Get the most accurate GSEB Solutions for Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Science. Our expert-created answers for Class 10 Science are available for free download in PDF format.
Detailed Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) GSEB Solutions for Class 10 Science
For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) solutions will improve your exam performance.
Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) GSEB Solutions PDF
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
Question 1. તમારા ઘરને પર્યાવરણમિત્ર (અનુકૂલિત) બનાવવા માટે તમે કયાં કયાં પરિવર્તનોનું સૂચન કરો છો?
Answer: નીચેના બદલાવો વડે ઘર પર્યાવરણ-મૈત્રીપૂર્ણ બની શકે છે:
1. પાણીનો બગાડ રોકો. બ્રશ કરતી વખતે, સાબુ લગાવતી વખતે કે કપડાં-વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું રોકવું.
2. જ્યારે જરૂર ન હોય ત્યારે બલ્બ, પંખા વગેરેની સ્વિચ બંધ રાખો.
3. ખોરાક અને ઊર્જાનો બગાડ ટાળો.
4. શક્ય હોય ત્યાં સુધી વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરો.
5. સોર-કૂકર અને સોલર વોટર હીટરનો ઉપયોગ કરો.
6. કચરાનું નિર્માણ ઘટાડો.
7. સૂકા કચરાના સંગ્રહની વ્યવસ્થા કરો.
In simple words: To make our homes environment-friendly, we should save water and electricity, reuse items, use solar energy, and reduce waste.
Exam Tip: Always list concrete actions you can take daily to demonstrate understanding of eco-friendly practices.
Question 2. શું તમે તમારી શાળામાં કેટલાંક પરિવર્તન માટેના સૂચનો સૂચવી શકો છો કે જેથી તે (શાળા) પર્યાવરણીય અનુકૂલિત બની શકે?
Answer: નીચેના બદલાવો વડે શાળા પર્યાવરણ-મૈત્રીપૂર્ણ બની શકે છે:
1. રમતના મેદાનની ફરતે છોડ અને વૃક્ષો વાવો.
2. વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઊભી કરો.
3. શક્ય હોય તો સોલર સેલ પેનલ લગાવો.
4. ખરેલો, વધેલો-ઢોળાયેલો ખોરાક, નકામા કાગળ વગેરે જૈવભાર કચરામાંથી ખાતર બનાવો.
5. પીવાના પાણીના નળ, બાથરૂમના નળ ખુલ્લા રહી ન જાય તેની કાળજી રાખો.
In simple words: Schools can become environment-friendly by planting trees, collecting rainwater, using solar panels, making compost from waste, and making sure taps are not left open.
Exam Tip: When suggesting changes for a school, think about practical steps related to greenery, water, energy, and waste management.
Question 3. આ પ્રકરણમાં આપણે જોયું કે જ્યારે જંગલ તેમજ વન્ય પ્રાણીઓની વાત કરીએ છીએ ત્યારે ચાર મુખ્ય ભાગીદારો સામે આવે છે. તેમાંથી કોને જંગલના ઉત્પાદનોના વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય? તમે એવું કેમ વિચારો છો?
Answer: ચાર મુખ્ય ભાગીદારો પૈકી, જંગલમાં અને તેની આસપાસ રહેતા લોકોને જંગલના ઉત્પાદનોના વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય.
કારણ કે સ્થાનિક લોકો સુપોષિત પદ્ધતિથી કુદરતી સ્રોતોનો ઉપયોગ કરવાની પરંપરાગત રીતોથી વાકેફ હોય છે. સ્થાનિક લોકો જૂના સમયથી પર્યાવરણને સહેજ પણ નુકસાન કર્યા વગર જંગલો અને વન્ય જીવોનો ઉપયોગ કરે છે.
In simple words: Local communities living near forests should have the right to decide how forest products are managed. This is because they have traditional knowledge of sustainable practices and use resources without harming the environment.
Exam Tip: Focus on the concept of local knowledge and sustainable traditional practices when explaining why certain groups should have decision-making power.
Question 4. વ્યક્તિગત સ્વરૂપમાં તમે નીચે આપેલ પૈકી કોના વ્યવસ્થાપનમાં યોગદાન આપી શકો છો?
(a) જંગલ તેમજ વન્ય પ્રાણી
(b) જલસ્ત્રોત
(c) કોલસો તેમજ પેટ્રોલિયમ
Answer: વ્યક્તિગત સ્વરૂપમાં હું આપેલ તમામ સ્રોતોના વ્યવસ્થાપનમાં નીચે મુજબ યોગદાન આપીશ :
(a) જંગલ તેમજ વન્ય પ્રાણી : કાગળનો બગાડ અટકાવી, કાગળનો ઓછા પ્રમાણમાં ઉપયોગ, નકામા કાગળનું ફરીથી ચક્રીયકરણ, લાકડાના ફર્નિચરનો શક્ય તેટલો ઓછો ઉપયોગ વગેરે દ્વારા વૃક્ષો બચાવી શકાય.
પ્રાણીઓને મારીને મેળવાતી ફર, ચામડું, હાથીદાંત, શિંગડાં, કસ્તુરી જેવી કોઈ પણ પ્રાણીની પેદાશોનો ઉપયોગ ન કરીએ.
(b) જલસ્રોત: રોજિંદા પાણીનો બગાડ અટકાવીએ. ફુવારાને બદલે ડોલમાં પાણી લઈ નાહીએ. વાહન ધોવા શક્ય એટલા ઓછા પાણીનો ઉપયોગ કરીએ. નળ યોગ્ય રીતે બંધ કરીએ. બ્રશ કરતી વખતે, શરીર પર સાબુ લગાવતી વખતે કે કપડાં-વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું રોકીએ.
(c) કોલસો તેમજ પેટ્રોલિયમ: નજીકના સ્થળે જવા પગપાળા જઈએ કે સાઇકલનો ઉપયોગ કરીએ. જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીએ. વીજઉપકરણોની જરૂર ન હોય ત્યારે સ્વિચ બંધ કરીએ.
In simple words: I can help manage forests and wildlife by reducing paper use, recycling, and avoiding animal products. For water, I can save it daily. For coal and petroleum, I can walk or cycle, use public transport, and turn off lights.
Exam Tip: When discussing individual contributions, provide specific, actionable examples for each resource category (forests, water, fossil fuels).
Question 5. વ્યક્તિગત તરીકે તમે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનો વપરાશ ઘટાડવા માટે શું કરી શકો છો?
Answer: વ્યક્તિગત રીતે હું વિવિધ કુદરતી ઉત્પાદનોનો વપરાશ નીચે મુજબ ઘટાડીશ :
• જરૂર ન હોય ત્યારે ઘરમાં કે શાળામાં વીજઉપકરણોની સ્વિચ બંધ કરીશ.
• જરૂર ન હોય ત્યારે પાણીનો નળ બંધ કરી, પાણીનો બગાડ અટકાવીશ.
• વાહનનો ઉપયોગ ઘટાડીશ.
• ખોરાકનો બગાડ કરીશ નહીં.
• કાગળનો બગાડ કરીશ નહીં.
• પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં.
In simple words: I will reduce consumption by turning off unused electricity, saving water, reducing vehicle use, avoiding food waste, saving paper, and not using plastic.
Exam Tip: Focus on daily habits that directly impact consumption of energy, water, food, and materials. Use bullet points for clarity.
Question 6. નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી તમે છેલ્લા સપ્તાહમાં કરેલી કઈ પ્રવૃત્તિઓ (a) આપણા પ્રાકૃતિક સ્રોતોનું સંરક્ષણ કરે છે અને (b) આપણા પ્રાકૃતિક સ્રોતો પર દબાણનો વધારો કરે છે?
Answer:
(a) આપણા પ્રાકૃતિક સ્રોતોનું સંરક્ષણ માટે કરેલાં પાંચ કાર્ય :
• બ્રશ કરતાં, શરીર પર સાબુ લગાવતાં પાણીનો નળ બંધ કર્યો.
• નજીકના સ્થળે ચાલીને ગયો.
