છે કારણ કે તેમાં ક્લોરોફિલ ભળી જાય છે.

Exam Tip: The green color of the alcohol confirms the successful extraction of chlorophyll from the leaf.

 

Question 4. આયોડિન દ્રાવણની ઉપયોગિતા જણાવો.
Answer: આયોડિન સોલ્યુશન સ્ટાર્ચની હાજરી તપાસવા માટે ઉપયોગી થાય છે.
In simple words: આયોડિનનો ઉપયોગ એ જાણવા માટે થાય છે કે સ્ટાર્ચ હાજર છે કે નહીં, કારણ કે તે સ્ટાર્ચ સાથે વાદળી-કાળો રંગ આપે છે.

Exam Tip: Remember that iodine acts as an indicator for starch, turning blue-black in its presence.

 

Question 5. જુદા જુદા ભાગમાં સ્ટાર્સની હાજરી વિશે તમે શું તારણ લેશો?
Answer: આયોડિન સોલ્યુશનથી, પાંદડાના ફક્ત તે જ વિસ્તારો સ્ટાર્ચની હાજરી બતાવે છે જ્યાં ક્લોરોફિલ હાજર છે.
In simple words: પાંદડાના લીલા ભાગો જ્યાં ક્લોરોફિલ હોય છે તે આયોડિન સાથે વાદળી-કાળો રંગ બતાવે છે, જે દર્શાવે છે કે ત્યાં સ્ટાર્ચ બને છે.

Exam Tip: This observation directly links the presence of chlorophyll with starch production through photosynthesis.

 

Question 6. આ પ્રવૃત્તિ શું સમજાવે છે?
Answer: આ પ્રવૃત્તિ દર્શાવે છે કે, પ્રકાશસંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે અને વધારાનો ગ્લુકોઝ આંતરિક શક્તિ તરીકે સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે.
In simple words: આ પ્રયોગ બતાવે છે કે છોડને સ્ટાર્ચ બનાવવા માટે ક્લોરોફિલની જરૂર પડે છે, અને આ સ્ટાર્ચ છોડમાં ઊર્જા તરીકે સંગ્રહાય છે.

Exam Tip: Conclude by stating the clear link between chlorophyll and the production of starch, which is a form of stored energy for the plant.

 

Activity 6.2 (Page no. 97)

 

Question 1. બેલ જારની હવામાંથી KOH ક્યા વાયુનું શોષણ કરે છે?
Answer: બેલ જારની હવામાંથી KOH કાર્બન ડાયોક્સાઇડ ગેસ શોષી લે છે.
In simple words: KOH બેલ જારની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષી લે છે.

Exam Tip: Potassium hydroxide (KOH) is a strong base that readily absorbs carbon dioxide from the air.

 

Question 2. કઈ કુંડામાં (A કે B) રહેલા છોડના પાંદડા સ્ટાર્ચની હાજરી દર્શાવે છે?
Answer: કુંડા Bનો છોડ તેના પાંદડામાં સ્ટાર્ચની હાજરી બતાવે છે.
In simple words: કુંડા Bમાં રહેલા છોડના પાંદડામાં સ્ટાર્ચ જોવા મળે છે, કારણ કે તેને પ્રકાશસંશ્લેષણ માટે CO2 મળ્યો હતો.

Exam Tip: Remember that plant B was exposed to CO2 (as KOH absorbs it from A), allowing photosynthesis and starch formation.

 

Question 3. KOH સાથે બેલ જારમાં રહેલા છોડનાં પણમાં શા માટે સ્ટાર્ચ બનતો નથી?
Answer: KOH સાથે બેલ જારમાં મુકેલા છોડના પાંદડામાં સ્ટાર્ચ બનતો નથી, કારણ કે KOH હવામાંથી CO2ને શોષી લે છે. આથી પાંદડાને પ્રકાશસંશ્લેષણ માટે CO2 મળતો નથી અને તેથી સ્ટાર્ચ બનતો નથી.
In simple words: KOH, CO2ને શોષી લે છે, જેના કારણે છોડને પ્રકાશસંશ્લેષણ માટે CO2 મળતો નથી અને તે સ્ટાર્ચ બનાવી શકતો નથી.