• બલ્બના પ્રકાશની જરૂર ન હતી ત્યારે સ્વિચ બંધ કરી.
• કાગળની બીજી બાજુનો ઉપયોગ કર્યો.
• તૂટેલી ક્રૉકરીનો છોડ ઉગાડવા ઉપયોગ કર્યો.
(b) આપણા પ્રાકૃતિક સ્રોતો પર દબાણનો વધારો કરતાં પાંચ કાર્યો:
• ચામડાનાં બૂટ, પટ્ટો, પાકીટની ખરીદી કરી.
• નોટબુકના પેજ કારણ વગર ફાડી નાખ્યા. નોટબુકમાં માત્ર જમણી તરફના પેજ પર જ લખાણ લખ્યું.
• ટીવી ચાલુ રાખીને મોબાઇલ પર ગેમ રમી.
• પાણીનો દુરુપયોગ અટકાવવાનું ચૂકી ગયો.
• ખારાકના વારંવાર બગાડ કર્યો. થાળીમાં ખોરાક રહેવા દીધો.
In simple words: To save resources, I closed taps while brushing, walked short distances, turned off unnecessary lights, and reused paper and broken crockery. To increase pressure on resources, I bought leather items, wasted notebook pages, left the TV on while playing on my phone, wasted water, and wasted food.
Exam Tip: Clearly distinguish between actions that conserve and actions that exploit resources. Provide specific examples for each category.
Question 7. આ પ્રકરણમાં ચર્ચવામાં આવેલી સમસ્યાને આધારે તમે તમારી જીવનશૈલીમાં શું પરિવર્તન લાવશો? જેથી આપણા સ્ત્રોતોના સુપોષણ(જરૂરિયાત પ્રમાણે ઓછો વપરાશ)ને પ્રોત્સાહન મળી શકે?
Answer: નીચેના બદલાવો વડે ઘર પર્યાવરણ-મૈત્રીપૂર્ણ બની શકે છે:
1. પાણીનો બગાડ રોકો. બ્રશ કરતી વખતે, સાબુ લગાવતી વખતે કે કપડાં-વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું રોકવું.
2. જ્યારે જરૂર ન હોય ત્યારે બલ્બ, પંખા વગેરેની સ્વિચ બંધ રાખો.
3. ખોરાક અને ઊર્જાનો બગાડ ટાળો.
4. શક્ય હોય ત્યાં સુધી વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરો.
5. સોર-કૂકર અને સોલર વોટર હીટરનો ઉપયોગ કરો.
6. કચરાનું નિર્માણ ઘટાડો.
7. સૂકા કચરાના સંગ્રહની વ્યવસ્થા કરો.
In simple words: To make my lifestyle sustainable, I will save water and electricity, reuse items, use solar energy, and reduce waste.
Exam Tip: For questions about lifestyle changes for sustainability, reiterate key actions such as reducing consumption, reusing, and conserving energy and water.
Gseb Class 10 Science નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Intext Questions And Answers
Intext પ્રશ્નોત્તર (પા.૫. પાના નં.271)
Question 1. પર્યાવરણમિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયાં પરિવર્તનો લાવી શકો છો?
Answer: પર્યાવરણમિત્ર બનવા માટે અમે અમારી ટેવોમાં નીચેનાં પરિવર્તનો લાવીશું:
1. કાગળ તેમજ શણની કોથળીનો ઉપયોગ કરીશું.
2. ટૂંકા અંતર માટે સાઇકલનો ઉપયોગ કરીશું અથવા પગપાળા જઈશું.
3. કચરો ગમે ત્યાં નાખવાને બદલે કચરાપેટીમાં નાખીશું.
4. પુનઃપ્રાપ્ય સ્રોતો અને જૈવ-વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરીશું.
5. જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ-ઉપકરણોની સ્વિચ બંધ કરીશું.
6. પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં.
In simple words: To be eco-friendly, we will use cloth bags, walk or cycle, dispose of garbage properly, use renewable resources, switch off electronics, and avoid wasting or polluting water.
Exam Tip: Provide clear, actionable steps that directly contribute to environmental protection in daily life.
Question 2. કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતાં સ્રોતોના શોષણના ફાયદા જણાવો.
Answer: કુદરતી સ્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતાં સ્રોતોના શોષણના ફાયદા :
1. તે ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે.
2. તે ફક્ત વર્તમાન પેઢી માટે ફાયદાકારક બને છે.
3. વિકાસ ઝડપી બને છે. પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થાય છે.
In simple words: Exploiting natural resources for short-term goals meets current needs, benefits the present generation, and helps economic development happen quickly.
Exam Tip: When discussing short-term benefits, highlight immediate needs, present generation advantages, and quick economic growth.
Question 3. કુદરતી સ્ત્રોતોના શોષણથી ટૂંકા ગાળાના હેતુઓના ફાયદા, લાંબી અવધિ કે સમયગાળાને ધ્યાનમાં રાખીને બનાવેલા હેતુના ફાયદાથી કેવી રીતે ભિન્ન છે?
Answer:
| ટૂંકા ગાળાના હેતુ | લાંબા ગાળાના હેતુ |
|---|---|
| માત્ર વર્તમાન પેઢીને લાભ થાય છે. | વર્તમાન તેમજ ભાવિ પેઢીને લાભ થાય છે. |
| ટૂંકા સમયમાં ઝડપી વિકાસ થાય છે. | એકધારો સતત વિકાસ થાય છે. |
| સ્રોતોના વ્યવસ્થાપનથી સંભવિત પુનઃપ્રાપ્ત થઈ શકે છે. |
Exam Tip: Use a clear table format to compare and contrast short-term and long-term goals for resource management, focusing on beneficiaries and sustainability.
Question 4. તમારા વિચાર પ્રમાણે સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ? સ્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ ક્યાં ક્યાં પરિબળો કાર્ય કરે છે?
Answer: હા, સ્રોતોનું સમાન વિતરણ થવું જોઈએ. જેથી ગરીબ અને અમીર બંને તેનો સમાન લાભ મેળવી શકે. પૈસાદાર અને શક્તિશાળી લોકો તેમની ઓળખાણો અને સંબંધોનો દુરુપયોગ કરે છે. પરિણામે તેઓ વધારે લાભ મેળવે છે.
સ્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ બે પરિબળો – પૈસા અને શક્તિ (તાકાત) કાર્ય કરે છે.
In simple words: Resources should be shared equally so everyone, rich or poor, can benefit. However, wealth and power often work against equal distribution, as powerful people can misuse their influence to get more.
Exam Tip: Emphasize the ethical aspect of equal distribution and identify the socio-economic factors (wealth, power) that hinder it.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં 275]
Question 1. આપણે જંગલ અને વન્ય જીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
Answer: જંગલોના સંરક્ષણની આવશ્યકતા :
1. વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ પદાર્થો મેળવવા.
2. ફળ, શાકભાજી, ચારો, ઘાસ વગેરે મેળવવા.
3. ઔષધો, મરીમસાલા, ગુંદર, રેઝીન, કાથો, લાખ વગેરે મેળવવા.
4. પ્રાણીઓને કુદરતી વસવાટ પૂરા પાડવા.
5. આર્થિક અને સામાજિક વિકાસના સ્રોત મેળવવા.
6. વાતાવરણમાં CO2-O2ના પ્રમાણની સંતુલિતતા જાળવવા તેમજ પૃથ્વીના સરેરાશ તાપમાનની જાળવણી કરવા.
વન્ય જીવોના સંરક્ષણની આવશ્યકતા
1. જંગલના નિવસનતંત્રની જાળવણી માટે તેમજ કુદરતમાં પર્યાવરણીય સંતુલન માટે.
2. તેઓ જંગલમાં બીજવિકિરણ (ફેલાવા) દ્વારા જુદાં જુદાં સ્થળોએ વનસ્પતિ વૃદ્ધિ-વિકાસની અનુકૂળતા પૂરી પાડે છે. આ રીતે તેઓ જંગલની જાળવણીમાં મદદરૂપ બને છે.
3. તેઓ પોષક સ્તરોમાં ઊર્જાવહન જાળવી રાખે છે અને જૈવ-વિવિધતામાં વધારો કરે છે.
In simple words: We must protect forests for raw materials, food, medicines, and economic development. They also help maintain CO2-O2 balance and global temperatures. Wildlife conservation is vital for ecosystem balance, seed dispersal, energy flow, and biodiversity.
Exam Tip: Divide the answer into two parts: reasons for forest conservation and reasons for wildlife conservation, providing specific examples for each.
Question 2. વન-સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો.
Answer: વન-સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે :
1. બળતણ અને ફર્નિચરના લાકડા માટે વૃક્ષોની થતી અનિયંત્રિત કટાઈમાં ફરજિયાતપણે ઘટાડો કરવો.
2. બળતણની ખેંચ, ઘાસચારાની અછત, વ્યાવસાયિક હેતુ, વગેરે માટે થતા અતિશોષણથી જંગલના નિવસનતંત્રને સુરક્ષિત રાખવું.
3. વૃક્ષારોપણ તેમજ તેમના ઉછેરની સંભાળ રાખવી. પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતાં છોડ રોપી જંગલનો વિકાસ કરવો.
4. જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી.
5. વૈજ્ઞાનિક સંશોધનો, દેખરેખ ઉપરાંત જંગલોની જાળવણી માટે શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવી.
In simple words: To save forests, we should reduce logging for fuel and furniture, prevent over-exploitation for various needs, plant more trees, involve local communities in conservation, and spread awareness through education and scientific research.
Exam Tip: Focus on a mix of policy changes (reducing logging), community involvement, and educational initiatives for forest conservation.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 278]
Question 1. તમારા નિવાસના વિસ્તારની આજુબાજુ પાણી-સંગ્રહની પરંપરાગત પદ્ધતિ વિશે જાણકારી મેળવો.
Answer: અમારા નિવાસના વિસ્તારની આજુબાજુ પાણી-સંગ્રહણની પરંપરાગત પદ્ધતિ મુખ્યત્વે તળાવ, કૂવા અને વાવ છે.
In simple words: In my area, traditional water harvesting mainly involves ponds, wells, and stepwells.
Exam Tip: Name specific local traditional water harvesting structures relevant to your region.
Question 2. પાણી સંગ્રહણની પરંપરાગત પદ્ધતિની પર્વતીય વિસ્તારોમાં, મેદાની વિસ્તારો અથવા પડતર વિસ્તારોમાં તુલના કરો.
Answer: પર્વતીય વિસ્તારોમાં પીવાના પાણીના સંગ્રહણની પરંપરાગત પદ્ધતિ મેદાની વિસ્તારો અથવા પડતર વિસ્તારોથી અલગ પડે છે.
દા. ત., હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારમાં સિંચાઈની સ્થાનિક પદ્ધતિ કુલહ છે. ઝરણામાં વહેતા પાણીને માનવસર્જિત પાઇપો કે નાળા દ્વારા પર્વતીય વિસ્તારનાં નીચેનાં ગામો તરફ લઈ જવાય છે.
જ્યારે મેદાની વિસ્તારોમાં પાણી ચેકડેમ, ટૅન્ક, તાલ (તળાવ) કે બંધીશમાં સંગ્રહવામાં આવે છે.
In simple words: Water harvesting methods differ by region. In mountains like Himachal Pradesh, 'kulhs' (canals) divert stream water to lower villages. In plains, check dams, tanks, and ponds are used to store water.
Exam Tip: Provide specific examples for water harvesting methods in different geographical regions to illustrate the comparison.
Question 3. તમારા વિસ્તારમાં પાણીના સ્ત્રોતની તપાસ કરો. શું આ સ્ત્રોતથી પ્રાપ્ત પાણી તે વિસ્તારના બધા જ રહેવાસીઓ માટે પર્યાપ્ત છે?
Answer: અમારા વિસ્તારમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પાણીનો સ્રોત પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત, સોસાયટીના બોર દ્વારા ભૂગર્ભ જળ પ્રાપ્ત થાય છે.
આમ છતાં, ઉનાળામાં ગરીબ અને નીચલા વર્ગના લોકોને દૈનિક જરૂરિયાતના પાણી માટે વૉટર ટેન્કર પર આધાર રાખવો પડે છે.
In simple words: In my area, the municipal corporation and society borewells provide water. However, during summer, poor and lower-income residents still rely on water tankers for their daily needs.
Exam Tip: Discuss both the primary water sources and any existing disparities in water supply to show a comprehensive understanding.
GSEB Class 10 Science નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Textbook Activities
પ્રવૃત્તિ 16.1 [પા.પુ. પાના નં 266]
• કાર્બન ડાયૉક્સાઈડના ઉત્સર્જનના નિયમન માટે આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોની જાણકારી મેળવવી.
• માનવ-પ્રવૃત્તિઓ દ્વારા ઉત્સર્જિત થતો કાર્બન ડાયૉક્સાઈડ (CO2) મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે.
• CO₂ ઉત્સર્જનના નિયમનના આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો ક્યોટો પ્રોટોકૉલ (Kyoto Protocol) આધારિત છે.
• જાપાનના ક્યોટો શહેરમાં ડિસેમ્બર, 1997માં આ પ્રોટોકૉલ તૈયાર કરવામાં આવ્યો અને 16 ફેબ્રુઆરી, 2005માં અમલીકરણમાં મુકાયો.
• ડિસેમ્બર, 2006માં કુલ 169 દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા.
• આ કરાર મુજબ ઔદ્યોગિક દેશોએ CO2 અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓના સંયુક્ત ઉત્સર્જનમાં 1990ના સ્તર કરતાં સરેરાશ 5%નો ઘટાડો કરવો.
પ્રશ્નો:
Question 1. કાર્બન ડાયૉક્સાઈડના ઉત્સર્જનનું નિયમન શા માટે જરૂરી છે?
Answer: કાર્બન ડાયૉક્સાઈડ મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે. તે વૈશ્વિક તાપમાનમાં વધારો પ્રેરે છે. તેનાથી આબોહવામાં અનિશ્ચિત ફેરફારો થાય છે. તથા કાર્બન ડાયૉક્સાઈડના ઉત્સર્જનનું નિયમન જરૂરી છે.
In simple words: Regulating carbon dioxide emissions is important because CO2 is a major greenhouse gas. It causes global warming and leads to unpredictable climate changes.
Exam Tip: Link CO2 emissions directly to global warming and climate change, emphasizing the necessity of regulation.
Question 2. વાતાવરણમાં CO2ના પ્રમાણના નિયમન માટે સૌથી સરળ ઉપાય કયો છે?
Answer: વૃક્ષારોપણ અને પૃથ્વી પર વનસ્પતિનાં લીલાં આવરણ (Green cover)ની જાળવણી એ વાતાવરણમાં CO₂ના પ્રમાણના નિયમન માટે સૌથી સરળ ઉપાય છે.
In simple words: The easiest way to control CO2 levels in the atmosphere is to plant more trees and protect existing green cover on Earth.
Exam Tip: Highlight reforestation and maintaining green cover as the most straightforward biological solution for CO2 regulation.
Question 3. વૈશ્વિક ઉષ્ણતા (Global warming) એટલે શું?
Answer: ગ્રીનહાઉસ વાયુઓમાં થતા વધારાને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા વધારાને વૈશ્વિક ઉષ્ણતા કહે છે.
In simple words: Global warming means the Earth's average temperature is increasing because there are more greenhouse gases in the atmosphere.
Exam Tip: Define global warming by connecting it to the increase in greenhouse gases and the subsequent rise in Earth's average temperature.
પ્રવૃત્તિ 16.2 [પા.પુ. પાના નં. 267]
• પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ ફેલાવતાં સંગઠનોની જાણકારી મેળવવી.