Exam Tip: Carbon dioxide is a crucial raw material for photosynthesis. Its absence prevents starch synthesis.

 

Question 4. તમારા અવલોકન અને અભ્યાસ પરથી તારણ લખો.
Answer: કુંડા Bમાં રહેલો છોડ CO2ની હાજરીમાં સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણ કરે છે. આ દર્શાવે છે કે, પ્રકાશસંશ્લેષણ માટે CO2 આવશ્યક છે.
In simple words: આ પ્રયોગ બતાવે છે કે પ્રકાશસંશ્લેષણ કરવા અને સ્ટાર્ચ બનાવવા માટે છોડને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે.

Exam Tip: The comparison between plant A (no CO2) and plant B (with CO2) clearly demonstrates the necessity of CO2 for photosynthesis.

 

Question 5. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધતું અટકાવવા માટે વૃક્ષોની જાળવણી મહત્ત્વની છે?
Answer: વાતાવરણમાં CO2 ગેસનું પ્રમાણ વધતું રોકવા માટે વૃક્ષોનું જતન ખુબ જરૂરી છે.
In simple words: વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું અટકાવવા માટે વૃક્ષોની સંભાળ રાખવી મહત્વપૂર્ણ છે.

Exam Tip: Plants absorb CO2 during photosynthesis, playing a vital role in regulating atmospheric CO2 levels.

 

Question 6. બંને કુંડાંના છોડનાં પાંદડાં સરખા પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે છે?
Answer: ના, ફક્ત કુંડા Bમાં રહેલા છોડના પાંદડા સ્ટાર્ચની હાજરી બતાવે છે, કારણ કે તેને પ્રકાશસંશ્લેષણ માટે CO2 મળ્યો હતો, જ્યારે કુંડા Aના છોડને મળ્યો નહોતો.
In simple words: ના, કુંડા Bના છોડના પાંદડામાં જ સ્ટાર્ચ જોવા મળે છે, કારણ કે તેને CO2 મળ્યો હતો, જ્યારે કુંડા Aને CO2 ન મળવાથી તેમાં સ્ટાર્ચ બન્યો નથી.

Exam Tip: This reinforces the conclusion that CO2 is indispensable for the process of photosynthesis and subsequent starch formation.

 

Activity 6.3 (Page no. 99)

 

Question 1. કઈ કસનળીમાં રંગપરિવર્તન જોવા મળે છે?
Answer: ટેસ્ટ ટ્યુબ Bમાં રંગમાં ફેરફાર જોવા મળે છે.
In simple words: કસનળી Bમાં રંગ બદલાય છે કારણ કે તેમાં સ્ટાર્ચનું પાચન થયું નથી.

Exam Tip: Test tube A contains saliva which breaks down starch, so no color change (or less intense) will occur compared to test tube B which only has starch.

 

Question 2. બંને કસનળીમાં સ્ટાર્સની હાજરી કે ગેરહાજરી વિશે શું નિર્દેશિત કરી શકાય?
Answer: ટેસ્ટ ટ્યુબ Bમાં રંગમાં ફેરફાર થાય છે. આનો અર્થ છે કે તેમાં સ્ટાર્ચ હાજર છે. જ્યારે ટેસ્ટ ટ્યુબ Aમાં કોઈ રંગ બદલાવ થતો નથી, તે દર્શાવે છે કે તેમાં સ્ટાર્ચ ગેરહાજર છે.
In simple words: કસનળી Bમાં સ્ટાર્ચ હાજર છે કારણ કે તે રંગ બદલે છે, જ્યારે કસનળી Aમાં સ્ટાર્ચ ગેરહાજર છે કારણ કે તેમાં લાળ ભળી ગઈ હતી.