NGOs (Non-Government Organisations – બિનસરકારી સંગઠનો) જેવાં કે SEACOLOGY અને મેરા દેશ ફાઉન્ડેશન પર્યાવરણ વિશે સભાનતા ફેલાવે છે. તેઓ નૈસર્ગિક સ્રોતોની જાળવણી અને સંરક્ષણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે.
પર્યાવરણ જાળવણી માટે કાર્ય કરતાં અન્ય કેટલાંક સંગઠનો :
CSE- ધ સેન્ટર ફોર સાયન્સ અને એન્વાઇરમેન્ટ
TERI-ધ એનર્જી ઍન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ
WTI-વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા
પ્રશ્નો:
Question 1. તમારા ગામ / નગર કે શહેરમાં પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી અંગે જાગૃતિ પ્રેરતાં કયાં સંગઠનો સક્રિય છે?
Answer:
(1) નેચરલ રિસોર્સ મૅનેજમેન્ટ (Natural Resource Management)
(2) કોર એન્વાઇરન્મેન્ટલ NGOs (Core environmental NGOs)
(3) સેન્ટર ફૉર એન્વાઇરન્મેન્ટ ઍન્ડ સોશિયલ કન્સન્સ (Centre for Environment and Social Concerns).
In simple words: Organizations like Natural Resource Management, Core environmental NGOs, and Centre for Environment and Social Concerns are active in my village/city to promote environmental awareness and conservation.
Exam Tip: List relevant organizations that work on environmental awareness and conservation, using their full names.
Question 2. આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે તમે શું યોગદાન આપી શકો?
Answer: આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્રોતોની જાળવણી માટે અમે નીચે પ્રમાણે યોગદાન આપીશું:
1. વ્યક્તિગત વાહનના બદલે પબ્લિક પરિવહન સેવાનો ઉપયોગ કરીશું.
2. અમારા ઘરમાં લાકડાના ફર્નિચરનો ખૂબ ઓછો ઉપયોગ કરીશું.
3. કાગળ અને નૈસર્ગિક સ્રોતોનો બગાડ અટકાવીશું.
4. પાણીના સંગ્રહસ્થાનોને પ્રદૂષિત થતાં અટકાવીશું.
5. કીટનાશક / પેસ્ટિસાઇડનો ઉપયોગ અટકાવીશું.
6. વૃક્ષો કે વનટાઈ અટકાવીશું.
In simple words: To protect the environment and natural resources, I will use public transport, minimize wooden furniture, prevent paper and resource waste, keep water bodies clean, avoid pesticides, and stop cutting down trees.
Exam Tip: Outline specific actions covering transport, consumption, waste, water management, and conservation to show personal commitment.
Question 1. “ગંગા સફાઈ યોજના' શા માટે શરૂ કરવામાં આવી? પાણીમાં કયા જીવાણુની હાજરી પાણી પ્રદૂષિત હોવાનું સૂચવે છે?
Answer: 1985માં ગંગા નદીના પાણીની ગુણવત્તા સુધારવા અને – પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવાણુઓનું પ્રદૂષણ દૂર કરવા “ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી.
મનુષ્યના આંતરડામાં જોવા મળતા કોલિફૉર્મ જીવાણુની પાણીમાં હાજરી, પાણી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુથી પ્રદૂષિત હોવાનું સૂચવે છે.
In simple words: The Ganga Action Plan was started in 1985 to improve the river's water quality and remove disease-causing germs. The presence of coliform bacteria in water indicates contamination by harmful microorganisms.
Exam Tip: Remember the year (1985) and the dual purpose of the Ganga Action Plan, along with the specific indicator bacteria (coliform) for water pollution.
પ્રવૃત્તિ 16.3 [પા.પુ. પાના નં 268]
નળના પાણીની pH ચકાસવી અને સ્થાનિક જળસ્ત્રોત (તળાવ, સરોવર, નદી કે ઝરણાં)ની pH સાથે સરખામણી કરવી.
સાધનો: કસનળી અથવા બીકર
પદાર્થો: સાર્વત્રિક pH સૂચક, લિટમસપત્ર
પદ્ધતિઃ
• તમારા ઘરે નળમાં આવતા પાણીનો નમૂનો કસનળીમાં લો.
• આ કસનળીમાં સાર્વત્રિક pH સૂચકનાં થોડાં ટીપાં ઉમેરો.
• કસનળીના પાણીના રંગપરિવર્તનનું અવલોકન કરો.
• બીજી કસનળીમાં નળમાં આવતા પાણીનો નમૂનો લઈ, લિટમસપત્રના રંગપરિવર્તનનું અવલોકન કરો.
• આ પ્રમાણે સ્થાનિક જળસ્રોત – નદી કે તળાવના પાણીનો નમૂનો લઈ, સાર્વત્રિક pH સૂચક તથા લિટમસપત્ર વડે ઉપરની પ્રવૃત્તિ ફરીથી કરો અને રંગપરિવર્તનનું અવલોકન કરો.
અવલોકન:
• નળનું પાણી ધરાવતા કસનળીમાં સાર્વત્રિક pH સૂચક ઉમેરતાં પીળો રંગ જોવા મળે છે.
• નળનું પાણી ધરાવતી બીજી કસનળીમાં લિટમસપત્ર ડુબાડતાં તેના રંગમાં કોઈ ફેર પડતો નથી.
• તળાવનું પાણી ધરાવતી કસનળીમાં સાર્વત્રિક pH સૂચક ઉમેરતાં લાલ રંગ જોવા મળે છે.
• તળાવનું પાણી ધરાવતી બીજી કસનળીમાં લિટમસપત્ર ડુબાડતાં તેનો રંગ લાલ થાય છે.
તારણ:
નળમાં આવતું સ્વચ્છ પાણી તટસ્થ છે, જ્યારે તળાવનું પાણી ઍસિડિક છે.
In simple words: Adding universal pH indicator to tap water makes it yellow, and litmus paper shows no change. For pond water, the indicator turns it red, and litmus paper also turns red. This means tap water is neutral, but pond water is acidic.
Exam Tip: Clearly state the observed color changes with the pH indicator and litmus paper for both tap water and pond water, then draw a precise conclusion about their acidity/neutrality.
પ્રશ્નો :
Question 1. તળાવનું પાણી કયા કારણથી ઍસિડિક છે?
Answer: તળાવનું પાણી ઍસિડિક હોવાનું મુખ્ય કારણ પ્રદૂષણ છે.
In simple words: The main reason pond water is acidic is pollution.
Exam Tip: State pollution as the primary cause of acidity in natural water bodies.
Question 2. જળાશયના ઍસિડિક પાણીમાં જલીય જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવી શકે?
Answer: ના, જળાશયના ઍસિડિક પાણીમાં જલીય જીવસૃષ્ટિ અસ્તિત્વ ન ધરાવી શકે.
In simple words: No, aquatic life cannot survive in acidic water bodies.
Exam Tip: Remember that acidic conditions are generally harmful and unsustainable for most aquatic organisms.
Question 3. શું તમે તમારા અવલોકન પરથી કહી શકશો કે પાણી પ્રદૂષિત છે કે નહીં?
Answer: હા, નળનું પાણી સ્વચ્છ અને અપ્રદૂષિત છે. જળાશયનું પાણી ગંદું અને પ્રદૂષિત છે.
In simple words: Yes, based on my observations, tap water is clean, but pond water is dirty and polluted.
Exam Tip: Connect the acidity and visual appearance of water directly to its pollution status.
Question 2. પર્યાવરણને બચાવવા માટેના પાંચ “R’ સમજાવો.
Answer: પર્યાવરણને બચાવવા માટેના પાંચ “R:
(1) Reduce (ઓછો ઉપયોગ): આ નિયમ કુદરતી સ્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે. દા. ત., પાણીનો દુરુપયોગ અટકાવવો. પાણી અને ગેસની કાણાવાળી નળીઓનું તાત્કાલિક સમારકામ કરવું. ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન (આયોજન) કરવું. સૌર-ઊર્જાથી ચાલતાં સાધનો જેવાં કે સોલર કૂકર, સોલર હીટરનો ઉપયોગ કરવો. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ-LPG)નો ઓછો ઉપયોગ કરવો. જરૂર ન હોય ત્યારે લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી વીજળીનો બચાવ કરવો. ખનિજસ્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃઉપયોગ કરી ખાણ-ખોદકામ ઓછું કરવું.
(2) Recycle (પુનઃચક્રીયકરણ): ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી, ગાળણ દ્વારા તેમાંથી નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવાની કે મૂળ વસ્તુને ફરી પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃચક્રીયકરણ કહે છે. દા. ત., ઉદ્યોગોમાં ઉદ્ભવતા મીણિયા, પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુઓના ટુકડાઓને ઊંચા તાપમાને ગરમ કરી, ગાળણ કરીને નવી ચીજવસ્તુઓ બનાવી શકાય છે. ધાતુમાંથી બનેલાં જૂનાં વાસણો કે ઘરેણાંને ઓગાળી તેમાંથી નવાં વાસણો કે ઘરેણાં બનાવી શકાય છે. પુનઃચક્રીયકરણ માટે કચરાને યોગ્ય રીતે અલગ કરવો જરૂરી છે, જેથી પુનઃચક્રીયકરણ માટેની ચીજવસ્તુઓ ફેંકાઈ ન જાય.
(3) Reuse (પુનઃઉપયોગિતા): પુનઃચક્રીયકરણની પ્રક્રિયામાં ઊર્જાનો ઉપયોગ થાય છે. આથી તેની સરખામણીએ પુનઃઉપયોગની પદ્ધતિ હંમેશાં ઉત્તમ ગણાય છે. દા. ત., દિવાલો શણગારવા રંગબેરંગી કાચના ટુકડાઓ, ટાઇલ્સના ટુકડાઓ કે ચિનાઈ માટીમાંથી બનેલા કપ, ડિશ-રકાબીનો ઉપયોગ કરવો. અથાણાં કે મુરબ્બાની પ્લાસ્ટિકની બરણીઓ ખાલી થયા બાદ ફેંકી ન દેતાં તેનો ઉપયોગ ચા, ખાંડ કે કઠોળ ભરવા કરવો.
(4) Refuse (ના પાડવી): જે વસ્તુની જરૂર ન હોય તે લેવાની ના પાડવી. પર્યાવરણને હાનિકારક હોય તેવાં ઉત્પાદનો ખરીદવાની ના પાડવી. દા. ત., એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે ના પાડવી. એક જ વાર વાપરી શકાય તેવી બૉલપેન માટે ના પાડવી. પ્લાસ્ટિક રેપર, થર્મોકોલ પૅકિંગ, પ્લાસ્ટિક ડિશ-કપ વગેરે માટે ના પાડવી.
(5) Repurpose (હેતુ ફેર કરવો): કોઈ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગી ન થઈ શકે તો તેનો અન્ય ઉપયોગ કરવો, તેને હેતુ ફેર કરવો કહે છે. દા. ત., પાણી ભરવાની માટલી તૂટે તો તેનો ઉપયોગ કલાડી તરીકે રસોઈમાં કરવો.
In simple words: The five 'R's to save the environment are: Reduce (use less water, electricity, and fossil fuels, repair leaks). Recycle (turn old items like plastic, paper, metal into new ones). Reuse (find new uses for old items, like jars or broken crockery, which saves more energy than recycling). Refuse (say no to unnecessary and harmful products like single-use plastics). Repurpose (find a different use for an item when its original purpose is no longer valid, like using a broken pot as a planter).
Exam Tip: Clearly explain each of the "Five R's" with specific, practical examples, highlighting their environmental benefits.
Question 3. સમજાવોઃ સુપોષિત વિકાસની સંકલ્પના અથવા સુપોષિત વિકાસથી જીવનનાં બધાં આયામ / ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે. સમજાવો.
Answer: સુપોષિત વિકાસથી જીવનનાં બધાં આયામ ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે. તેથી નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે:
• મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે.
• ભાવિ પેઢી માટે વિવિધ સ્રોતોનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે.
• પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ સાધવામાં આવે.
સુપોષિત વિકાસનો આધાર લોકો તેમની આસપાસની આર્થિક, સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિઓ માટે તેમના દષ્ટિકોણમાં ફેરફાર કરે અને નૈસર્ગિક સ્રોતોના વર્તમાન ઉપયોગમાં પરિવર્તન કરે તેના પર છે.
In simple words: Sustainable development changes all aspects of life by focusing on meeting basic human needs, preserving resources for future generations, and achieving economic growth alongside environmental protection. It depends on people changing their views and current use of natural resources.
Exam Tip: Define sustainable development by its three pillars: social equity (basic needs), environmental protection (resource conservation), and economic viability, and emphasize the role of changed human perspective.
પ્રવૃત્તિ 16.4 [પા.પુ. પાના નં.269]
વર્ષો પછી ગામ કે શહેરની મુલાકાતમાં જોવા મળતા પર્યાવરણને અનુકૂળ ફેરફારો.
મુખ્ય ફેરફારો ગામમાં :
• ગામમાં થયેલા મુખ્ય વિકાસાત્મક ફેરફારો:
1. નવા રસ્તા અને પાકાં મકાનો બંધાયાં.
2. કારખાનાઓ અને બજારો ઊભાં થયાં.
પ્રશ્નો:
Question 1. રસ્તા અને મકાનો બનાવવા માટેના પદાર્થો / સામગ્રીની યાદી બનાવો અને તેના સ્ત્રોત જણાવો.
Answer:
| પદાર્થો / સામગ્રી | સંભવિત સ્રોત |
|---|---|
| કપચી | પર્વતો |
| સિમેન્ટ | પર્વતો |
| રેતી | સૂકી નદીઓના પટ |
| ઈંટો | જમીન / માટી |
| સ્ટીલ | ખાણો |
| લાકડું | જંગલો |
| ડામર | તેલના કૂવા |
Exam Tip: Clearly list common construction materials and their corresponding natural sources, preferably in a table format for better organization.
Question 2. કયા ઉપાય વડે બાંધકામની સામગ્રીમાં ઘટાડો કરી શકાય?
Answer:
(1) ડામરના બદલે સિમેન્ટના રોડ તૈયાર કરવામાં આવે અથવા પૉલિમર (પ્લાસ્ટિક) મિશ્રિત રોડ બનાવવામાં આવે.
(2) બીમ બનાવવા લોખંડ અને સિમેન્ટ તથા બારી બારણાં બનાવવા ઍલ્યુમિનિયમ અને ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરી લાકડાનો ઉપયોગ ઘટાડી શકાય.
In simple words: To reduce construction materials, we can use cement or polymer-mixed roads instead of asphalt. For beams, windows, and doors, using iron, cement, aluminum, and fiberglass can lessen the need for wood.
Exam Tip: Focus on alternative materials and construction methods that can reduce reliance on traditional, resource-intensive options.
પ્રવૃત્તિ 16.5 [પા.પુ. પાના નં. 270]
રોજિંદા જીવનમાં પર્યાવરણના સંરક્ષણ માટે જોવા મળતી પરંપરાગત પ્રવૃત્તિઓનું અવલોકન કરી તૈયાર કરવો. – પર્યાવરણના સંરક્ષણ માટેની પરંપરાગત પ્રવૃત્તિઓ :
1. ભારતનાં મોટા ભાગનાં ગામડાઓ અને નાનાં શહેરોમાં તુલસી, આકડો, આસોપાલવ, પીપળો, ખીજડો, વડ, બિલી ઉપરાંત અન્ય ઘણાં વૃક્ષોનું લોકો દ્વારા વાવેતર અને ઉછેર કરવામાં આવે છે. આવા છોડ કે વૃક્ષોને પવિત્ર ગણી ચોક્કસ વાર-તહેવારે તેની પૂજા કરવામાં આવે છે. આમ, તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે.
2. કેટલાંક પક્ષીઓ, ગાય અને સાપ-નાગ જેવાં પ્રાણીઓને પવિત્ર ગણી પૂજા કરવામાં આવે છે. ઘણાં પ્રાણીઓ દેવી-દેવતાઓનાં વાહન તરીકે ગણવામાં આવે છે. આમ, તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે.