Exam Tip: The iodine test confirms the breakdown of starch in the presence of saliva (in tube A) and its continued presence without saliva (in tube B).

 

Question 3. આયોડિનનાં ટીપાં ઉમેર્યા પછી કસનળી A અને Bના દ્રાવણના રંગમાં શું તફાવત જોવા મળે છે?
Answer: આયોડિનના ટીપાં ઉમેર્યા પછી, ટેસ્ટ ટ્યુબ Aમાં રહેલું દ્રાવણ પીળા રંગનું બને છે અને ટેસ્ટ ટ્યુબ Bમાં રહેલું દ્રાવણ કાળો અથવા ભૂરો રંગ બતાવે છે.
In simple words: આયોડિન ઉમેર્યા પછી, કસનળી A પીળી રહે છે જ્યારે કસનળી B વાદળી-કાળી અથવા ભૂરી બને છે.

Exam Tip: A yellow color suggests no starch, while blue-black or brown indicates starch is present.

 

Question 4. કસનળી Aમાં દ્રાવણનો રંગ કાળો કે ભૂરો શા માટે થતો નથી?
Answer: ટેસ્ટ ટ્યુબ Aમાં દ્રાવણનો રંગ કાળો કે ભૂરો થતો નથી, કારણ કે લાળમાં રહેલા ઉત્સેચકો દ્વારા સ્ટાર્ચનું વિઘટન થાય છે.
In simple words: કસનળી Aમાં લાળના ઉત્સેચકોએ સ્ટાર્ચને પાચન કરી નાખ્યો છે, તેથી આયોડિન સાથે તેનો રંગ કાળો કે ભૂરો થતો નથી.

Exam Tip: Salivary amylase (a digestive enzyme in saliva) breaks down starch into simpler sugars, which do not react with iodine to produce a blue-black color.

 

Question 5. મુખમાં ખોરાક ચાવતી વખતે ખોરાકના કયા ઘટકનું અંશતઃ પાચન થાય છે?
Answer: મોઢામાં ભોજન ચાવતી વખતે, ભોજનના સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટનું આંશિક પાચન થાય છે.
In simple words: મોંમાં ખોરાક ચાવતી વખતે સ્ટાર્ચનું આંશિક પાચન શરૂ થાય છે.

Exam Tip: Saliva contains amylase, an enzyme that specifically starts the digestion of complex carbohydrates like starch.

 

Question 6. બ્રેડ કે રોટલી વધુ સમય ચાવવાથી શા માટે મીઠી લાગે છે?
Answer: બ્રેડ કે રોટલી વધુ સમય ચાવવાથી સ્વાદમાં મીઠી લાગે છે, કારણ કે લાળમાં રહેલા એમાયલેઝ દ્વારા સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર થાય છે. મોઢામાં બનતી આ શર્કરા મીઠો સ્વાદ આપે છે.
In simple words: જ્યારે આપણે બ્રેડ કે રોટલી લાંબા સમય સુધી ચાવીએ છીએ, ત્યારે લાળમાં રહેલું એમાયલેઝ સ્ટાર્ચને ખાંડમાં રૂપાંતરિત કરે છે, જે મીઠો સ્વાદ આપે છે.

Exam Tip: This illustrates the chemical digestion of carbohydrates beginning in the mouth.

 

Question 7. નીચેના પૈકી કયા ખોરાક સ્ટાર્ચના સ્ત્રોત છે: બટાટા, Lettuceનાં પર્ણ, ઘઉં, મકાઈ, વટાણા, મગફળી, ધી. તે જણાવો.
Answer: બટાકા, ઘઉં, મકાઈ જેવા ભોજન સ્ટાર્ચના મુખ્ય સ્ત્રોત છે.
In simple words: બટાકા, ઘઉં અને મકાઈ સ્ટાર્ચથી ભરપૂર ખોરાક છે.

Exam Tip: Identify common carbohydrate-rich foods as primary sources of starch.

 

Activity 6.4 (Page no. 101)

 

Question 1. કસનળી (a) અને (b)માં કયો ફેરફાર જોવા મળે છે? શા માટે?
Answer: ટેસ્ટ ટ્યુબ (a) અને (b) બંનેમાં તાજું ચૂનાનું પાણી દૂધિયું બને છે, કારણ કે CO2ની હાજરીમાં ચૂનાના પાણીના રંગમાં બદલાવ આવે છે.
In simple words: બંને કસનળીમાં ચૂનાનું પાણી દૂધિયું બને છે કારણ કે CO2 તેમાં ભળી જાય છે અને રંગ બદલે છે.

Exam Tip: Limewater (calcium hydroxide solution) turns milky in the presence of carbon dioxide due to the formation of insoluble calcium carbonate.

 

Question 2. કઈ કસનળીમાં (a) કે (b) માં રંગપરિવર્તન ઝડપથી જોવા મળે છે અને શા માટે?
Answer: ટેસ્ટ ટ્યુબ (b)માં રંગમાં ફેરફાર ઝડપથી થાય છે, કારણ કે શ્વાસ બહાર કાઢતી હવામાં CO2નું પ્રમાણ વધારે હોય છે.
In simple words: કસનળી (b)માં ઝડપથી રંગ બદલાય છે કારણ કે શ્વાસમાં CO2નું પ્રમાણ હવાની સરખામણીમાં વધારે હોય છે.

Exam Tip: Exhaled air has a significantly higher concentration of carbon dioxide than atmospheric air.

 

Question 3. આ પ્રવૃત્તિ ઉચ્છવાસ દ્વારા દૂર થતી હવામાં કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણ વિશે શું દર્શાવે છે?
Answer: આ પ્રવૃત્તિ બતાવે છે કે, શ્વાસ બહાર કાઢતી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઊંચું હોય છે.
In simple words: આ પ્રવૃત્તિ સ્પષ્ટ કરે છે કે ઉચ્છવાસ દરમિયાન શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ મોટા પ્રમાણમાં બહાર આવે છે.

Exam Tip: This experiment visually confirms that carbon dioxide is a waste product of human respiration.

 

Question 4. આ પ્રવૃત્તિ દ્વારા તમે શું તારણ લેશો?
Answer: આ પ્રવૃત્તિ પરથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે, શ્વસનની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે.
In simple words: આ પ્રયોગ પરથી આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ કે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે.

Exam Tip: The experiment demonstrates that CO2 is a byproduct of the respiratory process in living organisms.

 

Activity 6.5 (Page no. 101)

 

Question 1. Ca(OH)2 ના દ્રાવણના રંગમાં કયો ફેરફાર જોવા મળે છે?
Answer: Ca(OH)2 ના દ્રાવણનો રંગ દૂધિયો બને છે.
In simple words: ચૂનાનું પાણી દૂધિયું બની જાય છે.

Exam Tip: The milky appearance of limewater is a positive test for the presence of carbon dioxide.

 

Question 2. આ રંગપરિવર્તન માટે કેટલો સમય લાગે છે?
Answer: આ રંગ બદલાવ માટે ઘણો વધારે સમય લાગે છે.
In simple words: રંગ બદલવામાં ઘણો સમય લાગે છે કારણ કે આથવણ ધીમી પ્રક્રિયા છે.

Exam Tip: Fermentation is a slower process compared to other reactions, hence the gradual color change.

 

Question 3. આથવણની કઈ નીપજ ચૂનાના દ્રાવણમાં રંગપરિવર્તન માટે જવાબદાર છે?
Answer: આથવણની CO2 નીપજ ચૂનાના દ્રાવણમાં રંગ બદલવા માટે જવાબદાર છે.
In simple words: આથવણ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીનો રંગ બદલવા માટે જવાબદાર છે.

Exam Tip: Carbon dioxide, a byproduct of fermentation, reacts with limewater to cause the milky appearance.