3. નદીઓને લોકમાતાનો દરજ્જો આપી પવિત્ર ગણવામાં આવે છે. તેથી નદીના પાણીને પ્રદૂષિત થતું અટકાવી તેનું સંરક્ષણ થઈ શકે છે.
4. જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને ધ્યાનમાં લઈને જંગલોના સંવર્ધન પર વૈદિક સમયથી ભાર આપવામાં આવ્યો છે. ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ આધારિત જંગલો, ગુફાઓ તેમજ અન્ય કેટલાક વિસ્તારોને પવિત્ર ગણી તેની જાળવણી કરવામાં આવે છે.
In simple words: Traditional environmental conservation involves sacred practices. In many villages, people plant and worship trees like Tulsi, Peepal, and Banyan, treating them as holy. Animals like birds, cows, and snakes are also considered sacred and worshipped. Rivers are seen as mother goddesses, preventing pollution. Forests and specific areas like caves are protected due to their importance in religious texts and beliefs, reflecting a long history of conservation efforts.
Exam Tip: Emphasize the cultural and religious aspects that have historically driven environmental conservation in India, providing specific examples of sacred trees, animals, and natural sites.
પ્રવૃત્તિ 16.6 [પા.પુ. પાના નં.271]
જંગલ સ્ત્રોત પર આપણી આધારિતતા વિશે જાણવું.
પ્રશ્નો:
Question 1. તમે ઉપયોગ કરતા હોય તેવી જંગલની પેદાશો કે નીપજોની યાદી બનાવો.
Answer: અમે બળતણ લાકડું, વાંસ, ફળો, મરીમસાલા, કાગળ, જડીબુટ્ટીઓ, વગેરે જંગલની પેદાશો કે નીપજોનો ઉપયોગ કરીએ છીએ.
In simple words: We use forest products like firewood, bamboo, fruits, spices, paper, and medicinal herbs.
Exam Tip: List a variety of forest products that are commonly used in daily life, covering different categories like fuel, food, and raw materials.
Question 2. તમારા મતે જંગલની નજીક રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે?
Answer: જંગલની નજીક રહેતી વ્યક્તિઓ લાકડું, ચારો, સૂકાં પર્ણો, વાંસ, શાકભાજી, ફળો, મરીમસાલા, વગેરે વસ્તુઓનો ઉપયોગ કરે છે.
In simple words: People living near forests use wood, fodder, dry leaves, bamboo, vegetables, fruits, and spices.
Exam Tip: Consider the basic needs of communities living near forests and how they depend on forest resources for subsistence.
Question 3. તમારા મતે જંગલની અંદર રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે?
Answer: જંગલની અંદર રહેતી વ્યક્તિઓ લગભગ બધી પાયાની જરૂરિયાતો જેવી કે, બળતણ લાકડું, ઘાસચારો, વાંસ, ખોરાક, કપડાં, રહેઠાણ, શિકાર, માછીમારી, નાનાં લાકડાં, કવચવાળાં ફળો (Nuts), ઔષધિઓ, વગેરે માટે સંપૂર્ણપણે જંગલ પર આધારિત હોય છે.
In simple words: People living deep inside forests rely entirely on the forest for almost all basic needs, including firewood, fodder, bamboo, food, clothing, shelter, hunting, fishing, small timber, nuts, and medicines.
Exam Tip: Emphasize the holistic dependence of forest-dwelling communities on forests for all their fundamental necessities.
પ્રવૃત્તિ 16.7 [પા.પુ. પાના નં 272]
કોઈ ઉદ્યોગના આધાર હોય તેવી બે વન્ય નિપજોનાં નામ જાણવા અને આ ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ છે અથવા આ વન્ય નીપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું જરૂરી છે, તે જાણવું.
Answer:
• ટીમરુ (Diospyros melanoxylon – Ebenaceae) ના પાન બીડી બનાવવા ઉપયોગમાં લેવાય છે. આવશ્યક તેલનો ઉપયોગ સાબુ અને કૉમેટિક ઉદ્યોગમાં થાય છે. દેવદારના વૃક્ષના લાકડાનો ઉપયોગ દિવાસળીની સળી બનાવવા થાય છે.
• આ ઉદ્યોગો લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી, કારણ કે જંગલોનું અતિશોષણ ઉદ્યોગોને લાંબો સમય કાચા પદાર્થો પૂરા પાડી શકે નહીં. આ વન્ય નીપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું તેમજ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે.
In simple words: Tendu leaves are used for making beedis, essential oils for soaps and cosmetics, and Deodar wood for matchsticks. These industries might not last long if forests are over-exploited, as they won't get enough raw materials. So, controlling the use of these forest products and planting more trees is necessary.
Exam Tip: When discussing forest-based industries, identify the specific forest products used and analyze the sustainability of these industries in relation to resource availability and over-exploitation.
Question 1. “જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી.” ઉદાહરણ સાથે વિધાન સમજાવો.
Answer: “જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી.” આ વિધાનને નીચેના ઉદાહરણથી સમજાવી શકાય છે: હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનના સંરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇન જંગલો આવેલાં છે. અહીં ઘેટાંઓનો ચારો ઉગે છે. દર વર્ષે ઉનાળામાં ભરવાડો તેમનાં ઘેટાંઓને ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા માટે લઈ જતા હતા. સંરક્ષિત વિસ્તારોમાં સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આથી ઘેટાં દ્વારા ઘાસનો ચારા તરીકે ઉપયોગ બંધ થઈ ગયો. પરિણામે આ ઘાસ લાંબા થઈ વળીને જમીન પર પડે છે, જે નવા ઘાસની વૃદ્ધિને અટકાવે છે. આમ, જંગલની જાળવણીમાં પરંપરાગત ઉપયોગની રીતો ઘણી મદદરૂપ થાય છે.
In simple words: પરંપરાગત રીતે જંગલનો ઉપયોગ કરવા સામે કોઈ ભેદભાવ રાખવાનું બરાબર નથી. હિમાલયમાં ઘેટાં ચરાવવાની પ્રવૃત્તિ રોકવાથી, જૂનું ઘાસ વધતું રહ્યું અને નવા ઘાસની વૃદ્ધિ અટકી, જે દર્શાવે છે કે પરંપરાગત પદ્ધતિઓ જંગલને ઘણી મદદ કરી શકે છે.
Exam Tip: જ્યારે કોઈ વિધાનને સમજાવવાનું હોય ત્યારે ઉદાહરણનો ઉપયોગ કરી તમારી વાતને વધુ સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવી જોઈએ.
Question 2. જંગલ-સંરક્ષણમાં બશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો.
Answer: આપણા દેશમાં વંશપરંપરાગત રીતે જંગલ-સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બશ્નોઈ સમુદાય અગ્રસ્થાને છે.
- બશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સરહદ નજીક રહે છે.
- બશ્નોઈ સમુદાય એવું માને છે કે, બધા જ સજીવોને જીવવાનો અને સંસાધનોનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
In simple words: બશ્નોઈ સમુદાય ભારતમાં જંગલ અને પ્રાણીઓની રક્ષા માટે ખૂબ મહત્વનો છે. તેઓ માને છે કે બધા જીવોને જીવવાનો અધિકાર છે અને જંગલોનું રક્ષણ કરવું એ તેમનો ધર્મ છે. અમૃતાદેવી બશ્નોઈ અને અન્ય 363 લોકોએ વૃક્ષો બચાવવા માટે પોતાના જીવ આપ્યા હતા, અને આ માટે સરકારે તેમના નામે પુરસ્કાર પણ આપ્યો છે.
Exam Tip: બશ્નોઈ સમુદાયના યોગદાન વિશે લખતી વખતે, તેમની મુખ્ય માન્યતાઓ અને અમૃતાદેવી બશ્નોઈના બલિદાનનો ચોક્કસ ઉલ્લેખ કરો.
Question 3. જંગલોની અગત્ય જણાવો.
Answer:
- જંગલો ઘણા મૂલ્યવાન સ્ત્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઈમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝીન, કાથો, વાંસ વગેરે વસ્તુઓ મળે છે.
- જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવા ટોપલીઓ બનાવવા માટે થાય છે.
- જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન છે.
- જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ જરૂરી છે. ઋતુચક્રોના યોગ્ય સંચાલન, દ્રવ્યચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા અને ભૂમિની ફળદ્રુપતા જાળવવા માટે જંગલો અત્યંત મહત્વપૂર્ણ છે.
- જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી, તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત કરે છે.
In simple words: જંગલો આપણને ખોરાક, લાકડું અને દવાઓ જેવી ઘણી બધી વસ્તુઓ આપે છે. તેઓ ઘણા પ્રાણીઓ અને છોડનું ઘર છે. જંગલો વરસાદને નિયમિત કરીને, જમીનને ફળદ્રુપ રાખીને અને પવનને ધીમો કરીને પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
Exam Tip: જંગલોના મહત્વ વિશે લખતી વખતે, તેમના આર્થિક, પર્યાવરણીય અને જૈવિક પાસાઓને અલગ-અલગ મુદ્દાઓમાં દર્શાવો.
Question 4. વન-આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય? અથવા વનકટાઈની ગંભીર અસરો જણાવો.
Answer: દુનિયામાં જંગલનો વિસ્તાર ઝડપથી ઘટી રહ્યો છે. વિકસિત દેશોમાં વનકટાઈનો દર ઘણો વધારે છે. વસતિવધારો, ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે વન-આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે. કટિબંધના વિસ્તારોમાં વનકટાઈની ગંભીર અસરો જોવા મળે છે.
વન-આચ્છાદન ઘટવાથી (વનકટાઈથી) સર્જાતી ગંભીર સમસ્યાઓ નીચે મુજબ છે:
- પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવામાં બદલાવ આવે છે.
- વરસાદનું પ્રમાણ ઘટે છે.
- જંગલ વિસ્તાર દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે.
- વાતાવરણમાં \( \text{CO}_2 \) નું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ગ્રીનહાઉસ અસર વધે છે.
- વન્ય જીવોના આશ્રય દૂર થતાં આહારજાળની કડીઓ તૂટે છે. પરિણામે ઘણા સજીવો નાશપ્રાયઃ અને લુપ્ત થાય છે.
- નિવસનતંત્રની સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યોનાં ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે.
In simple words: જંગલો કાપવાથી પૃથ્વી પર ઘણી સમસ્યાઓ થાય છે. વરસાદ ઓછો થાય છે, જમીન ધોવાઈ જાય છે, અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે, જેનાથી પૃથ્વીનું તાપમાન વધે છે. પ્રાણીઓ તેમના ઘર ગુમાવે છે અને ઘણા નાશ પામે છે, જેનાથી કુદરતી સંતુલન બગડે છે.
Exam Tip: વનકટાઈની અસરો લખતી વખતે, પર્યાવરણ, જમીન, આબોહવા અને જૈવવિવિધતા પર થતી અસરોને સમાવીને વ્યાપક જવાબ આપો.
પ્રવૃત્તિ 16.8 [પા.પુ. પાના નં. 275]
Question 1. વનોમાં થતા નુકસાન સંદર્ભે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરવી:
(1) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે આરામગૃહનું નિર્માણ કરવું.
(2) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓને ચરાવવા.
(3) પર્યટકો દ્વારા પ્લાસ્ટિકની શીશીઓ, થેલીઓ અને અન્ય કચરાને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ફેંકવો.
તારણ :
Answer:વિવિધ પ્રવૃત્તિઓથી આરામગૃહ, જંગલને પર્યટન સ્થળ તરીકે જુએ છે. તેઓ રોકાણ દરમિયાન પ્રદૂષણ કરે છે. જંગલના પર્યાવરણને વિવિધ રીતે નુકસાન કરીને અસંતુલિત કરે છે.
(2) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓની અનિયંત્રિત ચરાઈથી જંગલમાં રહેતા તૃણાહારીઓ માટે ઘાસ ખૂબ ઓછું રહે છે અથવા ક્યારેક ઘાસ રહેતું પણ નથી. તેથી જંગલના તૃણાહારીઓની સંખ્યા ધીમે ધીમે ઘટે છે. તેના પરિણામે જંગલના નિવસનતંત્રની આહારશૃંખલાના ઉપલા પોષક સ્તરોને ખલેલ પહોંચે છે.
(3) પર્યટકો દ્વારા ફેંકવામાં આવતા પ્લાસ્ટિક કચરાથી રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક જૈવ-અવિઘટનીય કચરો છે. આથી વિઘટકો તેનું વિઘટન કરી શકતા નથી અને આ કચરાના ઊંચા ઢગ થતા જાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તેના કારણે જૈવઘટકોને ખૂબ ગંભીર અસર થાય છે.
In simple words: પર્યટન ગૃહો બાંધવાથી જંગલો પ્રદૂષિત થાય છે. પાલતુ પશુઓને ચરાવવાથી જંગલી પ્રાણીઓ માટે ખોરાક ઓછો પડે છે, જેનાથી આહાર શૃંખલા ખોરવાય છે. પ્લાસ્ટિક કચરો ફેંકવાથી જંગલોમાં પ્રદૂષણ વધે છે કારણ કે તે કુદરતી રીતે સડી જતો નથી, જે જંગલી જીવનને ખરાબ રીતે અસર કરે છે.
Exam Tip: જ્યારે કોઈ પ્રવૃત્તિના નુકસાનકારક પાસાં પર ચર્ચા કરવાની હોય, ત્યારે તેની પર્યાવરણીય, જૈવિક અને નિવસનતંત્ર પરની અસરોને સ્પષ્ટપણે સમજાવો.
પ્રવૃત્તિ 16.9 [પા.પુ. પાના નં. 275]
Question 1. મહારાષ્ટ્રના એક ગામમાં ઓછા પ્રમાણમાં પ્રાપ્ય પાણીની સમસ્યા... આ વિશે ચર્ચા કરો... તારણ:
Answer: મહારાષ્ટ્રના એક ગામમાં ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ પાણીની સમસ્યા છે. ગામવાસીઓ પાણીની પ્રાપ્તિ માટે નજીકના જલ મનોરંજન પાર્ક (water theme park) નો ઘેરાવો કરે છે.
આ વિશે ચર્ચા કરો કે શું પ્રાપ્ત પાણીનો આ યોગ્ય ઉપયોગ છે? શું તેમણે જળસંગ્રહના વિકલ્પો અપનાવવા જોઈએ?
તારણ:
- પાણીની અછત ધરાવતા વિસ્તારમાં જલ મનોરંજન પાર્ક બનાવવો અને તેમાં હજારો લિટર પાણીનો ઉપયોગ કરવો એ ખોટું છે.
- બધા સજીવો માટે પાણી મૂળભૂત જરૂરિયાત છે. જે લોકોને પીવા તેમજ અન્ય ઉપયોગ માટે પાણી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત હોય, તે જલ મનોરંજન પાર્કમાં પાણીનો વ્યય સહન કરી શકતા નથી.
- પાણીના સ્ત્રોતનું આ અસમાન વિતરણ છે. લોકોએ તેનો વિરોધ કરવો જોઈએ. જલ-વ્યવસ્થાપન મંડળે સૌપ્રથમ ગામવાસીઓને જરૂરિયાતનું પાણી પૂરું પાડવું જોઈએ.
- ગામવાસીઓએ પણ જળસંગ્રહના વિવિધ વિકલ્પો શોધી, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ.
In simple words: મહારાષ્ટ્રના ગામમાં પાણીની અછત છે, છતાં લોકો વોટર પાર્કમાંથી પાણી વાપરી રહ્યા છે. આ પાણીનો બગાડ છે કારણ કે જીવોને પીવા માટે પાણીની જરૂર છે. ગામના લોકોને પહેલા પાણી આપવું જોઈએ અને તેમને વરસાદી પાણી એકઠું કરવા જેવા અન્ય વિકલ્પો શોધવા જોઈએ.