 

Question 4. આથવણનાં ઉત્પાદનો વિશે આ પ્રવૃત્તિ શું કહે છે?
Answer: આ પ્રવૃત્તિ બતાવે છે કે, આથવણના ઉત્પાદનો ઇથેનોલ અને CO2 છે.
In simple words: આ પ્રવૃત્તિ દર્શાવે છે કે આથવણથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે.

Exam Tip: This experiment confirms that both ethanol and carbon dioxide are products of anaerobic respiration (fermentation) by yeast.

 

Activity 6.6 (Page no. 103)

 

Question 1. ઝાલરઢાંકણ એટલે શું?
Answer: કેટલીક માછલીઓમાં, ગિલ સ્લિટ્સને કવર કરતી ફોલ્ડ જેવી રચનાને ઓપેરક્યુલમ (ઝાલરઢાંકણ) કહે છે.
In simple words: ઝાલરઢાંકણ એ ગિલને ઢાંકતું એક રક્ષણાત્મક કવચ છે જે કેટલીક માછલીઓમાં જોવા મળે છે.

Exam Tip: Operculum (ઝાલરઢાંકણ) protects the delicate gills and plays a role in water flow during respiration.

 

Question 2. માછલી કયા અંગ વડે શ્વસન કરે છે?
Answer: માછલી ગિલ્સ દ્વારા શ્વાસ લે છે.
In simple words: માછલી તેના ગિલ (ઝાલર) દ્વારા પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરીને શ્વાસ લે છે.

Exam Tip: Gills are specialized respiratory organs in aquatic animals for extracting oxygen from water.

 

Question 3. માછલીમાં મોં અને ઝાલરફાટોના ખુલવા અને બંધ થવાના સમય વચ્ચે શું કોઇ પ્રકારનો સંબંધ છે?
Answer: હા, માછલીમાં જ્યારે મોં ખુલ્લું થાય છે ત્યારે ગિલ ઓપનિંગ બંધ થાય છે, અને જ્યારે મોં બંધ થાય છે ત્યારે ગિલ ઓપનિંગ ખુલ્લું થાય છે.
In simple words: હા, માછલીમાં મોં અને ગિલ ખોલવાનો અને બંધ કરવાનો સમય એકબીજા સાથે જોડાયેલો હોય છે.

Exam Tip: This coordinated movement ensures a continuous flow of water over the gills, facilitating efficient gas exchange.

 

Question 4. માછલી કેવી રીતે શ્વસન કરે છે?
Answer: માછલી તેના મોં દ્વારા પાણી અંદર લે છે અને તેને ગિલ્સ પર દબાણપૂર્વક પસાર કરે છે. આ પ્રક્રિયામાં, પાણીમાં ઓગળેલો ઓક્સિજન ડિફ્યુઝન દ્વારા રક્તકેશિકાઓમાં શોષાય છે અને CO2 પાણીમાં છોડવામાં આવે છે. આ પાણી ગિલ સ્લિટ્સ દ્વારા બહાર કાઢવામાં આવે છે.
In simple words: માછલી મોંમાંથી પાણી લે છે, તેને ગિલ પરથી પસાર કરે છે, જ્યાં ઓક્સિજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવે છે, અને પછી પાણી ગિલમાંથી બહાર નીકળી જાય છે.

Exam Tip: Describe the one-way flow of water, the role of gills in gas exchange, and the exit of water through gill slits.

 

Question 5. પ્રાયોગિક અભ્યાસમાં લીધેલી માછલીમાં સરેરાશ સ્વાસદર પ્રતિમિનિટ કેટલો હોય છે?
Answer: પ્રાયોગિક અભ્યાસમાં ઉપયોગમાં લેવાયેલી માછલીનો સરેરાશ શ્વાસ દર પ્રતિ મિનિટ 66-78 હોય છે.
In simple words: પ્રયોગમાં માછલીનો સરેરાશ શ્વાસ દર પ્રતિ મિનિટ 66-78 વખત હતો.

Exam Tip: Note that the breathing rate for aquatic animals is generally higher due to lower oxygen availability in water.

 

Question 6. મનુષ્યનો સરેરાશ શ્વાસદર પ્રતિમિનિટ કેટલો હોય છે?
Answer: મનુષ્યમાં સરેરાશ શ્વાસ દર પ્રતિ મિનિટ 12-16 હોય છે.
In simple words: એક મનુષ્ય સામાન્ય રીતે દર મિનિટે 12 થી 16 વખત શ્વાસ લે છે.

Exam Tip: The normal resting breathing rate for an adult human is significantly lower than that of aquatic animals.

 

Question 7. સ્થળચર પ્રાણીઓની તુલનામાં જળચર પ્રાણીઓનો શ્વાસદર શા માટે ઝડપી હોય છે?
Answer: હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેથી, પૂરતો ઓક્સિજન મેળવવા માટે જળચર પ્રાણીઓનો શ્વાસ દર ભૂમિ પ્રાણીઓ કરતાં ઝડપી હોય છે.
In simple words: પાણીમાં ઓક્સિજન ઓછો હોવાથી, જળચર પ્રાણીઓને પૂરતો ઓક્સિજન મેળવવા માટે ભૂમિ પ્રાણીઓ કરતાં ઝડપથી શ્વાસ લેવો પડે છે.

Exam Tip: Explain the direct relationship between oxygen concentration in the environment and the respiratory rate required to meet metabolic demands.

 

Activity 6.7 (Page no. 105)

 

Question 1. મનુષ્યમાં હીમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ કેટલું છે?
Answer: મનુષ્યમાં હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ 12-18 ગ્રામ/ડેસિલિટર હોય છે.
In simple words: મનુષ્યમાં સામાન્ય હિમોગ્લોબિનનું સ્તર 12 થી 18 ગ્રામ પ્રતિ ડેસિલિટર હોય છે.

Exam Tip: Hemoglobin levels vary slightly between genders and age groups, so a general range is usually provided.

 

Question 2. શું હીમોગ્લોબિનનું પ્રમાણ બાળકો અને પુખ્તોમાં સમાન હોય છે?
Answer: ના, હિમોગ્લોબિનનું પ્રમાણ બાળકો અને પુખ્તોમાં એકસરખું હોતું નથી. 3 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકોમાં તે 11.0 ± 1.5 ગ્રામ/ડેસિલિટર હોય છે.
In simple words: ના, હિમોગ્લોબિનનું સ્તર બાળકો અને પુખ્તોમાં અલગ-અલગ હોય છે, બાળકોમાં તેનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું હોય છે.

Exam Tip: Remember that hemoglobin levels are influenced by growth and developmental stages, hence the difference between children and adults.

 

Question 3. પુરુષ અને સ્ત્રીના હીમોગ્લોબિનના સ્તરમાં શું કોઈ ફરક હોય છે?
Answer: હા, પુરુષો અને સ્ત્રીઓના હિમોગ્લોબિનના સ્તરમાં તફાવત હોય છે. પુરુષોમાં સામાન્ય રીતે 13-18 ગ્રામ/ડેસિલિટર અને સ્ત્રીઓમાં 12-16 ગ્રામ/ડેસિલિટર હોય છે.
In simple words: હા, પુરુષોમાં હિમોગ્લોબિનનું સ્તર સ્ત્રીઓ કરતાં સામાન્ય રીતે વધારે હોય છે.

Exam Tip: The difference in hemoglobin levels between sexes is mainly due to hormonal factors and physiological needs.

 

Question 4. શું વાછરડાં, નર અને માદા પશુના હીમોગ્લોબિનના પ્રમાણમાં તફાવત હોય છે?
Answer: હા.
In simple words: હા, વાછરડા, નર અને માદા પશુઓના હિમોગ્લોબિનના પ્રમાણમાં ફરક જોવા મળે છે.