Exam Tip: જ્યારે કોઈ સમસ્યા વિશે ચર્ચા કરવાની હોય, ત્યારે સમસ્યાનું મૂળ કારણ, તેની અસરો અને પછી શક્ય ઉકેલોને વ્યવસ્થિત રીતે રજૂ કરો.
પ્રવૃત્તિ 16.10 [પા.પુ. પાના નં. 275]
Question 1. ભૌગોલિક નકશા / ઍટલાસની મદદથી ભારતમાં વર્ષાની રીતનો અભ્યાસ કરવો. – સ્વ-પ્રયત્ન માટે : તારણઃ
Answer:તારણ:
- ભારતમાં 200 cmથી વધુ વરસાદ થાય છે અને રાજસ્થાન તથા ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીના અછતગ્રસ્ત વિસ્તારો છે. ત્યાં 25 cmથી પણ ઓછો વરસાદ થાય છે.
- ભારતના દક્ષિણ વિસ્તારોમાં દરિયાકાંઠાના કારણે સારો વરસાદ થાય છે.
In simple words: ભારતમાં કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણમાં, ઘણો વરસાદ પડે છે. જોકે, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે, તેથી ત્યાં પાણીની અછત રહે છે.
Exam Tip: ભૌગોલિક તારણ આપતી વખતે, ચોક્કસ પ્રદેશો અને વરસાદના આંકડાનો ઉલ્લેખ કરો, જો ઉપલબ્ધ હોય તો, જેથી જવાબ વધુ સચોટ બને.
Question 1. ભારતમાં પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ શાના કારણે સમાપ્ત થઈ ગયું?
Answer: જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા, ત્યારે તેમણે સ્થાનિક લોકો દ્વારા થતા સિંચાઈના સ્ત્રોતોના વ્યવસ્થાપનની પદ્ધતિ બદલી નાખી. તેમણે મોટા બંધ અને દૂર સુધી પાણી પહોંચાડી શકે તેવી મોટી નહેરો જેવી પરિયોજનાઓનું આયોજન કર્યું. તેને અમલમાં મૂકવાના પ્રયત્નો પણ અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવ્યા. આ પરિયોજનાઓ સ્વતંત્રતા બાદ આપણી સરકારે પણ અપનાવી છે. આ મોટા પ્રોજેક્ટથી સ્થાનિક સિંચાઈની પદ્ધતિઓ ઉપેક્ષિત થતી ગઈ અને સરકારી પ્રશાસન દ્વારા તેનું સંપૂર્ણ વ્યવસ્થાપન અને નિયંત્રણ કરવામાં આવ્યું. આ કારણથી પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું.
In simple words: અંગ્રેજો ભારતમાં આવ્યા પછી, તેમણે પાણીનું સંચાલન કરવાની જૂની સ્થાનિક રીતો બદલી નાખી. તેમણે મોટા બંધો અને નહેરો બનાવી, જેનું નિયંત્રણ સરકારે પોતાના હાથમાં લીધું. આના કારણે સ્થાનિક લોકોનું પાણીના સ્ત્રોતો પરનું નિયંત્રણ ધીમે ધીમે ઓછું થઈ ગયું.
Exam Tip: ઐતિહાસિક કારણો સમજાવતી વખતે, ઘટનાક્રમ અને મુખ્ય નિર્ણયોને સ્પષ્ટપણે દર્શાવો, જેમ કે અંગ્રેજોની નીતિઓ અને સરકારી હસ્તક્ષેપ.
પ્રવૃત્તિ 16.11 [પા.પુ. પાના નં. 279]
Question 1. કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો શોધવા. કોલસા અને પેટ્રોલિયમનો વપરાશ ઘટાડવાનાં પગલાં આ મુજબ છે :
Answer:કોલસા અને પેટ્રોલિયમનો વપરાશ ઘટાડવાનાં પગલાં આ મુજબ છે :
- જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો.
- બલ્બના બદલે CFL નો ઉપયોગ કરવો.
- સોલર વૉટર હીટરનો ઉપયોગ કરવો.
- નજીકના સ્થળે જવા વાહનોના ઉપયોગને બદલે પગપાળા જવું અથવા સાઇકલનો ઉપયોગ કરવો.
- ટ્રાફિક જંક્શને લાલ લાઇટ હોય ત્યારે વાહન બંધ રાખવું.
- ખોરાક રાંધવા માટે પ્રેશર કૂકર કે સૂર્ય-કૂકરનો ઉપયોગ કરવો.
- બે-ત્રણ માળનાં મકાનોમાં લિફ્ટના બદલે પગથિયાંનો ઉપયોગ કરવો.
- વાહનોનાં ટાયરોમાં હવાનું દબાણ યોગ્ય જાળવવું.
- કાર્યદક્ષ અને અસરકારક રીતે બળતણનું દહન કરતા એન્જિનનો ઉપયોગ કરવો અને તેની સારસંભાળ રાખવી.
- શિયાળામાં હીટર / સગડીના ઉપયોગને બદલે એક વધારાનું સ્વેટર પહેરવું.
- વાહનોમાંથી ઉત્સર્જિત થતા વાયુઓના માપન અંકો / નિયમોની જાણકારી મેળવવી.
- યુરો નિયમો પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોમાંથી ઉત્સર્જિત થતા વાયુઓનું ઇચ્છનીય પ્રમાણ જાળવવા માટે છે. તે યુરોપમાં અમલીકરણમાં મૂકવામાં આવ્યા છે.
- વાહન-ઉત્પાદકો તકનીકી ફેરફારો કરીને, પ્રદૂષકોનું ઓછું ઉત્સર્જન કરે તેવાં વાહનોનું ઉત્પાદન કરે તે માટે આ માપદંડ જરૂરી છે.
- યુરો નિયમો / માપદંડ ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડ (\( \text{CO}_2 \)), નાઇટ્રોજનના ઑક્સાઇડ (\( \text{NOx} \)), તરલ રજકણો (Suspended particulate matter), અજ્વલિત હાઈડ્રોકાર્બન (\( \text{HC} \)) વગેરેના નિયમન માટે છે.
- યુરોપિયન સંગઠન (European Union) ઉત્સર્જન માપન અંક અને બળતણની કાર્યક્ષમતાનાં ધોરણોમાં તબક્કાવાર સુધારા કરે છે.
| નિયમ / માપદંડ | અમલીકરણ |
|---|---|
| Euro I | 1992-93 |
| Euro II | 1996-97 |
| Euro III | 2000 |
| Euro IV | 2005 |
In simple words: કોલસા અને પેટ્રોલિયમનો ઓછો ઉપયોગ કરવા માટે, આપણે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ, બિનજરૂરી લાઇટ બંધ કરવી જોઈએ, સોલર હીટર વાપરવા જોઈએ, ટૂંકા અંતર માટે ચાલીને જવું જોઈએ અને પ્રેશર કૂકરનો ઉપયોગ કરવો જોઈએ. વાહનમાંથી નીકળતા પ્રદૂષણને ઘટાડવા માટે યુરો નિયમો જેવા નિયમોનો અમલ કરવો પણ જરૂરી છે.
Exam Tip: કોલસા અને પેટ્રોલિયમનો વપરાશ ઘટાડવા માટેના ઉપાયોમાં વ્યક્તિગત અને નીતિગત સ્તરે થતી કાર્યવાહી બંનેને સમાવો. યુરો નિયમો અને તેમના અમલીકરણ વર્ષોનો ઉલ્લેખ કરો.
Free study material for Science
GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)
Students can now access the GSEB Solutions for Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Science Class 10 Solved Papers
Using our Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 10 Science Solutions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) is available for free on StudiesToday.com. These solutions for Class 10 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Science Solutions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Science Solutions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Science. You can access GSEB Class 10 Science Solutions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Science Solutions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) in printable PDF format for offline study on any device.