Exam Tip: Similar to humans, various factors like age, sex, and diet can affect hemoglobin levels in animals.

 

Question 5. ગાય અને ભેંસમાં હીમોગ્લોબિનનું સામાન્ય સ્તર જણાવો.
Answer: ગાયમાં હિમોગ્લોબિનનું સ્તર 10 થી 15 ગ્રામ/ડેસિલિટર હોય છે, જ્યારે ભેંસમાં 12.5 થી 14.5 ગ્રામ/ડેસિલિટર હોય છે.
In simple words: ગાયનું હિમોગ્લોબિન સામાન્ય રીતે 10-15 g/dL હોય છે, જ્યારે ભેંસનું 12.5-14.5 g/dL હોય છે.

Exam Tip: These ranges can vary based on breed, diet, and overall health of the animal.

 

Activity 6.8 (Page no. 109)

 

Question 1. બંને કુંડાંની માટીને પ્લાસ્ટિકની કોથળીથી શા માટે ઢાંકવામાં આવે છે?
Answer: બંને કુંડાની માટીને પ્લાસ્ટિકની થેલીથી ઢાંકવામાં આવે છે જેથી જમીનમાંથી ભેજનું બાષ્પીભવન અટકે અને માટીમાં ભેજ જળવાઈ રહે.
In simple words: માટીને પ્લાસ્ટિકની થેલીથી ઢાંકવામાં આવે છે જેથી તેમાંથી પાણીનું બાષ્પીભવન ન થાય અને માત્ર છોડમાંથી જ પાણી ગુમાવાય તે જોઈ શકાય.

Exam Tip: Covering the soil isolates the water loss to only the plant, ensuring that any water observed is due to transpiration from the leaves.

 

Question 2. અડધો કલાક પછી તમે શું અવલોકન કરશો?
Answer: લગભગ અડધા કલાક પછી, પ્લાસ્ટિકની થેલીથી ઢાંકેલા કુંડા (a)ની અંદરની સપાટી પર પાણીના નાના ટીપાં જોવા મળે છે.
In simple words: અડધા કલાક પછી, પ્લાસ્ટિકની થેલીની અંદરની સપાટી પર પાણીના નાના ટીપાં જોવા મળે છે.

Exam Tip: These water droplets are evidence of water vapor released by the plant, which then condenses inside the plastic bag.

 

Question 3. તમારા અવલોકન પરથી શું નિર્ણય / તારણ લેશો?
Answer: અવલોકન પરથી એવો નિર્ણય લઈ શકાય કે, છોડના હવાઈ ભાગો દ્વારા પાણી વરાળ સ્વરૂપે ગુમાવાય છે.
In simple words: આ અવલોકન પરથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે છોડ તેના પાંદડા દ્વારા પાણી ગુમાવે છે.

Exam Tip: This experiment confirms that plants release water vapor into the atmosphere through the process of transpiration.

Free study material for Science

GSEB Solutions Class 10 Science Chapter 06 જૈવિક ક્રિયાઓ

Students can now access the GSEB Solutions for Chapter 06 જૈવિક ક્રિયાઓ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 06 જૈવિક ક્રિયાઓ

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Science Class 10 Solved Papers

Using our Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 06 જૈવિક ક્રિયાઓ to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 10 Science Solutions Chapter 6 જૈવિક ક્રિયાઓ for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Science Solutions Chapter 6 જૈવિક ક્રિયાઓ is available for free on StudiesToday.com. These solutions for Class 10 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Science Solutions Chapter 6 જૈવિક ક્રિયાઓ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Science Solutions Chapter 6 જૈવિક ક્રિયાઓ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Science Solutions Chapter 6 જૈવિક ક્રિયાઓ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Science. You can access GSEB Class 10 Science Solutions Chapter 6 જૈવિક ક્રિયાઓ in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Science Solutions Chapter 6 જૈવિક ક્રિયાઓ in printable PDF format for offline study on any device.